Home Blog Page 227

Narmada : સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર

0

નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ખાતે આવતા પ્રવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી પહેલી એપ્રિલ 2026થી પ્રોજેક્શન મેપિંગ (લેઝર શો) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં દિવસ લાંબો થયો છે, જેના કારણે સાંજે 7:15 કલાકે સૂર્યપ્રકાશ વધુ હોવાથી લેઝર શોની સ્પષ્ટતા પર અસર પડતી હતી. પ્રવાસીઓ આ ભવ્ય શોનો પૂરો આનંદ માણી શકે તે હેતુથી સત્તામંડળ દ્વારા સમય લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવું ટાઈમટેબલ પહેલી એપ્રિલથી અમલી

પ્રોજેક્શન મેપિંગ (લેઝર શો): હવે સાંજે 07:30 કલાકે શરૂ થશે (જૂનો સમય 07:15 હતો).

નર્મદા મહાઆરતી: હવે સાંજે 08:15 કલાકે યોજાશે (જૂનો સમય 08:00 હતો).

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગોરા ઘાટ પર આયોજિત થતી નર્મદા મહાઆરતી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કાશીની ગંગા આરતીની તર્જ પર યોજાતી આ આરતીમાં ભક્તો મા નર્મદાની સ્તુતિ અને વંદના કરે છે. જ્યારે સેંકડો દીવાઓ અને મંત્રોચ્ચાર સાથે નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવે છે, ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે. લેઝર શો જોયા બાદ પ્રવાસીઓ આ શાંત અને દિવ્ય અનુભવનો લાભ લઈ શકે તે માટે જ આરતીનો સમય પણ તે મુજબ ગોઠવવામાં આવ્યો છે.

જે પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અથવા મુલાકાતનું આયોજન કર્યું હોય, તેમણે આ નવા સમયની નોંધ લેવી. આ સિવાય વહીવટી તંત્ર દ્વારા લેઝર શો નિહાળવા માટે નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી જવા વિનંતી કરાઈ છે, જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય.

GUJARAT : PSI ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી નીકળશે કોલ લેટર

0

ગુજરાત PSI ભરતીની લેખિત પરીક્ષા 19 એપ્રિલના રોજ લેવાશે. ઉમેદવારો 13 એપ્રિલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જાણો સંપૂર્ણ પરીક્ષા શેડ્યૂલ.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) ની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ હવે ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના હજારો યુવાનોના ભાવિનો ફેંસલો આગામી 19 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલના રોજ બે મહત્વના પેપરની પરીક્ષા લેવામાં આવશે. જેમાં સવાર અને સાંજની બે અલગ-અલગ પાળીમાં ઉમેદવારોની બૌદ્ધિક અને વિષયલક્ષી ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. એટલે કે એક જ દિવસે બે પેપર લેવામાં આવશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો જ આ લેખિત પરીક્ષામાં બેસી શકશે. પોલીસ બેડામાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે આ અંતિમ અને નિર્ણાયક તબક્કો માનવામાં આવે છે.

પરીક્ષાની જાહેરાતની સાથે જ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ઉમેદવારો 13 એપ્રિલથી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વહેલી તકે કોલ લેટર મેળવી લે જેથી પરીક્ષા કેન્દ્ર અને સમય બાબતે કોઈ મૂંઝવણ ન રહે.

શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે લેખિત પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવશે. ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે તેમની મહેનતની કસોટીનો સમય આવી ગયો છે.

Ahmedabad : અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં GUJCETની પરીક્ષાનું આયોજન, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાની સતત દેખરેખ

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષાનો આજે (29મી માર્ચ) પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આંકડાકીય રીતે જોઈએ તો બંને વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 વિદ્યાર્થીઓ તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ 89 બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો સતત રાઉન્ડ પર છે.

Gujarat : ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરાત

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય અને જાણીતા સામાજિક કાર્યકર ડૉ. કનુભાઈ કળસરિયાએ આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને લઈ મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ મોટા રાજકીય પક્ષ સાથે જોડાણ કર્યા વગર ‘સદભાવના મંચ’ના નેજા હેઠળ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

કનુભાઈ કળસરિયાએ મહુવા સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક બેઠકમાં પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવા તાલુકાની જિલ્લા પંચાયતની 8 બેઠકો અને તાલુકા પંચાયતની તમામ 34 બેઠકો પર સદભાવના મંચ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. જનતાના કલ્યાણ અને ન્યાય માટે લડવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ ફરી એકવાર સક્રિય રાજકારણમાં પરત ફર્યા છે.

વર્ષ 2010માં પણ કનુભાઈએ ભાજપ સહિતના પ્રસ્થાપિત પક્ષો સામે બગાવત કરી ‘સદભાવના મંચ’ દ્વારા ચૂંટણી લડીને સફળતા મેળવી હતી. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કનુભાઈ મેદાનમાં આવતા ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોના ગણિત બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, “અમે જનતાના પ્રશ્નો અને ન્યાય માટે લડી રહ્યા છીએ, એટલે જ કોઈ પક્ષ સાથે જોડાણ કરવાને બદલે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.”

કનુભાઈ કળસરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, પંચાયતની ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને મહુવાની જનતા હંમેશા પરિવર્તનમાં માને છે. સદભાવના મંચ દ્વારા દરેક બેઠક પર મજબૂત ઉમેદવારી નોંધાવીને જનતાના પડતર પ્રશ્નોને વાચા આપવાનો આ પ્રયાસ છે. તેમની આ જાહેરાતને પગલે સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો તેજીથી બદલાઈ રહ્યા છે.

Business : પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને! જાણો આજનો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ

0

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ભારતના પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. જાણો આજના પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 29 માર્ચ, 20026ના નવા દર જાહેર કર્યા છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા આગામી દિવસોમાં મોંઘવારીનો માર વધવાની આશંકા સેવાઈ રહી છે.

ભારતના મહાનગરોમાં આજના ભાવ (પ્રતિ લિટર)
નવી દિલ્હી ₹94.72 ₹87.62
મુંબઈ ₹103.44 ₹89.97
કોલકાતા ₹105.35 ₹91.95
ચેન્નાઈ ₹100.75 ₹92.34
ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજના ભાવ?

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ ₹95.15 ₹90.82
રાજકોટ ₹94.95 ₹90.65
સુરત ₹95.35 ₹91.02
વડોદરા ₹94.82 ₹90.49
ગાંધીનગર ₹95.32 ₹90.99
ભાવનગર ₹96.82 ₹92.49

Ahmedabad : સિંગર જીગરદાન ગઢવીએ જાહેર મંચ પરથી યુ ટર્ન માર્યો, ગુજરાતી ગીતો ગાવાનું ચાલુ રાખશે

જાણીતા ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. જીગરદાન ગઢવીની આ પોસ્ટ બાદ ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.

જાણીતા ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. જીગરદાન ગઢવીની આ પોસ્ટ બાદ ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. જીગરા તરીકે જાણીતા જીગરદાન ગઢવી હવે અન્ય પ્રોજેક્ટ પર કામ કરશે તેવો સંકેત પણ આપ્યો હતો. ત્યારે હવે તેમણે યુ ટર્ન માર્યો છે. નિવૃત્તિ જાહેર બાદ તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, તેઓ ગુજરાતી મ્યુઝિક નહીં છોડે. ગુજરાતી ગીત ગાવાનુ ચાલુ રાખશે

રામનવમીના દિવસે જ તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હું આ માધ્યમથી જાહેર કરુ છું કે, હવે પછી ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ અને યૂટ્યૂબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષનો આ સફર ખૂબજ યાદગાર રહ્યો છે. આપ સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર. તેમણે કયા કારણે આ નિર્ણય લીધો તેનો કોઈ ખુલાસો કર્યો નહોતો. હવે તેમણે પોતાની નિવૃત્તિની જાહેરાત બાદ યુટર્ન મારી દીધો છે.

જીગરદાન ગઢવીએ વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા છે. સોશિયલ મીડિયામાં તેમના ચાહકો દ્વારા અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. જીગરદાન ગઢવીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદનથી કરી હતી. ચાલ જીવી લઈએ ફિલ્મના ગીત ચાંદને કહો ખૂબજ પ્રચલિત રહ્યું છે. જીગરદાન ગઢવીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે હાર્દિક અભિનંદન, આઈ વિશ અને લેપેટ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

Valsad : ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક

0

દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનું ગઢ, પણ વલસાડ જિલ્લાના બિનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ ઓળખમાં નવું છોગું ઉમેર્યું છે. ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારી આંબો તૈયાર કર્યો છે, જેના પર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે. માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા પાંચ વર્ષના ‘ડાહ્યા કાકા’ જાતના આંબા પર તેમણે ગ્રાફ્ટિંગ(કલમ) પદ્ધતિ દ્વારા 22 જેટલી વિવિધ જાતો બેસાડી છે.

બિનવાડા ગામના શૈલેષભાઈ મોહનભાઈ પટેલના આ અનોખા પ્રયોગની શરૂઆત ગયા વર્ષના ચોમાસા દરમિયાન થઈ હતી. મોહનભાઈ જ્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે ત્યાંની એક નર્સરીમાં એક જ આંબા પર 50 જેટલી કેરીની જાતો લટકતી જોઈ તેઓ દંગ રહી ગયા હતા.

આ જોયા પછી તેમણે સંકલ્પ કર્યો કે, તેઓ પોતાના વતનમાં 100 જાતની કેરી એક જ વૃક્ષ પર ઉગાડશે. આ પ્રેરણા જ આજે વલસાડના બાગાયત ઇતિહાસમાં એક અનોખો અધ્યાય લખી રહી છે. આ સફર બિલકુલ સરળ નહોતી. તેમણે 10 મહિના પહેલા આંબા પર કુલ 80 જેટલી વિવિધ મેંગો વેરાઈટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું.

જોકે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ, તેજ પવન અને વાવાઝોડાને કારણે ગ્રાફ્ટિંગ કરેલી 8 જેટલી ડાળીઓ તૂટી ગઈ હતી. આટલા મોટા નુકસાન છતાં મોહનભાઈ ડગ્યા નહીં. તેમની મહેનત રંગ લાવી અને 70 જેટલી વેરાઈટી સફળ રહી, જેમાંથી હાલ 22 જેટલી વેરાઈટી સંપૂર્ણપણે યથાવત અને સુરક્ષિત છે. સૌથી ગૌરવની વાત એ છે કે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 22 જેટલી જાતો પર મંજરી(મોર) આવ્યા અને કેરીઓ બેસવા લાગી છે. આ આંબા પર ભારતની સાથે-સાથે થાઈલેન્ડ, અમેરિકા અને અન્ય દેશોની મોંઘીદાટ કેરીઓ પણ લટકી રહી છે.

વિદેશી આકર્ષણ: બિગ પ્રિન્ટ ક્લીટ, સુર્યા ગમાઈ, સબજો, ડાક મિયાં, થાય બનાના, નામ ડોક માઈ, રેડ આઈવરી, સેન્સેશન, ટોમી અટકીન્સ (અમેરિકા) અને થાય વેરાઈટી.ભારતીય પ્રસિદ્ધ જાતો: અમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબખાસ, આમરી, ભીખુ પોસ્ટ, અનિલ, સુર્યા, જમનાદાસ, રંગીન કેસર અને થાય ઓલ ટાઈમ.

National : વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. વર્તમાનમાં અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો પર ચિંતા વ્યક્ત કરતા PM મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત આ પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તે વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આ સંઘર્ષના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર અસર પડી રહી છે અને સંકટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે અને આપણા જે વૈશ્વિક સંબંધો છે, તેના કારણે આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યા છીએ.”

PM મોદીએ દેશવાસીઓને ખાસ વિનંતી કરતા કહ્યું કે, “ચોક્કસપણે આ સમય પડકારજનક છે, પરંતુ આપણે એકજૂથ થઈને આમાંથી બહાર નીકળવાનું છે.” તેમણે અફવા ફેલાવનારાઓ સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે,જે લોકો આ ગંભીર વિષય પર રાજનીતિ કરી રહ્યા છે, તેમણે સમજવું જોઈએ કે આ ૧૪૦ કરોડ ભારતીયોના હિતનો વિષય છે.

નાગરિકોએ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ. અફવાઓને કારણે દેશના નાગરિકોને ન માત્ર સમસ્યાઓનો સામનો વકરો પડે છે પરંતુ સ્થિતિ પણ વિપરિત બની જતી હોય છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશોમાં વસતા 1 કરોડથી વધુ ભારતીયો અંગે વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ ત્યાં રહે છે. હું ખાડી દેશોનો આભારી છું કે તેઓ ત્યાં વસતા ભારતીયોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે.”

વડાપ્રધાને 2026 ના માર્ચ મહિનાની હલચલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખી દુનિયા એવી અપેક્ષા રાખતી હતી કે કોરોના સંકટ બાદ પ્રગતિ થશે, પરંતુ સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાતી રહી છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટોને હરાવ્યા છે, તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત રીતે બહાર આવીશું.

Entertainment : ઋષભ શેટ્ટીએ કાંતારાની અભિનેત્રી રુકમણિ વસંતને અનફોલો કર્યા

0

મુંબઇ : ઋષભ શેટ્ટીની કાંતારા અને કાંતારા ચેપ્ટર વને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. જેમાથી કાંતારા ચેપ્ટર વનમાં અભિનેતા અને રુકમણિ વસંતની જોડી હતી. હવે અભિનેતા અભિનેત્રી રુકમણી વસંત અને રાજ બી શેટ્ટી કો ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છેઆ ઉપરાંત ફિલ્મસર્જક અને પ્રોડકશન બેનર ટીમને પણ અનફોલો કરી દીધા છે. તેમના ફોલોઇંગ લિસ્ટમાં તેનું નામ ક્યાંય જોવા મળતું નથી.આ પરથી અટકળ થઇ રહી છે કે ઋષભ શેટ્ટીને કાંતારા ટીમ સાથે અણબનાવ થઇ ગયો છે.

ઋષભ શેટ્ટીએ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી, તેમજ ફિલ્મની ટીમ તરફથી પણ કોઇ પ્રતિસાદ આવ્યો નથી. અભિનેતા જલદી જ માઈથોલોજિકલ ફિલ્મ જય હનુમાનમાં મુખ્ય રોલમાં જોવા મળશે.

Vadodara : લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ

0

લોનની ઉઘરાણી માટે વકીલને ફોન કરી વકીલાતની ડિગ્રી તથા જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. જે અંગે વકીલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવારોડ જાદવ અમી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વકીલ રૂપેશકુમાર રમેશભાઇ વસાવાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ક્રેઝીબી સર્વિસીસ પ્રા.લિ. ક્રેડિટ બી માંથી મેં લોન લીધી હતી. આર્થિક તકલીફના કારણે મેં છેલ્લા ત્રણ મહિનાથી હપ્તા ભર્યા નહતા. ગત ૧૭ મી તારીખે સાંજે હું મારા મિત્ર મોસીન દિવાન કોર્ટથી ઘરે આવતા હતા. તે દરમિયાન મારા મોબાઇલ પર લોનની ઉઘરાણી માટે એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. મેં સ્પીકર ચાલુ કર્યું હતું.

મેં તેને નમ્રતાથી જણાવ્યું હતું કે, મારાથી હમણા લોન ભરી શકાય તેમ નથી. સગવડ થતા ભરી દઇશ. પરંતુ, તે કોઇ વાત માનવા તૈયાર નહતો. તેણે મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતા મેં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મયૂર જણાવ્યું હતું. તેણે થોડીવાર પછી પોતાનું નામ હિતેશ જણાવ્યું હતું. થોડીવાર પછી અન્ય એક વ્યક્તિએ મારી સાથે વાત કરી હતી. તેણે મારી વકીલાતની ડિગ્રી તેમજ જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. આ અંગે મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી સાથે પહેલી વખત વાત કરનારનું નામ સાહિલ મહેન્દ્રભાઇ બાકોલા (રહે. જગદંબા હોમ્સ ત્રાગંડ, અમદાવાદ મૂળ રહે. અમુલુણ ગામ,તા. કાંકરેજ, જિ.બનાસકાંઠા) તથા બીજી વખત વાત કરનારનું નામ ભાવિક કૈલાસભાઇ જોશી (રહે. જોગણી માતાની ચાલી, ઘાટલોડિયા, અમદાવાદ, મૂળ રહે. રાજસ્થાન) હતું.