Home Blog Page 270

Ahmedabad : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન

અમદાવાદના વાસણામાં વિધર્મી યુવકોએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા સગીરાનું નકલી આધારકાર્ડ બનાવ્યું હતુ, પરંતુ આ સમગ્ર ઘટના વાસણા પોલીસ સુધી પહોંચતા પોલીસે કિશોરી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી.

અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી.

આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે.

Gujarat : વડોદરાના સિંધી સમાજના ઇષ્ટદેવ પ્રભુ ઝુલેલાલના પ્રાકટ્ય દિને નવા વર્ષની ઉજવણી

0

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના પ્રાગટ્ય દિન ચેટી ચાંદ નિમિત્તે વારસિયા સ્થિત મંદિરે ભગવાનના દર્શનાર્થે વહેલી સવારથી સિંધી સમાજના આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા. ભવ્ય રોશનીથી મંદિર સહિત સ્થાનિકોએ પોતાના ઈષ્ટદેવના પ્રાગટ્ય દિન નવા વર્ષે પોતાના ઘરો રોશનીથી શણગારતા સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો.

વહેલી સવારે પાંચ વાગે ભગવાનનું મંદિર ખુલી જતા પ્રભુ ઝૂલેલાલને પારણે ઝુલાવવા સિંધી જનો ઉમટી પડતા લાંબી કતાર લાગી હતી. સવારે 5.30 વાગ્યાના સુમારે નીકળેલી પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં વારસિયા વિસ્તારના સ્થાનિકો જોડાયા હતા. વિસ્તારમાંથી પ્રભાત ફેરી સવારે 9 વાગે મંદિરે પરત ફરી હતી. આયો લાલ ઝુલેલાલના નારાથી મંદિર સતત ગુંજતું રહ્યું હતું. દિવસભરના વિવિધ સામાજિક કાર્યક્રમથી મંદિર સતત ધમધમતું રહ્યું હતું. બપોરે 12.30 વાગ્યાના સુમારે વિશાળ ભંડારો યોજાયો હતો. આ ઉપરાંત લહેરીપુરા મુનશી ખાચાના સિંધી વેપારીઓએ ઇષ્ટદેવ ઝુલેલાલના પ્રાગટ્યદિન એવા નવા વર્ષે પોતાના વેપાર ધંધા પણ બંધ રાખ્યા હતા.

Entertainment : એક જ વર્ષમાં બદલાયો મિજાજ! મહાકુંભની સાધ્વી મમતા કુલકર્ણી ફરી ગ્લેમરની દુનિયામાં પરત ફરી!

0

મમતા કુલકર્ણીનો નવો લુક જાહેર થયો છે. ગયા વર્ષે સાધ્વીનો રોલ ભજવનાર આ અભિનેત્રી ફરી એક ગ્લેમરસ બની ગઈ છે. તેનો લેટેસ્ટ લુક, જેમાં તે વન-પીસ પહેરેલી જોવા મળી રહી છે, તે ધ્યાન ખેંચી રહી છે.

બોલીવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પણ તેમનો રહસ્યમય અને ઝડપથી બદલાતો અવતાર છે. મહાકુંભ 2025 દરમિયાન મમતાએ પોતાની ચમકધમક ભરેલી જિંદગીને ત્યજીને સંન્યાસનો માર્ગ અપનાવવાનો એલાન કર્યો હતો, જેના કારણે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે વિરોધને કારણે બાદમાં તેને આ પદથી મુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી તે ભગવા વસ્ત્રોમાં અને સાધ્વી સ્વરૂપમાં જોવા મળ્યા, પરંતુ હવે તેના અંદાજમાં આવેલા અચાનક બદલાવે ફેન્સ વચ્ચે નવી ચર્ચા શરૂ કરી છે.

મમતા કુલકર્ણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો સાધ્વી અવતાર ક્યાંય જોવા મળતો નથી. આ વીડિયોમાં તેઓ સંપૂર્ણ રીતે આધુનિક અને ગ્લેમરસ લુકમાં ગોવા જઈ રહી છે. એરપોર્ટ પરથી પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં મમતાએ લાલ રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પહેરી છે, ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે તેઓ પોતાના જૂના ફિલ્મી દિવસોની યાદ અપાવે છે. ખાસ કરીને વીડિયોમાં તેણે પોતાના નવા મેટા AI સનગ્લાસેસને ફ્લોન્ટ કર્યા છે, જેના ભાવ તેણે અંદાજે 50 હજાર રૂપિયા જણાવ્યું છે. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગોવામાં એક ખાનગી જન્મદિવસ સેલિબ્રેશન ભાગ લેવા પહોંચ્યા છે.

મમતાની બદલાયેલી છબી જોઈને, સોશિયલ મીડિયા યુઝર્સે તેને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો તેના યુ-ટર્ન પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કટાક્ષમાં લખ્યું, શું સાધ્વી બનવાનું જુસ્સો દૂર થઈ ગયો છે? બીજાએ કોમેન્ટ કરી કે જ્યારે સ્ક્રીન પર કામ ઓછું હોય છે, ત્યારે લોકો વાસ્તવિક જીવનમાં જુદા જુદા પાત્રો ભજવવાનું શરૂ કરે છે. ફેન્સમાં ઘણી મૂંઝવણ છે કે શું મમતા હજુ પણ પોતાને સાધ્વી માને છે કે પછી સંપૂર્ણપણે પોતાનો ત્યાગ છોડીને ગ્લેમરની દુનિયામાં પાછી ફરી છે.

પોતાના અંગત જીવનના ઉતાર-ચઢાવ વચ્ચે, મમતા કુલકર્ણીએ લગભગ અઢી દાયકા પછી નાના પડદા પર પોતાની હાજરી નોંધાવી છે. તે ભારતી સિંહના લોકપ્રિય રસોઈ રિયાલિટી શો લાફ્ટર શેફ્સમાં મહેમાન તરીકે જોવા મળી હતી. આટલા વર્ષો પછી તેને પડદા પર જોઈને તેના લાંબા સમયના ફેન્સ ભાવુક થયા. તે શોમાં ઓરેન્જ રંગની સાડીમાં ભવ્ય દેખાતી હતી, જ્યાં તેણે માત્ર રસોઈ જ નહીં પરંતુ તેના સહ-કલાકારો સાથે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો. કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, આંદોલન, અને બાઝી જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યા પછી, મમતાના અભિનયની દુનિયામાં પાછા ફરવાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે શું તે બોલીવુડમાં પાછા ફરવાની યોજના છે.

Entertainment : હર્ષ લિંબાચિયાના ખોળામાં રમતો જોવા મળ્યો નાનકડો કાજુ, ભારતી સિંહે લાંબા સમય બાદ રિવીલ કર્યો ફેસ

0

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ તેમના બીજા પુત્ર, કાજુનો ચહેરો રિવીલ કર્યો છે. તેના વ્લોગમાં, આ કપલે તેમના પુત્ર કાજુનો ચહેરો રિવીલ કર્યો છે.

લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ આખરે તેમના નાના દીકરા યશવીર સિંહનો ચહેરો દુનિયા સામે રજૂ કર્યો છે. ભારતી પ્રેમથી તેના વહાલા દીકરાને ‘કાજુ’ કહીને બોલાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ફેન્સ આ ક્ષણની ખૂબ જ ઉત્તેજના સાથે રાહ જોઈ રહ્યા હતા. ભારતીએ તેના નવા વ્લોગ દ્વારા કાજુની પહેલી ઝલક બતાવીને સૌને ચોંકાવી દીધા છે. આ નાનકડા મહેમાનનો માસૂમ ચહેરો જોઈને સોશિયલ મીડિયા પર પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે. અનેક લોકોનું માનવું છે કે કાજુ બિલકુલ તેના પિતા હર્ષ જેવો જ દેખાય છે.

ભારતી સિંહે 19 ડિસેમ્બર, 2025ના રોજ પોતાના બીજા પુત્ર કાજુને જન્મ આપ્યો. તેણે હજુ સુધી પોતાના પુત્રનો ચહેરો રિવીલ કર્યો ન હતો. જોકે, હવે આ કપલે રાહનો અંત લાવીને ગોલાના નાના ભાઈનો ચહેરો રિવીલ કર્યો છે. આ કપલે પહેલી વાર વ્લોગ દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાના નાના પુત્રની ઝલક શેર કરી છે.

ગઈકાલે ભારતી અને હર્ષે ‘મીટ અવર કાજુ’ નામનો એક ખાસ વ્લોગ રજૂ કર્યો હતો, જેમાં તેઓએ પ્રથમ વખત તેમના પુત્ર યશવીરનો ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં ભારતીએ ખૂબ જ સુંદર રીતે ગુલાબની પાંખડીઓ વડે યશવીરનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે આ પાંખડીઓ હટાવતા જ પારણામાં સૂતેલા નાનકડા યશવીરની સુંદર ઝલક જોવા મળી હતી. આ મનમોહક દ્રશ્યોએ ફેન્સના દિલ જીતી લીધા છે. વ્લોગ દરમિયાન ભારતીએ તેના ફેન્સને એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, યશવીરનો ચહેરો કોના જેવો દેખાય છે?
Bharti Singh (1)

કાજુને જોતા જ ફેન્સે તેના પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તે બિલકુલ તેના પિતા હર્ષ જેવો દેખાય છે. એક ફેને લખ્યું કે કાજુનો ચહેરો હર્ષ અને તેના દાદા બંને સાથે ખૂબ મળતો આવે છે. અન્ય એક ફેને કહ્યું કે કાજુ તો હર્ષની બરાબર નકલ છે. ત્રીજા ફેને લખ્યું કે કાજુ ભારતી જેવો દેખાય છે, જ્યારે કાજુ હર્ષ જેવો લાગે છે. જોકે, હર્ષે પોતે વીડિયોમાં કહ્યું હતું કે તેના મત મુજબ કાજુ વધુ ભારતી જેવો દેખાય છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એક કોમેડી શોના સેટ પર મળ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેમણે 3 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન કર્યા. ત્યારબાદ, 2022માં તેમણે પોતાના પહેલા પુત્ર લક્ષ્યનો સ્વાગત કર્યું, જેને ગોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના બીજા પુત્ર યશવીરનો જન્મ 19 ડિસેમ્બર, 2025ના રોજ થયો, જેને કાજુ તરીકે ઓળખવામાં આવે છે.

Business : ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો

0

સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ શુક્રવારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં સવારના કારોબારમાં જ 2%થી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને મોટી રાહત મળી છે. જોકે, બજારમાં હજુ પણ ભારે અસ્થિરતાનો માહોલ છે અને આગળની દિશા અંગે અનિશ્ચિતતા યથાવત છે.

શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સવારના સત્રમાં સોનાના ભાવમાં 2.30% એટલે કે ₹3350નો વધારો થતા તે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,48,302 પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે ચાંદીમાં પણ આક્રમક તેજી જોવા મળી છે, જેમાં ₹8540ના વધારા સાથે ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,000ની સપાટીએ પહોંચ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળનું મુખ્ય કારણ ‘વેલ્યૂ બાયિંગ’ છે, જેમાં રોકાણકારોએ નીચા ભાવનો લાભ ઉઠાવીને ખરીદીમાં રસ દાખવ્યો છે.

શેરબજાર અને કિંમતી ધાતુઓના માર્કેટમાં આ અઠવાડિયે ભારે ઉથલપાથલ જોવા મળી છે. ખાસ કરીને ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો હતો. MCX પર સોનાના ભાવમાં 5%થી વધુનો કડાકો બોલાતા તે પ્રતિ 10 ગ્રામ ₹1,44,954 પર બંધ થયું હતું, જ્યારે ચાંદીના ભાવમાં પણ 7% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળ મુખ્યત્વે અમેરિકન ડૉલરનું મજબૂત થવું, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને વધતી જતી મોંઘવારી જેવા પરિબળો જવાબદાર માનવામાં આવે છે.

સમગ્ર સપ્તાહની વાત કરીએ તો, સોનાના ભાવમાં અંદાજે ₹10,600 એટલે કે લગભગ 7% જેટલો ધરખમ ઘટાડો થઈ ચૂક્યો છે. નિષ્ણાતોના મતે, જ્યારે ડૉલર મજબૂત બને છે ત્યારે સોના જેવી કિંમતી ધાતુઓ પર દબાણ વધે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણથી દૂર થઈ રહ્યા હોય તેવું જણાય છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરના વધતા વર્ચસ્વ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને આભારી છે.

નિષ્ણાતો માને છે કે ટૂંકા ગાળા માટે બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. જોકે, મધ્યમ અને લાંબા ગાળા માટે સોનાની સ્થિતિ હજુ પણ મજબૂત હોવાનું મનાય છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવતી ખરીદી સોનાના ભાવને મજબૂત ટેકો આપી શકે છે.

Sports : ‘મેં કહ્યું હતું કે તું એક દિવસ ધોની જેવો બનીશ..’, T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર સેમસન પર શશી થરુર ફિદા

0

કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારતીય ક્રિકેટર સંજુ સેમસનની જબરદસ્ત પ્રશંસા કરી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં થરૂરે સેમસન સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા જણાવ્યું કે, તેઓ સંજુ માટે એક ‘અંકલ’ સમાન છે અને તેને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવાની પણ ઈચ્છા ધરાવે છે.

શશી થરૂરે જણાવ્યું કે, જ્યારે સંજુ સેમસનને પહેલીવાર મળ્યો ત્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી. થરૂરે સંજુને કહ્યું હતું કે, “તું આગામી મહેન્દ્ર સિંહ ધોની બનીશ.”જ્યારે સંજુએ આ વાત કોચ ગૌતમ ગંભીરને કહી, ત્યારે ગંભીરે બહુ સચોટ જવાબ આપતા કહ્યું હતું કે, “તેને કોઈના આગામી બનવાની જરૂર નથી. તે પોતાની જાતનો જ પ્રથમ હોઈ શકે છે. તે પહેલો અને એકમાત્ર સંજૂ સેમસન બનવા જઈ રહ્યો છે.”

તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં સંજુ સેમસન બેટિંગ મોરચે હીરો રહ્યો હતો. થરૂરે કહ્યું કે, વર્લ્ડ કપની છેલ્લી ત્રણ મેચોમાં સંજુનું પ્રદર્શન અદભૂત હતું. તે મેદાન પર એકદમ શાંત અને એકાગ્ર જોવા મળ્યો હતો. થરૂરે સેમસનની સેમિ ફાઇનલ અને ફાઇનલ બંને મેચોમાં રમાયેલી સદીની ખુબ જ નજીકના આંકડાના તથા મહત્વની ઇનિંગ્સનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

શશી થરૂર ઈચ્છે છે કે, સંજુ સેમસન વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમમાં પણ વાપસી કરે. છેલ્લી ઇનિંગ્સમાં તેની સદી હતી તેમ છતાં તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેને તક મળવી જોઈએ. કદાચ તે એક દિવસ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ પણ રમશે.” થરૂરે વેસ્ટ ઇન્ડીઝ સામેની એક મેચને યાદ કરતા કહ્યું કે, “મેં ટીવી પર તેની આંખોમાં જે આત્મવિશ્વાસ જોયો હતો તેના પરથી જ કહી દીધું હતું કે આ છોકરો આજે આઉટ નહીં થાય. તે મેચમાં સંજુ 97 રને અણનમ રહ્યો હતો.”

થરૂરે સંજુના સ્વભાવ વિશે વાત કરતા કહ્યું કે, તે ખૂબ જ શિષ્ટ અને સરળ યુવાન છે. પ્રોટોકોલના કારણે મેચ દરમિયાન ક્યારેય વાત થતી નથી, પરંતુ સંજુએ થરૂરને તેમના જન્મદિવસ પર ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. થરૂરે ઉમેર્યું કે સંજુમાં પ્રતિભા હંમેશા હતી, બસ તેને યોગ્ય સમયે પોતાની જાતને સંભાળવાની જરૂર હતી જે તેણે કરી બતાવ્યું છે.

Gujarat : અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન

0

અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સાવરકુંડલા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ખાસ કરીને સેંજળ ગામે બાગાયતી ખેતી અને રહેણાંક મકાનોને વ્યાપક નુકસાન થતા જનજીવન પ્રભાવિત થયું છે.

મળતી માહિતી અનુસાર, સેંજળ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પાયે બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતે મહેનત પર પાણી ફેરવી દીધું છે. આંબા પર આવેલી કેરીઓ ભારે પવનના કારણે ખરી જતાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. જ્યારે પવનની ગતિ એટલી તેજ હતી કે કેળાના આખેઆખા લૂમ ધરાશાયી થયા છે અને પપૈયાના છોડ પણ ભાગી જતાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

માત્ર ખેતી જ નહીં, ગામમાં રહેણાંક વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યું છે. ભારે પવનને કારણે અનેક મકાનોના સિમેન્ટના પતરા અને શેડ કાગળની જેમ ઉડી ગયા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાએ દિવાલો પણ ધરાશાયી થઈ છે. છત ઉડી જતાં ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે.

આ કુદરતી હોનારત બાદ સેંજળ ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. અસરગ્રસ્તોએ માંગ કરી છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતીપાક અને મિલકતને થયેલા નુકસાનનો સંયુક્ત સર્વે કરવામાં આવે. પાયમાલ થયેલા ખેડૂતો અને જેમના ઘરને નુકસાન થયું છે તેમને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે. હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ

અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીં-ચીં હવે ધીમે-ધીમે શાંત થઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા અને તેમનું જતન કરવા માટે શહેરની સામાજિક સંસ્થા ‘એનિમલ લાઈફ કેર’ દ્વારા ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ (સેવ ધ સ્પેરો) અભિયાન તેજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરની બહાર ચકલીઓ માટે માળા (બખોલ) લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

સંસ્થાના કાર્યકરોનું કહેવું છે કે અગાઉના સમયમાં ઘરોની ડિઝાઈન એવી હતી કે જેમાં નાના ગોખલા અને છાજલીઓ રહેતી, જ્યાં ચકલીઓ આસાનીથી માળો બનાવી શકતી હતી. પરંતુ આધુનિક સિમેન્ટ-કોંક્રિટના મકાનોમાં આવી જગ્યાઓનો અભાવ હોવાથી ચકલીઓ પાસે રહેઠાણ બચ્યું નથી. વધતું જતું શહેરીકરણ, પ્રદૂષણ, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને ઘટતા જતા વૃક્ષો આ નાનકડા પક્ષીના અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદના પરિમલ ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું કે, ‘અગાઉના સમયમાં બાળકો ચકલીઓની વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજની પેઢી માટે ચકલી જોવી પણ દુર્લભ બની ગઈ છે. જો દરેક પરિવાર પોતાના આંગણે કે ગેલેરીમાં એક નાનો માળો અને પાણીનું કુંડું રાખે, તો આ પક્ષીને ફરી પાછું લાવી શકાય છે.’

એનિમલ લાઈફ કેર આગામી મહિનાઓમાં આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની યોજના ધરાવે છે. સંસ્થાના સ્વયંસેવકો શહેરના જૂના વિસ્તારો અને સોસાયટીઓમાં જઈને કૃત્રિમ માળાઓ લગાવી રહ્યા છે જેથી ચકલીઓને સુરક્ષિત પ્રજનન સ્થળ મળી રહે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પણ એટલી જ અનિવાર્ય છે.

Entertainment : ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

0

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. આ ફિલ્મે માત્ર બિઝનેસનો ઈતિહાસ જ નથી રચ્યો, પરંતુ બોલિવૂડ માટે સફળતાના નવા રેકોર્ડ સ્થાપી દીધા છે. જ્યાં અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મે વર્લ્ડવાઈડ 150 કરોડ રૂપિયાની ઓપનિંગ જોઈ નહોતી, ત્યાં ‘ધુરંધર 2’ એ પહેલા જ દિવસે 200 કરોડ રૂપિયાનો પહાડ પાર કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બુધવારના પ્રીવ્યુ શોથી જ પોતાની ધાક જમાવી દીધી હતી. ભારતમાં ફિલ્મે અંદાજે 120 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેમાં નેટ કલેક્શન 102 કરોડ રૂપિયાની આસપાસ છે. માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે 99 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. વિદેશી માર્કેટમાં પણ રણવીરનો જાદુ ચાલ્યો છે. અંદાજે $5 મિલિયન (48 કરોડ રૂપિયા) નું વિદેશી ગ્રોસ કલેક્શન નોંધાયું છે. પ્રીવ્યુ શો અને પહેલા દિવસની કમાણી મળીને ‘ધુરંધર 2’ એ કુલ 220 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે.

અત્યાર સુધી બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ જવાન (129 કરોડ રૂપિયા વર્લ્ડવાઈડ) ના નામે હતી, જે રેકોર્ડ હવે ‘ધુરંધર 2’ એ તોડી નાખ્યો છે. અત્યાર સુધી માત્ર ‘પુષ્પા 2’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ જેવી સાઉથની ફિલ્મો જ 200 કરોડ રૂપિયાની ઓપનિંગ મેળવી શકી હતી. રણવીરની આ ફિલ્મે હવે આ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. હિન્દી વર્ઝનમાં સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ (72 કરોડ રૂપિયા) ના નામે હતો, જે ‘ધુરંધર 2’ એ મોટા અંતરથી તોડી નાખ્યો છે.

ફિલ્મમાં ‘હમઝા’ ના પાત્રમાં રણવીર સિંહે જીવ રેડી દીધો છે. ફિલ્મની આ અભૂતપૂર્વ સફળતા જોઈને રણવીર સિંહ પોતે પણ ખુશી રોકી શક્યો નથી. મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણવીર સિંહ તેના લોકપ્રિય ગીત પર બેફિકર થઈને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં દિગ્દર્શક આદિત્ય ધર, તેમની પત્ની યામી ગૌતમ અને લીડ એક્ટ્રેસ સારા અર્જુન પણ ગદગદિત જોવા મળ્યા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે, ઈદના તહેવારનો ફિલ્મને જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે. જે રીતે લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે, તે જોતા આ વીકેન્ડ સુધીમાં ફિલ્મ વર્લ્ડવાઈડ 800 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે. આદિત્ય ધરે જે ઇન્ટેલિજન્સ સાથે આ ફિલ્મને બનાવી અને ઈદના મોકે રિલીઝ કરી, તેનો પૂરેપૂરો ફાયદો બોક્સ ઓફિસ પર દેખાઈ રહ્યો છે.

National : રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલ મહિનામાં મળશે ત્રણ ગણું અનાજ; કેન્દ્રની જાહેરાત

0

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ 2026 માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જો કે સરકારે આ રીતે એકસાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યું નથી.

સરકારે સંસદમાં માહિતી આપી હતી કે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે રાજ્ય અનુસાર આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હરિયાણા: 13.43 લાખ કાર્ડ રદ, રાજસ્થાન: 6.05 લાખ કાર્ડ રદ, ઉત્તર પ્રદેશ: 5.97 લાખ કાર્ડ રદ, પશ્ચિમ બંગાળ: 3.74 લાખ કાર્ડ રદ, મધ્ય પ્રદેશ: 2.60 લાખ કાર્ડ રદ કર્યા હોવાની માહિતી આપી હતી. ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી અપાત્ર લોકોને સિસ્ટમમાંથી બહાર કરી ખરા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવામાં સફળતા મળી છે.

સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) માં સુધારા માટે સરકાર પગલાં ભરી રહી છે. દેશની લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં હવે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. દેશના 99.2% લાભાર્થીઓને આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. 98.75% અનાજનું વિતરણ હવે આધાર આધારિત બાયોમેટ્રિક અથવા ડિજિટલ પ્રમાણીકરણ દ્વારા જ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ અનાજની ચોરી અટકાવવાનો અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.