Home Blog Page 329

Sports : T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે થયો ઝઘડો…

0

અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે ઝઘડો થયો, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે આવવું પડ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા.ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું, જેમાં તેને 72 રનના સ્કોરથી પોતાની અડધી ટીમ ગુમાવી દીધી. ન્યુઝીલેન્ડની ઈનિંગની 11મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે ધૂમ મચાવી જ્યારે અર્શદીપે બોલિંગ કરતી વખતે અચાનક સીધો મિચેલ તરફ બોલ ફેંક્યો.

અર્શદીપ સિંહને ઈનિંગની 11મી ઓવર ફેંકવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મિચેલ સેન્ટનરે પહેલા બોલ પર એક સિંગલ લીધો, જ્યારે ડેરિલ મિચેલે પછીની 2 બોલ પર 2 છગ્ગા ફટકાર્યા. ચોથો બોલ વાઈડ હતો, અને પછી મિચેલે અર્શદીપથી એક્સ્ટ્રા કવર તરફ બીજી ડિલિવરી રમી પરંતુ રન કરવામાં નિષ્ફળ ગયો. પાંચમા બોલ પર, મિચેલે ઓફ-સ્ટમ્પની બહાર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો અર્શદીપ સિંહ પાસે ગયો, જેને તેને પાછો ફેંકી દીધો.

તરત જ, મિચેલ ગુસ્સે થઈ ગયો અને અર્શદીપ સિંહ તરફ આગળ વધવા લાગ્યો. થ્રો કર્યા પછી, અર્શદીપ સિંહ તેના રન-અપ તરફ પાછો ચાલવા લાગ્યો. મિચેલનો ગુસ્સો જોઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને શાંત કરવા માટે વચ્ચે પડવું પડ્યું. ત્યારબાદ મેદાન પરના એમ્પાયરે અર્શદીપ સિંહ સાથે વાત કરી.

ડેરિલ મિચેલ અને અર્શદીપ સિંહ વચ્ચે થયેલા ઝઘડા બાદ જે 11મી ઓવરના છેલ્લા બોલ પર મિચેલે એક સિંગલ રન લઈને સમાપ્ત થયો, અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ બંનેએ હાથ મિલાવ્યા અને મેદાન પર ઝઘડો પૂર્ણ કર્યો. ડેરિલ મિચેલ ફાઈનલમાં બેટથી ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો, તેને 11 બોલમાં 17 રન બનાવ્યા અને પછી અક્ષર પટેલના બોલ પર મોટો શોટ મારતા પોતાની વિકેટ ગુમાવી દીધી.

Sports : ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ ઈશાન કિશન અકસ્માતમાં બહેન ગુમાવી,જીત બહેનને સમર્પિત કરી ……

0

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જીત ઈશાન કિશન માટે ભાવનાત્મક રીતે ખૂબ જ કપરું હતું. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 25 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમનાર ઈશાને મેચ બાદ તેણે જણાવ્યું કે, ‘ફાઈનલના માત્ર એક દિવસ પહેલા જ તેણે તેની પિતરાઈ બહેનને એક કાર અકસ્માતમાં ગુમાવી હતી.’

મેચ બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઈશાને જણાવ્યું કે, ‘શનિવારે (7 માર્ચ) મારી બહેનનું અકસ્માતમાં અવસાન થયું હતું. હું ખૂબ જ આઘાતમાં હતો, પણ હાર્દિક ભાઈએ મને હિંમત આપી અને કહ્યું કે ટીમને પ્રાથમિકતા આપો. આજે મહિલા દિવસ (આઠમી માર્ચ) પણ છે, એટલે મેં આ જીત મારી બહેનને સમર્પિત કરી છે.’ તેણે માત્ર બેટિંગ જ નહીં, પરંતુ વિકેટ પાછળ પણ બે શાનદાર કેચ ઝડપીને પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાબિત કરી હતી.

વર્લ્ડ કપ માટે સૂર્યકુમાર યાદવ સાથેની વાતચીતને યાદ કરતાં ઇશાન કિશને કહ્યું કે, ‘જ્યારે સૂર્યભાઈએ ફોન કર્યો, ત્યારે મેં સ્ક્રીનશોટ લીધો અને વિચાર્યું કે તે વર્લ્ડ કપ માટે છે. તેમણે પૂછ્યું કે શું હું વર્લ્ડ કપ જીતીશ. મેં કહ્યું, ‘શું તમે મારા પર વિશ્વાસ કરશો?’ તેમણે કહ્યું, ‘ઠીક છે, મેં કરી બતાવ્યું.’

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા ઈશાન કિશન માટે આ ટૂર્નામેન્ટ યાદગાર રહી છે. ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે, તેણે 9 ઇનિંગ્સમાં 35.22ની સરેરાશથી 317 રન ફટકાર્યા. આખી ટૂર્નામેન્ટમાં તેણે 193.29ના આક્રમક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી.ઉલ્લેખનીય છે કે, ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જિતાડ્યા બાદ ભારતીય ટીમમાં પરત ફરેલા આ ખેલાડીએ સાબિત કરી દીધું કે તે માનસિક રીતે કેટલો મજબૂત છે.

Health : વાળમાં ઘરે કલર કરનારાઓ આ ખાસ ટીપ્સ, આટલી વાતનું રાખો ખાસ ધ્યાન

0

વાળને જો તમે ઘર પર કલર કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આ લેખમાં વાળને કલર કેવી રીતે કરવો, તેના દરેક સ્ટેપ શીખવાડીશું. જેથી તેને અપનાવીને તમે ઘરમાં જ વાળને કલર કરી શકો છો. વાળમાં હેર કલર કરવાની ફેશન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ તેમજ ફેશનેબલ લાગવા માટે વાળને જો તમે ઘર પર કલર કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આ લેખમાં વાળને કલર કેવી રીતે કરવો, તેના દરેક સ્ટેપ શીખવાડીશું. જેથી તેને અપનાવીને તમે ઘરમાં જ વાળને કલર કરી શકો છો.

આપણા શરીરમાં અમુક ઉંમર પછી સફેદ વાળ દેખાવાનું શરૂ થાય છે. હાલ બદલાતી લાઇફસ્ટાઇલ, વધતો તણાવ, ખોટું ખાનપાન અને પ્રદૂષણ આના પાછળ મુખ્ય કારણ છે. ઘણા લોકો સફેદ વાળને છુપાવવા ડાઈ કે કલરનો ઉપયોગ કરે છે. બજારમાં અલગ અલગ પ્રકારની હેર ડાઈ અને ઇન્સ્ટન્ટ કલર ઉપલબ્ધ છે. જેના દ્વારા તમારા વાળનો રંગ તમે અમુક સમય પ્રમાણે તમારા મુજબ કરી શકો છો.

જોકે હેર ડાઈનો કે કલરનો ઉપયોગ કરતા લોકો હંમેશા પોતાના વાળના રંગ પર ધ્યાન આપે છે. સાથે જ લોકોને એવું પણ થતું હોય છે કે શું આની અસર સ્કિન પર પડી શકે છે કે નહીં. હેર ડાઈ કે કલર લગાવતા સમયે કાનની આસપાસ કે ગરદનની આસપાસની સ્કિન સંપર્કમાં આવે છે. આ વસ્તુઓથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ વધી શકે છે.

એક્સપર્ટ ડોક્ટરોનું કહેવું છે કે હેર ડાઈમાં જે કેમિકલ રહેલું હોય છે તે સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા લોકોને આના કારણે એલર્જી, ખંજવાળ કે પછી બળતરાની સમસ્યા થતી હોય છે. જ્યારે ડાઈ કે કલર સ્કિનના સંપર્કમાં આવે તો તે સ્કિનને સેન્સિટિવ બનાવી શકે છે. ઘણા કેસમાં સ્કિન પર લાલાશ, રેશિઝ કે પછી સોજા પણ આવી જતા હોય છે.

લાંબા સમય સુધી વારંવાર હેર ડાઈ કે કલર વાપરવામાં આવે તો તેના કારણે સ્કિનને અસર થઈ શકે છે. જેમાં સ્કિન ડ્રાય થવાનું જોખમ વધારે છે. આ સિવાય અમુક લોકોને ડાઈ લગાવ્યા બાદ માથાની સ્કિનમાં બળતરા કે ખંજવાળ આવી શકે છે. જે લોકોની સ્કિન પહેલાથી સેન્સિટિવ છે તે લોકોમાં આ સમસ્યા પહેલા થતી હોય છે. જેથી હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે.

હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. ડાઈ કે કલર કરાવતા પહેલા હંમેશા પેચ ટેસ્ટ કરવો જોઈએ જેથી એ વાતનો ખ્યાલ આવી શકે કે સ્કિનને તેનાથી એલર્જી થાય છે કે નહીં. વાળમાં ડાઈ કે કલર કરતા પહેલા કાન અને ગરદનની આસપાસ વેસેલિનની ક્રીમ લગાવી શકાય છે. જેથી ડાઈ સીધી સ્કિન પર અસર ન કરે.

હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે સારી બ્રાન્ડની ડાઈ કે કલરનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ જેમાં કેમિકલ ઓછા હોય તેવી ડાઈ કે કલરનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ ડાઈ કે કલર કરી લીધા બાદ સ્કિનને યોગ્ય રીતે સાફ કરવી પણ જરૂરી છે. જો ડાઈ કે કલર લગાવ્યા બાદ વાળમાં ખંજવાળ આવે કે બળતરા થાય તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ.

જો ડાઈ કે કલર લગાવ્યા બાદ વાળમાંથી ખંજવાળ આવે કે બળતરા થાય ત્યારે આવી સ્થિતિમાં પહેલા વાળ ધોવા જોઈએ. જો વધારે સમસ્યા હોય તો ડૉક્ટર સાથે સલાહ લેવી જરૂરી છે. વારંવાર ડાઈ કે કલર વાળમાં ન લગાવવો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક રીતે વાળની દેખભાળ રાખી શકાય છે. જેથી સ્કિનને સ્વસ્થ રાખી શકાય.

Vadodara : ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી

વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચના ભારતની જીતના જશ્ન દરમિયાન લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.

ભારતની જીતની ઉજવણી દરમિયાન હજારો લોકો તિરંગા સાથે ચાર દરવાજા વિસ્તારમાં ઉમરી પડ્યા હતા અને ભારત માતાકી જય.. વંદે માતરમ.. ઇન્ડિયા ઇન્ડિયા… જેવા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અનેક સ્થળોએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

ચાર દરવાજામાં ચાલવાની જગ્યા પણ ન રહી હોય તેવા દ્રશ્યો વચ્ચે લહેરીપુરા દરવાજાની ઉપરના ભાગે આગના ભડકા નીકળતા નાસભાગ મચી હતી.ફાયર બ્રિગેડ આવી જતા યુવકોએ ફાયર એન્જિનને જવા માટે જગ્યા કરી આપી હતી. જેથી થોડી જ વારમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફટાકડાને કારણે આગ લાગી હોય તેમ મનાય છે.

National : દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું

0

દિલ્હીના ઉત્તમ નગરમાં ધુળેટીએ રંગ લગાવવા જેવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી, જેને પગલે તંગદીલી વચ્ચે દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને હત્યાના આરોપીના ઘરનો ગેરકાયદે હિસ્સો બુલડોઝરથી તોડી પાડયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મ્યુનિ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ઘર નહીં પણ માત્ર ગેરકાયદે બાંધકામ કરાયું હતું તેને જ તોડવામાં આવ્યું છે. દબાણ દૂર કરવાના ભાગરૂપે જે અભિયાન ચાલી રહ્યું છે તે હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સીઝન ચોમાસાની છે, અહીંયા ગેરકાયદે બાંધકામને કારણે પાણી ભરાય છે જેથી આવા તમામ અવરોધો દૂર કરવા આ ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે.

જ્યારે ઉત્તમ નગરમાં આરોપીઓના ઘર પર ગેરકાયદે બાંધકામ તોડવા બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સમગ્ર કાર્યવાહીને નિહાળી હતી. ૪ માર્ચના રોજ આ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના યુવક તરુણની હત્યા કરી દેવામાં આવી હતી. તરુણના પરિવારની એક બાળકીએ રંગીન પાણી ભરેલો ફુગો અન્ય ધર્મની મહિલા પર ફેંકતા વિવાદ શરૂ થયો હતો. અગાઉ તરુણના પરિવારે આરોપીઓનું એન્કાઉન્ટર કરવા અને તેમના ઘર પર બુલડોઝર ફેરવવાની માગ કરી હતી. જ્યારે કેટલાક લોકો દ્વારા આરોપીઓના ઘરને અગાઉ આગ પણ લગાવાઇ ચુકી છે. આ મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Surat : ઉધનામાં મામલતદાર કચેરી બહાર રિપેર કરેલો રોડ બેસી ગયો, હાથથી ડામર ઉખડવા લાગ્યો

0

સુરતમાં 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

સુરતમાં 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. બીજી તરફ શહેરની અલગ જ સૂરત જોવા મળી હતી. ઉધના મામલતદાર ઓફિસની બહાર જ રોડ પર પડેલા ખાડાનો કોઈ ઉકેલ આવતો નથી. મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજને લઈને કામ કરાયું હતું. જેથી આ રોડ બેસી જતાં હાલાકી જોવા મળી છે.

સુરતમાં ઉધના મામલતદાર કચેરીની બહાર મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ દિવસ પહેલા રિપેર કરેલો રોડ બેસી ગયો હતો. મોટા વાહનો પસાર થતાં રોડ બેસી જવાની ચર્ચાઓ થઈ રહી છે. આ રોડ પર પાથરવામાં આવેલો ડામર પણ હાથથી ઉખડવા લાગ્યો છે. ત્રણ દિવસ પહેલા જ કામ પૂર્ણ થતાં ખાડાનું પુરાણ કરી રોડ બનાવી દેવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ અહીં રોડની ગુણવત્તાનું પ્રમાણ જોવા મળ્યું છે.

આ રોડ પર મોટા વાહન પસાર થતાં બેસી ગયો હતો. આ રોડ પર મહાનગર પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તે સવાલ ઉભો થયો છે. આ રોડ પરથી ડામરના થર ઉખડવા લાગ્યાં છે. હાથથી પણ રોડ પરનો ડામર ઉખડી રહ્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયાં છે.

World : ઈરાનમાં રિફાઈનરીઓ પર હુમલો ,વોટર પ્લાન્ટ પછી હવે ઓઈલ ડેપો….

0

દુબઈ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતું યુદ્ધ ૯મા દિવસે વધુ ખતરનાક બન્યું છે. ઈરાનની ટોચની નેતાગીરી અને આર્મી કમાન્ડર્સનો સફાયો કર્યા પછી હવે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનની લાઈફલાઈન પર પ્રહાર શરૂ કર્યા છે. ઈરાનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર હુમલાના બીજા દિવસે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના ઓઈલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલા શરૂ કર્યા છે. આ હુમલાના પગલે તહેરાનમાં કાળા ધૂમાડાના વાદળો છવાઈ ગયા છે. આ ધુમાડાના કારણે ઈરાનમાં એસિડના વરસાદની ચેતવણી અપાઈ છે. ઈરાને પણ અમેરિકાના સાથી દેશ બહરીનના વોટર પ્લાન્ટ અને ઈઝરાયેલમાં અનેક સ્થળે મિસાઈલમારો ચાલુ રાખ્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન હારી ગયું હોવાના દાવાઓ વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મરણતોલ ફટકા મારવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલે હવે ઈરાનની લાઈફલાઈન ગણાતા વોટર પ્લાન્ટ, ઓઈલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલા શરૂ કર્યા છે.

દક્ષિણ તહેરાન અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં સ્થિત શહરાન ઓઈલ ડેપો પર મિસાઈલો ઝીંકવામાં આવી હતી, જેના કારણે તહેરાનના અનેક ભાગોમાં કાળા ધૂમાડા છવાઈ ગયા હતા. આ ધુમાડા એટલા ગાઢ હતા કે તેના વાદળો રચાયા હતા અને સૂરજ પણ દેખાતો નહોતો. આ ધુમાડાના કારણે હવા પણ ખરાબ થઈ ગઈ હતી. ઈરાનની પર્યાવરણ એજન્સીએ કહ્યું કે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચવાથી ઝેરી તત્વો હવામાં ફેલાઈ ગયા છે. તેથી એસીડના વરસાદની આશંકા સેવાઈ રહી છે. સરકારે લોકોને બીનજરૂરી બહાર નહીં નીકળવા ચેતવણી આપી છે.

ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા અને તેની સૈન્ય ક્ષમતાઓની કમર તોડી નાંખવા સમજી-વિચારીને ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરાયા છે. ટ્રમ્પે ઈરાન પર વધુ ઘાતક હુમલા કરવાની ચેતવણી આપી હતી તેવા સમયે આ હુમલા કરાયા છે.

આ સિવાય અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના વોટર પ્લાન્ટ પર હુમલા કર્યા હોવાથી પીવાના પાણીનું સંકટ ઊભું થવાનું પણ જોખમ છે. વધુમાં તહેરાનના નીલોફર સ્ક્વેર વિસ્તારમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ૨૦ નાગરિકો માર્યા ગયા હતા. આ સાથે ઈરાનમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ બાળકો અને ૨૦૦થી વધુ મહિલાઓ સહિત કુલ ૧૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

બીજીબાજુ ઈઝરાયેલે આ યુદ્ધના બીજા મોરચા પર લેબેનોનના દક્ષિણ ભાગ અને બેરુતમાં પણ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં લેબેનોનમાં ૮૩ બાળકો સહિત ૪૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ઈઝરાયેલે ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લા પર હુમલા કરતા દક્ષિણ તહેરાનમાં હજારો લોકોને ઉત્તર લેબેનોનમાં સ્થળાંતર કરવા ફરમાન કર્યું છે.

દરમિયાન ઈરાને પણ ઓપરેશન ટ્રુ પ્રોમીસ-૪ હેઠળ અમેરિકાના સૈન્ય સ્થળો અને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલો અને કામિકેજ ડ્રોનથી હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમણે સોલિડ ફ્યુઅલથી સજ્જ મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલા શરૂ કર્યા છે. વધુમાં ઈરાને બહરીનમાં અમેરિકન નેવીના પાંચમા બેડા પર ભયાનક હુમલા કરતા ૨૧ સૈનિકો માર્યા ગયા છે. ઈરાને પણ બહરિનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આઈઆરજીસીએ દાવો કર્યો કે તેના હુમલાઓમાં અમેરિકાના કુલ ૨૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

આ સિવાય ઈરાને યુએઈ પર ૧૧૬ બેલિસ્ટિક મિસાઈલો અને ૧૧૭ ડ્રોન ઝીંક્યા હતા. સાથે જોર્ડનના એરબેઝને પણ નિશાન બનાવતા ભારે નુકસાન પહોંચાડયું હતું. વધુમાં ઈરાને શરણાગતિની અમેરિકા-ઈરાનની ઓફર નકારી કાઢી છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેઓ અમેરિકા અને ઈઝરાયેલ આક્રમણનો કાયમી અંત લાવવા માગે છે.

National : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે

0

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે SSC(સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ(CGL) 2025ની ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા 14,582 પદને વધારીને હવે કુલ 15,130 કરી દેવામાં આવ્યા છે. આ ભરતી દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ 58 પ્રકારના ગ્રુપ-બી અને ગ્રુપ-સી પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાં પે-લેવલ 4થી 7 મુજબ 25,500થી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે.

ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો, ટિયર-1નું પરિણામ 18 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થયું હતું, ત્યારબાદ 18થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ટિયર-2ની પરીક્ષા યોજાઈ હતી. હવે અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલા કમિશને ઉમેદવારો પાસેથી પદો અને વિભાગો માટેની પસંદગી એટલે કે ‘ઓપ્શન-કમ-પ્રેફરન્સ’ માંગ્યા છે. જે ઉમેદવારો ટિયર-2ની પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ઉમેદવારો 9 માર્ચથી 12 માર્ચ(સાંજે 6 વાગ્યા સુધી) ઓફિશિયલ વેબસાઈટ ssc.gov.in પર લોગિન કરીને પોતાની પસંદગીના પદોની પ્રાથમિકતા આપી શકશે. ખાસ નોંધનીય છે કે, આ પ્રેફરન્સ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરવામાં ચૂકી જશે, તો તેના પરિણામની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં અને તેને ફરીથી કોઈ તક આપવામાં આવશે નહીં.

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત જોઈએ તો, બિન-અનામત(UR) માટે 6,464, OBC માટે 3,834, SC માટે 2,223, ST માટે 1,134 અને EWS વર્ગ માટે 1,475 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.

Entertainment : સલમાન ખાન ના ગીત પર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો જબરદસ્ત ડાન્સ…..

0

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નીતા અંબાણી પણ આ કપલ સાથે જોવા મળી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ત્રણેયે સલમાન ખાનના ગીત પર ડાન્સ કર્યો હતો.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન મુંબઈમાં એક ભવ્ય લગ્નમાં હાજરી આપી હતી. તેમણે પોતાના બોલીવુડ અંદાજથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. ઐશ્વર્યા અને અભિષેકે ડાન્સ ફ્લોર પર સાથે દેખાયા ત્યારે તેઓ બધાનું ધ્યાન ખેંચી ગયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સલમાન ખાનના લોકપ્રિય ગીત, સલામ-એ-ઇશ્ક પર ડાન્સ કરતા જોવા મળ્યા. નીતા અંબાણી પણ ઐશ્વર્યા અને અભિષેક સાથે ડાન્સ ફ્લોર પર જોડાયા. ઐશ્વર્યા, અભિષેક અને નીતા અંબાણીના ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી.

આ ઉજવણી મુદિત અદાણી અને અનન્યા દીવાનજીના લગ્ન માટે હતી. બધા જાણે છે કે ઐશ્વર્યા રાય એક ડાન્સર તરીકે કેટલી અદ્ભુત છે. જોકે, અભિષેક બચ્ચને પણ તેને આ દરમિયાન ટેકો આપ્યો. સૌથી રસપ્રદ વાત એ હતી કે નીતા અંબાણીએ પણ ઐશ્વર્યા અને અભિષેકને ડાન્સમાં સખત સ્પર્ધા આપી, જેનાથી બધાને આશ્ચર્ય થયું.

આ ખાસ પ્રસંગ માટે ઐશ્વર્યાએ ડાર્ક વાદળી રંગનો સૂટ પહેર્યો હતો, જ્યારે અભિષેક બચ્ચન તેની પત્ની સાથે વાદળી બંધગલા શેરવાની અને સફેદ ટ્રાઉઝર પહેરીને આવ્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક મિત્રો અને મહેમાનો સાથે આ ક્ષણનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીએ પણ આ ખાસ પ્રસંગ માટે એમેરાલ્ડ ગ્રીન રંગનો પરંપરાગત પોશાક પહેર્યો હતો.

ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર સમારોહના કેટલાક ફોટા પણ શેર કર્યા. ઓરીએ શેર કરેલા ફોટામાં, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળી રહ્યા છે. આ સમારોહ પહેલા, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. આ લગ્નના કપલના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Gujarat : યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ…..

મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ 49 બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. યુદ્ધથી સર્જાયેલી મંદીની અસર હજારો શ્રમિકોની રોજીરોટી ઉપર પણ પડી રહી છે.

ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે ભારતમાં પણ આયાત નિકાસને અસર પહોંચી છે. કચ્છના બે મહાબંદર કંડલા-મુન્દ્ર બંદરે 2000થી વધુ કન્ટેનરો અને અનેક જહાજો અટવાયેલાં પડ્યાં છે. યુદ્ધના કારણે વહાણોની અવરજવર પર પ્રતિબંધ મુકાતા અને શિપિંગ કંપનીઓ દ્વારા પણ ઈન્સ્યોરન્સની રકમ વધારી દેવાતા આ સ્થિતિ જન્મી છે. નિકાસના કન્ટેનરોમાં ચોખાના શિપમેન્ટ, એલપીજી, બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જીપ્સમની હેરફેર અટકી છે. આ બંને મહત્ત્વના પોર્ટ પર આયાત નિકાસ વધુ થાય છે. પોર્ટના ટર્મિનલો પર હજારો કન્ટેનરો અટવાતા શિપિંગ વ્યવસાયકારો ચિંતિત બન્યા છે.

મિડલ ઈસ્ટના દેશોના નિકાસ માટેના કન્ટેનરો વહાણોમાં મુકી શકાતા નથી. જહાજ રવાનગીમાં મોકુફી, ઓપરેશનમાં વિલંબ અને ગેટ એક્ટિવિટીમાં સસ્પેન્સના કારણે લોજિસ્ટિક સેવાઓ ખોરવાઈ છે. ભારતમાંથી અનાજ, કેમિકલ અને એન્જિનિયરિંગનો સામાન ઉપરાંત તાજા ફળો, શાકભાજી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. તો,જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન યુરોપના દેશોમાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન ઘટતું હોય છે. એટલે, આ દરમિયાન ભારતમાંથી વધુ પ્રમાણમાં નિકાસ થાય છે તેને પણ અસર પહોંચી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં કુલ 49 પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્ર ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે તેને અસર પહોંચી છે. મોટાભાગના બંદરો ઉપર પરપ્રાંતિય શ્રમિકો મોટા પ્રમાણમાં કામ કરે છે. તાજેતરમાં જ હોળી- ઘૂળેટીના તહેવારો દરમિયાન ઘણાંખરાં શ્રમિકો પોતાના વતન ગયાં હતાં. વતન ગયેલાં શ્રમિકોમાંથી અનેક પરત ફર્યાં નથી અને યુદ્ધની સ્થિતિમાં કામ મળશે કે કેમ તે દ્વિધા વચ્ચે હાલમાં પરત ફરે તેવી સંભાવના જણાતી નથી.

બીજી તરફ, યુદ્ધથી બંદરો ઉપર આયાત અને નિકાસ માટેના માલસામાનની હેરાફેરી અટકી પડી હોવાથી તેમાં કામ કરતાં હજારો શ્રમિકોની રોજીરોટીને ઘેરી અસર પહોંચી છે. પ્રાથમિક તબક્કે જ ગુજરાતના બંદરો ઉપર આયાત-નિકાસના સામાનની હેરફેરને લગભગ 40 ટકાથી વધુની અસર પહોંચી ચૂકી છે. આ સ્થિતિમાં શ્રમિકો ઉપરાંત તેમને લાવતાં કોન્ટ્રાક્ટરો માટે નવરાઘૂપ બેસવાનો વખત આવ્યો છે. આ જ સ્થિતિ જળવાઈ રહી તો કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બંદરો ઉપર કાર્યરત શ્રમિકોની રોજીરોટી અને આર્થિક માળખાને ઘેરી અસર પહોંચી રહી છે.