Home Blog Page 332

National : યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, યુરોપ, અમેરિકા સહિત 9 રૂટ પર 78 એકસ્ટ્રા ફ્લાઈટસ ચલાવશે

0

“યુરોપિયન રૂટ પર વધારાની ફ્લાઇટ્સ B787-8s સાથે કાર્યરત થશે અને માલે અને કોલંબોની ફ્લાઈટ્સ A320neo એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે. ન્યૂયોર્ક (JFK)ની ફ્લાઇટ્સ જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને એર ઈન્ડિયાના B777-300ER એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે,” એમ તેમાં જણ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાએ 10 માર્ચથી 9 રૂટ પર 78 વધુ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે વિશ્વસનીય મુસાફરી વિકલ્પોની સતત માગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એર ઈન્ડિયાએ આજે ​​જાહેરાત કરી હતી કે તે આગામી થોડા દિવસોમાં યુરોપના પાંચ મુખ્ય પ્રવેશદ્વારો તેમજ ન્યૂ યોર્ક (JFK) 1માં વધારાની ક્ષમતા ઉમેરશે, જે માલદીવ અને શ્રીલંકામાં વધારાની સેવા દ્વારા સમર્થિત હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10થી 18 માર્ચ, 2026ની વચ્ચે એર ઈન્ડિયા આ રૂટ પર 78 વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે મુસાફરો માટે મુસાફરીના વિકલ્પો મર્યાદિત હોવાના સમયે જરૂરી ક્ષમતામાં વધારો કરશે. આ ફ્લાઈટ્સ બંને દિશામાં નવ રૂટ પર 17,660 બેઠકો ઉમેરશે.

“યુરોપિયન રૂટ પર વધારાની ફ્લાઇટ્સ B787-8s સાથે કાર્યરત થશે અને માલે અને કોલંબોની ફ્લાઈટ્સ A320neo એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે. ન્યૂયોર્ક (JFK)ની ફ્લાઇટ્સ જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને એર ઈન્ડિયાના B777-300ER એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે,” એમ તેમાં જણાવાયું છે.

આ રૂટ પર આ વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે
દિલ્હી-ન્યુયોર્ક (JFK)
દિલ્હી-લંડન (હીથ્રો)
મુંબઈ-લંડન (હીથ્રો)
દિલ્હી-ફ્રેન્કફર્ટ
દિલ્હી-પેરિસ (CDG)
દિલ્હી-એમ્સ્ટરડેમ
દિલ્હી-ઝુરિચ
દિલ્હી-માલે (માલદીવ)
દિલ્હી-કોલંબો (શ્રીલંકા)
પશ્ચિમ એશિયાના ઘણા અન્ય દેશોમાં એરસ્પેસ બંધ

સાઉદી અરેબિયા અને ઓમાન ઉપરના હવાઈ ક્ષેત્રને ફરીથી ખોલ્યા પછી 6 માર્ચે, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે જેદ્દાહ અને મસ્કતથી ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પશ્ચિમ એશિયાના અન્ય ઘણા દેશોમાં એરસ્પેસ બંધ થવાને કારણે એર ઈન્ડિયા ગ્રુપના પશ્ચિમ એશિયાના અન્ય સ્થળોએ જવા અને ત્યાંથી જવાના સુનિશ્ચિત ઓપરેશન્સ 10 માર્ચ, 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.”

Gujarat : મુખ્યમંત્રીએ સુરત SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા

0

SERમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. મુખ્યમંત્રીએ સુરત SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પને આ અમૃતકાલમાં વિકસિત ગુજરાત@2047થી સાકાર કરવાનો નિર્ધાર કર્યો છે. આ હેતુસર રાજ્યના સર્વાગી વિકાસને ગતિ આપવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન- ગ્રીટની રચના કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, ઇન્ડિવિજુઅલ અને ઇન્સ્ટિટ્યુશન આધારિત લાંબાગાળાના અને પરિણામલક્ષી વિકાસનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગ્રીટ દ્વારા રાજ્યના સર્વાગી અને સંતુલિત વિકાસ માટે 6 ગ્રોથ હબ વિકસાવવા દરેક ક્ષેત્રની જરૂરીયાત મુજબ ખુબ જ ટુંકા ગાળામાં જે રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થયા છે.

SERમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. આ રોડ મેપ અંતર્ગત “અર્નિંગ વેલ – લિવિંગ વેલ”નો ધ્યેય પાર પાડવા રાજ્યમાં આર્થિક વિકાસથી અર્થવ્યવસ્થા સુદ્રઢ કરવાની જે નેમ મુખ્યમંત્રીશ્રીએ રાખી છે. તેમા સુરત ઇકોનોમિક રિજિયન લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ ધપાવવાના મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ સ્ટ્રેટેજિક મલ્ટી ડિસ્ટ્રીક આર્થિક ક્ષેત્રના વિકાસ માટેના ઈકોનોમિક માસ્ટર પ્લાનથી અમૃતકાલ વિઝનને પાર પાડવાના મહત્વપૂર્ણ પરિબળ તરીકે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે SERના પાંચ જિલ્લાઓમાં કુલ 383 કિલોમીટરના 24 કામો માટે આ 1185 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.

આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના પરિણામે સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ અને જી.આઇ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગોની સુધારણા થવાથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને માલસામાન તથા શ્રમિકોની અવર-જવર વધુ સુગમ થશે. એટલું જ નહીં ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને મજબૂતી મળશે. SERમાં સમાવેશ થયેલા જિલ્લાઓમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કારણે ફીશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી, પાપડ ઉદ્યોગ, માઇનિંગ એન્ડ લિગ્નાઇટ પ્રોજેક્ટ જેવા વિવિધ ઉત્પાદન એકમો ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રને સીધો લાભ મળતો થશે. આ ઉપરાંત કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના જી.આઇ.ડી.સી. વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણ દ્વારા વિકાસને પણ વેગ મળશે.

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અપગ્રેડેશનથી SERના જિલ્લાઓની ખેત પેદાશોના પરિવહનમાં ઝડપ આવશે અને ખેડૂતો પોતાના પાક ઉત્પાદનો તથા ચીજ વસ્તુઓ બજાર સુધી સરળતાથી પહોંચાડી શકશે તેમજ કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સિધ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવગુફા, અંજનીકુંડ, સંજાણની પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળોએ આવનારા પ્રવાસીઓને આ સંગીન રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન વધુ સરળતા આપશે. આ ઉપરાંત મહાલના જંગલો, સાપુતારા, વિલ્સન હિલ જેવા ટુરિસ્ટ પ્લેસિસ અને ઇકો ટુરીઝમ સ્થળોએ પહોંચવું સુગમ બનવાથી સમગ્રતયા પ્રવાસન પ્રવૃતિઓને નવી દિશા મળશે.

સુરત ઇકોનોમિક રિજિયનમાં મુખ્યત્વે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ એન્ડ કેમિકલ, ટેક્સટાઇલ, ફિશરિઝ જેવા પરંપરાગત સેક્ટર્સ ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીનહાઇડ્રોજન, લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોના વિકાસની નવી તકો આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનથી ઊભી થશે. આના પરિણામે યુવાશક્તિને મોટાપાયે રોજગાર સર્જનના અવસરો મળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SERને વિકસિત ગુજરાત@2047 માટેનું સ્ટ્રેટેજિક ગ્રોથ એન્જિન બનાવવાનો અભિગમ રાખ્યો છે અને 2047 સુધીમાં 3.5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના રાજ્યના વિઝનમાં આ SER જી.એસ.ડી.પી.માં 35% થી વધુ યોગદાન આપે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SER માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની આપેલી આ મંજૂરીને પરિણામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત આર્થિક વિકાસને નવું બળ મળતું થતાં સર્વગ્રાહી વિકાસના નવા સિમાચિન્હો આ SER સર કરશે.

Sports : ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો માહી

0

કાળા ટી-શર્ટ અને કૂલ સ્ટાઇલમાં ધોની જોવા મળ્યો છે. ચાહકોની ભારે ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી. એવું માનવામાં આવે છે કે ધોની ફાઇનલ મેચ દરમિયાન સ્ટેન્ડમાં હાજર રહેશે અને ભારતીય ટીમનો ઉત્સાહ વધારશે. તેની સરળ અને સ્ટાઇલિશ એન્ટ્રીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોનીએ મેચ દરમિયાન ઓલ બ્લેક લુક પહેર્યો હતો. તેણે બ્લેક ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક ઘડિયાળ પહેરી છે.

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીતી હતી. ગુરુવારે (5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાથે VIP બોક્સમાં જોવા મળ્યા હતા. ચાહકોને આશા હતી કે મહેન્દ્ર સિંહ ધોની ફાઇનલ માટે પણ અમદાવાદમાં હાજર રહેશે અને હવે ધોની આવી ગયા પછી સ્ટેડિયમ ઉત્સાહથી ભરેલું હશે.

World : તેલ પછી હવે પાણી પર યુદ્ધ? ગલ્ફ દેશો સામે મોટું સંકટ

0

મધ્ય પૂર્વમાં ચાલતા તણાવનો પ્રભાવ માત્ર તેલ અને ગેસ સુધી મર્યાદિત નથી. ગલ્ફ વિસ્તારમાં આવેલ દેશો જેમ કે Kuwait, Oman, Saudi Arabia, United Arab Emirates, Qatar અને Bahrain જેવા દેશો પીવાના પાણી માટે મોટા પ્રમાણમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર આધાર રાખે છે. આ પ્લાન્ટ દરિયાના ખારા પાણીને મીઠું દૂર કરીને પીવાલાયક બનાવે છે.

ડિસેલિનેશન ટેકનોલોજી, ખાસ કરીને રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ, ગલ્ફ દેશોની જીવનરેખા સમાન છે. કુવૈતમાં લગભગ 90 ટકા પીવાનું પાણી ડિસેલિનેશન દ્વારા મળે છે. ઓમાનમાં આ આંકડો આશરે 86 ટકા છે, જ્યારે સાઉદી અરેબિયામાં લગભગ 70 ટકા પાણી આ પદ્ધતિથી તૈયાર થાય છે. એટલે કે, જો આ પ્લાન્ટને નુકસાન થાય, તો લાખો લોકો માટે પાણીનું ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.

તાજેતરના સંઘર્ષમાં Iran અને United States વચ્ચે તણાવ વધ્યો છે, જેમાં Israel પણ સામેલ છે. અહેવાલો મુજબ, કેટલાક મહત્વપૂર્ણ બંદરો અને પાવર સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. દુબઈનું જેબેલ અલી બંદર, જે વિશ્વના મોટા બંદરોમાંનું એક છે, તે મહત્વના ડિસેલિનેશન પ્લાન્ટની નજીક આવેલું છે. જો આવા વિસ્તારોમાં મિસાઇલ અથવા ડ્રોન હુમલા થાય, તો પાણી પુરવઠા પર સીધી અસર પડી શકે છે.

ઘણા ડિસેલિનેશન પ્લાન્ટ પાવર પ્લાન્ટ સાથે જોડાયેલા હોય છે. એટલે જો વીજળી વ્યવસ્થાને નુકસાન થાય, તો પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા પણ બંધ થઈ શકે છે. પાણી ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે કે આ સિસ્ટમમાં ઇન્ટેક, ફિલ્ટરેશન, મેમ્બરેન ટેકનોલોજી અને વીજ પુરવઠો જેવા અનેક ઘટકો હોય છે. એક પણ ભાગ ખોરવાય તો આખી સિસ્ટમ ઠપ્પ થઈ શકે છે.

સાઉદી અરેબિયાના જુબેલ ડિસેલિનેશન પ્લાન્ટ અંગે ભૂતકાળમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તેને ગંભીર નુકસાન થાય, તો રાજધાની રિયાધને એક અઠવાડિયામાં ખાલી કરાવવાની સ્થિતિ ઊભી થઈ શકે. જોકે સાઉદી અરેબિયા અને UAIએ બેકઅપ સિસ્ટમ, જળાશય અને પાઇપલાઇનમાં ભારે રોકાણ કર્યું છે, પરંતુ નાના દેશો પાસે એટલા વિકલ્પો નથી.

બીજી તરફ, ઈરાન ડિસેલિનેશન પર ઓછો આધાર રાખે છે. તેનું પાણી મુખ્યત્વે નદીઓ, ડેમ અને ભૂગર્ભજળમાંથી આવે છે. છતાં લાંબા સમયથી ચાલતા દુષ્કાળને કારણે તેની રાજધાની તેહરાનના જળાશયો જોખમી સ્તરે પહોંચી ગયા છે. વિશ્વ માટે આ સંઘર્ષની મોટી ચિંતા તેલના ભાવ છે, પરંતુ ગલ્ફ દેશો માટે વાસ્તવિક ખતરો પાણી બની શકે છે. જો પાણીની સુવિધાઓ પર સીધો હુમલો થાય, તો તે માત્ર માનવ સંકટ જ નહીં, પરંતુ રાજકીય અને આર્થિક અસ્થિરતા પણ લાવી શકે છે.

Kutch : વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત, પત્નીએ પઠાણી ઉઘરાણી કરતાં 18 સામે નોંધાવી FIR

0

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે મૃતકની પત્નીએ 14 વ્યાજખોરો સહિત કુલ 18 શખસો સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આદિપુરના દિપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સ કંપનીની એજન્સી હતી. દિપેશ કટારિયા એન્ટરપ્રાઈઝમાંથી માલનો ઓર્ડર લઈને ગાંધીધામમાં નિયત કરેલા રૂટના રીટેઈલ દુકાનદારોને માલ સપ્લાય કરતો હતો. પરંતુ કટારિયા એન્ટરપ્રાઈઝના મુદ્રાના વિપુલ એસ.આર. નામના વ્યક્તિ સાથે દિપેશને કોઈ કારણે વિખવાદ થતાં તેનો ધંધો ખોરવાઈ ગયો હતો. આ પછી વિપુલે કટારિયા એન્ટરપ્રાઈઝના માલિક રૂપેશભાઈ, કલ્પેશભાઈ અને અંકિતા સહિતના વ્યક્તિને દિપેશના માલ સપ્લાય મામલે કાનભંભેરણી કરતો હતો. તેમજ વિપુલે તેના મળતિયાને એજન્સી અપાવીને ગોડાઉન રખાવી આપતાં મૃતક દિપેશના ધંધાને માઠી અસર પડી હતી અને ધંધો સાવ ઠપ થતાં આર્થિક સંકળામણ ઉભી થઈ હતી.

આ બધા વચ્ચે, મૃતક દિપેશે RTGSથી એડવાન્સમાં ડિપોઝીટ ભરીને માલનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ એન્ટરપ્રાઈઝ તરફથી માલ આપશે તેમ કહીને તારીખ પસાર કરાતાં અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને પગલે અંતે હતાશામાં દિપેશે ગુરુવારે(5 માર્ચ) બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, ધંધો ઠપ થતાં દિપેશ આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. જેને લઈને તે વ્યાજખોરોના ચુંગાલમાં આવી ગયો હતો. દિપેશે કરણ આહીર નામના વ્યક્તિ પાસેથી પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકી વ્યાજે રૂપિયા લીધા, જેમાં મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યું છતાં કરણ દાગીના પરત આપતો ન હતો. એક દિવસે, દાગીના લેવા જતાં કરણના પિતા ડાયાલાલ અને આનંદ નામના વ્યક્તિએ દિપેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત ભચાઉના નુટભા સોઢા, ભુજની વ્યાજખોર રોશની આનંદ ભટ્ટ, મુકેશ મિરાણી અને હરેશ મિરાણી, હિતેશ રાજકોટીયા, આદિપુરના પ્રકાશ મોદી નામના લોન એજન્ટ, ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમો), ક્રિપાલસિંહ, ભીખુભાઈ, ચંદ્રસિંહ બાપુ નામના વ્યાજખોરોના સતત ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે દિપેશે આપઘાત કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસે તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Sabarkantha : હિંમતનગરમાં પોતાના જ ઘરે મેરેજ બ્યુરો ખોલી લૂંટેરી દુલ્હનનો ખેલ ખેલ્યો, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી

0

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.લગ્નવાંછુક યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકી બે મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. આ ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી પહેલા લગ્ન કરાવતી અને ત્યારબાદ ચારથી પાંચ દિવસમાં બહાના બનાવી યુવકોને છોડી ભાગી જતી હતી.

આ સમગ્ર કિસ્સામાં ટોળકી પોતાના જ ઘરમાં મેરેજ બ્યુરો શરૂ કરી લગ્ન ઈચ્છુક યુવાનોને ફસાવવાનું કામ કરતી હતી.ત્યારબાદ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લેવડાવી એ જ યુવતીના અન્ય યુવક સાથે ફરી લગ્ન કરાવી રૂપિયા પડાવતી હતી. આ મામલે હિંમતનગરના ભોગ બનેલા એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

Entertainment : કાઉન્ટડાઉન શરૂ, 3 વર્ષ બાદ Farzi 2 લઈને આવી રહ્યા છે શાહિદ કપૂર

0

શાહિદ કપૂર તેની ફિલ્મ ઓ રોમિયો માટે ચર્ચામાં હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નહીં. આ પછી, અભિનેતાએ હવે બીજા પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે, જેનો એક ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

શાહિદ કપૂર છેલ્લે તેની રિલીઝ ઓ રોમિયોમાં જોવા મળ્યો હતો, જે આ વર્ષે 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ તેનું બજેટ પુનઃપ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ, તેણે માત્ર ₹106 કરોડની કમાણી કરી. આ ફિલ્મ પછી, ફેન્સને તેના આગામી પ્રોજેક્ટ માટે ઘણી આશાઓ છે. ઓ રોમિય રિલીઝ થયાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં, અભિનેતાએ તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

મોસ્ટ અવેટેડ થ્રિલર સિરીઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા. લોકો ઘણા સમયથી શાહિદ કપૂરની ફરઝીની સીઝન 2 ની રાહ જોઈ રહ્યા હતા. ફરઝીની પહેલી સીઝન 2023માં એમેઝોન પ્રાઇમ પર પ્રીમિયર થઈ હતી. હવે, ત્રણ વર્ષની રાહ જોયા પછી, શાહિદ કપૂરે ફરઝી 2 પર કામ શરૂ કર્યું છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેનાથી ફેન્સમાં ઉત્સાહ વધુ વધ્યો છે.

શાહિદ કપૂરે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફિલ્મનો પોતાનો લુક શેર કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓનો કોલાજ શેર કરતા, અભિનેતાએ કેપ્શન આપ્યું: ફરઝી ડે 1 શૂટ.આ ફોટો પુષ્ટિ કરે છે કે નિર્માતાઓએ ફરઝી 2 પર સત્તાવાર રીતે કામ શરૂ કરી દીધું છે. ગયા મહિને, શાહિદ કપૂર અને નિર્માતાઓએ ફરઝીની સીઝન 2 ની પુષ્ટિ કરી હતી, જેનાથી સિરીઝ માટે ઉત્સાહ વધ્યો હતો, અને ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પહેલી સિરીઝ ફરઝીનું દિગ્દર્શન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં શાહિદ કપૂર સનીની ભૂમિકા ભજવે છે. આ થ્રિલર નાટક નકલી ચલણી નોટોના કૌભાંડ, લોભ અને માઈકલ નામના એક પ્રામાણિક પોલીસ અધિકારી વચ્ચે બિલાડી-ઉંદરનો પીછો દર્શાવે છે. શાહિદ અને વિજય ઉપરાંત, રાશી ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેને IMDb પર 8.3 રેટિંગ મળ્યું છે.

Aravalli : ધોરણ 11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમને દબોચ્યો

0

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી એક યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ ઉઠી છે. ઇસરી પોલીસે આ મામલે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી યુવકે સગીરાને લગ્ન કરી લેવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થિનીને પટાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. યુવકે સગીરાને પોતાના ઘરે ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. સગીરાને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી યુવક સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

આટલેથી ન અટકતા, આરોપી યુવક થોડા દિવસ સગીરાને પોતાના ઘરે રાખ્યા બાદ તેને તેના બનેવીના ઘરે પણ લઈ ગયો હતો. સગીરા ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી, જેમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હવસખોર યુવકના ચુંગાલમાંથી છૂટેલી પીડિતાએ આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

આ મામલે સગીરાના પરિવાર દ્વારા ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઇસરી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Punjab : પંજાબમાં મહિલાઓ માટે મોટી ભેટ, દર મહિને આટલા રૂપિયાની સહાય

0

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે Punjab સરકારએ રાજ્યની મહિલાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી Bhagwant Mannની આગેવાની હેઠળ “મુખ્યમંત્રી માવા-ધ્યાન સત્કાર યોજના” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક પાત્ર મહિલાને દર મહિને ₹1,000ની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) મહિલાઓને દર મહિને ₹1,500 મળશે.

આ જાહેરાત રાજ્યના બજેટ દરમિયાન નાણામંત્રી Harpal Singh Cheema દ્વારા વિધાનસભામાં કરવામાં આવી હતી. સરકારના અંદાજ મુજબ રાજ્યની લગભગ 97 ટકા મહિલાઓ આ યોજનાથી લાભાન્વિત થશે. આ સહાય રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ મધ્યસ્થીની જરૂર ન પડે.

સરકારના કહેવા મુજબ, આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવશે. ઘણી મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય છે અને તેમને પોતાની જરૂરિયાતો માટે આર્થિક સ્વતંત્રતા ન હોતી. દર મહિને મળતી આ સહાય તેમના નાના ખર્ચ, બાળકોના શિક્ષણ, આરોગ્ય કે અન્ય જરૂરિયાતોમાં ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને SC સમુદાયની મહિલાઓ માટે ₹1,500ની સહાય સામાજિક ન્યાય તરફ મોટું પગલું ગણાય છે.

કોણ પાત્ર રહેશે?
સરકારે યોજના માટે કેટલાક સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે:
18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પાત્ર રહેશે.
આવકવેરો ભરતી મહિલાઓને આ લાભ મળશે નહીં.
હાલ સાંસદ (MP) અથવા ધારાસભ્ય (MLA) તરીકે હોદ્દો ધરાવતી મહિલાઓને લાભ નહીં મળે.
પહેલેથી સામાજિક સુરક્ષા પેન્શન લેતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ ચાલુ રહેશે.
આ નિર્ણયથી વૃદ્ધ, વિધવા અને આર્થિક રીતે નબળી મહિલાઓને વધારાનો લાભ મળશે.
ચૂંટણી વચન પૂરું કરવાનો પ્રયાસ
આ યોજના Aam Aadmi Party દ્વારા ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનોમાંની એક હતી. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મહિલાઓને આર્થિક સહાય આપવાની ગેરંટી આપવામાં આવી હતી. હવે સરકાર આ વચનને અમલમાં મૂકી રહી છે.

સરકારનું કહેવું છે કે અગાઉની સરકારો મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જોતાં હતી, જ્યારે હવે સીધી રીતે તેમના હાથમાં આર્થિક સત્તા સોંપવામાં આવી રહી છે. સત્તામાં 4 વર્ષ પૂર્ણ કર્યા પછી, માન સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની રાજનીતિ વચનોને હકીકતમાં બદલવાની છે.

આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી પક્ષો આ યોજનાની નાણાકીય અસર અંગે સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે AAP નેતૃત્વ તેને મહિલા સશક્તિકરણનું ઐતિહાસિક પગલું ગણાવી રહ્યું છે. આવનારા સમયમાં આ યોજના રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.

એકંદરે જોવામાં આવે તો “મુખ્યમંત્રી માવા-ધ્યાન સત્કાર યોજના” પંજાબની મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફનું મોટું પગલું છે. જો યોજના યોગ્ય રીતે અમલમાં મૂકાશે, તો તે લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.

Chota Udaipur : બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર

0

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે છોટા ઉદેપુરની બોડેલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે સંખાંદ્રા ગામની સીમમાંથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂ અને કાર સહિત કુલ 10.56 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, બોડેલી પોલીસની ટીમ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામની સીમમાં તળાવ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી હતી.

પોલીસે કારની તપાસ કરતા અંદરથી ગુપ્ત રીતે છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની કુલ 960 બોટલ સહિત કાર અને દારૂ મળીને કુલ 10,56,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન કારચાલક અંધારાનો કે ભીડનો લાભ લઈને સ્થળ પર જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે હાલ કારચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.