લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર અને તેના ભાઈ અયાન ઝુબૈર પર હુમલાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ ફેન્સ ગભરાઈ ગયા.
લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર ઘણીવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, ફક્ત જન્નત ઝુબૈર જ નહીં પરંતુ તેનો ભાઈ અયાન ઝુબૈર પણ સમાચારમાં છે, અને ફેન્સ બંનેને લઈને ચિંતિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયાન ઝુબૈર અને જન્નત ઝુબૈર પર હુમલો થયો છે, જેના કારણે ફેન્સ ચિંતામાં મુકાયા છે.
અહેવાલો અનુસાર, જન્નત અને અયાન પર આ હુમલો પનવેલમાં થયો હતો. અહેવાલો અનુસાર, જન્નત ઝુબૈર અને અયાન ઝુબૈર પણ આ હુમલામાં ઘાયલ થયા હતા. આ સમાચારથી જન્નત ઝુબૈર અને અયાનના ફેન્સમાં તણાવ વધી ગયો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે અયાન અને જન્નત થોડા દિવસો પહેલા પનવેલની મુલાકાતે આવ્યા હતા.
જોકે, 14 માર્ચથી આ હુમલાના સમાચાર ઓનલાઈન ફરતા થઈ રહ્યા છે. ફેન્સના મનમાં આ હુમલા અંગે ઘણા પ્રશ્નો છે. જોકે, જન્નત ઝુબૈર, તેના પરિવાર કે પનવેલ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સંદેશ ન્યૂઝ આ હુમલાની પુષ્ટિ કરતું નથી આ સમાચાર ફક્ત માહિતીના હેતુ માટે છે.
જન્નત અને અયાન બંને તેમના અભિનય માટે જાણીતા છે. જન્નતે બાળ કલાકાર તરીકે ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે. જન્નત ફિલ્મોમાં પણ જોવા મળી છે. અયાનની વાત કરીએ તો, તે જોધા અકબર શ્રેણીમાં પણ જોવા મળ્યો હતો.
ભાઈ-બહેનની જોડી, અયાન અને જન્નત, ફેન્સનો અપાર પ્રેમ ભોગવે છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જોવાનું એ છે કે જન્નત કે અયાન આ અહેવાલો પર પ્રતિક્રિયા આપશે કે નહીં.
શંકાસ્પદ ટેકનિકલ ખામી અંગે ચિંતાઓને પગલે, સોમવારે સવારે ન્યૂ યોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયા A350 સેવાને સાવચેતીના પગલા તરીકે આયર્લેન્ડના શેનોન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનમાં આશરે 300 મુસાફરો સવાર હતા.
ન્યૂયોર્કથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ એર ઇન્ડિયાની હતી. જેમાં 300 લોકો સવાર હતા. ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ન્યૂ યોર્ક-દિલ્હી ફ્લાઇટ AI102 ને સાવચેતીના પગલા તરીકે આયર્લેન્ડના શેનોન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.
એક નિવેદનમાં, એર ઇન્ડિયાના પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે 15 માર્ચે ન્યૂ યોર્ક (JFK) થી દિલ્હી માટે રવાના થયેલી ફ્લાઇટ AI102 ને સંભવિત ટેકનિકલ સમસ્યાને કારણે આયર્લેન્ડના શેનોન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર, વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 4:30 વાગ્યે શેનોન એરપોર્ટ પર સલામત ઉતરાણ કર્યું હતું અને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થાપિત સલામતી પ્રોટોકોલ અનુસાર વિમાનનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાએ ભાર મૂક્યો હતો કે તેના મુસાફરોની સલામતી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને આ વિચારણાને ધ્યાનમાં રાખીને આ સાવચેતીભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર, લગભગ છ કલાક સુધી હવામાં ઉડાન ભર્યા પછી વિમાનને શેનોન તરફ વાળવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થાપિત સલામતી ધોરણો અનુસાર વિમાનનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી હતી કે મુસાફરોની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને આને ધ્યાનમાં રાખીને સાવચેતીભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 પર ઉપલબ્ધ ડેટા અનુસાર, લગભગ છ કલાક સુધી હવામાં ઉડાન ભર્યા પછી વિમાનને શેનોન તરફ વાળવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ગેસ ભરેલું જહાજ પહોંચતા ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઘટના બની છે. માહિતી અનુસાર શિવાલીક શીપ ભારતની જળસીમામાં પ્રવેશ્યા બાદ મુંદ્રા પોર્ટના એન્કરેજ એરિયામાં પહોંચી ગયું છે.મળતી માહિતી મુજબ શિવાલિક જહાજ ઈરાનથી ગેસ ભરીને ભારત આવ્યું છે. જહાજમાં આશરે 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરાયેલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જહાજ પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચ્યા બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગેસ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત વધુ એક ગેસ ભરેલું જહાજ નંદાદેવી પણ ભારત તરફ આવી રહ્યું છે. નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને જહાજોમાં મળીને કુલ આશરે 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભારત લાવવામાં આવી રહ્યો છે.
ઊર્જા ક્ષેત્ર માટે આ ગેસનો જથ્થો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશભરમાં ઉદ્યોગો અને ઘરેલુ ઉપયોગ માટે ગેસની વધતી માંગને ધ્યાનમાં રાખીને આવા મોટા જથ્થાનો પુરવઠો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા લક્ષ સર્કલથી વિદ્યાનગર નાના બજાર તરફ જતા માર્ગ પર તંત્ર અને ખાનગી કંપનીની બેદરકારી સામે આવી છે. કેબલ નાખવા માટે ખોદવામાં આવેલા મસમોટા ખાડાઓ એક માસ વીતવા છતાં ન પુરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલી એપીસી નજીકના લક્ષ સર્કલથી કોમ્પ્યુટર સાયન્સ કોલેજ થઈ વિદ્યાનગરના નાના બજાર તરફ જતા માર્ગની સાઇડમાં થોડા દિવસો પૂર્વે ખાનગી મોબાઇલ કંપની દ્વારા કેબલ નાખવા માટે રોડની સાઈડમાં મસ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. જોકે લગભગ એક માસ જેટલો સમય વિતવા આવ્યો હોવા છતાં આ માર્ગ ઉપર અનેક ઠેકાણે કેબલ નખાઈ ગયા બાદ પણ ખાડા પુરવાનું વિસરાઈ જતા વાહન ચાલકો તથા રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પહી રહ્યો છે. ખાડા ખોદ્યા બાદ કાટમાળ રોડ ઉપર પાથરવામાં આવ્યો છે, જેને લઇ રાહદારીઓ તથા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાંથી ઓએનજીસીની લાઈન પસાર થતી હોવાથી ખોદકામ માટે મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં કેબલ નાખવા માટે ખોદકામની મંજૂરી તંત્ર દ્વારા કેવી રીતે આપવામાં આવી તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રોડની સાઈડમાં ખોદેલ ખાડા અને તેનો કાટમાળ કોઈ વ્યક્તિનો ભોગ લેશે કે અકસ્માત નોતરશે ત્યારબાદ તંત્ર જાગશે ? તે ચિંતા સ્થાનિકો ને સતાવી રહી છે.
ગાઝામાં ઇઝરાયેલના સૈનિકોના બેફામ હુમલાઓમાં એક ગર્ભવતી મહિલા અને તેના એક બાળક સહિત વધુ ચાર લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે ગાઝામાં નુસૈરત વિસ્તારમાં એક ઘરને નિશાન બનાવીને એરસ્ટ્રાઇક કરી હતી. જેમાં પતિ-પત્ની અને તેના એક પુત્ર સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઇઝરાયેલી સૈનિકોના ગોળીબારમાં પણ એક જ પરિવારના ચાર લોકો માર્યા ગયા હતા.
ગાઝામાં ઇઝરાયેલ શાંતિની વાતો વચ્ચે પણ હુમલા કરી રહ્યું છે. જેમાં મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે. જ્યારથી ઇઝરાયેલ ગાઝા વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી ૭૨,૨૦૦ પેલેસ્ટાઇની નાગરિકો માર્યા ગયા છે. તાજેતરમાં જ ઇઝરાયેલ દ્વારા નુસૈરત પર મોટી એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં એક ગર્ભવતી મહિલા, તેનો પુત્ર સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલી સૈનિકો દ્વારા એક કાર પર બેફામ ગોળીબાર કરવામાં આવ્યો હતો, કારમાં એક જ પરિવારના લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્ય અને પોલીસે દાવો કર્યો હતો કે આ કાર સૈનિકો તરફ પુર ઝડપે આવી રહી હતી જેને કારણે તેને રોકવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પરિવાર ઇદની ખરીદી કરવા માટે જઇ રહ્યો હતો તે સમયે જ ઇઝરાયેલી સૈનિકોએ બેફામ ગોળીબાર કરી દીધો હતો.
દેશમાં અંતે ચૂંટણી પંચે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, પાંચ રાજ્યોમાં એપ્રિલમાં મતદાન થશે અને મે મહિનામાં પરિણામો જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં ૩૫ વર્ષ પછી પહેલી વખત માત્ર બે તબક્કામાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થશે જ્યારે બાકીના ચારેય રાજ્યોમાં એક જ તબક્કામાં ૯ અને ૨૩ એપ્રિલે મતદાન થશે. આ બધા જ રાજ્યોના પરિણામ એક સાથે ૪ મેના રોજ જાહેર કરાશે. આ સાથે ૨૦ દિવસમાં પાંચ રાજ્યોના કુલ ૧૭.૪ કરોડ મતદારો કુલ ૮૨૪ ધારાસભ્યોની પસંદગી કરશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે દિલ્હીમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા બધા જ રાજકીય પક્ષોના સૂચનો મેળવાયા હતા. પાંચ રાજ્યોમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. ૨૦૨૧માં લગભગ એક મહિનો ચાલેલા મતદાનમાં આઠ દિવસ મતદાન થયું હતું જ્યારે આ વખતે ૨૦ દિવસમાં પાંચ રાજ્યોમાં માત્ર ત્રણ દિવસ મતદાન થશે. આસામમાં ભાજપ સત્તા જાળવી રાખવા કટીબદ્ધ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુમાં ડીએમકે અને કેરળમાં ડાબેરીઓ સત્તા પર છે. પુડુચેરીમાં એનડીએના ભાગીદાર ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસનું શાસન છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની થઈ રહી છે, જ્યાં ૩૫ વર્ષ પછી પહેલી વખત માત્ર બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં પાંચ કે છ તબક્કામાં મતદાન થતું હતું. ૨૦૨૧માં આઠ તબક્કામાં મતદાન થયું હતું જ્યારે આ વખતે માત્ર બે તબક્કામાં મતદાન હાથ ધરાશે. પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં સૌથી છેલ્લે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થશે અને ૪ મેના રોજ મતગણતરી હાથ ધરાશે. પાંચ રાજ્યોમાં સૌથી પહેલા અસમ, કેરળમ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે જ્યારે દ્રમુક શાસિત તમિલનાડુમાં ૨૩ એપ્રિલે વોટિંગ થશે.
પાંચ રાજ્યોની વિધાનસભામાં કુલ ૧૭.૪ કરોડ મતદારો ૮૨૪ ધારાસભ્યોની પસંદગી કરશે, જેમાં પશ્ચિમ બંગાળમાં ૬.૪ કરોડ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ, કેરળમાં ૨.૭ કરોડ, અસમમાં ૨.૫ કરોડ અને પુડુચેરીમાં ૯.૪૪ લાખ મતદારોનો સમાવેશ થાય છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અન્ય બે ચૂંટણી કમિશનરો સુખબિર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ઉપસ્થિત હતા. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.
પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૨૯૪ વિધાનસભા બેઠકો છે જ્યાં મમતા બેનરજીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ ૨૦૧૧થી સત્તા પર છે. પશ્ચિમ બંગાળમાં ૧૫૨ બેઠકો પર પહેલા તબક્કામાં ૨૩ એપ્રિલે જ્યારે ૧૪૨ બેઠકો પર બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે. ત્યાર પછી ૨૩૪ વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં ૨૦૨૧થી એમકે સ્ટાલિનનું શાસન છે.
કેરળમમાં ૧૪૦ બેઠકો પર ચૂંટણી થશે જ્યાં ડાબેરી નેતા પિનરાયી વિજયન ૨૦૧૬થી મુખ્યમંત્રી છે. આસામમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર ચૂંટણી થશે જ્યાં ૨૦૧૬થી ભાજપના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું શાસન છે. પાંચ રાજ્યોમાં સૌથી નાની ૩૦ બેઠકોની વિધાનસભા પુડુચેરીમાં ૨૦૨૧થી મુખ્યમંત્રી એન. રંગસામીનું શાસન છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓમાં મતદાન પૂરું થયા પછી વોટર ટર્નઆઉટના ડેટા સામે વિપક્ષ દ્વારા મોટાપાયે સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાથી આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ત્યેક મતદાન મથક પર પ્રત્યેક બે કલાકે વોટર ટર્નઆઉટનો ડેટા અપલોડ કરાશે અને મતદાન પૂરું થવા પછી તાત્કાલિક આ આંકડા જાહેર કરાશે. પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં ૭ મે, તમિલનાડુમાં ૧૦ મે, આસામમાં ૨૦ મે, કેરળમાં ૨૩ મે અને પુડુચેરીમાં ૧૫ જૂનના રોજ વર્તમાન વિધાનસભાના કાર્યકાળ પૂરા થઈ રહ્યા છે.
ચૂંટણીનો કાર્યક્રમ
રાજ્ય
મતદાન
બેઠકો
પ.બંગાળ
૨૩, ૨૯ એપ્રિલ
૨૯૪
તમિલનાડુ
૨૩ એપ્રિલ
૨૩૪
કેરળ
૯ એપ્રિલ
૧૪૦
અસમ
૯ એપ્રિલ
૧૨૬
પુડુચેરી
૯ એપ્રિલ
૩૦
— છ રાજ્યોની ૮ વિધાનસભા બેઠકો પર ૯ અને ૨૩ એપ્રિલે પેટા ચૂંટણી
નવી દિલ્હી: ચૂંટણી પંચે રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે છ રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પાંચ વિધાનસભા બેઠકો પર ૯ એપ્રિલે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ વિધાનસભા બેઠકો પર ૨૩ એપ્રિલે પેટા ચૂંટણી યોજાશે. આ બધી જ આઠ વિધાનસભા બેઠકોના પરિણામ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે ૪ મેના રોજ જાહેર કરાશે. આ આઠ બેઠકોના સિટિંગ એમએલએના નિધનના કારણે આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. આ બેઠકોમાં ગોવામાં પોન્ડા, કર્ણાટકમાં બગલકોટ અને દેવનાગરે દક્ષિણ, નાગાલેન્ડમાં કોરિડાન્ગ, ત્રિપુરામાં ધરમનગર, ગુજરાતમાં ઉમરેઠ અને મહારાષ્ટ્રમાં રાહુરી તથા બારામતિનો સમાવેશ થાય છે.
– ઓછા તબક્કાના મતદાનથી ભાજપને વધુ લાભ
બંગાળમાં બે તબક્કામાં મતદાનથી મમતા સરકાર ટેન્શનમાં મુકાશે?
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. લગભગ ત્રણ દાયકા કરતા વધુ સમયથી પશ્ચિમ બંગાળમાં છથી આઠ તબક્કામાં મતદાન થતું હતું ત્યારે આ વખતે માત્ર બે તબક્કામાં મતદાન થવાથી મમતા સરકારની મુશ્કેલી વધે તેવી આશંકા છે. છેલ્લા કેટલાક વિધાનસભા ચૂંટણીના પરિણામો એવા સંકેત આપે છે કે ઓછા તબક્કાના મતદાનમાં ભાજપને વધુ લાભ થયો હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.
રાજકીય નિષ્ણાતોએ કહ્યું કે, ચૂંટણી પંચ ‘એક દેશ એક ચૂંટણી’ની દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. ઝારખંડમાં ૨૦૨૪માં, ૨૦૨૫માં બિહારમાં માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાઈ હતી. હવે બંગાળમાં પણ માત્ર બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ઓછા સમયમાં ચૂંટણી થવાથી વિપક્ષને તેની સરકાર વિરોધી ચૂંટણી લહેર જાળવી રાખવામાં મદદ મળી શકે છે, જે લાંબા સમયની ચૂંટણીમાં વિખેરાઈ જતી હોય છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં પહેલા બે તબક્કામાં ભાજપને ફાયદો થયો હતો, પરંતુ બાકીના પાંચ તબક્કામાં ટીએમસીને લાભ મળ્યો હતો. વધુમાં ભાજપ પાસે સ્ટાર પ્રચારકોની આખી ફોજ છે, જેમાં પીએમ મોદીથી લઈને અમિત શાહ સહિત અનેક મોટા નેતાનો સમાવેશ થાય છે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસ પાસે માત્ર મમતા બેનરજી જ મુખ્ય ચહેરો છે, જેમના નામે પક્ષને વોટ મળે છે. આમ મમતા બેનરજી માટે ટૂંકા સમયમાં બધી જ ૨૯૪ બેઠકો પર રેલીઓ કરવી પડકારજનક બની રહેશે.
જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં બે કે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાની માગણી રાજકીય પક્ષોએ જ કરી હતી. તેમની દલીલ હતી કે લાંબા તબક્કામાં ચૂંટણી કરાવવાથી ચૂંટણી હિંસા વધે છે. આ સમયમાં અસામાજિક તત્વોને એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવાનો સમય મળી જાય છે. ઓછા તબક્કામાં મતદાન થવાથી ચૂંટણી હિંસા ઘટી શકે છે. આમ, રાજકીય પક્ષોની માગણીને ધ્યાનમાં રાખીને જ પશ્ચિમ બંગાળમાં માત્ર બે તબક્કામાં ચૂંટણીનો નિર્ણય લેવાયો છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું.
– મમતા બેનરજી માટે ઓછા સમયમાં બધી જ ૨૯૪ બેઠકો પર રેલી કરવી પડકારજનક રહેશે
– પાંચ રાજ્યોમાં ૨,૧૮,૮૦૭ મથકો પર મતદાન થશે
નવી દિલ્હી: ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે આ પાંચ રાજ્યોમાં કુલ ૨,૧૮,૮૦૭ મતદાન મથકો પર વોટિંગ થશે. આ ચૂંટણી માટે કુલ ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરાયા છે, જેમાં ૧૫ લાખ મતદાન કર્મચારી, ૮.૫ લાખ સુરક્ષા જવાનો, મતદાન માટે ૪૯,૦૦૦ માઈક્રો ઓબ્ઝર્વર્સ, ૧,૪૪૪ નિરીક્ષકો, ૪૦,૦૦૦ મતગણતરી અધિકારીઓ, ૨૧,૦૦૦ સેક્ટર અધિકારીઓ અને મતગણતરી માટે ૧૫,૦૦૦ માઈક્રો ઓબ્ઝર્વર્સનો સમાવેશ થાય છે.
– મહાભિયોગ અંગે જ્ઞાનેશ કુમારે જવાબ આપવાનું ટાળ્યું
નવી દિલ્હી: ચૂંટણી પંચે રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના વિરુદ્ધ થયેલી મહાભિયોગની અરજી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની અરજી કરી છે. જોકે, મહાભિયોગ અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળતા સીઈસીએ કહ્યું, રાજકીય નેતાઓ, પક્ષોના નિવેદનો અંગે અમે કોઈપણ વાતચીતમાં જોડાવા નથી માગતા.
આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા કેટલીક સરકારોના નિર્ણયો અંગે હું પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છું કે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજ્ય અને કેન્દ્ર સરકારો તેમના વિવેકથી તેમને યોગ્ય લાગે તેમ કોઈપણ નીતિગત અને અન્ય નિર્ણયો લઈ શકે છે.
સાડા તાલુકાના પાટડી ગામના તળાવને સું ર બનાવવા અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કુલ રૂ. ૨૧ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે, જેમાંથી પ્રથમ તબક્કાનું કામ અં ાજે રૂ. ૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યં હતું. આ કામગીરી હેઠળ તળાવની ફરતે આધુનિક રિવરફ્રન્ટ જેવો રોડ અને વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.
આશ્ચર્યજનક રીતે લોકાર્પણના માંડ બે મહિનામાં જ રોડની હાલત ખખડધજ થઈ ગઈ હતી, જે કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા થયા હતા. તળાવ બ્યુટિફિકેશનના કામની શરૂઆતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને તકલાદી કામ થયું હોવાની સ્થાનિક પાટડી શહેર કોંગ્રેસના આગેવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આંખ આડા કાન કરતા અધિકારીઓ અને તંત્ર સફાળુ જાગ્યું હતું અને કથિત રિવરફ્રન્ટના રોડના કાંકરા નિકળવા બાબતે કાર્યવાહી હાથ ધરી હતી. બે મહિના પૂર્વે બનેલ રોડ જેસીબી દ્વારા તોડવામાં આવ્યો હતો જેથી ભ્રષ્ટાચાર થયો હોવાનું આડકતરી રીતે તંત્ર દ્વારા જ સાબિત કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રાજકીય આગેવાનના સગા દ્વારા પેટા કોન્ટ્રાક્ટમાં રોડની કામગીરી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા આપવામાં આવતા લાખો રૂપિયાનો વેડફાટ કરી પાટડી નગરપાલિકાની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ તથા કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવા સહિતની માંગ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગામની સીમમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં જુગાર રમતા ૨૧ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી રોકડ મોબાઈલ અને વાહનો મળી ૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લામાં દારૃ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફના માણસોને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પેથાપુર સીમમાં ફતેપુરા ત્રણ રસ્તાથી દિપેશ્વરી મંદિર તરફ જતા રોડ પર આવેલા એક ખુલ્લા ખેતરમાં હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ૨૧ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશના વતની છે. પોલીસે આ દરોડામાં રોકડ વાહન અને મોબાઈલ મળીને ૨૧ લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો. આ કેસમાં ગાંધીનગર સેક્ટર-૨૬નો રહેવાસી ગુડ્ડુ ભદોરીયા નામનો શખ્સ હાજર ન મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા તમામ ૨૧ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરોડામાં પકડાયેલા જુગારીઓ
૧. મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (રહે. કુબેરનગર, અમદાવાદત મૂળ ઉત્તરપ્રદેશ), ૨. નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રહે. રામોલ, અમદાવાદ, મૂળ ઉત્તરપ્રદેશ), ૩. રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (રહે. નારોલ, અમદાવાદ, મૂળ ઉત્તરપ્રદેશ), ૪. રણજીત જગતસિંહ યાદવ (રહે. પેથાપુર, ગાંધીનગર, મૂળ ઉત્તરપ્રદેશ), ૫. સંદિપ મુકેશભાઇ રાઠોડ (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૬. પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (રહે. નવા વાડજ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૭. દિનેશ અત્તરસિંગ કુશવાહ (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૮. રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (રહે. પીંપળજ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૯. પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૦. રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (રહે. ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૧. સોનુંસિંગ રામબિહારી જાટવ (રહે. ચાણક્યપુરી, અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ), ૧૨. મુકેશભાઇ કનુભાઇ ભરવાડ (રહે. નારોલ, અમદાવાદ), ૧૩. સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (રહે. મેઘાણીનગર, અમદાવાદ, મૂળ ઉત્તરપ્રદેશ), ૧૪. ધીરેન અમરસિંહ રાઠોડ (રહે. ચાંદલોડીયા, અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ), ૧૫. જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (રહે. મેઘાણીનગર, અમદાવાદ, મૂળ ઉત્તરપ્રદેશ), ૧૬. બબલુ રામસેવક રાઠોડ (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૭. વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૮. અરવિંદ જગદીશ પાંડે (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૯. જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૨૦. માનસિંઘ રામવંશ કુશવાહ (રહે. ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૨૧. ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), આ ઉપરાંત, આ કેસમાં ગુડ્ડુ ભદોરીયા (રહે. સેક્ટર-૨૬, ગાંધીનગર) નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભિક તબક્કે જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુળી અને ચોટીલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી જતાં પીવાના પાણી અને માલઢોર માટે પાણીના વલખાં પડી રહ્યા છે. મુળી તાલુકાના ગઢડા, ખંપાળિયા, કુંતલપુર અને વડધ્રા જેવા ગામોના તળાવો અત્યારથી જ સુકાઈને તળિયાઝાટક થઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે પશુપાલકો પોતાના માલઢોર સાથે અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે.
જિલ્લાના વઢવાણ, ધાંગધ્રા અને મુળી વિસ્તારમાં કેનાલ નેટવર્ક કે અન્ય સક્ષમ પાણી પુરવઠાની વ્યવસ્થાના અભાવે દર વર્ષે ઉનાળામાં આવી જ વિકટ સ્થિતિ સર્જાય છે. સરકાર દ્વારા ૪૪ ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૨૦૦ કરોડથી વધુના ખર્ચે નર્મદા આધારિત સુજલામ સુફલામ યોજનાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મે ૨૦૨૫માં મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ તેની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તો જ કાયમી ઉકેલ આવી શકે.હાલમાં કુંતલપુર જેવા ગામોમાં લોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે, જ્યારે અનેક ગામોમાં લોકો બોરનું ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર છે. બીજી તરફ, ચોટીલાના જસાપર અને નાનીયાણી જેવા અંતરિયાળ ગામોમાં જળ સ્ત્રોતો સુકાઈ જતાં માલધારીઓએ ઘાસચારા અને પાણીની અછતને કારણે હિજરત શરૂ કરી દીધી છે. જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટેન્કર અથવા તળાવો ભરવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગામડાઓ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વોર્ડ નંબર-૧૨માં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં રેલવે લાઇન પાસેના જય ભવાની નગરના રહીશોએ આજે પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકરની આગેવાનીમાં રહીશો જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરી પડ્યા હતા.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે. વારંવાર ફરિયાદો કરવા છતાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવતું નથી. ખાસ કરીને ડ્રેનેજ લાઈન ઘણા સમયથી ચોકઅપ હોવાથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે.
ડ્રેનેજનું ગંદુ પાણી ચેમ્બરની બાજુમાં આવેલા પાણીના વાલ્વમાં ભળી જતાં ઘરોમાં આવતું પાણી પણ દુષિત બની રહ્યું છે. પરિણામે લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે અને વિસ્તારમાં બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રહીશોએ આજે તંત્રનું ધ્યાન દોરવા માટે જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ હાથ ધરી હતી. આ દરમિયાન નાના બાળક દ્વારા પણ ડ્રેનેજ સફાઈ કરવામાં આવતા તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
રહીશોએ માગ કરી છે કે, મ્યુનિ. કોર્પોરેશન તાત્કાલિક ડ્રેનેજ અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે.