Home Blog Page 242

Sports : રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો

0

રોહિત શર્મા અને એમએસ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે એકથી વધુ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હિટમેનની કેપ્ટનશીપમાં ભારત 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ પહેલા કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી.

ધોની શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન

હવે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એમએસ ધોનીને દેશનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ‘વ્હાઈટ બોલ’ કેપ્ટન ગણાવ્યો છે. એક સમિટમાં ગાંગુલીએ પોતાના શાનદાર વારસાને એક તરફ રાખીને બે દિગ્ગજો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી તુલના પર નિર્ણાયક જવાબ આપ્યો છે. આ ચર્ચા દરમિયાન ગાંગુલીએ સફળતાના સૌથી મોટા માપદંડનો ઉપયોગ કરીને એમએસ ધોનીને બાકી તમામ ભારતીય કેપ્ટનોથી ઉપર રાખ્યો: એટલે કે જીતેલી ટ્રોફીઓ.

ગાંગુલીએ કહ્યું કે, ‘ધોનીએ વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે હું રનર-અપ રહ્યો છું.’ ગાંગુલીએ ભારતની 2011ની જીતની તુલના 2003ની ફાઈનલ સાથે કરી, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

ગાંગુલીએ આગળ કહ્યું કે, ‘તેણે (ધોની) ત્રણ વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. અમારા જમાનામાં T20I ક્રિકેટ નહોતું, માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ હતા. પરંતુ ધોનીએ વર્લ્ડ કપ જીત્યો છે, અને હું કહીશ કે તે એક શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન હતો.

‘ગાંગુલીની કેપ્ટનશીપમાં ધોનીનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ

ધોનીએ 2004માં ગાંગુલીની કેપ્ટનશીપમાં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને આગળ જતા તેણે 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો, આ સાથે જ તે વ્હાઈટ બોલ ક્રિકેટની ત્રણ સૌથી મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ અને એકમાત્ર કેપ્ટન બન્યો હતો.ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ‘મને ગર્વ છે કે તે ઝારખંડ જેવા નાના સ્થળેથી આવ્યો હતો. તેના પહેલા ત્યાંથી વધુ ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ નહોતું કર્યું. ત્યાંથી આવીને આટલા મોટા દિગ્ગજ બનવું એ ગર્વની વાત છે.’

World : બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના, મુસાફરોથી ખીચોખીચ બસ નદીમાં ખાબકી, 23ના મોત, અનેક ગુમ

પાડોશી દેશ બાંગ્લાદેશમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજબારી જિલ્લાના દૌલતદિયા ફેરી ટર્મિનલ પાસે એક મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ઉફનતી પદ્મા નદીમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અનેક મુસાફરો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેરી પરથી નદીમાં સમાઈ ગઈ બસ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત બુધવારે સાંજે આશરે 5:00 વાગ્યે ટર્મિનલ નંબર 3 પાસે સર્જાયો હતો. બસ રાજબારીથી ઢાકા જઈ રહી હતી અને તે સમયે એક ફેરી (નૌકા) પર સવાર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસમાં ઓછામાં ઓછા 50 મુસાફરો સવાર હતા. ફેરી પરથી અચાનક બસ લપસીને સીધી પદ્મા નદીના ઊંડા પાણીમાં સમાઈ ગઈ હતી

.6 કલાકની જહેમત બાદ બસ બહાર કઢાઈ

પોલીસ ઇન્સ્પેક્ટર રસેલ મુલ્લાએ જણાવ્યું હતું કે નૌકાદળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મરજીવાઓની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અકસ્માતના આશરે 6 કલાક બાદ બચાવ જહાજ ‘હમઝા’ અને ક્રેનની મદદથી રાત્રે 11:30 વાગ્યે બસને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બસ જેવી બહાર આવી કે ત્યાં હાજર સ્વજનોની ચીસ અને રુદનથી આખો વિસ્તાર ગમગીન બની ગયો હતો.

આંખો સામે ડૂબી ગયો પરિવાર

આ અકસ્માતમાં જીવિત બચેલા અબ્દુલ અઝીઝુલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, તે કોઈક રીતે તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો, પરંતુ તેની પત્ની અને બાળક તેની નજર સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયા. ટર્મિનલના કિનારે બેસીને અનેક પરિવારો પોતાના સ્વજનોની સલામતીની દુઆ કરી રહ્યા છે, પરંતુ સમય પસાર થવાની સાથે આશા પણ દમ તોડી રહી છે. રાત્રિના અંધકારને કારણે બચાવ કામગીરી અસ્થાયી રૂપે અટકાવવી પડી હતી, જે સવાર થતા જ ફરી શરૂ કરવામાં આવી છે.

National : હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા

0

 ઇચ્છામૃત્યુ પામનારા ભારતના પ્રથમ નાગરિક હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, દિલ્હીના એઇમ્સમાં દસ દિવસ રાખ્યા બાદ હરીશ રાણા ઇચ્છામૃત્યુ પામ્યા હતા. ભારે હૈયે પરિવારે હરીશને અંતિમ વિદાય આપી હતી. હરીશના અંતિમસંસ્કાર દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાન પર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હરીશના માતા પિતાએ હિમ્મત દાખવીને કહ્યું હતું કે રડશો નહીં હરીશ હવે એક સુખદ સ્થળે પહોંચી ગયો છે.  

૨૦૧૩માં બી.ટેકના અભ્યાસ દરમિયાન હોસ્ટેલ પરથી નીચે પડી જવાને કારણે હરીશ રાણાને બ્રેઇન ઇન્જરી થઇ હતી, જે બાદથી તે કોમામાં જતો રહ્યો હતો. ૧૩ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ અંતે સુપ્રીમ કોર્ટની મંજૂરી મળતા હરીશને ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું હતું. 

ઇચ્છામૃત્યુની આ પ્રક્રિયા ૧૦ દિવસ સુધી ચાલી હતી. મંગળવારે હરીશે દિલ્હીના એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે દિલ્હીમાં ગ્રીન પાર્ક સ્મશાનઘાટ પર તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હરીશને તેના નાના ભાઇ આશીષ અને બહેન ભાવનાની હાજરીમાં મુખાગ્ની આપી હતી. 

અંતિમ સંસ્કાર દરમિયાન મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, આ દરમિયાન મોહાલ અત્યંત ભાવુક હતો, હરીશના માતા નિર્મલા દેવીએ જોડેલા હાથે પુત્રને ભાવુક વિદાય આપી હતી, પિતા અશોક રાણા લોકોની હિમ્મત વધારતા રહ્યા અને કહેતા રહ્યા કે મારો પુત્ર હવે એક સુખી સ્થાન પર છે, તે હંમેશા એક સારો પુત્ર રહ્યો. 

હરીશ રાણા અને તેનો પરિવાર ગાઝિયાબાદની જે સોસાયટીમાં કહે છે ત્યાંના લોકો અંતિમસંસ્કાર માટે દિલ્હી પહોંચ્યા હતા. 

આ ઉપરાંત સામાજિક સંસ્થાના લોકો પણ જોડાયા હતા. પરિવારે હરીશ રાણાની આંખો સહિત પાંચ અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો.

 ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અજય રાય પણ સ્મશાનઘાટ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે હરીશ તો જતો રહ્યો પરંતુ તેના અંગોને દાન કરવાનો પરિવારે નિર્ણય લીધો છે.   

Ahmedabad : સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું

 અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો…’ હાલ આ અંગે જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી છે. 

ધમકીભર્યા મેઈલ અંગે પોલીસ ફરિયાદ 

મળતી માહિતી અનુસાર, 25મી માર્ચના રોજ ગુજસેલના ડાયરેક્ટરના ઇમેઇલ પર bhavesh4518@gmail.com પરથી સવારે 8 વાગ્યે મેઈલ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, ‘ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. આઈ વિલ કીલ યુ ઇન બોમ્બ બ્લાસ્ટ ઓલ સ્કૂલ, મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો…’ આ અંગે ઉપરી અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરના જાણ કરવામાં આવી હતી. જે બાદ આ થ્રેટ મેઈલ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ અંગે ફરિયાદ નોંધી ઇમેઇલ ક્યાંથી અને કોને કર્યો છે તેની તપાસ હાથ ધરી છે.

ધમકીભર્યા ઈમેલનો સિલસિલો યથાવત્

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહત્ત્વની સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક જિલ્લાઓની પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.

National : ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..’, ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત સહિતના મિત્ર દેશો સાથે તાલમેલ

અરાઘચીએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે.” તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજો થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. આ ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.

અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાટાઘાટો નથી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. અરાઘચીએ બેટૂક શબ્દોમાં કહ્યું કે, “બેકચેનલથી સંદેશાની આપ-લે કરવી એ ડિપ્લોમેસી કે વાટાઘાટો નથી. વોશિંગ્ટન અલગ-અલગ માધ્યમોથી સંદેશા મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને ઔપચારિક વાર્તા માનતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા આ સંઘર્ષમાં પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

પોતાની શરતો પર જ આવશે અંત

ઈરાને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું છે કે તેઓ યુદ્ધને લાંબુ ખેંચવા માંગતા નથી, પરંતુ આ સંઘર્ષનો કાયમી અંત માત્ર ઈરાનની શરતો પર જ આવશે. ઈરાનની મુખ્ય શરતોમાં ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખીને ઈરાને સાબિત કરી દીધું છે કે વિશ્વના તેલ અને ગેસ સપ્લાયની કમાન તેમના હાથમાં છે.

Bhakti : अष्टमी या नवमी कब करें चैत्र नवरात्रि व्रत पारण, जानें सही डेट और विधि

पारण या व्रत खोलना किसी भी पूजा-अनुष्ठान की सबसे महत्वपूर्ण विधि होती है. व्रत का पूर्ण फल तभी प्राप्त होता है, जब पारण सही समय और सही विधि से किया जाए. चैत्र नवरात्रि की शुरुआत 19 मार्च 2026 से हुई थी और 27 मार्च 2026 को नवरात्रि समाप्त हो जाएगी.

नवरात्रि के दौरान माता रानी के भक्त पूरे नौ दिनों तक व्रत रखकर पूजा-अर्चना करते हैं. जैसे-जैसे नवरात्रि अपने अंतिम चरण पर पहुंचती है, तो पारण की तिथियों (Navratri 2026 Paran Kab hai) को काफी सर्च किया जाता है. आइए जानते हैं चैत्र नवरात्रि व्रत का पारण 28 या 29 मार्च 2026 आखिर किस दिन किया जाएगा.

अष्टमी-नवमी चैत्र नवरात्रि पारण कब

नवरात्रि व्रत के पारण को लेकर कंफ्यूजन का मुख्य कारण यह है कि, कुछ लोग अष्टमी तो वहीं कुछ नवमी तिथि पर व्रत का पारण करते हैं. हालांकि दोनों ही तिथियों पर नवरात्रि व्रत खोलना शुभ रहता है. इसलिए आप 26 या 27 मार्च दोनों ही दिन नवरात्रि व्रत का पारण कर सकते हैं. लेकिन इस बात का ध्यान रखें कि, नवरात्रि व्रत का पारण कन्या पूजन के बाद ही खोलें. नवरात्रि व्रत पारण के दौरान सभी नियमों का पालन करें. क्योंकि एक गलती से नौ दिनों के पूजा और व्रत का फल निष्फल हो सकता है. इसलिए स्टेप-बाय-स्टेप जान लें पारण की विधि और नियम.

  • आप अष्टमी तिथि पर कन्या पूजन कर रहे हैं तो, कंजक पूजने के बाद पारण कर सकते हैं. वहीं नवमी तिथि पर कन्या पूजा कर रहे हैं तो पूजा के बाद व्रत खोल सकते हैं. 
  • पारण करने से पहले हवन करना भी जरूरी माना जाता है. हवन करने के बाद नौ कन्याओं को माता रानी का रूप मानकर आदरपूर्वक घर बुलाएं और हलवा-पुरी का भोजन कराकर उन्हें उपहार देकर उनका आशीर्वाद लें.
  • कुछ लोग नवरात्रि के नौ दिनों का व्रत पूरा कर दशमी तिथि को व्रत का पारण करते हैं. ऐसे लोग 27 मार्च 2026 को सुबह 10:08 बजे के बाद पारण करें.
  • नवरात्रि व्रत पारण में यदि किसी तरह का असमंजस रहे तो आप किसी पुरोहित, अपने बड़े-बुजुर्गों की सलाह, परंपरा या संकल्प अनुसार पारण कर सकते हैं.

चैत्र नवरात्रि व्रत पारण नियम

पारण से पहले सुबह उठकर स्नान करें और माता रानी की विधिवत पूजा करें और भोग लगाएं. कन्या पूजन से पहले हवन जरूर करें. कन्या पूजन के लिए सुबह से लेकर दोपहर तक का समय शुभ रहता है. इसलिए इस समय तक कन्या पूजन कर लें. पारण करने में जल्दबाजी न करें. बल्कि धैर्यपूर्वक और विधि-विधान से पारण करें और मन में कृतज्ञता भाव रखें. पारण करने या व्रत खोलने के लिए सात्विक भोजन या फिर सबसे पहले भोग खाएं. अगर आपने घटस्थापना पर ज्वारे बोए थे तो अगले दिन इसे प्रवाहित कर दें.

National : પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે

0

ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના યુદ્ધને કારણે દેશમાં એલપીજી સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી જે પણ વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવું ફરજિયાત થઇ ગયું છે. ટૂંક સમયમાં જે પણ વિસ્તારોમાં પીએનજી કનેક્શન શક્ય છે ત્યાં એલપીજી રદ કરી દેવામાં આવી શકે છે. આ સાથે જ સરકારે પીએનજી કનેક્શન માટે રાહતો જાહેર કરી છે જે મુજબ હવેથી સિક્યોરિટી ડિપોઝિટ નહીં આપવી પડે અને ૫૦૦ રૂપિયા સુધી મફત ગેસ મળી રહેશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરંસ કરીને ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિની ભારત પર અસરો અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. સાથે જ પીએનજી કનેક્શનને લઇને રાહતો જાહેર કરી છે. નવા પીએનજી કનેક્શન પર કંપનીઓ સિક્યોરિટી ચાર્જ નહીં લે સાથે જ ૫૦૦ રૂપિયા સુધીનો ગેસ ફ્રી આપવામાં આવશે. જોકે આ સુવિધા તમામ ગ્રાહકોને નહીં પણ ૩૧મી માર્ચ સુધી કનેક્શન લેનારાઓને આપવામાં આવશે તેવા અહેવાલો છે.

બીજી તરફ પીટીઆઇના અહેવાલો મુજબ સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે જો તમારા વિસ્તારમાં પીએનજી પાઇપ લાઇન ગેસ કનેક્શન હોય તો ટૂંક સમયમાં એલપીજી કનેક્શન બંધ કરી દેવામાં આવશે, ગ્રાહકોને એલપીજીમાંથી પીએનજી તરફ વાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવા માટે ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવશે. ત્રણ મહિનાની અંદર પીએનજી કનેક્શન લઇ લેવાનું રહેશે, જો આમ કરવામાં ગ્રાહકો નિષ્ફળ રહે તો તેમને જે એલપીજી મળી રહ્યો છે તે બંધ કરી દેવામાં આવશે.

સરકારી ડેટા મુજબ હાલમાં અનેક ઘરો સુધી પીએનજી કનેક્શન પહોંચી ગયા છે, દેશમાં આશરે ૩૩ કરોડ જેટલા ગ્રાહકો છે, જેની પાસે એલપીજી કનેક્શન છે, જ્યારે ૧.૫૭ કરોડ લોકો પાસે પીએનજી કનેક્શન છે, એટલે કે કરોડો લોકો હજુ પણ એલપીજી પર નિર્ભર છે. સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૦.૩૫ કરોડ લોકોને કનેક્શન આપવામાં આવ્યા છે. હાલમાં વિવિધ રાજ્યોમાં એલપીજી સિલિન્ડરોની સંગ્રહખોરી વધી રહી છે, એવામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ૨૪મી માર્ચના રોજ વિવિધ રાજ્યોમાં ૨૭૦૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા અને ૨૦૦૦ જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

દરમિયાન કેટલાક રેસ્ટોરાં અને હોટેલવાળા ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ વસુલવા લાગ્યા છે, આવો કોઇ પણ ચાર્જ નહીં વસુલવાની કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ ચેતવણી જાહેર કરી છે. ઓથોરિટીએ દેશના તમામ રેસ્ટોરાં, હોટેલ, ખાણીપીણીના દુકાનો વગેરે માટે આદેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ગ્રાહકો પાસેથી એલપીજી કે ફ્યૂઅલ ચાર્જ વસુલવામાં આવ્યો તો આકરા પગલા લેવામાં આવશે. આ સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલની કોઇ જ અછત નથી, લોકોએ અફવાઓમાં આવીને જથ્થાબંધ ખરીદી ના કરવી તેવી સલાહ આપવામાં આવી છે.

Rajkot : આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ

0

ગત વર્ષે તા. 6 એપ્રિલે અને આ વર્ષે આવતીકાલ ગુરૂવાર તા. 26 માર્ચે રામનવમીની ઉત્સાહ અને ભાવપૂર્ણ મંદિરોમાં તથા ઘરે ઘરે ઉજવણી થશે અને મર્યાદા પુરૂષોત્તમ, કરૂણાના અવતાર, આશરે 7 સહસ્ત્રાબ્દિ પૂર્વે પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામનો જન્મોત્સવ મધ્યાન્હ સમયે ઉજવાશે. મંદિરોમાં બપોરે મહાઆરતી તેમજ પરંપરાગત પંજરીનો પ્રસાદ અને ભક્તો માટે ફરાળ પ્રસાદ સહિત આયોજનોને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં (1) નાણાવટી ચોકથી સતત 13માં વર્ષે વિહિપ દ્વારા 100થી વધુ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરીને ગોંડલરોડ ઉપર રામજી મંદિરે સમાપન થશે. (2) મહાપાલિકા સંચાલિત અને રાજ્યનું સૌપ્રથમ એકમાત્ર શ્રી રામના જીવનકવન ઉપર આધારિત શ્રી રામ વનમાં આવતીકાલે તમામ વયજુથના લોકોને નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. (3) રતનપર ખાતે રાજ્યનું એકમાત્ર રામચરિત માનસ મંદિર કે જેની દિવાલો ચોપાઈથી સુશોભિત છે ત્યાં ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે અને સવારે 7 વાગ્યાથી દર્શનાર્થીઓનો ધસારો થતો રહે છે.

સૌરાષ્ટ્રમાં ગામે ગામ પ્રાચીન-અર્વાચીન રામમંદિરો આવેલા છે તો રાજકોટમાં મનહરપ્લોટ, ગુંદાવાડી સહિત વિસ્તારોમાંદાયકાઓ પુરાના તથા સદી પુરાનુ રઘુનાથજી મંદિર સહિત મંદિરો આવેલા છે જ્યાં ધર્મોત્સવ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે મોટાભાગના ઘરોમાં ઉપવાસ રાખવામાં આવશે જેના પગલે ફરાળ માટેની સામગ્રી સક્કરિયા,રાજગરો,સાબુદાણા,બટાટા સહિતની માંગ વધી હતી. આવતીકાલે ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમી હોવાથી ચોટીલા ડુંગર સહિત માતાજીના મંદિરોમાં પણ ભાવિકો ઉમટશે.

Business : બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો

0

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. જો કે નવી માગ ધીમી રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૦૧થી ૪૪૦૨ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૨ થઈ ૪૫૫૪થી ૪૫૫૫ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫ હજાર ઉછળ્યા હતા. બે દિવસમાં સોનાના ભાવ રૂ.૯૫૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૩૦ હજાર વધી ગયા હતા.  અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૪૫૦૦૦  બોલાયા હતા. સોનાના ભાવ બે દિવસમાં રૂ.૯૫૦૦ તથા ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૩૦ હજાર ઉછળ્યા છે.  દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંસના ૬૯.૧૦થી વધી ૭૪.૫૬ ડોલર થઈ ૭૨.૬૬થી ૭૨.૬૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૬૦૦૦ તથા ચાંદીના ભાવ વધુ રૂ.૧૦ હજાર વધ્યા હતા  મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૫૬૨૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૨૦૫ જીએસટી વગર રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૩૪૮૧૪ રહ્યા હતા.મુંબઈ પ્લટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૬૩૮૨૫ રહ્યા હતા.

અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની વાતો ચગતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઝડપી નીચા આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે ઉંચામાં ૧૦૪ ડોલર ઉપર ગયા હતા તે આજે નીચામાં ૯૭.૧૫ થઈ ૯૮.૬૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડ તૂટી નીચામાં ૮૬.૪૬ થઈ ૮૮.૧૪ ડોલર રહ્યું હતું. મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૯૪.૦૪થી ૯૪.૦૫ બોલાઈ રહ્યા હતા.

BOLLYWOOD : દેવના અપમાન માટે રણવીર બિનશરતી માફી માગવા તૈયાર

0

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભની એક્ટિંગના વખાણ કરવા જતાં દેવીની ભદ્દી નકલ કરીને કાનૂની લડાઈમાં ફસાઈ ગયેલા રણવીરે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગવાની તૈયારી દર્શાવી છે.  તેણે કહ્યું છે કે પોતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને માફી માગી લેશે. આ ઉપરાંત ચામંડી માતાના મંદિરમાં જઈને પણ માફી માગશે. 

જોકે, કેસ કરનારા પ્રતિવાદીઓએ રણવીરની આ રજૂઆતથી સંતુષ્ટ થવાને બદલે એમ કહ્યું હતું કે વાસ્તવમાં રણવીરે જાહેર સ્ટેજ પર આવીને માફી માગવી જોઈએ.  હાઈકોર્ટે હવે આ કેસમાં વધુ સુનાવણી આગામી મહિને રાખી છે. 

રણવીરે ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેવીની મીમીક્રી કરી હતી. તેના  ચેનચાળાથી ભાવિક ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને તેની  સામે પોલીસ કેસ થયા હતા. ખુદ ઋષભ શેટ્ટીએ પણ આવા ચેનચાળા બદલ રણવીર સામે નારાજગી વ્યક્ત કરી હતી.