Home Blog Page 244

Ahmedabad : અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન

અમદાવાદના શિવરંજની બી.આર.ટી.એસ.બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે બુધવારે બપોરે અગમ્ય કારણસર એકાએક આગ લાગતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત આગ લાગી તે સમયે ગેટ ખુલ્લો નહીં હોવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગને કારણે પ્રિન્ટર સહિતની સામગ્રી ખાખ થઈ હતી. સદનસીબે ઈજા કે જાનહાની ટળી ગઈ હતી.આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બુધવારે બપોરે ૧૨.૪૫ કલાકે બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો.પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની ફાયર ટેન્કર,વોટર ટેન્કર સહિત ૧૧ ફાયરમેન,સ્ટેશન ઓફિસર સાથેના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી આગને ગણતરીની મિનીટમા હોલવી હતી.આગના કારણે પંખા તથા ઈલેકટ્રિક વાયરીંગ ખાખ થઈ ગયા હતા.

​Article : સિનેમાના ઈતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ: ૨૭ માર્ચ અને ફિલ્મ ‘લીડર’ (૧૯૬૪)

0

​૨૭ માર્ચની તારીખ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વર્ષ ૧૯૬૪માં આ જ દિવસે રજૂ થયેલી ફિલ્મ ‘લીડર’ (Leader) માત્ર એક ફિલ્મ નહોતી, પણ એ સમયના સમાજ, રાજનીતિ અને કલાનો સંગમ હતી. એક શિક્ષક તરીકે જ્યારે હું આ ફિલ્મને જોઉં છું ત્યારે મને તેમાં રાષ્ટ્રપ્રેમ અને નૈતિકતાના પાઠ દેખાય છે, એક કવિ તરીકે મને તેની ગીત-રચનામાં આત્માનો અવાજ સંભળાય છે અને એક સાહિત્યકાર તરીકે મને તેમાં પાત્રોનું ઊંડાણ આકર્ષે છે.


​૧૯૬૦નો દાયકો અને ફિલ્મની પૃષ્ઠભૂમિ
​૧૯૬૦નો દાયકો એ ભારતીય હિન્દી ફિલ્મોનો ‘સુવર્ણ યુગ’ ગણાય છે. આ એ સમય હતો જ્યારે દેશ આઝાદીના થોડા વર્ષો પછી પોતાના પગ પર ઊભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ભ્રષ્ટાચાર, રાજકીય અસ્થિરતા અને યુવા પેઢીની આકાંક્ષાઓ ફિલ્મોના કેન્દ્રમાં હતી. રામ મુખર્જી દ્વારા નિર્દેશિત ‘લીડર’ ફિલ્મ આ તમામ પાસાઓને સચોટ રીતે રજૂ કરે છે. ૨૭ માર્ચ, ૧૯૬૪ના રોજ જ્યારે આ ફિલ્મ પડદા પર આવી, ત્યારે તેણે ભારતીય પ્રેક્ષકોને એક નવો ‘હીરો’ આપ્યો—જે માત્ર લડતો નથી, પણ વિચારે પણ છે.
​કલાકારોનું શાનદાર પ્રદાન: દિલીપ કુમાર અને વહીદા રહેમાન
​આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેના મુખ્ય કલાકારો હતા.
​દિલીપ કુમાર: ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા દિલીપ કુમારે આ ફિલ્મમાં ‘વિજય ખન્ના’ નામના પત્રકારનું પાત્ર ભજવ્યું હતું. તેમની અભિનય શૈલી એવી હતી કે જેમાં મૌન પણ ઘણું બધું કહી જતું. એક નેતા કેવો હોવો જોઈએ અને એક પત્રકારની શું જવાબદારી છે, તે દિલીપ સાહેબે પોતાની અદાકારીથી સાબિત કરી દીધું.
​વહીદા રહેમાન: તેમની સુંદરતા અને અભિનયની ગરિમાએ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હતા. રાજકુમારી રાજશ્રીના પાત્રમાં વહીદાજીએ જે નખરા અને ગંભીરતા બતાવી છે, તે આજે પણ અભિનય શીખતા વિદ્યાર્થીઓ માટે એક પાઠ્યપુસ્તક સમાન છે.
​દિલીપ કુમાર અને વહીદા રહેમાનની કેમિસ્ટ્રી પડદા પર જાદુ પાથરતી હતી. તેમની વચ્ચેના દ્રશ્યોમાં એક પ્રકારની સૌમ્યતા અને આદર જોવા મળતો હતો, જે આજની ફિલ્મોમાં કદાચ ક્યાંક ખોવાઈ ગયો છે.
​સંગીતનો જાદુ: નૌશાદ અને શકીલ બદાયુનીની જોડી
​ફિલ્મ ‘લીડર’ એ તેના સંગીત વગર અધૂરી છે. સંગીતકાર નૌશાદ સાહેબ અને ગીતકાર શકીલ બદાયુનીની જોડીએ આ ફિલ્મમાં એવા ગીતો આપ્યા છે જે આજે ૬૦ વર્ષ પછી પણ એટલા જ લોકપ્રિય છે.
​૧. “અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં”: આ ગીત માત્ર ફિલ્મી ગીત નથી, પણ ભારતનું એક અઘોષિત દેશભક્તિ ગીત બની ગયું છે. મહમ્મદ રફી સાહેબના અવાજમાં આ ગીત સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે.
૨. “તેરે હુસ્ન કી ક્યા તારીફ કરું”: રોમેન્ટિક ગીતોમાં આ ગીત આજે પણ ટોચ પર છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદની ધૂન હૃદયને સ્પર્શી જાય છે.
૩. “મુઝે દુનિયાવાલો શરાબી ના સમઝો”: આ ગીતમાં દિલીપ કુમારે જે રીતે અભિનય કર્યો છે, તે અભિનયની એક ઊંચાઈ છે.
​(નોંધ: વાચક મિત્રો, ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’ ગીત ફિલ્મ ‘ગાઈડ’નું છે, પરંતુ ‘લીડર’ના ગીતો પણ તેટલા જ કાલજયી રહ્યા છે.)
​રાજકીય ડ્રામા અને સામાજિક સંદેશ
​’લીડર’ ફિલ્મમાં તે સમયના રાજકીય ભ્રષ્ટાચાર અને લોકશાહીના મૂલ્યોની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં પત્રકાર વિજય ખન્ના જે રીતે સત્તા સામે અવાજ ઉઠાવે છે, તે દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. એક શિક્ષક તરીકે હું હંમેશાં માનું છું કે શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો નથી, પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પણ છે. આ ફિલ્મ એ જ સંદેશ આપે છે.
​ફિલ્મમાં કોમેડીના અંશો પણ છે, જે તેને બોરિંગ થવા દેતા નથી. દિલીપ કુમારની કોમિક ટાઈમિંગ પણ આ ફિલ્મમાં જોવા જેવી છે. ગંભીર પાત્રો ભજવવાની સાથે સાથે તેઓ હળવી ક્ષણોમાં પણ એટલા જ સ્વાભાવિક લાગે છે.
​વિશેષતા અને વારસો
​આ ફિલ્મની ખાસિયત એ હતી કે તેણે રાજકારણને માત્ર કાળા-ધોળા (Black and White) ચશ્માથી નથી જોયું, પણ તેની અંદર રહેલી જટિલતાઓને પણ સમજાવી છે. ફિલ્મના ડાયલોગ્સ આજે પણ એટલા જ પ્રાસંગિક લાગે છે.
​૨૭ માર્ચ, ૧૯૬૪ના રોજ જ્યારે લોકો સિનેમા હોલમાંથી બહાર નીકળ્યા હશે, ત્યારે તેમના મનમાં માત્ર એન્ટરટેઈનમેન્ટ નહીં, પણ દેશ માટે કંઈક કરવાની તમન્ના પણ જાગી હશે. આ જ એક સફળ ફિલ્મની નિશાની છે.
​નિષ્કર્ષ: ક્લાસિક ફિલ્મોનું મહત્વ
​જૂની ફિલ્મો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ‘લીડર’ જેવી ફિલ્મો આપણને યાદ અપાવે છે કે સિનેમા એ માત્ર નૃત્ય અને ગીત નથી, પણ સમાજનું પ્રતિબિંબ છે. દિલીપ કુમારનો એ લુપ્ત થતો જતો અભિનય, નૌશાદનું પવિત્ર સંગીત અને શકીલ બદાયુનીના ઊંડા શબ્દો—આ બધું મળીને ‘લીડર’ને એક માસ્ટરપીસ બનાવે છે.
​આજે જ્યારે આપણે આ ફિલ્મને યાદ કરીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે સાચો ‘લીડર’ એ છે જે લોકોના હૃદયમાં સ્થાન બનાવે અને મૂલ્યો સાથે કદી બાંધછોડ ન કરે. ૨૭ માર્ચની આ તારીખ સિનેમાપ્રેમીઓ માટે હંમેશાં ‘લીડર’ની યાદો તાજી કરતી રહેશે.
​લેખક અશ્વિન ગોહિલ

Rashi : 26 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજનો દિવસ તમારા માટે સકારાત્મક ઊર્જા લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થશે અને વરિષ્ઠોનો સહકાર મળશે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ અનાવશ્યક ખર્ચથી બચો. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ
આજે તમને આર્થિક લાભના સારા સંકેતો મળી રહ્યા છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. કોઈ જૂના મિત્ર અથવા સગા સાથે મુલાકાત મનને આનંદ આપશે. રોકાણ માટે દિવસ અનુકૂળ છે. પરિવારિક જીવન સુખમય રહેશે.

મિથુન
આજનો દિવસ થોડો ઉતાર-ચઢાવવાળો રહી શકે છે. કામમાં ધ્યાન અને ધીરજ રાખો. કોઈ બાબતે માનસિક તણાવ થઈ શકે છે. કોઈ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

કર્ક
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સિંહ
આજે તમને તમારા કામમાં સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી જવાબદારીઓ મળી શકે છે, જેને તમે સારી રીતે નિભાવશો. પરિવારનો સહકાર મળશે. ધનલાભના યોગ છે.

કન્યા
આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. પ્રવાસના યોગ છે. પરિવાર સાથે સમય સારો પસાર થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

તુલા
આજે તમને સંતુલન રાખવાની જરૂર છે. સંબંધોમાં મધુરતા જાળવો. ખર્ચામાં વધારો થઈ શકે છે, તેથી વિચાર કરીને ખર્ચ કરો. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો.

વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે અને સફળતા મળશે. ધનલાભના સારા યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

ધનુ
આજે તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. કારકિર્દીમાં આગળ વધવાના અવસર મળશે. પરિવારનો સહકાર મળશે. પ્રવાસના યોગ બની શકે છે. આત્મવિશ્વાસ વધશે.

મકર
આજનો દિવસ થોડો સાવધાનીભર્યો રહી શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરો. કાર્યક્ષેત્રમાં પડકારો આવી શકે છે, પરંતુ ધીરજ રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ
આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. મિત્રો અને પરિવારનો સહકાર મળશે. મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

મીન
આજનો દિવસ સામાન્ય રહેશે. કામમાં વધુ મહેનત કરવી પડશે. ધીરજ અને સંયમ રાખો. પરિવારનો સહકાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

Kachchh: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા

0

ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે કોલસાની સગડી તરફ વળવાનું શરૂ કર્યું છે. શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ભુજમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં શહેરના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે કોલસાની સગડી તરફ વળવાનું શરૂ કર્યું છે. શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે. નાના-મોટા હોટલ વ્યવસાયીઓથી લઈને ચાની લારીઓ ધરાવતા વેપારીઓ સુધી સૌ કોઈ તાત્કાલિક સગડી તૈયાર કરાવવા માટે કારીગરો પાસે દોડી રહ્યા છે, જેને કારણે કારીગરોને પણ તડાકો બોલી રહ્યો છે.

ભુજના કારીગરો પૈકી તોસિક થેબાએ જણાવ્યું હતું કે, હાલમાં ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની શહેરમાં અછત સર્જાઈ છે. જેને કારણે સ્વાભાવિક પણે જ હોટલ, રેસ્ટોરન્ટ, ચાની રેંકડીઓ સહિતના વેપારીઓને ગેસના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્યારે હવે ધંધા રોજગાર બંધ ન કરવા પડે તે માટે તેઓએ ગેસના વિકલ્પ તરીકે સગડીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

પરિણામે હાલ દરરોજ નાની અને મોટી મળી 16થી વધુ સગડીનું વેચાણ થઈ રહ્યું છે. હાલમાં રૂપિયા 1500થી લઈને રૂપિયા 25,000 સુધીની વિવિધ સાઈઝ અને ડિઝાઈનની સગડીઓની માગમાં ભારે ઉછાળો આવ્યો છે. વધતી માગને કારણે કારીગરોને અત્યારે સારો ધંધો મળી રહ્યો છે. અંતમાં તેમણે જે રીતે સગડીની માગમાં વધારો થયો છે તેને ધ્યાને લઈને સૌ કારીગરોએ લોખંડના ડેલા, બારણા, દરવાજા, ખડકી અને દુકાનોના શટર બનાવવા સહિતની કામગીરી હાલ પૂરતી બાજુએ મૂકી સંપૂર્ણ ધ્યાન સગડી બનાવવામાં કેન્દ્રીત કર્યું છે. ગેસની અછત કેટલો સમય રહેશે તેની અનિશ્ચિતતા વચ્ચે હાલ તો કોલસાની સગડી વેપારીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

Sports : 11 ક્રિકેટ ચાહકોની યાદમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રહેશે, મૃતકોને RCBની શ્રદ્ધાંજલિ

0

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025માં RCBએ તેનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો, ત્યારે વિક્ટરી પરેડમાં થયેલી નાસભાગમાં 11 ક્રિકેટ ચાહકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારાની સ્મૃતિમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા માટે ખાલી રહેશે. આઈપીએલમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ આ 11 સીટની ટિકિટ નહીં વેચાય.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ વેંકટેશ પ્રસાદે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ કોઈના દુઃખને યાદ કરાવવાનો નહીં, પરંતુ જે લોકોએ રમત પ્રત્યેના પ્રેમને કારણે જીવ ગુમાવ્યો છે તેમને સન્માન આપવાનો છે. આ સ્મારક લિવરપૂલના હિલ્સબરો મેમોરિયલ જેવું જ હશે, જે ફૂટબોલ જગતમાં ચાહકોની યાદમાં બનાવાયું છે.

નોંધનીય છે કે, નવી સિઝનની શરૂઆત પહેલા RCB તેમની પ્રથમ હોમ મેચ રમશે, ત્યારે સ્ટેડિયમની જાયન્ટ સ્ક્રીન પર તમામ 11 પીડિતોના નામ દર્શાવાશે અને તેમના માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે.

4 જૂન 2025ના રોજ હજારોની ભીડ RCBના 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવાના જશ્ન મનાવવા માટે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જવા માટે ઉમટી હતી. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, જેનાથી અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Gir Somnath : તાલાલાનો વિવાદિત યુટ્યુબર “રોયલ રાજા” પોલીસના સકંજામાં, ઘરેથી મળ્યો દારૂનો મોટો જથ્થો

0

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સોશિયલ મીડિયા પર પોતાની અનોખી સ્ટાઈલથી જાણીતો બનેલો યુટ્યુબર “રોયલ રાજા” ફરી એકવાર કાયદાકીય સકંજામાં ફસાયો છે

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સોશિયલ મીડિયા પર પોતાની અનોખી સ્ટાઈલથી જાણીતો બનેલો યુટ્યુબર “રોયલ રાજા” ફરી એકવાર કાયદાકીય સકંજામાં ફસાયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગુંદાળા ગામે “રોયલ રાજા” ના નિવાસસ્થાને દરોડો પાડતા વિદેશી દારૂ ઝડપાયો છે. જોકે, પોલીસના આગમન સાથે જ આરોપી યુટ્યુબર પોલીસને ચકમો આપીને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે યુટ્યુબર રોયલ રાજાના ઘરે ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે ઘરની જડતી લેતા 249 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 2.02 લાખનો દારૂ, મોબાઈલ ફોન અને એક ઇલેક્ટ્રિક બાઇક (ઇ-બાઇક) સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની ગાડીઓ ગુંદાળા ગામે પહોંચતા જ યુટ્યુબર “રોયલ રાજા” સતર્ક થઈ ગયો હતો અને પોલીસ પકડમાં આવે તે પહેલા જ તે અદ્રશ્ય થઈ ગયો હતો. ગીર સોમનાથ પોલીસે આ મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યુટ્યુબર અગાઉ પણ અનેક વિવાદિત વીડિયો અને પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહ્યો છે.

Gujarat : નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો

0

નર્મદા જિલ્લામાં પવિત્ર ‘ઉત્તરવાહિની પંચકોષી નર્મદા પરિક્રમા’નો પ્રારંભ ગત ૧૯મી માર્ચથી થઈ ચૂક્યો છે. આ આસ્થાના પર્વમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશના અન્ય ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા નર્મદાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ અંતર્ગત એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ પરિક્રમાર્થીઓએ નદી પાર કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સુરક્ષા નિયમો અને દંડની જોગવાઈ

  • મુસાફરો માટે: નાવડીમાં બેસનાર દરેક મુસાફરે ફરજિયાતપણે લાઇફ જેકેટ પહેરવાનું રહેશે. જે મુસાફર લાઈફ જેકેટ નહીં પહેરે તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 100નો દંડ વસૂલવામાં આવશે.
  • ઇજારદારો માટે: જો નાવડીના ઇજારદાર (ઓપરેટર) દ્વારા લાઈફ જેકેટ પૂરા પાડવામાં કે પહેરાવવામાં કોઈ પણ પ્રકારની ચૂક થશે, તો તેમની પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવશે.
  • જાગૃતિ: આ નિયમો અંગેના જરૂરી બોર્ડ અને બેનરો લગાવવાની જવાબદારી સંબંધિત ઇજારદારે નિભાવવાની રહેશે.
  • અમલીકરણ અને જવાબદારી: વહીવટી તંત્રએ આ નિયમોના અમલ માટે અલગ-અલગ વિભાગોને જવાબદારી સોંપી છે:
  • પોલીસ વિભાગ: મુસાફરો પાસેથી દંડ વસૂલવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
  • માર્ગ અને મકાન વિભાગ (પંચાયત): ઇજારદારો પાસેથી નિયત દંડ વસૂલવાની જવાબદારી કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વિભાગ, રાજપીપળાની રહેશે.

આ જાહેરનામું 18 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:00 કલાક સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Surat : આશ્રમના નામે અશ્લીલતા અને છેતરપિંડી, યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ

0

સુરતના ધાર્મિક અને યોગ ક્ષેત્રે એક મોટી સનસનાટી મચી ગઈ છે. યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપની કહેવાતી ‘કામલીલા’ અને આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ આશ્રમના જ એક પૂર્વ સાધકે કર્યો છે. પૂર્વ સાધકે કરેલા ગંભીર આક્ષેપો અને રજૂ કરેલા પુરાવાઓએ આ કથિત ગુરુના અસલી ચહેરાને બેનકાબ કરી દીધો છે.

આશ્રમના પૂર્વ સાધકનો આક્ષેપ છે કે પ્રદીપ ગુરુ મહિલાઓ પ્રત્યે અત્યંત અશ્લીલ માનસિકતા ધરાવતો હતો. તે સાધ્વીઓ અને મહિલા ભક્તો સાથે બિભત્સ વાતો કરતો અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડતો હતો. જો કોઈ મહિલા તેનો વિરોધ કરે અથવા અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે, તો તેને મોટી રકમની લાલચ આપી અથવા પૈસા આપીને ચૂપ કરાવી દેવામાં આવતી હતી.

પૂર્વ સાધકે એક ચોંકાવનારો પુરાવો રજૂ કર્યો છે કે પ્રદીપ ગુરુ આશ્રમમાં આવતી યુવતીઓ પાસે અગાઉથી જ લખાણ કરાવી લેતો હતો. આ લખાણમાં એવું લખાવવામાં આવતું કે “અમે અમારી મરજીથી આશ્રમમાં આવીએ છીએ,” જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી આવે તો તે પોતાની જાતને બચાવી શકે.માત્ર અશ્લીલતા જ નહીં, પણ આર્થિક રીતે પણ તે લોકોને ચૂનો લગાવતો હોવાના આક્ષેપ થયા છે. આશ્રમના વિકાસના નામે સાધકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ, જ્યારે સાધકો પોતાના પૈસા પાછા માંગતા, ત્યારે પ્રદીપ તેમને જાનથી મારી નાખવાની કે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતો હતો. પૂર્વ સાધકે પ્રદીપની ધમકીભરી ઓડિયો ક્લિપ પણ મીડિયા સમક્ષ રજૂ કરી છે.

Entertainment : અનુપમાના થશે ત્રીજા લગ્ન, 2 છૂટાછેડા બાદ ફરી વસશે ઘર, કોણ છે આ નવો હીરો?

0

ટીવી શો અનુપમામાં એક નવો ટ્રેક શરૂ થયો છે, જેમાં દિગ્વિજય પાત્રની એન્ટ્રી જોવા મળશે. સચિન ત્યાગી આ ભૂમિકા ભજવી રહ્યા છે. સચિનના આગમનથી અનુપમાના જીવનમા એક નવો વળાંક આવશે.

રાજન શાહીનો લોકપ્રિય શો અનુપમા વર્ષોથી હિન્દી પ્રેક્ષકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોમાં અત્યારે એક નવો ટ્રેક શરૂ થયો છે, જેમાં અનુપમા પોતાના પરિવારને છોડીને એક સફર પર નીકળી છે. આ નવા સફરમાં મેકર્સે એક મિસ્ટ્રી મેનની એન્ટ્રી કરાવી છે, જેનું નામ દિગ્વિજય છે. આ પાત્ર જાણીતા અભિનેતા સચિન ત્યાગી ભજવી રહ્યા છે. શોમાં તેનું પાત્ર થોડું કડક સ્વભાવનું છે, જેની અનુપમા સાથે બિલકુલ બનતી નથી. ફેન્સને આશા છે કે ભવિષ્યમાં આ બંને વચ્ચે રોમેન્ટિક ટ્રેક શરૂ થઈ શકે છે.

સચિન ત્યાગી ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. તેણે રાજન શાહીના જ બીજા ફેમસ શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મનીષ ગોયન્કાનું પાત્ર 8 વર્ષ સુધી ભજવ્યું હતું. સચિન મેરઠના વતની છે અને હિન્દુ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. અંગત જીવનની વાત કરીએ તો, તેણે બે વાર લગ્ન કર્યા છે. તેની બીજી પત્ની ફેમસ ટીવી અભિનેત્રી રક્ષંદા ખાન છે. વર્ષ 2006માં કુછ અપને કુછ પરાયેના સેટ પર તેમની મુલાકાત થઈ હતી અને 2014માં તેમણે લગ્ન કર્યા હતા.

સચિન ત્યાગી 1993માં મુંબઈ આવ્યા ત્યારે તેઓ સિંગર બનવા માગતા હતા. શરૂઆતમાં તેણે કાર ટ્રેડર તરીકે પણ કામ કર્યું હતું. 2003માં તેણે પોતાનું મ્યુઝિક આલ્બમ લોન્ચ કર્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ 2004માં ફેમિલી બિઝનેસ શો દ્વારા તેમણે એક્ટિંગમાં પદાર્પણ કર્યું. 2007માં તેણે સિંગિંગ રિયાલિટી શો ઝૂમ ઈન્ડિયા જીત્યો હતો. તેણે તુમ્હારી દિશા, રામાયણ, તેરે શહેર મેં, સ્વરાગિની અને વો તો હૈ અલબેલા જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે.

શોમાં અત્યાર સુધી અનુપમાના બે લગ્ન બતાવવામાં આવ્યા છે. પહેલા વનરાજ શાહ સાથે, જેણે કાવ્યા માટે અનુપમાને દગો આપ્યો હતો. ત્યારબાદ અનુપમાએ અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે જો ટીઆરપી (TRP) વધારવા માટે મેકર્સ અનુપમા અને દિગ્વિજયની જોડી બનાવે, તો પ્રેક્ષકો માટે તે આશ્ચર્યજનક નહીં હોય, કારણ કે ટીવી શોમાં TRP માટે બધું જ શક્ય છે.

Entertainment : Bhooth Banglaમાં નાની ઉંમરની સાથે અક્ષયનો રોમાન્સ, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, શું કહ્યું ખિલાડીએ?

0

અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ભૂત બાંગ્લોમાં તેના કરતા 26 વર્ષ નાની વામિકા ગબ્બી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જેના કારણે તેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ભૂત બંગ્લા ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની આખી ટીમ હાલમાં જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું છે, જેમાં અક્ષય કુમાર અભિનેત્રી વામિકા ગબ્બી સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ જોડીને કારણે અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વામિકા ઉંમરમાં અક્ષય કરતા 26 વર્ષ નાની છે.

અક્ષય કુમાર હાલ 58 વર્ષના છે, જ્યારે વામિકા ગબ્બીની ઉંમર 32 વર્ષ છે. ટ્રોલ થયા બાદ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તો શું થયું? શું આપણે આવું પહેલા ક્યારેય જોયું નથી? હોલીવુડમાં પણ આવું બને છે. ક્યારેક સ્ક્રિપ્ટની માંગ હોય છે. રિયલ લાઈફમાં પણ ઘણા લોકો પોતાનાથી મોટી કે નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

ફિલ્મના નિર્દેશક પ્રિયદર્શન પણ અક્ષયના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે એનટીઆર અને એમજીઆર જેવા દિગ્ગજ કલાકારો માનતા હતા કે વાસ્તવિક ઉંમર અને ફિલ્મી ઉંમરમાં ઘણો તફાવત હોય છે. ફિલ્મમાં કલાકાર જે ઉંમરનો દેખાય છે તે તેની અસલી ઉંમર દર્શાવતી નથી. લોકો કલાકારોને તેમની ફિલ્મી ઉંમરના આધારે જ પસંદ કરતા હોય છે.

પ્રિયદર્શને વધુમાં ઉમેર્યું કે જ્યારે તેઓ તબ્બુ કે અક્ષય સાથે શૂટિંગ કરે છે, ત્યારે તેમને કોઈ વાંધો આવતો નથી. દર્શકો જ્યારે ફિલ્મ જુએ છે ત્યારે તેમને પણ કોઈ તકલીફ પડતી નથી, કારણ કે બધું પાત્ર અને ફિલ્મમાં બતાવેલી ઉંમર પર નિર્ભર હોય છે. શૂટિંગ દરમિયાન કદાચ કોઈને જોડી અજીબ લાગે, પણ ઉંમરના તફાવતથી કોઈ ફરક પડતો નથી.