Home Blog Page 233

Ahmedabad: QR કોડમાં છેડછાડ કરી ટ્રાવેલ્સ એજન્સીને ચૂનો લગાવનાર મહિલા ઝડપાઈ

શહેરમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની સેટેલાઇટ પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેણે ક્યુઆર (QR) કોડમાં ચાલાકીપૂર્વક ફેરફાર કરીને જાણીતી ટ્રાવેલ્સ કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. ઉન્નતિ પટેલ નામની આ મહિલાએ કુલ ₹33.87 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઉન્નતિ પટેલે જાણીતી એજન્સી ‘અજય મોદી ટ્રાવેલ્સ’ની ફ્રેન્ચાઇઝી મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતા તેણે બુકિંગ પર કમિશન મેળવવાના નામે વ્યવસાય શરૂ કર્યો હતો. આ દરમિયાન તેણે ગ્રાહકોના બુકિંગ માટે કંપનીના QR કોડને બદલે પોતાના અંગત સેટિંગવાળા QR કોડનો ઉપયોગ કર્યો હતો. ગ્રાહકો જ્યારે પેમેન્ટ કરતા ત્યારે તે રકમ કંપનીના ખાતામાં જવાને બદલે સીધી ઉન્નતિના ખાતામાં જમા થઈ જતી હતી.

ટ્રાવેલ્સ કંપનીને જ્યારે હિસાબમાં મોટી રકમની ઘટ જણાઈ ત્યારે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કંપનીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી ઉન્નતિ પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને પડાવેલા નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે.

Gandhinagar : પીવાના પાણીની ટાંકીમાંથી 9 સાપ અને પાટલા ઘો નીકળ્યા, પાઈપ વાટે તળાવના સરીસૃપો ટાંકીમાં ઘૂસ્યા

ગાંધીનગરના મગોડી ગામમાં ટાંકી તપાસતા તેમાંથી એક-બે નહીં પણ કુલ 9 સરીસૃપો મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ગાંધીનગરના મગોડી ગામમાં જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના અંદાજે 900 લોકો જે ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે, તે ટાંકી તપાસતા તેમાંથી એક-બે નહીં પણ કુલ 9 સરીસૃપો મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોને પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પાણી પીવાલાયક ન જણાતા આખરે ટાંકી ખોલીને તપાસ કરવામાં આવી હતી. ટાંકીની અંદરનું દ્રશ્ય જોઈને તપાસ કરનારાઓના પણ હોશ ઉડી ગયા હતા. ટાંકીમાં સાપ અને પાટલા ઘોનો વસવાટ જોવા મળ્યો હતો.તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટાંકીમાંથી સાપ અને પાટલા ઘો બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, રેસ્ક્યુ દરમિયાન 6 ફૂટ લાંબો એક મૃત સાપ પણ મળી આવ્યો હતો, જે અત્યંત કોહવાયેલી હાલતમાં હતો. આ જ કોહવાયેલા સાપના કારણે પાણીમાં ઝેરી અસરો અને દુર્ગંધ ફેલાઈ રહી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પાણીની ટાંકીની પાઈપનું જોડાણ નજીકના તળાવ સાથે છે. ટાંકી કે પાઈપ લાઈનમાં પ્રોપર ફિલ્ટર કે જાળી ન હોવાના કારણે, આ સરીસૃપો પાઈપ વાટે સીધા પાણીની ટાંકીમાં પહોંચી ગયા હોવાની પ્રબળ શક્યતા છે.900 લોકો લાંબા સમયથી આ ગંદુ અને સરીસૃપોવાળું પાણી પીતા હતા, જેને કારણે બીમારી ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનો હવે પંચાયત અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને ટાંકીની સંપૂર્ણ સફાઈ તેમજ પાઈપ લાઈન રીપેરીંગની માંગ ઉઠી છે.

Delhi : વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ?

0

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર ‘સંપૂર્ણ કટોકટી’ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને, વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ માટે આ ‘સંપૂર્ણ કટોકટી’ જાહેર કરવામાં આવી હતી.

દિલ્હી એરપોર્ટને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રનવે 28 પર ફુલ ઇમરજન્સી લગાવવામાં આવી છે.ઇન્ડિગોની ફ્લાઇટને લઇને ફુલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. પ્લેન વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહ્યું હતું. આ પ્લેનનું એન્જિન ફેલ હોવાની આશંકા છે. આ ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગકરવામાં આવ્યું છે. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. એરપોર્ટ પર આ સૂચના મળતા જ ફાયર ફાઇટર્સને પણ તૈનાત રાખવામાં આવ્યા હતા.

રનવે 28 પર ફુલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જો કે પાયલટની સુઝબુઝ અને એરપોર્ટ પ્રશાસનની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઇ.

UP : દેશ સંકટનો સંપૂર્ણ તાકાતથી સામનો કરી રહ્યો છે. નોઇડામાં બોલ્યા પીએમ મોદી

0

PM Modiએ નોઇડાના ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ વનનું લોકાર્પણ કર્યું છે. સાથે જ કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું છે. કુલ 11200 કરોડની યુપીને ભેટ આપી છે.PM Modiએ નોઇડાના ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ વનનું લોકાર્પણ કર્યું છે. સાથે જ કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું છે. કુલ 11200 કરોડની યુપીને ભેટ આપી છે. આ દિલ્હી એનસીઆરનું બીજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મને મળ્યુ છે. મારા માટે ગર્વ અને પ્રસન્નતાનો અવસર છે. જે યુપીએ મને પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો, જેણે મને સાંસદ બનાવ્યો તેની ઓળખ સાથે આ ભવ્ય એરપોર્ટનું નામ પણ જોડાઇ ગયુ છે. નોઇડાનું એરપોર્ટ આગ્રા, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, ઇટાવા, બુલંદશહેર, ફરિદાબાદ સહિતના ક્ષેત્રોને મોટો લાભ થવાનો છે. આ એરપોર્ટ પશ્ચિમ યુપીના ખેડૂતો, નાના અને લઘુ ઉદ્યોગો માટે અનેક નવા અવસર લઇને આવી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યં કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશોમાં ખાવા પીવાનો સામાન, પેટ્રોલ ડીઝલ, ગેસ વગેરેની ચારેય બાજુ સંકટ ઉભુ થયુ છે. આ સંકટનો સામનો કરવા માટે કોઇને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. અને ભારત પણ આ સંકટનો મુકાબલો કરી રહ્યુ છે. જે દેશ વાસીઓની તાકાતના ભરોસે કરી રહ્યો છે.

ભારતમાં મોટી માત્રામાં કાચુ તેલ , ગેસ આ યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાંથી આવે છે. આથી સરકાર દરેક પ્રયાસ કરી રહી છે જે સામાન્ય પરિવાર, ખેડૂતો પર તેની અસર ન થાય. સંકટના આ સમયમાં ભારતના તેજ વિકાસથી સતત રાખ્યો છે. PM Modiએ વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે અહીંથી દર 2 મિનિટએ એક વિમાન ઉડશે. એસપી સરકારમાં યુપી લૂંટનું એટીએમ હતું. જયારે હવે તો યુપી વિકાસનું એન્જિન બની ગયુ છે. 400 કરોડ બેરલ ક્રૂડ઼ ઓઇલની બચત થઇ . ઇથેનોલથી દેશના ખેડૂતોને લાભ થયો છે. તેનાથી કાચા તેલની નિર્ભરતા ઓછી થઇ છે.

Baroda : વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો

0

વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લામાં ઘરના વડીલની હત્યાનો એક આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે.બોડેલીના ખાડિયા ગામે રહેતો પ્રવીણ અર્જુન તડવીએ ગઈ 23-2-2013 ના રોજ મિલકતનો ભાગ માગી તેના પરિવારના વડીલની હત્યા કરી હતી. જેમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા કરી હતી.

ગઈ તા.12-3-2026 ના રોજ પ્રવીણને દસ દિવસના વચગાળા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે હાજર નહીં થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી તેના વતનમાં હોવાની વિગતો મળતા બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી તેને ઝડપી પાડી કોર્ટને સોંપવા તજવીજ કરી છે.

National : ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન?

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મંગળવારે (24મી માર્ચ) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જોકે, આ હાઈ-પ્રોફાઈલ કોલ માત્ર બે નેતાઓ પૂરતો સીમિત નહોતો. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક પણ આ વાતચીત દરમિયાન હાજર હતા.

ન્યૂ યોર્ક ટાઈમ્સે બે અમેરિકી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે જ્યારે મિડલ ઈસ્ટની કટોકટી પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ઈલોન મસ્ક પણ ફોન પર હતા. જોકે, મસ્કે આ વાતચીતમાં કોઈ સલાહ આપી કે માત્ર સાંભળ્યું તે સ્પષ્ટ નથી, પરંતુ બે શક્તિશાળી લોકશાહી દેશોના વડાઓની વાતચીતમાં એક બિઝનેસમેનની હાજરી ભારત-અમેરિકા વચ્ચેના ભવિષ્યના સંબંધોમાં મસ્કની વધતી જતી ભૂમિકા તરફ ઈશારો કરે છે.

આ વાતચીતનો મુખ્ય એજન્ડા મિડલ ઈસ્ટમાં ઈરાનના પ્રભાવ હેઠળની ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હતી. આ જળમાર્ગ વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના 20-25 ટકા પરિવહન માટે અત્યંત મહત્ત્વનો છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું અને સુરક્ષિત રહે તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે. બંને નેતાઓ આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સતત સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

ભારત કે અમેરિકાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર અખબારી યાદીમાં ક્યાંય પણ ઈલોન મસ્કની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE)ની જવાબદારી સોંપાઈ છે, જેનો મુખ્ય હેતુ ફેડરલ ખર્ચ ઘટાડવાનો છે. જોકે, વિદેશ નીતિના નિર્ણયોમાં પણ મસ્કની સક્રિયતા હવે જગજાહેર થઈ રહી છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ પુષ્ટિ કરી છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે બંને નેતાઓ ગંભીર છે. જો ઈલોન મસ્ક આ સમીકરણમાં સામેલ હોય, તો તે ભારત માટે ટેકનોલોજી, રોકાણ અને રક્ષણના ક્ષેત્રે અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની નવી તક પૂરી પાડી શકે છે.

Gujarat : સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત

0

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. હાઇવે ફોરલેન બન્યા બાદ વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અકસ્માતો વધતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

પ્રથમ બનાવમાં ગેથળા હનુમાનજી મંદિર પાસે પેટ્રોલ પંપ નજીક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને કાર પણ ગટરમાં ઉતરી ગઈ હતી. ૧૦૮ની ટીમે તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડયો છે.

બીજી ઘટનામાં ઝમર ગામ પાસે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડના નાળામાં પલટી ખાઇ ગઇ હતી, જેમાં ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે ત્રીજા બનાવમાં લખતર પાસે એક ખાનગી કંપની નજીક આઇશર ગાડી ગટરમાં ખાબકી હતી, જોકે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. 

Gujarat : ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ

0

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાન પૂર્વે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુખ્ય પ્રવેશદ્વારો પર આકસ્મિક વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આગામી ૨૩મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને પારદર્શી અને ન્યાયી બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે વિશેષ આયોજન કર્યું છે. ચૂંટણી ખર્ચ અને ગેરરીતિઓ પર દેખરેખ રાખવા માટે એફએસટી,એસએસટી,વીએસટી અને વીવીટી સહિતની વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક વિભાગની ૩-૩ ટીમો કાર્યરત રહેશે.

ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભાના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઈન્ટ્સ પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ટીમો ૨૪ કલાક કાર્યરત રહીને શંકાસ્પદ વાહનોની તપાસ કરશે. જેથી નાણાકીય હેરફેર કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો હેરફેર અટકાવી શકાશે. ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Bollywood : સારા અર્જુનની નવી ફિલ્મ ઈશાન ખટ્ટર સાથે હોવાની શક્યતા

0

‘ધુરંધર’ની હિરોઈન સારા અર્જુનની આગામી ફિલ્મ ઈશાન ખટ્ટર સાથે હોવાની શક્યતા છે. આ ફિલ્મ ઝોયા અખ્તર બનાવી રહી છે.

  • ઝોયાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના પર કબીર અને નવ્યા એમ બે નામ લખેલા જોવા મળ્યાં હતાં. જોકે, તેણે સ્ટારકાસ્ટની વિગતો આપી નથી. ફિલ્મનું દિગ્દર્શન વરેન સિંહ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

‘ધુરંધર’ની સફળતાથી સારા અર્જુન ચર્ચામાં આવી ગઈ છે. જોકે, તેનો હવે પછીનો પ્રોજેક્ટ જ તેની કારકિર્દીની ભાવિ દિશા નક્કી કરશે.

Business : ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના

0

વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વોલેટિલિટીને પરિણામે ઘરઆંગણે પણ જોવા મળી રહેલી મોટી વધઘટને કારણે ગોલ્ડ સામે લોન પૂરી પાડતી બેન્કો સહિતની નાણાં સંસ્થાઓની કામગીરીમાં વધારો થયો છે.

સોનાના ઊંચા ભાવ સામે મોટી લોન લઈ ગયેલા અસંખ્ય બોરોઅરોના લોન ખાતા પર ધિરાણદારોએ સતત નજર નાખવાનો વારો આવ્યો છે.

જે બોરોઅરની સોનાના મૂલ્યથી લોનની રકમ વધી રહી છે તેમને આંશિક લોન ભરપાઈ કરી દેવા અથવા વધુ સોનુ જમા કરાવી જવા ધિરાણદારો દ્વારા સૂચના આપવામાં આવી રહી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં સોનાચાંદીના ભાવમાં ભડકો થયો હતો. ચાંદી રૂપિયા ચાર લાખની નજીક જ્યારે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧.૭૪ લાખની ઉપર ગયા હતા.

આ ભાવે જે લોકોએ સોના સામે લોન લીધી છે તેવા બોરોઅરોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સોનાના ભાવ હાલમાં રૂપિયા ૧.૪૪ લાખ આસપાસ બોલાઈ રહ્યા છે. 

જાન્યુઆરીના ભાવથી સોનાના ભાવમાં ૧૮ ટકા જેટલું કરેકશન આવ્યું છે. સોનાના ભાવ પર અમારી સતત નજર રહે છે અને મોટા ઘટાડાના કિસ્સામાં જે બોરોઅરોનું  સોના કરતા લોનનું મૂલ્ય ઊંચુ જોવા મળે છે તેમનો તુરંત સંપર્ક કરવામાં આવે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ સોનાચાંદીના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. 

તાજેતરના સમયમાં અનસિકયોર્ડ લોન પૂરી પાડવામાં ધિરાણદારો પર રિઝર્વ બેન્કની સખતાઈને કારણે ગોલ્ડ સામેની લોનમાં વધારો થયો છે. ગોલ્ડના ઊંચા ભાવ પણ આ વધારા માટે કારણભૂત છે. 

ધિરાણદારોના પોર્ટફોલિઓમાં હાઉસિંગ લોન બાદ ગોલ્ડ લોનનો હિસ્સો સૌથી મોટો રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના અંત  સુધીમાં રૂપિયા ૧૬.૨૦ ટ્રિલિયનની ગોલ્ડ લોન છૂટીકરાઈ હોવાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.

સામાન્ય રીતે સોનાના મૂલ્યના ૭૫ ટકા જેટલી જ લોન પૂરી પડાતી હોય છે, પરંતુ ધિરાણ વૃદ્ધિ હાંસલ કરવા ધિરાણદારો વધુ લોન પૂરી પાડવાનું પણ જોખમ લેતા હોવાનું જોવા મળે છે.