Home Blog Page 279

Bollywood : નોરા ફતેહી અને સંજય દત્તનું ‘સરકે ચુનર’ ગીત યુટ્યુબ પરથી હટાવાયું, વિવાદ બાદ મેકર્સનો મોટો નિર્ણય

0

ઈન્ટરનેટ પર હાલમાં નોરા ફતેહીનું આઈટમ સોન્ગ ‘સરકે ચુનર તેરી’એ હોબાળો મચાવી રાખ્યો છે. સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી સ્ટારર ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’નું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતા જ વિવાદમાં ફસાઈ ગયું છે. તમામ વિરોધ અને ફરિયાદો બાદ મેકર્સે ગીતના હિન્દી વર્ઝનને ઓફિશિયલી યુટ્યુબ પરથી હટાવી દીધું છે. સંજય દત્ત અને નોરા ફતેહી પર ફિલ્માવાયેલા આ ગીત પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. અશ્લીલ લિરિક્સ અને વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર પણ ગીતનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ ગીત મંગલીએ ગાયું છે, જ્યારે રકીબ આલમે લખ્યું છે.

આ ગીત હજુ પણ યુટ્યુબ પર અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ

ચોંકાવનારી વાત એ છે કે આ ગીત હજુ પણ યુટ્યુબ પર અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ જોઈ શકાય છે. તેના તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વર્ઝન કોઈપણ ફેરફાર વિના યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ગીત સામે લેવામાં આવેલી આ અધૂરી એક્શન લોકોની સમજની બહાર છે. બીજી તરફ ગીતના અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ આ સંદર્ભમાં એક નોટિસ મોકલી છે.

ગીતને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ હતી

એક અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને એડવોકેટે ગીત ‘સરકે ચુનર તેરી’ સામે દિલ્હી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ગીત સાથે જોડાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ગીત સેક્સ્યુલિટીને પ્રમોટ કરે છે અને તેના ડબલ મિનિંગ લિરિક્સ સમાજની નકારાત્મક છબી દર્શાવે છે. તેમણે ગીતને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ કરી હતી.

ગીતની યુવાનો પર નકારાત્મક અસર પડશે

એવું કહેવામાં આવ્યું કે, નોરાના આ અશ્લીલ ગીતની યુવાનો પર નકારાત્મક અસર પડશે. આ ગીતના લિરિસિસ્ટ રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, કમ્પોઝર અર્જુન જાન્યા અને સિંગર મંગલી સામે પણ કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જિંદાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં પણ ફરિયાદ નોંધાવી હતી.મેકર્સે ગીતનું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવી દીધું છે. આ ગીત 16 માર્ચ, 2026 સુધી યુટ્યુબ પર ઉપલબ્ધ હતું. પરંતુ હવે ઓફઇશિયલ ગીતને સર્ચ કરતા “કન્ટેન્ટ અનએવેલેબલ” લખેલું આવે છે. આ સમગ્ર વિવાદ પર હજુ સુધી ફિલ્મના મેકર્સ, સંજય દત્ત અને નોરા ફતેહીએ રિએક્ટ નથી કર્યું. નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ ગીતનો વીડિયો હટાવી દીધો છે. 

સેલેબ્સે પણ કરી ટીકા

નોરાના ગીતની ઓનલાઈન ભારે ટીકા થઈ હતી. લોકોએ કહ્યું હતું કે તેના ડાન્સ સ્ટેપ્સ ગીતના લિરિક્સની જેમ જ અભદ્ર છે. હૂક સ્ટેપમાં તે પોતાનો પલ્લુ સરકાવીને ડાન્સ કરી રહી છે. તેના એક્સપ્રેશન્સને પણ અશ્લીલ અને ચીપ ગણાવ્યા. યુઝર્સે નોરાને કહ્યું કે, જો તારે કમબેક કરવું હતું તો સારા ગીતથી કર્યું હોત. તેણે આ વલ્ગર ગીત કેમ પસંદ કર્યું? યુઝર્સે સંજય દત્તને પણ ન છોડ્યો. સેલિબ્રિટીઓએ પણ ગીતની ટીકા કરી છે. સિંગર અરમાન મલિકે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આ ગીતની ટીકા કરતા તેને સોન્ગ રાઈટિંગના ક્ષેત્રમાં ‘પતનનું નવું ઉદાહરણ’ ગણાવ્યું.  ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ ગીતને ટ્રોલ કર્યું છે.

World : અમેરિકા પર કાળઝાળ ગરમી, ભારે હિમવર્ષા, વાવાઝોડાંનો ત્રેવડો માર

0

અમેરિકા પર અત્યારે આફતોનો મારો થયો છે. મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધે ચઢેલું અમેરિકા હાલ ભારે પ્રતિકૂળ હવામાનનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં કાળઝાળ ગરમી પડી રહી છે જ્યારે મધ્ય પશ્ચિમાં ભારે હિમવર્ષા સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. આ જ સમયમાં પૂર્વ કાંઠા પર પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વાવાઝોડું ત્રાટકતા અમેરિકાની અડધી વસતી પ્રતિકૂળ હવામાનના ત્રેવડા મારનો સામનો કરી રહી છે. આ પ્રતિકૂળ હવામાનના કારણે અમેરિકાના મોટા એરપોર્ટ પર કુલ ૪,૭૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. સાથે મધ્ય એટલાન્ટિક રાજ્યોમાં વાવાઝોડાંના કારણે અનેક સ્કૂલો બંધ રાખવી પડી છે.અમેરિકામાં પ્રતિકૂળ હવામાન અંગે નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી બ્રેઈ હર્લેએ કહ્યું કે, દેશમાં ૧૦ કરોડથી વધુ લોકોએ એક અથવા બીજા પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડયો છે. બીજીબાજુ ખાનગી હવામાન સર્વિસ એક્યુવેધરે કહ્યું કે, ૨૦ કરોડ લોકો જોખમી હવામાનથી મુશ્કેલીમાં મુકાયા છે.

અમેરિકાનાં પૂર્વ ભાગમાં આવેલા શક્તિશાળી વાવાઝોડાનાં એક દિવસ પછી મંગળવારે સેંકડો ફલાઇટ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. આ વાવાઝોડું એવા સમય આવ્યું છે જ્યારે આંશિક સરકારી શટડાઉનને કારણે સ્ટાફ પર દબાણ વધવાને કારણે પ્રવાસીઓએ એરપોર્ટનાં સુરક્ષા ચેકપોઇન્ટો પર લાંબી લાઇનોનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકામાં ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આંશિક સરકારી શટડાઉનને કારણે સુરક્ષા ચેકપોઇન્ટ પર સ્ટાફ ઘટી ગયો હોવાના કારણે હવાઇ મુસાફરી માટે ઉભા થયેલા પડકારજનક સમયે જ ખરાબ હવામાન સર્જાતા હવાઇ યાત્રીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિ એવા સમયે સર્જાઇ છે જ્યારે સ્પ્રિંગ બ્રેક માટે અને માર્ચ મેડનેસની મેચ જોવા જઇ રહેલા પ્રશંસકોથી એરપોર્ટ ભરાયેલા છે. આ મેચ વાર્ષિક એનસીએએ પુરૂષ અને મહિલાઓની કોલેજ બાસ્કેટ ટુર્નામેન્ટ હેઠળ યોજાય છે.

ફલાઇટ ટ્રેકિંગ સાઇટનાં જણાવ્યા અનુસાર મંગળવાર સુધી અમેરિકામાં આવતી અને જતી તથા દેશમાં જ ઉડનારી ૭૫૦થી વધુ ફલાઇટો રદ કરવામાં આવી હતી અને ૧૩૦૦ ફલાઇટ નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી હતી.

ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા સહિતનાં દેશનાં સૌથી મોટા એરપોર્ટ પર સોમવારે અનેક ફલાઇટો રદ થઇ હતી અથવા મોડી ચાલી રહી હતી. આ સાથે અમેરિકામાં બે દિવસમાં કુલ ૪,૭૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

નેશનલ વેધર સર્વિસનાં જણાવ્યા અનુસાર તોફાન ઝડપી પવનોની સાથે પૂર્વ દરિયાકાંઠે તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનને કારણે મિડવેસ્ટ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઇ હતી. આ તોફાનને કારણે ૫૦ માઇલ પ્રતિ કલાક (૮૦ કીમી)ની ઝડપે પવન ફૂંકાયો હતો. ફલાઇટ ટ્રેકિંગ સાઇટનાં જણાવ્યા અનુસાર સોમવારે ૬૦૦ ફલાઇટ શિકાગો ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ, ૪૭૦ ફલાઇટ એટલાન્ટાનાં હાર્ટ્સફીલ્ડ જેકસન ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ૪૫૦ ફલાઇટ ન્યૂયોર્ક શહેરનાં લાગુઆર્ડિયા એરપોર્ટ પર રદ કરવામાં આવી હતી.

હવાઈમાં વંટોળિયા વરસાદના કારણે અનેક ઘરોમાં પૂરના પાણી ભરાયા હતા તેમજ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા જ્યારે વિન્ડી કન્ડીશનના કારણે નેબ્રાસ્કાના ઈતિહાસમાં સૌથી મોટો દાવાનળ લાગ્યો હતો. વોશિંગ્ટનમાં પણ હાઉસ અને સેનેટનું વોટિંગ મૂલતવી રાખવું પડયું હતું અને ફેડરલ એજન્સીઓએ કર્મચારીઓને વહેલા ઘરે જતા રહેવા જણાવ્યું હતું.

National : ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર

0

મધ્યપૂર્વના યુદ્ધના કારણે ભારતના ઓઇલના પુરવઠા જ નહીં માંગ સામે પણ મોટું જોખમ સર્જાયું છે. અમેરિકા-ઇઝરાયેલે ૨૮મીએ ઇરાન પર હુમલો કર્યો તેના અગાઉના દિવસે ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતો. હવે તે યુદ્ધના લીધે ૧૩ માર્ચ સુધીમાં ૯૩ ટકા વધીને પ્રતિ બેરલ ૧૩૭ ડોલરને સ્પર્શીને ૧૨૭ ડોલર પર બંધ આવ્યો હતો. 

ભારત તેની ક્રૂડ ઓઇલની જરુરિયાતોના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે ઊંચો ભાવ તેને મોટો ફટકો મારી શકે છે. આ સિવાય નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. જો યુદ્ધ જારી રહ્યુ તો વર્તમાન સપ્તાહના અંતે ભારતનીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ ૧૪૨ ડોલરને આંબી જાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. અહીં તે યાદ રાખવું જરુરી છે કે યુદ્ધમાં  સંડોવાયેલા ઇરાને તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલરની ઉપર જાય તેની ચેતવણી આપી દીધી છે. આ ઊંચા ભાવના કારણે સ્થાનિક ઓઇલ રિફાઇનરો એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી અને રિલાયન્સથી લઈને બધી રીફાઇનરીઓના નફા માર્જિન પર અસર પડી શકે છે.અમેરિકા જેવા દેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ભાવવધારો સીધો ગ્રાહકો પર પસાર કરી દેવામાં આવે છે, પરંતુ ભારત જેવા દેશમાં તેવું થતું નથી. સરકાર આટલા ભાવ વધવા છતાં પણ ૩૧ માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરે તેવી સંભાવના હાલમાં લાગતી નથી. 

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ૨૦૦૮માં પણ સબપ્રાઇમ કટોકટી વખતે યુપીએ સરકાર હતી તે સમયે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલરની નજીક એટલે કે ૧૪૭ ડોલર પર પહોંચી ગયો હતો. સરકારે તે સમયે ઓઇલ કંપનીઓને ૧.૫ લાખ કરોડનો આઇલ બોન્ડ જારી કરીને પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવી લીધી હતી. તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૫૦થી ૬૦ રૂપિયાની વચ્ચે હતો.

અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો

ન્યૂયોર્ક : અમેરિકામાં રિટેલ ડીઝલનો સરેરાશ ભાવ સામવારે પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો હતો, જ્યારે પેટ્રોલનો ભાવ ૩.૭૬ ડોલરની નજીક છે અને ચાલુ સપ્તાહમાં તે પણ ચાર ડોલરને વટાવી જાય તેમ મનાય છે.મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ મનાતા ડીઝલનો પુરવઠો થંભી ગયો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ડીઝલના ઊંચા ભાવ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિમાં નરમાઈ લાવી શકે છે. તેનું કારણ એ છે કે ઇંધણના ઊંચા ભાવનો બધો ખર્ચ ઉત્પાદન ખર્ચથી લઈને તેના નૂરભાડા સહિતનો બધો ખર્ચ ગ્રાહકો પર પસાર કરવામાં આવશે. અમેરિકા-ઇરાન યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે.

National : સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ

0

સરકારે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) નિયમોનું પાલન ન કરવા માટે અલગ અલગ કંપનીઓ પર કુલ ૨૦ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.

કંપની કાયદા હેઠળ નફો કમાનારી કેટલીક ખાસ પ્રકારની કંપનીઓને એક નાણાકીય વર્ષમાં સીએસઆર પ્રવૃત્તિઓ પર પોતાના ત્રણ વર્ષનાં સરેરાશ વાર્ષિક નફાનાં ઓછામાં ઓછા બે ટકા ખર્ચ કરવો જરૃરી હોય છે.

નાણા અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે જણાવ્યું હતું કે સીએસઆર ખર્ચથી જોડાયેલ દરેક નિર્ણય કંપનીનાં બોર્ડ દ્વારા લેવામાં આવે છે.

પ્રધાને જણાવ્યું હતું કે કંપની અને તેનું બોર્ડ જ નક્કી કરે છે કે સીએસઆર માટે કેટલો ખર્ચ કરવાનો છે અને ક્યાં કરવાનો છે. તેથી આ એવો નિર્ણય નથી જેમાં અમે હસ્તક્ષેપ કરી જણાવી શકીએ કે તમારે આટલો જ ખર્ચ કરવો પડશે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન બિહારમાં કુલ સીએસઆર ખર્ચ ૮૫૪ કંપનીઓ દ્વારા ૬૮૦.૯૧ કરોડ રૃપિયા રહ્યું છે.

સિતારમને બિહારનાં સાંસદને જણાવ્યું હતું કે તે અલગ અલગ કંપનીઓ સાથે વાત કરતા રહે અને તેમને એ વાત માટે તૈયાર કરે તે બિહારમાં નાણાં ખર્ચ કરે.

પ્રધાને જણાવ્યું હતું કે વધારેમાં વધારે મંત્રાલય ફક્ત એ અપીલ કરી શકે છે કે બિહારમાં સામાજિક રીતે મહત્ત્વપૂર્ણ કેટલાક પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે. જો કે કાયદાકીય રીતે આ યોગ્ય નથી.

National : NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા

0

ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓના કાવતરામાં NIA દ્વારા ધરપકડ કરાયેલા 6 નાગરિકોના મુદ્દે યુક્રેને ભારત સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. યુક્રેને પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિ અને કાઉન્સિલર એક્સેસની માંગ કરી છે.

ભારત વિરુદ્ધ આતંકી કાવતરું રચવાના આરોપ

NIA ના આરોપો મુજબ, આ જૂથ મ્યાનમારના સશસ્ત્ર જૂથો માટે યુરોપથી ડ્રોનની મોટી ખેપ ગેરકાયદેસર રીતે મંગાવવામાં સામેલ હતું અને પ્રતિબંધિત ભારતીય વિદ્રોહી જૂથોને તાલીમ અને હથિયાર પૂરા પાડતું હતું. આ કેસમાં એક અમેરિકન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે, જોકે અમેરિકન દૂતાવાસે ગોપનીયતાના કારણોસર આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

યુક્રેને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

યુક્રેનના વિદેશ મંત્રાલયે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેમના નાગરિકો વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિઓના કોઈ ચોક્કસ પુરાવા નથી. યુક્રેન અનુસાર, 13 માર્ચ 2026ના રોજ આ નાગરિકોને મિઝોરમમાં મંજૂરી વિના પ્રવેશ અને ભારત-મ્યાનમાર સરહદ ગેરકાયદે ઓળંગવાના આરોપમાં અટકાયતમાં લેવાયા હતા.

યુક્રેનિયન નાગરિકોની ધરપકડની માહિતી ન આપી : યુક્રેન

યુક્રેને વધુમાં જણાવ્યું કે, સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રથાઓથી વિપરીત ભારત તરફથી ધરપકડ અંગે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી. અદાલતે તમામ શંકાસ્પદોની કસ્ટડી 27 માર્ચ સુધી વધારી દીધી છે. ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્ડ્ર પોલિશચુકે વિદેશ મંત્રાલયના સચિવ સાથે મુલાકાત કરી સત્તાવાર વિરોધ પત્ર સોંપ્યો છે.

Article : સુનીલ ગ્રોવર: અભિનયનો જાદુગર અને નસીબની આટીઘૂંટી

0

​અભિનયની દુનિયામાં હજારો ચહેરાઓ આવે છે અને જાય છે, પણ અમુક એવા કલાકારો હોય છે જે પડદા પર નથી આવતા, પણ પ્રેક્ષકોના આત્મામાં ઉતરી જાય છે. તાજેતરમાં સુનીલ ગ્રોવરને કાદર ખાનની મિમિક્રી કરતા જોયા અને મન મલકાઈ ઉઠ્યું. તેને મિમિક્રી કહેવી એ કદાચ એ કલાકારનું અપમાન હશે; સાચું કહું તો એવું લાગ્યું જાણે કાદર ખાનનો આત્મા થોડી ક્ષણો માટે સુનીલના શરીરમાં પ્રવેશ કરી ગયો હોય! અવાજ, લહેજો, આંખોના હાવભાવ અને એ ઠરેલપણું—બધું જ હૂબહૂ.
​આ એ જ કલાકાર છે જે ક્યારેક અમિતાભ બચ્ચન બની જાય છે, ક્યારેક આમીર ખાનનો ટોન પકડી લે છે, ક્યારેક સલમાનનો અંદાજ તો ક્યારેક કપિલ દેવની બોડી લેંગ્વેજ ધારણ કરી લે છે. દરેક વખતે એવું લાગે કે જાણે અસલી વ્યક્તિ જ સામે ઉભી હોય. પણ શું સુનીલ ગ્રોવર માત્ર એક મિમિક્રી આર્ટિસ્ટ છે? ના, તે તેનાથી ઘણો ઉપર છે.
​પાત્રોનું સર્જન અને અભિનયનું વિજ્ઞાન
​જ્યારે આપણે ‘ડોક્ટર મશહૂર ગુલાટી’ કે ‘ગુત્થી’ જેવા પાત્રોની વાત કરીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે કોમેડી એ માત્ર જોક્સ નથી. તે અભિનય, ટાઈમિંગ, એક્સપ્રેશન અને ઓબ્ઝર્વેશનનું એક ઊંડું વિજ્ઞાન છે. સુનીલ ગ્રોવરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ક્યારેય પ્રેક્ષકોના રંગ-રૂપ, શારીરિક બાંધો કે કોઈની ખામીઓ પર ભદ્દા વ્યક્તિગત જોક્સ મારતો નથી. તેની કોમેડીમાં કોઈ અશ્લીલતા હોતી નથી. તે પોતાની ખરી એક્ટિંગ અને ગજબની ટાઈમિંગથી લોકોના દિલ જીતે છે.
​એક કલાકાર તરીકે સુનીલ ગ્રોવરની સાધના તેના પાત્રોમાં દેખાય છે. જ્યારે તે ગુત્થી બનીને સ્ટેજ પર આવે છે, ત્યારે તે ભૂલી જાય છે કે તે એક પુરુષ છે. તે પાત્રની નિર્દોષતા અને તેની રમૂજ એવી રીતે રજૂ કરે છે કે લોકો ખડખડાટ હસી પડે છે. ડોક્ટર મશહૂર ગુલાટીના પાત્રમાં તેની ગંભીરતા અને રમુજનું જે મિશ્રણ છે, તે શીખવા જેવું છે.
​વિવાદોથી દૂર, કલાની નજીક
​આટલા વર્ષોના કરિયરમાં સુનીલ ગ્રોવરમાં ક્યારેય કોઈ અહંકાર જોવા મળ્યો નથી. કોઈ મોટો વિવાદ નહીં (કપિલ શર્મા સાથેની એ ઘટનાને બાદ કરતાં, જેમાં પણ તેણે પોતાની ગરિમા જાળવી રાખી હતી), કોઈના વિરુદ્ધ નિવેદનબાજી નહીં, કે નથી તેને મોટા ફિલ્મી હીરો બનવાની કોઈ ઘેલછા. તે બસ ચૂપચાપ પોતાનું કામ કરે છે. પોતાનું જે કોર ટેલેન્ટ છે, તેને નિખાર્યા કરે છે અને દરેક વખતે સ્ક્રીન પર કમાલ કરે છે.
​ઘણીવાર વિચાર આવે છે કે કોમેડી એક્ટિંગ અને બહુમુખી પ્રતિભા (Versatility) ના મામલામાં કપિલ શર્મા પણ કદાચ સુનીલનો ચોથો ભાગ પણ નથી. બંનેની તુલના કરવી કદાચ યોગ્ય ન ગણાય, પણ સત્ય એ છે કે કપિલ પાસે એક આખું પ્લેટફોર્મ છે, એક શો છે, જ્યારે સુનીલ પાસે માત્ર અને માત્ર તેનું ટેલેન્ટ છે. નસીબ પણ અજીબ ચીજ છે. કોઈના હિસ્સે મોટા શો અને પ્લેટફોર્મ આવી જાય છે, અને કોઈના હિસ્સે માત્ર સંઘર્ષ અને પ્રતિભા રહી જાય છે.
​એક ‘બદનસીબ’ બહરૂપિયો?
​ચિત્રમાં લખ્યું છે તેમ—‘એક બદકિસ્મત બહરૂપિયો’. આ શબ્દોમાં ઊંડી વેદના છે. સુનીલ ગ્રોવર એવા કલાકારોમાંનો એક છે જેને જેટલું મળવું જોઈતું હતું, એટલું કદાચ મળ્યું નથી. બોલીવુડે તેને હજુ પણ સાઈડ રોલ્સ કે કોમેડી પાત્રોમાં જ સીમિત રાખ્યો છે. જોકે, ‘તાંડવ’ જેવી વેબ સિરીઝમાં તેણે સાબિત કરી દીધું કે તે ગંભીર ભૂમિકાઓ પણ એટલી જ સહજતાથી ભજવી શકે છે.
​પણ નસીબની રમત તો જુઓ, ક્યારેક કલાકાર નાનો નથી હોતો, પણ મંચ નાનો પડી જાય છે. સુનીલ ગ્રોવર માટે આ ઈન્ડસ્ટ્રીનું સ્ટેજ કદાચ હજુ નાનું છે. તેની પ્રતિભાની ક્ષિતિજો ઘણી વિશાળ છે. છતાં, સાચા કલાકારની ઓળખ માત્ર તાળીઓ કે એવોર્ડ્સથી નથી થતી, તેની ઓળખ તો લોકોની યાદોથી થાય છે. અને સુનીલ ગ્રોવર લોકોના મનમાં એક એવું સ્થાન બનાવી ચૂક્યો છે જે ક્યારેય ભૂંસાશે નહીં.
​ઉપસંહાર
​સુનીલ ગ્રોવરનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે જો તમારી પાસે સાચું હુનર હોય, તો દુનિયા તમારી નોંધ લેવા મજબૂર બને જ છે. ભલે તેને મુખ્યધારાના સિનેમામાં ‘સુપરસ્ટાર’ નો ટેગ ન મળ્યો હોય, પણ તે કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવનારો ‘ખરો સ્ટાર’ છે. નસીબ કદાચ તેને અન્યાય કરી શકે, પણ તેની કલા ક્યારેય તેની સાથે અન્યાય નહીં કરે.
​જીઓ સુનીલ ગ્રોવર! તારી આ કલા, તારો આ લહેજો અને તારી આ સાદગી હંમેશા જીવતી રહે. મંચ ભલે નાના-મોટા હોય, પણ તારું સ્થાન હંમેશા ઊંચું જ રહેશે.


​લેખક અશ્વિન ગોહિલ

Gujarat : ગુજરાત મહાપાલિકા જંગ-૨૦૨૬: શહેરોમાં સત્તાનું મહાભારત, કોણ મારશે બાજી?

0

ગુજરાતના ૮ મહાનગરોમાં સત્તા કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. માર્ચ ૨૦૨૬ના ગરમાતા પારા સાથે રાજકીય પારો પણ ચરમસીમાએ છે. ભાજપ પોતાનો અભેદ ગઢ સાચવવા મથી રહ્યો છે, જ્યારે વિપક્ષો ‘પરિવર્તન’ના નામે મતદારોને રિઝવી રહ્યા છે.


📍 ૪ મોટા શહેરોનું ‘ગ્રાઉન્ડ ઝીરો’ રિપોર્ટિંગ
૧. અમદાવાદ (AMC): વિકાસ વિરુદ્ધ સ્થાનિક પ્રશ્નો
અમદાવાદમાં ભાજપ મેટ્રો, રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના નામે મત માંગી રહ્યું છે. જોકે, કોંગ્રેસ આ વખતે પૂર્વ અમદાવાદમાં મજબૂત દેખાય છે. AAP અહીં ગત વખત કરતા વધુ બેઠકો ખેંચી જાય તેવા સંકેતો છે.
૨. સુરત (SMC): સૌથી વધુ રસાકસીનો જંગ
સુરત ફરી એકવાર ચર્ચામાં છે. અહીં ભાજપ vs AAP નો સીધો જંગ છે. પાટીદાર વિસ્તારોમાં AAP નું જોર યથાવત છે, જ્યારે વેપારી વર્ગ ભાજપની જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
૩. રાજકોટ (RMC): સૌરાષ્ટ્રનું રાજકારણ પલટાશે?
રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદનો લાભ લેવા કોંગ્રેસ અને AAP બંને મેદાનમાં છે. પીવાના પાણીની સમસ્યા અને રસ્તાઓના મુદ્દે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
૪. વડોદરા (VMC): પરંપરાગત જંગમાં નવો વળાંક
વડોદરામાં કોંગ્રેસે યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અહીં પોતાના સંગઠનના જોરે ફરી સત્તા મેળવવા આશાવાદી છે.
📊 એક્ઝિટ પોલ (Exit Poll) અંદાજિત આંકડા: કોની કેટલી તાકાત?

શહેરકુલ બેઠકોભાજપ (અંદાજિત)કોંગ્રેસ (અંદાજિત)AAP (અંદાજિત)અપક્ષ/અન્ય
અમદાવાદ૧૯૨૧૫૦+૨૫ – ૩૦૧૦ – ૧૨૨ – ૩
સુરત૧૨૦૭૦ – ૭૫૦ – ૪૪૨ – ૪૮૧ – ૨
રાજકોટ૭૨૫૨ – ૫૮૬ – ૧૦૫ – ૮૦ – ૧
વડોદરા૭૬૫૮ – ૬૨૧૦ – ૧૪૨ – ૪૦
🔥 જનતાનો મિજાજ: ૩ મોટા ફેક્ટર્સ જે પરિણામ બદલશે
  • મોંઘવારી અને વેરા: ગેસ-પેટ્રોલના ભાવ અને કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સમાં વધારો મધ્યમ વર્ગને અસર કરી રહ્યો છે.
  • યુવા મતદારો: ૧૮ થી ૨૫ વર્ષના નવા મતદારો આ વખતે ‘પરિવર્તન’ કે ‘વિકાસ’ કોને પસંદ કરે છે તેના પર મોટો આધાર છે.
  • સંગઠન શક્તિ: ભાજપનું ‘પેજ પ્રમુખ’ મોડેલ હજુ પણ વિપક્ષો કરતા વધુ મજબૂત દેખાઈ રહ્યું છે.

Gujarat : ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાંતખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

0

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાના ઈનોવેટિવ અને રચનાત્મક કામ કરનારા પ્રવૃત્ત શિક્ષક ભાઈ બહેનોને પોતાની કાર્યરીતિને વધુ સુસજ્જ બનાવવા ત્રણ દિવસનો એક શૈક્ષણિક કાર્યક્રમ દર છ માસે યોજવામાં આવે છે. જેમાં જે તે પ્રદેશની શૈક્ષણિક સ્થિતિ, પોતાની શાળાઓમાં થતા વિવિધ પ્રયોગો, આગામી આયોજનો તથા વિદ્વાન વક્તાઓના જ્ઞાનલાભ મેળવીને શિક્ષકોને સમૃદ્ધ કરવાનો આયામ થઈ રહ્યો છે. તેનો આગામી નવમો મણકો કે જે પૂર્ણાંક કહી શકાય તે ધરમપુરના આદિજાતિ વિસ્તારમાં યોજાઈ રહ્યો છે.


આ અંગેની માહિતી અને વિગતો આપતા કાર્યક્રમ સંયોજકો સર્વશ્રી લીલાબેન ઠાકરડા અને હરેશભાઈ સોડવડિયાએ જણાવ્યું હતું કે છે કે તારીખ 20 બપોરે ત્રણ કલાકે આ સંગોષ્ઠિના તમામ સાધકો શ્રીમદ રાજચંદ્ર આશ્રમની ધરમપુર ખાતે મુલાકાત લેશે.ત્યારબાદ ત્યાંથી 22 કિલોમીટર દૂર ચાસ માંડવા નામનું અંતરિયાળ ગામ છે ત્યાં તે શાળાઓની આદિજાતિ શાળાઓની, તેના વિદ્યાર્થીઓની પણ મુલાકાત કરશે. સાચ માંડવાના સનાતન નિસર્ગધામ નામના આશ્રમમાં તારીખ 20, 21 અને 22 ના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન થશે. જેમાં આ વખતની સંગોષ્ઠિનો વિષય “અધ્યાત્મ શિક્ષણ” નિયત કરવામાં આવ્યો છે. ગીતા, રામાયણ, ભાગવત, મહાભારત જેવા ગ્રંથો તથા ઉપનિષદ, પુરાણોના સંદર્ભો ટાંકીને ગુજરાતના વિવિધ વિદ્વાનો પોતાના વૈચારિક પરિપાકને પ્રસ્તુત કરશે.
તારીખ 21 ના રોજ સવારે 9:00 કલાકે યોજનાર ઉદઘાટન સત્રમાં ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ચાલુ વર્ષે માંગરોળના અધ્યાપક અને સતત ચાલીસ વર્ષ સુધી સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં સમર્પણથી પોતાની જાતને આહુત કરનાર શ્રી પ્રશાંતભાઈ ચ્હાવાલાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ થશે. જોડીયાના સુશ્રી મમતાબેન જોશી, સારસા આણંદના ડો. કિરીટ ચૌહાણ, વીરનગર રાજકોટના સુશ્રી દેવકુબેન બોરીચા, અને ભાવનગર પરવડીના શ્રી પરેશભાઈ હિરાણીને ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થશે. આ કાર્યક્રમમાં મંચના સહસંયોજક અને લેખક શ્રી શ્યામજીભાઈ દેસાઈનું પુસ્તક ‘અધ્યાત્મ અને શિક્ષણ’ નું રૂપ દર્શન થશે. આ ઉદઘાટન સત્રમાં પ્રમુખ સ્થાને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ભાગવતાચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસ અને પૂ દિવ્ય સ્વરૂપ સ્વામીજી આશીર્વાદ માટે ઉપસ્થિત રહેશે. સુરતના સામાજિક અગ્રણી અને રચનાત્મક કાર્યકર શ્રી પીયુષભાઈ ધાનાણી પણ આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાના છે.
તારીખ 20 અને 21ના વિવિધ ક્ષેત્રોમાં વક્તાઓ શ્રી કુમાર જૈમિનિ શાસ્ત્રી ડો. આશા ગોહિલ, પૂજ્ય પંકજભાઈ વ્યાસ ભાગવતાચાર્ય, ડો.ધર્મેન્દ્ર કનાલા, શ્રી તખુભાઈ સાંડસુર વગેરેના અભ્યાસ પૂર્ણ વક્તવ્યો થશે.
‌ આ સમગ્ર ગોષ્ઠિને સફળ બનાવવા માટે જિલ્લાના સંયોજકો શ્રી ભગવત દાન ગઢવી ડો.પ્રદીપસિંહ સિંધા, સંજયભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ વિમલભાઈ પટેલ, દુધાભાઈ પરમાર, સંજયભાઈ મકવાણા, દીપ્તિબેન જોશી વગેરે પ્રયત્નશીલ છે.
સમગ્ર આયોજન તખુભાઈ સાંડસુરના નેતૃત્વમાં અને સહ સંયોજકો શ્યામજી ભાઈ દેસાઈ અને ડો મહેશ ઠાકર કરી રહ્યા છે.

National : महानगर मेट्रो के एडिटर इन चीफ पवन माकन को माफियाओं द्वारा धमकी के मामले में उच्च स्तरीय जांच हो

0

पत्रकारों के अंतरराष्ट्रीय संगठन आईंरा इंटरनेशनल रिपोर्टर एसोसिएशन के प्रदेश अध्यक्ष हेमंत वर्मा ने महाराष्ट्र के डीजीपी से आग्रह किया है कि गौरतलब है विगत दिनों जुआ सट्टा के सबसे बड़े फढ़ का खुलासा करने वाले महानगर मेट्रो अखबार के संपादक पवन माकन को इन काले कारनामों से जुड़े हुए माफियाओं द्वारा लगातार धमकी दी रही है इसकी उच्च स्तरीय जांच की जाए एवं दोषियों पर तत्काल कड़ी कार्रवाई किया जाए गौरतलब हैकी थाणे में चल रहे अब तक के सबसे बड़े लाखों करोड़ों रुपए के जुआ सट्टा का खुलासा महानगर मेट्रो ने किया है

यही कारण है कि माफिया अब बौखला गए हैं अब लोकतंत्र के चौथे आधार स्तंभ को दबाने का कुचलने का कुत्सित प्रयास कर रहे हैं हालांकि उनकी मनसा कभी सफल नहीं हो सकती और महानगर मेट्रो हमेशा आम जनता की आवाज बनने के लिए तत्पर है वह हमेशा निष्पक्ष निर्भीक पत्रकारिता की पहल करता है पत्रकार संगठन आईंरा प्रदेश अध्यक्ष हेमंत वर्मा ने इस मामले में तत्काल दोषियों पर कार्रवाई करने की मांग किया है

हेमंत वर्मा प्रदेश अध्यक्ष आईंरा

Rashi : 18 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજે તમારો દિવસ ઊર્જાથી ભરેલો રહેશે. કામમાં સફળતા મળશે અને નવા અવસર મળી શકે છે. પરિવારનો સહકાર મળશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

વૃષભ
આજે આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. નોકરી અને વેપારમાં લાભના સંકેતો છે. જૂના મિત્ર સાથે મુલાકાત આનંદ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મિથુન
આજે મન થોડું અસ્થિર રહી શકે છે. કામમાં સાવચેતી રાખો અને કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરો. ધીરજ રાખો, દિવસ ધીમે ધીમે સુધરશે.

કર્ક
આજે પારિવારિક જીવન સુખદ રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે.

સિંહ
આજે આત્મવિશ્વાસ વધશે. નવા કામની શરૂઆત માટે સારો દિવસ છે. સમાજમાં માન-સન્માન વધશે.

કન્યા
આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કામનો દબાણ વધારે રહી શકે છે, પરંતુ મહેનતથી સફળતા મળશે.

તુલા
આજે સંતુલન જાળવવાનો દિવસ છે. સંબંધોમાં મીઠાશ આવશે. આર્થિક મામલાઓમાં વિચાર કરીને નિર્ણય લો.

વૃશ્ચિક
આજે તમને અચાનક લાભ મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિના સંકેતો છે. કોઈ જૂનું કામ પૂરું થશે.

ધનુ
આજે પ્રવાસના યોગ બની શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. સકારાત્મક વિચાર રાખો.

મકર
આજે તમારો દિવસ વ્યસ્ત રહેશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે.

કુંભ
આજે સર્જનાત્મક કાર્યોમાં રસ વધશે. નવી યોજનાઓ સફળ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મીન
આજે ભાવનાત્મક રીતે થોડું નબળું અનુભવાઈ શકે છે. તમારા વિચારોને સકારાત્મક રાખો. કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરવી લાભદાયક રહેશે.