Home Blog Page 330

Entertainment : બાઈક રાઈડર અનુરાગના એક્સિડન્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ, ટીમે આપ્યું હેલ્થ અપડેટ

0

યુટ્યુબર અનુરાગ ડોભાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે ચાલતા વાહનમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુટ્યુબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. UK07 રાઇડર ટીમે હવે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા છે.

યુટ્યુબર UK07 રાઇડર, જેને અનુરાગ ડોભાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હાલમાં પોતાના અંગત જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે તેણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અનુરાગ ડોભાલ એક ઝડપી કારમાં બેઠેલો રડતો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ તેનું વાહન પલટી ગયું હતું. આ ભયાનક અકસ્માત બાદ, યુટ્યુબરને નજીકના લોકોએ બચાવી લીધો હતો. આનાથી અનુરાગ ડોભાલના ફેન્સમાં તણાવ વધી ગયો હતો. અનુરાગની ટીમે હવે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા છે અને લોકોને ખાસ અપીલ કરી છે.

અનુરાગ ડોભાલના મેનેજર રોહિતે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોટ લખી, જેમાં અનુરાગના સ્વાસ્થ્યની ચર્ચા કરવામાં આવી. યુટ્યુબરના મેનેજરે તેમની પોસ્ટમાં લખ્યું, અનુરાગ ડોભાલના મેનેજર તરીકે, હું પુષ્ટિ કરું છું કે તેઓ હાલમાં હોસ્પિટલમાં એક ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આને એક સત્તાવાર નિવેદન ગણો અને વારંવાર ફોન કરવાથી દૂર રહો.

મેનેજરે પોસ્ટમાં આગળ લખ્યું, જો કોઈ વધુ અપડેટ ઉપલબ્ધ થશે, તો અમે તેને યોગ્ય સમયે શેર કરીશું. કૃપા કરીને નોંધ લો કે તેમના સ્વાસ્થ્ય અથવા સંબંધિત બાબતો અંગે કોઈપણ સત્તાવાર અપડેટ ફક્ત મારા એકાઉન્ટમાંથી જ પ્રકાશિત કરવામાં આવશે. સચોટ માહિતી માટે ફક્ત આ એકાઉન્ટ પર આધાર રાખો અને અનુમાન ન કરો. અનુરાગની ટીમની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનુરાગના સ્વાસ્થ્ય વિશે જાણ્યા પછી ફેન્સની ચિંતાઓ પણ દૂર થઈ ગઈ છે.

અનુરાગ ડોભાલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને એક ઝડપી કારમાં બેસીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. વીડિયો દરમિયાન અનુરાગ રડતો જોવા મળ્યો. અગાઉ, અનુરાગે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના પરિવાર પર તેના પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી, અનુરાગના ભાઈ કલમે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને અનુરાગ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે વ્યૂઝ માટે આવું કરી રહ્યો હતો. આનાથી મામલો વધુ વકર્યો.

Gujarat : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી…..

0

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જેના પગલે તંત્ર દ્વારા ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. સોમવાર (નવમી માર્ચ) રાજકોટ અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી. જ્યારે મંગળવાર (10મી માર્ચ) અને બુધવાર (11મી માર્ચ) અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત, કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં સખત ગરમી સાથે યલો ઍલર્ટ રહેશે.

તંત્ર દ્વારા હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. ગરમીથી બચવા માટે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે ઓઆરએસ જેવા પ્રવાહી લેવા. વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ.

Ahmedabad : પ્રહલાદનગરમાં શપથ 4 બિલ્ડિંગના આઠમા માળે ACમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શપથ-4 બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના આઠમા માળે આવેલા એક એકમમાં ACમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શપથ-4 બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના આઠમા માળે આવેલા એક એકમમાં ACમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ઘટનાનો કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ઉનાળો આવતાની સાથે જ ACમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં શપથ-4 બિલ્ડિંગમાં આઠમા માળે સ્થિત એક એકમમાં ACમાં આગ લાગી હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ બોડકદેવ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારી મનુભાઈ સોલંકીએ કહ્યું હતું કે, ગરમીને કારણે એસીમાં આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. હાલ ફાયર વિભાગ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Business : ગ્લોબલ ટેન્શન વચ્ચે સોનું નરમ પડ્યુ, જાણો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ ભાવ

0

સોમવાર 9 માર્ચના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ઘણીવાર આ કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થાય છે. જોકે, આજના ભાવમાં ઘટાડો જોવા મળે છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે આ અઠવાડિયાના પહેલા દિવસે ઘરેલુ સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે (9 માર્ચ) બંને ભાવ નીચા ખુલ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે, ઘરેલુ બજારમાં સોનાના વાયદાનો ભાવ ₹1,60,300 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદી ₹2,65,100 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

સોનાના વાયદા ઘટાડા સાથે ખુલ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ 983 રૂપિયા ઘટીને 1,60,651 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 1,61,634 રૂપિયા હતો.આ લખાય છે ત્યારે આ કોન્ટ્રેક્ટ 1,334 રૂપિયા ઘટીને 1,60,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે 1,60,672 રૂપિયાની ઊંચી સપાટી અને 1,59,826 રૂપિયાની નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. સોનાનો વાયદો આ વર્ષે 1,80,779 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો.

ચાંદીના વાયદા સુસ્તીથી શરૂ થયા. MCX પર ચાંદીનો મે મહિનાનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ રૂ. 788 ઘટીને રૂ.267497 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ રૂ.268285 હતો. આ સમાચાર લખતી વખતે, કોન્ટ્રેક્ટ રૂ. 3185 ઘટીને રૂ. 265100 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, તે રૂ.267498ની ઊંચી સપાટી અને રૂ.264475ની નીચી સપાટીને સ્પર્શ્યો. ચાંદીનો વાયદો આ વર્ષના ઉચ્ચતમ સ્તર રૂ.420048 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,61,730 1,48,250
વડોદરા 1,61,730 1,48,250
રાજકોટ 1,61,730 1,48,250
સુરત 1,61,730 1,48,250
મુંબઈ 1,61,680 1,48,820
દિલ્હી 1,61,830 1,48,350

Vadodara : બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી

વડોદરામાં ગરમીનો પારો સિઝનનો સૌથી વધુ ૩૯.૪ ડિગ્રી આજે નોંધાયો છે. આજે મહત્તમ તાપમાન સાથે જ આકરી ગરમીનો પ્રારંભ થયો છે. બપોરના સમયે તો રોડ પણ પીગળવા લાગ્યા હતાં.

માર્ચ માસના પ્રારંભ સાથે જ ગરમીનો પારો ઉપર જવા લાગ્યો છે. હોળી બાદ અચાનક તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાયો છે. ધૂળેટીના દિવસે તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયા બાદ ફરીથી આજે તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને આજે તાપમાનનો પારો સિઝનનો સર્વોચ્ચ ઊંચો નોંધાયો છે. આકરી ગરમીના કારણે બપોરના સમયે હવે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરાના તાપમાનમાં આજે ૧.૪ ડિગ્રી વધીને તાપમાન ૩૯.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય ૦.૨ ડિગ્રી વધીને ૧૮.૨ ડિગ્રી રહ્યું છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૦ અને સાંજે ૨૧ ટકા હતું. જ્યારે પશ્ચિમ દિશાના પવનોની ગતિ ૩ કિ.મી. પ્રતિ કલાક નોધાઇ છે. આવતીકાલે તેમજ આગામી બે દિવસ પણ તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ રહે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

Gujarat : દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો

0

લાઠી તાલુકાના દામનગર ખાતે ઠાંસા રોડ પર આજે નવા મંજૂર થયેલા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર ધારિયા જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ હુમલો લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં ભાજપના જ અન્ય એક અગ્રણી દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, હુમલાનું કારણ અકબંધ છે અને પારિવારિક પ્રશ્ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દામનગરમાં ઠાંસા રોડ પર આજે સવારના અરસામાં બ્રિજ નિર્માણ કાર્ય ચાલુ થવા પહેલા ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો અને ૫૦ જેટલા કાર્યકરોની હાજરીમાં જ્યારે પૂજન વિધિ થઈ રહી હતી, ત્યારે અચાનક અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર એવા ભાજપના જ આગેવાન હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તેજા પર ધારિયા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી ભારે અફરા-તફરી મચી હતી. બાદમાં માથામાં ઘા લાગતા લોહીલુહાણ થઈ ગયેલા ભાજપ મહામંત્રીને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દામનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મોડી સાંજે ઇજાગ્રસ્ત પ્રકાશ તેજાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના ધારાસભ્યની હાજરીમાં સરાજાહેર થયેલા આ હુમલાને પગલે દામનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, ભાજપના જ બે નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલા આ બનાવે રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. મોડી સાંજ સુધી તો હુમલાનું કારણ અકબંધ રહ્યું હતું અને પારિવારિક પ્રશ્ન હોવાનો દાવો કરાયો હતો.

રાજકીય કારણોસર નહીં, પણ અંગત અદાવત છેઃ ધારાસભ્ય

‘દામનગરમાં આજે વિકાસકાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હુમલો કરનાર ભાજપ આગેવાન હીરાભાઈ ઠાંસા ગામના વતની છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો કોઈ રાજકીય કારણોસર નહીં, પરંતુ અંદાજે દોઢ વર્ષ જૂના પારિવારિક પ્રશ્ને અંગત અદાવતને કારણે થયો હોવાનું જણાય છે. પૂજન વિધિ વખતે અચાનક આ ઘટના બની હતી. જે બાબતે કાનૂની કાર્યવાહીની તજવીજ ચાલુ છે અને પક્ષ તરફથી પણ તપાસ કરીને જરૂરી પગલા લેવાશે’ તેમ ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું.

Gujarat : કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી

0

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની ૮૬ જેટલી ગેરકાયદેસર દુકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દૂકાનો દૂર કરીને અંદાજિત ૫૪૨૮ ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 

આણંદ જુના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલ ટી.પી. સ્કીમ નં ૦૧ના ફાઈનલ પ્લૉટ નં. ૨૬૯માં ૧૬૨૬ ચોરસ મીટર, ફાઇનલ પ્લોટ નંબર ૨૭૦માં  ૧૦૨૬ ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર ૨૭૧માં ૨૭૭૬ ચોરસ મીટર મળીને અંદાજિત ૫,૪૨૮ ચોરસ મીટર રસ્તાવાળી મનપાની માલિકીના ઓપન સ્પેસના હેતુવાળા પ્લેટમાં કાચા – પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના માલિકીનો ઓપન સ્પેસના હેતુ વાળો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, મનપાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.

Bollywood : વેલકમ ફોર પણ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી

0

વેલકમ ટુ ધી જંગલ’નું શૂટિંગ હજુ બાકી છે તે પહેલાં તો ‘વેલકમ ફોર’ માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાનું કહેવાય છે. 

આગામી જૂન માસમાં રજૂ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’માં હજુ એક ગીત ઉપરાંત કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે. જોકે, તે અગાઉ જ આ ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે.  જોકે, એક દાવા અનુસાર ‘વેલકમ ફોર’માં કેટલાક મહત્વના ફેરફારો થશે.  અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ ઉમેરાશે. 

મૂળ ‘વેલકમ’ ફિલ્મની ગુડવિલનો લાભ લેવા માટે ચોથા ભાગની પણ જાહેરાત કરાઈ છે. જોકે, હજુ તો તેને ‘વેલકમ ફોર’ જ નામ અપાશે કે પછી કોઈ નવું ટાઈટલ જાહેર કરાશે તેની રાહ જોવાઈ રહી છે. 

Gandhinagar : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવાયો

પાટનગરમાં લઘુતમ વેતન અને કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા આવેલી આશા વર્કર અને ફેસેલિટેટર, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજન કર્મચારી મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં ધક્કામુક્કીના દશ્યો સર્જાયા હતાં. જેના પગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ સરકાર દ્વારા નારી શક્તિનો અવાજ દબાવવાનો પ્રયાસ થતાં સેંકડો કર્મચારી મહિલાઓમાં રોષ અને નારાજગી ફેલાયા હતાં.

આશા વર્કર અને ફેસેલિટેટર, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજન કર્મચારી મહિલાઓને લઘુતમ વેતન સાથે કાયમી કરવાની માંગ

સરકારી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતું, કે વિરોધ પ્રદર્શન સંબંધે રેલી કે સભા યોજવાની કોઇ મંજુરી લીધા વગર દેખાવો યોજવામાં આવતાં દેખાવકાર મહિલાઓને ડિટેઇન કરવામાં આવી હતી. તેની સામે આંદોલનકારી મહિલાઓએ જણાવ્યુ હતું, કે હક્કની માંગણી શાંતીપૂર્વક કરવામાં આવી રહી હોવા છતાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર એકત્ર થયેલી મહિલાઓ દ્વારા રેલી યોજવાની તજવીજ કરવામાં આવ્યાની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને સવાલ ઉભા થવાની આશંકાના પગલે પોલીસે આરોગ્ય કર્મચારી મહિલાઓને કોર્ડન કરી લેવાની સાથે ડિટેઇન કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવી હતી.

Sports : T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ

0

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ થયો છે.

ભારત ત્રીજીવાર બન્યું વિશ્વ વિજેતા

ભારતીય ટીમે ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને જોરદાર જીત મેળવી છે. રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે આપેલા 256 રનના વિશાળ ટાર્ગેટ સામે કીવી ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતમાં સંજુ સેમસનની 89 રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની 4 વિકેટ મહત્વની સાબિત થઈ હતી. ભારત સતત બીજીવાર (2024 અને 2026) ચેમ્પિયન બન્યું છે.

વિજેતા અને ઉપ-વિજેતા પર ઇનામોનો વરસાદ

T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ભારતીય ટીમને ICC તરફથી 3 મિલિયન ડોલર (અંદાજે ₹27.50 કરોડ) ની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, ફાઈનલમાં હારનાર ન્યુઝીલેન્ડની ટીમને રનર-અપ તરીકે 1.6 મિલિયન ડોલર (અંદાજે ₹14.67 કરોડ) આપવામાં આવ્યા છે. કીવી ટીમનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.

અન્ય ટીમોને કેટલા મળ્યા?

સેમિ ફાઈનલમાં હારનારી ટીમો (ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા) ને પણ ખાલી હાથે ઘરે જવું પડ્યું નથી, તેમને 0.79 મિલિયન ડોલર (અંદાજે ₹7.24 કરોડ) મળ્યા છે. આ સિવાય 5 થી 12માં ક્રમે રહેલી ટીમોને ₹3.48 કરોડ અને 13 થી 20માં ક્રમની ટીમોને ₹2.29 કરોડની પ્રાઈઝ મની મળી છે.

ICC એ તોડ્યા રેકોર્ડ: પ્રાઈઝ પૂલમાં 20% નો વધારો

આ વખતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કુલ 13.5 મિલિયન ડોલર (અંદાજે ₹123.77 કરોડ) નું રેકોર્ડબ્રેક પ્રાઈઝ પૂલ રાખ્યું હતું. જે 2024 ના વર્લ્ડ કપ કરતા 20% વધુ છે. 2024 માં કુલ 11.25 મિલિયન ડોલર વહેંચવામાં આવ્યા હતા. આ વધારો દર્શાવે છે કે T20 ક્રિકેટની લોકપ્રિયતા અને તેની વ્યાવસાયિક કિંમત સતત વધી રહી છે.

T20 વર્લ્ડ કપ 2026: પ્રાઈઝ મનીની વિગતો

ભારત (વિજેતા): અંદાજે ₹27.50 કરોડ

ન્યુઝીલેન્ડ (ઉપ-વિજેતા): અંદાજે ₹14.67 કરોડ

સેમિ ફાઈનલમાં હારનાર ટીમો: અંદાજે ₹7.24 કરોડ

5 થી 12માં સ્થાનવાળી ટીમો: અંદાજે ₹3.48 કરોડ

13 થી 20માં સ્થાનવાળી ટીમો: અંદાજે ₹2.29 કરોડ