Home Blog Page 335

World : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા, કહ્યું – ભારત અમારો ‘હરીફ’ નહીં ‘ભાગીદાર’

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે.

ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશો ‘ગ્લોબલ સાઉથ’ ના મહત્ત્વના સભ્યો છે અને તેમની વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે. વાંગ યીના મતે, બંને દેશો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ એશિયાના પુનરુત્થાન માટે અત્યંત જરૂરી છે, જ્યારે ટકરાવથી નુકસાન જ થશે.

વાંગ યી એ યાદ અપાવ્યું કે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતે સંબંધોને નવી દિશા આપી છે. તેમણે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને વિવિધ સ્તરે સંવાદ પણ વધ્યો છે. ચીની વિદેશ મંત્રીના મતે હવે બંને દેશોના સંબંધો સામાન્ય પટરી પર પરત ફરી રહ્યા છે.

સીમા પર શાંતિ અને ચાર મુખ્ય મુદ્દા

સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચીને ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા છે:

એકબીજાને ખતરો નહીં પણ ‘અવસર’ તરીકે જોવા.

સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી.

પરસ્પર વિશ્વાસ વધારીને એશિયાના વિકાસમાં સહયોગ આપવો.

વિકાસને જ સૌથી મોટો ‘સામૂહિક પાયો’ ગણીને વ્યવહારુ સહયોગ કરવો.

શા માટે ચીનને ભારતની યાદ આવી?

નિષ્ણાતોના મતે, અમેરિકા દ્વારા ચીનને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘેરવાના પ્રયાસો તેજ થયા છે. અમેરિકાએ વેનેઝુએલા અને હવે ઈરાન પર દબાણ વધારીને ચીનના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં ચીન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું ન પડી જાય તે માટે ભારત અને રશિયા જેવા પડોશી દેશો સાથે દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. ખાસ કરીને બ્રિક્સ (BRICS) ના માધ્યમથી ચીન ભારતનો સાથ ઈચ્છી રહ્યું છે.

Entertainment : બિગ બોસ ફેમ અનુરાગે લાઈવ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, 150ની ઝડપે દોડાવી કાર અને પછી..

0

સોશિયલ મીડિયાના જાણીતા ચહેરા અને ‘બિગ બોસ’ ફેમ યુટ્યુબર અનુરાગ ડોભાલ, જે ‘The UK07 Rider’ તરીકે પ્રખ્યાત છે, શનિવારે એક ભીષણ માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર થયેલી આ ઘટનાથી તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શનિવારે બપોરે અનુરાગ ડોભાલ પોતાની ફોર્ચ્યુનર કારમાં ગાઝિયાબાદ સરહદી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો.સોશિયલ મીડિયા પર એક કથિત લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુરાગ તણાવમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોના આધારે ચર્ચા છે કે, તેણે ઇરાદાપુર્વક કાર અથડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે.

અકસ્માત બાદ પોલીસ અને રાહદારીઓએ અનુરાગને તાત્કાલિક મેરઠની સુભારતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ હાલત વધુ બગડતા તેમને દિલ્હીની હાયર સેન્ટર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે.

અનુરાગ ડોભાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર માનસિક પ્રતાડના (Mental Harassment) ના આરોપ લગાવી રહ્યો હતો. ‘બિગ બોસ’ માંથી બહાર આવ્યા બાદ પણ તે અનેક વિવાદોમાં રહ્યો હતો. તેના નજીકના સૂત્રોનું માનવું છે કે ઓનલાઇન ટ્રોલિંગ અને સતત માનસિક તણાવને કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે.

Ahmedabad : અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખા શહેરમાં દિવાળી જેવો માહોલ છે. મેચ ભલે સાંજે શરૂ થવાની હોય, પણ સ્ટેડિયમની બહાર અત્યારથી જ ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ ધર્મ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનું આગમન શરૂ થઈ ગયું છે. કેટલાક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ‘લાલા’ને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. હાથમાં તિરંગો અને મુખે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ફેન્સમાં એવો જુસ્સો છે કે ભારત આજે આ ફાઈનલ જીતીને જ રહેશે.

ફાઈનલ મેચને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત 1,800 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. સુરક્ષા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે:

સીસીટીવી દેખરેખ: 256 કેમેરા દ્વારા પળેપળની નજર.

મેટલ ડિટેક્ટર: 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવાયા છે.

ગઈકાલે ભારતીય ક્રિકેટરોએ અમદાવાદના પ્રખ્યાત ચમત્કારિક હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ફાઈનલ મેચમાં જીત મેળવવા માટે ખેલાડીઓએ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે.સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 744 અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે છે. હોમગાર્ડ અને TRB ના 700 જવાનો ટ્રાફિક નિયમન માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.

IND Vs NZ: 16 દિવસ, જયપુરનો એક કારીગર અને ચાંદીનો ચમક… T20 વર્લ્ડ કપ ટ્રોફીની રસપ્રદ વાત

0

T20 વર્લ્ડ કપ ટ્રોફીની અનોખી વાર્તા કાચથી શરૂ થાય છે અને ભારતીય શૈલીના ચાંદીથી સમાપ્ત થાય છે. જયપુરના કારીગર અમિત પાબુવાલ દ્વારા બનાવવામાં આવેલ, તે ભારત ફરીથી ટ્રોફી ઉપાડશે તેવું વચન આપે છે.

જ્યારે આખી દુનિયા ટી20 વર્લ્ડ કપ ટ્રોફી કયો દેશ જીતશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે રાજસ્થાનના જયપુરના 64 વર્ષીય કારીગર અમિત પાબુવાલ વિશે બહુ ઓછા લોકો જાણે છે, જેમણે ફક્ત 16 દિવસમાં આ ટ્રોફી બનાવી હતી. 1987 માં, મુંબઈમાં બી.કોમનો અભ્યાસ કરતા એક નાના છોકરાએ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ટ્રોફી બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેણે તેના પિતાને આ સ્વપ્ન વિશે કહ્યું. શરૂઆતમાં, તેને સમજાવવા માટે થોડી ખાતરી કરવી પડી. તે પછી, તેણે આયોજકોનો સંપર્ક કર્યો અને ટ્રોફી બનાવી. તે પછી, તે નાના છોકરાએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં, એક પછી એક અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા.

અમિત સમજાવે છે, “અમારો પરિવાર હસ્તકલા વ્યવસાય સાથે સંકળાયેલો હતો. હું કંઈક અલગ અને ખાસ કરવા માંગતો હતો. વર્લ્ડ કપ માટે ટ્રોફી બનાવવાનો વિચાર મને 1987 માં આવ્યો, જ્યારે હું મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી.કોમ કરી રહ્યો હતો. મેં તરત જ મારા પિતાને કહ્યું, જે તે સમયે બીજા વ્યવસાયમાં હતા, પરંતુ તેમણે મને ટેકો આપ્યો.” મેં આયોજકોને મળવાનું શરૂ કર્યું અને આખરે રિલાયન્સ વર્લ્ડ કપ 1987 ટ્રોફી ડિઝાઇન કરવા માટે મારી પસંદગી થઈ, જે ભારતમાં યોજાઈ હતી, જોકે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.

પછી, 2007 માં, મને T20 વર્લ્ડ કપ માટે ટ્રોફી ડિઝાઇન કરવાની તક મળી. આ વાર્તા ખૂબ જ રસપ્રદ હતી. શરૂઆતમાં, ICC ટાઇટેનિયમ અને કાચમાંથી ટ્રોફી બનાવવા માંગતી હતી. આ પડકારજનક હતું. ટકાઉ ટ્રોફી બનાવવા માટે કાચના નાના ટુકડા ભેગા કરવા મુશ્કેલ હતા. મેં પ્રયાસ કર્યો પણ કરી શક્યો નહીં. ત્યારબાદ ટ્રોફી બનાવવા માટે સ્વરોવસ્કી ક્રિસ્ટલ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો. તેઓએ દાવો કર્યો કે તેઓ તે કરશે, પરંતુ નિષ્ફળ ગયા. પછી મેં ચાંદીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ICC એ ટ્રોફીની ડિઝાઇન અને ટકાઉપણાની પ્રશંસા કરી, અને ત્યારથી, તે આ ફોર્મેટની ઓળખ બની ગઈ છે.

અમિત સમજાવે છે કે ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો કારણ કે ચાંદી એક કિંમતી ધાતુ છે. વધુમાં, ચાંદીને સરળતાથી મોલ્ડ કરી શકાય છે. ચાંદી એક ભારતીય સાંસ્કૃતિક ઓળખ પણ રજૂ કરે છે. ફાઇનલ મેચ પછી વિજેતા ટીમને રજૂ કરવામાં આવેલી વર્તમાન ટ્રોફી, ૨૧ ઇંચ ઊંચી, ૬ કિલો વજનની અને ચાંદી અને પ્લેટિનમથી બનેલી છે. તેમણે કહ્યું કે આ ટ્રોફી અન્ય ટ્રોફી કરતા અલગ છે કારણ કે તેની ગતિશીલ ડિઝાઇન રમતના ઝડપી ગતિ અને આધુનિક ફોર્મેટને પ્રતિબિંબિત કરે છે, તેથી જ ડિઝાઇન અનન્ય અને અલગ છે.

પછીના વર્ષોમાં, અમિત પાબુવાલે ટ્રોફી ડિઝાઇન અને શિલ્પમાં ભારતને વૈશ્વિક નકશા પર અગ્રણી સ્થાન આપ્યું. તેમની રચનાઓમાં વિશ્વની સૌથી મોટી ચાંદીની ટ્રોફીનો સમાવેશ થાય છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી પ્રથમ ચાંદીની ટ્રોફી બની. તેમણે વિશ્વની સૌથી મોંઘી ટ્રોફી સહિત અનેક કલાકૃતિઓ બનાવી છે. અમિત માને છે કે ભારત આજે જીતશે. તેમણે કહ્યું, “2007 માં ICC T20 વર્લ્ડ કપ પહેલા, મેં ખાતરી આપી હતી કે ભારત જીતશે. જ્યારે ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે આગાહી ક્રિકેટ ઇતિહાસનો ભાગ બની ગઈ; આ વખતે પણ એવું જ થશે. મને વિશ્વાસ છે કે ભારત જીતશે અને મેં બનાવેલી ટ્રોફીને ઉંચી કરશે.

Sports : દિલ તોડવા પડે તો પણ…’, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ન્યૂઝીલૅન્ડના કૅપ્ટનની ભારતને વોર્નિંગ

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની ટક્કર 8 માર્ચે થશે. આ ટાઇટલ મેચ અંગે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સેન્ટનરે ભારતને વોર્નિંગ આપતા ટાઇટલ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ પહેલા સેન્ટનરે કહ્યું કે, જો ટ્રોફી જીતવા માટે અમારે કેટલાક ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી. 

કિવી કૅપ્ટન મિચેલ સેન્ટનરનું આ નિવેદન કેટલાક અંશે ઓસ્ટ્રેલિયન કૅપ્ટન પેટ કમિન્સની યાદ અપાવે છે. કમિન્સે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ પહેલા કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી એકતરફી ભીડને શાંત કરી દઈશ. ઓસ્ટ્રેલિયાએ તે મેચમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતી લીધો હતો. 

ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી

ફાઇનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં મિચેલ સેન્ટનરે કહ્યું કે, અમે જાણીએ છીએ અમારી ટીમ આ મેચમાં કદાચ ફેવરિટ નથી, પરંતુ તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. જો અમે નાની-નાની બાબતોને યોગ્ય રીતે અંજામ આપીએ અને એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરીએ તો અમે ખુદને ટ્રોફી જીતવાની સ્થિતિમાં લાવી શકીએ છીએ. જો તેના માટે અમારે કેટલાક ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી.’

ભારત પર વધુ પ્રેશર રહેશે: સેન્ટનર

મિચેલ સેન્ટનરનું માનવું છે કે, ભારત પર વધુ દબાણ રહેશે, કારણ કે ટીમ પોતાના ઘર આંગણે વર્લ્ડ કપ જીતવા માગશે. તેમણે કહ્યું કે, T20 ક્રિકેટમાં ઘણી વાર નાની-નાની ક્ષણો જ મેચનું પરિણામ નક્કી કરે છે અને અમારી ટીમ તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ શાનદાર ફોર્મમાં દેખાઈ હતી, જ્યાં તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહેલા દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે કિવી ટીમ એ જ આત્મવિશ્વાસ સાથે ભારતને પણ આશ્ચર્યચકિત કરવાનો પ્રયાસ કરશે.મિચેલ સેન્ટનરે એ પણ કહ્યું કે, ‘ભારતના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે, પરંતુ સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 250થી વધુનો સ્કોર ડિફેન્ડ કરતા ભારતીય બોલરોને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.’ આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે, ફાઇનલમાં બંને ટીમો પોત-પોતાની તાકાત સાથે ઉતરશે અને જે ટીમ વધુ સમય સુધી શાનદાર પ્રદર્શન કરશે, તે જ ટ્રોફી જીતવામાં સફળ થશે. 

ભારતની ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા અને કુલદીપ યાદવ.

ન્યૂઝીલૅન્ડની ટીમ: મિચેલ સેન્ટનર (કૅપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમિસન, ડેરિલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ સેઈફર્ટ(વિકેટકીપર) અને ઈશ સોઢી.

Rajkot : જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા

0

તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામે નવાપરા વિસ્તારમાં જુથળ ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એવા દલિત સમાજના યુવા આગેવાનની લાશ મળતા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. વળી, તેમને શરીરે ગંભીર ઈજાના નિશાન હોવાથી હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ દલિત સમાજમાં આક્રોશનો માહોલ સર્જતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો છે.

વિગત પ્રમાણે માળિયા તાલુકાના જુથળ ગ્રામ પંચાયતના સભ્ય અને દલિત સમાજના અગ્રણી ભરતભાઈ રમેશભાઈ સોંદરવા (ઉ.વ.૩૨) રમળેચી ગીર ગામે નવાપરા વિસ્તારમાં રહેતા તેમના માસીના ઘર પાસેથી ગંભીર ઇજા પામેલી હાલતમાં મળતા પરિવારજનો તાલાલા હોસ્પિટલે લાવ્યા હતા, પરંતુ અહીં તેઓ મૃત્યુ પામ્યાનું જાહેર કરાતા આક્રંદ છવાઈ ગયો હતો. આ બાબતે તબીબોએ જાણ કરતા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી અને શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાથી મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાતા જીણવટભરી તપાસ આરંભી હતી. 

મૃતક યુવા અગ્રણી ભરતભાઈ સોંદરવા જુથળ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપરાંત આરટીઆઈ એકટીવિસ્ટ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ગીર સોમનાથ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા એમ.એફ. ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારે તાલાલા દોડી આવી બનાવના સ્થળની વિઝીટ કરી જરૂરી સુચનાઓ આપી હતી. બીજી તરફ દલિત સમાજના અગ્રણીઓ અને લોકોએ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવી ભારે રોષ વ્યક્ત કરી હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે આરોપીઓને તુરંત પકડી પાડવા માંગણી કરી હતી. આ બનાવ અંગે તાલાલા પીઆઈ એ.બી. ગોહિલે વધુ તપાસ શરૂ કરી છે. 

– મૃતક યુવાનની લાશ ફોરેન્સિક પીએમ માટે જૂનાગઢ મોકલાઈ

રમળેચી ગીર ગામે રહસ્યમય રીતે મૃત્યુ પામેલ દલિત યુવાન ભરતભાઈને હાથ, માથામાં અને પગમાં ગંભીર ઈજા ઉપરાંત ગુપ્તાંગ ભાગમાં પણ ઈજા થઈ હતી. સમાજના અગ્રણીઓએ મૃતકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ જુનાગઢ સિવીલ ફોરેન્સિક વિભાગમાં કરવા માંગણી કરતા લાશને જુનાગઢ મોકલવામાં આવી હતી.

Vadodara : પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા

સયાજીગંજ વિસ્તારના પરશુરામભઠ્ઠા ખાતે પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ આજે માટલા ફોડી મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી છે.

વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ નટરાજ ટાઉનશિપ પાછળ આવેલ વસાહતમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી તથા અપૂરતા પ્રમાણમાં પાણીની ફરિયાદો છે. આજે વિસ્તારની મહિલાઓએ સામાજિક કાર્યકરની આગેવાનીમાં મ્યુનિ. કોર્પોરેશન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

રહીશોનું કહેવું છે કે, પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણી વિતરણ થાય ત્યારે ગટર મિશ્રિત પાણી આવે છે, જેના કારણે રોગચાળાનો ભય સતાવે છે. સામાજિક કાર્યકરનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી આ સમસ્યા હોય કાયમી ઉકેલ આવી રહ્યો નથી, રહીશોને પાણી માટે વલખાં મારવા પડે છે. મ્યુનિ.કોર્પોરેશન વહેલીતકે પૂરતા પ્રમાણમાં શુધ્ધ પાણી આપે.

Gujarat : અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે(8 માર્ચ, 2026) યોજાનારી T20 વર્લ્ડકપની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઊંચા ભાવે ટિકિટનું વેચાણ કરતાં એક યુવકને ઝડપી પાડ્યો હતો. 

સાબરમતી પોલીસે ટિકિટની કાળાબજારી કરતાં એક યુવકને ઝડપ્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આજે(7 માર્ચ) પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અચેર ચાર રસ્તા પાસે આવેલા મેલડી પાન પાર્લરની પાસે એક શખસ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી રૂ.2000માં ખરીદીને રૂ.10થી 12 હજારના ભાવે કાળાબજારી કરવાના ઇરાદે વેચાણ કરી રહ્યો છે. સમગ્ર મામલે સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકને ચકાસતા તેની પાસેથી ફાઇનલ મેચની 8 ટિકિટ મળી આવી હતી. આ અંગે પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ઝડપાયેલા યુવકનું નામ

પૃથ્વી પ્રહલાદભાઇ પટણી (ઉં.વ.19, રહે. સરસ્વતીનગર ચાલી નં.3 અચેર ગામ સાબરમતી)

તપાસ અર્થે કબજે કરેલો મદામાલ

T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુનામેન્ટ 2026 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ફાઇનલ મેચની રૂપિયા 2000ની કુલ 08 ટિકિટ, એક ટુવ્હીલર અને એક મોબાઈલ ફોન મળીને કુલ 50 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Vadodara : એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી

એમ.એસ.યુનિવર્સિટીનું ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક  વર્ષ માટેનું ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂર કરી દીધું છે.હવે આ બજેટ અંતિમ મંજૂરી માટે આ મહિનાના અંતમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મૂકાશે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે ગત નાણાકીય વર્ષ દરમિયાન યુનિવર્સિટીનું બજેટ ૪૫૦ કરોડ રુપિયાની આસપાસનું હતું.આ વખતે તેમાં ૫૦ કરોડ રુપિયા જેટલો વધારો થયો છે.જોકે ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ પ્રોવિઝનલ છે. જો સરકારે મંજૂર કરેલી અધ્યાપકોની ૫૮૦ જેટલી ખાલી જગ્યાઓ અને કર્મચારીઓની ૮૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો તેમના પગારનો ખર્ચ વધવાથી બજેટ ૪૯૮ કરોડ રુપિયા પર પહોંચશે.જો આ જગ્યાએ વર્તમાન વર્ષમાં નહીં ભરાય તો ૨૦૨૬-૨૭માં નાણાકીય ખર્ચ ૨૬૦ કરોડ રુપિયાની આસપાસ રહેશે.યુનિવર્સિટીની ૯૦ ટકા જેટલી આવક સરકારની ગ્રાંટ સ્વરુપે આવશે.જ્યારે બાકીની ૧૦ ટકા આવકમાં વિદ્યાર્થીઓની ટયુશન, ફી, પરીક્ષા ફીનો સમાવેશ થાય છે.બજેટનો લગભગ ૮૫ ટકા જેટલો હિસ્સો પગાર પાછળ વપરાશે.૨૦૨૬-૨૭ના વર્ષમાં નાણાકીય ખાધ ૧.૨૫ કરોડ રુપિયા રહેશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.જે ગત વર્ષે ૧.૨૦ કરોડ રુપિયા હતી.

ક્યાં ક્યાં ખર્ચ થશે

–યુનિવર્સિટીના વહીવટ માટે ૨૬.૩૦ કરોડ

–ફેકલ્ટીઓ પાછળ( પગાર સહિત) ૪૦૫ કરોડ

–હોસ્ટેલ પાછળ ૧૨ કરોડ

–સ્પોર્ટસ, હેલ્થ સેન્ટર માટે ૬ કરોડ

— લાઈબ્રેરી પાછળ ૧૪ કરોડ

–અન્ય ખર્ચ ૩૩ કરોડ

Gujarat : મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા

0

મહારાષ્ટ્રના આનંદ ઉદ્યોગ ગુ્રપના ઉધોગપતિના ૧૮ વર્ષના પુત્રનું ત્રણ દિવસ પહેલાં અપહરણ કરનારા ચાર અપહરણકારો પૈકી બે અપહરણકારો વડોદરાના કમાટીબાગમાંથી ઝડપાઇ જતાં તેમને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા તજવીજ કરાઇ છે.

મહારાષ્ટ્રમાં પૂણેના ભોર તાલુકાના કપૂરહોલ ખાતે રહેતા ઉદ્યોગપતિ લખન ઉર્ફે મહેશ કાશીનાથ દળવીનો ૧૮વર્ષનો પુત્ર પૃથ્વીરાજ તા.૩જીએ બપોરે ઘરતરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં કાળારંગની કારમાં આવેલા ચારેક અપહરણકારોએ તેને જબરદસ્તી કારમાં બેસાડી દીધો હતો.

યુવકે બૂમરાણ મચાવતાં તેને માર મારીને મોંઢામાં રિવોલ્વરનું નાળચું મૂકી દીધું હતું. અપહરણકારોનો પીછો કરવામાં પિતા લખન દળવીને સફળતા નહિ મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી.જેથી રાજગઢ પોલીસ તેમજ અન્ય તાલુકાની પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી હતી.જેથી શેરડીના ખેતરમાં પૃથ્વીને કારમાં છોડી ચારેય ભાગી ગયા હતા.પોલીસે આ બનાવમાં પૃથ્વીને તેના પરિવારને સોંપી અક્ષય ઇંગુલકર અને અક્ષય દત્તાત્રેય નામના બે અપહરણકારને ઝડપી પાડયા હતા.જ્યારે તેમના બે સાગરીતનું લોકેશન વડોદરામાં મળતાં એસીપી ડીજે ચાવડા અને સયાજીગંજના પીઆઇ સ્વપ્નિલ પંડયાનો સંપર્ક કર્યો હતો.પોલીસે લોકેશન પરથી પંકજ મોહન વાલ્હેકર (કામથડી, તા. ભોર,પૂણે) અને ગણેશ મહેન્દ્ર ઘાડવે (સારોડા, ભોર)ને કમાટીબાગમાંથી ઝડપી પાડયા હતા.