Home Blog Page 338

National : ભારતના આ બે રાજ્યોમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ

0

હવે તો દરેક વ્યક્તિ પાસે કદાચ પર્સ ન હોય તો ચાલે પણ મોબાઇલ તો જોઇએ જ. તેમાં પણ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે તે નાના બાળકોથી લઇને સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણ શરૂ થયુ અને પછી ધીરે ધીરે બાળકો મોબાઇલ અને લેપટોપથી ટેવાઇ ગયા. સોશિયલ મીડિયા પર તેઓ મોટાભાગનો સમય વિતાવતા રહ્યા. જો કે બાળકોમાં આ બાબત જોવા મળવી તે ઘણી ચિંતા જનક છે. ત્યારે દેશના સૌ પ્રથમ બે રાજ્યો એવા છે જેણે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ બે રાજ્યો છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આંધ્રપ્રદેશ વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે શું આ પ્રતિબંધ 13 થી 16 વર્ષની ઉંમર સુધી વધારી શકાય કે નહીં. નાયડૂએ કહ્યું કે અમે નિશ્ચિત રૂપથી એ સુનિશ્ચિત કરીશું કે 90 દિવસની અંદર 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 13 થી 16 વર્ષની વયના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી.

બીજી તરફ પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ થશે. સિદ્ધારમૈયાએ 2026-27 માટેનું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્યથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે. તેમણે પાછળથી ઉમેર્યું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઇલ ફોન રાખી શકે છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી.

તેમણે કહ્યું, “અમે તેમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીશું.” શાળાઓ, કોલેજો અથવા ઘરોમાં તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે તે અંગેના પ્રશ્નોના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે આ માટે એક કાર્યક્રમ તૈયાર કરીશું. કાર્યક્રમ અંતિમ સ્વરૂપ મળ્યા પછી, અમે તમને જાણ કરીશું.”

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ 2025માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે. જેમાં ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની ઍક્સેસ અવરોધિત કરવામાં આવી. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

હવે તો દરેક વ્યક્તિ પાસે કદાચ પર્સ ન હોય તો ચાલે પણ મોબાઇલ તો જોઇએ જ. તેમાં પણ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે તે નાના બાળકોથી લઇને સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણ શરૂ થયુ અને પછી ધીરે ધીરે બાળકો મોબાઇલ અને લેપટોપથી ટેવાઇ ગયા. સોશિયલ મીડિયા પર તેઓ મોટાભાગનો સમય વિતાવતા રહ્યા. જો કે બાળકોમાં આ બાબત જોવા મળવી તે ઘણી ચિંતા જનક છે. ત્યારે દેશના સૌ પ્રથમ બે રાજ્યો એવા છે જેણે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ બે રાજ્યો છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આંધ્રપ્રદેશ વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે શું આ પ્રતિબંધ 13 થી 16 વર્ષની ઉંમર સુધી વધારી શકાય કે નહીં. નાયડૂએ કહ્યું કે અમે નિશ્ચિત રૂપથી એ સુનિશ્ચિત કરીશું કે 90 દિવસની અંદર 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 13 થી 16 વર્ષની વયના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી.

બીજી તરફ પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ થશે. સિદ્ધારમૈયાએ 2026-27 માટેનું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્યથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે. તેમણે પાછળથી ઉમેર્યું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઇલ ફોન રાખી શકે છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી.

તેમણે કહ્યું, “અમે તેમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીશું.” શાળાઓ, કોલેજો અથવા ઘરોમાં તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે તે અંગેના પ્રશ્નોના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે આ માટે એક કાર્યક્રમ તૈયાર કરીશું. કાર્યક્રમ અંતિમ સ્વરૂપ મળ્યા પછી, અમે તમને જાણ કરીશું.”

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ 2025માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે. જેમાં ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની ઍક્સેસ અવરોધિત કરવામાં આવી. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Bhavnagar : ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું

બોર્ડની ચાલી રહેલ વાર્ષિક પરીક્ષા અંતર્ગત આજે ધો.૧૦માં ૮૧૪ અને ધો.૧૨માં ૧૯૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. જ્યારે ધો.૧૦માં ગણિત બેઝિકનું પેપર સરળ અને પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું હતું. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજીનું પેપર પણ એકંદરે વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હોવાનંર જણાવ્યું હતું.

આજે ધો.૧૦માં ત્રીજુ પેપર બેઝિક ગણિતનું પુછાયું હતું જે એકદમ સરળ અને વિદ્યાર્થી અપેક્ષા મુજબનું હતું. ૮૦ ગુણમાંથી ૬૪ ગુણનું પેપર પાઠયપુસ્તકની રકમમાં ફેરફાર કર્યાં વગરનું પુછાયું હતું. તો જોડકામાં ૨૩ અને ૨૪મો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પુછાતા વિદ્યાર્થી વિચારતા થયા હતાં. હેતુલક્ષી ૨૪ પ્રશ્નો સરળ હતા જે પૈકી ૮ પ્રશ્નો પુસ્તકમાંથી બેઠા પુછાયા હતાં. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજી દ્વિતિય ભાષાનું પેપરના પાર્ટ-એમાં ફંક્શન, ટાઇટલ ઓફ રોડ, જમ્બલ પાર્ટ સંયોજકો પરના હેતુલક્ષી પ્રશ્નો સરળ રહેલ તો પાર્ટ-બીમાં શોર્ટનોટ સરળ રહી, સીમાં ઇન ડાયરેક સ્પીચ સરળ તો ઇન્ફર્મેશન ટ્રાન્સફરનો પ્રશ્ન કઠીન જણાયો હતો. જ્યારે ડી વિભાગમાં નિબંધ લેખનમાં હેલ્થ ઇઝ વેલ્થ, માય ફેવરીટ લીડર, પોઝીટીવ એસપેક્ટ ઓફ યોર પર્સનાલિટી જેવા સરળ હતાં. ઇમેલ રાઇટીંગ અને રિપોર્ટ રાઇટીંગ પણ વિદ્યાર્થીઓએ હોશભેર લખ્યા હતાં. જે સંપૂર્ણ પ્રશ્ન બ્લુ પ્રિન્ટ આધારિત રહ્યો હતો. જ્યારે જિલ્લામાં ધો.૧૦ના ગણિત બેઝિકમાં ૩૨૨૦૭ વિદ્યાર્થીમાંથી ૮૧૪ ગેરહાજર રહેતા ૩૧૩૯૩ પરીક્ષાર્થી હાજર રહ્યા હતાં. તો ધો.૧૨ સા.પ્ર.માં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ૧૧૩૩૪માંથી ૧૭૭ ગેરહાજર રહેલ જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં ૪૯૯૮માંથી ૪૯૮૧ પરીક્ષાર્થીઓએ સફળતાપૂર્વક શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી હતી. જ્યારે કાલે તા.૭ના રોજ ધો.૧૨ સા.પ્ર.માં દ્વિતિય ભાષા, ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર રહેશે. જ્યારે ધો.૧૦માં બે દિવસની રજા બાદ તા.૯ના રોજ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર રહેશે.

આગામી તા.૯ના રોજ ધો.૧૨ કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર છે ત્યારે વિષય નિષ્ણાંત હેમંતભાઇના જણાવ્યા પ્રમાણે વિભાગ એ, બીમાં ગુણ સરળતાથી મેળવી શકાય છે જે માટે મુળભૂત વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ, સુત્રો પર ધ્યાન આપવું જરૂરી છે. વિભાગ સીમાં માત્ર વ્યાખ્યા નહી પણ સૂચક આંકના પ્રકારો, દ્વિપદી ગુણધર્મ, લક્ષ, વિકલન જેવા મુદ્દા સ્પષ્ટ હોવા જોઇએ. વિભાગ ડી પ્રમાણે વિતરણના ૨ દાખલા લક્ષ વિકલન મહત્વપૂર્ણ રહે છે. વિભાગ એફમાં પ્રશ્ન ધ્યાનથી વાંચી યોગ્ય પદ્ધતિ પસંદ કરવી તે અગત્યનું છે. આમ સૂત્રો અલગ લખી પુનરાવર્તન સરળ બનાવી શકાય છે.

Banaskantha : ‘એક કા ડબલ’ કરવાનું કહી મહિલાના 17.50 લાખના દાગીના લઈ ભૂવાજી છૂમંતર!

0

બનાસકાંઠા: ડિસા પંથકમાં અંધશ્રદ્ધાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં એક ભૂવાજીએ ‘એકના ડબલ’ કરી આપવાની લાલચે મહિલા પાસેથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઝૂંટવી લીધા હતા. બાદમાં પોતે ભૂવાજીની છેતરપિંડીનો ભોગ બની હોવાની જાણ થતા આ મહિલા મોતને વ્હાલું કરવા કેનાલે પહોંચી હતી. જોકે સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પીડિત મહિલાને બચાવી લીધી હતી અને હાલ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ મહિલાને તેના દાગીના પરત અપાવ્યા છે.


મળતી માહિતી મુજબ, અંધશ્રદ્ધાનો આ ચોંકાવનારો કિસ્સો બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ઠગ વ્યક્તિ પોતે ભૂવાજી હોવાનો દાવો કરી એક મહિલાને વિધિના નામે ભોળવી, એકના ડબલ કરી આપવાની લાલચ આપી તેના રૂપિયા 17.50 લાખના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. જેથી સર્વસ્વ ગુમાવી ચૂકેલી આ મહિલા એટલી હદે ભાંગી પડી હતી કે, તેણીએ મોતને વહાલું કરવાનો નિર્ણય કરી લીધો હતો. ​પરંતુ, કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે સૂત્ર આ કિસ્સામાં સાર્થક થયું.

આ મહિલા આપધાત કરવા કેનાલે પહોંચી હતી, જોકે બનાવ અંગે 112 નંબર પર પોલીસને જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ છેતરપિંડી પાછળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદરના શખ્સોનો હાથ છે. જેથી ગુનાની ગંભીરતા જોઈ ડીસા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને છેક રાજસ્થાન સુધી પહોંચી હતી.

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તમામ 17.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે તમામ સોના ચાંદીના દાગીના ​આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મહિલાને સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા હતા. ત્યારે લૂંટાઈ ગયેલા પોતાના દાગીના ફરી પરત મળતા આ મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

IND vs NZ : ફાઈનલ જીતનાર ટીમ થશે માલામાલ, હારનારી ટીમ પર પણ થશે છપ્પરફાડ પૈસાનો વરસાદ!

0

ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. આ મેચ 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ પોતાની ત્રીજી T20 ટ્રોફી માટે લક્ષ્ય રાખશે, જ્યારે ન્યુઝીલેન્ડ પોતાના પહેલા વર્લ્ડ કપ ટાઇટલ માટે લક્ષ્ય રાખશે. વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થશે, જ્યારે હારનારી ટીમ પણ ધનવાન બનશે.

ICC એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે કુલ 13.5 મિલિયન રૂપિયા ફાળવ્યા છે, જે 2024 ના T20 વર્લ્ડ કપ કરતા લગભગ 20 ટકા વધુ છે. ગયા T20 વર્લ્ડ કપમાં, ICC એ $11.25 મિલિયનનું વિતરણ કર્યું હતું. વિજેતા ભારતીય ટીમને $2.45 મિલિયન મળ્યા હતા, જ્યારે રનર-અપ સાઉથ આફ્રિકાને $1.28 મિલિયન મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમને આશરે ₹27.50 કરોડ મળશે, જ્યારે રનર-અપ ટીમને ₹14.67 કરોડ મળશે. T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં હારનારી ટીમોને આશરે ₹7.24 કરોડ મળશે. 5માથી 12મા ક્રમે રહેલી ટીમોને આશરે ₹3.48 કરોડ મળશે. 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને આશરે ₹2.29 કરોડ મળશે.

2026ના T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા ટકરાયા હતા. ન્યુઝીલેન્ડે સાઉથઆફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ભારતે બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને મહત્વપૂર્ણ મેચ જીતી હતી.

T20 વર્લ્ડ કપ 2026ની ઈનામી રકમ
વિજેતા: આશરે ₹27.50 કરોડ
બીજા ક્રમે: આશરે ₹14.67 કરોડ
સેમિફાઇનલમાં હારનારાઓ: આશરે ₹7.24 કરોડ
5માથી 12મા ક્રમે રહેલી ટીમો: આશરે ₹3.48 કરોડ
13માથી 20મા ક્રમે રહેલી ટીમો: આશરે ₹2.29 કરોડ

Entertainment : રણવીર સિંહની ફિલ્મમાં અક્ષય કુમાર બાદ રીતેષ અને શાહિદ કપૂરની એન્ટ્રી? જાણો સમગ્ર મામલો

0

માર્ચ મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે એક ટ્રીટ છે. આ મહિનામાં સૌપ્રથમ બહુપ્રતિક્ષિત રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર 2” રિલીઝ થઈ રહી છે. “ધુરંધર” બાદ દર્શકો પાર્ટ-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 19 માર્ચના દિવસે રિલીઝ થતી આ ફિલ્મની હવે યશની ટોક્સિક મુલતવી રહેતા દર્શકો પણ ખુશ છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે અક્ષય કુમાર પછી, રિતેશ અને શાહિદ કપૂર પણ રણવીર સિંહ સાથે જોડાઈ રહ્યા છે. શું આ દિગ્ગજ કલાકારો ધુરંધર-2માં જોવા મળશે. ચાલો જાણીએ આખરે શું છે કિસ્સો.

મીડિયા અહેવાલ મુજબ “ભૂત બાંગ્લા” નું ટ્રેલર “ધુરંધર: ધ રીવેન્જ ” ના થિયેટ્રિકલ પ્રિન્ટ સાથે જોડવામાં આવશે. આ અક્ષય કુમારની ફિલ્મ છે, જે 10 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે “ધુરંધર 2” ના સમર્થન સાથે બે અન્ય ફિલ્મોએ પણ આગળ વધવાનો નિર્ણય લીધો છે. શાહિદ કપૂરની “કોકટેલ 2” અને રિતેશની ફિલ્મ “ધુરંધર 2” ની સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે.

રણવીર સિંહના ચાહકોમાં આ ફિલ્મનો ભારે ક્રેઝ છે. “ધુરંધર 2” ની રિલીઝને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જિયો સ્ટુડિયોએ તેના બે આગામી પ્રોડક્શન વેન્ચર્સ માટે ખાસ યોજનાઓ બનાવી છે. તાજેતરમાં એક ન્યૂઝ વેબસાઇટ પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે રિતેશ દેશમુખની “રાજા શિવાજી” અને શાહિદ કપૂરની “કોકટેલ 2” ના ટીઝર “ધુરંધર 2” ની સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ પ્રોડક્શન બેનર દ્વારા એક સ્માર્ટ પગલું હશે, કારણ કે આ ફિલ્મો પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ નિર્ણય પણ યોગ્ય છે, કારણ કે આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે ભારતીય સિનેમામાં સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક છે.

“રાજા શિવાજી” મરાઠી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવે છે, અને તે ફિલ્મના દિગ્દર્શક પણ છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે, અને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ 1 મેના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જેનેલિયા દેશમુખ પણ જોવા મળશે. જયારે ”કોકટેલ 2” હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. તેની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

Mahesana : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ઊંઝા માર્કેટ પર અસર, ઘટી રહ્યા છે જીરાના ભાવ?

0

મધ્ય પૂર્વના દેશો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ઉત્તર ગુજરાતના વેપાર સુધી પહોંચી છે. એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા APMC (મસાલા માર્કેટ) પર આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની ઘેરી અસર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે મસાલાની નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

વિદેશી ઓર્ડરો અટકી પડતા અને માલનો ભરાવો થતા જીરાના ભાવ તળિયે બેસી ગયા છે. અગાઉ જીરાનો ભાવ જે રૂપિયા 4400 થી 4700 ની આસપાસ હતો, તે ઘટીને હવે રૂપિયા 3900 થી 4100 સુધી પહોંચી ગયો છે. આમ, એક જ ઝટકે ભાવમાં રૂપિયા 400 થી 500નો કડાકો બોલતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વેપારી સીતારામ પટેલના જણાવ્યા અનુસાર, માલની માગ ઘટતા બજારમાં ભારે અસમંજસની સ્થિતિ છે.

યુદ્ધના કારણે માત્ર ભાવ જ નથી ઘટ્યા, પરંતુ એક્સપોર્ટ ખર્ચમાં પણ કમરતોડ વધારો થયો છે. દરિયાઈ માર્ગે હુમલાના જોખમને જોતા શિપિંગ કંપનીઓએ કન્ટેનરના ભાડામાં 5 થી 6 ગણો વધારો ઝીંક્યો છે. આ સાથે જ મરીન ઈન્સ્યોરન્સ (વીમો) પણ બમણો થઈ ગયો છે. સ્થાનિક વેપારીઓ આર. કે. પટેલ અને સીતારામ ભાઈ જણાવે છે કે, જૂના ઓર્ડરો ખોરવાયા છે અને વિદેશમાં મોકલેલા માલના પેમેન્ટ પણ અટવાઈ પડ્યા છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે, તો ઊંઝાના વેપારને મોટું નુકસાન થવાની ભીતિ છે.

Womens Day 2026 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા હેલ્પ ડેસ્ક ન્યાય અને સુરક્ષાનું સરનામું બન્યું

0

મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ પહેલ મહિલાઓને કાયદાકીય સહાય, માર્ગદર્શન અને ત્વરિત ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

મહિલા હેલ્પ ડેસ્કનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ મુશ્કેલીની ઘડીમાં કોઈ પણ સંકોચ વગર પોલીસનો સંપર્ક કરી શકે. દરેક હેલ્પ ડેસ્ક પર મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવે છે જેથી પીડિત મહિલા પોતાની વાત નિઃસંકોચ રીતે રજૂ કરી શકે. ઘરેલું હિંસા, છેડતી, સાયબર ક્રાઈમ જેવા કેસોમાં તાત્કાલિક કાર્યવાહી સાથે જરૂરી કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. મહિલાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ગુપ્ત રાખવામાં પણ વિશેષ કાળજી લેવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે વિવિધ માધ્યમોથી સતત કાર્યરત છે. ઈમરજન્સી હેલ્પલાઇન 100 અને 112, મહિલા હેલ્પલાઇન 181 (અભયમ), 1091 તથા દરેક વિસ્તારમાં કાર્યરત ‘શી ટીમ’ દ્વારા મહિલાઓને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવે છે. ‘શી ટીમ’ શાળા-કોલેજો નજીક પેટ્રોલિંગ, મહિલાઓમાં જાગૃતિ લાવવા તથા એકલા રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

અમદાવાદ મહિલા પોલીસ મથકના ACP હિમાલા જોશી જણાવે છે કે, મહિલાઓએ પોતાની આર્થિક અને નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. મહિલાઓએ પોતાની શક્તિને મર્યાદિત માનવી જોઈએ નહીં. પોતાના જીવનમાં આવતાં અવરોધોને ઓળખીને હિંમતપૂર્વક તેનો સામનો કરવો જોઈએ. જો અસામાજિક તત્વો અથવા કુરિવાજોના કારણે મહિલાઓની પ્રગતિમાં અવરોધ ઉભા થાય તો પોલીસ તેમની મિત્ર છે અને મહિલા પોલીસ અધિકારી તેમની પ્રથમ સહાય બની શકે છે. મહિલાઓએ ‘ગ્લાસ સીલિંગ’ જેવી માનસિક અથવા સામાજિક મર્યાદાઓને ઓળખીને તેને તોડી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

ઘણી વખત મહિલાઓ પોતાની સાથે બનેલી અન્યાયી ઘટનાઓ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અચકાય છે. આવી મુંઝવણ દૂર કરવા માટે મહિલા પોલીસ હેલ્પ ડેસ્ક આશીર્વાદ સમાન સાબિત થયું છે. આ ડેસ્ક પર મહિલાઓને મૈત્રીપૂર્ણ અને સંવેદનશીલ વાતાવરણમાં પોતાની સમસ્યા રજૂ કરવાની તક મળે છે. મહિલા હેલ્પ ડેસ્ક માત્ર ફરિયાદ નોંધવાનું કેન્દ્ર નથી, પરંતુ તે મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સુરક્ષા પૂરી પાડે છે. ઘરેલું હિંસા, માનસિક ત્રાસ અથવા અન્ય સામાજિક સમસ્યાઓના કિસ્સાઓમાં મહિલાઓને યોગ્ય સમજાવટ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના ‘નિર્ભયા ફંડ’ હેઠળ દેશભરના પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવા માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે જેથી પોલીસ સ્ટેશનો મહિલાઓ માટે વધુ સંવેદનશીલ અને સુલભ બની શકે. મહિલાઓને વધુ સહાય માટે One Stop Centre (સખી કેન્દ્ર) માં હિંસાથી પ્રભાવિત મહિલાઓને એક જ છત નીચે તબીબી, કાનૂની અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત મહિલા શક્તિ કેન્દ્ર (MSK) દ્વારા ગ્રામ્ય મહિલાઓને સશક્ત બનાવવા તથા સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવે છે. ‘ઝીરો FIR’ની વ્યવસ્થા હેઠળ કોઈ પણ મહિલા દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. તેમજ CrPC કલમ 164 મુજબ મહિલાની જુબાની તેની પસંદગીના સ્થળે મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવી શકે છે.

અમદાવાદ શહેર પોલીસની સતર્કતા અને માનવતાવાદી અભિગમના કારણે આત્મહત્યા કરવા નીકળેલી એક મહિલાનો જીવ બચ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ માટે આવેલ મહિલાનો ઘરે પરિવાર સાથે વિવાદ થતાં તેઓ વ્યથિત થઈ ગયા હતા અને આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ મદદથી મહિલાના મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને તેમને શોધી કાઢ્યા અને સમજાવી સુરક્ષિત રીતે ઘરે પરત લાવ્યા. પોલીસની આ સંવેદનશીલ કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

બીજા એક કિસ્સામાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ડિજિટલ ફ્રોડના ડરથી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને બચાવી હતી. નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાને વિદેશી નંબર પરથી ફોન કરી પોતે CBI અધિકારી હોવાનું કહી ‘ડિજિટલ એરેસ્ટ’નો ડર બતાવી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગભરાયેલી હાલતમાં મહિલા કૃષ્ણનગર પોલીસ પાસે પહોંચતા PSI એન.કે. ચારણે વાતચીત કરીને ફ્રોડનો ભાંડાફોડ કર્યો હતો. પછી પણ મહિલામાં ભય રહેવાથી શી-ટીમ દ્વારા તેમને પોલીસ સ્ટેશન લાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ડિજિટલ ફ્રોડ અંગે માહિતી આપી તેમને ભયમુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ સંવેદનશીલ કામગીરીને કારણે મહિલા સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી હતી. આવા અનેક કિસ્સાઓ સાબિત કરે છે કે મહિલા હેલ્પ ડેસ્ક માત્ર એક સરકારી વ્યવસ્થા નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશાનું કિરણ છે. “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાકાર કરતી અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે સતત કાર્યરત છે.

National : યુપીના ડે.CM કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, આવી ટેકનિકલ ખામી

0

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા.

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા. તેઓ લખનૌથી કોસાંબી જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. પરિણામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું,. તેઓના હેલિકોપ્ટરમાં ધુમાડો ભરાઇ ગયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીનેપાયલોટે તાત્કાલિક લખનૌ એટીસીનો સંપર્ક કર્યો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, સુરક્ષા અને તકનીકી ટીમોએ તરત જ તેને ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાય છે, જેની તકનીકી નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે, 7 માર્ચે કૌશામ્બીની મુલાકાત લેશે. જોકે, હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સડક માર્ગે પહોંચશે. તેઓ આજે કૌશામ્બીમાં સયારા સ્થિત બાબુ સિંહ ડિગ્રી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા બે દિવસીય સરસ મહોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ ઉત્સવનો હેતુ ગ્રામીણ આજીવિકા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.

Entertainment : પત્ની સંગીતા સાથે વિખવાદ અને ત્રિશા સાથે નિકટતા! થલાપતિ વિજયના જીવનમાં આવેલી આ સુંદરી કોણ?

0

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય હાલમાં તેની ફિલ્મો કરતાં તેમના અંગત જીવન માટે વધુ સમાચારમાં છે. સમાચાર આવ્યા કે તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમે છૂટાછેડા માટે અરજી કરી છે, જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. તેની પત્નીએ તેના પર એક અભિનેત્રી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે તેનું નામ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે જોડાઈ રહ્યું છે.

ત્રિશા કૃષ્ણન એક લોકપ્રિય સાઉથ ભારતીય અભિનેત્રી છે જે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતી છે. 1999 માં મિસ ચેન્નઈનો તાજ પહેરાવ્યા પછી, તેણે બે દાયકાથી વધુ સમય સુધી સાઉથ માં સર્વોચ્ચ શાસન કર્યું છે. તેણે 1999 માં આવેલી ફિલ્મ જોડીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણીએ ગીલી, વર્શમ, અને પોનીયિન સેલ્વન જેવી હિટ ફિલ્મોથી ખ્યાતિ મેળવી અને ખટ્ટા મીઠાથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો. તેના અંગત જીવનની વાત કરીએ તો , ત્રિશા કૃષ્ણન 42 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે 11 વર્ષ પહેલા 2015 માં બિઝનેસમેન વરુણ મનિયન સાથે તેની સગાઈ થઈ હતી, પરંતુ આ સંબંધનો અંત આવ્યો. તેણે ઘણા વર્ષો સુધી અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે પણ જોડાયેલી હતી.

અભિનેત્રીનું નામ તેની સાથે જોડવામાં આવી રહ્યું છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, અને તેની કેમેસ્ટ્રીને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. જોકે, એક સમય એવો હતો જ્યારે તેઓ લગભગ 15 વર્ષ સુધી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા ન હતા. બાદમાં, તેઓએ ફરીથી સાથે એક ફિલ્મ સાઇન કરી, જે 2023 માં રિલીઝ થઈ. ત્યારથી, બંને વચ્ચેના સંબંધની અફવાઓ વધી રહી છે. પત્ની સંગીતા સોર્નાલિંગમથી છૂટાછેડા દરમિયાન, વિજય ત્રિશા કૃષ્ણન સાથે એક રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેમનો એકસાથે દેખાવ ધ્યાન ખેંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સેએ તેમના સંબંધો વિશે અટકળો શરૂ કરી દીધી છે.

Women’s Day 2026 : મહિલાઓના અધિકારોનો મુદ્દો બન્યો વૈશ્વિક ચળવળ, આ રીતે શરૂ થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની શરૂઆત

0

વિશ્વભરની મહિલાઓના યોગદાન, સંઘર્ષ અને સિદ્ધિઓને માન આપવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણ વિશે જાગૃતિ લાવવાનો ઉત્તમ અવસર છે. મહિલાઓને કુટુંબ, પરિવાર અને સમાજનો મૂળ આધાર માનવામાં આવે છે. આજે મહિલાઓ ફક્ત ગૃહિણી જ નથી મહેનત કરી દરેક ક્ષેત્રમાં પોતાને સાબિત કરી રહી છે. ઘર હોય કે ઓફિસ હોય અથવા તો પોતાની વર્કફિલ્મડ તમામ જવાબદારી સારી નિભાવે છે.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વભરના ઘણા દેશોમાં મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને ઉજાગર કરવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો, કચેરીઓ અને સામાજિક સંસ્થાઓ આ પ્રસંગે મહિલાઓના સન્માનમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. મહિલાઓને પુરસ્કારો, પ્રમાણપત્રો અને ભેટોથી પણ સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે, મહિલા દિવસની એક થીમ હોય છે. આ વર્ષે, 2026 માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “ગિવ ટુ ગેઇન” છે.

20મી સદીની શરૂઆતમાં મહિલા અધિકારની ચળવળની શરૂઆત થઈ હતી. આ સમયે ઘણા દેશોમાં મહિલાઓએ સારી કાર્યકારી પરિસ્થિતિઓ, સમાન વેતન અને મતદાનના અધિકારની માંગ કરી રહી હતી. 1908 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં હજારો મહિલા કામદારોએ તેમના અધિકારો માટે પ્રદર્શન કર્યું, જેનાથી મહિલા અધિકારો વિશે વૈશ્વિક ચર્ચા શરૂ થઈ. ત્યારબાદ, 19010 માં, ડેનમાર્કના કોપનહેગનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં, જર્મન સમાજવાદી નેતા ક્લેરા ઝેટકીને મહિલાઓ માટે એક ખાસ દિવસનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવનો હેતુ વિશ્વભરમાં મહિલાઓના અધિકારો અને સમાનતાના મુદ્દાઓને ઉજાગર કરવાનો હતો. આ વિચારને અનુસરીને, ઘણા દેશોમાં મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ, અને ધીમે ધીમે તે એક વૈશ્વિક ચળવળ બની ગઈ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સમાન અધિકારો, આદર અને તકો વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓનું સન્માન કરવા માટે પણ ઉજવવામાં આવે છે. તે સમાજને ઘણા ક્ષેત્રોમાં સમાન તકો પ્રાપ્ત કરવા માટે મહિલાઓને જે સંઘર્ષનો સામનો કરવો પડે છે તેની યાદ અપાવે છે. આ દિવસ મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે, જેથી મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રગતિ કરી શકે.