Home Blog Page 278

Gujarat : રાજકોટમાં યુવકની હત્યા પાછળ મહિલા કારણભૂત, ત્રણની ધરપકડ

0

રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા પ્રિન્સ ઉપર હુમલો કરવાના ગુનામાં એલસીબી ઝોન-૨નાં સ્ટાફે રવિ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૩૩), તેના ભાઇ સાગર (ઉ.વ.૨૬) અને ગોપાલ (ઉ.વ.૨૨) (રહે. ત્રણેય રાધેશ્યામ ગૌશાળાની સામે મફતીયાપરા, રૈયાધાર) ને ઝડપી લીધા હતા. 

જોકે મુખ્ય સુત્રધાર હમીર જોગરાણા ઉપરાંત દેવકરણ, ભુરો અને વિક્રમ સહિતનાં ત્રણ આરોપીઓ હાથમાં નહીં આવતા તમામની પોલીસે શોધખોળ જારી રાખી છે. આ કેસનાં તપાસનીશ એસસી, એસટી સેલનાં એસીપી ચિંતન પટેલની તપાસમાં એવુ ખુલ્યું છે કે મૃતક ભાવેશની કૃપાલી નામની મહિલા મિત્ર હતી. જેની સાથે આરોપી હમીરને પણ ફ્રેન્ડશીપ થઇ જતા બંને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. જેને કારણે મૃતક ભાવેશ અને આરોપી હમીર વચ્ચે તકરાર શરૂ થઇ હતી. 

આરોપી હમીરનાં ભાઇ સાગરનો રસનો ચિચોડો છે. જ્યાં આવારા તત્વો ભેગા થાય છે તેવી મૃતક ભાવેશે મનપામાં અરજી કરતા તકરાર વધી હતી. આખરે આરોપી હમીરે મૃતક ભાવેશ અને કૃપાલી પોતાને હનીટ્રેપમાં ફસાવશે અને પૈસા માગી રહ્યા છે તેવી ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી કરી હતી. આ રીતે બંને પક્ષો વચ્ચે ચાલતી તકરારને કારણે આખરે આરોપી હમીરે તેના ભાઇઓ અને મળતીયાઓ સાથે મળી ભાવેશની હત્યા કરી નાખી હતી. 

બીજી તરફ ગઇકાલે મૃતક ભાવેશના પરિવારજનોએ મૃતદેહ સંભાળી લીધા બાદ તેને લઇ હોસ્પિટલ ચોક પાસે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જ્યાં ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા ધમાલ થઇ હતી. જે અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

ક્રાઇમ બ્રાંચમાં એએસઆઇ તરીકે નોકરી કરતા સંજયભાઇ દાફડાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હોસ્પિટલ ચોકમાં બંદોબસ્તમાં હતા ત્યારે આરોપીઓ દિલિપ ધીરુભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોક સિંધવ અને નરેશભાઇ બગડાએ ટોળાંને ઉશ્કેરી ચક્કાજામ કરવા કહ્યું હતું. 

જેને કારણે ૧૫ થી ૨૦ માણસોના ટોળાએ ચક્કાજામ કરી રસ્તો બ્લોક કરી દીધો હતો. જેથી તેમને ડીટેઇન કરવાની કાર્યવાહી દરમિયાન ત્રણેય આરોપી ઉપરાંત અન્યોએ તેને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. એટલું જ નહીં ભુંડા બોલવા લાગ્યા હતા. સાથોસાથ કહ્યું કે તમારા બધાના પટ્ટા-ટોપી ઉતારી નાખીશું.

આ સ્થિતિમાં બળપ્રયોગ કરી ડીટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ.ડિવિઝન પોલીસ મથક ખાતે આરોપી ડી.ડી.સોલંકીએ તેને તું ઘરે તો એકલો જ જશે ને, રસ્તામાં તને પતાવી દેશું તેવી ધમકી આપી હતી. જેથી ત્રણેય આરોપીઓ ઉપરાંત ૧૫ થી ૨૦ માણસોનાં ટોળા સામે ફરજમાં રૂકાવટ, ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું કે મૃતક ભાવેશ સામે મારામારી, રાયોટીંગ સહિતનાં આઠ ગુના નોંધાયા હતા. પાસામાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી. 

Business : ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી

0

જ્યારે જ્યારે યુદ્ધ જેવી ઘટનાને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ઊભી થાય છે ત્યારે સામાન્ય રીતે ગોલ્ડ તથા ડોલરમાં રોકાણકારોનું સેફ હેવન રોકાણ વધી જાય છે અને આ એસેટસના ભાવ ઊંચે જતા હોય પરંતુ વર્તમાન ઈરાન યુદ્ધના સમયમાં સોના તથા ડોલરને બદલે એસેટ કલાસ એટલે કે બિટકોઈન એક મજબૂત એસેટસ તરીકે ઊભરી આવ્યો છે. 

૨૮ ફેબુ્રઆરીના ઈરાન પર ઈઝરાયલ તથા અમેરિકાના આક્રમણ બાદ બિટકોઈનમાં જોરદાર રેલી જોવા મળી છે, જ્યારે સોનામાં રેલી ટકી શકી નથી અને ઈક્વિટીસમાં ધબડકો થયો છે. 

ઈરાન પર અમેરિકા તથા ઈઝરાયલે શરૂ કરેલા હુમલાને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં મોટું કરેકશન આવ્યું હતું અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન  યુદ્ધ ફાટી નીકળ્યાના ગણતરીના કલાકોમાં જ પાંચ ટકાથી વધુ તૂટી ૬૩૦૦૦ ડોલરની નજીક સરકી ગયો હતો. જો કે ત્યારબાદ તેમાં રિકવરી આવી હતી અને યુદ્ધના ૧૮માં દિવસે બિટકોઈન ઉપરમાં ૭૫૯૧૨ ડોલર જોવા મળ્યો હતો, બીજી વર્તમાન મહિનામાં ગોલ્ડના વૈશ્વિક ભાવમાં પાંચ ટકા જેટલું કરેકશન આવ્યું છે. ૅૅજ્યારે ગોલ્ડના ભાવ જે પ્રતિ ઔંસ ૫૨૯૯ ડોલર પહોંચી ગયા હતા તે હાલમાં ૫૦૦૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છે.

બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીઝ એથર, એકસઆરપી, સોલાનામાં પણ ૧૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

યુદ્ધ સંબંધિત જોખમો હળવા થઈ રહ્યાના સંકેતોએ જોખમી એસેટસમાં આકર્ષણ વધાર્યું હોવાનું બજારના સુુત્રો માની રહ્યા છે.

અમેરિકામાં લિસ્ટેડ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)મા ંગયા સપ્તાહે ૭૬.૩૦ કરોડ ડોલરનો નેટ ઈન્ફલો રહ્યો હતો. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ માર્ચમાં કુલ ઈન્ફલો ૧.૩૦ અબજ ડોલરને પાર કરી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે, જે રોકાણકારો ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાં વિશ્વાસ ધરાવતા હોવાનું સૂચવે છે.

Business : ગેસ પૂરવઠો ખોરવાઇ જતા દવા ઉત્પાદન એકમોના કામકાજ પર અસર

0

રિએકટર્સ તથા સ્ટીમ જનરેશન માટે ઉપયોગમાં લેવાતા પ્રોપેન ગેસની ભારે અછતને પરિણામે દેશના ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં કેટલાક ફાર્મા ઉત્પાદન એકમોમાં ઉત્પાદનો ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે.

પેરાસિટામોલ, વિટામીન્સ સહિતની કેટલીક આવશ્યક દવાના ઉત્પાદન પર અસર પડી હોવાનું ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે. બોઈલરની કામગીરી પર ગંભીર અસર પડી છે અને આને કારણે આવનારા સપ્તાહોમાં દવાની અછત વર્તાવાની શકયતા નકારાતી નથી.

ભારત મોટી સંખ્યાના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડીઅન્ટસ (એપીઆઈ) એકમો ધરાવે છે જ્યાં વ્યાપક પ્રકારની દવાઓનું ઉત્પાદન થાય છે.

આગામી આઠથી દસ દિવસમાં ૨૦૦ જેટલા ઉત્પાદન એકમો બંધ પડી જવાની સ્થિતિમાં છે જેને કારણે મહત્વની દવાના પૂરવઠા પર અસર પડી શકે છે.

Bollywood : Dhurandhar 2 के प्रीमियर शो में हुई दिक्कत, इस वजह से स्क्रीनिंग में हो सकती है देरी

आदित्य धर निर्देशित और रणवीर सिंह स्टारर ‘धुरंधर: द रिवेंज’ को लेकर एक्साइटमेंट पीक पर है. फैंस इस फिल्म का बेसब्री से इंतजार कर रहे रहे हैं. वहीं ‘धुरंधर 2’ या ‘धुरंधर द रिवेंज’ के प्रीमियर शो 18 मार्च, बुधवार यानी आज होने हैं. इसके लिए रिकॉर्ड तोड़ एडवांस बुकिंग हुई है. लेकिन खबरें हैं कि नार्थ अमेरिका में इसके प्रीमियर शो में देरी हो सकती है. चलिए इसकी वजह जानते हैं.

‘धुरंधर: द रिवेंज’ के प्रीमियर शो में हो सकती है देरी
दरअसल वायरल हो रही खबरों के मुताबिक, विदेशों और दूसरी जगहों पर फिल्म की प्रीमियर स्क्रीनिंग में ‘लास्ट-मिनट एडिट्स’ और कंटेंट डिलीवरी की वजह से कुछ देरी हो सकती है. हालांकि थिएटर हाउस या मेकर्स की तरफ से कोई ऑफिशियल खबर नहीं है, लेकिन वेंकी बॉक्स ऑफिस की रिपोर्ट्स का दावा है कि नॉर्थ अमेरिका में आज स्क्रीनिंग पर असर पड़ सकता है क्योंकि “लास्ट मिनट की वजह से सेकंड हाफ का कंटेंट अभी भी नहीं भेजा गया है.  

रिपोर्ट में आगे यह भी कहा गया है कि जिन सिनेमाघरों में इलेक्ट्रॉनिक डिलीवरी सिस्टम लगे हैं, वे शायद अभी भी प्रीमियर शो दिखा पाएंगे, बशर्ते उन्हें फ़ाइनल फ़ाइलें समय पर मिल जाएं. पोस्ट में लिखा है, “इलेक्ट्रॉनिक लोकेशन पर प्रीमियर शो ठीक से हो जाने चाहिए, लेकिन हार्ड ड्राइव वाली लोकेशन पर शो रद्द हो सकते हैं, अगर कुछ घंटों के अंदर फ़ाइलें नहीं मिलीं तो ऐसा होने की काफ़ी संभावना है.”

भारत में ठीक समय पर शुरू होंगे प्रीमियर शो
हालांकि, भारत में सब कुछ सही ट्रैक पर है और आज शाम 5 बजे से शो शुरू होने वाले हैं. फिल्म को लेकर लोगों में काफी एक्साइटमेंट है. ‘ए’ सर्टिफिकेट और लगभग 4 घंटे के रनटाइम के साथ, यह देखना दिलचस्प होगा कि फिल्म दर्शकों का ध्यान कितना खींच पाती है.

 कितना है धुरंधर 2 का रनटाइम
रिपोर्ट्स के मुताबिक, सीबीएफसी को जमा किए गए वर्जन का रनटाइम लगभग 3 घंटे 51 मिनट था, जिसमें सीबीएफसी  ने लगभग 1.3 मिनट की और कटिंग की. वहीं, फिल्म के विदेशी वर्जन का रनटाइम लगभग 3 घंटे 55 मिनट बताया जा रहा है. फिलहाल, फिल्म का हिंदी वर्जन बिना किसी खास रुकावट के रिलीज़ होने की उम्मीद है. फिल्म के तेलुगु, तमिल, कन्नड़ और मलयालम जैसी डब भाषाओं में भी रिलीज़ होने की उम्मीद.

Sports : ‘ખોટા કારણોસર ટીમમાં છે ધોની’, એબી ડી વિલિયર્સના નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો

0

હાલમાં એમએસ ધોનીની ઉંમર 44 વર્ષ છે અને તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. છેલ્લા કેટલાક આઈપીએલ IPL એડિશનમાં ધોનીની ભૂમિકા મર્યાદિત રહી છે. જ્યાં તે વિકેટકીપિંગની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે, પરંતુ તેનો બેટિંગ રોલ ખૂબ ઓછો થઈ ગયો છે.

તે બેટિંગ કરવા માટે પણ નીચલા ક્રમમાં ઉતરે છે, જ્યાં તેને માત્ર એક કે બે ઓવર જ રમવા મળે છે. હવે IPLની 19મી સીઝનમાં પણ ધોનીને CSK માટે રમતો જોવા માટે ચાહકો આતુર છે. આ વચ્ચે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સ જેણે લાંબા સમય સુધી RCB માટે IPL રમી છે તેણે ધોનીના નીચલા ક્રમમાં બેટિંગ કરવા પર સવાલ ઉઠાવતા એવું નિવેદન આપ્યું છે જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

એબી ડી વિલિયર્સ ધોનીના રમવા પર ઉઠાવ્યા સવાલ

એબી ડી વિલિયર્સે કહ્યું કે, મને એમએસ ધોની માટે 8 કે 9 નંબર પર બેટિંગ કરવી અને ખરેખર પર્યાપ્ત પ્રદર્શન ન કરવાની કોઈ ભૂમિકા નથી દેખાતી. જો તે 8 કે 9 નંબર પર બેટિંગ કરવા જઈ રહ્યો છે અને ખરેખર કેપ્ટનશીપ નહીં કરશે, તો મને લાગે છે કે તે લગભગ એક સ્થાન બનાવી રહ્યો છે અને લગભગ ખોટા કારણોસર ટીમમાં છે. અને તે એવી સ્થિતિ નથી જેના માટે તે હકદાર છે. તેણે ખુદ નંબર 6 પર બેટિંગ કરવી પડશે. હું ક્યારેક-ક્યારેક તેને નંબર 5 કે 4 પર બેટિંગ કરતો જોવા માગીશ.

ધોનીની આ છેલ્લી સીઝન હોઈ શકે છે

ધોનીના પૂર્વ ભારતીય અને CSK ટીમના સાથી રોબિન ઉથપ્પાનું માનવું છે કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. બીજી તરફ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણનું માનવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)માં આગામી પેઢીના ખેલાડીઓ પાસે અનુભવી વિકેટકીપર-બેટ્સમેનના અનુભવને જોઈને અને તેમાંથી શીખીને આગળ વધવાની સુવર્ણ તક છે.

Bollywood : હૃતિક રોશન ઓટીટી પ્લેટફોર્મ માટે કોમેડી ફિલ્મ બનાવશે

0

હૃતિક રોશન એક કોમેડી ફિલ્મ ‘મેસ’ બનાવી રહ્યો છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.

‘લૂટકેસ’ સહિતની ફિલ્મોનું દિગ્દર્શન કરનારા રાજેશ કૃષ્ણન આ વેબ સીરિઝનું ડિરેક્શન કરશે.

હૃતિક અગાઉ આ જ ઓટીટી પ્લેટફોર્મ માટે ‘સ્ટોર્મ’ ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ બનાવવાની જાહેરાત પણ કરી ચૂક્યો છે.

હૃતિકના પિતા રાકેશ રોશન બોલિવુડના મોટા પ્રોડયૂસરમાંના એક ગણાય છે. જોકે, હૃતિકે ફિલ્મોમાં એક્ટિંગમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

હવે તે ધીમે ધીમે પિતાની પ્રોડક્શન કંપની પર પણ ફોક્સ કરી રહ્યો છે. આ ઉપરાંત તે પોતાની આગામી ફિલ્મ ‘ક્રિશ ફોર’નુ દિગ્દર્શન પણ જાતે કરવાનો છે.

Business : સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલી બપોર પછી ઘટયા હતા જ્યારે ચાંદીમાં તેજી આગળ વધી હતી. પ્લેટીનમના ભાવ પણ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સામાચર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૯૯૮થી ૪૯૯૯  વાળા વધી ઉંચામાં ભાવ ૫૦૪૪ થઈ ૫૦૧૭થી ૫૦૧૮ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર વધી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૮.૯૬ વાળા વધી ૮૨.૫૩ થઈ ૮૦.૮૧થી ૮૦.૮૨ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૬૧થી વધી ૨૧૭૪ થઈ ૨૧૩૮થી ૨૧૩૯ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધી રૂ.૬૯૨૫૩ રહ્યા હતા.મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૫૦૪૫ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ ૧૫૫૬૬૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૪૦૦૦ વધી રૂ.૨૫૨૩૪૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૬૨૩ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૬ ટકા માઈનસમાં રહ્યા હતા. ભારતમાં ફેબુ્રઆરીમાં સોનૌ-ચાંદીની ઈમ્પોર્ટ વધતાં દેશની કુલ વેપાર ખાધ વધી ૨૭ અબજ ડોલર થઈ ગયાના નિર્દેશો મળ્યા હતા.

ગયા વર્ષે ફેબુ્રઆરીમાં આવી વેપાર ખાધ ૧૪ અબજ ડોલર હતી તે આ વર્ષે ફેબુ્રઆરીમાં વધી ૨૭ અબજ ડોલર પાર થઇ હતી. ભારતમાં ફેબુ્રઆરીમાં સોનાના આયાત આશરે પાંચ અબજ ડોલર નોંધાઈ છે. ભારતમાં એપ્રિલથી જાન્યુઆરીમાં સોનાની આયાતમાં ૨૦થી ૨૧ ટકાની વૃદ્ધી તથા ચાંદીની આયાતમાં ૧૨૮થી ૧૨૯ ટકાની વૃદ્ધી થઈ છે.

દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ બેરલના ઉંચામાં ૧૦૪.૯૮ ડોલર તથા નીચામાં ભાવ ૧૦૧.૪૮ થઈ ૧૦૨.૩૭ ડોલર રહ્યા હતા.

Gujarat : ચકલાસી પાલિકાના કારોબારી ચેરમેને ભ્રષ્ટાચાર, લોકપ્રશ્નો મામલે ચીફ ઓફીસર સામે બાંયો ચઢાવી

0

નડિયાદ તાલુકાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ પુનમભાઈ વાઘેલાએ પ્રજાની પાયાની તકલીફો દૂર કરવામાં નિષ્ફળ રહેલા ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે એક પછી એક અનેક લેખિત રજૂઆતો કરી ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. શાસક પક્ષના જ હોદ્દેદારે પોતાની સરકારના વહીવટી માળખા સામે સવાલો ઉઠાવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ચકલાસીમાં વિકાસના નામે લાખો અને કરોડો રૂપિયાના કામોમાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના પુરાવા સાથે કારોબારી ચેરમેને રજૂઆત કરી છે. ખાસ કરીને અમૃત ૨.૦ યોજના હેઠળ ગાર્ડન ડેવલોપમેન્ટ અને બ્યુટીફિકેશનના કામોમાં નીતિ-નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. તળાવની સાફ-સફાઈ અને ઉંડાઈ કરવાની કામગીરી માત્ર કાગળ પર રહી હોય અથવા તેમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. બાગ-બગીચામાં સીમેન્ટ રેતીના થાંભલાઓ પણ ગુણવત્તા વિહોણા હોવાથી તૂટી ગયા છે, જ્યારે રેલિંગ અને ફેન્સિંગના કામમાં ફિનીશિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગેરરીતિઓ માટે સીધા જ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન એજન્સીને જવાબદાર ગણાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ છે.

શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ મહિનાથી ખાડો ખોદીને પડતો મુકવામાં આવ્યો છે, જેના કારણે ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે અને સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. આટલું જ નહીં, મેઈન ચોકડી અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઉભા થયેલા કોમ્પ્લેક્સ અને ગોડાઉનો સામે કલેક્ટરના હુકમ છતાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. કારોબારી ચેરમેને આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ દ્વારા શાસક પક્ષના હોદ્દેદારોની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય જનતાના કામો અટવાયા છે અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. તળાવમાં ગંદકીના સામ્રાજ્ય અને મંદિરની આસપાસની અસ્વચ્છતા મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. પાલિકાની આવક વધારવા માટે બાંધકામ પરમિશનના કાયદેસરના દંડ વસૂલવાની અને અનધિકૃત બાંધકામો સીલ કરવાની સૂચનાનું પણ પાલન થતું નથી. આ સમગ્ર મામલે કારોબારી ચેરમેને ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે નોટિસ આપી ખુલાસો પૂછવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ભાજપના જ હોદ્દેદારે પોતાની સત્તાના વહીવટ સામે બંડ પોકારતા પાલિકાના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની આશંકા

ચકલાસીમાં ચાલી રહેલા બ્યુટીફિકેશનના કામોમાં ઓરિજિનલ નકશા વગર જ કામગીરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરવા છતાં તેમને બ્લેક લિસ્ટ કરવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માટી પુરવાની કામગીરી ક્યાંથી કરવામાં આવી તેની સ્પષ્ટતા કરવા પણ પુરાવા સાથે માંગ કરવામાં આવી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કામગીરીમાં ફિનીશિંગ ન હોવાથી સરકારી નાણાંનો વ્યય થયો હોવાની રજૂઆત છે.

દબાણ હટાવવામાં તંત્રના બેવડા ધોરણો

શહેરના મેઈન રોડ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કલેક્ટરના હુકમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા ગજાના કોમ્પ્લેક્સ તેમજ ગોડાઉનોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કારોબારી ચેરમેને ચીફ ઓફિસરને ભીંસમાં લીધા છે. બાંધકામ પરમિશન વગર ચાલતા પ્રોજેક્ટ્સને સીલ મારી પાલિકાની આવક વધારવા માટે રજૂઆત કરાઈ છે.

આરોગ્ય સાથે ચેડાં કરતી પાણીની લાઈન

સૂર્યનગર રોડ પર પાણીની ટાંકી પાસે બે મહિનાથી લીકેજ રીપેર કરવાના બહાને ખાડો ખોદીને તંત્ર ભૂલી ગયું છે. આ ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી પીવાના પાણીના નળમાં પણ દૂષિત પાણીની આવક શરૂ થઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં રોકવા માટે તાત્કાલિક ધોરણે લીકેજ રીપેર કરી રીપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે.

Sports : राजस्थान रॉयल्स को छोड़ संजू सैमसन ने क्यों थामा चेन्नई सुपर किंग्स का हाथ? IPL 2026 से पहले खुद बताया

संजू सैमसन (Sanju Samson) 2026 टी20 वर्ल्ड कप में ‘प्लेयर ऑफ द टूर्नामेंट’ बने. अब इंडियन प्रीमियर लीग के आगामी सीजन IPL 2026 में संजू को लेकर चर्चा तेज हो गई. इस सीजन वह चेन्नई सुपर किंग्स (CSK) के लिए खेलते हुए नजर आएंगे. राजस्थान रॉयल्स (RR) के लिए 11 सीजन खेलने वाले संजू ने बताया कि आखिरी उन्होंने फ्रेंचाइजी का साथ छोड़कर एमएस धोनी वाली सीएसके का हाथ क्यों थामा. 

बता दें कि संजू ट्रेड के जरिए राजस्थान से चेन्नई सुपर किंग्स में आए. संजू का राजस्थान का साथ छोड़ना फैंस के लिए काफी चौंकाने वाला था. लेकिन अब संजू ने खुद बताया कि उन्होंने क्यों राजस्थान का साथ छोड़कर चेन्नई सुपर किंग्स का हाथ थामा.

क्या बोल संजू सैमसन?

संजू ने कहा कि उन्हें लगा कि राजस्थान रॉयल्स में उनका वक्त पूरा हो गया, जिसके चलते उन्होंने फ्रेंचाइजी का साथ छोड़ दिया और नई शुरुआत करने का फैसला किया. बताते चलें कि संजू राजस्थान के लिए सबसे ज्यादा मैच खेलने और रन बनाने वाले बल्लेबाज हैं. 

राजस्थान के साथ की आईपीएल की शुरुआत

संजू ने राजस्थान रॉयल्स के साथ ही 2013 में अपने आईपीएल करियर की शुरुआत की. पहले संजू ने 2013 से 2015 तक चार सीजन राजस्थान के लिए खेला. इसके बाद 2016 और 2017 में वह दिल्ली कैपिटल्स के लिए खेले. फिर 2018 से 2025 एक बार फिर संजू राजस्थान के लिए खेलते हुए नजर आए. अब यह पहला मौका होगा कि जब संजू चेन्नई के लिए खेलते हुए नजर आएंगे. देखना दिलचस्प होगा कि वह फ्रेंचाइजी के लिए कैसा प्रदर्शन करते हैं. 

संजू सैमसन का आईपीएल करियर 

गौरतलब है कि संजू सैमसन ने अब तक अपने आईपीएल करियर में 172 मैच खेल लिए हैं. इन मैचों की 172 पारियों में बैटिंग करते हुए उन्होंने 30.94 की औसत और 139.04 के स्ट्राइक रेट से 4704 रन बना लिए हैं. इस दौरान उनके बल्ले से 3 शतक और 26 अर्धशतक निकले हैं, जिसमें हाई स्कोर 119 रनों का रहा. संजू 379 चौके और 219 छक्के लगा लिए हैं. 

Rajkot : તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ગીર સોમનાથ જિલ્લામાં નકલી દુધ બનાવવાની ગેરકાયદે પ્રવૃતિ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાલાલાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં નકલી દુધ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડી ૩૧ર૦ લીટર નકલી દુધ સહિત ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટક કરી હતી. આ નકલી દુધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું છે.


ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ગીર સોમનાથ ફુડ સેફટી ઓફિસરને સાથે રાખી તાલાલા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટા (ઉ.વ.ર૪)ના રહેણાકના વાડામાં દરોડો પાડયો હતો અને નકલી દુધ બનાવવાના કાળા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પામ ઓઈલ, યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિકસ કરી નકલી દુધ બનાવતો હતો. પોલીસે સ્થળ પરથી ૩૧ર૦ લીટર નકલી દુધ, ર૬૦ કિલો પામતેલ, દુધ બનાવવાનો ૧૦પ કિલો પાઉડર, ૧૬ કિલો મીલ્ક પાઉડર, ૭૮ મોટા ખાલી કેન મળી ૪.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો ખુલી હતી કે આરોપી રવિ કરમટા રોજનું ૬ હજાર લીટર નકલી દુધ બનાવી તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરતો હતો. ફૂડ સેફટી ઓફિસરે દુધના નમુના લઈ તપાસ અર્થે લેબમાં મોકલ્યા છે. તથા નકલી દુધ બનાવવાનો સરસામાનનો જથ્થો સીઝ કરાયો છે. તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.