Home Blog Page 217

Mehsana : જાણીતી હોટલોમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના સેમ્પલ લેવાતા ફફડાટ

0

મહેસાણા શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા પનીરની ગુણવત્તા સામે સવાલ ઉઠતા ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા છે.

મહેસાણા શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા પનીરની ગુણવત્તા સામે સવાલ ઉઠતા ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને પકડવા માટે તંત્રએ હાઇવે અને નાગલપુર જેવા વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે.

ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ, હાઇવે અને નાગલપુર વિસ્તારની નામાંકિત હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હોટલોમાંથી પનીરના જથ્થાની તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ હોટલોમાં નીલકંઠ રેસ્ટોરન્ટમાંથી ‘મીલ્કેનો મલાઈ પનીર’ના નમૂના લેવાયા છે અને કેઝી ફૂડ્સ અને કાકે દી હટ્ટી તથા ગોપી મલાઈ પનીર’ની ગુણવત્તા તપાસવામાં આવી અને કાલીકા ફૂડ મીલ્કુ મલાઈ પનીર’ના સેમ્પલ મેળવાયા. શ્રી ખોડિયાર કાઠીયાવાડી ઢાબા, જાણીતી બ્રાન્ડ ‘અમુલ મલાઈ પનીર’ના સેમ્પલ લેવાયા છે. હોટલ ખોડલ અને ‘મારુતિ લો ફેટ પનીર’ની તપાસ હાથ ધરાઈ.

તંત્ર દ્વારા આ તમામ સેમ્પલોને સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઓફિસરના જણાવ્યા અનુસાર, લેબ રિપોર્ટ આવ્યા બાદ જો પનીરમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હલકી ગુણવત્તા માલૂમ પડશે, તો સંબંધિત રેસ્ટોરન્ટ અને સપ્લાયર વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડાને પગલે અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Tech : સાવધાન! તમારા ઘરના કેમેરા કરી રહ્યા છે જાસૂસી? ચીની કંપનીઓ પર સરકારની તીખી નજર

0

ભારત સરકાર દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લોકપ્રિય ચીની સીસીટીવી બ્રાન્ડ્સ પર મોટો નિર્ણય લઈ શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, હિકવિઝન અને ટીપી-લિંક જેવી કંપનીઓના કેમેરા દ્વારા સંવેદનશીલ ડેટા ચીન અને પાકિસ્તાન જેવી વિદેશી એજન્સીઓ સુધી પહોંચતો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ડેટા સુરક્ષાના ભંગને રોકવા માટે સરકાર કડક પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે.

ચીની બનાવટના સીસીટીવી કેમેરા ભારતમાં સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે કરોડો ઘરો અને ઓફિસોમાં લાગેલા છે. જોકે, સાયબર નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ઉપકરણોમાં એવા ‘બેકડોર’ સોફ્ટવેર હોઈ શકે છે જે વપરાશકર્તાની જાણ બહાર ફૂટેજને વિદેશી ક્લાઉડ સર્વર પર મોકલે છે. હિકવિઝન જેવી કંપનીઓ સીધી રીતે ચીની સરકારના નિયંત્રણ હેઠળ હોવાથી, તેનો ઉપયોગ જાસૂસી માટે થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ અગાઉ જ સુરક્ષાના કારણોસર આ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

તમારી સુરક્ષા તમારા હાથમાં: સુરક્ષિત CCTV કેવી રીતે પસંદ કરવા?
જો તમે નવા કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા હોવ અથવા જૂના વાપરો છો, તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખો:

પ્રમાણિત બ્રાન્ડ: હંમેશા BIS (Bureau of Indian Standards) દ્વારા પ્રમાણિત અથવા વિશ્વસનીય ભારતીય બ્રાન્ડ પસંદ કરો. સસ્તા ચીની કેમેરા લાંબા ગાળે મોંઘા પડી શકે છે.

ડેટા સ્ટોરેજ: શક્ય હોય ત્યાં સુધી ક્લાઉડ સ્ટોરેજને બદલે લોકલ હાર્ડ ડ્રાઈવ (NVR/DVR) પર ડેટા સેવ કરો. જો ક્લાઉડ વાપરતા હોવ, તો સર્વર ભારતની અંદર હોવાની ખાતરી કરો.

પાસવર્ડ મેનેજમેન્ટ: કેમેરા ઇન્સ્ટોલ કર્યા પછી તરત જ ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ બદલી નાખો. ટેકનિશિયનના એક્સેસને દૂર કરો અને સમયાંતરે પાસવર્ડ અપડેટ કરતા રહો.

સોફ્ટવેર અપડેટ: સ્માર્ટફોનની જેમ જ સીસીટીવીના ફર્મવેરને પણ નિયમિત અપડેટ કરો જેથી સુરક્ષાની ખામીઓ (Bugs) દૂર થઈ શકે.

સરકારનું આગામી પગલું
સરકારી કચેરીઓમાં ચીની કેમેરાના વપરાશ પર પહેલેથી જ કડક નિયમો લાદવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે પણ નવી એડવાઈઝરી જારી થઈ શકે છે. જો તમારા ઘરે આવા કેમેરા લાગેલા હોય, તો ગભરાવાને બદલે તાત્કાલિક તેના સિક્યુરિટી સેટિંગ્સ મજબૂત કરવા હિતાવહ છે.

ડિસ્ક્લેમરઃ આ માહિતી મીડિયા રિપોર્ટના આધારિત લખવામાં આવી છે. કોઇ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તજજ્ઞો અથવા નિષ્ણાંતોની સલાહ લેવી અનિવાર્ય છે.

Entertainment : હનુમાન જયંતિ પર આવશે ‘રામાયણ’નું ભવ્ય ટીઝર, રણબીર-યશના લુકની જોવા ફેન્સ આતુર

0

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું નવું ટીઝર ‘રામ’ હનુમાન જયંતિના રોજ રિલીઝ થશે. 2 મિનિટ 38 સેકન્ડ લાંબા આ ટીઝરને CBFC તરફથી ‘U’ સર્ટિફિકેટ મળ્યું છે.

નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ ને લઈને સિનેપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મનું નવું ટીઝર ‘રામ’ આગામી 2 એપ્રિલ, હનુમાન જયંતિના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. રિલીઝ પહેલા જ આ ટીઝરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘U’ (યુનિવર્સલ) રેટિંગ સાથે લીલી ઝંડી મળી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સેન્સર સર્ટિફિકેટ મુજબ, આ ટીઝરની લંબાઈ 2 મિનિટ અને 38 સેકન્ડ છે. સામાન્ય રીતે ટીઝર ટૂંકા હોય છે, પરંતુ આ ટીઝર લગભગ ટ્રેલર જેટલું લાંબુ હોવાથી ચાહકોને ફિલ્મની ભવ્ય ઝલક જોવા મળશે. 30 માર્ચે પ્રમાણપત્ર મળ્યા બાદ હવે હનુમાન જયંતિના પવિત્ર અવસરે તેને દુનિયાભરમાં રજૂ કરવામાં આવશે.

રામાયણની આ ઝલકમાં, દર્શકોને પહેલી વાર પાત્રોના મૂળ લુક જોવા મળશે. રણબીર કપૂર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળશે. રવિ દુબે લક્ષ્મણ તરીકે અને સની દેઓલ હનુમાન તરીકે જોવા મળશે. આ વખતે, નિર્માતાઓનું ધ્યાન મોટા એક્શન અને ભવ્યતા પર નહીં, પરંતુ પાત્રોની ઊંડાઈ અને લાગણીઓ દર્શાવવા પર છે. પિંકવિલાના મતે, આ એક પ્રકારનો પાત્ર પરિચય હશે, જે લોકોને વાર્તાના મુખ્ય સાર સાથે જોડવાની મંજૂરી આપશે. બાદમાં, ફિલ્મનો બીજો મુખ્ય વિડિઓ રિલીઝ કરવામાં આવશે, જેમાં તેના વિશાળ સેટ, એક્શન અને વિઝ્યુઅલ સ્કેલ દર્શાવવામાં આવશે.

વીડિયોની સાથે, નિર્માતાઓએ લખ્યું હતું કે આ ફિલ્મ વિશ્વના શ્રેષ્ઠ લોકોના સહયોગથી સંપૂર્ણ નિષ્ઠા અને આદર સાથે બનાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આ વાર્તા આપણા બધાની છે અને તેને ખૂબ જ જવાબદારી અને નિષ્ઠા સાથે બનાવવામાં આવી છે. અત્યાર સુધી કરવામાં આવેલી મહેનત વિશ્વભરના દર્શકો સમક્ષ મોટા પાયે રજૂ કરવામાં આવશે. ફિલ્મનું સંગીત હંસ ઝિમર અને એ.આર. રહેમાને આપ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર (રામ), યશ (રાવણ), સાઈ પલ્લવી (સીતા), રવિ દુબે (લક્ષ્મણ) અને સની દેઓલ (હનુમાન) મુખ્ય ભૂમિકામાં છે .આ ઉપરાંત રકુલ પ્રીત સિંહ, લારા દત્તા, વિવેક ઓબેરોય, અરુણ ગોવિલ અને કુણાલ કપૂર જેવા કલાકારો પણ જોવા મળશે.

Gujarat : છોટા ઉદેપુરમાં રૂ. 200 કરોડના રોડના કામો પર સંકટ, ડામરના ભાવવધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી!

0

છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે 200 કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જોવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન 53,000 રૂપિયા હતા, તે વધીને 62,000 રૂપિયા થઈ ગયા છે. આમ, સીધો 9,000 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ડામર મિશ્રણમાં વપરાતા L.D.O. (લાઇટ ડીઝલ ઓઈલ) ના ભાવ 53 રૂપિયાથી વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. રિફાઇનરીઓમાંથી ડામરનો પૂરતો જથ્થો ન મળતા કામગીરી ઠપ્પ થવાના આરે છે. પહેલી તારીખથી હજુ પણ ભાવ વધવાની શક્યતાએ કોન્ટ્રાક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટા ઉદેપુર અને કદવાલ એમ સાતેય તાલુકાઓમાં હાલમાં 10 જેટલી એજન્સીઓ ડામર રોડનું કામ કરી રહી છે. હોળીના વેકેશન બાદ માંડ કામ શરૂ થયા હતા ત્યાં જ આર્થિક સંકટ આવી પડ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, એસ્ટિમેન્ટ વખતે ડામરના ભાવ ઓછા હતા, પરંતુ હાલમાં આસમાને પહોંચેલા ભાવને કારણે કામ ચાલુ રાખવું અશક્ય બન્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમારે કામ બંધ કરવાની ફરજ પડશે.

જો આ કામગીરી બંધ થશે તો તેની માઠી અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ અન્ય ક્ષેત્રો પર પણ પડશે. હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. કપચી અને મેટલ બનાવતા પ્લાન્ટ્સને ઓર્ડર મળતા બંધ થશે, જેનાથી તે ઉદ્યોગોને પણ તાળા વાગવાની નોબત આવશે. રોડના કામો અટકવાથી સરકારને મળતી મોટી રકમની રોયલ્ટીની આવકમાં પણ મોટું નુકસાન જશે. સમય મર્યાદામાં કામ પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી (દંડ) ભરવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો જિલ્લાના વિકાસના પૈડાં ડામરના ભાવવધારામાં અટવાયા છે, ત્યારે સરકાર આ બાબતે કોઈ રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.

Business : કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ

0

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને મધ્ય-પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવની સીધી અસર ભારતીય રૂપિયા પર જોવા મળી રહી છે. સોમવારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક કડાકો બોલાયો હતો અને ઈતિહાસમાં પહેલીવાર રૂપિયો પ્રતિ ડૉલર 95ના ઓલ-ટાઇમ લો લેવલને પાર કરી ગયો હતો. જોકે, દિવસના અંતે 15 પૈસાની મજબૂતી સાથે તે 94.70 પર બંધ રહ્યો હતો. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં મચેલા આ હાહાકાર વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)નો એક મહત્ત્વનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ને રૂપિયાના મૂલ્યને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

SBIના ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે કે ભારત પાસે હાલમાં 700 અબજ ડૉલરથી વધુનું વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserve) છે, જે આગામી 10 મહિનાથી વધુના આયાત ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું છે. બેન્કનું કહેવું છે કે RBIએ આ ભંડારનો ઉપયોગ બજારમાં દખલગીરી કરવા અને રૂપિયાને વધુ પડતો ઘટતો અટકાવવા માટે કરવો જોઈએ. રિપોર્ટ અનુસાર, આટલું મજબૂત વિદેશી મુદ્રા ભંડાર સટ્ટાખોરોને ડરાવવા માટે પૂરતું છે અને જો કેન્દ્રીય બેન્ક બજારમાં ડૉલર વેચવાનું શરૂ કરે, તો રૂપિયામાં જોવા મળી રહેલો આ ઘટાડો તાત્કાલિક અટકી શકે છે.

SBI દ્વારા એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ઓઇલ કંપનીઓ માટે ડૉલરની ખરીદી અર્થે એક અલગ ‘સ્પેશિયલ વિન્ડો’ની સુવિધા હોવી જોઈએ. અત્યારે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(OMCs) દરરોજ બજારમાંથી અંદાજે 250થી 300 મિલિયન ડૉલર ખરીદે છે. જો RBI આ કંપનીઓ માટે ડૉલરની અલગ વ્યવસ્થા કરી આપે, તો મુખ્ય બજારમાં ડૉલરની અછત વર્તાશે નહીં અને પરિણામે રૂપિયા પરનું દબાણ પણ હળવું થશે. આથી, આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે હવે માત્ર નિરિક્ષણ કરવાને બદલે રૂપિયાને સ્થિર કરવા માટે મજબૂત અને નક્કર પગલાં ભરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

Valsad : રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકોએ જોખમમાં મૂક્યો જીવ,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

0

વલસાડ જિલ્લામાં ફરી એકવાર સ્ટંટબાજ યુવકોનો આતંક જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અને રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવકોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કર્યા હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના વલસાડના ધમડાચી ગામ નજીક ગુંદલાવ તરફ જતા રોડ પર બની હોવાનું સામે આવ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકો ચાલુ કારના કાચની બહાર નીકળીને જોખમી રીતે આતશબાજી કરી રહ્યા છે. રાત્રિના સમયે જાહેર માર્ગ પર આ પ્રકારે ફટાકડા ફોડીને યુવકોએ અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. આટલું જ નહીં, આ સ્ટંટનો વીડિયો શૂટ કરી તેમણે ગૌરવ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આવા નબીરાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ કારના નંબર અને વીડિયો લોકેશનના આધારે યુવકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Vadodara : વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ

0

ગરીબ વર્ગના નાના ભૂલકાઓને ભણતર અને ભોજન મળે અને અક્ષર જ્ઞાન વધવા સહિત નિરક્ષરતા નાબૂદ થાય એવા હેતુથી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. જ્યાં ગરીબ વર્ગને પ્રોત્સાહિત કરવા બાળકોને શિક્ષણ સાથે ભોજન પણ ફ્રી આપવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષાઓ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકા દ્વારા સંચાલિત ગાજરાવાડી વિસ્તારમાં પંપીંગ સ્ટેશન પાસે આવેલ આવી જ આંગણવાડી હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

નાના બાળકો જ્યાં પાયાનું શિક્ષણ મેળવવા આવે છે તે સ્થળ હવે નશાખોરો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડીની આસપાસ અને આંગણવાડી પરિસરમાં અસામાજિક તત્વો દિવસ-રાત જમાવડો કરે છે આવા તત્વો દ્વારા આંગણવાડીના કંપાઉન્ડમાં નશા ની ચીજ વસ્તુઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે છે. જેના પુરાવા તરીકે દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોના અવશેષો અવારનવાર મળી આવે છે જ્યારે દારૂની પોટ ખાલી પોટલીઓ રાત્રિના સમયે રોજીંદી જોવા મળે છે.

આ સ્થળે અંધકારનો લાભ લઈને ગુનાઇત માનસ ધરાવતા નસેડીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે આ પરિસ્થિતિના કારણે આંગણવાડીમાં આવન જાવન કરતાં નાના બાળકો અને ફરજ બજાવતી મહિલા કાર્યકરોની સુરક્ષા જોખમાઇ છે. બાળકોના વાલીઓ પણ હવે પોતાના સંતાનોને આંગણવાડીમાં મોકલતા દર સાથે ખચકાટ અનુભવી રહ્યા છે આંગણવાડીની દીવાલો પર અશ્લીલ લખાણો લખવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ વારંવાર બનતી જોવા મળે છે સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ ચુસ્તતાથી કરવામાં આવે અને પાલિકા તંત્ર આંગણવાડીની ચારે બાજુ મજબૂત ફેન્સીંગ કે સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે જો વહેલી તકે આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે.

Ahmedabad : અમદાવાદના પોશ વિસ્તારોમાં ‘લૂંટની ફેક્ટરીઓ’! કોલ સેન્ટર કૌભાંડના આરોપીઓ અને ખાખી-ખાદીનું અભેદ ગઠબંધન!


અમદાવાદ હવે માત્ર હેરીટેજ સીટી કે વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પણ ગેરકાયદે કોલ સેન્ટરોનું ‘હબ’ બની ગયું છે. એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, બોડકદેવ અને સિંધુભવન જેવા પોશ વિસ્તારોમાં આલિશાન ઓફિસોના ઓઠા હેઠળ વિદેશી નાગરિકોને લૂંટવાનો ખેલ રાત-દિવસ ચાલે છે. તાજેતરમાં પકડાયેલા આરોપીઓના તાર ક્યાં જોડાયેલા છે, તેનો ચોંકાવનારો ખુલાસો ‘પાક્કો ગુજરાત’ કરી રહ્યું છે.
અમદાવાદના કયા વિસ્તારોમાં છે આ નેટવર્ક?

  • એસ.જી. હાઈવે અને બોડકદેવ: અહીં મોટી કોર્પોરેટ ઓફિસોમાં રાત્રિના સમયે અમેરિકન અને કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવે છે.
  • નવરંગપુરા અને આશ્રમ રોડ: જૂની બિલ્ડિંગોમાં નાના પાયે શરૂ થયેલા સેન્ટરો હવે કરોડોના ટર્નઓવર સુધી પહોંચી ગયા છે.
  • પૂર્વ અમદાવાદ: નિકોલ અને ઓઢવ જેવા વિસ્તારોમાં પણ હવે આ દૂષણ ફેલાઈ રહ્યું છે, જ્યાં સસ્તા મકાનો અને ડેટા ચોરીનું કામ સરળતાથી થાય છે.
    આરોપીઓનું ‘સેફ પેસેજ’ મોડેલ
    અમદાવાદમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે મુજબ:
  1. વહીવટદારોની ભૂમિકા: દરેક ઝોનમાં પોલીસ સ્ટેશન લેવલે ‘વહીવટદારો’ નક્કી હોય છે, જેમને દર મહિને લાખો રૂપિયાનો ‘હપ્તો’ પહોંચાડવામાં આવે છે. આ હપ્તાના બદલામાં આરોપીઓને દરોડાની આગોતરી જાણકારી મળી જાય છે.
  2. નેતાઓનું પ્રોટેક્શન: અનેક આરોપીઓ સ્થાનિક કોર્પોરેટરો કે નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. તેમના પ્રોગ્રામોમાં ફંડ આપીને કે તેમની સાથે ફોટા પડાવીને આ ગુનેગારો સમાજમાં ‘પ્રતિષ્ઠિત’ બનવાનો ઢોંગ કરે છે.
  3. ભાડાની ઓફિસોનું રહસ્ય: આ કોલ સેન્ટરો મોટાભાગે એવા બિલ્ડિંગોમાં ચાલે છે જેમના માલિકો રાજકીય વગ ધરાવે છે. ભાડાના નામે કાળું નાણું સફેદ કરવામાં આવે છે.
    પાક્કો ગુજરાત પૂછે છે આકરા સવાલ:
  • પોલીસ કમિશનરને સવાલ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલની નાકની નીચે વર્ષો સુધી આ સેન્ટરો કેવી રીતે ચાલે છે? શું નીચેના સ્તરે ચાલતા ‘વહીવટ’ની જાણ ઉપર સુધી નથી?
  • ગૃહ વિભાગને સવાલ: જ્યારે અમેરિકન એજન્સીઓ (FBI) દબાણ કરે ત્યારે જ કેમ કાર્યવાહી થાય છે? સ્થાનિક સ્તરે સ્વયંભૂ તપાસ કેમ નથી થતી?
  • આરોપી હર્ષિલ રાવલ અને અન્ય: શું આ આરોપીઓ માત્ર પ્યાદા છે? તેમની પાછળ બેઠેલા અસલી ‘કિંગમેકર’ નેતાઓ સામે ક્યારે એક્શન લેવાશે?
    અમદાવાદની જનતા માટે ચેતવણી:
    તમારા ઘર કે ઓફિસની આસપાસ જો કોઈ એવી ઓફિસ હોય જ્યાં રાત્રે જ ચહલ-પહલ રહેતી હોય અને અજાણ્યા લોકોનું અવરજવર વધુ હોય, તો સાવધાન થઈ જાઓ. આ લૂંટારુઓ તમારા શહેરની આબરૂ ખરડી રહ્યા છે.
    પાક્કો ગુજરાતની અપીલ: જો તમારી પાસે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ચાલતા આવા ગેરકાયદે કોલ સેન્ટર કે તેના સંચાલકો વિશે કોઈ પણ પુરાવા હોય, તો અમને સીધો સંપર્ક કરો. અમે ખાતરી આપીએ છીએ કે તમારું નામ ગુપ્ત રહેશે અને આ ભ્રષ્ટ નેક્સસને અમે ખુલ્લું પાડીશું.

National : ભક્તિના ઓઠા હેઠળ ‘સેક્સ-સ્કેમ’ અને કાળું નાણું! પ્રદીપ અને અશોક તો માત્ર પાશેરામાં પહેલી પૂણી છે!

0


અમદાવાદ | પાક્કો ગુજરાત ઇન્વેસ્ટિગેટિવ ડેસ્ક


આજકાલ ગુજરાત અને મહારાષ્ટ્રના મીડિયામાં બે નામ સૌથી વધુ ગાજી રહ્યા છે: એક છે નકલી નોટોના કૌભાંડમાં પકડાયેલો ‘રોમેન્ટિક’ બાબો પ્રદીપ અને બીજો છે મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન’ કહેવાતો તાંત્રિક અશોક ખરાત. આ કિસ્સાઓ તો માત્ર હિમશૈલની ટોચ સમાન છે. સત્ય તો એ છે કે સમાજમાં આવા ઢોંગીઓનું જાળ એટલું ઊંડું છે કે જેમાં શ્રદ્ધાના નામે સ્ત્રીઓનું શોષણ અને પુરુષોની મૂર્ખામીનો વેપાર ધમધમી રહ્યો છે.
સંમોહન, સેક્સ અને સંપત્તિનું ત્રિકોણ
આ બાબાઓ કે તાંત્રિકો કોઈ દૈવી શક્તિ નથી ધરાવતા, તેઓ માત્ર મનોવિજ્ઞાનના જાણકાર હોય છે.

  • અંગત સમસ્યાઓનો શિકાર: જે મહિલાઓ કે પરિવારો માનસિક અશાંતિ કે ગૃહકલેશથી પીડાતા હોય, તેમને આ બાબાઓ ‘ચમત્કારિક નિરાકરણ’નો વિશ્વાસ આપે છે.
  • તન-મન-ધનનું શોષણ: આશીર્વાદના નામે શારીરિક શોષણ અને વિધિના નામે લાખો રૂપિયા પડાવવા એ આ ટોળકીઓનો મુખ્ય વ્યવસાય છે.
  • ડરનો વેપાર: છેતરાયા પછી પણ 95% કિસ્સામાં લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી. આબરૂ જવાની બીક, બદનામી અને ઘર તૂટી જવાનો ડર આ બાબાઓ માટે ‘સુરક્ષા કવચ’ બની જાય છે.
    ખાખી, ખાદી અને કેસરી: અપવિત્ર ગઠબંધન
    સવાલ એ થાય કે આ પાખંડીઓ આટલા બેફામ કેવી રીતે બને છે? જવાબ છે – રાજકીય આશરો.
  1. વોટબેંકની લાલચ: નેતાઓ આવા બાબાઓના આશ્રમે એટલે જાય છે કારણ કે ત્યાં અંધભક્તોની મોટી સેના હોય છે. બાબાનો એક આદેશ હજારો મતોને એક પક્ષ તરફ વાળી શકે છે.
  2. પાવરબ્રોકર બાબા: ઘણા બાબાઓ સચિવાલયમાં કામ કરાવવા માટે ‘પાવરબ્રોકર’ તરીકે કામ કરે છે. બદલીઓ, ટેન્ડરો અને ગોઠવણોમાં આ બાબાઓની મધ્યસ્થી ચાલતી હોય છે.
  3. ફોટોગ્રાફીનો સ્વાર્થ: બાબા નેતા સાથે ફોટો પડાવે એટલે તેની વિશ્વસનીયતા વધે અને શિષ્યોની સંખ્યા વધે. નેતા બાબા સાથે દેખાય એટલે તેને મતોની ખાતરી મળે. આ બંને એકબીજાના કાળા કરતૂતોથી વાકેફ હોવા છતાં જનતાને છેતરવા માટે એક મંચ પર આવે છે.
    જાગૃત થવાનો સમય આવી ગયો છે!
    ‘સત્ય શોધક સભા’ જેવી સંસ્થાઓ જ્યારે અંધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને ધર્મવિરોધી ચિતરવામાં આવે છે. પરંતુ પ્રદીપ અને અશોક જેવા કિસ્સાઓ સાબિત કરે છે કે ધર્મના નામે અધર્મ કરનારાઓ જ અસલી શત્રુ છે.
  • ઈમ્પ્રેસ થવાનું બંધ કરો: કોઈ નેતા બાબાના પગે પડે એટલે બાબા પવિત્ર નથી થઈ જતો.
  • તર્કનો ઉપયોગ કરો: જો કોઈ બાબો નકલી નોટો છાપતો હોય કે સ્ત્રીઓની છેડતી કરતો હોય, તો તે તમારી સમસ્યા શું હલ કરવાનો હતો?
    નિષ્કર્ષ: આપણે જ સુધરવું પડશે!
    જો આપણે જ સુધરવા તૈયાર ન હોઈએ અને ચમત્કારોની પાછળ દોડતા રહીશું, તો દુનિયાની કોઈ તાકાત આપણને લૂંટાતા બચાવી શકશે નહીં. જેલના સળિયા પાછળ ગયેલા બાબાઓની યાદી લાંબી છે, પણ નવા બાબાઓ રોજ પેદા થઈ રહ્યા છે. જાગૃતિ એ જ એકમાત્ર ઉપાય છે.
    પાક્કો ગુજરાતની અપીલ:
  • તમારા વિસ્તારમાં કોઈ આવા શંકાસ્પદ તાંત્રિક કે બાબા વિશે જાણો છો?
  • શું તમે ક્યારેય અંધશ્રદ્ધાના કારણે છેતરાયા છો?
  • ડર્યા વગર અવાજ ઉઠાવો. તમારી ગુપ્તતા જાળવી રાખીને અમે આવા પાખંડીઓનો પર્દાફાશ કરીશું.

National : मतदाताओं के नामों को हटा दिया गयाः तृणमूल को खोने की संभावना कितनी वास्तविक है?

0

पश्चिम बंगाल में चुनावों के संदर्भ में, हाल के दिनों में एक महत्वपूर्ण विवाद सामने आया है-मतदाता सूची से नामों को हटाना। राजनीतिक हलकों में सवाल उठाए जा रहे हैं कि क्या यह सत्तारूढ़ अखिल भारतीय तृणमूल कांग्रेस (टीएमसी) को चुनावी रूप से नुकसान पहुंचा सकता है, या यह सिर्फ प्रशासनिक प्रक्रिया का एक हिस्सा है। वास्तविक स्थिति का विश्लेषण करते हुए, यह देखा जा सकता है कि यह कारक सीधे किसी टीम की जीत या हार का निर्धारण नहीं करता है, लेकिन इसका प्रभाव कुछ स्थितियों में महत्वपूर्ण हो सकता है।

सबसे पहले, यह समझना आवश्यक है कि मतदाता के नाम का मतलब वोट में प्रत्यक्ष कमी नहीं है, बल्कि संभावित मतदाताओं की सूची से बहिष्कार है। नतीजतन, यदि संबंधित मतदाता अपने मतदान के अधिकार का प्रयोग करने में सक्षम नहीं हैं, तो कुल मतों की संख्या कम हो सकती है और ‘मतदान’ प्रभावित हो सकता है। विशेष रूप से उन सीटों पर जहां मुकाबला बहुत करीब है, वोटों में एक छोटा सा अंतर भी परिणाम को बदल सकता है।

टीएमसी के मामले में, उनकी ताकत का मुख्य आधार जमीनी संगठनों और सामाजिक कल्याण योजनाओं के माध्यम से मतदाता संपर्क है। इस तरह के एक संगठित ढांचे के साथ, पार्टी अक्सर मतदाताओं को बूथ तक लाने में सक्षम होती है। इसलिए भले ही कुछ नाम मतदाता सूची से बाहर रह गए हों, उनके पास संगठन के माध्यम से वैकल्पिक रूप से ‘टर्नआउट’ को बनाए रखने की शक्ति है। नतीजतन, यह कारक एक निर्णायक बाधा नहीं है, हालांकि यह उनके लिए एक चुनौती है।

दूसरी ओर, भारतीय जनता पार्टी (भाजपा) इस मुद्दे को राजनीतिक विमर्श के रूप में इस्तेमाल कर सकती है। मतदाता सूची के बारे में शिकायतें करके वे मतदाताओं के बीच प्रशासनिक पारदर्शिता के बारे में सवाल उठा सकते हैं। इसका प्रभाव पड़ सकता है, विशेष रूप से शहरी और झूलते मतदाताओं के बीच। इस तरह के आख्यानों का चुनावी माहौल पर मनोवैज्ञानिक प्रभाव पड़ता है, जो अप्रत्यक्ष रूप से वोट के पाठ्यक्रम को बदल सकता है।

सबसे महत्वपूर्ण बात यह है कि यह प्रभाव काफी हद तक उन सीटों तक सीमित है जहां मुकाबला बहुत करीब है। जिन सीटों पर जीत का अंतर कुछ हजार वोटों (शंकुधारी सीटें) तक सीमित है, वहां मतदाता सूची से थोड़ा सा बदलाव भी परिणाम को प्रभावित कर सकता है। हालांकि, अकेले यह कारक पूरे राज्य में समग्र परिणामों को निर्धारित करने के लिए पर्याप्त नहीं है।

वास्तविकता यह है कि चुनाव एक बहुस्तरीय प्रक्रिया है जिसमें उम्मीदवार का चयन, स्थानीय मुद्दे, अभियान रणनीति, संगठन और मतदाता, मतदान- सभी अंतिम परिणाम निर्धारित करने के लिए एक साथ आते हैं। मतदाताओं को छोड़ना बड़े समीकरण का केवल एक हिस्सा है, जो स्थिति से स्थिति में भिन्न हो सकता है, लेकिन यह गारंटी नहीं देता है कि कोई भी दल अपने दम पर जीतेगा या हारेगा।

कुल मिलाकर, मतदाता सूची की बहस चुनाव को अधिक प्रतिस्पर्धी और संवेदनशील बना सकती है। लेकिन यह तृणमूल जैसी संगठित पार्टी को हराने का एकमात्र या मुख्य हथियार नहीं है-बल्कि यह एक सहायक या प्रभावशाली कारक है, जो कुछ स्थितियों में परिणामों के संतुलन को थोड़ा बदलने में सक्षम है।

पश्चिम बंगाल में आगामी चुनावों से पहले ‘विशेष गहन संशोधन’ (एसआईआर) या मतदाता सूची संशोधन प्रक्रिया से जुड़े आरोप-कि लाखों वैध मतदाताओं के नाम हटाए जा रहे हैं-केवल एक प्रशासनिक विवाद नहीं हैं, बल्कि सीधे राजनीतिक समीकरणों को बदल सकते हैं। इस मुद्दे का प्रभाव काफी हद तक राजनीतिक दलों की धारणाओं, क्षेत्रीय विशेषताओं और रणनीतियों पर निर्भर करता है। नीचे एक संक्षिप्त विवरण दिया गया है कि यह कैसा दिख सकता है।

  1. यदि यह आम तौर पर स्थापित हो जाता है कि एसआईआर के माध्यम से फर्जी या अवैध मतदाताओं के नाम हटाए जा रहे हैं, तो विपक्षी दल-विशेष रूप से वे जो सीमावर्ती क्षेत्रों में घुसपैठ के मुद्दे पर राजनीति करते हैं-राजनीतिक रूप से लाभ उठा सकते हैं। यह कहानी उत्तर और दक्षिण 24 परगना, नादिया, मालदा या मुर्शिदाबाद जैसे सीमावर्ती जिलों में तेजी से फैलने की संभावना है। इस मामले में, सत्तारूढ़ दल का वोट बैंक कुछ दबाव में आ सकता है, क्योंकि उन पर लंबे समय से ‘भूत मतदाताओं’ का आरोप लगाया गया है। नतीजतन, इस स्थिति में विरोधियों के लिए मैदान बनाया जा सकता है।
  2. दूसरी ओर, अगर जनता में यह विश्वास है कि वास्तविक मतदाताओं के नामों को अनुचित तरीके से बाहर रखा जा रहा है, तो सत्तारूढ़ दल एक मजबूत ‘पीड़ित कथा’ बना सकता है। उनके वोटों को और मजबूत किया जा सकता है यदि यह संदेश फैलाया जाए, विशेष रूप से अल्पसंख्यकों, गरीब और हाशिए पर रहने वाले लोगों के बीच। ऐसी स्थिति में, विपक्षी दल मताधिकार से वंचित होने के आरोप में बचाव कर सकते हैं और उनके राजनीतिक लाभ को कम किया जा सकता है।
  3. कोलकाता, हावड़ा या आसनसोल जैसे शहरी क्षेत्रों में अगर मतदाता सूची में बड़ी संख्या में विसंगतियां पाई जाती हैं, तो शिक्षित मध्यम वर्ग में प्रशासनिक विफलताओं को लेकर आक्रोश हो सकता है। इस मामले में, आम तौर पर उस पार्टी के खिलाफ गुस्सा पैदा किया जा सकता है जिसे प्रशासनिक रूप से जिम्मेदार माना जाता है। हालाँकि, चूंकि शहरी मतदाता मुद्दे-आधारित हैं, इसलिए यहाँ परिणाम बहुत ‘अप्रत्याशित’ हो सकते हैं।
  4. भले ही जंगलमहल या उत्तर बंगाल के कुछ ग्रामीण क्षेत्रों में दस्तावेजों और जागरूकता की कमी के कारण कई मतदाताओं के नाम छूट जाते हैं, लेकिन यह एक बड़ा राजनीतिक मुद्दा नहीं बन सकता है। इस ‘मूक बहिष्कार’ परिदृश्य में, जो दल जमीनी स्तर पर संगठित होने में मजबूत हैं, वे बाकी मतदाताओं को” ‘संगठित’ करके तुलनात्मक लाभ प्राप्त कर सकते हैं। दूसरी ओर, कमजोर संगठन वाले दल अपने संभावित मतदाताओं को खो सकते हैं।
  5. अगर यह मुद्दा धर्म, पहचान या नागरिकता के सवाल का रूप लेता है, तो राजनीति में तेज ध्रुवीकरण हो सकता है। मुर्शिदाबाद, मालदा या उत्तरी दिनाजपुर जैसे क्षेत्रों में द्विध्रुवीय प्रतिस्पर्धा होगी। जहां दो प्रमुख राजनीतिक ताकतें-तृणमूल और भाजपा-अपने वोटों को मजबूत कर सकती हैं, वहीं वाम या कांग्रेस जैसे छोटे दलों को अपने वोट बैंक खोने का खतरा है।
  6. यदि अदालत व्यापक शिकायतों के आधार पर हस्तक्षेप करती है और पुनः सत्यापन का आदेश देती है, तो राजनीतिक समीकरण अधिक जटिल हो सकता है। विपक्ष इसे अपनी शिकायतों की स्वीकृति के रूप में ले सकता है, जबकि सत्तारूढ़ दल की प्रशासनिक दक्षता पर सवाल उठाया जा सकता है। हालांकि, अगर लंबी देरी होती है, तो मतदाताओं में थकान की संभावना है।

इस मुद्दे के केंद्र में तीन प्रमुख मुद्दे हैं।
धारणा की लड़ाईः लोग क्या मानते हैंः क्षेत्रीय भिन्नताः किस क्षेत्र में कितना प्रभावित होता है;
जुटाने की क्षमताः एक पार्टी कितनी जल्दी और प्रभावी ढंग से मतदाताओं को संगठित करने में सक्षम होती है।

वास्तव में, पश्चिम बंगाल की सभी सीटें समान रूप से प्रभावित नहीं होंगी। हालांकि, उन सीटों पर जहां जीत का अंतर कम है, मतदाताओं की एक छोटी संख्या भी परिणाम निर्धारित करने में महत्वपूर्ण भूमिका निभा सकती है।
इसलिए, एसआईआर को घेरने वाले मतदाता धोखाधड़ी के आरोप इस चुनाव में केवल एक प्रशासनिक मुद्दा नहीं हैं-यह दर्जनों प्रमुख निर्वाचन क्षेत्रों में” ‘किंगमेकर’ बन सकता है।