Home Blog Page 336

Rajkot : બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત

0

પી.જી.વી.સી.એલની ગંભીર બેદરકારીને કારણે આજે કોડીનારના ઘાટવડ ગામના બે  આશાસ્પદ નવયુવાનનો  ભોગ લેવાયો છે. ઘાટવડ ગામે રહેતા પિતા-પુત્ર તથા અન્ય એક યુવાન સહિત ૩ લોકો બાઇક પર વાડીએ જતા હતા ત્યારે ૧૧ કે.વી વીજલાઇનનો જર્જરિત વીજ વાયર તૂટીને ત્રણેયની માથે પડતા દાઝી જતા પિતાની નજર સામે પુત્ર તથા અન્ય યુવાનનું મોત થયું છે.

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજે સવારના નવેક વાગ્યાના સુમારે દાનસિંહજી ઝાલા, તેનો પુત્ર મયુરધ્વજસિંહ ઝાલા તથા રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા એમ ત્રણ જણા સીમમાં તેમની વાડીએ જતા હતા ત્યારે પી.જી.વી.સી.એલના ૧૧ કેવી વીજ લાઇનનો જર્જરિત જીવંત વીજ વાયર  તૂટીને તેમની માથે પડયો હતો. વીજ વાયર માથે પડતા ગંભીર રીતે દાઝી જતા મયુરધ્વજસિંહ (ઉ.વ.૨૧) અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉં. વ.૨૨)ના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે દાનસિંહજી ઝાલાને ગંભીર ઇજા થતાં તેને કોડીનાર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. મૃતક મયુરધ્વજસિંંહ ઝાલા તેના પરિવારનો એકનો એક  પુત્ર હતો, જ્યારે રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાએ તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા પાસ કરી હતી.  બે આશાસ્પદ યુવાનોના આકસ્મિક મૃત્યુ થતાં ઘાટવડ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ  છે.બનાવના પગલે ઘાટવડ ગામના લોકોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ ફેલાયો છે. ઘાટવડ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ વાડી વિસ્તારમાં જર્જરીત થયેલા વીજ વાયરો નીચે કોઈ ગાર્ડનિંગ ન હોવાને કારણે વારંવાર પડવાથી ક્યારેક શેરડીનો ઉભો વાડ બળી જાય છે, તો ક્યારેક ઉભેલા ઘઉં બળી જાય છે અને ક્યારેક  જીવતો વીજ વાયર માણસ ઉપર પડવાથી માણસોના મૃત્યુ નીપજે છે. આ વિસ્તારમાં જર્જરિત વાયરોની જગ્યાએ નવા વાયરો નાખવા અને રોડ ક્રોસના સ્થળે વીજ વાયરોનું ગાર્ડનિંગ કરી આપવામાં  આવે તેવા માંગ કરાઇ છે.

Gujarat : સુરેન્દ્રનગરમાં 3.50 કરોડના ખર્ચે બનાવેલો ડામર રોડ પીગળ્યો

0

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ૮૦ ફૂટ રોડ પર બે મહિના પહેલા પી.કે.જાદવ એજન્સીએ ૩.૫૦ કરોડના ખર્ચે બનાવેલો રોડમાં ડામર પીગળી રહ્યો છે. મહાનગરપાલિકામાં કામ કરતી એજન્સીએ નબળુ મટીરીયલ વાપરીને બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો છે. એજન્સીએ નબળુ મટીરીયલ વાપરીને કામ કરાતું હોવાની ફરિયાદો છતાં મનપાએ કાર્યવાહી કરી ન હોવાની ફરિયાદો ઉઠી છે. રોડમાં ડામર પીગળતા વાહનો સ્લિપ થઇ જવાના પણ બનાવો બની રહ્યાં છે કેટલાક સ્થળોએ નવા રોડમાં તિરાડો પણ પડી ગઇ છે.

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડનું નવિનીકરણ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત બાદ મહાનગરપાલિકાએ રસ્તાનું નવીનીકરણનું કામ શરૂ કર્યું હતું. શહેરના હોટલ વીરાથી ભક્તિનંદન સર્કલ સુધી ૩.૫૦ કરોડના ખર્ચે પી.કે. જાદવ એજન્સીએ રોડ બનાવ્યો હતો. રોડ પર ખાડા પણ પડી ગયા છે. ૩૬ ડિગ્રી તાપમાન પહોંચતા રોડ પીગળવા લાગ્યો છે.જયારે આગામી દિવોસમાં ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાન થતાં રોડ વધુ પીગળી જવાની સંભાવના છે. આ સ્થિતિમાં એજન્સી સામે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

રોડ પીગળી જતા વાહનો સ્લિપ થવાના પણ બનાવો બની રહ્યાં છે. જેથી તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી સંભાવના છે.

Vadodara : સમા કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીનો ચોથે દિવસે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળ્યો

સમા કેનાલમાં ધૂળેટીને દિવસે ડૂબેલા યુવકનો આજે ચોથે દિવસે સાંજે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

ધૂળેટીને દિવસે મિત્ર સાથે સમા લીલેરિયા પાછળની કેનાલમાં નાહવા ગયેલો અજય શર્મા(પ્રાગજી નગર,સમા)ના મિત્રનો બચાવ થયો હતો.

અજયને શોધવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ટીમો કામે લાગી હતી.જ્યારે આજે એસડીઆરએફની પણ ટીમ કેનાલમાં ઉતરી હતી.આ દરમિયાન સાંજે ભીમપુરા ખાતે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Vadodara : એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત

વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એપસ્ટિન ફાઇલ મુદ્દે આજે ફતેગંજ વિસ્તારમાં કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ દરમિયાન મહિલા કાર્યકરોએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, જાતીય શોષણના ગુનેગારને મળવા અંગે એપસ્ટીન ફાઇલમાં મંત્રીનું નામ આવતાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અન્ય દેશોમાં આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ મામલે સ્પષ્ટતા આપવાની જવાબદારી મંત્રીની છે.

જો મંત્રી આરોપોની યોગ્ય સ્પષ્ટતા આપી શકતા ન હોય તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલી મહિલાકાર્યકરોની અટકાયત કરી હતી.

National : अमृतकौर चिकित्सालय की बदहाल व्यवस्था के खिलाफ कांग्रेस का हल्ला बोल, पीएमओ का किया घेरावमेडिकल कॉलेज शुरू करने सहित 9 मांगों पर सौंपा ज्ञापन, 15 दिन में सुधार नहीं तो आंदोलन की चेतावनी

राजकीय अमृतकौर चिकित्सालय की बिगड़ती चिकित्सा व्यवस्थाओं को लेकर शनिवार को ब्लॉक कांग्रेस कमेटी, ब्यावर के नेतृत्व में कांग्रेस कार्यकर्ताओं ने अस्पताल प्रशासन के खिलाफ जोरदार विरोध प्रदर्शन किया। ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्ष एडवोकेट अजय शर्मा के नेतृत्व में कार्यकर्ताओं ने अस्पताल पहुंचकर पीएमओ डॉ. सुरेन्द्र सिंह चौहान का घेराव किया और चिकित्सा सुविधाओं में सुधार की मांग को लेकर ज्ञापन सौंपा।


कांग्रेस नेताओं ने आरोप लगाया कि अस्पताल की अव्यवस्थित चिकित्सा व्यवस्था के कारण मरीजों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। हाल ही में ऐतिहासिक बादशाह मेले के दौरान पुण्यात्मा चन्द्रप्रकाश अग्रवाल (बादशाह) के आकस्मिक निधन की घटना ने अस्पताल की कमजोर व्यवस्थाओं को उजागर कर दिया है। इस घटना के बाद कांग्रेस ने अस्पताल की व्यवस्थाओं का स्थलीय निरीक्षण कर स्थानीय चिकित्सकों, मरीजों और उनके परिजनों से बातचीत कर वास्तविक स्थिति का आकलन किया।
कांग्रेस द्वारा तैयार विस्तृत ज्ञापन चिकित्सा मंत्री, राजस्थान सरकार को भेजा गया है, जिसकी प्रतियां मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी (सीएमएचओ) और अमृतकौर चिकित्सालय के पीएमओ को भी प्रेषित की गई हैं।
कई जिलों के मरीजों का प्रमुख केंद्र, फिर भी संसाधनों की भारी कमी
ज्ञापन में बताया गया कि ब्यावर का राजकीय अमृतकौर चिकित्सालय न केवल शहर बल्कि अजमेर, पाली, राजसमंद, नागौर और भीलवाड़ा सहित आसपास के जिलों के लाखों लोगों के लिए प्रमुख चिकित्सा केंद्र है। प्रतिदिन हजारों मरीज यहां उपचार के लिए पहुंचते हैं, लेकिन अस्पताल में कई गंभीर कमियां सामने आई हैं।
कांग्रेस के अनुसार ट्रोमा सेंटर में सर्जन, ऑर्थोपेडिक और एनेस्थीसिया विशेषज्ञों की नियमित उपस्थिति नहीं रहती, जिससे आपातकालीन उपचार प्रभावित होता है। अस्पताल में एनेस्थीसिया विशेषज्ञों की कमी के कारण कई ऑपरेशन मरीजों को निजी अस्पतालों में कराने पड़ते हैं। रेडियोलॉजिस्ट की अनुपस्थिति से जांच रिपोर्ट में देरी होती है, जबकि एमआरआई मशीन अस्पताल में उपलब्ध ही नहीं है और पुरानी सीटी स्कैन मशीन भी बार-बार खराब हो जाती है।
इसके अलावा गायनोलॉजिस्ट, मेडिसिन विशेषज्ञ और पेडियाट्रिशियन की कमी के कारण महिलाओं और बच्चों के इलाज में भी दिक्कतें सामने आ रही हैं। ट्रोमा, आईसीयू और लेबर रूम में 24 घंटे पर्याप्त स्टाफ और उपकरण उपलब्ध नहीं हैं। वहीं न्यूरोलॉजी और कार्डियोलॉजी जैसे महत्वपूर्ण विभागों की अनुपस्थिति के कारण गंभीर मरीजों को जयपुर रेफर करना पड़ता है।
कांग्रेस की 9 प्रमुख मांगें
कांग्रेस ने ज्ञापन में ट्रोमा सेंटर में विशेषज्ञ डॉक्टरों की नियमित नियुक्ति, चार एनेस्थीसिया विशेषज्ञों की भर्ती, रेडियोलॉजिस्ट की नियुक्ति, नई एमआरआई मशीन और आधुनिक सीटी स्कैन की स्थापना, गायनोलॉजिस्ट और शिशु रोग विशेषज्ञों की संख्या बढ़ाने, मेडिसिन विशेषज्ञों की नियुक्ति, ट्रोमा-आईसीयू-लेबर रूम की 24 घंटे सुसज्जित व्यवस्था सुनिश्चित करने तथा ब्यावर में प्रस्तावित मेडिकल कॉलेज को शीघ्र शुरू करने की मांग की है।
कांग्रेस नेताओं का कहना है कि मेडिकल कॉलेज शुरू होने से न्यूरोलॉजी और कार्डियोलॉजी जैसे महत्वपूर्ण विभाग स्थापित हो सकेंगे और आसपास के जिलों के मरीजों को बेहतर उपचार स्थानीय स्तर पर मिल सकेगा।

सीएमएचओ की अनुपस्थिति पर जताई नाराज़गी

कांग्रेस ने आरोप लगाया कि घेराव कार्यक्रम की जानकारी पहले ही सीएमएचओ डॉ. संजय गहलोत को दे दी गई थी और उन्होंने उपस्थित रहने का आश्वासन भी दिया था, लेकिन कार्यक्रम के समय वे अस्पताल नहीं पहुंचे। इस पर कांग्रेस नेताओं ने कड़ी नाराजगी जताई।
ब्लॉक कांग्रेस अध्यक्ष एडवोकेट अजय शर्मा ने कहा कि यह जनता के प्रति घोर असम्मान है। उन्होंने कहा कि लाखों लोगों के स्वास्थ्य से जुड़े मुद्दों पर प्रशासन की यह लापरवाही स्वीकार नहीं की जा सकती।
15 दिन में सुधार नहीं तो होगा बड़ा आंदोलन
कांग्रेस ने चेतावनी दी है कि यदि 15 दिनों के भीतर अस्पताल की व्यवस्थाओं में सुधार के लिए ठोस कदम नहीं उठाए गए तो जिला मुख्यालय पर धरना, जनआंदोलन और अन्य बड़े कार्यक्रम आयोजित किए जाएंगे।
इस दौरान कपासन प्रभारी आशीषपाल पदावत, पूर्व विधायक माणक डाणी, पूर्व सभापति शांति डाबला, गोविंद पंडित, सतीश जाग्रत, पूर्व नेता प्रतिपक्ष दलपत राज मेवाड़ा, पूर्व पार्षद घनश्याम फुलवारी सहित कांग्रेस के कई पदाधिकारी और सैकड़ों कार्यकर्ता मौजूद रहे।

Gujarat : અમદાવાદના કરોડોના છેતરપિંડી કેસમાં છેલ્લા ૧૦ મહિનાથી ફરાર આરોપીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઉપલેટાથી દબોચ્યો

અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૧૩,૫૬,૦૫,૫૭૮/- ની માતબર રકમના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ કાર્યરત હતી.

LCB ની ટીમ જ્યારે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ અને મનદીપસિંહ જાડેજાને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે કરોડોની છેતરપિંડીનો આરોપી ઉપલેટાના કોલકી ગામે છુપાયો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડી નવનીતભાઈ રમેશભાઈ રબારી (ઉં.વ. ૩૬, રહે. પાનેલી રોડ, કોલકી ગામ, તા. ઉપલેટા) ને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૯, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધાયેલ છે.

આ સફળ કામગીરીમાં LCB પી.આઈ. વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એ.એસ.આઈ. અનીલભાઈ બકોડીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા સામેલ હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મકવાણા, ધર્મેશભાઈ ચાવડા, અર્જુનભાઈ ડવેરા, અરવિંદસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા તેમજ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશિતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સીતપરા, શક્તિસિંહ જાડેજા અને અબ્દુલભાઈ શેખે જહેમત ઉઠાવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે, જ્યાંથી અમદાવાદ પોલીસ તેનો કબજો મેળવશે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

Rajkot : વીરપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે થયેલ ઘરફોડ ચોરી અને મેવાસાની RDC બેંકમાં ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો; બેની ધરપકડ

0

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બે મહત્વના વણઉકેલાયેલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. ઓડેદરા તથા તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને મેવાસા ગામની RDC બેંકમાં ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોને નેશનલ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે.

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં સદ્દામહુશેન ઉર્ફે સોયબ સલીમભાઈ શેખ (રહે. ગોંડલ) અને અશ્વિન શામજીભાઈ ચાવડા (રહે. પીઠડીયા ટોલ પ્લાઝા પાસે) નો સમાવેશ થાય છે. આ ગુનામાં હજુ ચાર અન્ય આરોપીઓ કિરીટ અનિલભાઈ સાંગાણી, રોહિત દેવીપુજક, મૌલિક દેવીપુજક અને જાહીર કુરેશી (તમામ રહે. જૂનાગઢ) ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરીમાં LCB ના પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, પી.એન. ભરવાડ તેમજ એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સહિતની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

Rashi : 08 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ:
આજનો દિવસ થોડો ઉતાર-ચઢાવ ભરેલો રહી શકે છે. ધૈર્ય રાખો અને વિચારીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં સાવધાની જરૂરી છે।

વૃષભ:
ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે।

મિથુન:
નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. મિત્રોનો સહયોગ મળશે. મુસાફરીના યોગ છે।

કર્ક:
ભાવનાઓ પર નિયંત્રણ રાખો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આરોગ્યનું ધ્યાન રાખો।

સિંહ:
માન-સન્માનમાં વધારો થશે. નેતૃત્વ ક્ષમતા નીખરશે. અધિકારીઓનો સહયોગ મળશે।

કન્યા:
કાર્યમાં વ્યસ્તતા રહેશે. મહેનતનું ફળ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખો।

તુલા:
જીવનસાથીનો સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં ભાગીદારી વધશે. મન પ્રસન્ન રહેશે।

વૃશ્ચિક:
ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. નિર્ણયો વિચારીને લો. ધૈર્યથી કામ લો।

ધનુ:
ભાગ્યનો સાથ મળશે. શિક્ષણ અને કારકિર્દી સંબંધિત બાબતોમાં સફળતા મળશે. શુભ સમાચાર મળી શકે છે।

મકર:
કામકાજમાં જવાબદારીઓ વધી શકે છે. પરિશ્રમથી સફળતા મળશે. આરોગ્યનું ધ્યાન રાખો।

કુંભ:
નવા અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મિત્રો તરફથી લાભ મળશે।

મીન:
મન આધ્યાત્મિકતા તરફ વળશે. માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે મધુર સંબંધો રહેશે।

Surat : એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના 1 વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા

0

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ ‘એટોમિડેટ’ને હર્બલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગેરકાયદે રીતે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કને ઝડપી પાડ્યું છે. સુરતના ત્રણ વેપારીઓ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો મારફતે મલેશિયા અને થાઈલેન્ડમાં આ નશીલા પદાર્થોનો જથ્થો મોકલતા હતા. પોલીસે આ મામલે એક વેપારીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

ATSના DySPએ મળેલી સચોટ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પર ‘એલોવેરા પાવડર’, ‘ગિનોપોલ-24 પાવડર’ અને અન્ય હર્બલ પાવડરના ખોટા લેબલ લગાવીને કસ્ટમ્સની નજરથી બચતા હતા. આ માટે તેઓ નકલી શિપિંગ અને કસ્ટમ્સ દસ્તાવેજો પણ તૈયાર કરતા હતા.

સુરતના ત્રણ વેપારીઓના નામ ખૂલ્યા

નિકુંજભાઈ હરેશભાઈ ગઢિયા (ઉં.વ.28): DWN બાયોસાયન્સના માલિક.

ચેતનભાઈ કનુભાઈ વાવડિયા (ઉં.વ.28): રુદ્ર એન્ટરપ્રાઈઝના સંચાલક.

ભૌતિક દામજીભાઈ પદમણી (ઉં.વ.32): જાની ફાર્માના માલિક.

કરોડોનો કાળો કારોબાર

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે:

નિકુંજ ગઢિયાએ આશરે 50 કિલો એટોમિડેટ પાવડર હર્બલ પાવડરના નામે મલેશિયા મોકલ્યું હતું.

ચેતન વાવડિયાએ 50 કિલો પાવડર ‘ગિનોપોલ-24’ના નામે મલેશિયા અને થાઈલેન્ડ એક્સપોર્ટ કર્યું હતું.

ભૌતિક પદમણીએ 25 કિલો ડ્રગ્સ એલોવેરા પાવડર તરીકે મોકલ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો 4,000થી 5,000 ડોલર (આશરે 3.30 થી 4.10 લાખ રૂપિયા) હોવાનું મનાય છે.

ATSએ મુંબઈ કસ્ટમ્સ કમિશનરેટ અને કુરિયર કંપની ફેડેક્સનો સંપર્ક કરી શંકાસ્પદ કન્સાઈનમેન્ટ અટકાવ્યા હતા. રામન સ્પેક્ટ્રોસ્કોપી(Raman Spectroscopy) ટેસ્ટ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર પ્રતિબંધિત ‘એટોમિડેટ’ પાવડર જ છે. મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં આ ડ્રગ્સ પર કડક પ્રતિબંધ છે.

પૂછપરછમાં આરોપીઓએ મલેશિયાના ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલા ‘ચુઆ ઝી ઝુઆન’ નામના શખસ સાથેના સંબંધોની કબૂલાત કરી છે. ગુજરાત ATSએ 6 માર્ચના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

NATIONAL : હોલી સ્નેહ મિલનમાં મોટો નિર્ણય: અખિલ ભારત હિંદુ ક્રાંતિ સેનાનું પ્રદેશ મહિલા મોરચું ભંગ, જલ્દી થશે પુનર્ગઠન

0

નાથદ્વારા (રાજસમંદ) – અખિલ ભારત હિંદુ ક્રાંતિ સેનાની તરફથી ગુંજોલ સ્થિત નાઇટિંગલ્સ રિસોર્ટમાં શનિવારે હોલી સ્નેહ મિલન તથા એક દિવસીય સંગઠનાત્મક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને સંગઠનને મજબૂત બનાવવા તથા આગામી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


કાર્યક્રમના મુખ્ય અતિથિ રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ સોની રહ્યા. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેશ પાલીવાળ, રાષ્ટ્રીય મહાસચિવ પવન માકન, રામદેવ દીક્ષિત શાસ્ત્રી, હરિહરજી મહારાજ (કોટા), પ્રદેશઅધ્યક્ષ સૌરભ સિંહ પૃથ્વીપુરા, પ્રદેશ ઉપ્પાધ્યક્ષ ડૉ. હેમંત જોશી, પ્રદેશ પ્રભારી મનીષ પાલીવાળ સહિત અનેક પદાધિકારીઓ મંચાસીન રહ્યા.
સંબોધનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ સોનીએ જણાવ્યું કે અખિલ ભારત હિંદુ ક્રાંતિ સેનાનો મુખ્ય ઉદ્દેશ સનાતન સંસ્કૃતિની રક્ષા કરવો, સમાજમાં જાગૃતિ લાવવી અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર સક્રિય ભૂમિકા નિભાવવી છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે દરેક કાર્યકર્તા સમર્પિત ભાવથી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે કાર્ય કરે અને સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવે.


રાષ્ટ્રીય મહાસચિવ પવન માકને જણાવ્યું કે સંગઠન સતત વિસ્તરણની દિશામાં કાર્ય કરી રહ્યું છે અને રાજ્યના દરેક જિલ્લામાં સંગઠનને સક્રિય બનાવવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેશ પાલીવાળે કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે આહ્વાન કર્યું.
સર્વસંમતિથી મહિલા મોરચું ભંગ કાર્યક્રમ દરમિયાન સંગઠનાત્મક ચર્ચા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. અખિલ ભારત હિંદુ ક્રાંતિ સેનાનું પ્રદેશ મહિલા મોરચું સર્વસંમતિથી તાત્કાલિક અસરથી ભંગ કરવાની જાહેરાત કરવામાં આવી.


રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ સોની, રાષ્ટ્રીય મહાસચિવ પવન માકન અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેશ પાલીવાળે જણાવ્યું કે સંગઠનને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે મહિલા મોરચાનું પુનર્ગઠન કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવશે.આ પ્રસંગે ઉદયપુર સંભાગ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ટાંક, ઉદયપુર સંભાગ પ્રભારી નરેશકુમાર ભાટ, પ્રદેશ મંત્રી સોનલ પારીખ, પ્રદેશ પ્રવક્તા ગોવિંદજી (અલવર), સવાઈ માધોપુર જિલ્લા અધ્યક્ષ સુધાંશુ રવિ કુમાર, ઉદયપુર જિલ્લા અધ્યક્ષ નાહરસિંહ ચૂંડાવત, સલૂમ્બર જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર જોશી, રાજસમંદ જિલ્લા અધ્યક્ષ પવન ટાંક, જિલ્લા પ્રભારી પ્રહલાદ સિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી મુકેશકુમાર ભાટ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા.


કાર્યક્રમમાં વિષ્ણુ બાગાણા, ડૂંગર દેવડા, લલિત કુમાવત, શ્યામ ગુર્જર, વિરೇಂದ್ರ સિંહ, હરિ વલ્લભ, કરણ સિંહ, તરુણ, જીનુ, હીરાલાલ, સુરેશ દેવડા, દેવીલાલ કુમાવત, પવન રાણા, સુમનલતા વ્યાસ, કલ્પના શર્મા, વિમલા સેન, શોભા રાજપુરોહિત, અંજના સાલવી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમનું સંચાલન પ્રદેશ પ્રવક્તા વિષ્ણુ બાગાણા દ્વારા કરવામાં આવ્યું. અંતે તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ એકબીજાને ગુલાલ લગાવી હોલીની શુભેચ્છાઓ પાઠવી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લીધો.