Home Blog Page 339

Women’s Day 2026 : મહિલાઓના અધિકારોનો મુદ્દો બન્યો વૈશ્વિક ચળવળ, આ રીતે શરૂ થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની શરૂઆત

0

વિશ્વભરની મહિલાઓના યોગદાન, સંઘર્ષ અને સિદ્ધિઓને માન આપવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણ વિશે જાગૃતિ લાવવાનો ઉત્તમ અવસર છે. મહિલાઓને કુટુંબ, પરિવાર અને સમાજનો મૂળ આધાર માનવામાં આવે છે. આજે મહિલાઓ ફક્ત ગૃહિણી જ નથી મહેનત કરી દરેક ક્ષેત્રમાં પોતાને સાબિત કરી રહી છે. ઘર હોય કે ઓફિસ હોય અથવા તો પોતાની વર્કફિલ્મડ તમામ જવાબદારી સારી નિભાવે છે.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વભરના ઘણા દેશોમાં મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને ઉજાગર કરવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો, કચેરીઓ અને સામાજિક સંસ્થાઓ આ પ્રસંગે મહિલાઓના સન્માનમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. મહિલાઓને પુરસ્કારો, પ્રમાણપત્રો અને ભેટોથી પણ સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે, મહિલા દિવસની એક થીમ હોય છે. આ વર્ષે, 2026 માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “ગિવ ટુ ગેઇન” છે.

20મી સદીની શરૂઆતમાં મહિલા અધિકારની ચળવળની શરૂઆત થઈ હતી. આ સમયે ઘણા દેશોમાં મહિલાઓએ સારી કાર્યકારી પરિસ્થિતિઓ, સમાન વેતન અને મતદાનના અધિકારની માંગ કરી રહી હતી. 1908 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં હજારો મહિલા કામદારોએ તેમના અધિકારો માટે પ્રદર્શન કર્યું, જેનાથી મહિલા અધિકારો વિશે વૈશ્વિક ચર્ચા શરૂ થઈ. ત્યારબાદ, 19010 માં, ડેનમાર્કના કોપનહેગનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં, જર્મન સમાજવાદી નેતા ક્લેરા ઝેટકીને મહિલાઓ માટે એક ખાસ દિવસનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવનો હેતુ વિશ્વભરમાં મહિલાઓના અધિકારો અને સમાનતાના મુદ્દાઓને ઉજાગર કરવાનો હતો. આ વિચારને અનુસરીને, ઘણા દેશોમાં મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ, અને ધીમે ધીમે તે એક વૈશ્વિક ચળવળ બની ગઈ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સમાન અધિકારો, આદર અને તકો વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓનું સન્માન કરવા માટે પણ ઉજવવામાં આવે છે. તે સમાજને ઘણા ક્ષેત્રોમાં સમાન તકો પ્રાપ્ત કરવા માટે મહિલાઓને જે સંઘર્ષનો સામનો કરવો પડે છે તેની યાદ અપાવે છે. આ દિવસ મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે, જેથી મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રગતિ કરી શકે.

Women Health : મહિલાઓ માટે ટોપ 5 ઉચ્ચ પ્રોટીન શાકાહારી બ્રેકફાસ્ટ, સ્વાસ્થ્ય રહેશે તંદુરસ્ત

0

મહિલાઓ સશક્તિકરણને લઈને જાગૃતિ માટેનો દિવસ એટલે 8 માર્ચ. દરવર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓ આજે ફકત ઘરના કાર્યો જ નથી કરતી પરંતુ દરેક ક્ષેત્રમાં મહત્વના કામ કરી રહી છે. એટલે જ મહિલાઓ માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ફિટ રહેવા મહિલાઓએ પોતાના રૂટિન અને ખોરાકમાં બદલાવ લાવવો પડશે. દૈનિક આહારમાં તેમણે પ્રોટીનયુક્ત ખોરાકને સામેલ કરવો જોઈએ. આ છે ટોપ 5 ઉચ્ચ પ્રોટીન શાકાહારી બ્રેકફાસ્ટ જે મહિલાઓ માટે ફાયદાકારક છે.

પનીર ભુરજી: ગ્રીલ્ડ પનીર ડેરી પ્રોટીન પનીર પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. પનીર ભુરજી સાથે મલ્ટી-ગ્રેન લોટમાંથી બનાવેલી રોટલી અથવા પરાઠા સાથે ખાઓ. તમે સ્વસ્થ નાસ્તા સાથે દિવસની શરૂઆત કરો.

ચણા ચાટ : કઠોળ ફાઈબર અને પ્રોટીનનું મિશ્રણ, વજન ઘટાડવામાં મદદરૂપ. તમારા દિવસની શરૂઆત ચણા ચાટથી કરવી એ સ્વસ્થ રહેવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. આ ચાટ સ્વાસ્થ્યમાં બમણા ફાયદા આપે છે

મગની દાળના ચિલા : મગની દાળ પચવામાં હળવા અને અત્યંત પૌષ્ટિક. દરરોજ મૂંગ દાળ ચીલા ખાવાથી 14 થી 16 ગ્રામ પ્રોટીન મળે છે. આ દાળ પેટ માટે વરદાન છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.

સોયા કટલેટ : સોયાબીન શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો વિકલ્પ છે. આ પૌષ્ટિક અને ક્રિસ્પી શાકાહારી નાસ્તો પ્રોટીનથી ભરપૂર છે અને સાંજના નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. સોયા વડી અને બાફેલા બટાકાના મિશ્રણમાંથી બનતો આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે સાથે બાળકો અને વડીલો બંનેને પસંદ આવે છે.

ગ્રીક યોગર્ટ : દહીં કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ સાથે ભરપૂર પ્રોટીન. આ દહીંનો તમે સેન્ડવીચ અથવા પરાઠા સાથે ખાઈ શકો છો.

શરીરમાં પ્રોટીન કેમ જરૂરી

પ્રોટીન એ સૌથી જરૂરી તત્વ છે કારણ કે તે સ્નાયુઓ, હાડકાં, ત્વચા અને વાળના પેશીઓના નિર્માણ અને સમારકામમાં મદદ કરે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ, હોર્મોન નિયમન, ચયાપચય માટે ઉત્સેચકોનું ઉત્પાદન અને ઓક્સિજન પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે વજનનું સંચાલન કરવામાં પણ મદદ કરે છે. પ્રોટીન ચેપ અને રોગ સામે લડતા એન્ટિબાયોટિક્સના ઉત્પાદનમાં મદદ કરે છે. પ્રોટીન હિમોગ્લોબિનનું સ્તર જાળવવામાં પણ ભૂમિકા ભજવે છે, તેથી તે શરીરમાં ઓક્સિજનના પ્રવાહ માટે જરૂરી છે.

Sarangpur : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો, Video જોઈને કરો દાદાના દર્શન

0

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના પુષ્પોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને મારુતિયજ્ઞનું આયોજન કરાયું છે અને હજારો હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે.સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 07-03-2026, શનિવારના રોજ દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

શનિવારના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. દાદાના આ અદભૂત શણગાર અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ફૂલોની સુગંધ અને દાદાના તેજસ્વી મુખારવિંદના દર્શન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Sports : અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ

0

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો માટે મનોરંજનનો ડબલ ડોઝ પીરસવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રિકી માર્ટિન સમાપન સમારોહમાં પરફોર્મ કરશે.

સતત બીજી વખત ચેમ્પિયન બનવા પર ભારતની નજર

ભારતીય ટીમ અત્યંત શાનદાર ફોર્મમાં છે. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર સતત બીજી વખત ખિતાબ જીતવા પર છે. અગાઉ 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે આ ટ્રોફી જીતી હતી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને ટક્કર આપવા તૈયાર છે.

ફાઈનલ મેચની શરૂઆત પહેલા સ્ટેડિયમમાં ભવ્ય મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન પોતાના સુપરહિટ લેટિન પોપ ગીતો અને હાઈ-વોલ્ટેજ સ્ટેજ પર્ફોર્મન્સથી ચાહકોને ઝૂમાવશે. ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ‘T20 વર્લ્ડ કપની પાર્ટી હવે વધુ મોટી બની ગઈ છે. રિકી માર્ટિન આ સમાપન સમારોહનું નેતૃત્વ કરશે.’

કાર્યક્રમની વિગતો

•સ્ટેડિયમના દરવાજા ખુલવાનો સમય: બપોરે 3:30 વાગ્યે

•ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત: સાંજે 5:30 વાગ્યે

•રિકી માર્ટિનનું પરફોર્મન્સ: સાંજે 5:30થી મેચ શરૂ થવા સુધી

આઠમી માર્ચે રમાનારી આ મેચ માટે અમદાવાદના રસ્તાઓથી લઈને હોટલો સુધી બુકિંગ ફુલ થઈ ગયા છે. રિકી માર્ટિનની ઉપસ્થિતિએ આ ગ્લોબલ ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો લગાવ્યો છે. ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે આ ભવ્ય સ્ટેજ પર ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા બનીને ઉભરશે.

Entertainment : પ્રિયંકા ચોપરાના નામે વધુ એક સિદ્ધિ! ઓસ્કાર 2026ની પ્રેઝન્ટર લિસ્ટમાં મળ્યું સ્થાન

0

અમેરિકન એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે 2026 ઓસ્કાર માટે પ્રસ્તુતકર્તાઓની યાદી બહાર પાડી છે. બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ યાદીમાં છે. તેમને આ એવોર્ડ સમારોહ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલીવુડથી હોલીવુડ સુધી પોતાનું નામ બનાવ્યું છે. આજે, તેને વૈશ્વિક આઇકોન તરીકે ઓળખવામાં આવે છે. હવે, તેનું નામ 2026 ઓસ્કાર માટે પ્રસ્તુતકર્તાઓની યાદીમાં આવ્યું છે. દર વર્ષે, અમેરિકન એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ બેસ્ટ અભિનેતાથી લઈને બેસ્ટ ફિલ્મ સુધીની વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો રજૂ કરે છે. પ્રિયંકા ચોપરા 98મા ઓસ્કારમાં સ્ટેજ પર પણ જોવા મળશે.

એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તેમાં એવા લોકોના નામ શામેલ છે જેઓ સમારોહમાં પ્રસ્તુતકર્તા તરીકે રહેશે, વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કરશે. પ્રિયંકા ચોપરાને પણ આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. તે ઓસ્કાર 2026 માં પ્રસ્તુતકર્તા તરીકે સ્ટેજ પર દેખાશે. આ યાદીમાં વિલ આર્નેટ, રોબર્ટ ડાઉની જુનિયર, ગ્વિનેથ પેલ્ટ્રો, એન હેથવે અને પોલ મેસ્કલ છે.

આ વર્ષે, ભારતની શોર્ટલિસ્ટ થયેલ ફિલ્મ, હોમબાઉન્ડ, જે નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત અને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ નિર્મિત છે, તે નોમિનેશન મેળવવામાં નિષ્ફળ ગઈ અને રેસમાંથી બહાર થઈ ગઈ. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

આ પહેલી વાર નથી જ્યારે પ્રિયંકા ચોપરા ઓસ્કાર સ્ટેજ પર કોઈ એવોર્ડ રજૂ કરશે. તેણીએ અગાઉ 2016 માં પ્રસ્તુતકર્તા તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, પ્રિયંકાના ફેન્સ તેની આગામી ફિલ્મ વારાણસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ભારતીય સિનેમામાં તેના પુનરાગમનને ચિહ્નિત કરે છે. એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મહેશ બાબુ પણ છે. આ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ રિલીઝ થવાની છે.

Gandhinagar : ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

ગાંધીનગરમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર સચિવાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી. જેના કારણે કલાકોના સર્ચ ઓપરેશન બાદ છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

આ બંને યુવતીઓ જીએમસી (GMC) માં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જોકે, તેમણે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.

યુવતીઓના આપઘાત પાછળના કારણો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં કામનું ભારણ, પારિવારિક સમસ્યાઓ કે પછી બીજા કોઇ કારણથી આવું પગલું ભર્યું તે મામલે તપાસ ચલાવાઇ રહી છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે આશાસ્પદ યુવતીઓના એકસાથે મોતના સમાચારથી તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

મૃતક યુવતીઓનાં નામ

  1. સેજલબેન જશવંતભાઈ પટેલ( ઉંમર વર્ષ 26)
  2. રિપલબેન રાકેશભાઈ રાવળ ( ઉંમર વર્ષ 24)

Business : મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો

0

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. દેશમાં ઘરેલું રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે,

કમર્શિયલ ગેસ સિલિન્ડર 115 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમતો તરત જ અમલમાં આવી ગઈ છે અને તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવી છે. નવો ભાવ લાગુ થતા જ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 879 રૂપિયાથી વધીને 939 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયાથી વધીને 928.50 રૂપિયા થઈ ગઈ છે.તે ઉપરાંત 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.

સરકારનું કહેવું છે કે દેશમાં ઊર્જા પુરવઠા અંગે કોઈ સંકટ નથી અને સામાન્ય લોકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતો ઊર્જા પુરવઠો ઉપલબ્ધ છે.

આ વધારો ભારતની એનર્જી સપ્લાય અને ઈંધણની ઉપલબ્ધતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ અગાઉ વિશ્વાસ અપાવ્યો હતો કે દેશમાં એનર્જી સપ્લાય અથવા ઈંધણની કોઈ કમી નથી અને ગ્રાહકોએ સપ્લાયમાં અવરોધની ચિંતા કરવાની જરૂર નથી.

મંત્રીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા અમારા નાગરિકો માટે સસ્તું અને ટકાઉ ઈંધણ ઉપલબ્ધ કરાવવાની છે અને અમે તે સરળતાથી કરી રહ્યા છીએ. ભારતમાં એનર્જીની કોઈ કમી નથી અને એનર્જી વપરાશકર્તાઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.”

આ દરમિયાન Indian Oil Corporationએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એવી ખબરને નકારી કાઢી હતી જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. IOCએ આવા દાવાઓને સંપૂર્ણપણે આધારહીન ગણાવ્યા હતા.

Rajkot : પરિણીતાના પ્રેમમાં યુવાને જીવ ગુમાવ્યો, પતિ અચાનક આવી જતાં ભાગતી વખતે પાઈપલાઈનથી પટકાયો

0

શહેરના મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતો યુવાન તેને મળવા માટે ફ્લેટ પર પહોંચ્યો હતો, પરંતુ અચાનક મહિલાનો પતિ આવી ચઢતા ભાગવા ગયેલા પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.મળતી માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ મનીષ ધોળકિયા હતું. મનીષ મવડીની લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતી એક પરિણીત મહિલાને મળવા માટે તેના ઘરે ગયો હતો. આ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી પહોંચ્યો હતો. પતિને ઘરના દરવાજે જોઈ મનીષ ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરથી ફ્લેટના પાછળના ભાગેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ચોથા માળના ફ્લેટમાંથી નીચે ઉતરવા માટે મનીષે દિવાલ પર રહેલી પાઈપલાઈનનો સહારો લીધો હતો. તે પાઈપલાઈન પકડીને નીચે ઉતરી રહ્યો હતો ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું હતું અથવા પાઈપલાઈન લપસી જતાં તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે મનીષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રેમ પ્રકરણ હોવાનું અને પકડાઈ જવાના ડરે ભાગવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Surat : સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મળ્યા મૃતદેહ….

0

સુરતમાં મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા છે અને આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવ્યા છે. વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસ અધિકારીનું કહેવું છે કે, મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે.

Entertainment : IND vs ENG સેમીફાઈનલ પછી ફેન્સ પર ભડક્યો વરૂણ ધવન! વાનખેડે સ્ટેડિયમ બહારનો વીડિયો વાયરલ!

0

વરુણ ધવન ગઈકાલે ભારત vs ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ જોવા માટે મુંબઈ પહોંચ્યો હતો. જતા સમયે ફેન્સે તેની સાથે ફોટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અભિનેતા અચાનક ગુસ્સે થઈ ગયો.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ગુરુવાર, 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. સ્ટેડિયમમાં બોલીવુડના અનેક સ્ટાર્સ પણ ભરાયેલા હતા. વરુણ ધવન, અનિલ કપૂર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટીઝ ભારતને ઉત્સાહિત કરવા આવ્યા હતા.

મેચ સમાપ્ત થયા પછી, બધા સ્ટાર્સ ખૂબ ખુશ દેખાતા હતા. જોકે, વરુણ ધવન સાથે એક ઘટના બની, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. વરુણ સ્ટેડિયમથી તેની કાર તરફ ચાલવા લાગ્યો, ત્યારે તે કેટલાક ચાહકોથી ઘેરાઈ ગયો જેઓ અભિનેતા સાથે ફોટો પાડવા માંગતા હતા. એક ફેન્સે વરુણ સાથે ફોટો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અભિનેતા અચાનક ગુસ્સે થઈ ગયો અને તેના હાથમાંથી તેનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો.

આ સમય દરમિયાન વરુણનો ચહેરો ખૂબ ગંભીર દેખાતો હતો. જોકે, આ ઘટના પહેલા વરુણે સ્ટેડિયમની બહાર કેટલાક ફેન્સનો દિવસ બનાવી દીધો હતો. તેણે તેની સાથે સેલ્ફી લીધી હતી અને તેને ભેટો આપી હતી. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ વરુણના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે. કેટલાક કહે છે કે અભિનેતાએ જાહેર સ્થળે આવું ન કરવું જોઈતું હતું. અન્ય લોકો કહી રહ્યા છે કે વરુણ ઘમંડી બની ગયો છે.

વરુણ ધવનની છેલ્લી ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. તેણે વિશ્વભરમાં ₹450 કરોડની કમાણી કરી હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે વરુણને એક નવો ઉત્સાહ પણ આપ્યો છે. તે ટૂંક સમયમાં તેના પિતા ડેવિડ ધવનની દિગ્દર્શિત કોમેડી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ માં જોવા મળશે, જે 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે મૃણાલ ઠાકુર, પૂજા હેગડે અને મૌની રોય જેવી અભિનેત્રીઓ સાથે છે. વરુણની ફિલ્મને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. KGFના સ્ટાર યશ, તેની મોસ્ટ અવેટેડ ટોક્સિક એ જ તારીખે રિલીઝ કરી રહ્યા છે, જે મૂળ 19 માર્ચે રિલીઝ થવાની હતી. આ અથડામણથી શું નુકસાન અને ફાયદો થશે તે તો સમય જ ખબર પડશે.