Home Blog Page 272

Rajkot : LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં

0

રાજ્યની 29,000 પ્રાથમિક શાળાના 42 લાખ જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહ્ન ભોજનનું મેનુ રફેદફે થયું છે. મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને રાંધણગેસ મળતો નહીં અટકે એવા દાવા કરતી રાજ્ય સરકાર તુવેરદાળ અને ચણા પૂરા પાડવામાં ઉણી ઉતરતાં રોજ પુલાવ પીરસવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં આજકાલ આવી પરિસ્થિતિ છે.

મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં ખામી હોવાના લીધે આજે વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તા- ભોજન માટેના કેન્દ્રોમાં છેલ્લા 3 મહિનાથી ચણા અને તુવેરદાળનો જથ્થો નથી. ખાનગી શાળાની ફી નહીં ભરી શક્તા ગરીબ અને મધ્યમ વર્ગના અથવા ખેતમજૂરોના બાળકો આ યોજનાના લાભાર્થી હોય છે, જે દોઢ-બે કિલોમીટર દૂરથી શાળાએ આવતા હોય છે પરંતુ અહીં તુવેરદાળ અને ચણાના અભાવે ચણાનું શાક- દાળ ભાત- ખીચડી- દાળઢોકળી સહિતનાં નિયત મેનુને બદલે રોજ મોટેભાગે પુલાવ જ પીરસવામાં આવતાં બાળકો પોષણક્ષમ આહારથી વંચિત રહી જાય છે. જો કે કચેરીના પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે કઠોળ-દાળ કે ચણાનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો જે કઠોળ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી નિયત થયેલી કેલરી-પ્રોટીન મુજબનું ભોજન બાળકોને આપવું, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે અન્ય કઠોળ પણ કેન્દ્રોમાં ઉપલબ્ધ ન હોય તો બાળકોને શું જમાડવું.થોડા વર્ષોથી આ યોજનામાં સેન્ટ્રલાઇઝ કિચનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લા કે તાલુકા મથકે એક જગ્યાએ જ ભોજન અને નાસ્તો તૈયાર કરી ૨૭ હજાર પૈકી પાંચ હજાર જેટલાં કેન્દ્રો પર પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ભોજન તૈયાર થઇ ગામડાઓમાં જે-તે શાળાઓ સુધી પહોંચે ત્યાં તો ટાઢુંબોળ થઇ ગયું હોય છે. આવું કલાકો અગાઉ રાંધેલું ભોજન પોષણક્ષમ કઇ રીતે હોઈ શકે તેવાં પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ચણા- તુવેરદાળ નથી મોકલાવાયા

રાજ્યના અનેક જિલ્લાઓમાં ત્રણ મહિનાથી ચણા અને તુવેરદાળ નથી મોકલાવ્યા જેમાં, ભાવનગર, ખેડા, અમરેલી, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, તાપી, પાટણ, મહેસાણા, સુરત, ગાંધીનગર, રાજકોટ, મોરબી સામેલ છે.

Surendranagar : દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા

0

દસાડા પોલીસ મથકે ફરિયાદી વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો.જે કેસમાં માર નહીં મારવાના તથા બીજા અન્ય કેસોમાં ફરિયાદીનું નામ નહીં ખોલવા માટે દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ મેમકીયાએ રૃ.૮૦,૦૦૦ની લાંચ માંગી હતી.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા. આથી અમદાવાદ એસીબી પોલીસને જાણ કરી હતી. જેના ભાગરૃપે અમદાવાદ એસીબી પી.આઈ. એન.બી.સોલંકી સહિતના સ્ટાફે દસાડા ખાતે આવેલ વી.એમ. કોમ્પ્યુટરરાઈઝ વે-બ્રીજ ખાતે ટ્રેપ (છટકું) ગોઠવી હતી જેમા નક્કી થયા મુજબ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મેમકીયાએ ફરિયાદી પાસે રોકડ રૃ.૮૦,૦૦૦ની લાંચ માંગી હતું પરંતુ કોઈ કારણોસર આ રકમ સ્વીકારી નહોતી અને તે દરમિયાન જ અમદાવાદ એસીબી ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર લાંચ પ્રકરણમાં પોલીસ અધિકારી વતી લાંચ માંગનાર કથિત વહિવટદાર અને અન્ય બદલી થયેલા પોલીસ કર્મચારીની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમ છતાંય તેમના નામો કેમ નથી ખુલ્યા અને કેમ ફરિયાદ પણ નથી નોંધાઈ ? સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે.

Gujarat : નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

0

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ તરફ જતો માર્ગ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, ત્યારે આ રોડની બંને સાઈડો તોતિંગ વૃક્ષો તેમજ ઝાડી ઝાંખરાથી છવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પરના નડતરરૂપ વૃક્ષો ઝાડી-ઝાંખરા દૂર કરવા લાગણી વ્યાપી છે.


નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ નહેરથી ફતેપુરા રીંગ રોડને જોડતો રોડ સોસાયટી વિસ્તાર તેમજ ફતેપુરા ગામના લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડની બંને સાઈડ પર ઉગી નીકળેલા નડતરરૂપ વૃક્ષો અને ઝાડી-ઝાંખરા વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે. લાંબા સમયથી નડતર રૂપ વૃક્ષોની છટણી ન થતા સામેથી આવતા વાહન જોઈ ન શકાતું હોય અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત રસ્તાની બંને તરફ મોટા થયેલા વૃક્ષોની ડાળીઓ માર્ગ પર ઝૂકી રહી છે, જેના કારણે સામેથી આવતા વાહનો જોવામાં ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વળાંક પર દ્રશ્યતા ઓછી થતા અકસ્માતની શક્યતા રહે છે. રોડની કિનારીઓ પર ઉગી નીકળેલા ઝાંખરાને કારણે વાહનચાલકોએ રોડની વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડે છે, આ માર્ગ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે નડતરરૂપ ડાળીઓ વાહનચાલકોને દેખાતી નથી, જે ટુ-વ્હીલર ચાલકો માટે જીવનું જોખમરૂપ બની છે. જેથી દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ પર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ (છટણી) કરવા માગણી ઉઠી છે.

Gandhinagar : દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ

દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદકોના પડતર પ્રશ્નો અને મધુર ડેરીમાં દૂધ ન સ્વીકારાતા પશુપાલકોને થઈ રહેલા આથક નુકસાનના વિરોધમાં આજે ગુરુવારે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને સમગ્ર તાલુકાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપતા સવારથી જ બજારો, શોપિંગ સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. પશુપાલકોની આ લડાઈ હવે જન આંદોલનનું સ્વરૃપ ધારણ કરી ચૂકી હોય તેમ જણાય છે.

બુધવારે મળેલી સરપંચ એસોસિએશનની ખાસ બેઠકમાં કળજોદરા, રખિયાલ, દેવકરણના મુવાડા, ઇસનપુર ડોડીયા, કડાદરા, મોટી પાવઠી, કનીપુર, ખાડીયા, વાસણા સોગઠી, લવાડ અને હીલોલ સહિતના અગ્રણી ગામોના સરપંચોએ લેખિત સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત, યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને તેર ગામ લેવા પાટીદાર સેવા સમાજ જેવા સામાજિક સંગઠનોએ પણ પશુપાલકોના ખભે ખભા મિલાવીને ઊભા રહેવાનો નિર્ધાર કર્યો હતો. રાજકીય મોરચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ લડાઈને ટેકો જાહેર કરતા પશુપાલકોની માંગણી વધુ મક્કમ બની છે.બંધના પગલે દહેગામ શહેરના મુખ્ય બજારો જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલો અને નાના લારી-ગલ્લા ધારકોએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં સહભાગી થયા હતા. અગાઉ પોલીસ દ્વારા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા કાર્યક્રમો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, પરંતુ લોકશાહી ઢબે અપાયેલા બંધના એલાને સરકાર અને વહીવટી તંત્ર સુધી પશુપાલકોનો અવાજ પહોંચાડવામાં સફળતા મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પશુપાલકોની માંગણી સ્વીકારી મધુર ડેરીમાં દૂધ ભરાવવાની છૂટ આપે છે કે પછી પશુપાલકોને ઉત્તમ ડેરીમાં મોકલવા માટેનું દબાણ ચાલુ રાખે છે.બંધને નિષ્ફળ બનાવવા પોલીસ અને તંત્ર મેદાને પણ સંગઠન ટસનું મસ થયું નહીં

દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા મધુર ડેરીમાં દૂધ ભરાવવામાં આવતું હતું જે બંધ કરી દેતા આ દૂધ ઉત્પાદકોને આથક ફટકો પડયો છે આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકો ના વિરોધને ધ્યાનમાં રાખીને અને સામે ચૂંટણી હોવાને પગલે ઉત્તમ ડેરીએ એકાએક પશુપાલકોને ભાવ વધારો આપી દીધો છે તેમ છતાં દહેગામના દૂધ ઉત્પાદકો આ ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનું ઇચ્છતા નથી આવી સ્થિતિમાં ગુરુવારે દહેગામ બંધના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા માટે સરકારે પોલીસ અને સ્થાનિક તંત્રને મેદાને ઉતાર્યું હતું આ ઉપરાંત ભાજપના હોદ્દેદારોએ પણ બંધ નિષ્ફળ રહે તે માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ દૂધ ઉત્પાદક મંડળ અને વ્યાપારીઓ સહિત ગ્રામ્ય વિસ્તાર પણ આ બંધ બંધના એલાનમાં સજ્જડ રીતે જોડાવું હતું અને દૂધ ઉત્પાદકોની માંગણીને મક્કમ બનાવી છે.

Gujarat : વડોદરામાં ૬૦ કિલોમટીરની ઝડપે વંટોળ સાથે વરસાદ

0

વડોદરા,સાયક્લોનિક સર્ક્યુલેશનના  કારણે સમગ્ર રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હતી. આજે સાંજે વડોદરામાં અંદાજે ૬૦ કિલોમીટરની ઝડપે વંટોળ સાથે પવન ફૂંકાયો હતો.ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકો હેરાન થયા હતા. ત્યારબાદ થોડીવારમાં જ વરસાદી શરૃ થયો હતો. મધ્ય  ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડયો હતો.

આજે સવારે ૯ વાગ્યા સુધી શહેરમાં આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. તેમજ વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાતો હતો. દિવસ દરમિયાન પણ ગરમીનો પારો ૩૫ ડિગ્રી જ રહ્યો હતો. જ્યારે ન્યૂનતમ તાપમાન૨૩ નોંધાયું હતું. દિવસ દરમિયાન પવનની ગતિ માત્ર ૮ કલાકની જ રહી હતી. પરંતુ, સાંજ પડતા જ વાતાવરણાં પલટો આવ્યો હતો. સાડા છ વાગ્યા  પછી શહેરમાં ધીરે ધીરે પવનની ગતિમાં વધારો થયો હતો. સાત વાગ્યે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. પવનની ગતિ ૬૦ કિલોમીટર સુધી પહોંચી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. સાંજે નોકરીથી ધરે જતા વાહનચાલતો ધૂળની ડમરીઓના કારણે હેરાન થયા હતા. જોતજોતામાં વરસાદ શરૃ થયો હતો. લગભગ એક કલાક સુધી વડોદરાને ઘમરોળ્યા  પછી પવનની ગતિ ઘટી હતી. પરંતુ, વરસાદના ઝાપટા ચાલુ જ રહ્યા હતા. વડોદરા શહેર ઉપરાત જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.ખેડૂતોનો ખેતરોમાં તમાકુ, દિવેલા, ઘઉં, બાજરી રાઇડો તુવેર તેમજ શાકભાજી ના પાકો તૈયાર હોવાથી ભારે નુકશાનની દહેશત સાથે ખેડૂતો પોતાનો પાક બચાવવા ખેતરોમાં દોડતા જોવા મળી રહ્યા હતા. ખેડૂતોનો પાક વરસાદના કારણે પલળી ગયો હતો. કમોસમી વાવાઝોડું અને વરસાદના કારણે આખા વર્ષમાં મહા મહેનતે તૈયાર કરેલ પાક બગડી જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

Ahmedabad : મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો

અમદાવાદ દિલ્હી ચકલા પાસે આવેલા ભાડભૂંજા હાડવૈદમા પ્રમાણિત તબીબો વિના જ દર્દીઓને સારવાર કરવામાં આવે છે. જેના કારણે દર્દીઓની સ્થિતિ દયનીય બને છે. અમદાવાદના ઇસનપુરમાં રહેતા દક્ષાબેન નામની મહિલાને ભાડભૂંજા હાડવૈદ પાસે સામાન્ય દુખાવાની સારવાર કરાવવાનું ભારે પડ્યું હતું અને મહિલાની કમરનો બોલ તુટી જતા છ મહિના સુધી આરામ કરવાની સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડ્યું હતું. 

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ઇસનપુરમાં રહેતા દક્ષાબેન કામ કરીને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં પડી જતા પગમાં દુખાવો થયો હતો.  અગાઉ હાથની સારવાર તેમણે દિલ્હી ચકલામાં આવેલા ભાડભૂંજા હાડવૈદને ત્યાં કરાવી હોવાથી ત્યાં પગના દુખાવાની સારવાર માટે ગયા હતા. જ્યાં હાજર યુવકે એક્સ રે કાઢીને પાટો બાંધી દીધો હતો અને ચાર પાંચ દિવસમા ફરીથી બતાવવાનું કહ્યું હતું. દક્ષાબેન ફરીથી બતાવવા માટે ગયા ત્યારે ત્યાં સારવાર કરી રહેલા યુવકે પગને ખેચતા દુખાવો અચાનક વધી ગયો હતો. પરંતુ, તેમને સારૂ થઇ જશે. તેમ જણાવીને જવા દીધા હતા. તેમ છતાંય, દુખાવો ઓછો ન થતા પાલડીમાં આવેલી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા ત્યારે તબીબોએ જણાવ્યું તે જાણી દક્ષાબેન ચોંકી ઉઠ્યા હતા. કારણ કે ભાડભૂંજા હાડવૈદના દવાખાનામાં રહેલા યુવકે પગ ખેંચતા તેમના કમરનો બોલ તુટી ગયો હતો. જેની સારવાર કરવા માટે ઓપરેશન ફરજિયાત હતુ.  જો તે ઓપરેશન ન કરાવે તો ચાલી પણ ન શકે. જેનો મોટો ખર્ચ હતો. છેવટે મણિનગરમાં આવેલી ક્યોર અને કેર હોસ્પિટલમાં તેમનું ઓપરેશન અઢી લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતું અને તેમને સતત છ મહિના સુધી આરામ કરવો પડે તેમ છે. 

આમ,  ભાડભૂંજા હાડવેદમાં ડીગ્રી વિના કામ કરતા યુવકની બેદરકારીથી વધુ એક દર્દીની સ્થિતિ દયનીય બની છે. આ અંગે પોલીસમાં તેમજ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથેસાથે ઇન્ડિયન મેડીકલ એસોશીએશનમાં પણ ફરિયાદ કરવામાં આવશે.

દવાખાનામાં ઓર્થોપેડિક તબીબ દ્વારા સારવાર કરવી ફરજિયાત છે. પરતુ, ભાડભૂંજા હાડવૈદને ત્યાં માત્ર તબીબના નામે પ્રિસ્ક્રિપશન આપવામાં આવે છે. આ બાબતને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ છે, પરંતુ, આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાના અગંત સ્વાર્થ માટે દર્દીઓના જીવને જોખમમાં મુકવામાં આવે છે.

Rashi : 20 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ: આજનો દિવસ આનંદદાયક તથા સફળતા આપનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં ભાઈઓનો પણ પૂરતો સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનું જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમની નજરિયેથી જોવું વધુ યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ યથાવત રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવન સંબંધિત કેટલીક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ સાથે તાળમેલ મજબૂત રહેશે અને કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતાનું આધાર બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભ મેળવવાની તક મળશે. પૈસાથી સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકોને આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અગાઉની કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફાર લાવશો, જે ઉત્તમ રહેશે. યુવાઓને કરિયર સંબંધિત કોઈ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને તાળમેલ યથાવત રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા કાર્ય લઈને આવશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને તાળમેલ રહેશે. કોઈ મિત્રને મળવાથી જૂની મીઠી યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં ઈન્ટરવ્યૂ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત بنانے માટે વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કઠોર વાતને ગલત સમજી શકે છે, તેથી વાતચીત શાંત રાખો. સિંગલ લોકો કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો અને બંને સાથે સમય આનંદમાં પસાર થશે.

કુંભ: આજના દિવસે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પાર્ટનર સાથે સમજણ અને નજીકીઓ વધી શકે છે.

Recipe : માવા કે ચાસણી વગર બનાવો નારિયેળ-મગફળીની બરફી, માતાજીને અર્પણ કરો શુદ્ધ ભોગ

0

ચૈત્ર નવરાત્રિમાં માતાને શુદ્ધ ભોગ અર્પણ કરવા ઘરે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ. માવા કે ખાંડની ચાસણી વગર, માત્ર એક ગ્લાસ દૂધથી કેવી રીતે આ મીઠાઈ તૈયાર કરવી, જાણો તેની સરળ રીત.

ચૈત્ર નવરાત્રી આજે 19 માર્ચ, 2026 ના રોજ શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસના તહેવારની તૈયારીઓ ઘરોમાં શરૂ થઈ ગઈ છે. ભારતમાં અનેક ઘરોમાં નવરાત્રિ તહેવારમાં પરંપરાગત રીતે પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા સ્વાદિષ્ટ વાનગીનો ભોગ અર્પણ કરવામાં આવે છે. જો તમે બજારની મીઠાઈના બદલે ઘરે જ સ્વાદિષ્ટ ભોગ બનાવવા માગો છો તો આ ટીપ્સ તમને કામ લાગશે. નવરાત્રિ દરમિયાન માવા કે ખાંડની ચાસણી વગર, ફક્ત એક ગ્લાસ દૂધથી સ્વાદિષ્ટ નારિયેળ-મગફળીની બરફી સરળતાથી બનાવો.

બરફી બનાવવા માટે સામગ્રી:
1 વાટકી શેકેલી મગફળી
1 વાટકી છીણેલું સૂકું નારિયેળ
1 ગ્લાસ દૂધ
3/4 વાટકી ખાંડ
થોડા કાજુ અને બદામ, એલચી પાવડર
1 ચમચી ઘી (વૈકલ્પિક)

બરફી બનાવવા માટેની રીત:
સૌપ્રથમ, મગફળીને શેકી લો અને તેને બરછટ પાવડરમાં પીસી લો. તેમાં નાળિયેર અને એલચી ઉમેરો અને બાજુ પર રાખો. ૨. હવે, મિક્સરમાં દૂધ, ખાંડ અને સૂકા ફળો ઉમેરો અને જાડા પેસ્ટ બનાવો. એક પેનમાં થોડું ઘી ગરમ કરો, તેમાં મગફળી-નાળિયેરનું મિશ્રણ ઉમેરો અને થોડું શેકો. પછી, તૈયાર કરેલી દૂધની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો. થોડીવારમાં, મિશ્રણ ઘટ્ટ થઈ જશે અને પેન છોડવાનું શરૂ કરશે. તેને ગ્રીસ કરેલી પ્લેટ પર ફેલાવો અને તેને સેટ થવા દો. ઠંડુ થાય પછી, તેને મનપસંદ ટુકડાઓમાં કાપો.

World : ગેસ પુરવઠાને લઇને ભારત પર સંકટના વાદળો! ગલ્ફમાં અનેક LNG પ્લાન્ટ પર હુમલાની શું થશે અસર?

0

ઈઝરાયેલ દ્વારા ઈરાનના દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડ પર કરાયેલા હુમલાના જવાબમાં, ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને UAE માં આવેલી મહત્વપૂર્ણ તેલ અને ગેસ સુવિધાઓ પર વિનાશક હુમલા કર્યા છે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સૈન્ય મથકો પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે ‘ઉર્જા યુદ્ધ’માં ફેરવાઈ ગયું છે. ઈઝરાયેલ દ્વારા ઈરાનના દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડ પર કરાયેલા હુમલાના જવાબમાં, ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને UAE માં આવેલી મહત્વપૂર્ણ તેલ અને ગેસ સુવિધાઓ પર વિનાશક હુમલા કર્યા છે. આ સંઘર્ષે સમગ્ર આરબ વિશ્વને પોતાની લપેટમાં લઈ લીધું છે.

ઈરાને તેનો સૌથી મોટો પ્રહાર કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી પર કર્યો છે, જે વિશ્વનું સૌથી મોટું LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ કેન્દ્ર છે. અહીંથી વાર્ષિક 77 થી 80 મિલિયન ટન ગેસની નિકાસ થાય છે, જે વૈશ્વિક વેપારનો આશરે 20% હિસ્સો છે. આ ઉપરાંત, UAE ના હબ્શાન ગેસ પ્લાન્ટ અને સાઉદી અરેબિયાની રિફાઇનરીઓને પણ નિશાન બનાવવામાં આવી છે. વિશ્વના કુલ ગેસ ભંડારનો 25% ભાગ આ અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલો છે.

ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે કારણ કે ભારત તેની LNG જરૂરિયાતનો 50 થી 55 ટકા હિસ્સો કતાર પાસેથી આયાત કરે છે. ફેબ્રુઆરી 2024 માં જ ભારતની પેટ્રોનેટ LNG એ કતાર સાથે 20 વર્ષનો મોટો કરાર રિન્યૂ કર્યો હતો. ભારતની આયાતનો મોટો ભાગ ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) દ્વારા આવે છે. જોકે ઈરાને અત્યાર સુધી ભારતીય જહાજોને પસાર થવા દીધા છે, પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાય તો પુરવઠો ખોરવાઈ શકે છે.

નિષ્ણાતોના મતે, હાલમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નો ઉપયોગ કરતા ઘરો અને વાહનો (CNG) માટે કોઈ મોટો વિક્ષેપ આવવાની શક્યતા નથી. ભારતનો અડધો PNG પુરવઠો સ્થાનિક સ્તરે ONGC અને રિલાયન્સ જેવી કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. સરકારે આ ક્ષેત્રોને પ્રાથમિકતા આપી હોવાથી સામાન્ય નાગરિકોને સીધી અસર થવાની શક્યતા ઓછી છે.

ભારત માટે સૌથી મોટો પડકાર એ છે કે ક્રૂડ ઓઈલની જેમ ભારત પાસે LNG નો કોઈ વ્યૂહાત્મક ભંડાર (Strategic Reserve) નથી. ગેસ માત્ર કાર્યકારી ઇન્વેન્ટરી તરીકે જ રાખવામાં આવે છે. જો કતારથી આવતો પુરવઠો લાંબા સમય સુધી બંધ રહે, તો ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે રશિયા જેવા વૈકલ્પિક સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડશે, જે મોંઘું સાબિત થઈ શકે છે.

Gujarat : ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાંતિની અપીલ

0

બનાસકાંઠા જિલ્લાના ઊન ગામમાં બુધવારે (18મી માર્ચ) પ્રેમ લગ્નના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કિંજલ રબારીના કેસ બાદ વકરેલા આ વિવાદમાં બે સમાજના ટોળાઓ સામસામે આવી જતા મોટાપાયે તોડફોડ અને પથ્થરમારો થયો હતો. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.હવે આ મામલે ચૌધરી સમાજ, રબારી સમાજના આગેવાન અને સાધુ-સંતોના નિવેદનનો સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ઊન ગામમાં 18મી માર્ચના રોજ થયેલી હિંસામાં ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં અંદાજે 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામેલ ચૌધરી સમાજના આગેવાન શીતલ ચૌધરીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘અમે દીકરી લીધા વિના અહીંથી જઈશું નહીં. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં અમારા પર હુમલો કરવામાં આવ્યો.’ આ ઉપરાંત તેમણે સમાજના રાજકીય નેતાઓને પણ આ મામલે રસ લેવા વિનંતી કરી છે અને ન્યાયની માંગ કરી છે.

બીજી તરફ, ઠાકરશી રબારીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ચૌધરી સમાજને ‘શાંત અને સંસ્કારી’ ગણાવીને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ સંમેલન પાછળ કેટલાક લોકોનું મોટું ષડયંત્ર હોઈ શકે છે. યુવાનોએ કોઈની ઉશ્કેરણીમાં આવવું જોઈએ નહીં અને વડીલોના નિર્ણયને માન્ય રાખવો જોઈએ.

ઊન ગામમાં હિંસા ન ફાટી નીકળે તે માટે સાધુ-સંતો પણ મેદાને આવ્યા છે. રૂપ પુરી મહારાજે બંને સમાજને શાંતિ જાળવવા વિનંતી કરતા કહ્યું છે કે, ‘અસામાજિક તત્ત્વોથી સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે હિંસાથી સમાજને મોટું નુકસાન થઈ શકે છે. બંને સમાજના આગેવાનોએ સાથે બેસીને ચર્ચા દ્વારા જ આ વિવાદનો સુખદ ઉકેલ લાવવો જોઈએ.’ નોંધનીય છે કે, હાલમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય. ઉણ ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી.