Home Blog Page 251

Entertainment : Golmaal 5 માં ‘ખિલાડી’ ના રોલ પરથી ઉંચકાયો પડદો, અક્ષય કુમારનો આ લુક થયો વાયરલ

0

બોલિવૂડમાં જ્યારે કોમેડી ફિલ્મોની વાત આવે છે, ત્યારે રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીનું નામ સૌથી ઉપર લેવાય છે. અત્યાર સુધીના ચારેય ભાગોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને હવે ‘ગોલમાલ 5’ તૈયાર થઈ રહી છે. આ વખતે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર પણ આ પાગલપંતીમાં જોડાવા જઈ રહ્યા છે.

તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ ફિલ્મનો એક જાહેરાત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં અક્ષય કુમારના ટાલવાળા (Bald) દેખાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી જ એવી અટકળો તેજ થઈ હતી કે અક્ષય કુમાર આ ફિલ્મમાં કોઈ અતરંગી અને અલગ અંદાજમાં જોવા મળશે. અક્ષયે પોતે પણ આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા બદલ ભારે ખુશી વ્યક્ત કરી છે.

ફિલ્મમાં અક્ષય કુમારની ભૂમિકા વિશે અત્યાર સુધી ઘણી ચર્ચાઓ થઈ છે. તાજેતરના અહેવાલો મુજબ, અક્ષય આ ફિલ્મમાં મુખ્ય હીરો નથી પરંતુ તેનો રોલ અત્યંત પ્રભાવશાળી હશે. અક્ષયે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે, “અજય દેવગણ આ ફિલ્મનો મુખ્ય હીરો છે. હું મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો નથી, પણ મને એ વાતનો આનંદ છે કે રોહિત શેટ્ટીને હું આ ફિલ્મ માટે યોગ્ય લાગ્યો.”

માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર આ કોમેડી ડ્રામામાં ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે અથવા તો તેનો એક લાંબો કેમિયો હશે. ભલે સ્ક્રીન ટાઈમ ઓછો હોય, પણ અક્ષયનો અવતાર અને તેની કોમેડી ટાઈમિંગ દર્શકોના દિલ જીતી લેશે તેવી ખાતરી છે. અક્ષયનું માનવું છે કે તેના માટે રોલની લંબાઈ કરતાં ફિલ્મની વાર્તા વધુ મહત્વની છે.

‘ગોલમાલ 5’ માં અજય દેવગણની સાથે અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડેની જોડી ફરી જોવા મળશે. આ વખતે શરમન જોશી પણ પરત ફરી રહ્યા છે, જે ચાહકો માટે બોનસ છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની એન્ટ્રી આ ફિલ્મને આગલા લેવલ પર લઈ જશે તે નક્કી છે.

Ahmedabad : ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત હોવાની ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને વિતરણમાં કોઈ અવરોધ નથી. સાથોસાથ, હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોમર્શિયલ LPGના જથ્થામાં પણ વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ઈંધણના વિતરણ પર કોઈ પ્રતિબંધ કે રેશનિંગ નથી. લોકો ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી વિનંતી કરવામાં આવી છે. કિંમતોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથેની બેઠક બાદ સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરની ફાળવણીમાં 10 ટકાથી વધારીને 25 ટકા સુધીનો વધારો કર્યો છે. જે વિસ્તારોમાં હજુ PNG નેટવર્ક પહોંચ્યું નથી ત્યાં ફિશરીઝ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ- ઢાબા, હોટલ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં 25 ટકા, ડેરી ઇન્ડસ્ટ્રી 70 ટકા અને હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકાની ફાળવણી નક્કી કરાઈ છે.

સરકારે શહેરી વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જોડાણો વધારવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ અને 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક PNG જોડાણો કાર્યરત છે. આગામી 3 મહિનામાં વધુ 900 સોસાયટીઓને PNG નેટવર્કમાં આવરી લેવાનું આયોજન છે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ છે, ત્યાં વપરાશકર્તાઓએ LPG કનેક્શન સરેન્ડર કરવા પડશે. નવા PNG જોડાણ માટે CGD કંપનીઓ કામગીરી પૂર્ણ કરશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે કાળાબજાર ન થાય.

Sports : IPL 2026 માંથી બહાર થયો યશ દયાલ, RCBને વધુ એક મોટો ઝટકો

0

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર યશ દયાલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. RCB ના ડિરેક્ટર મો બોબટે આ જાહેરાત કરી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર યશ દયાલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. RCB ના ડિરેક્ટર મો બોબટે આ જાહેરાત કરી. નોંધનીય છે કે RCB ને જોશ હેઝલવુડના રૂપમાં પહેલેથી જ મોટો ઝટકો લાગ્યો છે. હેઝલવુડ પહેલી કેટલીક મેચો માટે બહાર થઈ ગયો છે.

RCB ના ડિરેક્ટર મો બોબટે જણાવ્યું હતું કે યશ દયાલ આ સીઝનમાં RCB માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેમણે વ્યક્તિગત સમસ્યાઓને કારણે આ નિર્ણય લીધો છે. જોકે, RCB એ હજુ સુધી તેમના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. એ જોવું રસપ્રદ રહેશે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝ યશ દયાલનું સ્થાન લેશે કે નહીં. યશ દયાલે ગયા સીઝનમાં RCB માટે સારી બોલિંગ કરી હતી, કુલ 13 વિકેટ લીધી હતી.

ટીમ બસ પોસ્ટરમાંથી યશ દયાલનો ફોટો ગાયબ છે. તાજેતરમાં યશ દયાલ અંગે અનેક અહેવાલો સામે આવ્યા છે. આ સિઝનમાં તે હજુ સુધી RCB ટીમના તાલીમ શિબિરમાં જોડાયો ન હતો, જેના કારણે તેની ભાગીદારી પર પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, ટુર્નામેન્ટ શરૂ થવાના માત્ર ચાર દિવસ પહેલા, RCB ટીમ ડિરેક્ટરે પુષ્ટિ આપી હતી કે તે આખી સિઝન માટે રમતથી દૂર છે. તાજેતરમાં, IPL 2026 માટે RCB ટીમ બસની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જ્યારે બધા ખેલાડીઓના ચહેરા દેખાતા હતા, ત્યારે યશ દયાલનો ફોટો ગાયબ હતો.

IPL 2026 ની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ 28 માર્ચે RCBના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. RCB આ સિઝનમાં પોતાનું ટાઇટલ બચાવવાનું લક્ષ્ય રાખશે.

Junagadh : ચૈત્રી નવરાત્રિએ ખોડિયાર મંદિરે પહોંચી સિંહ બેલડી, મંદિરના ઓટા પર પ્રદક્ષિણા કરતા વનરાજાના દ્રશ્યો વાયરલ

0

જૂનાગઢમાં બોરદેવી તરફ જવાના રસ્તે આવેલા પ્રખ્યાત ખોડિયાર માતાજીના મંદિરે સિંહની એક બેલડી પહોંચી હતી. આ સિંહ જોડીએ મંદિરના ઓટા પર જાણે માતાજીની પ્રદક્ષિણા કરી હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.

ગિરનારની પવિત્ર ભૂમિ પર ઘણીવાર વનરાજાના દર્શન થતા હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં એક અત્યંત વિરલ અને ભક્તિમય કહી શકાય તેવી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં બોરદેવી તરફ જવાના રસ્તે આવેલા પ્રખ્યાત ખોડિયાર માતાજીના મંદિરે સિંહની એક બેલડી પહોંચી હતી. આ સિંહ જોડીએ મંદિરના ઓટા પર જાણે માતાજીની પ્રદક્ષિણા કરી હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.

ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં રાત્રિના સમયે ગિરનારના જંગલમાંથી સિંહ અને સિંહણની એક જોડી ખોડિયાર મંદિરે આવી પહોંચી હતી. આ સિંહ બેલડીએ શાંતિપૂર્ણ રીતે મંદિરના ઓટા પર લટાર મારી હતી અને જાણે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર નજારો કોઈ સ્થાનિક અથવા ભક્તના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

મંદિરના પ્રાંગણમાં વનરાજાના આ આગમનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. લોકો આ દ્રશ્યોને માતાજીની શક્તિ અને પ્રકૃતિના અનોખા મિલન તરીકે જોઈ રહ્યા છે. ભક્તોમાં આ ઘટનાને લઈને ભારે આશ્ચર્યની સાથે ભક્તિભાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

World : 3 મહિનામાં ડબલ કરી LPGની સપ્લાય , ભારત માટે સંજીવની બન્યું આર્જેન્ટિના….

0

આર્જેન્ટિનાએ 2024 પહેલા ભારતમાં કોઈ LPG નિકાસ કરી ન હતી. જોકે, દેશ હવે ભારતના ગેસ બજારમાં મજબૂત અને સ્થિર હિસ્સો સ્થાપિત કરી રહ્યો છે. સરકારી માહિતી મુજબ આર્જેન્ટિનાનું કુદરતી ગેસ આધારિત LPG ઉત્પાદન જાન્યુઆરી 2026માં 2,59,000 ટન સુધી પહોંચ્યું હતું.

જ્યારે ગલ્ફ દેશોમાંથી તેલ અને ગેસનો નિયમિત પુરવઠો જોખમમાં મુકાય છે, ત્યારે ભારત જેવા મુખ્ય ગ્રાહક માટે નવા વિકલ્પો શોધવાનું મહત્વપૂર્ણ બની જાય છે. વૈશ્વિક કટોકટીના આ સમયમાં ભારતને એક નવો અને મજબૂત ઊર્જા ભાગીદાર મળ્યો છે. આર્જેન્ટિના, આ દક્ષિણ અમેરિકન દેશે ભારતમાં LPG પુરવઠો નોંધપાત્ર રીતે વધાર્યો છે, જેથી સામાન્ય ભારતીય ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે.

જ્યારે પણ પશ્ચિમ એશિયામાં કોઈ મોટો લશ્કરી સંઘર્ષ થાય છે, ત્યારે તેની પહેલી અસર ઉર્જા બજાર અને ઈંધણના ભાવ પર જોવા મળે છે. પરંતુ આ વખતે, ભારતે સમયસર તેના વિકલ્પો મજબૂત કર્યા છે. આર્જેન્ટિનાએ ફક્ત 2026ના પ્રથમ ત્રણ મહિનામાં જ 50,000 ટન LPG ભારતમાં મોકલ્યું હતું. જો આપણે વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો આ જથ્થો ફક્ત 22,000 ટન હતો. આનો અર્થ એ છે કે માત્ર ત્રણ મહિનામાં પુરવઠો બમણાથી વધુ થઈ ગયો છે. નિષ્ણાતો કહે છે કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં આર્જેન્ટિનાના બહિયા બ્લાન્કા બંદરથી આશરે 39,000 ટન ગેસ ભારતમાં મોકલવામાં આવ્યો હતો. તાજેતરમાં, 5 માર્ચે 11,000 ટન ગેસનું બીજુ કાર્ગો ભારત મોકલવામાં આવ્યું હતું.

આર્જેન્ટિનાએ 2024 પહેલા ભારતમાં કોઈ LPG નિકાસ કરી ન હતી. જોકે, દેશ હવે ભારતના ગેસ બજારમાં મજબૂત અને સ્થિર હિસ્સો સ્થાપિત કરી રહ્યો છે. સરકારી માહિતી મુજબ આર્જેન્ટિનાનું કુદરતી ગેસ આધારિત LPG ઉત્પાદન જાન્યુઆરી 2026માં 2,59,000 ટન સુધી પહોંચ્યું હતું. તેનું કુલ વાર્ષિક ઉત્પાદન 2024માં 2.6 મિલિયન ટનથી વધીને 2025માં 2.63 મિલિયન ટન થયું. વધુમાં આર્જેન્ટિના 2026માં તેના બાહિયા બ્લેન્કા પ્રોસેસિંગ પ્લાન્ટમાં એક નવું કુદરતી ગેસ લિક્વિડ્સ (NGL) ફ્રેક્શનેશન યુનિટ શરૂ કરવાની યોજના ધરાવે છે. આનાથી તેની ઉત્પાદન ક્ષમતા વધુ વધશે, જેનો સીધો લાભ ભવિષ્યમાં ભારત જેવા મોટા અને વિશ્વસનીય ખરીદનારને થશે.

આર્જેન્ટિના હવે ભારત માટે માત્ર કામચલાઉ ઉર્જા સપ્લાયર નથી, પરંતુ દક્ષિણ અમેરિકામાં એક મુખ્ય આર્થિક ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી અને નવેમ્બર 2025 વચ્ચે દ્વિપક્ષીય વેપાર 36.77% વધીને $6.34 બિલિયન સુધી પહોંચ્યો. આજે, ભારત આર્જેન્ટિનાનો પાંચમો સૌથી મોટો વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ બની ગયું છે. સોયાબીન અને સૂર્યમુખી તેલ, જેનો ઉપયોગ તમારા રસોડામાં થાય છે, તે પણ મોટાભાગે આર્જેન્ટિનાથી આવે છે. ભારત ત્યાંથી અનાજ, કઠોળ, તૈયાર ચામડું અને ઘણા આવશ્યક રસાયણોની નોંધપાત્ર માત્રામાં આયાત પણ કરે છે.

Article : निर्भीक पत्रकारिता के पर्याय: पवन माकन जी को जन्मदिवस की अनंत शुभकामनाएँ

0


अहमदाबाद। धानी मीडिया ग्रुप के संस्थापक और ‘पक्को गुजरात’, ‘महानगर मेट्रो’ एवं ‘CN 24 न्यूज’ के ग्रुप एडिटर श्री पवन माकन जी आज अपना जन्मदिवस मना रहे हैं। पत्रकारिता के क्षेत्र में अपनी एक अलग पहचान बनाने वाले पवन माकन जी के लिए आज का दिन उनके शुभचिंतकों, सहयोगियों और मीडिया जगत के लिए किसी उत्सव से कम नहीं है।

कलम की ताकत और अटूट संकल्प
पवन माकन जी का व्यक्तित्व केवल एक संपादक तक सीमित नहीं है, बल्कि वे भ्रष्टाचार के विरुद्ध आवाज उठाने वाले एक प्रखर योद्धा के रूप में जाने जाते हैं। अहमदाबाद से लेकर मुंबई तक, उनके नेतृत्व में ‘धानी मीडिया’ ने हमेशा जनहित के मुद्दों को प्रमुखता दी है। चाहे वह प्रशासनिक खामियों को उजागर करना हो या आम आदमी की आवाज को सत्ता के गलियारों तक पहुँचाना, माकन जी की कलम ने कभी समझौता नहीं किया।


धानी मीडिया: एक नया आयाम
उनके कुशल मार्गदर्शन में ‘महानगर मेट्रो’ और ‘पक्को गुजरात’ जैसे प्रकाशनों ने न केवल सूचना के क्षेत्र में नए कीर्तिमान स्थापित किए हैं, बल्कि डिजिटल क्रांति के इस दौर में ‘CN 24 न्यूज’ के माध्यम से पल-पल की खबरें जनता तक पहुँचाने का बीड़ा उठाया है। एक ग्रुप एडिटर के रूप में उनकी कार्यशैली अनुशासन, दूरदर्शिता और टीम भावना का जीवंत उदाहरण है।


सहयोगियों के प्रेरणास्रोत
संस्थान के सह-संपादक सरबजीत माकन और पूरी धानी मीडिया टीम के लिए पवन जी एक मार्गदर्शक की भूमिका में रहते हैं। नए पत्रकारों को तराशने और उन्हें निर्भीकता से रिपोर्टिंग करने का हौसला देने में उनकी महत्वपूर्ण भूमिका रही है। उनके जन्मदिन के शुभ अवसर पर आज कार्यालय में हर्षोल्लास का माहौल है और सोशल मीडिया पर भी उन्हें बधाई देने वालों का तांता लगा हुआ है।

“पत्रकारिता केवल पेशा नहीं, बल्कि समाज के प्रति एक जिम्मेदारी है।”
— पवन माकन

शुभकामनाओं का तांता
शहर के गणमान्य व्यक्तियों, प्रशासनिक अधिकारियों और मीडिया जगत की बड़ी हस्तियों ने पवन माकन जी को उनके उज्ज्वल भविष्य और दीर्घायु होने की मंगलकामनाएँ प्रेषित की हैं। हम सभी ईश्वर से प्रार्थना करते हैं कि उनकी कलम इसी तरह समाज को आईना दिखाती रहे और वे सफलता के नए शिखरों को छुएं।

Gandhinagar : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે.

ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોર્ડ બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં સાધુ સંતોનું આગમન થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બીલ રજૂ થાય તે પહેલા જ એક્સ પર એક પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે. દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે.ખૂબ મોટું રક્ષણ માતા બહેનોને મળશે.UCC કોઈ એક ધર્મ માટે નથી પણ બધા ધર્મ માટે સમાન છે. દેશમાં બીજા રાજ્ય તરીકે UCC લાવી રહ્યા છે. મુખ્યમંત્રીને હું ખૂબ અભિનંદન આપું છું.

ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025ની ચોથી ફેબ્રુઆરીએ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો મેળવ્યા હતાં. ત્યાર બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. આ અંગે કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળી હતી. હવે આ બિલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવશે.

World : ઈરાનમાં એક કરોડની નોટમાં એક બેગ ભરાય એટલું જ રાશન મળ્યું !

0

તેહરાન: ઈરાનનું અર્થતંત્ર એ હદે ખાડે ગયું છે કે સરકારે મોંઘવારી અને ફુગાવો વધી જતાં એક કરોડની નોટ ઈશ્યૂ કરવી પડી છે. ઈરાનની કરન્સી છે રિયાલ. એક કરોડ ઈરાની રિયાલમાં એક બેગ ભરાય એટલું રાશન પણ આવતું નથી. ઈરાનમાં એક કરોડની નોટ લઈને ખરીદી કરવા નીકળેલા આ વ્યક્તિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઈરાનનું અર્થતંત્ર યુદ્ધના કારણે બેહાલ થઈ ગયું છે. ઈરાનની સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં ૫૦ લાખ રિયાલની કરન્સી નોટ જાહેર કરી હતી. એનાથી કામ ચાલ્યું નહીં એટલે ઈરાને એક કરોડ રિયાલની કરન્સી નોટ જાહેર કરવી પડી. એક વ્યક્તિ એક કરોડની નોટ લઈને દુકાને શોપિંગ કરવા ગયો તેનો વીડિયો સામે આવ્યો છે. બ્રેડ ખરીદવામાં ૧૦ લાખ રિયાલ ખર્ચાઈ જાય છે. શાકભાજી, ઈંડા, તેલ કે દૂધ જેવી ચીજવસ્તુઓ લેવાની હોય અને ચાર સભ્યોના પરિવારને એક દિવસ ચાલે એટલું રાશન લેવાનું હોય એમાં જ એક કરોડ ખર્ચાય જાય છે. ઘણાં પરિવારોએ જણાવ્યું હતું કે એક જ પરિવારને ચાલે એટલી ચીજવસ્તુઓ લેવી હોય તો ત્રણ કરોડ રિયાલની જરૂર પડે છે.

ઈરાનમાં છેલ્લાં મહિનાઓમાં મોંઘવારી ૬૦ ટકાથી વધીને હવે ૧૦૦ ટકા થઈ ગઈ છે. ફુગાવો પણ અભૂતપૂર્વ વધ્યો છે. ઈરાનમાં એક કરોડ રિયાલ એટલે ભારતના ૭૨૫ રૂપિયા. એના પરથી કલ્પના થઈ શકે છે કે ઈરાનની કરન્સીનું કઈ હદે પતન થયું છે. ઈન્ટરનેશન મોનેટરી ફંડના કહેવા પ્રમાણે જો યુદ્ધ હજુ લાંબું ખેંચાશે તો ઈરાનમાં મોંઘવારી કાબૂ બહાર જતી રહેશે અને ઈરાની કરન્સીનું મૂલ્ય વધુ ગગડી જશે. કદાચ સરકારે બે કરોડ રિયાલની નોટ જાહેર કરવી પડે એવું પણ શક્ય છે.

Ahmedabad : અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1,35,57,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMCની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બાતમીના આધારે SMCએ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 25,793 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ખાસ કરીને ચંડીગઢ અને પંજાબમાં નિર્મિત હોવાનું બહાર આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 92,90,900 રૂપિયા જેટલી થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા 6 વાહનો, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે લીધી છે.

આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ગાંધીનગરના ભીયારામ ચૌધરી, મહેમદાવાદના આનંદ શાહ અને ચાવલજના દિનેશ ઝાલાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હરીશ જાટ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર કનવારારામ ચૌધરી, કાનારામ ચૌધરી તેમજ ટ્રકચાલક અને માલિક સહિત અન્ય 9 શખસો ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.

આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક પોલીસને કેમ ગંધ ન આવી તે એક મોટો સવાલ છે. હાલમાં તમામ પકડાયેલ આરોપીઓને આગળની કાયદેસરની તપાસ માટે કણભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

National : સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત!

0

સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ઠેરવ્યું છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ના મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન (PC) મેળવવા માટે હકદાર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંધારણની કલમ 142 હેઠળ પોતાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે.

કોર્ટે અવલોકન કર્યું કે, અત્યાર સુધી મહિલા અધિકારીઓ પ્રત્યે પ્રણાલીગત પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, મહિલા અધિકારીઓને ક્ષતિગ્રસ્ત અને ભેદભાવભર્યા મૂલ્યાંકન માળખાનો ભોગ બનવું પડ્યું હતું. વર્ષે માત્ર 250 મહિલા અધિકારીઓને જ પરમેનન્ટ કમિશન આપવાની મર્યાદા મનસ્વી છે અને તેને યોગ્ય માની શકાય નહીં. મહિલાઓના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (ACRs) અત્યંત બેદરકારીથી તૈયાર કરવામાં આવ્યા હતા, કારણ કે એવું માની લેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય PC માટે પાત્ર બનશે જ નહીં. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, “પુરુષ SSCOs એવી અપેક્ષા ન રાખી શકે કે પરમેનન્ટ કમિશન માત્ર પુરુષો માટે જ રહેશે. મહિલાઓને નકારવામાં આવેલો આ હક ભેદભાવનું પરિણામ હતું.”

સેનાના વિવિધ અંગો માટે કોર્ટે મહત્વપુર્ણ ચુકાદો આપ્યો હતો.

ભારતીય સેના: જે મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર હતી, તેઓએ 20 વર્ષની ક્વોલિફાઈંગ સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. તેઓ પેન્શન અને તમામ આનુષંગિક લાભો માટે પાત્ર ગણાશે. જોકે, આ આદેશ JAG અને AEC કેડરના અધિકારીઓને લાગુ પડશે નહીં.

ભારતીય નૌકાદળ: 2009 પછી ભરતી થયેલી તમામ મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર ગણાશે. મેડિકલ ફિટનેસને આધીન રહીને તેમને આ લાભ મળશે. કોર્ટે નૌકાદળની પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે પણ ટિપ્પણી કરી હતી.

ભારતીય વાયુસેના: કોર્ટે સ્વીકાર્યું કે જેમને કરિયર ડેવલપમેન્ટની સમાન તક નથી મળી, તેમને સેવાની લંબાઈના આધારે PC નકારી શકાય નહીં. જોકે, ઓપરેશનલ અસરકારકતાને ધ્યાનમાં રાખીને ફરીથી નિમણૂક આપવાને બદલે તેમને પેન્શન અને અન્ય આર્થિક લાભો આપવા પર ભાર મૂક્યો છે.

ભવિષ્ય માટે નવી દિશા: સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોમાં મૂલ્યાંકન પ્રક્રિયાની વ્યાપક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે, જેથી માળખાગત પૂર્વગ્રહો દૂર કરી શકાય અને ભવિષ્યમાં મહિલા અધિકારીઓને કોઈ પણ ગેરલાભ ન થાય.

વિગત શોર્ટ સર્વિસ કમિશન (SSC) પરમેનન્ટ કમિશન (PC)
કાર્યકાળ 10 થી 14 વર્ષ સુધી નિવૃત્તિ સુધી (સામાન્ય રીતે 20+ વર્ષ)
પેન્શન સંપૂર્ણ પેન્શન લાભો મળતા નથી પેન્શન અને તમામ નિવૃત્તિ લાભો પાત્ર
પદોન્નતિ ઉચ્ચ કમાન્ડ ભૂમિકાઓમાં મર્યાદિત તક વરિષ્ઠ નેતૃત્વના હોદ્દા સુધી પહોંચવાની તક
તક કરિયર વધારનારા કોર્સમાં ઓછી તક તમામ પ્રોફેશનલ કોર્સ અને ટ્રેનિંગની તક