Home Blog Page 327

Gandhinagar : વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની : મંત્રી અર્જુન મોઢવાડિયા

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તર

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય વાઈસ ચાન્સેલર મીટ યોજાઈ હતી.મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બેજટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ.૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ,કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે.શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ સૌને ઉત્સાહિત કર્યા.વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તર

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય વાઈસ ચાન્સેલર મીટ યોજાઈ હતી.મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બેજટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ.૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ,કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે.શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ સૌને ઉત્સાહિત કર્યા.

Gujarat : સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી

0

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાના અપહરણ અને ત્યારબાદ તેની પર ગુજારવામાં આવેલા દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને રાજસ્થાનના શિવગંજ ખાતેથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના રાવોલ ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. સગીરા અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમણે આ અંગે વડાલી પોલીસ મથકે પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અપહરણ કર્યા બાદ આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ ફેરવતો રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિ કથળી હતી.

વડાલી પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તુરંત જ વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. મોબાઈલ લોકેશન અને સર્વેલન્સની મદદથી પોલીસને જાણ થઈ હતી કે આરોપી સગીરાને લઈને રાજસ્થાન નાસી ગયો છે. જે બાદ પોલીસે ઓપરેશન પાર પાડી રાજસ્થાનના શિવગંજમાંથી આરોપીને દબોચી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી.

વડાલી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો (POCSO) એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલમાં આરોપીની મેડિકલ તપાસ સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

Chhota Udaipur : નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતા નદીઓ કોરીધાકોર

0

ઉનાળાની શરૂઆત સાથે જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાણી માટે પોકાર શરૂ થયો છે. તાલુકાના 100થી વધુ ગામોમાં કોતરો અને નદીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમો જાળવણીના અભાવે ભાંગીને ભુક્કા થઈ ગયા છે. છેલ્લા એક દાયકાથી રિપેરિંગની કામગીરી ન થતા વરસાદી પાણી સંગ્રહવાને બદલે વહી જાય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યાં છે.

નસવાડી તાલુકામાંથી અશ્વિન અને મેણ જેવી બે મોટી નદીઓ આશરે 70 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થાય છે. આ નદીઓ અને તેમાં ભળતા કોતરો પરના ચેકડેમો છેલ્લા 10 વર્ષથી રિપેરિંગની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા નવી કોઈ યોજના અમલમાં ન મૂકાતા જૂના ચેકડેમો જર્જરિત થઈ ગયા છે. ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પર આવેલો 100 મીટર લાંબો ચેકડેમ માટીથી ભરાઈ ગયો છે. પરિણામે, 10 કિલોમીટરના વિસ્તારમાં જે પાણી રોકાવું જોઈએ તે વહી જાય છે અને આસપાસના ગામો તરસ્યા રહે છે.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ જળ સંકટ ઘેરો બની રહ્યો છે અને બીજી તરફ તંત્ર સુષુપ્ત અવસ્થામાં છે. સિંચાઈ વિભાગના ઈજનેરોને સરકાર લાખો રૂપિયાનો પગાર ચૂકવે છે, પરંતુ નસવાડી તાલુકામાં નવા ચેકડેમો બનાવવામાં કે જૂના રિપેર કરવામાં કોઈ કામગીરી દેખાતી નથી. જિલ્લા પંચાયત અને તાલુકા મથકે બેસતા ઈજનેરો પાસે કોઈ નક્કર કામગીરી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ મામલે યોગ્ય સર્વે કરવામાં આવે તો સરકારી નાણાંનો વ્યય થતો હોવાનું સ્પષ્ટ જણાય છે.

જળ સ્તર સતત ઊંડા જતા પશુ-પક્ષીઓ અને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામીણ જનતાની માંગ છે કે ચોમાસા પહેલા તમામ ચેકડેમોનું રિપેરિંગ અને માટી કાઢવાની કામગીરી કરવામાં આવે જેથી આગામી વર્ષે પાણીની સમસ્યાનો સામે ન કરવો પડે.

National : ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર!

0

વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે ઘર બનાવવું એક સપનું બની ગયું છે, પરંતુ NTPC(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટૅક્નોલૉજી આ સ્થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે. NTPC એ કોલસાની રાખ એટલે કે ‘ફ્લાય એશ’માંથી બનાવેલા ખાસ ઇકો-ફ્રેન્ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યું છે. ‘સુખ'(Sukh) નામનું આ આધુનિક આવાસ માત્ર 1.5 લાખના બજેટમાં તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્ટના સ્થાને 80% જેટલી ફ્લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.

ફ્લાય એશ એ વાસ્તવમાં પાવર પ્લાન્ટમાં કોલસો સળગાવવાથી નીકળતી રાખ છે. અત્યાર સુધી તેને કચરો માનવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ચૂનો અને જીપ્સમ ભેળવીને અત્યંત મજબૂત બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટૅક્નોલૉજીમાં ‘પ્રી-ફેબ્રિકેટેડ’ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ઘરના ભાગોને પઝલની જેમ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી જે ઘર બનાવતા મહિનાઓ લાગતા હતા, તે હવે માત્ર 15થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ કારણે મજૂરી ખર્ચમાં પણ મોટી બચત થાય છે.

મજબૂતીની વાત કરીએ તો, રાખમાંથી બનેલા આ ઘર પર ભૂકંપ કે ખરાબ હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. સામાન્ય લાલ ઈંટની સરખામણીએ ફ્લાય એશના બ્લોક્સ હલકા અને અગ્નિરોધક હોય છે, જે આગ સામે વધુ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં ભેજ લાગવાની કે દિવાલ પર પોપડા ઉખડવાની સમસ્યા પણ નહિવત રહે છે. આ ટૅક્નોલૉજી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે કુદરતી સંસાધનોની બચત કરવાની સાથે સામાન્ય લોકોને સસ્તું અને સુરક્ષિત ઘર પૂરું પાડે છે.

Gujarat : હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપાયા

0

સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્નવાંછુક યુવાનોને નિશાન બનાવતી એક ખતરનાક ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેરેજ બ્યુરોની આડમાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે કુલ નવ આરોપીઓ પૈકી બે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5ની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં મનોજ સોની અને તેની પત્ની કવિતા સોની ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ ચલાવતા હતા. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. લગ્ન માટે ઉત્સુક યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવી આ ટોળકી યુવતીઓ સાથે બોગસ લગ્ન કરાવતી હતી. લગ્નના ચાર-પાંચ દિવસ બાદ યુવતીઓ કોઈને કોઈ બહાના હેઠળ ભાગી જતી અથવા તો યુવક અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરતી હતી. એકવાર છૂટાછેડા થઈ જાય એટલે એ જ યુવતીને અન્ય યુવક પાસે મોકલી ફરી લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હતા.

હિંમતનગરના એક ભોગ બનેલા યુવકે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર દંપતી મનોજ સોની અને કવિતા સોની સહિત 4 શખસોને દબોચી લીધા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હિંમતનગર સિવાય અન્ય કયા શહેરોમાં કેટલા યુવકોને પોતાનો શિકાર બનાવ્યા છે. હાલમાં ફરાર અન્ય 4 મહિલા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે.

National : હથિયાર ખરીદનાર દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બન્યો India …..

0

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત ધીમે ધીમે રશિયા પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે.સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત ધીમે ધીમે રશિયા પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે અને પશ્ચિમી દેશો પાસેથી વધુ શસ્ત્રો ખરીદી રહ્યું છે. રિપોર્ટમાંથી 10 સૌથી મોટા પાસાં અહીં વાંચો.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI અહેવાલ (2021-25) મુજબ, વૈશ્વિક શસ્ત્રોના વેપારમાં ભારત અને પાકિસ્તાન બંનેની સક્રિયતા વધી છે, પરંતુ બંનેની વ્યૂહરચનામાં મોટો તફાવત જોવા મળ્યો છે.

અહેવાલના મુખ્ય 10 મુદ્દાઓ

  1. ભારત બીજા ક્રમે: વર્ષ 2021 થી 2025 દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે કુલ 8.2% હિસ્સો ધરાવે છે.
  2. પાકિસ્તાનની એન્ટ્રી: પાકિસ્તાન તેની શસ્ત્ર ખરીદીમાં 66% ના જંગી વધારા સાથે વિશ્વના ટોચના 5 આયાતકાર દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
  3. રશિયાથી વધતું અંતર: ભારતની રશિયા પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થયો છે. 2011-15 માં રશિયાનો હિસ્સો 70% હતો, જે 2021-25 માં ઘટીને માત્ર 40% રહી ગયો છે.
  4. પશ્ચિમી દેશો તરફ ઝુકાવ: ભારતે તેની શસ્ત્ર ખરીદી નીતિમાં ફેરફાર કરીને ફ્રાન્સ, ઈઝરાયેલ અને અમેરિકા જેવા પશ્ચિમી દેશો પાસેથી અત્યાધુનિક હથિયારો ખરીદવાનું શરૂ કર્યું છે.
  5. આત્મનિર્ભર ભારતની અસર: ભારતની કુલ શસ્ત્ર આયાતમાં 4% નો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ભારતની પોતાની શસ્ત્ર ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતામાં થયેલો વધારો છે.
  6. પાકિસ્તાન-ચીન ગઠબંધન: પાકિસ્તાનના લશ્કરી હથિયારોનો લગભગ 80% હિસ્સો હવે સીધો ચીન પાસેથી આવે છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સૈન્ય સંબંધો દર્શાવે છે.
  7. અમેરિકાનો દબદબો: વૈશ્વિક સ્તરે અમેરિકા 42% હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર દેશ રહ્યો છે. જ્યારે રશિયાનો નિકાસ હિસ્સો 21% થી ઘટીને માત્ર 6.8% થઈ ગયો છે.
  8. ટોચના 5 ખરીદદારો: વિશ્વમાં શસ્ત્રો ખરીદનારા મુખ્ય દેશોમાં યુક્રેન (યુદ્ધને કારણે પ્રથમ), ભારત, સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
  9. યુરોપનું બદલાતું ચિત્ર: યુક્રેન યુદ્ધને કારણે 1960 ના દાયકા પછી પહેલીવાર યુરોપ વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતો સૌથી મોટો પ્રદેશ (33%) બની ગયો છે.
  10. ચીનની નવી વ્યૂહરચના: ચીન હવે ટોપ-10 આયાતકારોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. તેની આયાતમાં 72% નો ઘટાડો થયો છે કારણ કે તે હવે રશિયન ટેકનોલોજીને પોતાની સ્વદેશી ટેકનોલોજીથી બદલી રહ્યું છે.

Hair Care Tips : વાળને બનાવો કુદરતી રીતે મજબૂત અને સ્વસ્થ આ દેશી નુસખો થી…..

0

આજકાલ, આપણી બદલાતી ખાવાની આદતોને કારણે, વાળમાં ખોડો, શુષ્કતા અને વાળ ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો વાળને સ્વસ્થ રાખવા માટે મોંઘા ઉપચારનો આશરો લે છે, પરંતુ તેમને કોઈ પરિણામ મળતું નથી. તમારે હવે મોંઘા ઉત્પાદનોની જરૂર રહેશે નહીં. અહીં, અમે એક સસ્તો અને અસરકારક ઘરેલું ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ. વાળને તૂટતા બચાવવા અને મજબૂત કરવા અજમાવો આ ઉપાય.

ઘરના રસોડામાં જ ઔષધિનો ખજાનો છે. ગરમીમાં સામાન્ય રીતે લોકો દહીંનું સેવન વધુ કરે છે. આ દહીં ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં વાળ માટે પણ ઉપયોગી છે. દહીં સાથે આ એક વસ્તુનો ઉપયોગ કરી તમે વાળની સમસ્યા દૂર કરી શકો છો. જો તમે વાળ તૂટવા, નબળા, નિર્જીવ વાળ અને ખોડાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમે દહીં એક બેસ્ટ રેમેડી બની શકે છે. દહીંમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લેક્ટિક એસિડ અને ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે વાળ માટે ફાયદાકારક છે.

એક બાઉલ લો, તેમાં દહીં અને બજારમાં મળતી સામાન્ય નહીં પરંતુ નુપુર મહેંદીનું મિશ્રણ ઉમેરો. પેસ્ટ ખૂબ પાતળી થાય ત્યાં સુધી બ્રશ વડે મિક્સ કરો. હવે, પેસ્ટને તમારા હાથમાં લો અને તેને ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક સુધી તમારા વાળના મૂળમાં લગાવો. પછી તમારા વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો. વાળમાં મહેંદી અને દહીં લગાવવાથી વાળ મજબૂત બને છે. આ મિશ્રણને નિયમિતપણે વાળમાં લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને તે વધુ સિલ્કી થાય છે. આ મહેંદીમાં એવા ગુણધર્મો છે જે ખોડાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ બંનેની પેસ્ટ નિયમિતપણે વાળ પર લગાવવાથી વાળ નરમ અને મુલાયમ બની શકે છે.

Botad : માર્કેટ યાર્ડમાં ચણાની મબલખ આવક, હરાજીમાં ખેડૂતોને સારા ભાવની આશા

0

બોટાદ APMCમાં ચણા વેચવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે એક જ દિવસમાં અંદાજે 20,000 મણ ચણાની આવક નોંધાતા યાર્ડમાં ચારે તરફ ચણાની બોરીઓ જ જોવા મળતી હતી.

બોટાદ જિલ્લામાં આ વર્ષે ચણાના પાકનું મબલખ વાવેતર થયું હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ચણાની ભારે આવક કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોટાદ APMC માં ચણા વેચવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે એક જ દિવસમાં અંદાજે 20,000 મણ ચણાની આવક નોંધાતા યાર્ડમાં ચારે તરફ ચણાની બોરીઓ જ જોવા મળતી હતી.

બોટાદ માર્કેટ યાર્ડની બહાર ટ્રેક્ટર, પીકઅપ વાન, છકડા રિક્ષા સહિતના નાના-મોટા 500 થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પકવેલા પાકના યોગ્ય ભાવ મેળવવા વહેલી સવારથી જ યાર્ડ પર પહોંચી ગયા હતા. જેના કારણે ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા યાર્ડના સત્તાધિશોએ પણ કવાયત હાથ ધરવી પડી હતી.

આજના વેપારમાં ચણાના ભાવ પ્રતિ 20 કિલો દીઠ 970 રૂપિયાથી લઈને 1030 રૂપિયા સુધી નોંધાયા છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહેતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વર્ષે ચણાનું ઉત્પાદન સારું થયું છે અને ભાવ પણ સંતોષકારક મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે.

Vadodara : વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા

વડોદરા જિલ્લાના તાલુકામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી સહિત રોષ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રીઓને પ્રતિ માસ વેરા વસુલાતનો એક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાંથી 60 થી 70 ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આમ છતાં પણ જો કોઈ તલાટી કમ મંત્રી ટાર્ગેટ પૂરો ના કરી શકે તો તેનો પગાર અટકાવી દેવામાં આવે છે. જેથી સરકારના આવા પગલાથી તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી વ્યાપી હતી. આ અંગેની મૂળ વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ બાકી મહેસૂલ વેરો ના ભરતો હોય તો એની સામે પગલાં લેવા જોઈએ એને બદલે તંત્ર દ્વારા વેરાની વસૂલાત કરવાનો પ્રયત્ન કરનારા સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાય તે કેટલે અંશે વ્યાજબી હોવાનું તલાટી કમ મંત્રીઓ કહી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓ રજાના દિવસે પણ ડોર ટુ ડોર ઉઘરાણી કરે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે બાકીદારોની સગવડ માટે કેમ્પનું પણ આયોજન કરીને વેરો ભરવા બાકીદારોને સૂચન પણ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ વેરોના ભરે તો એમાં તલાટી કમ મંત્રીઓનો શું વાંક કહેવાય? આમ સરકારી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાના કર્મચારીઓના પગાર અટકાવી દેતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષ ફેલાવા સહિત કચવાટની લાગણી જોવા મળી હતી.

Rajkot : રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા

0

રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી અંદાજે પાંચ એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે સોમવારે (નવમી માર્ચ) વહેલી સવારથી જ તંત્રનો કાફલો ત્રાટક્યો હતો.

મળતી માહિતી અનુસાર, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે રેલવેની જમીન પર વર્ષોથી ખડકાયેલા 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનને સાત અલગ-અલગ ઝોનમાં વહેંચીને આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવ્યું છે. આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં થયેલા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. આજી નદીના કિનારે રિવરફ્રન્ટ વિકાસ અને ટી.પી. રોડ ખુલ્લો કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની મોટી ટીમ જેસીબી (JCB) મશીનો સાથે આ કામગીરીમાં જોડાઈ છે.

પોતાના ઘર ગુમાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી પ્રોજેક્ટ્સ અને ટી.પી. સ્કીમના અમલીકરણ માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય છે. કોઈપણ દેખાવો ખાળવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.