Home Blog Page 275

Business : સોના-ચાંદીમાં ગુડી પડવા પૂર્વે ઘટાડો : ક્રૂડ ઉછળી 108 ડોલર ઉપર ગયું

0

મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડી પડવાના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધતાં બજારમાં તહેવારની માગ સારી રહેવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ગયા વર્ષના ગુડી પડવાના દિવસના ભાવની સરખામણીએ આ વર્ષે ગુડી પડવાના સોનાના ભાવ રૂ.૬૫થી ૬૬ હજાર ઉંચા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ  ઔંસના ૫૦૧૭થી ૫૦૧૮ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૮૭૪ થઈ ૪૮૭૫થી ૪૮૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. 

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૮૦.૮૨ થી તૂટી ૭૭.૭૭ ડોલર થઈ ૭૭.૮૩થી ૭૭.૮૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫નાં રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા.મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૨૫૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૪૨૫૯ તથા ૯૯૯ના રૂ.૧૫૪૮૭૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટીવગર રૂ.૨૪૯૯૦૭ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૬૭૫૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ તૂટી ૨૦૪૬ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી ૧૫૫૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ ૧.૨૯ ટકા માઈનસમાં હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૨.૩૭થી ઉછળી બેરલના ઉંચામાં ૧૦૮.૬૦ બોલાયા હતા. ઈરાન યુદ્ધ વકરી રહ્યાના સમાચાર હતા.  ક્રૂડના ઉંચા ભાવના પગલે ભારતના જીડીપી ગ્રોથને ફટકો પડવાની ભીતિ જાણકારો બતાવતા હતા.

Bollywood : આયુષમાન -શર્વરીની રોમાન્ટિક ફિલ્મનું પણ નામ બદલાશે

0

સૂરજ બડજાત્યાના દિગ્દર્શન હેઠળ બનનારી  આયુષમાન ખુરાના તથા શર્વરી  વાઘની ફિલ્મનું નામ ‘ યે પ્રેમ મોલ લિયા’થી બદલીને ‘યે પ્રેમ મોહ માયા’ કરવામાં આવે તેવી સંભાવના છે. 

ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થઈ ગયું છે.  હવે સૂરજ બડજાત્યા વહેલી તકે બાકીનું શૂટિંગ આટોપશે. 

ફિલ્મમાં અનુપમ ખેર,  સીમા પાહવા તથા સુપ્રિયા પાઠક સહિતના કલાકારો  જોવા મળશે.  આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન્સની સ્ટાઈલ મુજબની પારિવારિક રોમેન્ટિક ફિલ્મ જ હશે. આયુષમાન ખુરાનાને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે. 

Gujarat : નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં

0

નડિયાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ૫૦૦થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા ત્રણ દિવસથી કામકાજ છોડીને ધરણાં પર ઉતરી છે. ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલી આ બહેનોએ પોતાની પડતર માંગણીઓ અને પગાર વધારાના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદશત કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ આંદોલનનું મુખ્ય કારણ પગાર વધારો અને ગુજરાત હાઇકોર્ટના આદેશનો અમલ ન થવો તે હોવાનું જાણવા મળ્યું છે. આંગણવાડીની બહેનોનો આક્ષેપ છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પગાર વધારા અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હોવા છતાં સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત ઓનલાઈન કામગીરીનો ભાર સતત વધી રહ્યો છે, જેના કારણે કામગીરીમાં અનેક મુશ્કેેલીઓ સર્જાઈ રહી છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સંગઠન દ્વારા અત્યાર સુધીમાં પગારના મુદ્દે સરકાર સામે ૨૭ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ૧૦થી ૧૨ વખત લેખિતમાં આવેદનપત્રો આપીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી.ધરણાં પર બેઠેલી બહેનોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ દિવસથી કચેરીના પટાંગણમાં બેસીને પોતાનો હક માંગી રહી છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર સંવેદનશીલતા દાખવતી નથી, જેના કારણે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો આથક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પગાર વધારાની સાથે સાથે કામના કલાકો અને ઓનલાઈન ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે.

નડિયાદમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનના કારણે આંગણવાડીની રોજિંદી કામગીરી પર પણ અસર પડી છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો ન્યાયિક રીતે ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં. જિલ્લા કક્ષાએ ચાલી રહેલા આ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની તૈયારીઓ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.

આંગણવાડી કર્મચારી સંગઠને સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં પગાર વધારા અને અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ આંદોલન માત્ર જિલ્લા પૂરતું સીમિત નહીં રહે. આગામી સમયમાં નડિયાદ અને ખેડા જિલ્લાની બહેનો ગાંધીનગર ખાતે એકત્ર થઈને રાજ્ય કક્ષાનું ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડયે વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ પણ ઘડવામાં આવશે.

National : ईरान वॉर के बीच स्टॉक मार्केट क्रैश, लेकिन सोना-चांदी खरीदने वालों की हो गई मौज, जानें आज कितनी बड़ी गिरावट

0

ईरान से जुड़े युद्ध जैसे हालात के बीच हफ्ते के चौथे कारोबारी दिन, गुरुवार की शुरुआत में एक ओर जहां शेयर बाजार में भारी गिरावट देखने को मिली और सेंसेक्स करीब 1800 अंक तक लुढ़क गया, वहीं दूसरी ओर सोना-चांदी खरीदारों के लिए राहत भरी खबर आई. अमेरिकी फेडरल रिजर्व के ब्याज दरों पर फैसले और मिडिल ईस्ट में बढ़ते तनाव के बीच सोने और चांदी की कीमतों में गुरुवार को फिर गिरावट दर्ज की गई.

सोना-चांदी में बड़ी गिरावट

यूएस स्पॉट गोल्ड 1.22 प्रतिशत गिरकर 4836 डॉलर प्रति औंस पर आ गया, जबकि स्पॉट सिल्वर 2.25 प्रतिशत टूटकर 75.75 डॉलर प्रति औंस पर पहुंच गया. वहीं घरेलू वायदा बाजार एमसीएक्स पर सोना करीब 1.55 लाख रुपये प्रति 10 ग्राम और चांदी गिरकर लगभग 2.50 लाख रुपये प्रति किलोग्राम पर आ गई.

लेमन मार्केट डेस्क के रिसर्च एनालिस्ट गौरव गर्ग के अनुसार, सोना और चांदी में हालिया उतार-चढ़ाव की बड़ी वजह अमेरिकी फेडरल रिजर्व के फैसले से पहले निवेशकों की सतर्कता है.

मिडिल ईस्ट में जारी तनाव और कच्चे तेल की कीमतों में उछाल के कारण महंगाई को लेकर चिंताएं बढ़ी हैं, जिससे निवेशक सतर्क रुख अपना रहे हैं. गौरतलब है कि पश्चिम एशिया में तनाव को करीब तीन हफ्ते हो चुके हैं और फिलहाल शांति की कोई स्पष्ट उम्मीद नजर नहीं आ रही है. वहीं, उम्मीद के मुताबिक फेडरल रिजर्व ने लगातार दूसरी बार ब्याज दरों में कोई बदलाव नहीं किया है, हालांकि इससे पहले लगातार तीन बार 0.25 प्रतिशत की दर से कटौती की गई थी.

कैसे तय होती है सोने और चांदी की कीमत?

सोना और चांदी के दाम रोज़ाना आधार पर तय किए जाते हैं और इसके पीछे कई कारक जिम्मेदार होते हैं. इनमें मुख्यतः निम्नलिखित कारण शामिल हैं: चूंकि अंतरराष्ट्रीय बाजार में सोने और चांदी की कीमतें अमेरिकी डॉलर में तय होती हैं, इसलिए डॉलर-रुपया विनिमय दर में बदलाव का सीधा असर इन धातुओं की कीमत पर पड़ता है. अगर डॉलर की कीमत बढ़ती है या रुपया कमजोर होता है, तो भारत में सोने की कीमतें बढ़ जाती हैं. भारत में सोने का अधिकांश हिस्सा आयात किया जाता है. ऐसे में सीमा शुल्क (Import Duty), GST और अन्य स्थानीय टैक्स सोने की कीमतों को प्रभावित करते हैं.

वैश्विक बाजार में उथल-पुथल (जैसे युद्ध, आर्थिक मंदी या ब्याज दरों में बदलाव) का सीधा असर सोने की कीमत पर पड़ता है. जब वैश्विक बाजार में अनिश्चितता बढ़ती है, तो निवेशक शेयर या अन्य अस्थिर संपत्तियों की बजाय सोने जैसे सुरक्षित विकल्पों को चुनते हैं. भारत में सोना केवल निवेश ही नहीं, बल्कि परंपरा और सांस्कृतिक मान्यताओं से भी जुड़ा हुआ है.

शादी-ब्याह, त्योहार और शुभ अवसरों पर सोना खरीदना शुभ माना जाता है. इसलिए मांग अधिक होती है, जिससे कीमतें प्रभावित होती हैं. सोना लंबे समय से महंगाई के मुकाबले बेहतर रिटर्न देने वाला विकल्प रहा है. जब महंगाई बढ़ती है या शेयर बाजार में जोखिम होता है, तो लोग सोने में निवेश करना पसंद करते हैं. यही कारण है कि इसकी मांग और कीमत हमेशा बनी रहती है.

Rajkot : રાજ્યભરમાંથી અનેક એક્સપોર્ટરોનાં કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાયાં

0

 અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં પોરબંદર સહિત રાજયના નિકાસકારોના અનેક કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ જતાં ઉત્પાદકો અને નિકાસકારોના કરોડો રૂપિયા ફસાઈ જતાં ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમીટીના ચેરમેન નાણામંત્રીને પત્ર પાઠવી બેન્ક ક્રેડિટ, ઈપીસીમાં વ્યાજની રાહત આપવા માગણી કરી કેન્દ્ર રાજયની મદદ માંગી છે. 

પોરબંદર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કમીટીના ચેરમેને કેન્દ્રિય નાણામંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં પોરબંદર સહિત રાજયના નિકાસકારોના અનેક કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ ગયા છે અને કારોબાર ઠપ થઈ ગયા છે. કેટલાક કારગોમાં ફીશ, શાકભાજી તેમજ ખાદ્ય ખોરાકી વસ્તુઓ છે. જે બગડી જવાની કગાર પર આવી ગયા છે. કેટલાય કારગોમાં  એન્જિનિયરિંગ પાર્ટસ ,બિલ્ડિંગ મટિરિયલ્સ , જુદી જુદી ખનીજોનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિમાં ગેસ આધારિત અનેક યુનિટો બંધ થઈ ગયા છે, અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા છે. ટર્ન ઓવરમાં વિક્ષેપ પડતાં આર્થિક સમસ્યાઓ ખડી થઈ છે. આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે એ નકકી નથી. યુદ્ધ પૂર્ણ થયા પછી આ માલ કેટલા દિવસે ગંતવ્ય સ્થાને પહોચશે એ પણ નકકી નથી. જેના કારણે એકસપોટરના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. આ બધાની ધંધાકીય આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. 

Surendranagar : ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદે રોકાયેલા 4 વ્યકિત પકડાયા

0

ચોટીલા શહેરમાં આવેલા સર્કિટ હાઉસમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર વ્યકિતઓ ગેરકાયદે રહેતા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે શહેરના સર્કિટ હાઉસમાં ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ અચાનક ચેકિંગ કરતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઝડપાયેલા હરેશભાઇ માવજીભાઇ ઘાડવી (રહે. ગારીડા તા.રાજકોટ), હરેશભાઇ પોલાભાઇ વાઘેલા(રહે. ગુંદા તા.ચોટીલા), અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા (રહે. રાજ૫રા તા.ચોટીલા) અને ગોરઘનભાઇ જાદવભાઇ ચાવડા (રહે. ગુંદા તા.ચોટીલા)ને મામલતદારને સુપ્રત કરી આગળની જામીનગીરી અંગેની કાર્યવાહી હાથ ધરવા સુચનાઓ આપી હતી.આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની સુચના આપવામાં આવી છે.

Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત,નવરાત્રિના 9 દિવસના શુભ રંગો, 9 દિવસ 9 દેવીઓની પૂજાની યાદી

0

ગુરુવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી રહેશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે. તેની શરૂઆત ચૈત્ર સુદ એકમ તિથિ પર ઘટસ્થાપન સાથે થાય છે. આ દિવસે કળશ સ્થાપના કર્યા બાદ જ લોકો ઉપવાસ અને દેવીની વિધિવત પૂજા શરૂ કરે છે. ઘરમાં પૂરા નવ દિવસ સાત્વિકતા અને શુદ્ધિનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજન કર્યા પછી પારણા કરવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપન માટે બે શુભ મુહૂર્ત રહેશે.

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત

પ્રથમ મુહૂર્ત: સવારે 06:52 થી સવારે 07:43 સુધી.અભિજીત મુહૂર્ત: બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી.

ઘટસ્થાપન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

ઘટસ્થાપન માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ-સુથરા વસ્ત્રો પહેરવા જોઈએ. શારીરિક અને માનસિક શુદ્ધિ પછી જ કળશને સ્પર્શ કરવો. કળશ સ્થાપના સમયે ધ્યાન રાખવું કે ત્યાં બેસવા માટે થોડી ખાલી જગ્યા જરૂર હોવી જોઈએ, જેથી ત્યાં બેસીને ધ્યાન, જપ કે પાઠ સરળતાથી કરી શકાય. આસપાસ બિલકુલ ગંદકી ન હોવી જોઈએ. જે સ્થાન પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને ક્યારેય સૂનું ન છોડવું જોઈએ. ત્યાં દરેક સમયે કોઈને કોઈ હાજર હોવું જોઈએ. શૌચાલય, સ્નાનઘર કે રસોડાની પાસે ક્યારેય ઘટસ્થાપન ન કરવું.

નવરાત્રિના 9 દિવસના શુભ રંગો

19 માર્ચ (ગુરુવાર): પીળો

20 માર્ચ (શુક્રવાર): લીલો

21 માર્ચ (શનિવાર): ગ્રે (રાખોડી)

22 માર્ચ (રવિવાર): નારંગી

23 માર્ચ (સોમવાર): આછો પીળો અથવા આછો ગુલાબી

24 માર્ચ (મંગળવાર): લાલ

25 માર્ચ (બુધવાર): વાદળી

26 માર્ચ (ગુરુવાર): ગુલાબી

27 માર્ચ (શુક્રવાર): જાંબલી

નવરાત્રિમાં શું દાન કરવું?

નવરાત્રિના પવિત્ર દિવસોમાં દાન-ધર્મ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ દિવસોમાં તમે વસ્ત્રો, ફળ, ફૂલ, સૌભાગ્યની સામગ્રી અથવા ચોખા, લોટ, ઘઉં, ખાંડ જેવી ખાદ્યસામગ્રીનું દાન કરી શકો છો. શક્તિ મુજબ ધનનું દાન પણ કરી શકાય છે. આ ઉપરાંત વાર મુજબ પણ દાન કરી શકાય છે. જેમ કે, નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે, તો પ્રથમ દિવસે ગુરુ ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, હળદર, પીળા વસ્ત્રો, કેળા, પીળી મીઠાઈ અથવા કેસરનું દાન કરવું ઉત્તમ રહેશે.

પ્રથમ દિવસે કયા દેવીની પૂજા થશે?

નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમને હિમાલયની પુત્રી કહેવામાં આવી છે. મા શૈલપુત્રીને પીળા અથવા સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે. દેવીને સફેદ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. પૂજા બાદ મા શૈલપુત્રીના મંત્રોનો જાપ કરવો જોઈએ અને તેમની કથા સાંભળવી જોઈએ.

નવરાત્રિના 9 દિવસ: 9 દેવીઓની પૂજાની યાદી

19 માર્ચ: મા શૈલપુત્રી

20 માર્ચ: મા બ્રહ્મચારિણી

21 માર્ચ: મા ચંદ્રઘંટા

22 માર્ચ: મા કૂષ્માંડા

23 માર્ચ: મા સ્કંદમાતા

24 માર્ચ: મા કાત્યાયની

25 માર્ચ: મા કાલરાત્રિ

26 માર્ચ: મા મહાગૌરી

27 માર્ચ: મા સિદ્ધિદાત્રી

Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં માતાજીના 9 રૂપોની પૂજા સાથે જાણો ચૈત્રી નવરાત્રિના નવ ભોગ કયા દિવસે કયા દેવીને કયો ભોગ ચઢાવવો શુભ?

0

ચૈત્ર નવરાત્રીમાં માતાજીના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન દરેક દિવસે માતાજીને તેમના મનપસંદ ભોગ ચઢાવવામાં આવે છે. જાણો કે નવરાત્રીના કયા દિવસે કઈ દેવીને કયો ભોગ અર્પણ કરવો.નવરાત્રી હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આ નવ દિવસોમાં માતાજીના અલગ-અલગ ૯ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં શ્રદ્ધાથી અને નિયમ મુજબ માતા દુર્ગાની આરાધના કરવાથી જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે.વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે જેને અલગ નામોથી ઓળખવામાં આવે છે. તેમાં બે પ્રગટ અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર મહિનાની નવરાત્રી પ્રગટ નવરાત્રી છે જેમાં ભક્તો ૯ દિવસ સુધી વ્રત રાખે છે અને નિયમિત રીતે પૂજા કરે છે.

ચૈત્ર નવરાત્રી 2026 

પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની નવરાત્રી ચૈત્ર સુદ પ્રતિપદા થી શરૂ થઈને ચૈત્ર નવમી સુધી ચાલે છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થશે અને આ જ દિવસે હિંદુ નવું વર્ષ પણ શરૂ થશે. નવરાત્રીનો સમાપન 27 માર્ચે થશે અને આ દિવસે રામ નવમી પણ ઉજવાશે. આ નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત હોય છે અને માન્યતા મુજબ આ સમયમાં માતાજી પૃથ્વી પર આવીને ભક્તોને આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ-શાંતિ લાવે છે.

નવરાત્રીના દરેક દિવસે માતાજીના અલગ સ્વરૂપની પૂજા થાય છે અને દરેક દિવસે ખાસ ભોગ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે માતાજીને તેમની પસંદનો ભોગ ચઢાવવાથી ખાસ આશીર્વાદ મળે છે.

પહેલો દિવસ

પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. તેમને ખીરનો ભોગ ચઢાવવો શુભ માનવામાં આવે છે, જે આરોગ્ય માટે સારો છે.

બીજો દિવસ

બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. તેમને મીઠી વસ્તુઓ જેમ કે મિશ્રી અથવા ખાંડનો ભોગ ચઢાવો, જેથી સુખ-શાંતિ મળે.ત્રીજો દિવસ

ત્રીજા દિવસે

ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેમને દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ ચઢાવવાથી દુઃખ દૂર થાય છે.

ચોથો દિવસ

ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા થાય છે. તેમને માલપૂઆનો ભોગ ચઢાવવો શુભ છે.

પાંચમો દિવસ

પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે. તેમને કેળાનો ભોગ ચઢાવવાથી આશીર્વાદ મળે છે.

છઠ્ઠો દિવસ

છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે. તેમને મધનો ભોગ ચઢાવવાથી વ્યક્તિત્વમાં તેજ આવે છે.

સાતમો દિવસ

સાતમા દિવસે મા કાળરાત્રિની પૂજા થાય છે. તેમને ગોળનો ભોગ ચઢાવવાથી ભય દૂર થાય છે.

આઠમો દિવસ

આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. તેમને નાળિયેરનો ભોગ ચઢાવવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

નવમો દિવસ

નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તેમને હલવો-પૂરી, ચણા અને નાળિયેરનો ભોગ ચઢાવવો ખૂબ શુભ માનવામાં આવે છે.

Bollywood : શાહરૂખ ખાનને એક મેચ્યોર રોમાન્ટિક ફિલ્મની ઓફર

0

શાહરુખ ખાનને એક મેચ્યોર રોમાન્ટિક ફિલ્મ ઓફર થઈ હોવાનું કહેવાય છે. જોકે, શાહરુખે હજુ આ ફિલ્મ વિશે આખરી નિર્ણય લીધો નથી.

શાહરુખ હાલ તેની ‘કિંગ’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળશે. જોકે, ચર્ચા મુજબ આ એક બિગ બજેટ ફિલ્મ હશે. તેમાં શાહરુખની વયને ધ્યાને રાખીને મેચ્યોર લવ સ્ટોરી દર્શાવાશે.

કહેવાય છે કે શાહરૂખે સતત એકશન ફિલ્મો કરી હોવાથી તે હવે શારીરિક રીતે બહુ મહેનત કરનારા રોલથી થોડો સમય દૂર રહેવા માંગે છ.ે ડોકટરોની સલાહ અને થોડા વરસોથી નાની-મોટી ઇજાઓને જોઇને તેણે રોમેન્ટિક ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે.આ ફિલ્મ ઉપરાંત ફરાહ ખાન પણ શાહરુખને એક ફિલ્મ ઓફર કરી ચૂકી છે. તે વિશે પણ શાહરુખ આગામી મહિનાઓમાં નિર્ણય લે તેવી સંભાવના છે.

World : અમેરિકા-ઇઝરાયેલનો ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો

0

અમેરિકા અને ઇઝરાયેલે ઇરાનના ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરતાં ઇરાને હવે વળતા હુમલાની ધમકી આપતા સાઉદી અરેબિયા, યુએઈ અને કતારમાં ચાલતા બધા પેટ્રોકેમિકલ પ્લાન્ટ ખાલી કરવાનો આદેશ જારી કર્યો છે. ેતેણે ખાડી દેશોના પેટ્રોકેમિકલ સંકુલો પર હુમલો કરવાની ચીમકી આપી છે.  તેથીે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૯.૯૫ થઈ લગભગ ૧૧૦ ડોલરને સ્પર્શી ગયો હતા.

ઇઝરાયેલે ઇરાન પર પ્રહાર કરતાં તેના ટોચના ઇન્ટેલિજન્સ મિનિસ્ટર ઇસ્માઇલ ખતીબને ખતમ કર્યા હતા. અમેરિકાએ હોર્મુઝની ખાડી ખોલાવવા માટે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ પર કરેલા હુમલામાં ૫૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો.આ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ એવા લક્ષ્યો પર હુમલો કરવા કરવામાં આવે છે જે બહુ મજબૂત હોય અથવા જમીનમાં ઊંડે સુધી હોય.  તેની સાથે ઇરાનના ઓફશોર નેચરલ ગેસ ફિલ્ડ  સાઉથ પાર્સ પર હુમલો કર્યો હતો. અમેરિકા અને ઇઝરાયેલના ડ્રોને અસલાયુહમાં આવેલા ગેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને ટાર્ગેટ બનાવ્યા હતા. આના પગલે પ્લાન્ટ બંધ કરી દેવો પડયો હતો. સાઉથ પાર્સમાં ૨૦૦૨માં ઉત્પાદન શરૂ થયુ હતુ. તે ઇરાન અને ઓમાનનું સંયુક્ત ઓઇલફિલ્ડ છે. ઇરાનના કુલ ગેસ ઉત્પાદનમાં તેનો હિસ્સો ૭૦થી ૭૫ ટકા છે. આ સિવાય તે ઇરાનના પેટ્રોકેમિકલ્સ અને ગેસોલીન ઉત્પાદન માટે કાચામાલ તરીકે કામ કરે છે.આ સિવાય નાટોએ સાથ ન આપતા ગીન્નાયાલે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમારે કોઈની મદદની જરૂર નથી. 

આના પગલે હવે આ યુદ્ધ ઇરાનના ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર સુધી ફેલાતા ઇરાને પણ મધ્યપૂર્વના ઉપરોક્ત ત્રણ દેશોના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવવાની ચીમકી આપી હુમલા શરુ કરી દીધા છે.  ઇરાને સાઉદી અરેબિયાની સામરેફ રીફાઇનરી અને તેના જુબેઇલ પેટ્રોકેમિકલ કોમ્પ્લેલેક્સ, યુએઈના અલ હસન ગેસ ફિલ્ડ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ અને કતારમાં રીફાઇનરીને ટાર્ગેટ બનાવવાની ધમકી આપી છે. 

ઇરાને બુધવારે સાઉદી અરેબિયાના ઓઇલ ફિલ્ડવાળા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. તેની સાથે-સાથે યુએઈ, કતાર, બહેરિન અને કુવૈતમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે ઇઝરાયેલમાં તેલઅવીવ પર કરેલા હુમલામાં બેના મોત થયા છે. ઇરાને જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલ સિવાય બધા માટે હોર્મુઝની ખાડી ખુલ્લી રહેશે. 

 ઇરાનના ટોચના અધિકારી લારીજાનીની હત્યાના જવાબમાં ઇરાનીયન રીવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયેલ પર મિસાઇલો વડે જંગી આક્રમણ કર્યુ છે, જેનાથી તેને મોટાપાયા પર ફટકો પડશે. આ દરમિયાન ઇરાનના પરમાણુ મથક પર અજાણ્યા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમા ખાસ નુકસાન થયું નથી, એમ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું. 

યુએઈએ જણાવ્યું હતું કે બુધવારે તેના પર ૧૩ મિસાઇલ અને ૨૭ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇરાનના લારેસ્ટન શહેરમાં કોર્ટહાઉસ પર થયેલા હુમલામાં આઠના મોત થયા છે. જ્યારે નાટોએ જણાવ્યું છે કે તે દક્ષિણ તુર્કીમાં ઇરાનના હુમલાનો સામનો કરવા માટે પેટ્રિયેટ એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવશે. જર્મનીમાં રેમસ્ટેઇન ખાતે એલાઇડ એરકમાન્ડ દ્વારા મોકલવામાં આવશે.