Home Blog Page 241

Surendranagar : થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી

0

સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના ગણાતા થાનગઢ રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પરિસરમાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં આવતા તે છલકાઈ રહી છે, જેના કારણે સમગ્ર પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંદકીને લીધે મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

ગંદકીની સાથે પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે. રેલવે તંત્ર દ્વારા પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પાણી પીવા માટે એક પણ ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની બોટલ નથી, તેમને પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા હાથથી પાણી પીવાની ફરજ પડે છે. સ્થાનિક રહીશો અને મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું જણાય છે. જોકે, વધતા રોષને જોતા રેલવે અધિકારીએ હવે તાત્કાલિક સફાઈ કરાવવાની ખાતરી આપી છે.

National : ભાગેડું નીરવ મોદીને મોટો ઝટકો, લંડન હાઈકોર્ટે અરજી ફગાવતા ભારત લાવવાનો માર્ગ મોકળો

0

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયેલા હીરા કારોબારી નિરવ મોદીને બ્રિટનની અદાલતે ફરી એકવાર લપડાક લગાવી છે. લંડન હાઈકોર્ટે ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ દાખલ કરેલી નિરવ મોદીની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા વધુ તેજ બનશે.

શું છે સમગ્ર મામલો?

નિરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે, જેમાં વ્યક્તિગત રીતે તેના પર 6,498.20 કરોડ રૂપિયાની હેરાફેરીનો ગંભીર આરોપ છે. ત્યાર બાદ તે લંડન ભાગી ગયો છે. જેના કારણે હાલ તેના પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. નિરવ મોદી માર્ચ 2019થી બ્રિટનની જેલમાં બંધ છે. તેણે હથિયાર સોદાગર સંજય ભંડારીના કેસનો હવાલો આપીને પોતાની અરજી પર ફરી સુનાવણી કરવાની માંગ કરી હતી.

કોર્ટનું મહત્વનું અવલોકન

અદાલતે નોંધ્યું કે નિરવ મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા કારણો એટલા અસાધારણ નથી કે આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવે. બ્રિટિશ કોર્ટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષાની ખાતરીને પણ માન્ય રાખી છે.

CBIની મોટી સફળતા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના પ્રવક્તાએ જણાવ્યું કે, એજન્સીના સતત પ્રયાસો અને મજબૂત દલીલોને કારણે આ સફળતા મળી છે. CBIની ટીમ આ સુનાવણી માટે ખાસ લંડન પહોંચી હતી. ઓગસ્ટ 2025માં કાયદાકીય અવરોધો દૂર થયા બાદ, હવે નિરવ મોદીના ભારત પ્રત્યર્પણની આખરી તૈયારીઓ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. નિરવ મોદી તેના મામા મેહુલ ચોકસી સાથે મળીને PNBને ચૂનો લગાવી ભારત છોડી ભાગી ગયો હતો. ભારત સરકાર તેને ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરી ચૂકી છે. લંડન કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભારતીય જેલોમાં માનવાધિકાર અને સુરક્ષા અંગે અપાયેલા આશ્વાસનો પૂરતા છે.

National : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય

0

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભારતના સામાન્ય માનવીના ખિસ્સા પર સીધો પ્રહાર કર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંક્યો છે. વૈશ્વિક સ્તરે એનર્જી સપ્લાય ચેઈન ખોરવાતા ભારતના અનેક શહેરોમાં ઈંધણના ભાવ હવે 100 રૂપિયાની સપાટી વટાવી ગયા છે.

ભાવમાં કેટલો થયો વધારો?

નયારા એનર્જીના નિર્ણય બાદ કિંમતોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5.30 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે અમદાવાદમાં હવે નાયરાના પેટ્રોલની આશરે કિંમત 99.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર રહેશે. 

મેટ્રો શહેરોની સ્થિતિ

ગુરુવારના આંકડા મુજબ દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના નવા ભાવ હવે લાગુ થશે. હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.70 રૂપિયા થશે. મુંબઈ અને કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ ₹100 ની ઉપર પહોંચી ગયો છે.

યુદ્ધ અને સપ્લાય કટોકટી

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. અમેરિકા અને ઈરાન બંને એકબીજાના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલા કરી રહ્યા હોવાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે. જેના કારણે ભારતના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. LPG સિલિન્ડર માટે પણ ડેપોની બહાર લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. અસમ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર અછતની અફવાઓને કારણે પેનિક બાયિંગશરૂ થઈ છે.

National : જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો

0

ભારતમાં એરલાઇન ઉદ્યોગની બરોબરની માઠી દશા બેઠી લાગે છે. ડિસેમ્બરમાં ઇન્ડિગાના ફિયાસ્કાના લીધે હજારો પ્રવાસીઓ હેરાન થયા હતા.હવે યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ જેટ વેગે વધતા એરલાઇન કંપનીઓને જબરદસ્ત ફટકો પડયો છે. ૨૦મી ફેબ્રુઆરીના રોજ જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ બેરલ ૯૫.૯ ડોલર હતો જે ૨૦ માર્ચ ૨૦૨૬ના અંતે ૧૦૫ ટકા વધી ૧૯૭ ડોલર થઈ ગયો છે.

લગભગ ચાર અઠવાડિયા એટલેકે એક જ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા જંગી વધારાના લીધે આખું એરલાઇન સેક્ટર હચમચી ઉઠયું છે. એરલાઇન કંપનીઓ ઊંચા કાર્યકારી ખર્ચ, ભાડાંવધારા અને માંગ પરના જોખમને લઈને ચેતવણી આપી રહી છે.

જેટ ફ્યુઅલના ભાવમાં જંગી વધારાથી સર્જાયેલા જબરદસ્ત નાણાકીય દબાણના લીધે એરલાઇન કંપનીઓએ સરકાર પાસે વેરામાં અને એરપોર્ટ સંલગ્ન ચાર્જિસમાં રાહત માંગી છે.

ઉદ્યોગના વર્તુળોના જણાવ્યા મુજબ વિમાની કંપનીઓએ ઇંધણખર્ચમાં થયેલા વધારાને ભરપાઈ કરવા પાર્કિંગ અને લેન્ડિંગ ચાર્જિસમાંથી રાહત માંગી છે. ભારતમાંહેવી ટ્રાફિકવાળા એરપોર્ટનું ખાનગી કંપનીઓ સંચાલન કરે છે. તેઓ વિમાની કંપનીઓને લાગેલા આ ઇંધણના આંચકાને પચાવવા તેમને કોઈપણ પ્રકારની મદદ કરે તેમ લાગતું નથી. આ સંજોગોમાં એરલાઇનની રાહત વધુ કફોડી થઈ શકે તેમ છે.

હાલમાં એરલાઇન કંપનીઓને બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુએ ઇંધણ ખર્ચમાંવધારોથયો છે અને બીજી બાજુએ એરલાઇનોએ હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવતા તેમની કામગીરી મર્યાદિત કરવી પડી છે.

હવે એરલાઇનોએ તેમના માર્જિન જાળવી રાખવા હોય તા ભાવ વધારવા પડે, પરંતુ જો ભાવ વધે તો પેસેન્જર જતાં રહે. ભારતમાં હવાઈ ઉડ્ડયનનું બજાર ભાવસંવેદી છે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવોએ ચેતવણી આપી છે કે જો ઇંધણના ઊંચા ભાવ લાંબો સમય જળવાયેલા રહ્યા, ભૂરાજકીય અનિશ્ચિતતા જોવા મળી તો ટ્રાવેલ સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે. હાલમાં તો યુદ્ધનો કોઈ ઉકેલ દેખાતો નથી. એરલાઇનોએ અનિશ્ચિતતાની સ્થિતિમાં અવિરત ઉડાન જારી રાખવી પડશે અને ક્રેશ લેન્ડિંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

Bollywood : ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ પહેલા અક્ષય કુમારે કહ્યું- ‘કમાણીમાં ફાંફા પડશે’

0

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની ભારત પર અસર પડી રહી છે. આ દરમિયાન અક્ષયે દેશ-દુનિયા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

સિનેમા સૌથી જરૂરી, પરંતુ પરિસ્થિતિ ખરાબ: અક્ષય કુમાર

અક્ષય કુમારે કહ્યું કે, ‘અમારા માટે તો હાલ સિનેમા સૌથી જરૂરી છે. હું આશા રાખુ છું કે, જે કોન્સર્ટ્સ કેન્સલ થઈ રહ્યા છે તો ફરીથી શરૂ થાય. સૌનો ધંધો ચાલવો જોઈએ. પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બધાનો ધંધો ઠપ થઈ ગયો છે. શેર માર્કેટ પણ ક્રેશ છે.’

યુદ્ધની સ્થિતિની અસર વિશે વાત કરતાં અક્ષયે કહ્યું કે, ‘હાલથી સ્થિતિની અસર માત્ર સામાન્ય લોકો પર જ નહીં, પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ધુરંધર 2 જેવી સ્પાઈ ફિલ્મ કરોડોનો બિઝનેસ કરી રહી છે.’ આ બધા વચ્ચે અક્ષયને તેની આગામી ફિલ્મના રિજલ્ટને લઈને ચિંતા સતાવી રહી છે.

અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી

અગાઉ અક્ષયે ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ શૉમાં વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, ‘અત્યારે દુનિયામાં ખૂબ જ પરેશાની ચાલી રહી છે. ઘણા બધા યુદ્ધો થઈ રહ્યા છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે પણ તમે રાત્રે ઊંઘવા જાઓ ત્યારે સૂતા પહેલા તમારા પરિવાર અને તમારા દેશ માટે ટૂંકી પ્રાર્થના જરૂર કરો, જેથી આપણે બધા સુરક્ષિત રહી શકીએ.’

‘ભૂત બંગલા’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ

એક તરફ અક્ષયની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ યુદ્ધની તણાવની સ્થિતિને નજરઅંદાજ ન કરી શકાય. અક્ષયનું કહેવું છે કે, શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ત્યારે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિતના સેક્ટર યોગ્ય રીતે ચાલી શકશે. આવા સમયમાં અક્ષયે લોકોને સકારાત્મક રહેવાની અપીલ કરી હતી.તમને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વામિકા ગબ્બી, તબૂ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું છે. આ સાથે અક્ષયની ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ રિલીઝ થવાની છે.

Top News : ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 254 PSIની બઢતી સાથે બદલી કર્યા બાદ, બપોરે રાજ્યભરના 518 પોલીસ ઇન્સ્પેક્ટરની (PI) એકસાથે બદલીના આદેશ છૂટતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

કેમ લેવાયો આ મોટો નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી જતી સુરક્ષા વ્યવસ્થાને પાટા પર લાવવા અને લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓને બદલીને સરકાર પોલીસ તંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના મૂડમાં દેખાઈ રહી છે.

IPS બાદ હવે PI-PSI પર તવાઈ

અગાઉ આઈપીએસ (IPS) અધિકારીઓની મોટાપાયે બદલી કર્યા બાદ હવે પાયાના સ્તરે કાયદો સંભાળતા PI અને PSI સ્તરે ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નવા ચહેરાઓ જોવા મળશે. આ ધરખમ ફેરફારો બાદ હવે આગામી દિવસોમાં પોલીસિંગની પદ્ધતિમાં કેવો સુધારો આવે છે અને ગુનાખોરીના ગ્રાફ પર તેની શું અસર પડે છે, તેના પર સૌની નજર રહેશે.

IBમાંથી એક સાથે 10 અધિકારીઓની બદલી

આ બદલીના ઓર્ડરમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, સરકાર દ્વારા ઇન્ટેલિજન્સ વિભાગ (IB) માંથી 10 જેટલા અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, ટેકનોલોજી અને વધતા સાયબર ક્રાઈમને ધ્યાને રાખીને ‘સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ’માં એકસાથે 27 જેટલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરીને આ વિભાગને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમના વધતા ગ્રાફને જોતા સરકાર હવે ફિલ્ડમાં વધુ ટેક-સેવી અધિકારીઓને ઉતારી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Vadodara : મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ

0

 વડોદરામાં રહેણાંક વિસ્તારો, જાહેર માર્ગો તેમજ વાહનોમાં મગર આવી જવાના અવારનવાર બનાવો બનતા હોય છે. મકરપુરામાં ગઈ રાત્રે આવી જ રીતે 9 ફૂટના એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મકરપુરા જાંબુઆ વિસ્તારમાં આવેલી ગોકુલ રેસીડેન્સીમાં થોડા સમય પહેલા પણ એક મહાકાય મગર આવી ગયો હતો. જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે લોકો વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન ફરી એકવાર માનવ વસ્તી સુધી મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

બનાવવાની જાણ જીવ દયા કાર્યક્રમને કરતા જયેશ પટેલ અને તેમની ટીમ દ્વારા નવ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જ મગર અહીં આવ્યો હોવાનું મનાય છે. મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Business : सोने-चांदी की कीमत आज घटी या बढ़ी? जानिए आज आपको इन्हें खरीदने के लिए कितना पैसा करना होगा खर्च

घरेलू बाजार में सोने-चांदी की कीमतों में पिछले कुछ दिनों से लगातार उतार-चढ़ाव देखने को मिल रहा है. मिडिल ईस्ट तनाव के बावजूद भी सोने-चांदी के दाम में रिकॉर्ड हाई से गिरावट देखने को मिली है. आइए जानते हैं, आज आपके शहर में सोने-चांदी का ताजा भाव क्या है?

चांदी की कीमतदिल्ली में चांदी का भाव लगभग 2,34,474 रुपये प्रति किलो है, जबकि मुंबई में यह करीब 2,34,708 रुपये प्रति किलो की रेट पर बिक रहा है. वहीं चेन्नई में चांदी की कीमत 2,36,584 रुपये और कोलकाता में लगभग 2,36,349 रुपये के आसपास बनी हुई है.

आपके शहर में सोने का भाव (गुड रिटर्न के अनुसार)

दिल्ली में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,47,040 रुपए
22 कैरेट – 1,34,800 रुपए
18 कैरेट – 1,10,320 रुपए

मुंबई में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,46,890 रुपए
22 कैरेट – 1,34,650 रुपए
18 कैरेट – 1,10,170 रुपए

चेन्नई में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,49,130 रुपए
22 कैरेट – 1,36,700 रुपए
18 कैरेट – 1,14,100 रुपए

कोलकाता में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,46,890 रुपए
22 कैरेट – 1,34,650 रुपए
18 कैरेट – 1,10,170 रुपए

अहमदाबाद में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,46,940 रुपए
22 कैरेट – 1,34,700 रुपए
18 कैरेट – 1,10,220 रुपए

लखनऊ में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,47,040 रुपए
22 कैरेट – 1,34,800 रुपए
18 कैरेट – 1,10,320 रुपए

पटना में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,46,940 रुपए
22 कैरेट – 1,34,700 रुपए
18 कैरेट – 1,10,220 रुपए

हैदराबाद में सोने के दाम (प्रति 10 ग्राम)

24 कैरेट – 1,46,890 रुपए
22 कैरेट – 1,34,650 रुपए
18 कैरेट – 1,10,170 रुपए

निवेश के साथ भावनाओं से जुड़ा सोना-चांदी

भारत में सोना-चांदी सिर्फ एक निवेश का माध्यम नहीं है, बल्कि लोगों की भावनाओं से भी गहराई से जुड़ा हुआ है. शादी-ब्याह, त्योहार और खास मौकों पर सोना खरीदना एक परंपरा जैसा माना जाता है. जो बहुत पुराने समय से चली आ रही है.

इसके साथ ही लोग सोने को सुरक्षित निवेश के तौर पर भी देखते हैं, क्योंकि मुश्किल समय में यह आर्थिक सहारा बनता है. वैश्विक अनिश्चितता के समय सोने और चांदी सुरक्षित निवेश के तौर पर लोगों की पसंद बनते हैं. यही वजह है कि भारतीय परिवारों में सोना सिर्फ गहनों तक सीमित नहीं, बल्कि इसे एक भरोसेमंद संपत्ति के रूप में भी देखा जाता है.

Surendranagar : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

0

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા છે. એલસીબી પોલીસે બાતમીના આધારે રેઇડ કરી રૃ.૧૯,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમે ધુ્રમઠ ગામના નવાપરા વિસ્તારમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન (૧) ભરતભાઈ ચતુરભાઈ દેત્રોજા, (૨) ઘનશ્યામભાઈ લાલજીભાઈ પરમાર, (૩) પ્રહલાદભાઈ રઘુભાઈ વણપરા, (૪) બાઉદીનભાઈ રસુલભાઈ જુણેજા (૫) નાનજીભાઈ રાઘવજીભાઈ પટેલ (તમામ રહે. ધુ્રમઠ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. એલીસીબી પોલીસે સ્થળ પરથી રોકડ રૃ.૧૩,૮૦૦, બે મોબાઇલ રૃ.૬૦૦૦ સહિત કુલ રૃ.૧૯,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારા હેઠળ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Sports : રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો

0

રોહિત શર્મા અને એમએસ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે એકથી વધુ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હિટમેનની કેપ્ટનશીપમાં ભારત 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ પહેલા કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી.

ધોની શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન

હવે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એમએસ ધોનીને દેશનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ‘વ્હાઈટ બોલ’ કેપ્ટન ગણાવ્યો છે. એક સમિટમાં ગાંગુલીએ પોતાના શાનદાર વારસાને એક તરફ રાખીને બે દિગ્ગજો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી તુલના પર નિર્ણાયક જવાબ આપ્યો છે. આ ચર્ચા દરમિયાન ગાંગુલીએ સફળતાના સૌથી મોટા માપદંડનો ઉપયોગ કરીને એમએસ ધોનીને બાકી તમામ ભારતીય કેપ્ટનોથી ઉપર રાખ્યો: એટલે કે જીતેલી ટ્રોફીઓ.

ગાંગુલીએ કહ્યું કે, ‘ધોનીએ વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે હું રનર-અપ રહ્યો છું.’ ગાંગુલીએ ભારતની 2011ની જીતની તુલના 2003ની ફાઈનલ સાથે કરી, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

ગાંગુલીએ આગળ કહ્યું કે, ‘તેણે (ધોની) ત્રણ વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. અમારા જમાનામાં T20I ક્રિકેટ નહોતું, માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ હતા. પરંતુ ધોનીએ વર્લ્ડ કપ જીત્યો છે, અને હું કહીશ કે તે એક શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન હતો.

‘ગાંગુલીની કેપ્ટનશીપમાં ધોનીનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ

ધોનીએ 2004માં ગાંગુલીની કેપ્ટનશીપમાં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને આગળ જતા તેણે 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો, આ સાથે જ તે વ્હાઈટ બોલ ક્રિકેટની ત્રણ સૌથી મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ અને એકમાત્ર કેપ્ટન બન્યો હતો.ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ‘મને ગર્વ છે કે તે ઝારખંડ જેવા નાના સ્થળેથી આવ્યો હતો. તેના પહેલા ત્યાંથી વધુ ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ નહોતું કર્યું. ત્યાંથી આવીને આટલા મોટા દિગ્ગજ બનવું એ ગર્વની વાત છે.’