ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભની એક્ટિંગના વખાણ કરવા જતાં દેવીની ભદ્દી નકલ કરીને કાનૂની લડાઈમાં ફસાઈ ગયેલા રણવીરે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગવાની તૈયારી દર્શાવી છે. તેણે કહ્યું છે કે પોતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને માફી માગી લેશે. આ ઉપરાંત ચામંડી માતાના મંદિરમાં જઈને પણ માફી માગશે.
જોકે, કેસ કરનારા પ્રતિવાદીઓએ રણવીરની આ રજૂઆતથી સંતુષ્ટ થવાને બદલે એમ કહ્યું હતું કે વાસ્તવમાં રણવીરે જાહેર સ્ટેજ પર આવીને માફી માગવી જોઈએ. હાઈકોર્ટે હવે આ કેસમાં વધુ સુનાવણી આગામી મહિને રાખી છે.
રણવીરે ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેવીની મીમીક્રી કરી હતી. તેના ચેનચાળાથી ભાવિક ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને તેની સામે પોલીસ કેસ થયા હતા. ખુદ ઋષભ શેટ્ટીએ પણ આવા ચેનચાળા બદલ રણવીર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આગામી આઈપીએલ-2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અર્જુનને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેઓ માત્ર 6 મહિનામાં અર્જુનને વિશ્વનો સૌથી મહાન બેટ્સમેન બનાવી શકે છે.
‘હું આખી દુનિયાને ચેલેન્જ કરું છું કે…’
યોગરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘હું આખી દુનિયાને ચેલેન્જ કરું છું કે અર્જુન તેંડુલકર મારી સાથે 6 મહિના વિતાવીને દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દેશે. જો કોઈ આવું ન કરી શકે તો તેને મારી પાસે મોકલી દો. જો હું આવું ન કરી શકું તો હું મારી દાઢી કાપી નાખીશ.
’‘15000 બોલની પ્રેક્ટિસ કરવી પડશે’
અર્જુનને મહાન ખેલાડી બનાવવાના માસ્ટર પ્લાન વિશે વાત કરતા યોગરાજ સિંહે જણાવ્યું હતું કે ‘તેણે દરરોજ 15000 બોલની પ્રેક્ટિસ કરવી પડશે. હું તેને સર ગારફિલ્ડ સોબર્સની કેટેગરીમાં જોઉં છું. તેણે રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં સાતમા નંબરે બેટિંગ કરીને સદી ફટકારી હતી. તેણે તેના કોચને કહ્યું હતું કે, તેને ત્રીજા નંબર પર રમાડે અને લિસ્ટ એ તથા ટી20માં ઓપનિંગ કરવા દે પરંતુ તેમણે તેની વાત માની નહીં. મને અર્જુન તેંડુલકર જોઈએ છે, હું તેને મહાનતમ ખેલાડી બનાવી દઈશ.’
અર્જુન તેંડુલકરની આઈપીએલ કેરિયર
અર્જુન તેંડુલકરના અત્યાર સુધીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે માત્ર પાંચ મેચ રમી છે જે તમામ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હતી. આ મેચોમાં તેણે બોલિંગમાં ત્રણ વિકેટ લીધી છે અને એક ઇનિંગમાં બેટિંગ કરતા 13 રન બનાવ્યા છે.
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે ગયો છે. એક નવા સર્વેમાં વ્હાઇટ હાઉસમાં તેમના પુનરાગમન પછી તેમની લોકપ્રિયતાનેલઈને ગંભીર સવાલ સર્જાયો છે. સર્વેક્ષણ મુજબ મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ અને આકાશને સ્પર્શતી પેટ્રોલની કિંમત વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાની રેટિંગ તળિયે પહોંચતા ઘટીને ફક્ત ૩૬ ટકા થઈ ગઈ છે. ટ્રમ્પના બીજા કાર્યકાળનુ આ અત્યંત નીચલું સ્તર છે.
રોઇટર્સ અને ઇસોપ્સના સર્વે મુજબ ગયા અઠવાડિયા સુધી તેમની રેટિંગ ૪૦ ટકા હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં તેમા સીધો ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન મોટા-મોટા વચન આપ્યા હતા કે અમેરિકાને કારણ વગરના યુદ્ધમાં નહીં ઝીંકી દઈએ, દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી દઇશું. પરંતુ ૨૮મી ફેબુ્રઆરીના રોજ ઇરાન યુદ્ધ પછી સમીકરણ બદલાઈ ગયા છે.
સર્વે મુજબ અમેરિકામાં પેટ્રોલ લગભગ પ્રતિ ગેલન એક ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે. તેનો સીધો બોજો સામાન્ય માનવીના ખિસ્સા પર પડી રહ્યો છે. પ્રજાને સરકારને લઈને એટલો અવિશ્વાસ છે કે ફક્ત ૨૫ ટકા લોકો જ અર્થતંત્રને ચલાવવાની ટ્રમ્પની પદ્ધતિ સાથે સંમત છે. ફક્ત ૨૯ ટકા અમેરિકનોને જ ટ્રમ્પના ઇકોનોમિક મેનેજમેન્ટ પર વિશ્વાસ છે.
આ ટકાવારી તેમના બંને કાર્યકાળની સૌથી ઓછી ટકાવારી છે. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પનું રેટિંગ તેમના પહેલા પ્રમુખ રહેલા બાઇડેનના રેટિંગ કરતાં પણ ઘટયું છે. ૬૧ ટકા અમેરિકનો આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે સમર્થન કરનારાઓની સંખ્યા ઘટીને ૩૫ ટકા થઈ ગઈ છે.૪૬ ટકા માને છે કે આ યુદ્ધના લીધે લાંબા સમય માટે અમેરિકાની સુરક્ષામાં ઘટાડો થશે.
રિપબ્લિકન પાર્ટીની અંદર ટ્રમ્પની સ્થિતિ ભલે મજબૂત હોય, પરંતુ ત્યાં પણ મોંઘવારીને લઈને અસંતોષ વધ્યો છે.
મોંઘવારીનો સામનો કરવા માટે ટ્રમ્પની પદ્ધતિઓને નાપસંદ કરતાં રિપબ્લિકનોની ટકાવારી પણ ૨૭ ટકાથી વધીને ૩૪ ટકા થઈ ગઈ છે. લગભગ ૬૩ ટકા અમેરિકનો અમેરિકન ઇકોનોમીને નબળી માને છે. આ જોતાં મિડ ટર્મ ઇલેકશનમાં ટ્રમ્પ માટે કપરા ચઢાણ છે.
ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈએ તેની લોકપ્રિય વિડીયો એપ સોરાને બંધ કરવાની જાહેરાત કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી શોર્ટ વિડીયોઝ બનાવતી આ એપ ગત વર્ષે ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ, તેની સાથે વિવાદો પણ જોડાયેલા હતા.
ઓપનએઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ સોરાને અવલિદા કહી રહ્યા છે. કંપનીએ યુઝર્સને આશ્વાસન આપ્યું કે, તેમણે બનાવેલા વિડીયોઝ સુરક્ષિત રાખવા માટે ટૂંક સમયમાં વિગતો જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૫માં લોન્ચ થયેલી આ એપનો હેતુ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મને ટક્કર આપવાનો હતો. પરંતુ, ઘણા યુઝર્સ પ્રોમ્પટ આપીને ગેરમાર્ગે દોરતા ડીપફેક વિડીયોઝ અને અશ્લીલ સામગ્રી બનાવી રહ્યા હતા.
ઓપનએઆઈના આ નિર્ણયને કારણે મનોરંજન જગતની દિગ્ગજ કંપની ડિઝનીને ફટકો પડયો છે. ડિઝનીએ ત્રણ મહિના પહેલા જ ઓપનએઆઈ સાથે ૧ અબજ ડોલરનો સોદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, માઈકલ જેક્સન અને માર્ટિન લ્યુથર કિંગ જેવી જાણીતી હસ્તીઓના ખોટા વિડીયોને કારણે તે વિવાદોમાં ફસાયું હતું. આ સિવાય હોલીવુડના કલાકારોના યુનિયને પણ આ ટેકનોલોજીનો ભારે વિરોધ કર્યો હતો. જાણકારોના મતે, ઓપનએઆઈ શેરબજારમાં લિસ્ટ થવાની છે ત્યારે તેઓ કોડિંગ ટૂલ્સ અને કોર્પોરેટ ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
अगर आप आज यानी 26 मार्च को किसी बैंक से जुड़ा काम करने की योजना बना रहे हैं, तो पहले यह जांच लेना जरूरी है कि आपके शहर में बैंक खुले हैं या नहीं. आज पूरे देश में रामनवमी का पर्व मनाया जा रहा है.
जिसके चलते कई जगहों पर बैंक बंद करने का फैसला लिया गया है. रिजर्व बैंक ऑफ इंडिया छुट्टियों की लिस्ट पहले ही जारी कर देती है. आइए जानते हैं, आज कौन-कौन से शहरों में बैंक बंद रहने वाले हैं?
इन राज्यों में बैंक रहेंगे बंद
रामनवमी के कारण देश के कई राज्यों में आज बैंकिंग सेवाएं प्रभावित रहेंगी. मिजोरम, महाराष्ट्र, कर्नाटक, तमिलनाडु, उत्तराखंड, राजस्थान, उत्तर प्रदेश, चंडीगढ़, पश्चिम बंगाल, मध्य प्रदेश, झारखंड और हिमाचल प्रदेश में बैंक शाखाएं बंद रहेंगी. अगर आप इन राज्यों में रहते हैं तो आपको आज बैंक ब्रांच जाने से बचना चाहिए.
वहीं दूसरी तरफ दिल्ली, बेंगलुरु, चेन्नई, गुवाहाटी, हैदराबाद, जम्मू, कोच्चि और श्रीनगर जैसे शहरों में बैंक खुले रहेंगे. जहां बैंकों में सामान्य कामकाज जारी रहेगा.
27 मार्च को भी कुछ जगहों पर रहेगी छुट्टी
रामनवमी को लेकर कल यानी 27 मार्च को भी कुछ जगहों पर बैंकों में छुट्टी दी गई है. आरबीआई की छुट्टी कैलेंडर के अनुसार हैदराबाद, पटना, भोपाल, भुवनेश्वर, गंगटोक और विजयवाड़ा में बैंकिंग सेवाएं बंद रहेंगी.
इसके साथ ही मध्य प्रदेश, ओडिशा, सिक्किम, तेलंगाना, बिहार और आंध्र प्रदेश के कुछ इलाकों में भी बैंक शाखाएं नहीं खुलेंगी. जिससे वहां लोगों को अपने काम के लिए एक दिन और इंतजार करना पड़ सकता है.
ऑनलाइन सेवाएं रहेगी जारी
छुट्टियों के बावजूद ऑनलाइन बैंकिंग सेवाएं सामान्य रूप से चालू रहेंगी. ग्राहक मोबाइल ऐप, इंटरनेट बैंकिंग और एटीएम के जरिए अपने जरूरी काम जैसे पैसे ट्रांसफर, बैलेंस चेक या बिल पेमेंट आसानी से कर सकेंगे. हालांकि, जिन कामों के लिए बैंक ब्रांच जाने की जरूरत होती है, वैसे काम नहीं हो पाएंगे.
દિલ્હી પોલીસે અનેક આંતર રાજ્ય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ્સથી જોડાયેલા છ શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પર કથિત રીતે ડિજિટલ એરેસ્ટ, નકલી આઇપીઓ અને ટ્રેડિંગ કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી ૮૯ ફરિયાદોથી જોડાયેલ લગભગ ૧૦.૬ કરોડ રૃપિયાની ઉચાપતનો પર્દાફાશ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા પછી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઓછામાં ઓછા ચાર સાયબર છેતરપિંડી કેસોમાં સંડોવાયેલા છે. જેમાં મુખ્ય સ્વરૃપે નિર્દોષ નાગરિકો ખાસ કરીને વૃદ્ધોને ઓનલાઇન કૌભાંડો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતાં.
ડિજિટલ એરેસ્ટ કૌભાંડથી જોડાયેલા એક કેસમાં એક વૃદ્ધ દંપતિ સાથે ૨૦ લાખ રૃપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
સાયબર છેતરપિંડી કરનારાઓએ ટ્રાઇ અને સીબીઆઇ અધિકારી બનીને પીડિતોને નકલી વોરન્ટ અને ધરપકડની ધમકી આપીને એક હપ્તા સુધી માનસિક દબાણ બનાવીને નાણાં પડાવ્યા હતાં.
તપાસ દરમિયાન ૧૮.૫ લાખ રૃપિયા એક બેંક ખાતામાં મળી આવ્યા હતાં. જે આરોપી શશિકાંત કુમાર દ્વારા ચલાવવામાં આવતી એક સંસ્થા સાથે જોડાયેલા હતાં.
શશિકાંત કુમારની રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કોર્ટનાં આદેશ દ્વારા ફરિયાદકર્તાને લગભગ ૧૧ લાખ રૃપિયા પરત આપવામાં આવ્યા છે.
ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. દેશમાં આ દિવસોમાં LPG ગેસ માટે લોકોને લાંબી-લાંબી લાઈનો લગાવવી પડી રહી છે. તેનાથી લોકોને ઘણી અસુવિધા થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે ઇન્ડક્શનનો ઉપયોગ વધી ગયો છે. લોકો ઝડપથી ઇન્ડક્શન કુકટોપ ખરીદી રહ્યા છે. આ વીજળીથી ચાલતું એક સુવિધાજનક કુકિંગ એપ્લાયન્સ છે. પરંતુ તેના ઉપયોગ દરમિયાન થોડી બેદરકારીથી ઓવરહિટિંગ, ઇલેક્ટ્રિકલ શોક અને બેઝ ડેમેજનો જોખમ રહે છે.
જોકે, યોગ્ય કુકવેરની પસંદગી અને સમયસર સફાઈ જેવા નાના પગલાં આ જોખમોથી બચાવી શકે છે. તેથી આજે વાત ઇન્ડક્શનના ઉપયોગની બેઝિક સેફ્ટી ટિપ્સની. સાથે જ જાણીશું અને તેના સવાલોના જવાબ સાથે કે- ઇન્ડક્શન કુકટોપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જવાબ- ઇન્ડક્શન એક રસોઈ ઉપકરણ છે, જે વીજળીથી ચાલે છે. તેમાં ગેસ કે ડાયરેક્ટ હીટને બદલે મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ થાય છે. ઇન્ડક્શન પર વાસણ મૂકતા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ઊર્જા સપાટીને ગરમ કરવાને બદલે સીધા વાસણના તળિયાને ગરમ કરે છે. આનાથી ઊર્જાની બચત થાય છે. વાસણ હટાવતા જ હીટિંગ તરત બંધ થઈ જાય છે, જેનાથી તે પૂરતું સુરક્ષિત પણ માનવામાં આવે છે. તેને ‘ઇન્ડક્શન કુકટોપ’ પણ કહે છે. પ્રશ્ન- શું ગેસ, હીટર, સ્ટોવમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય વાસણો ઇન્ડક્શનમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે? જવાબ- હા, આજકાલ બજારમાં મળતા ઇન્ડક્શન પર લગભગ બધા વાસણો કામ કરે છે. જોકે, મેગ્નેટિક કુકવેર જેવા કે કાસ્ટ આયર્ન અને સ્ટેનલેસ સ્ટીલ તેના માટે વધુ સારા હોય છે. તમે મેગ્નેટની મદદથી તેને ચેક કરી શકો છો. જો મેગ્નેટ વાસણના તળિયે ચોંટી જાય, તો તે ઇન્ડક્શન માટે યોગ્ય છે. એલ્યુમિનિયમ, તાંબુ, કાચ કે માટીના વાસણો તેના પર કામ કરતા નથી. પ્રશ્ન- ઇન્ડક્શન પર રસોઈ બનાવવાની રીત શું છે? સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રક્રિયા જવાબ- ઇન્ડક્શન પર રસોઈ બનાવવી ખૂબ જ સરળ છે. યોગ્ય વાસણ, યોગ્ય સેટિંગ અને થોડી સાવચેતીથી સુરક્ષિત રીતે ઇન્ડક્શન પર રસોઈ કરી શકાય છે. –
પ્રશ્ન- ઇન્ડક્શનનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? જવાબ- ઇન્ડક્શનનો ઉપયોગ સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. પરંતુ કેટલીક ભૂલો ઓવરહિટિંગ, ઇલેક્ટ્રિક શોક અથવા નુકસાનનું કારણ બની શકે છે. તેથી, તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. તેને નીચે આપેલા ગ્રાફિકથી સમજો- પ્રશ્ન- ઇન્ડક્શન પર રસોઈ બનાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ? જવાબ- ઇન્ડક્શન પર રસોઈ કરવી સરળ છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલો નુકસાન અથવા જોખમનું કારણ બની શકે છે. તેથી તેમને ટાળવું જરૂરી છે- પ્રશ્ન- ઇન્ડક્શનની સફાઈ કરવાની સાચી રીત કઈ છે? જવાબ- રોજિંદા ધોરણે ઇન્ડક્શનની યોગ્ય રીતે સફાઈ કરવી જરૂરી છે, જેથી તેની કાર્યક્ષમતા અને આયુષ્ય જળવાઈ રહે. નીચે આપેલા ગ્રાફિક્સમાંથી તેની સાચી રીત સમજો- પ્રશ્ન- કઈ ભૂલો-બેદરકારીને કારણે ઇન્ડક્શન જલ્દી ખરાબ થાય છે? તેને લાંબા સમય સુધી ચાલે તે માટે કેવી રીતે મેન્ટેન કરવું? જવાબ- ઇન્ડક્શનનું આયુષ્ય ઉપયોગ અને નિયમિત જાળવણી પર આધાર રાખે છે. નાની-નાની ભૂલો તેને જલ્દી ખરાબ કરી શકે છે, જ્યારે યોગ્ય કાળજીથી તે લાંબા સમય સુધી સુરક્ષિત અને વધુ સારી રીતે ચાલે છે. જેમ કે- ઇન્ડક્શન સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન- શું ઇન્ડક્શન ગેસના ચૂલા કરતાં વધુ સુરક્ષિત છે? જો હા, તો કેવી રીતે? જવાબ- હા, ઇન્ડક્શન ચૂલો ગેસના ચૂલાની સરખામણીમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. તેમાં ખુલ્લી આગ હોતી નથી, તેથી આગ લાગવાનો ભય ઓછો રહે છે. તે ફક્ત વાસણના સંપર્કમાં આવવાથી જ ગરમ થાય છે, જેનાથી દાઝી જવાનું જોખમ ઓછું થાય છે. પ્રશ્ન- શું ઇન્ડક્શન ગેસના ચૂલા કરતાં સસ્તો પડે છે? જવાબ- હા, ઇન્ડક્શન ચૂલો ઘણા કિસ્સાઓમાં ગેસ કરતાં સસ્તો પડી શકે છે. તે વીજળી પર ચાલે છે અને ઊર્જાનો ઉપયોગ ઝડપથી કરે છે, જેનાથી ગરમીનો વ્યય ઓછો થાય છે. જોકે, કુલ ખર્ચ તમારા વીજળીના દર અને LPG કિંમત પર આધાર રાખે છે, તેથી દરેક ઘરમાં ફરક હોઈ શકે છે. પ્રશ્ન- શું ઇન્ડક્શનને લાંબા સમય સુધી ચલાવવું સુરક્ષિત છે? જવાબ- હા, ઓવરહીટ થવાથી ઇન્ડક્શન ઓટો કટ થઈ જાય છે. તેનો સાવચેતીપૂર્વક લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન- શું ઇન્ડક્શન પર રસોઈ બનાવતી વખતે વેન્ટિલેશન જરૂરી છે? જવાબ- હા, ઇન્ડક્શન પર રસોઈ બનાવતી વખતે પણ વેન્ટિલેશન જરૂરી હોય છે. જોકે તેમાં ધુમાડો કે ગેસ બનતો નથી, પરંતુ રસોઈ બનાવતી વખતે વરાળ, ગંધ અને તેલના ધુમાડા નીકળે છે, જેને બહાર કાઢવા માટે પૂરતા વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઈએ.
હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે.
હાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી
લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે
મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છેહાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી છે. લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, અગાઉ એક નિશ્ચિત ઉંમર સુધી હાર્ટ એટેક આવતો હતો, પરંતુ હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે.
સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં કાર્ડિયોવસ્ક્યુલર બિમારી વધી રહી છે. દર વર્ષે મહિલાઓના થતા મૃત્યુમાં 35 ટકા મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. મહિલાઓમાં હ્રદય સંબંધિત બિમારીઓ બાબતે જાગૃતતા આવે તે જરૂરી છે. મહિલાઓમાં કાર્ડિયોવૈસ્ક્યુલર ડિસીઝ (હ્રદય રોગ સંબંધિત બિમારી) સાથે જોડાયેલ ગંભીર લક્ષણો વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
હ્રદય રોગના લક્ષણો
હ્રદય રોગ પ્રત્યે જાગૃતતાનો અભાવ અને મહિલાઓમાં હાર્ટ ડિસીઝ પ્રત્યેની સેંસેટિવિટીને કારણે મહિલાઓને હ્રદય સંબંધિત બિમારી થઈ રહી છે. જેના કારણે મહિલાઓ ઓછી ઉંમરે હાર્ટ એટેક અને હ્રદય રોગ સંબંધિત બિમારીનો શિકાર બની રહી છે. કેટલાક મામલે મહિલાઓમાં પુરુષોની સરખામણીએ હ્રદય રોગના લક્ષણો અલગ હોઈ શકે છે. જેમ કે, મહિલાઓને હાર્ટ એટેક પહેલા જડબામાં દુખાવો તાય છે, જે એક સામાન્ય લક્ષણ છે. ઉપરાંત ખભા અને ડાબી બાજુની છાતીમાં દુખાવો થાય છે. પીઠના ઉપરના ભાગ અને પેટના ઉપરના ભાગમાં વારંવાર દુખાવો થવો તે ગંભીર હાર્ટ એટેકનો સંકેત આપે છે. સતત પરસેવો થવો, ચક્કર આવવા તે કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ છે. કોઈપણ ભારે કામ ના કરવા છતાં હાથમાં દુખાવો થવો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
કઈ મહિલાઓને હાર્ટ એટેકનું જોખમ રહે છે
જે મહિલાઓની ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેકના કેસ હોય તેમને હ્રદય રોગનું જોખમ વધુ રહે છે. ઉપરાંત ડાયાબિટીસ 2, મેદસ્વીતા, હાઈપરટેંશન એટલે કે, હાઈ બીપીથી પીડિત મહિલાઓ હાર્ટ એટેક અને હ્રદય રોગનો શિકાર થાય છે. જે મહિલાઓનો કોલસ્ટ્રોલ હાઈ હોય અને મેનોપોઝ ચાલી રહ્યો હોય, ચિંતા અને ડિપ્રેસીવ મહિલાઓ, અનિંદ્રા લેતી મહિલાઓ, જે મહિલાઓ વધુ સ્મોકિંગ અને દારૂનું સેવન કરતી હોય તેઓ હ્રદય રોગનો શિકાર બને છે.
અમદાવાદના શિવરંજની બી.આર.ટી.એસ.બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે બુધવારે બપોરે અગમ્ય કારણસર એકાએક આગ લાગતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત આગ લાગી તે સમયે ગેટ ખુલ્લો નહીં હોવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગને કારણે પ્રિન્ટર સહિતની સામગ્રી ખાખ થઈ હતી. સદનસીબે ઈજા કે જાનહાની ટળી ગઈ હતી.આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બુધવારે બપોરે ૧૨.૪૫ કલાકે બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો.પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની ફાયર ટેન્કર,વોટર ટેન્કર સહિત ૧૧ ફાયરમેન,સ્ટેશન ઓફિસર સાથેના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી આગને ગણતરીની મિનીટમા હોલવી હતી.આગના કારણે પંખા તથા ઈલેકટ્રિક વાયરીંગ ખાખ થઈ ગયા હતા.
૨૭ માર્ચની તારીખ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વર્ષ ૧૯૬૪માં આ જ દિવસે રજૂ થયેલી ફિલ્મ ‘લીડર’ (Leader) માત્ર એક ફિલ્મ નહોતી, પણ એ સમયના સમાજ, રાજનીતિ અને કલાનો સંગમ હતી. એક શિક્ષક તરીકે જ્યારે હું આ ફિલ્મને જોઉં છું ત્યારે મને તેમાં રાષ્ટ્રપ્રેમ અને નૈતિકતાના પાઠ દેખાય છે, એક કવિ તરીકે મને તેની ગીત-રચનામાં આત્માનો અવાજ સંભળાય છે અને એક સાહિત્યકાર તરીકે મને તેમાં પાત્રોનું ઊંડાણ આકર્ષે છે.
૧૯૬૦નો દાયકો અને ફિલ્મની પૃષ્ઠભૂમિ ૧૯૬૦નો દાયકો એ ભારતીય હિન્દી ફિલ્મોનો ‘સુવર્ણ યુગ’ ગણાય છે. આ એ સમય હતો જ્યારે દેશ આઝાદીના થોડા વર્ષો પછી પોતાના પગ પર ઊભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ભ્રષ્ટાચાર, રાજકીય અસ્થિરતા અને યુવા પેઢીની આકાંક્ષાઓ ફિલ્મોના કેન્દ્રમાં હતી. રામ મુખર્જી દ્વારા નિર્દેશિત ‘લીડર’ ફિલ્મ આ તમામ પાસાઓને સચોટ રીતે રજૂ કરે છે. ૨૭ માર્ચ, ૧૯૬૪ના રોજ જ્યારે આ ફિલ્મ પડદા પર આવી, ત્યારે તેણે ભારતીય પ્રેક્ષકોને એક નવો ‘હીરો’ આપ્યો—જે માત્ર લડતો નથી, પણ વિચારે પણ છે. કલાકારોનું શાનદાર પ્રદાન: દિલીપ કુમાર અને વહીદા રહેમાન આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેના મુખ્ય કલાકારો હતા. દિલીપ કુમાર: ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા દિલીપ કુમારે આ ફિલ્મમાં ‘વિજય ખન્ના’ નામના પત્રકારનું પાત્ર ભજવ્યું હતું. તેમની અભિનય શૈલી એવી હતી કે જેમાં મૌન પણ ઘણું બધું કહી જતું. એક નેતા કેવો હોવો જોઈએ અને એક પત્રકારની શું જવાબદારી છે, તે દિલીપ સાહેબે પોતાની અદાકારીથી સાબિત કરી દીધું. વહીદા રહેમાન: તેમની સુંદરતા અને અભિનયની ગરિમાએ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હતા. રાજકુમારી રાજશ્રીના પાત્રમાં વહીદાજીએ જે નખરા અને ગંભીરતા બતાવી છે, તે આજે પણ અભિનય શીખતા વિદ્યાર્થીઓ માટે એક પાઠ્યપુસ્તક સમાન છે. દિલીપ કુમાર અને વહીદા રહેમાનની કેમિસ્ટ્રી પડદા પર જાદુ પાથરતી હતી. તેમની વચ્ચેના દ્રશ્યોમાં એક પ્રકારની સૌમ્યતા અને આદર જોવા મળતો હતો, જે આજની ફિલ્મોમાં કદાચ ક્યાંક ખોવાઈ ગયો છે. સંગીતનો જાદુ: નૌશાદ અને શકીલ બદાયુનીની જોડી ફિલ્મ ‘લીડર’ એ તેના સંગીત વગર અધૂરી છે. સંગીતકાર નૌશાદ સાહેબ અને ગીતકાર શકીલ બદાયુનીની જોડીએ આ ફિલ્મમાં એવા ગીતો આપ્યા છે જે આજે ૬૦ વર્ષ પછી પણ એટલા જ લોકપ્રિય છે. ૧. “અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં”: આ ગીત માત્ર ફિલ્મી ગીત નથી, પણ ભારતનું એક અઘોષિત દેશભક્તિ ગીત બની ગયું છે. મહમ્મદ રફી સાહેબના અવાજમાં આ ગીત સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે. ૨. “તેરે હુસ્ન કી ક્યા તારીફ કરું”: રોમેન્ટિક ગીતોમાં આ ગીત આજે પણ ટોચ પર છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદની ધૂન હૃદયને સ્પર્શી જાય છે. ૩. “મુઝે દુનિયાવાલો શરાબી ના સમઝો”: આ ગીતમાં દિલીપ કુમારે જે રીતે અભિનય કર્યો છે, તે અભિનયની એક ઊંચાઈ છે. (નોંધ: વાચક મિત્રો, ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’ ગીત ફિલ્મ ‘ગાઈડ’નું છે, પરંતુ ‘લીડર’ના ગીતો પણ તેટલા જ કાલજયી રહ્યા છે.) રાજકીય ડ્રામા અને સામાજિક સંદેશ ’લીડર’ ફિલ્મમાં તે સમયના રાજકીય ભ્રષ્ટાચાર અને લોકશાહીના મૂલ્યોની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં પત્રકાર વિજય ખન્ના જે રીતે સત્તા સામે અવાજ ઉઠાવે છે, તે દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. એક શિક્ષક તરીકે હું હંમેશાં માનું છું કે શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો નથી, પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પણ છે. આ ફિલ્મ એ જ સંદેશ આપે છે. ફિલ્મમાં કોમેડીના અંશો પણ છે, જે તેને બોરિંગ થવા દેતા નથી. દિલીપ કુમારની કોમિક ટાઈમિંગ પણ આ ફિલ્મમાં જોવા જેવી છે. ગંભીર પાત્રો ભજવવાની સાથે સાથે તેઓ હળવી ક્ષણોમાં પણ એટલા જ સ્વાભાવિક લાગે છે. વિશેષતા અને વારસો આ ફિલ્મની ખાસિયત એ હતી કે તેણે રાજકારણને માત્ર કાળા-ધોળા (Black and White) ચશ્માથી નથી જોયું, પણ તેની અંદર રહેલી જટિલતાઓને પણ સમજાવી છે. ફિલ્મના ડાયલોગ્સ આજે પણ એટલા જ પ્રાસંગિક લાગે છે. ૨૭ માર્ચ, ૧૯૬૪ના રોજ જ્યારે લોકો સિનેમા હોલમાંથી બહાર નીકળ્યા હશે, ત્યારે તેમના મનમાં માત્ર એન્ટરટેઈનમેન્ટ નહીં, પણ દેશ માટે કંઈક કરવાની તમન્ના પણ જાગી હશે. આ જ એક સફળ ફિલ્મની નિશાની છે. નિષ્કર્ષ: ક્લાસિક ફિલ્મોનું મહત્વ જૂની ફિલ્મો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ‘લીડર’ જેવી ફિલ્મો આપણને યાદ અપાવે છે કે સિનેમા એ માત્ર નૃત્ય અને ગીત નથી, પણ સમાજનું પ્રતિબિંબ છે. દિલીપ કુમારનો એ લુપ્ત થતો જતો અભિનય, નૌશાદનું પવિત્ર સંગીત અને શકીલ બદાયુનીના ઊંડા શબ્દો—આ બધું મળીને ‘લીડર’ને એક માસ્ટરપીસ બનાવે છે. આજે જ્યારે આપણે આ ફિલ્મને યાદ કરીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે સાચો ‘લીડર’ એ છે જે લોકોના હૃદયમાં સ્થાન બનાવે અને મૂલ્યો સાથે કદી બાંધછોડ ન કરે. ૨૭ માર્ચની આ તારીખ સિનેમાપ્રેમીઓ માટે હંમેશાં ‘લીડર’ની યાદો તાજી કરતી રહેશે. લેખક અશ્વિન ગોહિલ