Home Blog Page 239

Surat : પાડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતનો પ્રયાસ, સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પીધું ફીનાઈલ

0

લસકાણામાં પાડોશીના સતત ત્રાસથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશીના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો એક દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, લસકાણામાં રહેતી આ મહિલા લાંબા સમયથી પાડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમાર દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતી. મહિલાનો આક્ષેપ છે કે આ લોકો તેને સતત હેરાન કરી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ત્રાસ સહન ન થતા આખરે મહિલાએ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.

મહિલાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોમાં માત્ર પાડોશીઓ જ નહીં, પરંતુ લસકાણા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેને ન્યાય આપવાને બદલે હેરાન કરવામાં આવતી હતી અથવા તેની રજૂઆતો સાંભળવામાં આવતી ન હતી. આ વીડિયોમાં મહિલા પોતાની આપવીતી જણાવતા રડી પડી હતી અને ત્યારબાદ ફીનાઈલ પી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મહિલાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

National : રામનવમીએ રામલલ્લાને સૂર્ય તિલક, જુઓ દિવ્ય નજારો

0

અયોધ્યામાં આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. રામનવમીના અવસરે પ્રભુ શ્રી રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે આ ખાસ અવસર પર આજે રામ લલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું. પ્રભુ રામને સૂર્યના કિરણોથી અભિષેક કરાયો.

રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગનો ખાસ સંયોગ સાથે રામ નવમી પણ થઈ રહી છે. આનાથી આ પ્રસંગનું ધાર્મિક મહત્વ વધુ વધ્યું છે. સૂર્ય તિલકની સાથે, રામ લલ્લાના અભિષેક, શ્રૃંગાર અને અન્ય ધાર્મિક વિધિઓનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. દેશ અને વિદેશના ભક્તોએ આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા.

આ પહેલા, ગુરુવારે ‘સૂર્ય તિલક’ (સૂર્ય ચિહ્ન) ની તૈયારીઓ પૂર્ણ થઈ હતી. સતત ત્રીજા દિવસે, સૂર્ય તિલકનું સફળ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. બરાબર 12:00 વાગ્યે, સૂર્યના કિરણોએ રામ લલ્લાના કપાળને પ્રકાશિત કર્યો. આ પ્રક્રિયા લગભગ ચાર મિનિટ સુધી ચાલી. શુક્રવારે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

ટેમ્પલ ટ્રસ્ટ અનુસાર, સૂર્ય તિલક માટે મંદિરના ઉપરના માળે પરાવર્તક, લેન્સ અને અરીસાઓ ધરાવતી એક ખાસ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. સૂર્યના કિરણો લેન્સમાંથી પસાર થયા અને બીજા માળે સ્થિત અરીસા સુધી પહોંચ્યા. ત્યાંથી, કિરણો પ્રતિબિંબિત થયા અને રામ લલ્લાના કપાળ પર તિલક (પવિત્ર ચિહ્ન) ના રૂપમાં દેખાયા, જેનું કદ લગભગ 75 મિલીમીટર હતું. આ સમગ્ર પ્રક્રિયા સૂર્યની દિશા અને ગતિ સાથે સંરેખિત કરવા માટે ચોક્કસ રીતે માપાંકિત કરવામાં આવી હતી.

Gujarat : ચાંણોદ નર્મદા નદીમંા ડૂબી જતા અમદાવાદના યુવકનું મોત

0

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંણોદ  નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયેલા અમદાવાદના યુવકનું પાંચ દિવસની સારવાર પછી મોત થયું છે.

 પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદ ખાતે રામીની ચાલી સામે અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતો ૨૯ વર્ષનો અજયસિંહ ઉદયભાનસિંહ રાજપૂત ગત  ૨૨ માર્ચના રોજ સવારે ૮ વાગ્યે ડભોઈ તાલુકા તીર્થક્ષેત્ર ચાંણોદમાં વિધિ કરાવવા અને દર્શન માટે પરિવાર સાથે આવ્યો હતો. તે વેળા માળી કુંડલના ઘાટે નર્મદા નદીમાં સ્નાન કરતા  તે  ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ દોડીને આવી તેને બહાર કાઢી  ચાંણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોટા ફોફળિયા અને ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતા. પરંતુ, સારવાર પછી પણ તેનો જીવ બચી શક્યો નહતો. 

World : ટ્રમ્પની ફાંકા ફોજદારી ઇરાન ગંભીર નહીં થાય તો ભારે પડી જશે

0

 ઇરાન-અમેરિકા યુદ્ધમાં ઇરાને અમેરિકાની ૧૫ સૂત્રીય ફોર્મ્યુલા ફગાવી દેતા ટ્રમ્પ બરોબર ગીન્નાયા છે. તેમણે ઇરાનને ધમકીના સૂરમાં જણાવ્યું છે કે ઇરાન મંત્રણા અંગે ગંભીર થાય નહીં તો તેને ભારે પડશે. તેણે કલ્પ્યા નહીં હોય તેવા પરિણામ ભોગવવાના આવશે. ટ્રમ્પે તેમના સહયોગીઓને જણાવ્યું છે કે ઇરાન યુદ્ધને ઝડપથી ખતમ કરો. મારી પાસે બીજા પણ કામ છે. 

ટ્રમ્પે તેના ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે ઇરાનીઓ વાતચીત કરવામાં બહુ અલગ અને અજીબ છે. તે અમારી સાથે ડીલ કરવાની ભીખ માંગી રહ્યા છે, જે તેમણે માંગવી પણ જોઈએ, કેમકે તે મિલિટરી રીતે સંપૂર્ણ ખતમ થઈ ચૂક્યા છે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આમ છતાં તેઓ કહી રહ્યા છેકે તે વિચાર કરી રહ્યા છે. 

મેમાં  જિનપિંગ સાથેની બેઠક પહેલા યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પ આતુર

ટ્રમ્પ આગામી દિવસોમાં ઇરાન યુદ્ધ ખતમ કરવા માંગે છે. તેઓએ આ માટે તેમના સહયોગીઓને કમસેકમ ચારથી છ અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ચીનના પ્રમુખ જિનપિંગ સાથે મેમાં બૈજિંગમાં શિખર સંમેલનની યોજના બનાવી છે. આ બેઠક શરૂ થતાં પૂર્વે યુદ્ધ ખતમ થઈ જશે તેમ માનવામાં આવે છે. જો કે ટ્રમ્પ માટે યુદ્ધ પૂરુ કરવા માટે મંત્રણા કરવી એક અત્યંત કપરુ કાર્ય હશે. 

હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરનારા ઇરાનના કમાન્ડરને ખતમ કર્યાનો દાવો

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીએસ)ના નૌકાદળના કમાન્ડર રીયર એડમિરલ અલીરેજા ંતંગસીરીના મોતના સમાચારે મધ્યપૂર્વમાં તનાવ વધારી દીધો છે. ઇઝરાયેલના મીડિયાએ એક ઇઝરાયેલી અધિકારીને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં તંગસીરી માર્યા ગયા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ આ વાતને સમર્થન આપતું ટ્વીટ કર્યુ હતુ. અલીરેજા તંગસીરી ૨૦૧૮થી આઇઆરજીસીના નૌકાદળના કમાન્ડરના હોદ્દા પર હતા. તે ઇરાનના નૌકાદળની રણનીતિના મુખ્ય ચહેરામાં એક હતા. તેમા પણ ખાસ કરીને હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી અને તેની યોજના સાથે તેમનું નામ જોડાયેલું હતું. 

ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલનો મિસાઇલમારો યથાવત્

ઇરાનમાં એકબાજુએ ઇઝરાયેલી મોટાપાયા પર મિસાઇલમારો ચલાવ્યો હતો. તેમા ઇસ્કહાન અને સિરંજ શહેર પર મોટાપાયા પર હુમલો કરાયો હતો. પરમાણુ મથકની એક સાઇટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ઇઝરાયેલે ઇરાનના ટોચના કમાન્ડરો મારવાનું જારી રાખ્યું છે અને બદલામાં ઇરાને પણ અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરવાનું જારી રાખ્યું છે.  આટલા હુમલા વચ્ચે પણ ઇરાને હોર્મુઝ પર અંકુશ જાળવી રાખીને વિશ્વને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધું છે. અમેરિકા જેવા દેશમાં પણ આ યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. અમેરિકા અને ઇરાન બંને તેની માંગો પર અડગ હોવાથી હાલમાં યુદ્ધનો અંત દેખાતો નથી. 

મધ્યપૂર્વના દેશોએ યુદ્ધના લીધે ફસાયેલાઓને અટકાવવા હાથ મિલાવ્યા

યુએઈમાં ઇરાનના મિસાઇલોને આંતરવા જતાં બેના મોત થયા હતા. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે તેના ઓઇલથી સમૃદ્ધ પૂર્વી પ્રાંતમાં અબુધાબી અનેક ડ્રોનને આંતર્યા હતા. જ્યારે બહેરીને જણાવ્યું હતું કે ઇરાનના હુમલાના લીધે એરપોર્ટની ફ્યુઅલ ટેન્કમાં લાગેલી આગ બુઝાવી છે. આ દરમિયાન સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઇરાક, કુવૈત, બહેરીન બધા દેશોએ આ યુદ્ધના લીધે ફસાયેલા પ્રવાસીઓ માટે સુસંકલિત પ્રયત્નો કરવા હાથ મિલાવ્યા છે, જેથી અંધાધૂંધી ન થાય. તેમા એક એરસ્પેસ બંધ થાય તો આ દેશો એકબીજાના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવા માટે સંમત થયા છે.

યુદ્ધના લીધે અમેરિકાના શસ્ત્રો ખૂટવા માંડયા હોવાની સંભાવના

અમેરિકાને એકબાજુએ મધ્યપૂર્વમાં ઇરાન સાથે ચાલતા યુદ્ધ અને બીજી બાજુએ યુક્રેનને પૂરા પાડવામાં આવતા શસ્ત્રોના પુરવઠાના લીધે શસ્ત્રોનો જથ્થો ઘટવા માંગ્યો હોવાનું કહેવાય છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલયે જાહેરાત કરી છે કે તેણે ચાર કંપનીઓ સાથે ત્રણ સમજૂતી કરી છે જેથી શસ્ત્રોના ઉત્પાદનમાં ઝડપ લાવી શકાય. 

આ સમજૂતી હેઠળ બીએઈ સિસ્ટમ્સ અને લોકહીડ માર્ટિન ટીએચએએડી ઇન્ટરસેપ્ટર  માટે સિક્કરનું ઉત્પાદન ચાર ગણુ વધારશે. જ્યારે હનીવેલ એરોસ્પેસ મહત્ત્વના ઘટકોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરશે. 

ટીએચએએડી પ્રણાલિને બેલિસ્ટિક મિસાઇલોને તેમના ટર્મિનલ ચરણમાં રોકવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 

લોકહીડ માર્ટિને તાજેતરમાં જ તેની ઇન્ટરસેપ્ટરની ઉત્પાદન ક્ષમતા હાલમાં વાર્ષિક ધોરણે ૯૬ એકમથી વધારી ૪૦૦ કરવાના કરાર પર સહીસિક્કા કર્યા છે, તે બતાવે છે કે અમેરિકાને કેટલી શસ્ત્રોની જરૂરિયાત છે.

Vadodara : નાસ્તાની ડીસો અને ચા ના કપ ફેંકી દેવાતાં નર્મદા પરિક્રમામાં અનેક સ્થળે ગંદકી

0

વડોદરાઃ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન ગંદકી ફેલાવતા કેટલાક તત્વો સામે ગ્રામજનો અને બીજા પરિક્રમાવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉત્તરવાહિની પરિક્રમા માટે રાજ્યના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો આવી રહ્યા છે અને ગ્રામજનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની સેવા પણ કરવામાં આવી રહી છે.

આમ છતાં કેટલાક બેદરકાર લોકો નાસ્તાની ડીસો અને ચા ના કપ સહિતનો કચરો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરતા હોવાથી  સોશ્યલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.તો બીજીતરફ કેટલાક પરિક્રમા વાસીઓ થેલા લઇને રસ્તાનો કચરો ભેગો કરતા પણ જોવા મળી રહ્યા છે અને આવા તત્વોને કારણે સફાઇ કર્મચારીઓને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે.

Business : યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ

0

ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ થોપેલા યુદ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાછીપાની કરીને ઈરાન સાથે સમજૂતી થઈ રહ્યાની વાતો વહેતી કરીને પાંચ દિવસનો યુદ્વ વિરામ કર્યા સામે ઈરાને સમજૂતીની શરતોને ફગાવી દેતાં અને વાટાઘાટ કરવાનો પણ ઈન્કાર કરી દેતાં મામલો બિચક્યો છે. બીજી તરફ ઈઝરાયેલ અને ઈરાને એકબીજા પર હુમલા કરવાનું ચાલુ રાખતાં અને ઈરાન ટ્રમ્પને નહીં ગણકારી પડકારી રહ્યું હોઈ ટ્રમ્પે  પણ ઈરાનને સમજૂતી મામલે ગંભીર થઈ જવા, નહીં તો પછી મોડું થઈ જવાની યુદ્વ આક્રમક બનાવવાની ચીમકી આપતાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. 

મોંઘવારી, મહામંદીનો ખતરો : ડાઉ જોન્સ ખુલતામાં ૨૨૫ પોઈન્ટ ઘટયો : યુરોપમાં નરમાઈ

ક્રુડ ઓઈલના ભાવો ફરી વધવા લાગતાં અને મોંઘવારી વિશ્વભરમાં વધી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક અર્થતંત્ર ફરી મહામંદી તરફ ધકેલાવાના જોખમે આજે વૈશ્વિક બજારો પર નેગેટીવ અસર જોવાઈ હતી. બીજી તરફ નાટો દેશો પૈકી હવે જર્મનીએ અમેરિકાને ઈરાન યુદ્વ મામલે સપોર્ટ કરવાનો ઈન્કાર કરતાં પણ જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ હોઈ બજારો ગબડતા જોવાયા હતા. લંડનનો  ફુત્સી ૧૩૬ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૩૫૪ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જ્યારે અમેરિકી શેર બજારોમાં આજે સાંજે ખુલતામાં ડાઉ જોન્સમાં ૨૨૫ પોઈન્ટનો ઘટાડો અન નાસ્દાકમાં ૨૩૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધવા લાગ્યા : ગિફ્ટ નિફટીમાં ૧૫૫ પોઈન્ટનો ઘટાડો

વૈશ્વિક ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ ફરી ઝડપી વધી આવ્યાની નેગેટીવ અસર વૈશ્વિક બજારોમાં જોવાઈ હતી. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ સાંજે ૪.૧૫ ડોલર વધીને ૧૦૬.૩૭ ડોલર નજીક અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૩.૧૪ ડોલર વધીને ૯૩.૪૬ ડોલર નજીક રહ્યા હતા. ભારતીય શેર બજારો આજે-ગુરૂવારે રામ નવમી નિમિતે બંધ રહ્યા સામે એશીયા, યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. ગિફ્ટ નિફટી ઈન્ડેક્સ સાંજે ૧૫૫ પોઈન્ટનો ઘટાડો બતાવી ૨૩૧૨૫ નજીક રહ્યો હતો.

એશીયાના બજારોમાં નિક્કી ૧૪૬ પોઈન્ટ, હેંગસેંગ ૪૮૦ પોઈન્ટ, કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટયા

એશીયા-પેસેફિક દેશોમાં ઈરાન યુદ્વના કારણે ઓઈલ-ગેસની કટોકટી વકરી રહી હોઈ અને યુદ્વ લાંબુ ચાલવાના સ્પષ્ટ એંધાણે સાવચેતીમાં આજે નરમાઈ રહી હતી. જાપાનનો ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૪૬ પોઈન્ટ ઘટીને ૫૩૬૦૪, હોંગકોંગના હેંગસેંગ ૪૮૦  પોઈન્ટ ઘટીને ૨૪૮૫૬, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૬૦ પોઈન્ટ ઘટીને ૪૪૭૮, સાઉથ કોરિયાનો કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટીને ૫૪૬૦, તાઈવાનનો તાઈએક્સ ૧૦૧ પોઈન્ટ ઘટીને ૩૩૩૩૭, પાકિસ્તાનનો કરાચી ૩૦ ઈન્ડેક્સ ૧૮૧૩ પોઈન્ટ તૂટીને ૪૬૩૪૪ રહ્યા હતા.

Bollywood : અક્ષય કુમારની ગુલબાંગો છતાં ભૂત બંગલા પાછળ ઠેલાશે

0

‘ધુરંધર ટુ’ની સફળતા જોતાં ભૂત બંગલાની ટીમ ફિલ્મની રીલિઝ એક સપ્તાહ પાછી ઠેલાય તેવી શક્યતા છે.

મૂળ તારીખ પ્રમાણે આ ફિલ્મ ૧૦મી એપ્રિલે રીલિઝ થવાની છે. જોકે, હવે તે ૧૭મી એપ્રિલ પર ઠેલાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘ભૂત બંગલા’ની ટીમને જણાઇ રહ્યું છે કે,’ ધૂરંધર ટુ’નો ક્રેઝ હજી જલદી પુરો થાય તેમ નથી.

‘ભૂતબંગલા’ ટિકિટબારી પર સારું પોટેન્શિયલ ધરાવે છે અને નાહકનો ક્લેશ કરવાનો કોઈ મતલબ નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ અક્ષય કુમારે એવી ડિંગ હાંકી હતી કે ‘ધુરંધર ટુ’થી તેની ફિલ્મને કોઈ ફરક પડવાનો નથી. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શન ફરી કોલબરેટ કરી રહ્યા છે. વામિકા ગબ્બી અક્ષય કુમારની હિરોઈન છે.

National : DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો

0

એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા એર ટિકિટ રિફન્ડને લગતા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ મુસાફરો માટે રિફન્ડ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે. એરલાઇન્સ દ્વારા રિફન્ડમાં થતા વિલંબ અને મનસ્વી ચાર્જ અંગેની ફરિયાદો બાદ સરકારે આ કડક ધોરણો નક્કી કર્યા છે. હવે ટિકિટ કેન્સલ કરવા પર પૈસા પાછા મેળવવાનું કામ પહેલા કરતા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનશે.

નવા રિફન્ડ નિયમોમાં મુખ્ય ફેરફારો

  1. રિફન્ડ માટેની સમયમર્યાદા નક્કી

ક્રેડિટ કાર્ડથી બુકિંગ: 7 દિવસની અંદર રિફન્ડ આપવું ફરજિયાત

રોકડથી બુકિંગ: એરલાઇન ઓફિસ પરથી તરત જ રિફન્ડ મળશે

ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા બુકિંગ: 14 કામકાજના દિવસોમાં રિફન્ડ આપવું પડશે

નોંધ: એજન્ટ દ્વારા બુકિંગ કરાયું હોય તો પણ રિફન્ડની અંતિમ જવાબદારી એરલાઇનની રહેશે

  1. પ્રોસેસિંગ ફી નાબૂદ

હવે એરલાઇન્સ રિફન્ડ પ્રોસેસ કરવાના નામે મુસાફરો પાસેથી કોઈપણ વધારાનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.

  1. પૂરેપૂરા પૈસા પાછા મળશે

રિફન્ડમાં નીચેની રકમનો સમાવેશ કરવામાં આવશે

ટિકિટનો દર (Base Fare)

ટેક્સ

યુઝર ડેવલપમેન્ટ ફી (UDF)

એરપોર્ટ ડેવલપમેન્ટ ફી (ADF)

પેસેન્જર સર્વિસ ફી (PSF)

આ નિયમ નોન-રિફન્ડેબલ ટિકિટ કે પ્રોમોશનલ ઓફર પર પણ લાગુ થશે.

  1. 48 કલાકનો ‘ફ્રી કેન્સલેશન’ વિકલ્પ

ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કે મોડિફાય કરી શકાશે.

જો કે નવી ટિકિટ લેવા પર જે તે સમયનું સામાન્ય ભાડું ચૂકવવાનું રહેશે.

મર્યાદા: ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઉડાનના 7 દિવસ પહેલા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસ પહેલા બુકિંગ કર્યું હોય તો જ આ લાભ મળશે.

  1. ક્રેડિટ શેલ હવે વૈકલ્પિક

એરલાઇન્સ મુસાફરોને રિફન્ડની રકમ ‘ક્રેડિટ શેલ’ (ભવિષ્યમાં મુસાફરી કરવા માટેના પોઈન્ટ્સ)માં રાખવા માટે મજબૂર કરી શકશે નહીં. મુસાફર પાસે પૂરેપૂરા પૈસા પાછા મેળવવા અથવા ક્રેડિટ શેલ રાખવાનો વિકલ્પ રહેશે.

  1. માહિતીની પારદર્શિતા

એરલાઇન્સે રિફન્ડની રકમ અને તેનું વિભાજન સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે.

કેન્સલેશન ચાર્જની માહિતી બુકિંગ સમયે જ આપવી ફરજિયાત છે.

  1. કેન્સલેશન ચાર્જ પર મર્યાદા

એરલાઇન્સ હવે બેઝ ફેર + ફ્યુલ સરચાર્જથી વધુ કેન્સલેશન ચાર્જ વસૂલી શકશે નહીં. (એજન્ટ ચાર્જ અલગ હોઈ શકે છે જે બુકિંગ વખતે જણાવવા જરૂરી છે).

  1. નામ સુધારણામાં રાહત

જો ટિકિટમાં નામની સ્પેલિંગમાં ભૂલ હોય, તો 24 કલાકની અંદર સુધારો કરાવવા પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

  1. મેડિકલ ઇમરજન્સીમાં રિફન્ડ

જો મુસાફર અથવા તેના પરિવારના સભ્ય (એક જ PNR પર) હોસ્પિટલમાં દાખલ હોય, તો એરલાઇને રિફન્ડ અથવા ક્રેડિટ શેલની સુવિધા આપવી પડશે.

DGCAનો મુખ્ય ઉદ્દેશ્ય

આ નવા નિયમો પાછળ સરકારનો ઉદ્દેશ્ય મુસાફરોની ફરિયાદોમાં ઘટાડો લાવવાનો અને એરલાઇન્સની મનમાની અટકાવવાનો છે. હવેથી હવાઈ મુસાફરી વધુ સુરક્ષિત અને ગ્રાહકલક્ષી બનશે.

Gandhinagar : પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને દારૃના મોટા જથ્થા સાથે બેને ઝડપ્યા

ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી લીધી હતી અને તેમાં સવાર બે શખ્સોને પકડી કુલ ૧.૪૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે શેરથા ટોલટેક્ષ પાસે ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં દેશી દારૃ ભરીને પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે ટોલટેક્ષ પર બેરીકેટીંગ કરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો ઈશારો કરવા છતાં ચાલકે ગાડી ઉભી રાખી નહોતી અને પ્લાસ્ટિકના બેરીકેટને અડફેટે લઈ ગાડી ભગાવી મૂકી હતી. પોલીસની ટીમે તુરંત જ સાયરન વગાડી આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીછો કરવા દરમિયાન અલ્ટો કારના ચાલકે કાબુ ગુમાવતા ગાડી તારાપુર બ્રીજ નીચે સવસ રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે તુરંત જ ગાડીને ઘેરી લઈ તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડયા હતા. શખ્સોની પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ દીનેશ કાલીચરણભાઈ કુસવા રહે. કુબેરનગર, અમદાવાદ અને સાથે બેસેલા ઇસમનું નામ સુનિલસિંગ ધરમસિંગ રાજપુત રહે. કુબેરનગર, અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકની ૮ મોટી કોથળીઓ મળી આવી હતી, જેમાં કુલ ૧૩૬ નાની કોથળીઓમાં ભરેલો ૨૦૪ લીટર દેશી દારૃ મળી આવ્યો હતો.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૃ મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા કુંદન ઠાકોર પાસેથી લાવ્યા હતા અને અમદાવાદના કોટડા વિસ્તારમાં વેચવાની પેરવીમાં હતા.પોલીસે દારૃ, કાર અને બે મોબાઈલ ફોન મળી ૧,૪૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​Article : ૨૮ માર્ચ: જ્યારે પાટા પર દોડતી જિંદગીમાં આગ લાગી – ‘ધ બર્નિંગ ટ્રેન’ની યાદો

0

​ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમુક તારીખો સુવર્ણ અક્ષરે અંકાયેલી હોય છે. ૨૮ માર્ચ, ૧૯૮૦ પણ એક એવી જ તારીખ છે. આ એ દિવસ હતો જ્યારે ભારતના સિનેમાઘરોમાં એક એવી ફિલ્મ રજૂ થઈ જેણે ટેકનિકલ દ્રષ્ટિએ બોલિવૂડની વ્યાખ્યા બદલી નાખી. રવિ ચોપરા દિગ્દર્શિત ‘ધ બર્નિંગ ટ્રેન’ (The Burning Train). આજે આ ફિલ્મને ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, જ્યારે પણ ડિઝાસ્ટર ફિલ્મોની વાત નીકળે છે, ત્યારે આ ફિલ્મનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.


​૧. એક ભવ્ય કલ્પનાનું સર્જન
​૧૯૭૦ અને ૮૦નો દાયકો એટલે મસાલા ફિલ્મો અને એક્શન ડ્રામાનો જમાનો. પરંતુ રવિ ચોપરાએ કંઈક હટકે કરવાનું વિચાર્યું હતું. હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘ધ ટાવરિંગ ઇન્ફર્નો’ (The Towering Inferno) થી પ્રેરિત થઈને તેમણે રેલવેના બેકગ્રાઉન્ડ પર એક અત્યંત સાહસિક કથા તૈયાર કરી. આ માત્ર એક ફિલ્મ નહોતી, પણ ભારતીય તકનીકી ક્ષમતાની કસોટી હતી. એક એવી ટ્રેન જે અગનજ્વાળાઓ વચ્ચે દોડી રહી છે અને તેમાં સેંકડો મુસાફરો ફસાયેલા છે – આ કલ્પના જ તે સમયે પ્રેક્ષકોના રુંવાડા ઉભા કરી દે તેવી હતી.
​૨. તારલાઓનો ઝગમગાટ: એક અદભૂત કાસ્ટિંગ
​ફિલ્મની સફળતાનું એક મોટું કારણ તેનું કદાવર સ્ટારકાસ્ટ હતું. રવિ ચોપરાએ તે સમયના તમામ દિગ્ગજ કલાકારોને એક જ ટ્રેનમાં સવાર કર્યા હતા:
​ધર્મેન્દ્ર (અશોક): તેમનો રોફ અને જુસ્સો આ ફિલ્મનો આત્મા હતો.
​વિનોદ ખન્ના (વિનોદ): ઠાવકા અને ગંભીર પાત્રમાં તેમણે જીવ રેડ્યો હતો.
​જીતેન્દ્ર (રવિ): પોતાની આગવી શૈલીમાં તેમણે એક્શન દ્રશ્યોમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
​અભિનેત્રીઓ: હેમા માલિની, પરવીન બાબી અને નીતુ સિંઘ જેવી ટોચની અભિનેત્રીઓએ ફિલ્મને ગ્લેમરની સાથે સાથે ભાવનાત્મક ઊંડાણ પણ આપ્યું હતું.
​ખલનાયક: ડેની ડેન્ઝોન્ગ્પાએ રણધીરના પાત્રમાં એક એવો વિલન જીવંત કર્યો જેની ઈર્ષ્યા અને નફરત આખી ટ્રેનને ભસ્મીભૂત કરવા માટે પૂરતી હતી.
​૩. પટકથા અને સંઘર્ષની વાત
​ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોના બાળપણથી શરૂ થાય છે. અશોક, વિનોદ અને રણધીર. અશોક અને વિનોદ રેલવે એન્જિનિયર બને છે અને ભારતની સૌથી ઝડપી ટ્રેન ‘સુપર એક્સપ્રેસ’ બનાવવાનું સપનું જુએ છે. જ્યારે રણધીર તેની ઈર્ષ્યાને કારણે આ સપનાને તોડવા માંગે છે.
​દિલ્હીથી મુંબઈ વચ્ચેની આ પ્રથમ સફર જ્યારે શરૂ થાય છે, ત્યારે કોઈને અંદાજ નથી હોતો કે આ આનંદની મુસાફરી ટૂંક સમયમાં મોતના તાંડવમાં ફેરવાઈ જશે. ટ્રેનમાં લાગેલી આગ અને પછી તેને રોકવા માટે કરવામાં આવતા સાહસિક પ્રયાસો પ્રેક્ષકોને ખુરશી સાથે જકડી રાખે છે.
​૪. આર. ડી. બર્મનનું જાદુઈ સંગીત
​જો આ ફિલ્મનો દેહ ટેકનિકલ દ્રશ્યો હોય, તો તેનું હૃદય આર. ડી. બર્મન (પંચમ દા)નું સંગીત હતું. સાહિર લુધિયાનવીના શબ્દો અને પંચમ દાની ધૂન આજે પણ એટલી જ લોકપ્રિય છે.
​”તેરી હૈ ઝમીન તેરા આસમાન”: આ પ્રાર્થના આજે પણ અનેક શાળાઓમાં ગવાય છે. તે ફિલ્મના ભાવનાત્મક પાસાને મજબૂત કરે છે.
​”પલ દો પલ કા સાથ હમારા”: સફર અને જિંદગીની ક્ષણભંગુરતાને દર્શાવતું આ ગીત સંગીતપ્રેમીઓમાં અમર છે.
​”મેરી નજર હૈ તુઝ પે”: આ ગીતમાં જે વેસ્ટર્ન ટચ પંચમ દાએ આપ્યો હતો તે તે સમયે ક્રાંતિકારી હતો.
​૫. તકનીકી પડકારો અને સ્પેશિયલ ઇફેક્ટ્સ
​૧૯૮૦માં જ્યારે કોમ્પ્યુટર ગ્રાફિક્સ (CGI) જેવું કંઈ નહોતું, ત્યારે ટ્રેનમાં આગના દ્રશ્યો શૂટ કરવા એ બહુ મોટું જોખમ હતું. મિનિએચર સેટ્સ અને અસલી આગનો ઉપયોગ કરીને રવિ ચોપરાએ જે પરિણામ આપ્યું તે અદ્ભુત હતું. તે જમાનામાં ફિલ્મના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો, જે તે સમયના હિસાબે ઘણો મોટો આંકડો હતો. ફિલ્મના એક્શન દ્રશ્યો અને રેસ્ક્યુ ઓપરેશન આજે પણ જૂની ફિલ્મોના ચાહકો માટે રોમાંચક છે.
​૬. સામાજિક અને ભાવનાત્મક સંદેશ
​’ધ બર્નિંગ ટ્રેન’ માત્ર એક એક્શન ફિલ્મ નથી. તે મિત્રતા, વિશ્વાસઘાત અને બલિદાનની વાર્તા છે. ટ્રેનમાં બેઠેલા અલગ-અલગ વર્ગના લોકો, તેમની નાની-નાની ખુશીઓ અને સંકટના સમયે સાથે મળીને લડવાની તેમની ભાવના માનવતાનું દર્શન કરાવે છે. જ્યારે મોત સામે દેખાતું હોય, ત્યારે ધર્મ, જ્ઞાતિ કે હોદ્દો બધું જ ગૌણ બની જાય છે, તે આ ફિલ્મનો મુખ્ય સંદેશ છે.
​૭. વિવેચનાત્મક દ્રષ્ટિએ
​રિલીઝ સમયે આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો કારણ કે તે ભારતીય પ્રેક્ષકો માટે એક નવો પ્રયોગ હતો. ઘણાને તે સમય કરતાં આગળની ફિલ્મ લાગી હતી. પરંતુ સમય જતાં આ ફિલ્મ ‘કલ્ટ ક્લાસિક’ સાબિત થઈ. આજે ટીવી પર જ્યારે પણ આ ફિલ્મ પ્રસારિત થાય છે, ત્યારે નવી પેઢી પણ તેને એટલી જ હોંશથી જુએ છે.
​૮. અક્ષર દેહ અને સ્મૃતિઓ
​એક સાહિત્યકાર તરીકે જ્યારે હું આ ફિલ્મને જોઉં છું, ત્યારે મને તેમાં જીવનના ગહન સત્યો દેખાય છે. જિંદગી પણ એક ‘સુપર એક્સપ્રેસ’ જેવી જ છે. આપણે બધા મુસાફરો છીએ. ક્યારેક સફળતાની ઈર્ષ્યા રૂપી આગ આપણી શાંત સફરને ખલેલ પહોંચાડે છે. પરંતુ જો અશોક અને વિનોદ જેવા સાચા મિત્રો અને હિંમત હોય, તો ગમે તેવી વિકરાળ આગમાંથી પણ હેમખેમ બહાર નીકળી શકાય છે.
​નિષ્કર્ષ:
૨૮ માર્ચ, ૧૯૮૦ની એ સવાર ભારતીય સિનેમામાં એક નવો સૂર્યોદય લઈને આવી હતી. ‘ધ બર્નિંગ ટ્રેન’ એ માત્ર એક ધાતુના ડબ્બાની વાર્તા નથી, પણ માનવ જીજીવિષા (જીવવાની ઈચ્છા)ની વાર્તા છે. આજે પણ જ્યારે ટ્રેનની વ્હિસલ વાગે છે, ત્યારે સિનેમાપ્રેમીઓના માનસપટલ પર રવિ ચોપરાની આ ભવ્ય કૃતિ ચોક્કસપણે તરી આવે છે.
​આ ફિલ્મ એ વાતની સાક્ષી છે કે જો સર્જકની દ્રષ્ટિ સાફ હોય અને મહેનત અવિરત હોય, તો ટેકનોલોજીના અભાવમાં પણ વૈશ્વિક સ્તરનું સર્જન કરી શકાય છે.
​લેખક અશ્વિન ગોહિલ