Home Blog Page 274

Entertainment : RRR ફેમ જુનિયર NTRની ‘ડ્રેગન’ માં બોલિવૂડના ‘ઝકાસ’ અભિનેતાની એન્ટ્રી, ચાહકોમાં ભારે ઉત્તેજના

0

RRR” ફેમ જુનિયર NTR અને “KGF” ફેમ પ્રશાંત નીલની આગામી ફિલ્મ ‘ડ્રેગન’ (Dragon) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ કલાકારો એકસાથે જોવા મળશે. બોલીવુડના એવરગ્રીન યંગ મેન અનિલ કપૂર અને “RRR” ફેમ જુનિયર NTR પહેલીવાર એક ફિલ્મમાં સાથે દેખાશે. એવા અહેવાલો છે કે પ્રશાંત નીલની આગામી ફિલ્મ “ડ્રેગન”માં બંને દિગ્ગજ કલાકારો એકસાથે આવશે. આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થયા છે. જણાવી દઈએ કે પ્રશાંત નીલે અગાઉ KGF અને Salaar જેવી મોટી ફિલ્મો બનાવી છે.

અનિલ કપૂરની હાલમાં જ “સુબેદાર” ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેઓ એક નિવૃત્ત આર્મી ઓફિસરની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે વ્યાપક પ્રશંસા મેળવ્યા બાદ આ ઝકાસ અભિનેતા વિલનના રોલમાં જોવા મળશે.અનિલ કપૂરે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં હિરોથી લઈને સહકલાકાર તરીકે બેસ્ટ ભૂમિકા કરી છે. પરંતુ હવે એવરગ્રીન અનિલ કપૂર પડદા પર ખલનાયક તરીકે જોવા મળશે. અનિલ અને પ્રશાંત તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ ડ્રેગનના પ્રોજેક્ટને લઈને ચર્ચા અને આયોજન માટે મળ્યા હતા. અહેવાલો સૂચવે છે કે અનિલ ફિલ્મમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવશે.

પ્રશાંત સાથે તમામ મુદ્દે સહમતિ બનશે તો અનિલ કપૂર સાઉથના હિરો જુનિયર સાથે સ્ક્રીન શેર કરશે. અનિલ અને એનટીઆરની ડ્રેગન ફિલ્મ અંગે જૂન 2026 માં જાહેરાત થઈ શકે છે. આ ફિલ્મ મોટા પાયે બની રહી છે, અને તેથી, તેની આસપાસ ઘણી ચર્ચા છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, “કાંતારા ચેપ્ટર 1” ફેમ અભિનેત્રી રુક્મિણી વસંત ફિલ્મમાં જોવા મળશે. રુક્મિણી મુખ્ય ભૂમિકામાં હશે. થોડા દિવસો પહેલા જ અનિલ કપૂરે કમિટમેન્ટને લઈને એક મોટી ફિલ્મ નકારી હોવાનો ખુલાસો કર્યો હતો. ડાયરેકટર સાથે ફિલ્મ કરવા તેઓ ઉત્સુક હોવા છતાં ડેટ કમિટમેન્ટના કારણે તેમણે ધુરંધર 2ની ભૂમિકા છોડી.

સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, પછી ભલે તે તેનું અંગત જીવન હોય કે વ્યાવસાયિક જીવન.

World : ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા? કહ્યું – હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ

0

મિડલ ઈસ્ટમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું જંગ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાનના તેલ અને ગેસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. જોકે, હવે આ વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી અને કડક ચેતવણી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાને કતાર પર હુમલો કરવાની ભૂલ કરી, તો પરિણામ ભયંકર આવશે.

દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર શું થયું?

બુધવારે દુનિયાના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર ઈઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈરાન ઉશ્કેરાયું છે અને તેણે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ હુમલો માત્ર ઈઝરાયલનું ઓપરેશન હતું અને તેમાં અમેરિકા કે કતારની કોઈ ભૂમિકા નહોતી.

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી ‘કતારને અડશો નહીં’

ઈરાની અધિકારીઓએ ધમકી આપી હતી કે, તેઓ આગામી કલાકોમાં સાઉદી અરેબિયા, UAE અને કતારની પાંચ ઉર્જા સુવિધાઓને નિશાન બનાવશે. આ ધમકી પર ટ્રમ્પે વળતો પ્રહાર કરતા લખ્યું કે, “ઈરાન અત્યારે મૂંઝવણમાં છે. તેણે ખોટી રીતે કતારની LNG સુવિધા પર હુમલો કર્યો છે. ઈરાન સમજી લે કે જ્યાં સુધી તે નિર્દોષ કતાર પર હુમલો નહીં કરે, ત્યાં સુધી ઈઝરાયલ સાઉથ પાર્સ પર બીજો કોઈ હુમલો નહીં કરે.”

અમેરિકાનો ‘પાવરફુલ’ પ્લાન

ટ્રમ્પે ઈરાનને ચેતવતા કહ્યું છે કે જો ઈરાને કોઈ પણ ‘મૂર્ખામીભર્યું’ પગલું ભર્યું, તો અમેરિકા પોતે મેદાનમાં ઉતરશે. ટ્રમ્પે ચેતવણી ધમકી આપતા દાવો કર્યો કે, જો કતાર પર હુમલો થયો, તો અમેરિકા ઈઝરાયલની મદદ વગર પણ આખા સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને ઉડાવી દેશે. આ હુમલો એટલી તાકાત સાથે કરવામાં આવશે કે જે ઈરાને ક્યારેય જોયો નહીં હોય.

શા માટે કતાર મહત્વનું છે?

કતાર દુનિયાનો સૌથી મોટો LNG નિકાસકાર દેશ છે અને તે અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડનો મોટો હિસ્સો ઈરાન પાસે છે, જ્યારે તેનો બીજો ભાગ કતાર પાસે છે (જેને ‘નોર્થ ફિલ્ડ’ કહેવાય છે). ટ્રમ્પ ઈચ્છે છે કે આ આંતરરાષ્ટ્રીય ઉર્જા માળખાને કોઈ નુકસાન ન પહોંચે.

Surendranagar : ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો

0

સુરેન્દ્રનગર જિલ્લામાં ખમીસાણા પાસે નર્મદા કેનાલ પરનો પુલ એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે અને સમારકામ કે નવિનીકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યાં છે.

સુરેન્દ્રનગરના દૂધરેજ નર્મદા કેનાલ પર ત્રણ પુલ બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી દુધરેજ પર નર્મદાને કેનાલ પર પસાર થાતં પુલનું સમારકામ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ ખમીસાણા પાસે નર્મદાનું કેનાલ પર પસાર થતો પુલ એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે અન ેતેનું સમારકા કે નવીનીકરણનું કામ કરવામાં આવ્યું નથી. જેને લઇ ગ્રામજનો કંટાળ્યા છે.ચારથી પાંચ ગામના લોકો રસ્તા પરથી અવરજવર કરે છે. આ પુલની જર્જરિત હાલત છે. પુલના નીચેના ભાગેથી પોપડા પણ પડી રહ્યાં છે. સળિયા દેખાવા લાગ્યા છે. તંત્ર દ્વારા સમારકામમાં બેદરકારી દાખવતા આખસે બંધ પુલ પરનો પાળો હટાવીને લોકોએ પુલ ફરી કરી નાખ્યો છે. જોકે, જર્જરિત પુલ હોવાથી જાનહાની થશે તો જવાબદાર કોણ ? તે પ્રશ્ર ઉભો થયો છે.

National : રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત

0

રાજ્યસભામાંથી નિવૃત થયેલા ૫૯ સભ્યોને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી. સંસદમાંથી નિવૃત થઇ રહેલા કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે જ્યારે કેટલાક અનુભવો લઇને સામાજિક જીવનમાં કોઇ ને કોઇ વિશેષ યોગદાન માટે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને કહેવા માગીશ કે રાજનીતિમાં કોઇ જ ફુલસ્ટોપ નથી હોતો.

વિદાય લઇ રહેલા સભ્યોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે, તમારો અનુભવ અને યોગદાન રાષ્ટ્ર જીવનમાં જળવાઇ રહેશે. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હોય છે, અને દરેક સભ્ય એક અનોખી ભૂમિકા નિભાવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી પક્ષોની મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. જે પણ નેતાઓ આ સંસદને છોડીને જઇ રહ્યા છે તેમને કહેવા માગુ છું કે રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ નથી હોતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ખુબ વખાણ કર્યા હતા. રાજ્યસભામાંથી અનેક સભ્યોએ વિદાય લીધી છે, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદી, સાકેત ગોખલે, રિતાબ્રતા બેનરજી જેવા યુવા વયના સાંસદો સાથે કામ કરવાની તક મળી, છ વર્ષના કાર્યકાળમાં ત્રણ અધ્યક્ષો એમ. વેંકટા નાયડુ, જગદીપ ધનખડ, સી. પી. રાધાકૃષ્ણ હેઠળ કામ કરવા મળ્યું. દરમિયાન હવે સંસદના બન્ને ગૃહોમાં બે દિવસ રજા રહેશે અને સપ્તાહના અંતે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહી છે, તાજેતરમાં જે ૩૭ બેઠકો ખાલી પડી તેમાં ૧૧ પર ચૂંટણી અને બાકીની બિનહરીફ જાહેર કરાઇ હતી. જેમાં એનડીએને ૨૨ જેટલી બેઠકો મળતા હવે રાજ્યસભામાં એનડીએની સ્થિતિ મજબુત થઇ છે, બહુમતનો આંકડો પણ પાર કરીને એનડીએ હવે ૧૪૦એ પહોંચી ગયું છે. પ્રથમ વખત એવુ થયું છે કે રાજ્યસભામાં એનડીએની કુલ બેઠકો ૧૪૧ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મે વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.

દેવગૌડાએ પ્રેમ અમને કર્યો પણ લગ્ન મોદી સાથે કરી લીધા : ખડગે

નવી દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવૃત્ત થઇ રહેલા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પર એવો કટાક્ષ કર્યો હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવા લાગ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેવગૌડાએ પ્રેમ અમારી (કોંગ્રેસ)સાથે કર્યો જ્યારે લગ્ન નરેન્દ્ર મોદી સાથે કરી લીધા. હું દેવગોડાને ૫૪ વર્ષથી ઓળખુ છું, તેમની સાથે જ મે કામ કર્યું છે, પરંતુ શું મને ખ્યાલ નથી કે તેમણે પ્રેમ તો અમારી સાથે કર્યો પરંતુ લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા. આ નિવેદન બાદ સંસદમાં લગભગ તમામ સભ્યો હસવા લાગ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસતા જોવા મળ્યા હતા.

Ahmedabad : મેમનગરમાં રહેણાક મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિનું મોત

 અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એક વસાહતમાં ગેલેરીનો સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

મકાનની ગેલેરીનો સ્લેબ એકાએક ધરાશાયી થયો

મળતી માહિતી અનુસાર, મેમનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વસાહતમાં ગઈકાલે રાત્રે મકાનની ગેલેરીનો સ્લેબ એકાએક ધરાશાયી થયો હતો. રાત્રિનો સમય હોવાથી આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્લેબ પડવાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ અકસ્માત સમયે ગેલેરીની નીચે અથવા તેની ઝપેટમાં આવી ગયેલા એક વ્યક્તિ પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે તે વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસની કાર્યવાહી અને રસ્તો બંધ કરાયો

આ બનાવની ગંભીરતાને જોતા પોલીસે સાવચેતીના ભાગરૂપે મકાનનો બાકીનો હિસ્સો જોખમી હોવાની શક્યતાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં બેરિકેટિંગ કરી દીધું છે. અવરજવર કરતા લોકોની સુરક્ષા માટે અત્યારે તે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મકાન કેટલું જૂનું હતું અને સ્લેબ પડવા પાછળ જર્જરિત હાલત જવાબદાર હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Top News : સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આગની લપેટમાં આવેલા બે LPG ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા

કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન કારખાનામાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા, જેમનામાં દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા હતા, જેના કારણે જાનહાનિના આંકડામાં વધારો થયો છે.

રેસ્ક્યૂ ઓપરેશન અને ફાયર ફાઈટિંગ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. આગની ગંભીરતાને જોતા 7 અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ઇમારતમાં ફસાયેલા 8થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવતા બે લોકોના  મોત થયા છે. જ્યારે 9 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આગનું કારણ અકબંધ

પ્રાથમિક તપાસમાં બે સિલિન્ડર ફાટ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધી હતી. જોકે, કારખાનામાં સૌ પ્રથમ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં પંચનામું કરી તપાસ તેજ કરવામાં આવી છે.

Surendranagar : હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ

0

હળવદ તાલુકાના ધનાળા પાસે ગેરકાયદેસર માટી ખનન વહન સામે પોલીસ તંત્રે કડક વલણ અપનાવી જોરદાર કાર્યવાહી હાથ ધરી હતી,હળવદ  પી.આઈ. આર.ટી. વ્યાસ અને ડી-સ્ટાફની ટીમે ખનન માફિયાઓના ગઢ પર અચાનક દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ચકનાચૂર કરી દીધી હતી.દરોડા દરમિયાન સ્થળ પરથી એક લોડર તથા ચાર ટ્રેક્ટર  સાથે ઝડપાયા હતા, જે કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર સરકારી જમીનમાંથી માટીનું ખનન અને વહન કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ અંદાજીત રૃપિયા ૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખનન માફિયાઓ સામે લાલ આંખ કાયદાનો કડક પાઠ ભણાવવાની તૈયારી

પોલીસે કબજે કરાયેલ તમામ વાહનોને હળવદ પોલીસ સ્ટેશન ખાતે મુકીને ખાણ-ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપ્યા છે. સંડોવાયેલા વાહન માલિકો અને માફિયાઓ સામે કાયદેસર તેમજ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી પોલીસ તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

હળવદ પંથકમાં છેલ્લા ધણા  સમયથી માટી ખનનનો ગેરકાયદેસર ધંધો બેફામ બન્યો હતો, પરંતુ પોલીસના આ સખત એક્શનથી ખનન માફિયાઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે સહન નહીં કરવામાં આવે.આ દરોડાથી ભુમાફીયાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો. 

Gujarat : નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા

0

નડિયાદ શહેરના એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં એસ.ઓ.જી.એ દરોડો પાડી પોરબંદરના બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં અલગ અલગ મોંઘી બ્રાન્ડની દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી છે, જેની કિંમત ૧.૩૪ લાખથી વધુ થાય છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ ૧.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં રાત્રિ પેટ્રોલિંગ અને હોટલો તેમજ મુસાફરખાનાઓ ચેક કરવા મળેલી સૂચનાના પગલે એસ.ઓ.જી. શાખા દ્વારા નડિયાદ શહેરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શહેરની કેટલીક હોટલોમાં શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી છે. જેના આધારે એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં તપાસ હાથ ધરતા ત્યાં રોકાયેલા બે શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે હોટલના રૂમની તલાશી લેતા ત્યાંથી પોરબંદરના બે રહેવાસીઓ મળી આવ્યા હતા અને તેમના સામાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પ્રકાશ માવજીભાઇ પાંજરી (રહે. પંચાયત ચોક, છાયા, પોરબંદર) અને વિશાલ દિનેશભાઇ સેરાજી (રહે. ખારવાવાડ, પોરબંદર) હોવાનું ખુલ્યું હતું.પોલીસે તેમના કબજામાંથી પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. જેમાં એબ્સોલ્યુટ રાસ્પબેરી વોડકાની ૧૦ બોટલ જેની કિંમત ૩૦,૯૦૦ રૂપિયા, ડયુઅર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૬ બોટલ જેની કિંમત ૧૮,૯૦૦ રૂપિયા, બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૧૨ બોટલ જેની કિંમત ૩૭,૦૮૦ રૂપિયા અને જેમેસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઈરીશ વ્હિસ્કીની ૮ બોટલ જેની કિંમત ૪૭,૨૦૦ રૂપિયા અંકાય છે. આમ કુલ ૩૬ નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ૧,૫૦,૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. પોરબંદરથી નડિયાદમાં આટલી મોટી માત્રામાં મોંઘી બ્રાન્ડનો દારૂ લઈને આ શખ્સો કેમ આવ્યા હતા અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ગુનો રજીસ્ટર કરીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Bollywood : સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો

0

નોરા ફતેહીએ દેશમાં ભારે વિવાદનું કેન્દ્ર બનેલાં ‘સરકે ચુનર’ ગીત  સંદર્ભમાં એવો દાવો કર્યો છે કે પોતે તો ફક્ત કન્નડ ગીત માટે જ શૂટિંગ કર્યું હતું. આ ગીતનાં હિન્દી વર્ઝન વિશે પોતે અજાણ છે. હિન્દી  વર્ઝનમાં પોતાની ઈમેજના ઉપયોગ માટે મંજૂરી પણ લેવાઈ નથી.  નોરાએ આ ગીતનાં બહાને તેના પર વ્યક્તિગત પ્રહારો કરનારાની ઝાટકણી પણ કાઢી હતી. 

નોરા અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલાં આ ગીતના શબ્દો અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાથી તે યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. મૂળ કન્ન્ડ ફિલ્મ ‘કેડીઃ ધી ડેવિલ’નાં આ ગીત સંદર્ભમાં ગીતકાર  રકીબ આલમે પણ એવો ખુલાસો કર્યો છે કે આ ગીત મેં રચ્યું નથી પરંતુ મૂૂળ કન્નડ ગીતનાં શબ્દોને ટયુન પ્રમાણે ફીટ થાય તેવા  હિન્દી શબ્દો જ આપ્યા છે. 

દરમિયાન, કેન્દ્ર સરકારે આ ગીત પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ માહિતી આપતાં કહ્યું હતું કે દેશમાં  અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અબાધિત નથી. આ ગીત મુદ્દે પગલાં લેવા સેન્સર બોર્ડને ઓલરેડી જણાવી દેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે આ ગીત મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ નોટિસ આપી ચૂક્યું છે. ગીતલેખક રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, મ્યુઝિક ડાયરેક્ટર અર્જુન જાન્યા તથા સિંગર માંગલી સહિત ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ  પણ અપાઈ છે. 

GUJARAT : કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા

0

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા મકાન માલિકો અને દુકાનદારો પર બાકી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મનપા વિસ્તારમાં બાકી વેરો નહીં ભરતા ૧૩ મકાનો સીલ કરનવામાં આવ્યા છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

બુધવારે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જેઓ ઘણા સમયથી બાકી વેરો ભરતા નથી અને સોસાયટીઓમાં મકાન બંધ પડેલા છે, તેમજ જેમની પાસેથી રૂ. ૨,૩૫,૯૮૮નો વેરો વસૂલ કરવાનો બાકી હતો, જે ભરપાઈ નહીં થવાના કારણે ૧૩ મકાનો સીલ કરવામાં આવ્યા છે. તેમજ બાકરોલ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં અન્ય મિલકતો ધારકો પાસેથી બાકી વેરાની રકમ રૂ.૩,૦૨,૦૦૨ વસૂલ કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા બાકી રહેલો વેરો મહાનગરપાલિકા કચેરી ખાતે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા અને રવિવારના દિવસો ખાતે પણ કચેરી ખુલ્લી રહેનાર હોવોથી ૩૧ માર્ચ પહેલા બાકી વેરો જમા કરાવવા માટે જણાવ્યું છે. આજે ગુરૂવારના રોજ જાહેર રજાના દિવસે પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ખુલ્લી રહેશે, જ્યાં નગરજનો બાકી વેરો સવારે ૧૧-૦૦થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી જમા કરાવી શકશે.