Home Blog Page 277

Bollywood : શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં

0

ચેન્નઈમાં શ્રીદેવીના નામની પ્રોપર્ટી પર કેટલાક લોકોએ દાવો કરી દેતાં આ અંગે ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, તથા ખુશી  કપૂર  મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યાં છે. 

આ ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી. પરંતુ તેના પર ચંદ્રબાનુ નામની એક મહિલા તથા તેનાં બે સંતાનોએ દાવો કર્યો હતો. તેમણે ૨૦૨૫માં આ જમીન પર પોતાનો વારસાઈ હક્ક હોવાનું જણાવ્યું  હતું. બોની  કપૂરે તેમના આ દાવા સામે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દેતાં હવે  બોનીએ હાઈકોર્ટનું શરણું લીધું છે. બોની કપૂર દ્વારા અગાઉ એવી  દલીલ કરાઈ હતી કે તેમણે આ જમીન જેમની પાસેથી ખરીદી હતી તે પરિવારની વ્યક્તિએ એક પત્ની હયાત હોવા  છતાં પણ બીજાં લગ્ન કર્યાં  હતાં. આ બીજાં લગ્ન કરનારી પત્ની કે  તેમના સંતાનોનો આ વ્યક્તિની વારસાઈ મિલ્કતો પર કોઈ હક્ક બનતો નથી. 

તેમણે ૧૯૮૮માં આ મિલ્કત માટે વેચાણ ખત રજિસ્ટર કરાવ્યું હતું અને તેનાં ૩૭ વર્ષ પછી અચાનક આ લોકોએ આ પ્રોપર્ટી પર દાવો માંડયો છે તે ખોટું છે. 

National : हरियाणा राज्यसभा चुनाव में क्रॉस वोटिंग पर विनेश फोगाट बोलीं, ‘कुछ अपने भी जयचंद…’

0

हरियाणा राज्यसभा चुनाव में दो सीटों में से एक पर जीत हासिल करने वाली भारतीय राष्ट्रीय कांग्रेस में अब अंतर्कलह शुरू हो चुकी है. एक ओर जहां विधायकों के क्रॉस वोट करने को लेकर चर्चा है तो वहीं सवाल यह भी है कि जब मॉक पोलिंग हुई तो उसके बाद भी वोट कैंसिल कैसे हुए?

इन सबके बीच पार्टी विधायक विनेश फोगाट ने प्रतिक्रिया दी है. सोशल मीडिया साइट एक्स पर की गई पोस्ट में विनेश ने किसी नेता या पदाधिकारी का नाम तो नहीं लिखा है कि लेकिन ऐसा माना जा रहा है कि वह हालिया कार्रवाईयों से खफा हैं.फोगाट ने लिखा कि वोट क्रॉस हुई हो या कैंसिल क्या मंशा दोनों जगह एक जैसी थी यह पार्टी को डिसाइड करना है. ऐसे बिना वजह कुछ नहीं होता कोई किंतु परन्तु नहीं होना चाहिए, इसी सोच के साथ पार्टी को एक्शन लेना चाहिए.  अगर गलती क्रॉस करने वालों की है तो कैंसिल करने वालो की भी क्या उतनी ही है यह हमारी पार्टी का शीर्ष नेतृत्व फैसला ले.

हर बार वार दूसरों के कंधों पर रख कर नहीं होता- विनेश फोगाट

उन्होंने लिखा कि हर बार वार दूसरों के कंधों पर रख कर नहीं होता कुछ अपने भी जयचंद हैं. मॉक ड्रिल इसीलिए करवायी गई थी की कोई गलती ना हो अगर फिर भी यह सब हुआ तो जवाबदेही किसकी??  जिसका जमीर जिंदा हो उसकी कोई कीमत नहीं होती, रखवाली जानवरों की होती है इंसानों की नहीं.

फोगाट ने लिखा कि सजा उसी को मिले जिसने गलती की ईमानदारों के खिलाफ झूठा नैरेटिव बना कर सजा उनको क्यों. यह विचारधारा की लड़ाई है, जनता की अदालत में उनके नाम जाने चाहिए जनता ही उनका आखिरी फैसला ले भविष्य का.

बता दें हरियाणा में विधायक गोकुल सेतिया और मंजू चौधरी धरने पर बैठ गए थे. आरोप थे कि इन्होंने क्रॉस वोट किया. इन आरोपों से आहत दोनों विधायक धरने पर बैठ गए और जब भूपिंदर सिंह हुड्डा ने उन्हें आश्वस्त करते हुए क्लीन चिट दिया तब वह धरने से उठे.

Bhakti : चैत्र नवरात्रि की अष्टमी-नवमी कब ? जानें डेट, पूजा मुहूर्त, कन्या पूजन किस दिन होगा

चैत्र नवरात्रि 19 मार्च से शुरू हो रही है. पहले दिन घटस्थापना होगी. फिर 9 दिन तक माता की पूजा, व्रत, धार्मिक अनुष्ठान किए जाएंगे. देवी भागवत पुराण और मार्कंडेय पुराण में नवरात्रि की अष्टमी और नवमी तिथि को अत्यंत फलदायी बताया गया है. माना जाता है कि इस दिन देवी की उपासना करने से सभी संकट दूर होते हैं साथ ही नवरात्रि के नौ की पूजा सफल हो जाती है. इस साल चैत्र नवरात्रि की अष्टमी और नवमी तिथि किस दिन है यहां देखें.

चैत्र नवरात्रि घटस्थापना मुहूर्त

घटस्थापना मुहूर्त – सुबह 06:52- सुबह 07:43
घटस्थापना अभिजित मुहूर्त – दोपहर 12:07 – दोपहर 12:55
चैत्र नवरात्रि की अष्टमी-नवमी 2026 डेट

चैत्र नवरात्रि अष्टमी – 26 मार्च 2026

अष्टमी तिथि – 25 मार्च 2026, दोपहर 1.50 पर शुरू होगी और 26 मार्च को सुबह 11:48 पर समाप्त होगी.
मुहूर्त – सुबह 6.20 – सुबह 7.52
दूसरा मुहूर्त – सुबह 10.56 – दोपहर 2.01
शाम का मुहूर्त – शाम 5.06 – रात 9.33
मां महागौरी पूजन – मां महागौरी को सौभाग्य और विवाह की देवी माना जाता है. मान्यता है कि जो अविवाहित कन्याएं श्रद्धा से इनकी पूजा करती हैं, उन्हें योग्य वर की प्राप्ति होती है और विवाहित महिलाओं को अखंड सौभाग्य का आशीर्वाद मिलता है. इस दिन लोग अपनी कुल देवी का पूजन करते हैं.

चैत्र नवरात्रि नवमी – 27 मार्च 2026

नवमी तिथि – 26 मार्च को सुबह 11:48 पर शुरू होगी और 27 मार्च 2026 को सुबह 10.06 पर समाप्त होगी.
मुहूर्त – सुबह 6.18 – सुबह 10.56
मां सिद्धिदात्री पूजा – नवारत्रि के आखिरी दिन माता के नौवे स्वरूप मां सिद्धिदात्री की पूजा करने से व्यक्ति की बुद्धि, विवेक और ज्ञान बढ़ता है. साधना करने वालों को आध्यात्मिक शक्ति और आत्मिक शांति प्राप्त होती है.

कन्या पूजा के लिए 2 दिन श्रेष्ठ

चैत्र नवरात्रि में अष्टमी और नवमी दोनों दिन कन्या पूजन के लिए श्रेष्ठ माने जाते हैं. पुराणों के अनुसार कन्या पूजन करने से मां दुर्गा अत्यंत प्रसन्न होती हैं और भक्त को सुख-समृद्धि का आशीर्वाद देती हैं।

शास्त्रों में कहा गया है- कुमार्यः पूजिता यत्र तत्र देवी प्रसिद्यति।

अर्थ – जहां कन्याओं का सम्मान और पूजन होता है, वहां देवी प्रसन्न होकर आशीर्वाद देती हैं. घर में सुख-समृद्धि आती है.

National : नवरात्रि के पहले दिन 19 मार्च को बैंक जाने का है प्लान? जान लें कल ब्रांच खुले या नहीं..

0

अगर आप कल यानी 19 मार्च को किसी जरूरी काम से बैंक जाने की सोच रहे हैं, तो उससे पहले यह जान लेना बेहतर होगा कि आपके शहर में इस दिन बैंक खुले रहेंगे या नहीं. कई बार अलग-अलग राज्यों और शहरों में अलग वजहों से छुट्टियां रहती हैं. ऐसे में बिना जानकारी के बैंक ब्रांच जाने पर आपको परेशानी का सामना करना पड़ सकता है. 

इसलिए बैंक जाने से पहले रिजर्व बैंक ऑफ इंडिया (आरबीआई) की ओर से जारी छुट्टियों की लिस्ट जरूर देख लेनी चाहिए. इस लिस्ट में साफ तौर पर बताया जाता है कि किस दिन और किन शहरों में बैंक बंद रहेंगे और उसकी वजह क्या है. आइए जानते हैं, कल बैंक किन-किन शहरों में बंद है.

 19 मार्च को इन शहरों में बंद रहेंगे बैंक

19 मार्च को देशभर में सभी जगह बैंक बंद नहीं रहेंगे, बल्कि कुछ चुनिंदा शहरों में ही छुट्टी रहेगी. अलग-अलग क्षेत्रों में पड़ने वाले त्योहारों के कारण यह अवकाश दिया गया है. इस दिन गुड़ी पड़वा, उगादी, तेलुगु नववर्ष, सजीबू नोंगमपनबा (चेइराओबा) और नवरात्र की शुरुआत जैसे अवसरों की वजह से कुछ शहरों में बैंकिंग सेवाएं प्रभावित रहेंगी.

इस दौरान बेलापुर, बेंगलुरु, चेन्नई, हैदराबाद, इंफाल, जम्मू, श्रीनगर, मुंबई, नागपुर, पणजी और विजयवाड़ा में बैंक बंद रहेंगे. हालांकि इन शहरों को छोड़कर बाकी जगहों पर बैंक सामान्य रूप से खुलेंगे. इसलिए अपने शहर की स्थिति देखकर ही बैंक जाने की प्लान बनाना बेहतर रहेगा.

बैंक बंद होने पर भी ऑनलाइन सेवाएं रहेंगी चालू

हालांकि कुछ शहरों में बैंक शाखाएं बंद रहेंगी, लेकिन ग्राहकों को ज्यादा परेशानी नहीं होगी. क्योंकि डिजिटल बैंकिंग सेवाएं पहले की तरह जारी रहेंगी. आप मोबाइल बैंकिंग, इंटरनेट बैंकिंग और एटीएम के जरिए पैसे ट्रांसफर, बैलेंस चेक या अन्य जरूरी काम आसानी से कर सकते हैं. हालांकि, जिन कामों के लिए बैंक ब्रांच जाने की आवश्यकता होती है, वैसे काम नहीं हो पाएंगे. 

Ahmedabad : આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો જેકેટની વિશેષતા

અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે રસ્તા વચ્ચે ઊભા રહીને વાહનવ્યવહારનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસ કર્મીઓની હાલત કફોડી બની જાય છે. અતિશય ગરમી અને હીટવેવના કારણે પોલીસ કર્મીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય ‘પાયલોટ પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે ‘કૂલ જેકેટ’ છે.

પકવાન ચાર રસ્તાથી થઈ શરૂઆત

સેવાભાવી સંસ્થા ‘મહિલા હાઉસિંગ ટ્રસ્ટ’ (MHT) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી આ નવીન પહેલ કરવામાં આવી છે. હાલ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પરના પકવાન ચાર રસ્તા ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને આ સ્પેશિયલ કૂલિંગ જેકેટ્સ આપવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરે છે આ ‘AC જેકેટ’?

આ કોઈ સામાન્ય જેકેટ નથી, પણ ટેકનોલોજી અને આરામનું અનોખું મિશ્રણ છે. આ જેકેટની ડિઝાઈન અને કાર્યપદ્ધતિ તેને ખાસ બનાવે છે. જેકેટમાં પાવર બેંક કનેક્ટ કર્યા બાદ એક ‘ઓન-ઓફ’ બટન આપવામાં આવ્યું છે. જેવું બટન દબાવો એટલે જેકેટની અંદર લાગેલા પંખા (Fans) શરૂ થઈ જાય છે. આ જેકેટ પહેરવાથી શરીરનું તાપમાન આસપાસના વાતાવરણ કરતા આશરે 5 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. જેકેટની ચેન બંધ કરતા જ અંદરની હવા બહાર નીકળતી નથી અને આખા શરીરમાં ગોળ-ગોળ ફરતી રહે છે. જેના કારણે પરસેવો વળતો નથી અને ઈરીટેશન થતું નથી. જેકેટમાં ખાસ આઈસ કોલરની સુવિધા છે, જેને પલાળીને રાખવાથી ઠંડી હવા ગળા અને માથા સુધી પહોંચે છે, જે હીટ સ્ટ્રોક (લૂ લાગવી) સામે રક્ષણ આપે છે.

ભવિષ્યમાં સમગ્ર શહેરમાં અમલની શક્યતા

આ પ્રોજેક્ટ અત્યારે ‘અમદાવાદ હીટ એક્શન પ્લાન’ હેઠળ કાર્યરત છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસેથી આ જેકેટની અસરકારકતા અને ઉપયોગની સરળતા વિશે પ્રતિસાદ (Feedback) મેળવવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી દિવસોમાં શહેરના અન્ય વ્યસ્ત સર્કલો પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પણ આ જેકેટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

ગરમી સામે લડવા નવીન અભિગમ

નોંધનીય છે કે, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી ક્લાયમેટ ચેન્જ અને હીટ રિઝિલિયન્સ પર કામ કરી રહ્યું છે. આ કુલ જેકેટ માત્ર પોલીસ કર્મીઓને આરામ જ નથી આપતા, પરંતુ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. હલકા વજનનું અને ટકાવ ફેબ્રિક ધરાવતું આ જેકેટ લાંબા સમય સુધી આઉટડોર ફરજ બજાવતા કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલથી હવે ગરમીના પ્રકોપ વચ્ચે પણ પોલીસ કર્મીઓ વધુ ઉત્સાહ અને સુરક્ષા સાથે પોતાની સેવા આપી શકશે.

Bollywood : સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે

0

પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ ‘સુંદર પૂનમ’ ટાઈટલ અપાયું છે.

ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ વિધિની તસવીરો શેર કરી હતી.

World : ‘ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે યુદ્ધ કર્યું, ઈરાનથી જોખમ નહોતું..’, અમેરિકાના ટોચના અધિકારીનું રાજીનામું

0

અમેરિકા અને ઈઝરાયલે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે ત્યારે અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ઈરાનથી કોઈ જોખમ નહોતું. ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું છે. પ્રમુખ ટ્રમ્પના સાથીઓનું પણ કહેવું છે કે ટ્રમ્પને આશા નહોતી કે ઈરાન આટલો જોરદાર હુમલો કરશે અને યુદ્ધ લાંબુ ચાલશે.

અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપવાની સાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમનું હૃદય એ માનવા તૈયાર નથી કે ટ્રમ્પ સરકાર ઈરાન યુદ્ધનું સમર્થન કરે. આપણા દેશને ઈરાનથી કોઈ તાત્કાલિક જોખમ નહોતું અને એ સ્પષ્ટ છે કે આપણે આ યુદ્ધની શરૂઆત ઈઝરાયલ તથા તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણના કારણે કરી છે. ગત જુલાઈમાં 44ની સરખામણીમાં બાવન મતોથી કેન્ટની કાઉન્ટર ટેરરિઝમના વડાપદે નિમણૂક કરવામાં આવી હતી.તેમના રાજીનામાથી ટ્રમ્પના સમર્થકોમાં આ યુદ્ધ અંગે વ્યાકુળતા વધી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ જો કેન્ટે તેમના દાવાઓને ફગાવી દીધા હોવાથી ટ્રમ્પ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. ટ્રમ્પના રાજીનામા અને તેમના દાવાઓ મુદ્દે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ ટીપ્પણી કરાઈ નથી.

દરમિયાનમાં ટ્રમ્પના સાથીઓનું માનવું છે કે ઈરાન સામેના યુદ્ધથી અમેરિકા અને ઈઝરાયલની સાથે ખાડી દેશોમાં અમેરિકન હિતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈરાન સામે યુદ્ધ મુદ્દે હવે ટ્રમ્પના સાથીઓ પસ્તાવો કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ ટ્રમ્પના નજીકના સાથીઓનું કહેવું છે કે ટ્રમ્પ સરકારે ઈરાનના શાસનની મજબૂતીનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નહોતું. કેટલાક ટોચના અધિકારીઓ ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા પહેલાં ખચકાઈ રહ્યા હતા અને તેઓ વધુ સમય ઈચ્છતા હતા, પરંતુ ટ્રમ્પે તેમની સલાહની અવગણના કરી હતી. ટ્રમ્પ તાજેતરની સૈન્ય સફળતાઓથી ખૂબ જ ઉત્સાહી હતા. ગયા વર્ષે ઈરાન પરના હુમલા તેમજ વેનેઝુએલામાં મળેલી સફળતાથી ટ્રમ્પે માની લીધું હતું કે, ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોતથી ઈરાની શાસનનું પતન થઈ જશે. તેઓ પોતાની સફળતાના નશામાં હતા.

Top News : અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, 5-6 જેટલી દુકાનો આગની ઝપેટમાં

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં આજે(18 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 5-6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચી

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે.

રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ-સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.

Top News : ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ…

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય ન્યાયતંત્રમાં ફરજ બજાવતા પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરવા અંગેની ભલામણ કરતાં રાજ્યપાલ દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો. આ પછી ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા હાઇકોર્ટની ભલામણ મુજબ આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત જાહેર કરતો મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયા

તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના બે, પોરબંદર, મોડાસા અને રાજકોટના 1-1 મળી કુલ પાંચ ન્યાયાધીશોને તેમની ફરજમાંથી નિવૃતિ આપી દેવાઇ છે. લોઅર જયુડિશિયરીમાં અચાનક પાંચેય ન્યાયાધીશોની હકાલપટ્ટીને લઇ રાજય ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જેને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે. 

કોણ છે આ પાંચ જજ?

ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે રાજયના કાયદા વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરી દેવાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ,  મોરબી ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજીનો સમાવેશ થાય છે. 

જ્યુડીશીયલ સર્વિસ રૂલ્સ અનુસાર નિર્ણય

રાજયના કાયદા વિભાગ દ્વારા ગુજરાત જયુડીશીયલ સર્વિસ રૂલ્સ-2005 ના રૂલ-21 સાથે વાંચતા ગુજરાત સિવિલ સર્વિસ(પેન્શન) રૂલ્સ-2002 ના રૂલ-10(4) હેઠળ ગુજરાત હાઇકોર્ટની આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી સેવા નિવૃત કરવા અંગેની ભલામણને સ્વીકારી તમામને ફરજિયાત સેવા નિવૃત કરી દેવાયા છે. ગુજરાત હાઇકોર્ટ અને કાયદા વિભાગના આ નિર્ણયને પગલે રાજયના ન્યાયતંત્રમાં ખાસ કરીને લોઅર જયુડીશીયરીમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. 

જાહેરહિતમાં ફરજીયાત નિવૃત

જાહેરહિતનું કારણ ધરી રાજય ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ એક સાથે લોઅર જયુડીશીયરીમાંથી એક પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, બે પ્રિન્સીપાલ જજ સહિત કુલ પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત કરી દેવાતાં ફફટાડની લાગણી સાથે વકીલઆલમ અને ન્યાયતંત્રમાં પણ ભારે ચર્ચા અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. 

કયા ન્યાયાધિશને ફરજિયાત નિવૃત કરાયા? 

 મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ,  મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજી. 

National : દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ

0

સુપ્રીમ કોર્ટે માતૃત્વને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે દત્તક લીધેલ બાળક અને પોતાના જન્મેલા બાળક વચ્ચે કોઇ જ અંતર નથી, માટે દત્તક લીધેલ બાળકની માતા સાથે કાયદો ફેદભાવ ના કરી શકે, આ સાથે જો દત્તક લીધેલુ બાળક ત્રણ મહિનાથી વધુ સમયનું હોય તો દત્તક લેનારી માતાને માતૃત્વ માટે રજાથી વંચિત રાખવામાં આવતી જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યું હતું. અને જન્મ આપનારી માતા જેટલા જ હક દત્તક લેનારી માતાને આપ્યા હતા.  

હાલમાં નિયમો મુજબ કોઇ મહિલા ગર્ભવતી હોય તો તેને ૧૨ સપ્તાહનો માતૃત્વ અવકાશ કે રજાઓ મળે છે, જ્યારે જો કોઇ મહિલા ત્રણ મહિનાથી મોટું બાળક દત્તક લે તો તેને આ રજાઓ નથી મળતી. સુપ્રીમ કોર્ટે આવી તમામ મહિલાઓને પણ ૧૨ સપ્તાહનો માતૃત્વ અવકાશ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ આર મહાદેવનની બેંચે મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું. બેંચે કહ્યું હતું કે ત્રણ માસથી ઓછી વયના બાળકને અને મોટી વયના બાળકને દત્તક લેવાની સ્થિતિમાં બન્ને માતાઓની સ્થિતિ સરખી જ હોય છે. બેંચે કહ્યું કે બાળકને દત્તક લઇને પરિવાર બનાવવાની રીત પણ એટલી જ મહત્વની છે જેટલી જન્મથી પરિવાર બનાવવાની છે. પરિવારનો આધાર જીવ વિજ્ઞાાન (બાયોલોજી) નહીં પરંતુ એકબીજા સાથે અંગત જોડાણ અને ભાવનાઓની આપલે હોય છે. દત્તક લીધેલુ બાળક પોતાના સગા બાળકથી નાનુ ના ગણાય, બન્ને એક સમાન છે. આ સાથે જ કોર્ટે સ્વીકાર કર્યો કે સામાજિક સુરક્ષા સંહિતા ૨૦૨૦ની કલમ ૬૦(૪) અંતર્ગત ઉમર સાથે જોડાયેલી પાબંદીઓ બંધારણના આર્ટિકલ ૧૪ (સમાનતા)ના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ કલમમાં એવી જોગવાઇ છે કે ત્રણ મહિનાથી ઓછી વયનું બાળક દત્તક લેવામાં આવે તો જ આવી મહિલાને માતૃત્વ લીવ મળે અન્યથા ના મળે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે માત્ર માતાઓ જ નહીં પિતાઓ માટે પિતૃત્વ અવકાશ આપવા અંગે વિચારવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બાળકની દેખરેખ માત્ર માતાની જ જવાબદારી નથી હોતી પિતા પણ આ જવાબદારી નિભાવે છે. માટે સરકારે કાયદામાં સુધારો કરીને પિતૃત્વ અવકાશ કે રજાને છૂટ આપવી જોઇએ. પેરેન્ટહૂડ સમયે માત્ર માતાને જ મહત્વ આપવું પિતાની ભૂમિકાને બાજુમાં રાખવા સમાન છે. કેન્દ્ર સરકાર મેટરનિટી લીવને સામાજિક સુરક્ષાના લાભ તરીકે ઓળખ આપવા કાયદો ઘડે. વકીલ હનસાનંદિની નંદૂરી દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વકીલે સોશિયલ સિક્યોરિટી કોડ ની કલમ ૬૦(૪)ને પડકારી હતી જેને આખરે સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે.