ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની લપેટમાં હવે દુબઈ પણ આવી ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા હાલ તેની પુત્રી સાયરા સાથે દુબઈમાં છે અને ત્યાંના ભયાનક અનુભવ શેર કરતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા. લારાએ જણાવ્યું કે, ‘ઈરાન દ્વારા અબુ ધાબી અને દુબઈના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ત્યાંનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે. હું જ્યારે એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે જ મને આકાશમાં મિસાઈલો અને પ્રચંડ વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.’
આકાશમાં મિસાઈલો અને ધ્રૂજતા દરવાજા: લારાની આપવીતી
લારાએ વીડિયોમાં જણાવ્યું કે, ’28 તારીખે જ્યારે હું શૂટિંગમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક જોરદાર ધડાકા સંભળાયા. ટીમ સાથે સ્ટુડિયોની બહાર નીકળતા મેં જોયું કે આકાશમાં મિસાઈલોને રોકવામાં આવી રહી હતી અને અનેક ફાઈટર જેટ ઉડી રહ્યા હતા. અમે એક સુરક્ષિત વિલામાં રહીએ છીએ, છતાં વિસ્ફોટોને કારણે બારી-બારણાં ધ્રૂજવા લાગે છે. આ સ્થિતિ ખૂબ જ ડરામણી છે, ખાસ કરીને બાળકો માટે.
‘યુએઈ સરકારની કામગીરીની પ્રશંસા
આટલા તણાવ વચ્ચે પણ લારાએ યુએઈ સરકારના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, ‘સરકાર દરેક નાગરિકની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સામાન્ય લોકો પોતાનું રોજિંદું કામ કરી રહ્યા છે.’ લારાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૂતકાળના તણાવને યાદ કરતા કહ્યું કે, જેમ ભારતમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોય છે, તેવું જ અહીં અનુભવાય છે.
વહેલી તકે ભારત પરત ફરવાની ઈચ્છા
હાલમાં દુબઈનું એરપોર્ટ અને હવાઈ ક્ષેત્ર સુરક્ષાના કારણોસર આંશિક રીતે પ્રભાવિત થયું છે, જેના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. લારા તેની પુત્રી સાથે મુંબઈ પરત ફરવા માટે ફ્લાઈટ્સ શોધી રહી છે. તેણે અંતમાં આંખમાં આંસુ સાથે કહ્યું કે, ‘કોઈપણ સામાન્ય નાગરિક ડરના માહોલમાં જીવવા માટે હકદાર નથી. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે.’
ઈરાન વિરુદ્ધ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ને લઈને અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બુધવારે યુએસ સંસદમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો વચ્ચે આ મુદ્દે તીખી ચર્ચાઓ થઈ હતી. ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘કોંગ્રેસની મંજૂરી વગર આ યુદ્ધ છેડવું તે ગેરબંધારણીય છે.’
સાંસદ પીટ અગુલારે આક્ષેપ કર્યો કે, ‘ટ્રમ્પે અમેરિકન જનતા સાથે કરેલો વાયદો તોડ્યો છે અને આ ‘બેદરકાર યુદ્ધ’માં અત્યાર સુધીમાં 6 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે મધ્ય પૂર્વમાં સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરવા માટે ‘વોર પાવર રિઝોલ્યુશન’ પસાર કરવા પર ભાર મૂક્યો હતો.’
ટ્રમ્પના નિર્ણયનું સમર્થન
બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પના આ પગલાને ‘શક્તિનું સાહસિક અને નિર્ણાયક કાર્ય’ ગણાવીને તેનો બચાવ કર્યો હતો. હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સન અને સ્ટીવ સ્કેલિસે જણાવ્યું હતું કે ઈરાન લાંબા સમયથી અમેરિકા માટે મોટો ખતરો છે અને આ કાર્યવાહી સચોટ અને અત્યંત ઘાતક રહી છે.
રિપબ્લિકન સાંસદોએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ડેમોક્રેટ્સ હોમલૅન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ(DHS)નું ફંડ અટકાવીને દેશની આંતરિક સુરક્ષાને નબળી પાડી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે બાઇડન શાસન દરમિયાન સેંકડો ઈરાનીઓએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અમેરિકામાં પ્રવેશ કર્યો હતો, જે અત્યારે દેશ માટે મોટું જોખમ છે.
11 અમેરિકન મથકો પર હુમલો
આ સમગ્ર વિવાદ હવે અમેરિકાના બંધારણીય અધિકારો પર આવીને અટક્યો છે. અમેરિકન બંધારણ મુજબ માત્ર કોંગ્રેસ પાસે જ યુદ્ધ જાહેર કરવાની સત્તા છે. ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીસે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ તાત્કાલિક ખતરો ન હોવા છતાં ટ્રમ્પે દેશને આ સંઘર્ષમાં કેમ ધકેલી દીધો? ઈરાને અત્યાર સુધીમાં 11 અમેરિકન સૈન્ય મથકો પર હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ફસાયેલા અમેરિકનોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે. આ યુદ્ધ માત્ર સૈન્ય મોરચે જ નહીં, પણ અમેરિકાની સંસદમાં પણ કાયદાકીય અને નાણાકીય લડાઈમાં ફેરવાઈ ગયું છે.
ઘણીવાર આપણે આંખોની ઉપરના ભાગમાં કે કપાળમાં સતત દુખાવો અનુભવતા હોઈએ છીએ. મોટાભાગના લોકો તેને સામાન્ય માથાનો દુખાવો માનીને પેઈનકિલર લઈ લેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ દુખાવો તમારી નબળી દ્રષ્ટિ અથવા મગજની કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે? લોકો ઘણીવાર મગજની બીમારીના ડરથી સીટી સ્કેન જેવા મોંઘા ટેસ્ટ કરાવે છે, છતાં રિપોર્ટ નોર્મલ આવે છે. ખરેખર આ દુખાવો કયા કારણોસર થાય છે અને ક્યારે ગંભીરતાથી લેવો જોઈએ, તે સમજવું ખૂબ જ જરૂરી છે
નબળી દ્રષ્ટિ અને ચશ્માના નંબર હોઈ શકે છે મુખ્ય કારણ માથામાં આંખોની બરાબર ઉપર થતા દુખાવાનું સૌથી સામાન્ય કારણ આંખોની નબળી દ્રષ્ટિ અથવા ચશ્માના નંબરમાં ફેરફાર હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિની નજર નબળી પડે છે અને તે ચશ્મા નથી પહેરતી, અથવા જૂના નંબરના ચશ્મા ચાલુ રાખે છે, ત્યારે આંખો પર વધુ દબાણ (Presure) આવે છે. આ દબાણને કારણે આંખોની ઉપરના ભાગમાં દુખાવો શરૂ થાય છે જે ધીમે-ધીમે કપાળ સુધી પ્રસરે છે. આ સ્થિતિમાં માથું ભારે લાગવું અને ક્યારેક ધૂંધળું દેખાવું જેવા લક્ષણો પણ જોવા મળે છે.
ક્યારે આ મગજની બીમારી અથવા ટ્યુમરનો સંકેત હોઈ શકે? જો આંખોની ઉપરનો દુખાવો માત્ર કપાળ સુધી સીમિત છે, તો તે મગજની બીમારી હોવાની શક્યતા ઓછી છે. પરંતુ, જો દુખાવો ખૂબ જ તીવ્ર હોય અને તે માથાના પાછળના ભાગ કે ગરદન સુધી જતો હોય, તો સાવધાન થવું જોઈએ. આ ઉપરાંત, જો દુખાવાની સાથે ચક્કર આવવા, શરીરનું કોઈ અંગ અચાનક સુન્ન થઈ જવું અથવા વારંવાર ઉલ્ટી થવી જેવા લક્ષણો દેખાય, તો તે મગજમાં સોજો અથવા ટ્યુમર જેવી ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં વિલંબ કર્યા વગર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
માઇગ્રેન અને અન્ય સંકેતો આંખોની આસપાસનો દુખાવો માત્ર દ્રષ્ટિની નબળાઈ જ નહીં, પણ માઇગ્રેનનું પણ લક્ષણ હોઈ શકે છે. માઇગ્રેનમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં અથવા આંખોની પાછળ તેજ દુખાવો અનુભવાય છે. જો તમારી દ્રષ્ટિના ટેસ્ટ નોર્મલ આવે છે અને છતાં દુખાવો ચાલુ રહે છે, તો તે ન્યુરોલોજીકલ કારણ હોઈ શકે છે.
આંખોના દુખાવાથી બચવા માટેના ઉપાયો આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમ વધી જવાથી આંખોની સમસ્યાઓ સામાન્ય બની છે. આનાથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ: નિયમિત તપાસ: દર 6 મહિને આંખોનું ચેકઅપ કરાવવું જોઈએ. 20-20-20 નિયમ: દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવી 20 ફૂટ દૂરની વસ્તુને 20 સેકન્ડ સુધી જુઓ. સ્ક્રીનનો મર્યાદિત ઉપયોગ: મોબાઈલ અને લેપટોપનો બિનજરૂરી ઉપયોગ ટાળો. પૂરતી ઊંઘ અને આહાર: આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન-એ યુક્ત આહાર લો અને પૂરતી ઊંઘ લો. જો તમને માત્ર આંખોની ઉપર જ દુખાવો થાય છે, તો સૌ પ્રથમ આંખના ડોક્ટર પાસે જઈને વિઝન ટેસ્ટ કરાવવો હિતાવહ છે. મોટાભાગના કિસ્સામાં માત્ર ચશ્માના નંબર બદલવાથી આ દુખાવામાં રાહત મળી જાય છે. પરંતુ જો અન્ય ગંભીર લક્ષણો જણાય, તો જ ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ
વડોદરામાં બે સ્થળે વધારે જાહેરમાં લટાર મારતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પૈકી એક સ્થળે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મકરપુરાના જમવા વિસ્તારમાં ગોકુલેશ રેસીડેન્સી પાસે ગાર્ડનમાં લોકો વોક કરતા હતા તે દરમિયાન એક મહાકાય મગર આવી જતા નાસભાગ મચી હતી. બનાવની જાણ જીવદયા કાર્યકર જયેશ પટેલને કરાતા તેમણે ટીમ સાથે પોણો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.
વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ
આવી જ રીતે સમાના ઊર્મિ બ્રિજ ખાતે મેન રોડ પર રાત્રિના સમયે પાંચથી છ ફૂટનો એક મગર બિન્દાસ લટાર મારતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો અને કેટલાક લોકો મગરની પાસેથી પસાર પણ જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં દાયકાઓ પછી એવું બન્યું છે કે કોઈ મોટી ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી મેદાનમાં નથી. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે, ત્યારે આખી દુનિયાની નજર સૂર્યકુમાર યાદવની ‘યંગ બ્રિગેડ’ પર હશે.
સૂર્યાની કેપ્ટનશીપ અને સેમસનનું ફોર્મ
રોહિત-વિરાટની ગેરહાજરીમાં હવે જવાબદારી સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન જેવા ખેલાડીઓ પર છે. ખાસ કરીને સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે (છેલ્લી મેચમાં અણનમ 97 રન). તેની સાથે યુવા ઓપનર અભિષેક શર્મા પણ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. આ નવી પેઢી પાસે આજે સાબિત કરવાનો મોકો છે કે તેઓ દબાણવાળી મેચોમાં પણ અદભૂત પ્રદર્શન કરી શકે છે.
વાનખેડેમાં બદલાની તક
2022ના વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું, જેનો બદલો ભારતે 2024માં લીધો હતો. હવે 2026માં આ બંને ટીમો ત્રીજી વખત સતત સેમિફાઈનલમાં ટકરાઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે, અને અહીંની પ્રેક્ષકોની ગર્જના ઈંગ્લેન્ડના ખેલાડીઓને દબાણમાં લાવી શકે છે.
આજે જે ટીમ જીતશે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ રમશે. શું ભારત રોહિત-વિરાટ વગર પણ વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે? તેનો સાચો જવાબ આજે વાનખેડેમાં મળશે.
साउथ फिल्म इंडस्ट्री के पॉपुलर कपल रश्मिका मंदाना और विजय देवरकोंडा इन दिनों लगातार सुर्खियों में है. 4 मार्च को हैदराबाद में दोनों ने एक भव्य रिसेप्शन का आयोजन किया गया, जिसमें फिल्म इंडस्ट्री से जुड़े कई बड़े सितारे शामिल हुए. इस खास मौके पर जहां हर कोई कपल को बधाई देने पहुंचा, वहीं एक्टर राम चरण अपने अनोखे अंदाज की वजह से सबसे ज्यादा चर्चा में आ गए.
नंगे पैर रिसेप्शन में आए रामचरण रिसेप्शन में राम चरण अपनी पत्नी उपासना के साथ पहुंचे थे. उन्होंने सिर से पैर तक काले रंग के कपड़े पहने हुए थे. लेकिन लोगों का ध्यान सबसे ज्यादा इस बात ने खींचा कि वो बिना जूते-चप्पल के, यानी नंगे पैर ही कार्यक्रम में आए थे. उन्हें इस तरह देखकर कई लोग हैरान रह गए और सोशल मीडिया पर भी उनकी तस्वीरें तेजी से वायरल होने लगीं. लेकिन इसके पीछे एक खास धार्मिक वजह है. राम चरण इन दिनों ‘अयप्पा दीक्षा’ का पालन कर रहे हैं. ये भगवान अयप्पा के भक्तों द्वारा किया जाने वाला एक कठिन और पवित्र व्रत माना जाता है. इस व्रत के दौरान भक्तों को कुछ नियमों का सख्ती से पालन करना पड़ता है.
41 दिन की दीक्षा ले रहे रामचरण व्रत में काले या नीले रंग के कपड़े पहनना, सादगी से रहना और 41 दिनों तक नंगे पैर रहना शामिल होता है. इसी कारण राम चरण रिसेप्शन में भी बिना जूते के नजर आए. अयप्पा दीक्षा को अनुशासित और कठिन माना जाता है. इस बीच भक्तों को पूरी तरह ब्रह्मचर्य का पालन करना पड़ता है. साथ ही मांसाहारी भोजन, शराब से दूर रहना और बाल या दाढ़ी भी नहीं कटवाना होता है. ये व्रत सबरीमाला मंदिर की यात्रा से पहले किया जाता है. हालांकि ये पहली बार नहीं है जब राम चरण इस तरह नंगे पैर नजर आए हों. इससे पहले 2023 में ऑस्कर समारोह में शामिल होने से पहले भी वह अयप्पा दीक्षा का पालन करते हुए दिखाई दिए थे.
વિશ્વ હાલ યુદ્ધના નગારે વાગી રહ્યું છે. રશિયા -યુક્રેન ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. હાલ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા-યૂક્રેન, ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયેલ-ઈરાન, લેબનાન અને સીરિયા આ બધા એ દેશોના નામ છે, જે હાલ યુદ્ધ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈઝરાયેલની વિરુદ્ધ દુનિયાના 40થી વધારે ઈસ્લામિક દેશો લામબંધ થઈ રહ્યા છે, તો રશિયા પણ બહારથી સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સહિત નાટો ગ્રુપના દેશ ઈઝરાયેલનો સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઉત્તર કોરિયા તો દરેક સમયે યુદ્ધની ધમકી અને ન્યૂક્લિયર ટેક્સ કરતો જ રહે છે.જ્યારે ચીન તાઈવાન પર હુમલો કરવા તૈયાર છે.
આજના આધુનિક યુદ્ધ માં ડ્રોન, મિસાઈલ, બેલેસ્ટિક મિસાઈલોનો મારો શહેરોને ખંડેરમાં ફેરવાઈ રહ્યાં છે હજારો લોકો મરી રહ્યાં છે. લાખો લોકો ઘાયલ થયા છે અબજોનું સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે.હવે વિશ્વના મોટા દેશો પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.આજે આપણે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પૃથ્વી પર માનવ, પ્રાણી અને વનસ્પતિ પર કેવી કેવી વિપરીત અસર થશે.
ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો તેની અસરો પૃથ્વી પર અત્યંત વિનાશકઅને લાંબા સમય સુધી રહે તેવી હોઈ શકે છે. પરમાણુ, હાઇડ્રોજન બોમ્બ અને કેમિકલ હથિયારોના ઉપયોગથી હિરોશિમા કરતાં ૧૦૦ ગણો વધારે વિનાશ થઈ શકે છે.આજના સમયમાં સૌથી મોટો ખતરો પરમાણુ યુદ્ધ નો છે, કારણ કે મોટા ભાગના દેશો પાસે હજારો પરમાણુ શસ્ત્રો છે. જો પરમાણુ હથિયારો વપરાય તો યુદ્ધમાં મોટા શહેરોમાં લાખો-કરોડો લોકો તરત જ મરી જશે. એક હિરોશિમા જેટલા બોમ્બથી પણ 1થી 2 કિમીની અંદર બધું નાશ પામી જાય.શહેરોમાં લાગેલી આગથી અબજો ટન સૂટ અને ધુમાડો ઉપરના વાતાવરણમાં જશે. એનાથી તાત્કાલિક રેડિયેશન ની અસર થી લાખો લોકો બીમાર પડશે અને તરફડીને મરશે.
આમા પરમાણુ શિયાળાની સૌથી ભયાનક અસર જોવા મળશે પહેલા એ જાણીએ કે પરમાણુ શિયાળો શું છે?
પરમાણુ શિયાળો શું છે?:
પરમાણુ શિયાળો એ પરમાણુ યુદ્ધ પછીની સૌથી ભયાનક અને લાંબા ગાળાની અસર છે. પરમાણુ બોમ્બો શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો પર પડે તો મોટા પાયે આગ લાગે છે આ આગથી અબજો ટન કાળો ધુમાડો અને સૂટ (black carbon soot) ઉત્પન્ન થાય છે. આ સૂટ સ્ટ્રેટોસ્ફિયર ઉપરના વાતાવરણ, 10–50 કિમી ઊંચાઈમાં પહોંચી જાય છે, જ્યાં તે વર્ષો સુધી રહી શકે છે. સૂટ સૂર્યના કિરણોને અવરોધે છે.પૃથ્વી પર ઓછો સૂર્યપ્રકાશ પહોંચેતાપમાન ઘટે.અંધારું છવાઈ જાય અને સમગ્ર વિસ્તાર સાવ ઠંડો થઈ જાય.
આં અસરથી 5થી 10 °Cઅથવા તેથી વધુ તાપમાન ઘટી જાય ઉત્તરીય ખંડમાં 20–35 °C સુધી ઠંડકપ્રસરી જાય.આ ઠંડક 10–15 વર્ષઅથવા તેથી વધુ ચાલી શકે છે,
સૂર્યપ્રકાશ ઘટવાથી ફોટોસિન્થેસિસ ઓછી થાય એનાથી પાક (અનાજ, શાકભાજી) નો ઉત્પાદન ઘટે. પરમાણુ શિયાળો એ માત્ર થિયરી નથી. તે આધુનિક ક્લાઈમેટ મોડેલ્સ પર આધારિત વાસ્તવિક ખતરો છે. આથી જ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ (UN, WHO) પરમાણુ યુદ્ધને રોકવા પર ભાર મૂકે છે. આવું થવું ન જોઈએ.તે માનવજાત અને પૃથ્વી માટે અસ્તિત્વનો સંકટ છે.
ખોરાકની તંગી અને ભૂખમરી વધી જશે :
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો ખેતી અટકી જાય. અનાજ, શાકભાજી, માછલી ઉત્પાદન 50–90% ઘટી જશે.નાના પ્રમાણના યુદ્ધમાં ભારત-પાકિસ્તાન જેવું યુદ્ધ થાય તો 1–2 અબજ લોકો ભૂખથી મરી જઈ શકે મોટા યુદ્ધમાં 4–5 અબજ લોકો (વિશ્વની અડધી વસ્તી) 1–2 વર્ષમાં મરી શકે છે.પશુઓ અને સમુદ્રી જીવસૃષ્ટિ પણ મોટા પાયે નાશ પામે.
અન્ય લાંબા ગાળાની અસરો:
વિશ્વ યુદ્ધ થી ઓઝોન લેયરનો નાશ થઈ જશે. ખાસ કરીને પારજાંબલી UV કિરણો વધશે.એનાથીલોકોમાં ત્વચાનું કેન્સર,આંખોની તકલીફજેવી સમસ્યાથી પીડાશે. સમુદ્રમાં પ્લાન્કટન મરે તો સમુદ્રી ફૂડની ચેઈન તૂટી જાય.
એ ઉપરાંત પરમાણુ બૉમ્બ વિસ્ફોટ થી રેડિયોએક્ટિવ દૂષણ વધુ ફેલાશે જેને કારણે દાયકાઓ સુધી જમીન, પાણી, હવા દૂષિત થઈ જતા જીવવું દુષ્કર થઈ પડશે.
એ ઉપરાંત વીજળી, ઇન્ટરનેટ, વેપાર, દવા-ખોરાકની સપ્લાય બંધ થઈ જાય.રોગ, હિંસા, સંસ્કૃતિ આં બધાંનો અંતઆવી જવાથી સંસ્કૃતિ નષ્ટ પામી જશે.યુદ્ધની વિનાશક સ્થિતિમાં 40–50% પ્રાણીઓ અને વનસ્પતિઓ લુપ્ત થઈ શકેછે
આમ ત્રીજું વિશ્વયુદ્ધ ખાસ કરીને પરમાણુ હથિયારો સાથે થાય તો તે માત્ર યુદ્ધ નહીં, પણ સંસ્કૃતિ, ખોરાક-પાણીની સિસ્ટમ અને પૃથ્વીની જીવસૃષ્ટિ માટે અસ્તિત્વનો સંકટ બની શકે છે. ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે આજના સમયમાં પણ આ એક વાસ્તવિક ખતરો છે, પરંતુ તેને રોકવું એ જ મુખ્ય જરૂરિયાત છે. આવું યુદ્ધ ન થાય તે માટે દરેક દેશે સમજદારી રાખવી જરૂરી છે.
પરમાણુ યુદ્ધમાં ઓઝોન લેયરને સૌથી મોટું નું નુકસાન થશે એ ન્યુક્લિયર વિન્ટરની સૌથી ભયાનક અને છુપાયેલી અસરોમાંની એક છે. આ અસર માત્ર તાપમાન ઘટાડવા કરતાં પણ વધુ લાંબા ગાળાની અને વૈશ્વિક સર બની રહેશે.પરમાણુ બોમ્બ અને તેનાથી લાગેલી આગથી ઓઝોન લેયર રીતે નાશ પામશે. એમાં સ્ટ્રેટોસ્ફિયર(ઉપરનું વાતાવરણ)માં કાળો ધુમાડો (સૂટ/black carbon) જાય છે, જે સ્ટ્રેટોસ્ફિયરને ગરમ કરે છે. આ ગરમીથી રાસાયણિક પ્રતિક્રિયાઓ બદલાય છે.HOₓ (હાઈડ્રોક્સિલ)અને NOₓકેટાલિટિક સાયકલ વધે છે, જે ઓઝોન (O₃)ને તોડી નાખે છે.સૂર્યપ્રકાશ ઓછો થવાથી ઓઝોન બનવાની પ્રક્રિયા ઘટી જશે
બૉમ્બ વિસ્ફોટથી શહેરમાં આગ ફાટી નીકળશે. એ આગમાંથી ક્લોરિન અને બ્રોમિન વાયુ નીકળે છે, જે ધુમાડાના કણો પર સક્રિય થઈને વધુ ઓઝોનનો નાશ કરે છે ઓઝોન લેયર પાતળું થાય છે અને UV-B કિરણો (280–315 nm) વધુ પૃથ્વી પર પહોંચી જશે.
જીવસૃષ્ટિ અને માનવ પર અસરો:
યુદ્ધમાં રેડીએશનથી ત્વચાનું કેન્સર, કેટેરેક્ટ આંખનું ધુમ્મસજોવા મળે , ઈમ્યુન સિસ્ટમ નબળું પડી જશે. સૂર્ય પ્રકાશ ઘટી જવાથી વિટામિન-Dની ખામીની સ્થિતિ સર્જાય.એનાથી પાક અને વનસ્પતિમાં ફોટોસિન્થેસિસ ઘટી જશે. માનવ શરીરના DNA ડેમેજ થઈ જાય. સજીવ સૃષ્ટિની વૃદ્ધિ ઓછી થઇ જાય..ન્યુક્લિયર ફેમિનને વધુ ખરાબ કરે ખાસ કરીને મકાઈ જેવા પાકમાં વધારાનું 7–10% નુકસાન થાય. એ ઉપરાંત સમુદ્રી જીવસૃષ્ટિને પણ નુકસાન થાય.ફાયટોપ્લેન્કટન જે સમુદ્રનો ખોરાકનો આધાર છે. તેનાથી 10–60% નુકસાન થાય માછલીઓ અને સમુદ્રી ફૂડ ચેઈન તૂટી જાય. એટલું જ નહીં પ્રાણીઓને પણ નુકસાન થાય. પ્રાણીઓની ત્વચાને આંખની તકલીફ થાય. પ્રાણીઓની વસ્તી ઘટી જાય.
ઓઝોનનુંસ્તર તૂટે તો એનું નુકસાન એકલી પૃથ્વીને 10–15 વર્ષસુધી અસ્તિત્વના સંકટમાં મૂકી શકે છે. તે ન્યુક્લિયર વિન્ટરની ઠંડક અને ભૂખમરી સાથે જોડાઈને અબજો લોકોના જીવ લઈ શકે છે.
એજન્ટ ઓરેંજની વીઘાતક અસરો:
એજન્ટ ઓરેંજ એ વિયેતનામ યુદ્ધ (1961–1971) દરમિયાન અમેરિકન સેનાએ વાપરેલું હર્બિસાઇડ (પાંદડા નાશક) હતું. તેનું મુખ્ય મિશ્રણ 2,4-D અને 2,4,5-T હતું, પરંતુ તેમાં ડાયોક્સિન (TCDD) નામનું અત્યંત ઝેરી પદાર્થ (સૌથી વધુ ઝેરી કોન્જેનર) મિશ્રિત હતું. આ યુદ્ધમાં લગભગ 20 મિલિયન ગેલન (91 મિલિયન લિટર) છાંટવામાં આવ્યું હતું, જેણે 3.1 મિલિયન હેક્ટર જમીનને અસર કરી. ડાયોક્સિન આજે પણ વાતાવરણમાં રહે છે અને ત્રણ પેઢીઓ સુધી અસર કરે છે.યુદ્ધમાં એજન્ટ ઓરેંજ છાંટવાની કાર્યવાહી – વિમાનો દ્વારા જંગલો અને ખેતરો પર સ્પ્રે છાંટવામાં આવે છેએની પર્યાવરણીય અસરો જોવા મળે છે. જંગલ અને મેંગ્રોવ વિનાશ પામ્યા છે..દક્ષિણ વિયેતનામના 20% જંગલો અને 36–50% મેંગ્રોવ વનો નાશ પામ્યા છે.500,000 હેક્ટર વિસ્તારમાં વનસ્પતિ પૂરી રીતે નાશ પામી ચુકી છે.
એજન્ટ ઓરેંજને કારણે જમીન અને પાણીનું દૂષણ જોવા મળે.ડાયોક્સિન જમીન, પાણી, તળાવ અને સેડિમેન્ટમાં દાયકાઓ સુધી રહે છે.
રેડીએશનની અસર પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને માછલીઓ પરથતી જોવા મળે.માછલી અને પક્ષીઓમાં ડાયોક્સિન જમા થાય છે. ફૂડ ચેઈન દ્વારા માનવો સુધી પહોંચી શકે છે.
1939થી 1945 સુધી બાજ વિશ્વ યુદ્ધના ઈતિહાસકાર ડો. હેલેન ફ્રાઈના અનુસાર, ત્યારના આર્થિક નુકસાનનો અંદાજો આજના હિસાબથી કરીએ તો લગભગ, 21 ટ્રિલિયન ડોલર (1,764 લાખ કરોડ)નું નુકસાન થયું હતું. પરંતુ, ત્રીજા વિશ્વ યુદ્ધમાં તેનાથી 1000 ગણું વધારે નુકસાન થવાનો અંદાજો છે. જો આ આંકડા પકડીને ચાલીએ તો કુલ નુકસાન લગભગ 17,64,000 લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
આપણે હિરોશીમાં અને નાગાસાકી પર વરસેલા પરમાણુ બૉમ્બની વિનાશક અસર હજી આપણે ભૂલી શક્યા નથી ત્યારે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો તેમાં વપરાતા ખતરનાક અને અતિ આધુનિક હથિયારો વપારાય તો પૃથ્વી નર્ક જ બની જાય.હવે તમેજ વિચારો કે પર્યાવરણીય યુદ્ધ કેટલું ભયાનક હોઈ શકે છે. ત્યારે હવે તો યુદ્વ એ જ કલ્યાણ નહીં પણ યુદ્ધ વિરામ થાય અને વિશ્વમાં શાંતિ ફેલાય એમાં જ આપણા સૌનું કલ્યાણ છે. અસ્તુ.
બોલિવૂડના પીઢ અભિનેતા અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવનાર વિજય કૃષ્ણાનું 81 વર્ષની વયે નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ફિલ્મ જગત અને થિયેટર કલાકારોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
ફિલ્મ અને થિયેટર જગતમાં શોક
અભિનેતા વિજય કૃષ્ણાએ 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અનુપમ ખેર, લિલેટ દુબે અને સબા પટૌડી સહિતના કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. લિલેટ દુબેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, “દિલ તૂટી ગયું છે… અમારા વહાલા વિજય કૃષ્ણા હવે નથી રહ્યા. તેઓ છેલ્લા 25 વર્ષથી અમારા થિયેટર પરિવારનો ભાગ હતા”. અનુપમ ખેરે પણ આ સમાચારને અત્યંત દુઃખદ ગણાવતા ‘ઓમ શાંતિ’ લખી શ્રદ્ધાંજલિ આપી હતી.
બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ
વિજય કૃષ્ણા માત્ર એક કલાકાર જ નહીં, પરંતુ એક પર્યાવરણવાદી અને જાણીતા ગોદરેજ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા બિઝનેસના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હતા. ભારતીય થિયેટરમાં તેઓ એક ખૂબ જ જાણીતો ચહેરો હતા, જ્યાં તેમણે 25 વર્ષથી વધુ સમય સુધી પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2004ની અંગ્રેજી ફિલ્મ ‘ડાન્સ લાઈક એ મેન’ માં તેમના પાત્ર માટે તેમને ખૂબ જ પ્રશંસા મળી હતી, જે ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.
‘દેવદાસ’ થી મળી લોકપ્રિયતા
હિન્દી સિનેમામાં તેમને વર્ષ 2002ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દેવદાસ’ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન (દેવદાસ) ના પિતા નારાયણ મુખર્જીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
પારિવારિક પૃષ્ઠભૂમિ
તેમના પત્ની સ્મિતા કૃષ્ણા એક જાણીતા બિઝનેસમેન છે, જેમની નેટવર્થ આશરે 2.5 બિલિયન ડૉલર છે. 2024ના અંતમાં તેમની પત્ની અને જમશેદ ગોદરેજને ભારતના સૌથી ધનિક લોકોની ફોર્બ્સ યાદીમાં 22મું સ્થાન મળ્યું હતું. જોકે, પરિવાર દ્વારા અત્યાર સુધી તેમના અવસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવારઅને ભાજપાના કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસસ્થાને ધુળેટીની ઉજવણી કરી હતી. જેમાં સાંસદ મનસુખ વસાવાએ પરિવારજનોને તથા કાર્યકર્તાઓસાથે તિલકહોળી રમી હતી તેમજ ખજૂર કોપરા હારડા ચણા ખવડાવી મોં મીઠું કરાવી હોળી પર્વની શુભકામના પાઠવી હતી.નાંદોદના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે પણ રંગોતસ્વ ઉજવ્યો હતો
સાંસદે ભગવાનને પણ રંગથી અભિષેક કરી રંગોત્સવ ઉજવ્યો હતો નર્મદા જિલ્લા ભાજપના કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડી ને ધુળેટી ની ઉજવણી કરી હતી.
જોકે સાંસદ મનસુખ વસાવા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગ અંગે બોલતા જણાવ્યું હતું કે હોળી પર્વે બધી જગ્યાએ કેસરિયા રંગનો પ્રભાવ જોવા મળે છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં નગરપાલિકા, હોય કે તાલુકા પંચાયત ની ચૂંટણી હોય બધે જ ભાજપા નો કેસરિયો રંગ જ ચઢશે. બીજા રંગો પૂરક રંગો હોય છે એ પણ અમારા રંગમાં ભળી જશે
તે જ રીતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા.બન્ને નેતાઓ એ આગામી સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો.
ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, મામલો ત્યાં શાંત પડવાને બદલે વધુ બિચક્યો હતો.
આરોપી કારચાલક પોતાની ગાડીમાંથી તીક્ષ્ણ છરી કાઢી લાવ્યો હતો અને સીધો જ દુકાનની અંદર ધસી ગયો હતો. આવેશમાં આવીને તેણે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પિતા-પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા.
પિતા પુત્ર ગંભીર
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકોમાં સહિષ્ણુતાનો અભાવ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે.