Home Blog Page 230

Kodinar-ઉના બાયપાસ પર પોલીસનો સપાટો: માઢવડ જતો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો

0

ગીર સોમનાથ જિલ્લામાં નકલી ચીજવસ્તુઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. શુદ્ધતાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં નકલી ચીજવસ્તુઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. કોડીનાર-ઉના બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલા એક બોલેરો વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. શુદ્ધતાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

કોડીનાર પોલીસે બાતમીના આધારે બાયપાસ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બોલેરો વાહનને રોકી તલાશી લેતા તેમાંથી ઘીના 7 ડબ્બા મળી આવ્યા હતા, જેનું કુલ વજન 105 કિલો જેટલું થાય છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ઘી ઉનાની ‘શ્રીજી’ નામની દુકાનમાંથી મેળવીને માઢવડ ગામે લઈ જવામાં આવી રહ્યું હતું. ઘીની ગુણવત્તા શંકાસ્પદ જણાતા પોલીસે તાત્કાલિક અસરથી આ જથ્થો જપ્ત કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ (સેમ્પલ) લઈને તેને વધુ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ઘી ભેળસેળિયું છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં પોલીસે વાહન ચાલક અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે જિલ્લાના વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Vadodara : MSUનો ઐતિહાસિક નિર્ણય, કોમર્સ ફેકલ્ટીમાં 95% બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત, પ્રથમવાર લેવાશે એન્ટ્રન્સ ટેસ્ટ

0

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નવા શૈક્ષણિક સત્ર પહેલા વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં હવે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપતા 95 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને પગલે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ માટે MSUમાં પ્રવેશ મેળવવો સરળ બનશે.

ઉલ્લેખનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે માત્ર 75 ટકા બેઠકો ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો વિદ્યાર્થી સંગઠનોદ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને, આ વર્ષે નવા સત્રના પ્રારંભ પૂર્વે જ સત્તાધીશોએ આ ક્વોટા વધારીને 95 ટકા કરી દીધો છે. બાકીની 5 ટકા બેઠકો પર જ બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.

આ વર્ષે માત્ર બેઠકોની સંખ્યા જ નહીં, પરંતુ પ્રવેશની પદ્ધતિમાં પણ ધરખમ ફેરફાર કરાયો છે. MSUના ઇતિહાસમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષ (F.Y. B.Com) માં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) યોજવામાં આવશે. અગાઉ મેરિટના આધારે પ્રવેશ મળતો હતો, પરંતુ હવે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવી પડશે. આ વર્ષે કુલ 6730 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા સુધરશે અને લાયક વિદ્યાર્થીઓને જ સ્થાન મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

Surat : જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, બે મહિલાઓ અડધો કલાક અંધારામાં લિફ્ટમાં ફસાઈ

0

સુરત શહેરમાં જયનીમ રેસિડન્સીમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી. લિફ્ટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાઇ રહી હતી.સુરત શહેરમાં જયનીમ રેસિડન્સીમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી. લિફ્ટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાઇ રહી હતી. જોકે, ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી દરવાજો તોડી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ઘટનાની વિગતો મુજબ, જયનીમ રેસિડન્સીમાં રહેતી બે મહિલાઓ લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે લિફ્ટ અચાનક અટકી ગઈ હતી. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટનો દરવાજો ખુલ્યો નહીં અને લિફ્ટની અંદર લાઈટો પણ બંધ થઈ ગઈ હતી. ઘોર અંધારામાં બંને મહિલાઓ અંદાજે 30 મિનિટ સુધી ફસાયેલી રહી હતી, જેના કારણે તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.ભારે જહેમત બાદ બંને મહિલાઓને સહીસલામત બહાર કાઢવામાં આવતા પરિવારજનો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Sports : RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, થોડીવારમાં થશે ટોસ

0

RCB vs SRH IPL 2026 Live Score: IPL 2026ની આતુરતાનો આજે અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ગયા વર્ષે ટાઈટલ જીતનાર RCBએ આ વખતે ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી એકવાર ખેલાડીઓ અને ફોર્મની દ્રષ્ટિએ મજબૂત દેખાઈ રહી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમની કમાન સંભાળશે, જ્યારે RCBનું નેતૃત્વ રજત પાટીદાર કરશે.

BCCIએ IPL 2026 માટે ઓપનિંગ સેરેમની ન યોજવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે જ્યારે RCBએ ટાઈટલ જીત્યું હતું, ત્યારે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દુખદ ઘટનાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ વખતે ઉદઘાટન સમારોહ રદ કર્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ: કઈ ટીમનો દબદબો?

બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કુલ 26 મુકાબલા થયા છે

SRHની જીત- 14 મેચ

RCBની જીત- 11 મેચ

રદ થયેલ મેચ- 01

જો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો દબદબો રહ્યો છે. અહીં રમાયેલી 8 મેચોમાંથી RCBએ 5 અને હૈદરાબાદે 3 મેચ જીતી છે.

બંને ટીમોની સ્ક્વોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, ફિલ સાલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), ટિમ ડેવિડ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી, જોશ હેઝલવુડ, અને અન્ય

સનરાઈઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન/કીપર), લિયામ લિવિંગસ્ટોન, હેનરિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, શિવમ માવી, કામિન્દુ મેન્ડિસ, ડેવિડ પેને અને અન્ય

National : PM મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાતચીત, ભારતીયોની મદદ કરવા માટે માન્યો આભાર

0

બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી કે પ્રવાસન અને વેપાર માટે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવું અતિ મહત્વપૂર્ણ છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વિશ્વસનીય સહયોગ વધારવાની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ.ભારતના વિદેશ મંત્રીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે તે પ્રદેશની ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાઓની નિંદા કરે છે.

બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી કે પ્રવાસન અને વેપાર માટે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવું અતિ મહત્વપૂર્ણ છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વિશ્વસનીય સહયોગ વધારવાની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ સાઉદી ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો કે, તે અહીં રહેલા ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષા માટે સતત સહયોગ આપી રહ્યા છે. તેમણે આ તરફ આગળ વધતાં અનેક યોજનાઓ અને સહકારની પ્રસ્તાવનાનો પણ ઉલ્લેખ કર્યો.

આ મુલાકાત અને વાતચીત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયા-મિડલ ઈસ્ટના પ્રદેશમાં શાંતિ અને સલામતી જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. બંને પક્ષો આ સંબંધોને આગળ વધારવા માટે નિયમિત સંપર્કમાં રહેવાના સંકલ્પ સાથે આગળ વધ્યા છે.

Entertainment : LIVE શૉ દરમિયાન મિસ થાઈલેન્ડ કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા…..

0

આજના યુગમાં કોઈ પણ ક્ષણને સોશિયલ મીડિયા પર વાઈરલ થવામાં સમય નથી લાગતો. દુનિયા ફેસબુક, X, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર જ વધુ સમય એક્ટિવ રહે છે. ફોનની બહાર જોયેલી દરેક વસ્તુને આપણે કેમેરામાં કેદ કરીને ઈન્ટરનેટ પર વાઈરલ કરી દઈએ છીએ. તેમાં જાનવરોના ફની વીડિયોથી લઈને વિવાદાસ્પદ વાતો અને મોડલ્સના અસહજ મોમેન્ટ પણ સામેલ છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્યુટી પેજન્ટ કન્ટેસ્ટન્ટનો Oops મોમેન્ટ જોઈને તમારા હોંશ તો ઊડી જ જશે પરંતુ આ સાથે જ તમે તમારી હસી પણ ન રોકી શકશો.

આ વીડિયો મિસ થાઈલેન્ડ પેજન્ટનો છે. તેમાં કમોલવાન ચનાગો (Kamolwan Chanago) નામની કન્ટેસ્ટન્ટને જોઈ શકાય છે. ચાનાગોએ કલ્પના પણ નહોતી કરી કે તેની સાથે આવું થશે. વાઈરલ વીડિયોમાં તે માઈક પર વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાના મોંઢામાં નકલી દાંત લગાવ્યા હતા. તેની પ્રેઝન્ટેશન દરમિયાન લાઈવ શૉ દરમિયાન તેના આ દાંત પડી ગયા અને બધાને ખબર પડી ગઈ કે તેના અસલી દાંત એટલા સુંદર નથી.

પરંતુ મોડલે આ ક્ષણને પોતાની મહેનત ખરાબ કરવા ન દીધી. તેણે પોતાનો ચહેરો ફેરવ્યો અને તરત જ પોતાના દાંત ઠીક કરી લીધા. ત્યારબાદ તે પાછળ ફરી અને સ્ટેજ પર રેમ્પ વૉક કરવા લાગી. ચનાગો તેના ગોલ્ડન શિયર ડ્રેસ અને ફર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કન્ટેસ્ટન્ટને પોતાના રિએક્શન અને પરિસ્થિતિને ગભરાયા વિના સંભાળવા બદલ પ્રશંસા મળી રહી છે. તેના આત્મવિશ્વાસે તેની સામે બેઠેલા ઓડિયન્સને પણ ખુશ કરી દીધા.

આ વાઈરલ ક્ષણના કારણે મોડલ અને બ્યુટી પેજન્ટમાં હિસ્સો લેનારી મહિલાઓ પર પરફેક્ટ દેખાવા માટેના ભારે દબાણ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં કમોલવાન ચનાગોની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘તે આગળ વધી. તે સારી વાત છે. હું ખુશ છું કે કમેન્ટમાં લોકો તેના વિશે ખરાબ નથી બોલી રહ્યા.’ બીજાએ લખ્યું કે, ‘હું તો રડવા લાગી ગઈ હોત. તેણે ખૂબ જ સરસ કર્યું.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તો આ છોકરીઓમાં કંઈ જ વાસ્તવિક નથી હોતું?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘કંઈ વાંધો નહીં ક્વીન, તું ખૂબ સુંદર લાગી રહી છે.’

આ પહેલા પણ આપણે મોડલ્સની બહાદુરી જોઈ ચૂક્યા છીએ. ઓક્ટોબર 2025માં મિસ યુએસએ કન્ટેસ્ટન્ટ મેરી સિકલરે પોતાના એક નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એલોપેસિયા નામની બીમારીથી પીડાતી મેરીએ પેજન્ટના પ્રીલિમનરી રાઉન્ડમાં વિગ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બીમારીમાં વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં મેરી વિગ પહેરતી હતી. પરંતુ તે દિવસે તેણે પોતાના ટાલવાળા માથા સાથે જ રેમ્પ વોક કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના માથાને શણગાર્યું અને સુંદર સિલ્વર ગાઉન પહેરીને વોક કર્યો હતો. તેના આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બાદમાં મોડલે જણાવ્યું હતું કે, ‘મેં કોઈને કહ્યા વિના આ કર્યું હતું અને મને તેના પર ગર્વ છે.’

મિસ થાઈલેન્ડ બ્યુટી પેજન્ટની કોરોનેશન સેરેમની શનિવાર 28 માર્ચે યોજાશે. તેમાં એક કન્ટેસ્ટન્ટને મિસ થાઈલેન્ડ પસંદ કરવામાં આવશે અને તેને તાજ પહેરાવવામાં આવશે. આ ક્ષણ વાઈરલ થયા બાદ કન્ટેસ્ટન્ટ કમોલવાન ચનાગોની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેને પબ્લિકનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.

Ahmedabad : બાવળાના દુર્ગી ગામે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો, 100થી વધુ લોકો સામે ગુનો દાખલ

અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના દુર્ગી (ઘરજી) ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની ઘટના સામે આવી છે. દેશી દારૂના વેચાણની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ કર્મી પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 15 શખ્સોના નામજોગ અને 100 થી 125 અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કડક તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, બાવળાના દુર્ગી ગામે ‘ઝોપડી માતાનો માંડવો’ હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મેળાની આડમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે જ્યારે પોલીસ કર્મી ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પોલીસને જોઈને બુટલેગર ભાગવા લાગ્યો હતો. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ત્યાં હાજર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મી ટીમ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ આકરૂ વલણ અપનાવ્યું છે. પોલીસે 15 મુખ્ય આરોપીઓને નામજોગ ફરિયાદમાં લીધા છે, જ્યારે અન્ય 100થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરાર આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરનાર તત્વો સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની દિશામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ આગળ વધી રહી છે.

Ahmedabad : સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું

તમને પણ આ તસવીરોને જોઈને નવાઈ લાગશે કે શું આ અમદાવાદ છે! એક બે નહીં અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સ્માર્ટ શહેરની સ્માર્ટ પોલીસ ઊંઘતી ઝડપાય છે. ગુંડા તત્વોને ન હવે પોલીસનો ડર રહ્યો છે, ન તો કાયદાનો, બસ મનફાવે તેમ દાદાગીરી કરી લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. વાત છે અમદાવાદનું હ્રદય ગણાતા મણિનગર વિસ્તારની,જ્યાં નાસ્તાની લારીએ લુખ્ખા તત્ત્વોએ ભરપેટ નાસ્તો ખાધો બાદમાં પૈસા આપવાના કહ્યા તો બે યુવક પર ઘાતકી હુમલો કર્યો.

સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. લોકો પોલીસને પૂછી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી અમદાવાદ પોલીસને કેમ આવી ઘટનાઓ દેખાતી નથી, અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે સામાન્ય લોકોને લુખ્ખાઓ હેરાન કરી રહ્યા છે અને પોલીસ બસ after અને beforeનો વીડિયો મૂકી માફી મંગાવી સંતોષ માની રહી છે.

દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ભર બજારમાં અધવચ્ચે મૂકી આવારા તત્ત્વો લારીવાળા યુવકો દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ સાથે ઝઘડો કરી રહ્યા છે, મામલો ઉગ્ર બનતા બંને યુવકો જીવ બચાવવા નાસી છૂટે છે, ત્યારે 4-5 આરોપીઓ તેમની પાછળ દોડી તેમની સાથે જીવલેણ મારામારી કરે છે. અરે હદ તો ત્યારે થાય છે કે યુવક પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. હાલ ગંભીર રીતે ઘાયલ એક યુવક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં એક જ પ્રશ્ન છે કે લાજવાને બદલે ગાજતી પોલીસ અને ક્યાં છે! કેમ ગુંડાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. આવા લુખ્ખા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે, હાલ તો મણિનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે! નેતાઓના સુરક્ષિત ગુજરાતના દાવાઓ પર તમાચો મારતી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે માત્ર વાતો નહીં પણ એક્શન જરૂરી છે!

National : 1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકોલ

0

મોલ હોય કે સ્થાનિક દુકાન અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આદેશ બાદ હવે બેંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કરવું પડશે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આ આદેશ માટે 1 એપ્રિલ 2026ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

માત્ર OTP પર નિર્ભરતા ખતમ

1 એપ્રિલ 2026 પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે માત્ર વન ટાઈમ પાસવર્ડ (OTP) પર નિર્ભર રહેવું પૂરતું નહીં હોય. તમામ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછા બે અલગ અને સ્વતંત્ર વેરિફિકેશન ફેક્ટરથી વેરિફાય કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પહેલાથી જ અમલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનશે.

ઓથેન્ટિકેશનની આ રીતો હશે

પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (PIN)

બાયોમેટ્રિક જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન

બેંકિંગ એપની અંદર જનરેટ થતા વર્ચ્યુઅલ ટોકન

SMS આધારિત OTP

કેવી રીતે થશે પેમેન્ટ?

હવે પેમેન્ટ પૂર્ણ કરવા માટે તમારે બે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે:

OTP + PIN (સ્ટેટિક)

બાયોમેટ્રિક વેરિફિકેશન + ડિવાઇસ બાઈન્ડિંગ

ટોકન આધારિત ઓથેન્ટિકેશન + પાસવર્ડ

ધારો કે તમે કોઈ દુકાનેથી સામાન ખરીદ્યો અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું. જેવું સેલ્સ પર્સન પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર કાર્ડ સ્વાઈપ કરશે, ત્યારબાદ યુઝરે પિન (PIN) એન્ટર કરવાની સાથે હવે OTP પણ આપવો પડશે. આમ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બે રીતે ઓથેન્ટિકેટ કરવું ફરજિયાત બનશે.

1 એપ્રિલ પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે. આ પગલાથી સાયબર ઠગાઈ પર અંકુશ આવશે અને અનધિકૃત ટ્રાન્ઝેક્શન અટકશે. સાયબર ઠગાઈના એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગઠિયાએ ચાલાકીથી OTP મેળવીને બેંક ખાતા ખાલી કરી દીધા હતા. ફિશિંગ સ્કેમ અને સિમ સ્કેમ જેવી ઘટનાઓ રોકવા માટે આ નવો નિયમ મહત્વનો સાબિત થશે.

RBIની ગાઈડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર 2026 સુધીમાં ઇન્ટરનેશનલ ‘કાર્ડ-નોટ-પ્રેઝન્ટ’ ટ્રાન્ઝેક્શન પર પણ આ જ પ્રકારના ઓથેન્ટિકેશન નિયમો લાગુ કરવામાં આવશે.

Ayodhya : લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ દરમિયાન લાગી ભીષણ આગ, શ્રદ્ધાળુઓ જીવ બચાવીને ભાગ્યા

0

અયોધ્યામાં ચાલી રહેલા શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ દરમિયાન અજ્ઞાત કારણોસર ભીષણ આગ લાગતાં રાજઘાટ પર ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે અનેક ફાયર ટેન્ડરો હાજર છે અને આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.ભગવાન રામની નગરી અયોધ્યાના રાજઘાટ વિસ્તારમાં શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી સ્થળ પર હાજર ભક્તો અને આયોજકોમાં અંધાધૂંધી અને હંગામો મચી ગયો હતો.

અહેવાલો અનુસાર, આ ભવ્ય મહાયયજ્ઞ સ્વામી જિયારજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી હતી અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્ય પરિવહન મંત્રી દયાશંકર સિંહે કરી હતી. ઘટના સમયે તેઓ પોતે ઘટનાસ્થળે હાજર હતા. ગોશાઈગંજના ધારાસભ્ય અભય સિંહ પણ તેમની સાથે હાજર હતા. એવું કહેવાય છે કે આગ અજાણ્યા કારણોસર લાગી હતી અને થોડીવારમાં જ મહાયજ્ઞ સ્થળના મોટા ભાગને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ વધતી જોઈને, સ્થળ પર હાજર લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

એવું જાણવા મળ્યું છે કે પરિવહન મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા લક્ષ્મી નારાયણ મહાયજ્ઞના સમાપન દરમિયાન અજાણ્યા કારણોસર આગ લાગી હતી. ઘટના બાદ ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને વહીવટીતંત્રે તાત્કાલિક સ્થળ ખાલી કરાવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હવન (યજ્ઞની વિધિ) માંથી નીકળતા તણખા ભારે પવનને કારણે ભડક્યા હતા, જેના કારણે આગ લાગી હતી.

પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે નવ દિવસનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેનો સમાપન સમારોહ (પૂર્ણાહુતિ) ઘટનાના દોઢ કલાક પહેલા થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી; જોકે, આગ યજ્ઞશાળા (યજ્ઞમંડપ) માં લાગી ત્યાં સુધીમાં, માળખું ખાલી કરી દેવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમ છતાં, પરિવહન મંત્રી દયાશંકર સિંહે નોંધ્યું કે આગ ખરેખર 700 મીટર દૂર આવેલા એક અલગ સ્થળે લાગી હતી, અને તે આગ કેવી રીતે લાગી તે અંગે પણ અનિશ્ચિતતા રહે છે. તેમણે ટિપ્પણી કરી કે, સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી.