Home Blog Page 289

Vadodara : જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ

0

વોર્ડ નંબર-૧૨માં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં રેલવે લાઇન પાસેના જય ભવાની નગરના રહીશોએ આજે પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકરની આગેવાનીમાં રહીશો જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરી પડ્યા હતા.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે. વારંવાર ફરિયાદો કરવા છતાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવતું નથી. ખાસ કરીને ડ્રેનેજ લાઈન ઘણા સમયથી ચોકઅપ હોવાથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે.

ડ્રેનેજનું ગંદુ પાણી ચેમ્બરની બાજુમાં આવેલા પાણીના વાલ્વમાં ભળી જતાં ઘરોમાં આવતું પાણી પણ દુષિત બની રહ્યું છે. પરિણામે લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે અને વિસ્તારમાં બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રહીશોએ આજે તંત્રનું ધ્યાન દોરવા માટે જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ હાથ ધરી હતી. આ દરમિયાન નાના બાળક દ્વારા પણ ડ્રેનેજ સફાઈ કરવામાં આવતા તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

રહીશોએ માગ કરી છે કે, મ્યુનિ. કોર્પોરેશન તાત્કાલિક ડ્રેનેજ અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે.

Gandhinagar : દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત

 દહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી કેમ નિર્ણય લેવામાં આવતો નથી તે સમજાતું નથી ત્યારે આજે દહેગામમાં સાંસદના કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહોંચેલા પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી હતી. જેથી આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા લાગી રહી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે અને છેલ્લા પાંચ દિવસથી આ માટે આંદોલન પણ કરી રહ્યા છે. ગાંધીનગર વિધાનસભા કૂચ કરે તે પહેલા બે દિવસ અગાઉ આ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેમની માંગણી હજુ સુધી સંતોષવામાં આવી નથી ત્યારે આજે દહેગામ નગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનાર સાંસદનો વિરોધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ પહેલા જ પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને કાર્યક્રમ સ્થળે પહોંચેલા પશુપાલકોને પણ પોલીસે ડીટેઇન કરી લીધા હતા.  જોકે પોલીસ અટકાયત બાદ સાંસદ હસમુખ પટેલ દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને પશુપાલકો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પશુપાલકો દ્વારા સ્પષ્ટપણે માગણી કરવામાં આવી હતી કે જ્યાં સુધી ગાંધીનગરની મધુર ડેરી તેમનું દૂધ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. પશુપાલકોને ઉત્તમ ડેરી કરતા લીટરે ચાર રૃપિયાનો ફાયદો મધુર ડેરીમાં થઈ રહ્યો છે એટલું જ નહીં સહકારી મંડળીની આવક પણ આ ડેરીમાં દૂધ આપવાથી વધી રહી છે તો આ મામલે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવો જરૃરી છે. નહીંતર પશુપાલકો આગામી દિવસમાં સ્થાનિક ચૂંટણીમાં પણ વિરોધ કરશે ત્યારે હવે સાંસદ દ્વારા પણ સરકાર સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય લાવવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.સાંસદ સાથે બેઠક કરનાર ભાજપના આગેવાનો ઃ લડત સમિતિ

દહેગામના પશુપાલકોનું દૂધ ગાંધીનગર ડેરીમાં લેવાય તે માટે લડત ચલાવી રહેલા પશુપાલકોની આજે અલગ અલગ સ્થળેથી પોલીસ અટકાયત કરી લીધી હતી ત્યારે સાંસદ દ્વારા પશુપાલકો સાથે બેઠક કરીને આ મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી વાત કહેવામાં આવી હતી જોકે પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંસદ સાથે બેઠક કરનારા પશુપાલકો નહીં પરંતુ ભાજપના જ આગેવાનો હતા. પશુપાલકોને તો અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. સાંસદે આ પશુપાલકો સાથે બેઠક કરવા માટે પોલીસ સ્ટેશને આવવાની જરૃર હતી. 

Surendranagar : વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી

0

 સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામો સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. વઢવાણ અને જીઆઇડીસી વિસ્તારને જોડતા ભોગાવો નદી પરના બેઠેલા પુલને ઊંચો બનાવવા માટે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તેનું નવીનીકરણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સૌથી ગંભીર બાબત એ છે કે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. જેના કારણે જીઆઇડીસીમાં કામ કરતા હજારો શ્રમિકોએ લાંબો ફેરો કરીને કારખાને પહોંચવું પડે છે. વધુમાં, નજીકમાં જ સરકારી હોસ્પિટલ આવેલી હોવા છતાં પુલ બંધ હોવાથી એમ્બ્યુલન્સને ૩ કિમીનો ચકરાવો લેવો પડે છે. કટોકટીના સમયે દર્દીઓને નદીના સામા કાંઠે ચાલીને આવવું પડે છે અને ત્યાંથી અન્ય વાહન ભાડે કરવાની નોબત આવે છે.ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓથી લઈને ઉદ્યોગકારો સુધી તમામ લોકો આ ગોકળગતિની કામગીરીથી ત્રસ્ત છે. સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ છે કે ચોમાસું બેસે તે પહેલાં આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, અન્યથા વરસાદી સીઝનમાં સંપર્ક તૂટી જવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Bollywood : શર્વરી, દિલજીતની મૈ વાપસ આઉંગા આગામી જૂનમાં રીલિઝ થશે

0

 શર્વરી વાઘ અને દિલજીત દોસાંઝની ફિલ્મ ‘મૈ વાપસ આઉંગા’ આગામી તા. ૧૨મી જૂને રીલિઝ થશે એવી જાહેરાત કરાઈ છે. ઈમ્તીયાઝ અલીનો દિલજીત સાથેનો ‘અમરસિંઘ ચમકીલા’ પછી આ બીજો પ્રોજેક્ટ છે. 

ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો પણ ભૂમિકા ભજવી  રહ્યા છે. ફિલ્મની વાર્તા ભાગલા પછીની ઘટનાઓ આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મનું સંગીત એ આર રહેમાને તૈયાર કર્યું છે. 

તાજેતરમાં ફિલ્મનું ટીઝર રીલિઝ કરાયું હતું. તે સાથે ફિલ્મની થિયેટ્રિકલ રીલિઝ કન્ફર્મ કરવામાં આવી હતી. 

Bollywood : ધુરંધર 2’ને મળી લીગલ નોટિસ, ફિલ્મના કેટલાક દ્રશ્યોથી શીખ સમુદાય નારાજ

0

 રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ધુરંધર 2 ફિલ્મને લઈને અત્યારસુધીમાં કોઈ નકારાત્મક અહેવાલો સામે આવ્યા ન હતા. જો કે, ફિલ્મ રિલીઝ થવાને માત્ર ચાર દિવસ બાકી છે, ત્યારે હવે ફિલ્મને કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં શીખ સમુદાય ધુરંધર 2 ફિલ્મના કેટલાક દ્રશ્યોથી અસંતુષ્ટ છે અને આ જ કારણે ફિલ્મ હાલમાં વિરોધનો સામનો કરી રહી છે.

રિલીઝના 4 દિવસ પહેલા ‘ધુરંધર 2’ને મળી લીગલ નોટિસ

વિકી થોમસ સિંહ નામના એક સામાજિક કાર્યકર્તાએ મહારાષ્ટ્ર તરફથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ ધુરંધર 2ના દિગ્દર્શક-નિર્માતા અને ફિલ્મના અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરવામાં આવી છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘આ ફિલ્મથી શીખ સમુદાયની છબી ખરડાય છે.’

નોટિસમાં શું કહેવામાં આવ્યું છે?

નોટિસ મુજબ, શીખ સમુદાયમાં તમાકુ અને ધૂમ્રપાનનું સેવન સખત પ્રતિબંધિત છે. કારણ કે આ કૃત્યો તેમની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ છે. પરિણામે ફિલ્મમાં આવા દ્રશ્યો દર્શાવવા એ માત્ર ધાર્મિક રીતે અસંવેદનશીલ જ નથી પણ સમગ્ર શીખ સમુદાયની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. જેને ધ્યાનમાં રાખીને ફરિયાદી વિકી થોમસ સિંહે ફિલ્મમાંથી એવા તમામ દ્રશ્યો દૂર કરવાની માંગ કરી છે, જેમાં શીખ રોલને ધૂમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે. 

આ મામલે ફિલ્મ મેકર્સ શીખ સમુદાયની માફી માંગે તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે, ફિલ્મ મેકર્સ આ બાબતે કેવી પ્રતિક્રિયા આપશે.ધુરંધર 2 ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલા જ પેઇડ પ્રીવ્યૂ અને એડવાન્સ બુકિંગથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. એવુ અનુમાન છે કે, ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી નોંધપાત્ર કમાણી કરશે. આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ વખતે ચાહકોને અક્ષય ખન્નાના શાનદાર એક્ટિંગ જોવા નહીં મળે, પરંતુ બધાની નજર ફિલ્મમાં રણવીર સિંહના ડબલ રોલ પર ટકેલી છે.

Gujarat : નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગયો

0

તા.૧૯મી માર્ચથી શરૃ થનારી  ઉત્તરવાહિની  નર્મદા પરિક્રમા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી ઉપર  બનાવાયેલો હંગામી પુલ અચાનક ધોવાઈ જતા અધિકારીઓમા દોડધામ મચી છે. 

નર્મદા જિલ્લામાં  પવિત ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. બે ત્રણ દિવસ  ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રુટનું અને પરિક્રમાવાસીઓને સામે પાર જવા માટે શેહરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પર બનાવાયેલા હંગામી પુલ પર ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું.

હવે આ નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ હંગામી પુલ ધોવાઈ જતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પરિક્રમા ચાલુ થાય એ દિવસે આ જ હંગામી પુલ પરથી હજારો લોકો પસાર થાય છે ત્યારે એ વખતે જો આ પુલ ધોવાયો હોત તો કેવી અફરાતફરીનો માહોલ સર્જાયો હોત સાથે સાથે કેટલી મોટી જાનહાની થઈ  હોત તેવા પ્રશ્નો પણ સર્જાયા છે.નર્મદા પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ માટે કેટલો ખર્ચ થયો હતો તેમજ કઇ એજન્સીને આ કામ સોપવામાં આવ્યું હતું તે અંગે અધિકારીઓનો સંપર્ક કરતા ફોન નો રિપ્લાય આવતો હતો. પરિક્રમા શરૃ થાય તે પહેલાં જ તંત્રની નિષ્કાળજી બહાર આવતા કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Article : પરીક્ષીતા રાઠોડ: ખાખી પાછળનું સાહસ અને સંવેદનશીલ વ્યક્તિત્વ

0

ગુજરાત કેડરના ૨૦૦૧ની બેચના આઈપીએસ (IPS) અધિકારી પરીક્ષીતા રાઠોડ એટલે એક એવું નામ, જેણે સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સમાજ પ્રત્યેની માનવીય અભિગમ કેવી રીતે જાળવી શકાય. તેમની સફર માત્ર એક અધિકારી તરીકેની નથી, પણ અનેક યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.


વહીવટી કુશળતા અને પડકારો
પરીક્ષીતા રાઠોડની કારકિર્દીમાં અનેક મહત્વના વળાંકો આવ્યા છે. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસ.પી. (SP) તરીકે અને ત્યારબાદ ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપી છે. ગુનાખોરી ડામવામાં તેમની કડક છબી અને કેસના મૂળ સુધી પહોંચવાની તેમની પદ્ધતિ ગુનેગારોમાં ફાળ પેદા કરે તેવી રહી છે.
મુખ્ય વિશેષતાઓ:

  • નિર્ભયતા: કઠીન ઓપરેશન્સ દરમિયાન સ્થળ પર રહીને નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા કાબિલેદાદ છે.
  • મહિલા સશક્તિકરણ: પોલીસ દળમાં મહિલાઓની ભૂમિકા વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ હંમેશા કાર્યરત રહ્યા છે.
  • તપાસમાં ઝીણવટ: જટિલ કેસોના ઉકેલ લાવવા માટે ટેકનોલોજી અને પરંપરાગત બાતમીદારોના સંયોજનમાં તેઓ માહેર ગણાય છે.
    સમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ
    એક કડક પોલીસ અધિકારીની સાથે સાથે પરીક્ષીતા રાઠોડ એક અત્યંત સંવેદનશીલ વ્યક્તિ પણ છે. ખાસ કરીને છેવાડાના માણસને ન્યાય મળે અને પોલીસ પ્રત્યે સામાન્ય જનતાનો વિશ્વાસ વધે તે માટે તેમણે અનેક પ્રશંસનીય પગલાં લીધા છે. સોશિયલ મીડિયા હોય કે ફિલ્ડ વર્ક, તેઓ હંમેશા લોકો સાથે સીધો સંવાદ સાધવામાં માને છે.
    સફળતાનું સૂત્ર
    તેમના મતે, “ખાખી એ માત્ર યુનિફોર્મ નથી, પણ જવાબદારીનું પ્રતીક છે.” અનેક પડકારો અને બદલીઓ વચ્ચે પણ તેમણે પોતાની ફરજમાં ક્યારેય બાંધછોડ કરી નથી. તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી અને નૈતિક મૂલ્યો તેમને અન્ય અધિકારીઓથી અલગ પાડે છે.

​Article : શું આ ગુડ ગવર્નન્સ છે? : ગુજરાતના વર્તમાન પ્રવાહો પર એક કડવું ચિંતન

0

​ગુજરાત એટલે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પુણ્યશાળી ધરતી. એક એવો પ્રદેશ જેણે વિશ્વને અહિંસા, નૈતિકતા અને સુશાસનનો પાઠ ભણાવ્યો છે. દાયકાઓથી આપણે ‘સુશાસન’ (Good Governance) ના ગુણગાન ગાતા આવ્યા છીએ. પરંતુ આજે જ્યારે અખબારોના પાના ઉથલાવીએ છીએ અથવા સમાજની વાસ્તવિકતાને નજર સમક્ષ રાખીએ છીએ, ત્યારે હૃદયમાં એક વેધક પ્રશ્ન જન્મે છે – “શું આ ખરેખર ગુડ ગવર્નન્સ છે?”
​સુશાસન એટલે માત્ર ચળકતા રસ્તાઓ કે ઊંચી ઇમારતો નહીં, પણ સુશાસન એટલે કાયદાનો ડર, સામાન્ય નાગરિકની સુરક્ષા, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને ન્યાયતંત્રની ગરિમાનું જાળવવું. કમનસીબે, આજના ગુજરાતમાં આ વ્યાખ્યાઓ ધૂંધળી થતી જાય છે.
​૧. ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની હેલી
​સૌથી મોટી વરવી વાસ્તવિકતા ‘દારૂબંધી’ છે. ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પણ હકીકત એ છે કે આજે દારૂ ગમે ત્યાં, ગમે ત્યારે ઉપલબ્ધ છે. જ્યારે કાયદો માત્ર કાગળ પર રહી જાય અને અમલવારીમાં છીંડાં હોય, ત્યારે તેને સુશાસન કહી શકાય? હદ તો ત્યારે થાય છે જ્યારે દારૂની સાથે સાથે હવે ‘ડ્રગ્સ’ ના ઝેરનું નેટવર્ક ગુજરાતના ખૂણેખૂણે પહોંચી ગયું છે.
​યુવા પેઢી જે દેશનું ભવિષ્ય છે, તે આ નશાના રવાડે ચડી રહી છે. દર થોડા દિવસે બંદરો પરથી હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે, છતાં તે બજાર સુધી કેવી રીતે પહોંચે છે? ગલીએ-ગલીએ વેચાતા નશાના કારોબાર પાછળ કોના આશીર્વાદ છે? જ્યારે પોલીસ તંત્ર નશાખોરો અને નશાના સોદાગરો સામે લાચાર દેખાય, ત્યારે સમજવું કે ગવર્નન્સમાં ક્યાંક મોટી ખામી છે.
​૨. ભૂ-માફિયાઓ અને ગુંડાઓનો બેફામ આતંક
​જમીન એ મનુષ્યની સૌથી કિંમતી મૂડી છે, પણ આજે ગુજરાતમાં ભૂ-માફિયાઓ જાણે કાયદાથી ઉપર વટ હોવાનું અનુભવી રહ્યા છે. ગરીબ ખેડૂતોની જમીનો પચાવી પાડવી, ખોટા દસ્તાવેજો બનાવવા અને ધાક-ધમકીથી મિલકતો હડપવી એ સામાન્ય બની ગયું છે. ગુંડા તત્વોમાં પોલીસનો ભય રહ્યો નથી.
​ગુંડાઓ હવે છડેચોક હુમલા કરે છે, ખંડણી માંગે છે અને સોશિયલ મીડિયા પર પોતાની ‘દાદાગીરી’ ના પ્રદર્શન કરે છે. જ્યારે સામાન્ય માણસ પોતાની જમીન કે ઘર બચાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતો હોય અને માફિયાઓ એસી ઓફિસોમાં બેસીને કાવતરાં ઘડતા હોય, ત્યારે ન્યાય ક્યાં છે?
​૩. અફવાઓનું સામ્રાજ્ય અને તંત્રની લાચારી
​હાલમાં એક નવી ફેશન જોવા મળી છે – બોમ્બની અફવા ફેલાવવી. કોઈ પણ સામાન્ય ટપોરી વ્યક્તિ ઈમેઈલ કે ફોન દ્વારા બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવે છે અને સમગ્ર પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ અને વહીવટી તંત્ર કલાકો સુધી દોડતું થઈ જાય છે. શાળાઓ, એરપોર્ટ અને હોસ્પિટલોમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે.
​આશ્ચર્યની વાત તો એ છે કે, આધુનિક ટેકનોલોજી હોવા છતાં આપણે આવા અફવાખોરોને પકડવામાં નિષ્ફળ જઈએ છીએ અથવા પકડાયા પછી તેમને એવો કડક પાઠ નથી ભણાવી શકતા કે બીજી વાર કોઈ આવું કરવાનું વિચારે પણ નહીં. આ તંત્રની નબળાઈ છે કે ગુનેગારોની હોશિયારી? આ સવાલ જનતા પૂછી રહી છે.
​૪. બાબુશાહી અને મંત્રીઓની નબળાઈ
​લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મંત્રીઓ સર્વોપરી હોવા જોઈએ, કારણ કે તેઓ જનતાને જવાબદાર છે. પરંતુ વર્તમાન સમયમાં ‘બાબુશાહી’ (Bureaucracy) હાવી થઈ ગઈ હોય તેવું લાગે છે. સરકારી અધિકારીઓ મંત્રીઓના આદેશોને પણ ઘોળીને પી જાય છે. જ્યારે મંત્રીઓ અધિકારીઓને ગાંઠતા ન હોય, ત્યારે વહીવટ કથળે છે.
​સામાન્ય નાગરિક જ્યારે કામ માટે જાય છે ત્યારે તેને નિયમોની માયાજાળમાં ફસાવી દેવામાં આવે છે, જ્યારે વગદાર લોકો માટે નિયમો બદલાઈ જાય છે. આ ‘બાબુશાહી’ સુશાસનના પાયા ખોખલા કરી રહી છે.
​૫. શિક્ષણના નામે લૂંટ
​શિક્ષણ એ વ્યવસાય નહીં પણ સંસ્કારનું ધામ હોવું જોઈએ. પરંતુ આજે ગુજરાતમાં શિક્ષણના ધામો ‘લૂંટના અડ્ડા’ બની ગયા છે. ખાનગી શાળાઓ અને કોલેજો ફી ના નામે વાલીઓનું લોહી ચૂસી રહી છે. સરકારના ‘ફી રેગ્યુલેશન એક્ટ’ છતાં કોઈને કોઈ બહાને વાલીઓ પાસેથી મબલખ નાણાં ખંખેરવામાં આવે છે.
​શિક્ષણનું વ્યાપારીકરણ એટલી હદે વધી ગયું છે કે સામાન્ય માણસ પોતાના બાળકને સારી શાળામાં ભણાવતા પહેલા સો વાર વિચાર કરે છે. પુસ્તકો, ગણવેશ અને અન્ય પ્રવૃત્તિઓના નામે ચાલતી આ ઉઘાડી લૂંટ સામે તંત્ર મૌન કેમ છે? શું શિક્ષણ માફિયાઓ સરકાર કરતા વધુ શક્તિશાળી છે?
​૬. રીલ્સની દુનિયા અને પોલીસને પડકાર
​સોશિયલ મીડિયાના યુગમાં ‘રીલ્સ’ બનાવવાનું ભૂત સૌના માથે સવાર છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આવારા તત્વો હથિયારો સાથે, પોલીસની ગાડીઓ પાસે અથવા પોલીસ સ્ટેશનની બહાર રીલ્સ બનાવીને કાયદાની મજાક ઉડાવે છે. તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકે છે.
​જ્યારે કાયદાના રક્ષકોની મજાક ઉડાવવામાં આવે અને ગુનેગારો ‘હીરો’ તરીકે પ્રોજેક્ટ થાય, ત્યારે સમાજમાં ખોટો સંદેશ જાય છે. પોલીસનો ખોફ હોવો જોઈએ, પણ અહીં તો ગુનેગારો પોલીસના ખોફનો આનંદ માણી રહ્યા છે.
​૭. ધોળાવીરા અને પુરાતત્વ વિભાગની બેશરમી
​સૌથી વધુ આઘાતજનક કિસ્સો ધોળાવીરાનો છે. વિશ્વ વિરાસત (World Heritage) એવી આ જમીનો માટે ખેડૂતોએ પોતાની જમીનો આપી, પણ બદલામાં તેમને શું મળ્યું? વળતર માટે ખેડૂતોએ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. કોર્ટે આદેશ આપ્યો છતાં સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ વળતર ચૂકવતું નથી.
​આ બાબતે કોર્ટે છેવટે આકરો આદેશ આપવો પડ્યો કે જો વળતર ન ચૂકવાય તો પુરાતત્વ વિભાગની ઓફિસ અને તેની મિલકતો જપ્ત કરવામાં આવે. એક સરકારી વિભાગ સામે કોર્ટે આવો હુકમ કરવો પડે, તે ગવર્નન્સ માટે શરમજનક બાબત છે. કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે, એ જ વિભાગ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય માણસ કોની પાસે આશા રાખે?
​૮. કાયદાના ભયનો અંત: આત્મચિંતનનો સમય
​કોઈપણ રાજ્યની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે ગુનેગારના મનમાં કાયદાનો ફફડાટ હોય. આજે કાયદાનો ભય રહ્યો નથી. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. નાનામાં નાનું કામ કરાવવા માટે પણ ‘વહીવટ’ કરવો પડે છે.
​જો આ જ પરિસ્થિતિ રહી, તો ભવિષ્યમાં આપણે માત્ર આંકડાઓમાં જ ‘નંબર વન’ રહીશું, વાસ્તવિકતામાં નહીં. ‘ગુડ ગવર્નન્સ’ એટલે માત્ર જાહેરાતો નહીં, પણ જમીની હકીકત હોવી જોઈએ. સરકારે જાગવાની જરૂર છે, અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાની જરૂર છે અને જનતાએ સવાલ પૂછવાની જરૂર છે.
​શું આપણે ખરેખર એવું ગુજરાત ઈચ્છીએ છીએ જ્યાં ગુંડાઓ બેફામ હોય અને ન્યાય માંગનાર લાચાર? વિચારજો… કારણ કે આ પ્રશ્ન આપણા સૌના ભવિષ્યનો છે.


​લેખક અશ્વિન ગોહિલ

National : एनएसयूआई के राष्ट्रीय अध्यक्ष विनोद जाखड़ का ब्यावर में प्रथम आगमन, जिला अध्यक्ष जयदीप सिंह रावत के नेतृत्व में हुआ भव्य स्वागत

0

राष्ट्रीय छात्र संगठन (एनएसयूआई) के राष्ट्रीय अध्यक्ष विनोद जाखड़ के प्रथम बार ब्यावर आगमन पर एनएसयूआई जिला ब्यावर द्वारा बलाड़ बाईपास पर भव्य स्वागत किया गया। इस अवसर पर एनएसयूआई कार्यकर्ताओं और कांग्रेस पदाधिकारियों में विशेष उत्साह देखने को मिला। कार्यक्रम का नेतृत्व एनएसयूआई जिला अध्यक्ष जयदीप सिंह रावत ने किया, जिनके नेतृत्व में सैकड़ों कार्यकर्ताओं ने राष्ट्रीय अध्यक्ष का गर्मजोशी से स्वागत किया।


जिला अध्यक्ष जयदीप सिंह रावत ने कहा कि एनएसयूआई छात्रों के हितों की लड़ाई मजबूती से लड़ने वाला संगठन है और राष्ट्रीय अध्यक्ष विनोद जाखड़ के नेतृत्व में देशभर में छात्र शक्ति को एकजुट किया जा रहा है। उन्होंने बताया कि ब्यावर में उनके प्रथम आगमन से स्थानीय कार्यकर्ताओं में नई ऊर्जा का संचार हुआ है और आने वाले समय में संगठन को और मजबूत बनाने के लिए व्यापक स्तर पर कार्य किया जाएगा। रावत ने कहा कि एनएसयूआई युवाओं और विद्यार्थियों की आवाज बनकर शिक्षा, रोजगार और छात्र अधिकारों के मुद्दों को मजबूती से उठाती रही है।
इस दौरान राष्ट्रीय अध्यक्ष विनोद जाखड़ का माल्यार्पण कर एवं साफा पहनाकर भव्य स्वागत किया गया। कार्यक्रम में मौजूद कार्यकर्ताओं ने संगठन को मजबूत बनाने का संकल्प भी लिया।
स्वागत कार्यक्रम में जिला उपाध्यक्ष राजपाल गहलोत, नरेंद्र बोहरा, मनोहर सिंह रावत, आजाद काटात, जिला महासचिव अजय जोशी, रफीक काटात, प्रिंस शर्मा, संदीप देपन, अफजल खान, इरफान काटात, सचिन गुर्जर, ब्लॉक कांग्रेस अध्यक्ष अजय शर्मा, नगर अध्यक्ष भरत बागमार, एससी जिला कांग्रेस अध्यक्ष बिरदी चंद खोरवाल, बालाजी मंडल अध्यक्ष हिमांशु शर्मा, ब्लॉक सचिव नरेंद्र भटनागर, युवा नेता करण जोशी, युवा कांग्रेस विधानसभा अध्यक्ष मनीष सांखला, कान्हा सिंह, शेखर शर्मा सहित एनएसयूआई और कांग्रेस के अनेक पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित रहे।
कार्यक्रम के दौरान एनएसयूआई जिला अध्यक्ष जयदीप सिंह रावत की सक्रिय भूमिका और संगठनात्मक नेतृत्व की भी व्यापक सराहना की गई। उनके नेतृत्व में ब्यावर में एनएसयूआई लगातार सक्रिय होकर छात्र हितों के मुद्दों को उठा रही है और संगठन का विस्तार भी तेजी से हो रहा है।

National : मुख्यमंत्री साय की गौ धाम योजना गौवंश संरक्षण क्रांतिकारी अध्याय: रत्नावली कौशल

0

हेमंत वर्मा संवाददाता राजनांदगांव, भाजपा महिला मोर्चा प्रदेश कार्यसमिति सदस्य एवं अनुसूचित जाति विकास प्राधिकरण छत्तीसगढ़ शासन की पूर्व सदस्य रत्नावली कौशल ने मुख्यमंत्री विष्णु देव साय की गौ धाम योजना को गौवंश संरक्षण के क्षेत्र में क्रांतिकारी अध्याय करार देते हुए उसकी भूरि-भूरि प्रशंसा की है। इस महत्वाकांक्षी योजना के तहत राज्य के सभी विकासखंडों में कुल 1,460 गौधाम स्थापित किए जाएंगे, जहां बेसहारा, घुमंतू एवं परित्यक्त गौवंश को सुरक्षित आश्रय, पोषण, चिकित्सा एवं समग्र देखभाल प्रदान की जाएगी।


रत्नावली कौशल ने कहा कि ग्रामीण अर्थव्यवस्था को गति देने गौ धाम योजना ग्रामीण अर्थव्यवस्था को नई गति प्रदान करने एवं किसानों की आय दोगुनी करने का सुनहरा मार्ग प्रशस्त करेगी। प्रत्येक गौधाम में 200 गौवंशों की क्षमता वाली आधुनिक सुविधाएं होंगी, जिनमें चारा भंडारण इकाइयां, पशु चिकित्सा केंद्र, स्वास्थ्य जांच लैब, शेड, फेंसिंग, पेयजल, बिजली तथा उत्पादकता वृद्धि प्रशिक्षण केंद्र शामिल हैं। यहां गायों को गुणवत्तापूर्ण हरा-सूखा चारा, टीकाकरण, नियमित स्वास्थ्य जांच एवं गोबर-गोमूत्र आधारित जैविक खेती के लिए विशेष प्रशिक्षण दिया जाएगा।
रत्नावली कौशल ने आगे बताया कि योजना का संचालन पंजीकृत गौशाला समितियों, स्वयंसेवी संस्थाओं, एनजीओ, ट्रस्ट, फार्मर प्रोड्यूसर कंपनियों एवं सहकारी समितियों द्वारा किया जाएगा, जिससे स्थानीय स्तर पर रोजगार सृजन भी होगा। रत्नावली कौशल ने कहा, “यह योजना न केवल गौमाता के संरक्षण को सुनिश्चित करेगी, बल्कि छत्तीसगढ़ की प्राचीन गो-संस्कृति को पुनर्जीवित करते हुए कृषि व्यवस्था को अटल आधार प्रदान करेगी। घुमंतू पशुओं से फसलों को होने वाला करोड़ों रुपये का नुकसान अब टल जाएगा, जिससे किसान भाइयों को बड़ी राहत मिलेगी।” उन्होंने जोर देकर कहा कि भाजपा सरकार की यह पहल ग्रामीण संस्कृति, पर्यावरण संरक्षण, जैविक खेती एवं आर्थिक आत्मनिर्भरता की दिशा में मील का पत्थर साबित होगी। यह प्रधानमंत्री नरेंद्र मोदी जी के ‘गौ संरक्षण एवं ग्रामीण विकास’ के विजन को साकार करने वाली ऐतिहासिक पहल है, जो छत्तीसगढ़ को गौ-आधारित अर्थव्यवस्था का अग्रणी हब बनाएगी।
रत्नावली कौशल ने चरवाहों एवं गौ सेवकों के लिए निर्धारित मानदेय का भी स्वागत किया, जो योजना को सामाजिक जिम्मेदारी के साथ जोड़ेगा। उन्होंने महिलाओं एवं अनुसूचित जाति समुदायों से अपील की कि वे इस योजना से सक्रिय रूप से जुड़ें। अंत में, उन्होंने मुख्यमंत्री विष्णु देव साय को गौ धाम योजना के सफल शुभारंभ हेतु हार्दिक बधाई दी तथा कहा कि यह ग्रामीण छत्तीसगढ़ के उत्थान की नई दिशा निर्देशित करेगी। भाजपा महिला मोर्चा इस योजना के प्रचार-प्रसार एवं सफल कार्यान्वयन हेतु पूर्ण प्रतिबद्ध है।