Home Blog Page 280

National : मां गंगा को अपवित्र करने का प्रयास करने वालों पर हो कठोर कार्रवाई — स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज

0
सनातन धर्म में गंगा नदी को मोक्षदायिनी मां का स्थान प्राप्त है। करोड़ों हिंदुओं की आस्था की केंद्र मां गंगा केवल एक नदी नहीं बल्कि सनातन संस्कृति और आध्यात्मिक परंपरा की जीवनधारा हैं। काशी की पावन धरती, जहां काशी विश्वनाथ मंदिर स्थित है और जहां भगवान शिव की कृपा सदैव बनी रहती है, वहां गंगा के पवित्र जल को दूषित करने का प्रयास अत्यंत निंदनीय और दुर्भाग्यपूर्ण है।अखिल भारत हिंदू महासभा एवं संत महासभा के अध्यक्ष तथा श्री पंचदशनाम जूना अखाड़े के जगतगुरु सनातन सम्राट स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज ने इस घटना पर कड़ी प्रतिक्रिया व्यक्त करते हुए कहा कि मां गंगा को अपवित्र करने का दुस्साहस करने वाले लोगों ने न केवल करोड़ों हिंदुओं की धार्मिक आस्था को आहत किया है बल्कि यह भारतीय संस्कृति और सभ्यता के साथ भी गंभीर अपराध किया है।


स्वामी चक्रपाणि जी महाराज ने कहा कि शास्त्रों में मां गंगा को पवित्रता, मोक्ष और दिव्यता का प्रतीक माना गया है। जो लोग मां गंगा को दूषित करने का प्रयास करते हैं, वे न केवल समाज और धर्म के विरुद्ध कार्य करते हैं बल्कि ऐसे लोग अपने कर्मों के कारण धर्मशास्त्रों के अनुसार नरक के भागीदार भी बनते हैं।उन्होंने कहा कि मां गंगा को दूषित करने का कृत्य अक्षम्य अपराध है और ऐसे लोगों को यह समझ लेना चाहिए कि इस प्रकार का कृत्य न केवल धार्मिक दृष्टि से घोर पाप है बल्कि कानून भी उनके विरुद्ध कठोर कार्रवाई करेगा।
स्वामी चक्रपाणि जी महाराज ने कहा कि देश में ऐसा कठोर कानून बनाया जाना चाहिए, जिससे कोई भी व्यक्ति या समूह किसी भी धर्मस्थल—विशेष रूप से मां गंगा जैसी पवित्र नदी—को अपवित्र करने का साहस न कर सके। जो भी व्यक्ति मां गंगा को दूषित करने का प्रयास करेगा, उसके विरुद्ध सख्त कानूनी कार्रवाई होनी चाहिए ताकि भविष्य में कोई भी इस प्रकार का दुस्साहस करने की हिम्मत न कर सके।


उन्होंने कहा कि हिंदू समाज सदैव सभी धर्मों और आस्थाओं का सम्मान करता आया है, किंतु हिंदुओं की धार्मिक भावनाओं को आहत करने वाले कृत्यों को किसी भी स्थिति में स्वीकार नहीं किया जा सकता। मां गंगा भारत की आध्यात्मिक धरोहर हैं और उनकी पवित्रता की रक्षा करना पूरे राष्ट्र का कर्तव्य है।अखिल भारत हिंदू महासभा ने केंद्र और राज्य सरकारों से मांग की है कि मां गंगा सहित सभी पवित्र नदियों और हिंदू धर्मस्थलों की रक्षा और पवित्रता बनाए रखने के लिए कठोर कानून बनाया जाए और इस घटना में शामिल लोगों के विरुद्ध तत्काल सख्त कार्रवाई की जाए।


अंत में श्री पंचदशनाम जूना अखाड़े के जगतगुरु स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज ने कहा कि मां गंगा को अपवित्र करने वालों को देश कभी क्षमा नहीं करेगा और ऐसे लोगों को कानून के अनुसार कठोर दंड मिलना ही चाहिए, ताकि भविष्य में कोई भी व्यक्ति मां गंगा की पवित्रता को दूषित करने का साहस न कर सके।
स्वामी जी ने घोषणा की कि हिंदू समाज को जागरूक करने और सनातन आस्था की रक्षा के उद्देश्य से शीघ्र ही पूरे देश में “हिंदू स्वाभिमान यात्रा” निकाली जाएगी, जिसके माध्यम से समाज को सनातन धर्म, राष्ट्र और आस्था के प्रति सजग रहने का संदेश दिया जाएगा।

Article : “શ્રીકૃષ્ણ અને શિશુપાલ” ક્ષમા અને દંડનો અનોખો પ્રસંગ”૧૦૦ ભૂલોની ક્ષમા” જ્યારે ધીરજ ન્યાયમાં બદલાઈ

0

શું આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી ભૂલોની સંખ્યા ગણીએ છીએ?

શિશુપાલે ૧૦૦ ગાળો આપી ત્યાં સુધી તે સુરક્ષિત હતો, પણ ૧૦૧મી ગાળે તેનું મૃત્યુ થયું. જીવનમાં સંબંધો અને ક્ષમાનું મૂલ્ય ઘણું મોટું છે, પરંતુ જ્યારે આ ક્ષમા અહંકારનું પોષણ કરવા લાગે ત્યારે તે વિનાશની પૂર્વભૂમિકા બને છે. મહાભારતનો શિશુપાલ વધનો પ્રસંગ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ માનવ મર્યાદા અને ઈશ્વરીય ન્યાય વચ્ચેના સંતુલનની સમજ છે. આ લેખ દ્વારા આપણે જાણીશું કે કેવી રીતે અતિશયતા (Excess) માણસના વિવેકને હણી લે છે અને અંતે તેને પતનના માર્ગે લઈ જાય છે.


૧. અદભૂત જન્મ અને આકાશવાણી
શિશુપાલ ચેદી દેશનો રાજા અને વસુદેવની બહેન શ્રુતશ્રવા (સાત્વતી)નો પુત્ર હતો. એટલે કે તે સંબંધમાં શ્રીકૃષ્ણનો ફોઈનો દીકરો ભાઈ હતો. તેના જન્મ સમયે તે સામાન્ય બાળક જેવો નહોતો.તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા. આ જોઈ તેના માતા-પિતા ભયભીત થયા, પણ ત્યારે આકાશવાણી થઈ “જે વ્યક્તિના ખોળામાં બેસતા જ આ બાળકના વધારાના અંગો ખરી જશે, તે જ વ્યક્તિના હાથે તેનું મૃત્યુ થશે.”


જ્યારે શ્રીકૃષ્ણ તેને મળવા આવ્યા અને તેને ખોળામાં લીધો, ત્યારે તેના વધારાના અંગો અદ્રશ્ય થઈ ગયા. આ જાણીને શિશુપાલની માતાએ કૃષ્ણ પાસે વચન માંગ્યું કે તેઓ શિશુપાલના ગુનાઓ માફ કરે. ભગવાને વચન આપ્યું કે, “હું તેના ૧૦૦ અપરાધ (ગાળો) માફ કરીશ.”


૨. શિશુપાલ અને શ્રીકૃષ્ણ વચ્ચેનો વૈરભાવ
શિશુપાલ નાનપણથી જ શ્રીકૃષ્ણ પ્રત્યે દ્વેષ રાખતો હતો. તેનું મુખ્ય કારણ રુકિમણી હતાં. રુકિમણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા, પરંતુ રુકિમણી શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા. શ્રીકૃષ્ણ તેમનું હરણ કરી ગયા અને તેમની સાથે લગ્ન કર્યા, જે અપમાન શિશુપાલ ક્યારેય ભૂલી શક્યો નહીં.


૩. રાજસૂય યજ્ઞ: અંતની શરૂઆત
પાંડવોના રાજસૂય યજ્ઞમાં જ્યારે ભીષ્મ પિતામહના કહેવાથી શ્રીકૃષ્ણની પ્રથમ પૂજા (અગ્રપૂજા) કરવામાં આવી, ત્યારે શિશુપાલનો ક્રોધ ફાટી નીકળ્યો. તેણે આખી સભામાં શ્રીકૃષ્ણને “ગોવાળિયો” અને “કપટી” કહીને અપમાનિત કર્યા. તે ભીષ્મ અને પાંડવોને પણ કટુ વચનો કહેવા લાગ્યો. શ્રીકૃષ્ણ શાંતિથી તેની ગાળો ગણતા રહ્યા. જેવી ૧૦૧મી ગાળ બોલાઈ, ભગવાનનું વચન પૂરું થયું. તેમણે સુદર્શન ચક્ર છોડ્યું અને ભરી સભામાં શિશુપાલનો વધ કર્યો.વિચારવા જેવું શિશુપાલે ૧૦૦ ગાળો આપી ત્યાં સુધી તે સુરક્ષિત હતો, પણ ૧૦૧મી ગાળે તેનું મૃત્યુ થયું. શું આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી ભૂલોની સંખ્યા ગણીએ છીએ? યાદ રાખજો, ઈશ્વરની ધીરજ અનંત છે, પણ અસીમ નથી!
શિશુપાલના જીવનમાંથી મળતો બોધ શ્રીકૃષ્ણએ ૧૦૦ ગાળો સુધી ધીરજ રાખી. આ દર્શાવે છે કે જ્ઞાની પુરુષ હંમેશા તકની રાહ જુએ છે અને મર્યાદા જાળવે છે.


લોહીનો સંબંધ પણ જો અધર્મનો સાથ આપે, તો તે દંડથી બચી શકતો નથી. શિશુપાલનો વધ એ તેના અહંકારનો વધ હતો. અહંકાર માણસને અંધ બનાવી દે છે, જેના કારણે તે ભગવાનને પણ ઓળખી શકતો નથી.શિશુપાલનું પાત્ર આપણને એ યાદ અપાવે છે કે ઈશ્વર દયાળુ છે અને આપણી ભૂલો માફ કરે છે, પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત’ (અતિશયતાનો બધે ત્યાગ કરવો જોઈએ). જ્યારે ભૂલોની સંખ્યા મર્યાદા બહાર જાય, ત્યારે ન્યાય પણ એટલો જ કઠોર હોય છે.”પાપનો ઘડો ભરાય ત્યારે તે ફૂટે જ છે, પછી ભલે તેને પકડનાર હાથ ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય. “ક્ષમા કરે છે ઈશ્વર ત્યાં સુધી, જ્યાં સુધી વિવેક જીવે છે, પણ પાપનો ઘડો ભરાય ત્યારે, કાળ પણ હિસાબ લે છે. અહંકારમાં અંધ બની જેણે, કૃષ્ણને પણ ન ઓળખ્યા, એ શિશુપાલના અસ્તિત્વને,સુદર્શને ક્ષણમાં રોળ્યા.”

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

National : 13 वर्ष की बालिका ने रचा तप का इतिहास: नागदा की सुदिक्षा चपलोत का चल रहा वर्षीतप पुर्णता की और अग्रसर –

0

डिजिटल दौर एव खेलने की उम्र में तप का उज्ज्वल उदाहरण: बालिका का वर्षीतप समाज के लिए प्रेरणा

पहले भी बन चुका है प्रेरणादायक उदाहरण –

नागदा ( राजेश सकलेचा )
आज की चकाचौंध, खान-पान और डिजिटल दुनिया के दौर में जहां बच्चे अपना अधिकांश समय मनोरंजन और तकनीक में बिताते हैं, वहीं नागदा स्थानकवासी जैन समाज की एक बालिका ने तप और संयम का ऐसा उदाहरण प्रस्तुत किया है, जो समाज के लिए प्रेरणा का स्रोत बन गया है।

कम उम्र में महान तप का संकल्प

नागदा के मनीष–सेजल चपलोत परिवार की सुपुत्री सुदिक्षा चपलोत (लगभग 13 वर्ष) इन दिनों जैन धर्म के अत्यंत कठिन और महान तप वर्षीतप की साधना कर रही हैं। इतनी कम उम्र में इस प्रकार का कठिन तप करने का संकल्प लेना असाधारण आत्मबल और दृढ़ निश्चय का परिचायक माना जा रहा है। समाज के लोग इसे गर्व और प्रेरणा की दृष्टि से देख रहे हैं।

लगभग 396 दिनों तक चलने वाला कठिन तप

जैन धर्म में वर्षीतप को सबसे बड़ा और कठिन तप माना जाता है। यह तप लगभग 13 महीनों तक चलता है और करीब 396 दिनों में पूर्ण होता है। इस दौरान साधक एक दिन उपवास और एक दिन पारणा करता है। कई बार इसके बीच बेले-तेले जैसी अतिरिक्त कठोर तपस्याएं भी की जाती हैं, जो साधक के धैर्य और आत्मसंयम की परीक्षा लेती हैं।

मर्यादित आहार और कठोर अनुशासन

वर्षीतप के दौरान साधक सामान्य भोजन का सेवन नहीं करता, बल्कि अत्यंत मर्यादित और शुद्ध आहार ग्रहण करता है। कई बार इसमें केवल धोवन जल या उबला हुआ पानी ही लिया जाता है। इस प्रकार का तप न केवल शारीरिक सहनशक्ति, बल्कि मानसिक दृढ़ता और आध्यात्मिक समर्पण की भी परीक्षा लेता है।

समाज में श्रद्धा और उत्साह का माहौल

नागदा स्थानक जैन समाज में इस तप को लेकर विशेष उत्साह और श्रद्धा का वातावरण बना हुआ है। समाज के अनेक लोग समय-समय पर उपस्थित होकर बालिका का उत्साहवर्धन कर रहे हैं। धार्मिक प्रवचन, सामूहिक प्रार्थना और आध्यात्मिक कार्यक्रमों के माध्यम से पूरे समाज में सकारात्मक और आध्यात्मिक माहौल देखने को मिल रहा है।

बचपन से जुड़े धार्मिक संस्कार

परिवार के सदस्यों के अनुसार सुदिक्षा बचपन से ही धार्मिक संस्कारों से जुड़ी रही हैं और उन्हें जैन धर्म की शिक्षाओं में विशेष रुचि रही है। परिवार और समाज के मार्गदर्शन में उन्होंने यह कठिन तप करने का संकल्प लिया और अब पूरी निष्ठा और दृढ़ता के साथ इसे पूर्ण करने की ओर अग्रसर हैं। पूर्व मे भी सुदिक्षा ने अठ्ठाई तप की तपस्या भी पुर्ण करी वही दुसरी और एक नजर मे देखा जाय तो चपलोत परिवार सदेव धर्म आराधाना के क्षेत्र मे अग्रणी रहता है

पहले भी बन चुका है प्रेरणादायक उदाहरण

उल्लेखनीय है कि वर्ष 2019–20 में भी स्थानक समाज की बालिका तनीशा सकलेचा (वर्तमान में तनीशा नाहर) ने कम उम्र में वर्षीतप एव सिद्धि तप पूर्ण कर समाज में प्रेरणादायक उदाहरण प्रस्तुत किया था। अब सुदिक्षा चपलोत उसी परंपरा को आगे बढ़ाते हुए समाज के लिए प्रेरणा बन रही हैं।

चलते चलते –
सकलेचा, गेलडा ( हेदराबाद ) एव नाहर परिवार ऐसे विरले तपस्वीयो के तप की बारम्बार अनुमोदना करते है । नागदा से संवाददाता जीवनलाल जैन की रिपोर्ट। 9179662633

Surendranagar : પડતર માંગણીઓને લઈ લખતર તાલુકાની આંગણવાડીઓ 3 દિવસ બંધ રહેશે

0

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને હેલ્પરોએ પોતાની પડતર માંગણીઓને મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો કોઈ ઉકેલ ન આવતા, આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આગામી 18 માર્ચથી 20 માર્ચ સુધી તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખીને વિરોધ નોંધાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળને પગલે ગ્રામીણ સ્તરે બાળકો અને મહિલાઓના પોષણની કામગીરી પર માઠી અસર પડવાની શક્યતા છે.

આંદોલન કરી રહેલી આંગણવાડી કાર્યકર્તાઓની મુખ્ય માંગણીઓમાં સંતોષકારક પગાર વધારો અને ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા જ બહેનોએ ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ કરતા કેન્દ્રો પણ બંધ રાખવાનું નક્કી કર્યું છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, વધતી મોંઘવારી સામે તેમનો પગાર અત્યંત ઓછો છે અને ઓનલાઇન કામગીરીના ભારણને કારણે તેઓ મૂળભૂત સેવાઓ પર ધ્યાન આપી શકતા નથી.

આંગણવાડી કેન્દ્રો સતત ત્રણ દિવસ સુધી બંધ રહેવાના કારણે પાયાના સ્તરે મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને મળતો પૌષ્ટિક આહાર અને કુપોષિત બાળકોને અપાતા આહારની સેવાઓ ખોરવાઈ જશે, જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી શકે છે. લખતર તાલુકાની આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

Entertainment : નોરા ફતેહી અને સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું

0

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલમાં નોરા ફતેહી અને સંજય દત્તનું ગીત ‘સરકે ચુનાર તેરી’ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે, આ ચર્ચા લોકપ્રિયતાને કારણે નહીં પણ તેમાં રહેલી અશ્લીલ સામગ્રી અને તેના વિરોધને કારણે છે

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલમાં નોરા ફતેહી અને સંજય દત્તનું ગીત ‘સરકે ચુનાર તેરી’ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે, આ ચર્ચા લોકપ્રિયતાને કારણે નહીં પણ તેમાં રહેલી અશ્લીલ સામગ્રી અને તેના વિરોધને કારણે છે. ભારે ટીકા અને કાયદેસરની કાર્યવાહી બાદ, નિર્માતાઓએ આ ગીતનું હિન્દી વર્ઝન તમામ સત્તાવાર પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે.

સંજય દત્તની આગામી ફિલ્મ ‘કેડી – ધ ડેવિલ’ ના આ આઇટમ સોંગમાં નોરા ફતેહીના ડાન્સ સ્ટેપ્સ અને ગીતના શબ્દોને અત્યંત અભદ્ર ગણાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ આ મામલે ગંભીરતા દાખવીને નોટિસ જારી કરી છે. એક સામાજિક કાર્યકર અને વકીલે દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ગીત જાતીયતાને પ્રોત્સાહન આપે છે અને તેની યુવા પેઢી પર નકારાત્મક અસર પડી શકે છે.

રસપ્રદ વાત એ છે કે, 16 માર્ચ 2026 સુધી યુટ્યુબ પર ધૂમ મચાવનાર આ ગીતનું માત્ર ‘હિન્દી’ વર્ઝન જ હટાવવામાં આવ્યું છે. જ્યારે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં આ ગીત હજુ પણ ઉપલબ્ધ છે. આ ભેદભાવભરી કાર્યવાહી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં પણ આ ગીતના ગીતકાર, નિર્દેશક અને સંગીતકાર સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

માત્ર સામાન્ય જનતા જ નહીં, પણ મનોરંજન અને રમતજગતના દિગ્ગજોએ પણ આ ગીતની આકરી ટીકા કરી છે. જાણીતા ગાયક અરમાન મલિકે કહ્યું કે આ પ્રકારના ગીતો સંગીત અને ગીતલેખનનું સ્તર નીચું લાવે છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ સોશિયલ મીડિયા પર આ ગીતને ટ્રોલ કર્યું હતું.

આટલો મોટો વિવાદ ઊભો થયો હોવા છતાં, હજુ સુધી સંજય દત્ત કે નોરા ફતેહી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, નોરાએ સાવચેતીના પગલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ગીતના પ્રમોશનલ વીડિયો દૂર કરી દીધા છે. અત્યારે યુટ્યુબ પર આ ગીત સર્ચ કરતા “કન્ટેન્ટ અનએવેલેબલ” નો મેસેજ જોવા મળે છે.

Surat : સુરત ની મીંઢોળા નદીમાં ડૂબી જતા બે યુવકના મોત, બારડોલીના 10 મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા

0

સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં આવેલી મીંઢોળા નદી ફરી એકવાર ગોઝારી સાબિત થઈ છે. નદીમાં ન્હાવા ગયેલા 10 જેટલા મિત્રોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે,

સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં આવેલી મીંઢોળા નદી ફરી એકવાર ગોઝારી સાબિત થઈ છે. નદીમાં ન્હાવા ગયેલા 10 જેટલા મિત્રોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જેને લઈને વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.માહિતી મુજબ, બારડોલી અને તેન ગામ ના 10 જેટલા મિત્રો ઉતારા ગામ નજીક મીંઢોળા નદીમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં બે યુવકો અચાનક ડૂબી ગયા હતા. સાથીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગ ના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદ બારડોલી પોલીસ એ મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકોમાં હર્ષ ભગુ પરમાર (ઉંમર 15 વર્ષ, રહે. તેન ગામ) અને લખુ રામ પ્રજાપતિ (ઉંમર 19 વર્ષ, રહે. બારડોલી)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ પરિવારજનોમાં આક્રંદ મચાવ્યો છે.ઉલ્લેખનીય છે કે મીંઢોળા નદીમાં અગાઉ પણ ડૂબી જવાના બનાવો બનતા રહ્યા છે, છતાંય લોકો જોખમ લઈને ન્હાવા જતા હોવાના કારણે આવી દુર્ઘટનાઓ ફરી બની રહી છે.

Entertainment : રિલીઝના 4 દિવસ પહેલા ‘ધુરંધર 2’ને મળી લીગલ નોટિસ, ફિલ્મના કેટલાક દ્રશ્યોથી શીખ સમુદાય નારાજ

0

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ધુરંધર 2 ફિલ્મને લઈને અત્યારસુધીમાં કોઈ નકારાત્મક અહેવાલો સામે આવ્યા ન હતા. જો કે, ફિલ્મ રિલીઝ થવાને માત્ર ચાર દિવસ બાકી છે, ત્યારે હવે ફિલ્મને કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં શીખ સમુદાય ધુરંધર 2 ફિલ્મના કેટલાક દ્રશ્યોથી અસંતુષ્ટ છે અને આ જ કારણે ફિલ્મ હાલમાં વિરોધનો સામનો કરી રહી છે.

વિકી થોમસ સિંહ નામના એક સામાજિક કાર્યકર્તાએ મહારાષ્ટ્ર તરફથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ ધુરંધર 2ના દિગ્દર્શક-નિર્માતા અને ફિલ્મના અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરવામાં આવી છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘આ ફિલ્મથી શીખ સમુદાયની છબી ખરડાય છે.’

નોટિસ મુજબ, શીખ સમુદાયમાં તમાકુ અને ધૂમ્રપાનનું સેવન સખત પ્રતિબંધિત છે. કારણ કે આ કૃત્યો તેમની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ છે. પરિણામે ફિલ્મમાં આવા દ્રશ્યો દર્શાવવા એ માત્ર ધાર્મિક રીતે અસંવેદનશીલ જ નથી પણ સમગ્ર શીખ સમુદાયની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. જેને ધ્યાનમાં રાખીને ફરિયાદી વિકી થોમસ સિંહે ફિલ્મમાંથી એવા તમામ દ્રશ્યો દૂર કરવાની માંગ કરી છે, જેમાં શીખ રોલને ધૂમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે.

આ મામલે ફિલ્મ મેકર્સ શીખ સમુદાયની માફી માંગે તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે, ફિલ્મ મેકર્સ આ બાબતે કેવી પ્રતિક્રિયા આપશે.

ધુરંધર 2 ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલા જ પેઇડ પ્રીવ્યૂ અને એડવાન્સ બુકિંગથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. એવુ અનુમાન છે કે, ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી નોંધપાત્ર કમાણી કરશે. આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ વખતે ચાહકોને અક્ષય ખન્નાના શાનદાર એક્ટિંગ જોવા નહીં મળે, પરંતુ બધાની નજર ફિલ્મમાં રણવીર સિંહના ડબલ રોલ પર ટકેલી છે.

Business : સૂતો રહ્યો ટ્રેડર અને AIએ કરી દીધો કમાલ, 11 લાખના બનાવી દીધા 40 લાખ રૂપિયા

0

આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર પ્રશ્નોના જવાબ આપવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે હવે સંપત્તિ સર્જનનું એક શક્તિશાળી સાધન બની ગયું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક રોમાંચક કિસ્સો વાયરલ થયો છે, જેમાં એક AI એજન્ટે માત્ર થોડા કલાકોમાં એક વેપારીના ₹11 લાખને ₹40 લાખમાં ફેરવી નાખ્યા.

આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વેપારી શાંતિથી સૂતો હતો. સવારે આશરે 3.47 વાગ્યે તેના ફોનમાં એક એલર્ટ આવ્યું. આ એલર્ટ ‘OpenClaw’ નામના એક અદ્યતન AI ટ્રેડિંગ બોટ દ્વારા મોકલવામાં આવ્યું હતું. બોટે સૂચવ્યું કે અત્યારે માર્કેટમાં અંદાજે $12000 (₹11 લાખ)નું રોકાણ કરવા માટે એક સુવર્ણ તક છે. વેપારીએ અર્ધજાગૃત અવસ્થામાં જ આ ટ્રેડને મંજૂરી આપી અને ફરી સૂઈ ગયો.

    આ AI સિસ્ટમ ખાસ કરીને ‘પોલીમાર્કેટ’ જેવા આગાહી બજાર (Prediction ) માટે બનાવવામાં આવી હતી. તેનું મુખ્ય કામ વિશ્વભરના ડેટા સ્ત્રોતોને સેકન્ડોમાં સ્કેન કરવાનું હતું. તે જાપાની સરકારી ફીડ્સ, યુરોપિયન સંસદના લાઈવ સ્ટ્રીમ્સ, ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અને સેન્ટ્રલ બેંકોની જાહેરાતો પર સતત નજર રાખી રહ્યું હતું.

    આ વ્યૂહરચના ‘ટાઈમ-ઝોન આર્બિટ્રેજ’ પર આધારિત હતી. એટલે કે, દુનિયાના એક ખૂણે બનેલી ઘટનાની અસર બીજા દેશના બજારમાં પહોંચે તે પહેલાં જ AI તે માહિતી મેળવી લેતું હતું. જ્યારે બજારને સમાચારની ખબર પડે અને કિંમતો બદલાય, તે પહેલાં જ AI એ સસ્તું ખરીદીને મોંઘા ભાવે વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

    સવારે જ્યારે વેપારી જાગ્યો ત્યારે તેના ખાતામાં $43,800 (અંદાજે ₹૪૦ લાખ)નો નફો જમા થઈ ચૂક્યો હતો. આ ઘટનાએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. નિષ્ણાતો માને છે કે ક્રિપ્ટો અને AIનું આ મિશ્રણ ભવિષ્યમાં ટ્રેડિંગની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે. જોકે, ઘણા લોકો આમાં રહેલા જોખમો વિશે પણ સાવધ કરી રહ્યા છે, કારણ કે હાઈ-સ્પીડ ટ્રેડિંગમાં જેટલો ઝડપી નફો છે, એટલું જ મોટું નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.

    World : મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારતે તૈયાર કર્યો પ્લાન B, આ વસ્તુને લઇને ભારતની કેનેડા પર ચાંપતી નજર

    0

    ઈરાન અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારત તેના ખાતર પુરવઠાને સુરક્ષિત કરવા માંગે છે, જેના કારણે કેનેડા સાથેનો આ સોદો મહત્વપૂર્ણ બની રહ્યો છે.

    ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ કર્નાલાઇટ રિસોર્સિસ ઇન્ક.માં આશરે $49.68 મિલિયનનું રોકાણ કર્યું છે જે તેના Wynyard પોટાશ પ્રોજેક્ટમાં 47.73% હિસ્સો ધરાવે છે. કેનેડામાં કર્નાલાઇટનો વાયનયાર્ડ પોટાશ પ્રોજેક્ટ આગામી 70 વર્ષ સુધી ચાલવાની અપેક્ષા છે, જે ભારત માટે લાંબા ગાળાની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

    કેનેડામાંથી પોટાશનો નોંધપાત્ર હિસ્સો મેળવવાના ભારતના ધ્યેય અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સીધો સંબંધ છે. હકીકતમાં ભારત ગલ્ફ દેશોમાંથી યુરિયા જેવા ખાતરોની મોટી માત્રા આયાત કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. ભારત ચિંતિત છે કે જો ઇઝરાયલી અને અમેરિકન ઈરાન પરના હુમલાઓને કારણે આ માર્ગ પર પુરવઠો ખોરવાઈ જાય છે તો દેશ ખાતરની અછતનો સામનો કરી શકે છે. કેનેડિયન પ્રોજેક્ટમાં ભારતનું રોકાણ તેના ખેડૂતોની સલામતી માટે મહત્વપૂર્ણ છે.તેને ખાતરો માટે ભારતના ‘પ્લાન બી’ તરીકે પણ જોઈ શકાય છે.

    કેનેડાથી ભારતની આયાત પેસિફિક મહાસાગર દ્વારા થાય છે. આનો મધ્ય પૂર્વમાં તણાવ સાથે કોઈ સંબંધ નથી. ભારત તેની પોટાશની જરૂરિયાતનો લગભગ 25% કેનેડાથી આયાત કરે છે. કેનેડિયન પ્રોજેક્ટમાં રોકાણ કરીને, ભારત ખાતરો માટે રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વ જેવા યુદ્ધ ક્ષેત્રો પર તેની નિર્ભરતા ઘટાડવાનો હેતુ ધરાવે છે. પોટાશનો ઉપયોગ છોડના રક્ષણથી લઈને સ્વાદ અને પોષણ વધારવા સુધીના વિવિધ હેતુઓ માટે થાય છે.

    Porbandar : 5 લાખનું બિલ બાકી હોવાથી જિલ્લા સેવા સદન-2નું વીજ કનેક્શન કાપ્યું, કચેરીઓમાં અંધારપટ

    0

    પોરબંદર PGVCL દ્વારા જિલ્લા સેવા સદન-2 નું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. 5 લાખથી વધુનું બિલ બાકી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આંખ આડા કાન કરતા અંતે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

    પોરબંદર PGVCL દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલી ‘મેગા ડિસકનેક્શન ડ્રાઈવ’ અંતર્ગત આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાખો રૂપિયાના બાકી વીજ બિલ મુદ્દે વીજતંત્રએ કોઈ પણ રહેમરાહ રાખ્યા વગર જિલ્લા સેવા સદન-2 નું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ₹5 લાખથી વધુનું બિલ બાકી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ (R&B) ના અધિકારીઓએ આંખ આડા કાન કરતા અંતે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

    મળતી માહિતી મુજબ, ઉદ્યોગ નગર PGVCL કચેરી દ્વારા R&B ના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરને અનેકવાર લેખિત અને મૌખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં બિલની ભરપાઈ ન થતા આજે PGVCL ની ટીમે સેવા સદન-2 નું વીજ જોડાણ કટ કરી દીધું હતું. આ બિલ્ડીંગમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં અત્યારે અંધારપટ છવાઈ ગયો છે.

    માર્ચ મહિનાના ધોમધખતા ઉનાળામાં વીજ કનેક્શન કપાતા કચેરીઓમાં લાઈટ-પંખા બંધ થઈ ગયા છે. જેના કારણે પોતાના કામ માટે દૂર-દૂરથી આવતા અરજદારો ભારે બાફરામાં બફાયા હતા. લાઈટ ન હોવાથી કોમ્પ્યુટર અને ઓનલાઈન કામગીરી અટકી ગઈ છે, જેના કારણે અરજદારોને કામ કરાવ્યા વગર જ પરત ફરવાનો વારો આવ્યો છે.

    પોરબંદર PGVCL ની આ ડ્રાઈવમાં અંદાજે 217 જેટલી ટીમો જોડાઈ છે. સરકારી કચેરીઓ દ્વારા વીજ બિલ ન ભરાતા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમ દરેક માટે સમાન છે. હવે જોવાનું એ રહે છે કે R&B વિભાગ ક્યારે બિલની ચુકવણી કરે છે અને ક્યારે સેવા સદનમાં ફરી વીજ પુરવઠો કાર્યરત થાય છે.