Home Blog Page 345

Ahmedabad : શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, મામલો ત્યાં શાંત પડવાને બદલે વધુ બિચક્યો હતો.

આરોપી કારચાલક પોતાની ગાડીમાંથી તીક્ષ્ણ છરી કાઢી લાવ્યો હતો અને સીધો જ દુકાનની અંદર ધસી ગયો હતો. આવેશમાં આવીને તેણે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પિતા-પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા.

પિતા પુત્ર ગંભીર

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકોમાં સહિષ્ણુતાનો અભાવ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

Gujarat : PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આઘાતજનક વાત એ છે કે, પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ (PSI) માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.

પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીમાં હતા

મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે અકળ કારણસર ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

પોલીસ બેડામાં ગમગીની

આ ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી અને મહેનતુ સાથી કર્મચારીને ગુમાવતા સાથી પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આપઘાતનું કારણ અકબંધ

પ્રિયંકાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Top News : નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

બિહારના રાજકારણમાં અત્યારે ‘ભૂકંપ’ જેવી સ્થિતિ છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે. જો નીતીશ કુમાર દિલ્હીના રાજકારણમાં સક્રિય થશે, તો બિહારમાં NDA એ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવી પડશે. હાલમાં મુખ્યમંત્રી પદ માટે ત્રણ નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

સમ્રાટ ચૌધરી: સૌથી પ્રબળ દાવેદાર

જો નીતીશ કુમાર પદ છોડે છે, તો ભાજપના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી CM બને તો ભાજપનું વર્ચસ્વ પણ જળવાઇ રહેશે. ઉપરાંત બિહારમાં ભાજપ પાસે 89 ધારાસભ્યો છે, જે NDAમાં સૌથી મોટો પક્ષ છે. હાલમાં તેઓ નાણાં, આરોગ્ય અને ગૃહ જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. ઉપરાંત તે રાજકીય પરિવારમાંથી આવે છે અને 1999 સક્રિય રાજકારણમાં છે. 2023માં તેઓ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

વિજય સિન્હા: આક્રમક નેતાની છબી

મુખ્યમંત્રી પદની રેસમાં વિજય સિન્હા પણ પાછળ નથી. તેમની ગણતરી ભાજપના કદાવર નેતાઓમાં થાય છે. તેઓ પોતાની આક્રમક કાર્યશૈલી અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ માટે જાણીતા છે. લખીસરાયથી ધારાસભ્ય વિજય સિન્હા ભૂતકાળમાં વિધાનસભા અધ્યક્ષ અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ RSS અને ABVPની પૃષ્ઠભૂમિ ધરાવે છે.

નિશાંત કુમાર: નવો ચહેરો

નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ પણ ચર્ચામાં છે, જોકે તેમની સંભાવના હાલમાં ઓછી જણાઈ રહી છે. હાલમાં જેડીયુ (JDU)ના પોસ્ટરો અને કાર્યક્રમોમાં તેઓ સક્રિય જોવા મળી રહ્યા છે. એવી ચર્ચાઓ છે કે ભાજપ પોતાના નેતાને CM પદ આપે અને નિશાંત કુમારને ડેપ્યુટી CM તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, નિશાંત હજુ સુધી સક્રિય ચૂંટણીના મેદાનમાં આક્રમક રીતે ઉતર્યા નથી.

શું થશે બિહારનું ભવિષ્ય?

ગયા વર્ષે નવેમ્બરમાં નીતીશ કુમારના નેતૃત્વમાં NDA એ મોટી જીત મેળવી હતી. હવે જો નીતીશ કુમાર કેન્દ્રમાં જાય છે, તો બિહારના રાજકારણમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ભાજપ હવે બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડવાની ફિરાકમાં હોય તેમ દેખાઈ રહ્યું છે.

Sports : IND VS ENG सेमीफाइनल से पहले केविन पीटरसन की बड़ी भविष्यवाणी, अभी बता दिया कौन खेलेगा न्यूजीलैंड से फाइनल

0

आईसीसी टी20 वर्ल्ड कप 2026 का दूसरा सेमीफाइनल मुकाबला आज यानी 5 मार्च को भारत और इंग्लैंड के बीच होने वाला है. मुंबई के वानखेड़े स्टेडियम में खेले जाने वाले इस महामुकाबले पर सबकी निगाहें हैं. इस टूर्नामेंट का पहला सेमीफाइनल बीती रात यानी 4 मार्च को न्यूजीलैंड और साउथ अफ्रीका के बीच खेला गया. कोलकाता के ईडन गार्डन्स में हुए इस मैच में कीवी टीम ने साउथ अफ्रीका को 9 विकेट से हराकर फाइनल में पहुंचने वाली पहली टीम बन गई है. अब भारत और इंग्लैंड के बीच होने वाले महामुकाबले में से जो टीम जीतेगी वो न्यूजीलैंड के साथ रविवार यानी 8 मार्च को अहमदाबाद में खिताबी मुकाबला खेलेगी.

हालांकि, भारत और इंग्लैंड के बीच होने वाले सेमीफाइनल मुकाबले से पहले इंग्लैंड के पूर्व खिलाड़ी केविन पीटरसन ने बड़ी भविष्यवाणी की है. आईसीसी टी20 वर्ल्ड कप 2026 के दूसरे सेमीफाइनल मुकाबले में भारत और इंग्लैंड की टीमें आमने-सामने होंगी. इस महामुकाबले से पहले इंग्लैंड के पूर्व क्रिकेटर केविन पीटरसन ने बड़ी भविष्यवाणी की है.

केविन पीटरसन ने की बड़ी भविष्यवाणी

इंग्लैंड के पूर्व दिग्गज बल्लेबाज केविन पीटरसन ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर ट्वीट किया है. उन्होंने प्रिडिक्शन किया है कि न्यूजीलैंड के साथ इंग्लैंड की टीम फाइनल मुकाबला खेलने वाली है. उनका मानना है कि इंग्लैंड सेमीफाइनल में भारत को हरा देगा.  पीटरसन ने ट्वीट करते हुए लिखा, ‘तो रविवार को टी20 वर्ल्ड कप के फाइनल में न्यूजीलैंड बनाम इंग्लैंड होने वाला है और ये  अच्छा गेम होगा.’

बता दें, साल 2024 के टी20 वर्ल्ड कप में जब भारत और इंग्लैंड के बीच सेमीफाइनल मुकाबला हुआ था, तो टीम इंडिया ने इंग्लैंड को 68 रन से बड़े अंतर से हराया था. हालांकि, साल 2022 के टी20 वर्ल्ड कप के सेमीफाइनल में इंग्लैंड ने भारत को 10 विकेट से हराया था.

कैसा रहा है केविन पीटरसन का इंटरनेशनल करियर?

इंग्लैंड के लिए साल 2004 में केविन पीटरसन ने वनडे क्रिकेट में डेब्यू किया था. इसके बाद साल 2005 में उन्होंने टेस्ट और टी20 इंटरनेशनल में डेब्यू किया था. पीटरसन ने अपने इंटरनेशनल करियर में 104 टेस्ट, 136 वनडे और 37 टी20 इंटरनेशनल मुकाबले खेले हैं. जहां टेस्ट में उन्होंने 8181, वनडे में 4440 और टी20 इंटरनेशनल में 1176 रन बनाए हैं. केविन ने टेस्ट में 23 शतक और 35 अर्धशतक, वनडे में 9 शतक और 25 अर्धशतक जबकि टी20 इंटरनेशनल में 7 हाफ सेंचुरी जड़ा है.

Gujarat : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

0

દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદના પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક સ્તરે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ધાર્મિક સંવાદિતા અને સ્થાપત્યના વારસા અંગે નવો વિવાદ છેડ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી વિગતો મુજબ, ભરૂચના જૂના શહેર વિસ્તારમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં કેટલીક મહિલાઓએ ધાર્મિક વિધિ કે પૂજા કરી હોવાની વાત સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં મહિલાઓ મસ્જિદના સ્તંભો કે ચોક્કસ ભાગ પાસે પૂજા જેવી પ્રવૃત્તિ કરતી હોવાનું જણાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ મુસ્લિમ સમુદાય અને મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા આશ્ચર્ય અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

‘આસ્થા વિરુદ્ધ પુરાતત્વીય મર્યાદા’

આ વિવાદ માત્ર ધાર્મિક નથી, પરંતુ તે સ્થાપત્યના ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે. ભરૂચની આ જામા મસ્જિદ તેના વિશિષ્ટ કોતરણીકામ અને સ્તંભો માટે જાણીતી છે, જેમાં ભારતીય સ્થાપત્ય શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે.

હિન્દુ સંગઠનોનો તર્ક: કેટલાક પક્ષોનું માનવું છે કે આ સ્થળના પ્રાચીન મૂળ અને કોતરણી તે હિન્દુ કે જૈન મંદિર હોવાના સંકેત આપે છે, જેના કારણે આસ્થાના નામે ત્યાં પૂજા કરવામાં આવી હોઈ શકે.

મુસ્લિમ પક્ષની રજૂઆત: મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે આ સદીઓ જૂની ઈબાદતગાહ છે અને અહીં અન્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સમાન છે. તેમણે આ ઘટનાને શાંતિ ડહોળવાનો પ્રયાસ ગણાવ્યો છે.

તંત્રની ભૂમિકા અને સુરક્ષા

આ સંવેદનશીલ મુદ્દે ભરૂચ પોલીસ સતર્ક બની છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વીડિયોની સત્યતા તપાસી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. પુરાતત્વ વિભાગ (ASI) આ ઇમારતનું સંરક્ષણ કરે છે, તેથી તેમની ભૂમિકા પણ હવે આ વિવાદમાં મહત્વની બની શકે છે.

Top News : બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેકિંગ

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. હાલ પૂરતું કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ જ તમામ કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે. 

વડોદરા શહેરની વિવિધ શાળાઓ કોલેજ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકીના પગલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ તે દિવસે કોઇપણ પ્રકારની સ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. જેથી પોલીસ વિભાગે રાહતનો દમ લીધો હતો .

વડોદરા કોર્ટને ટૂંકા ગાળામાં બીજી વખત ઉડાવી દેવાની મળી ધમકી

અગાઉ પણ વડોદરા કોર્ટને બોમ્બની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો, જેની તપાસ અકોટા પોલીસ અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, કલાકોની તપાસ બાદ તે સમયે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. પરંતુ, આજે ફરીથી આવી જ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. કોર્ટ સંકુલમાં લોકોના ટોળેટોળા જામ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

તપાસ એજન્સીઓ એક્શનમાં

ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેલ ફરી એકવાર સક્રિય થયું છે જેથી આ મેલ કે મેસેજ ક્યાંથી આવ્યો છે તેનું મૂળ શોધી શકાય. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓ પાછળ કોઈ તોફાની તત્વોની છેડછાડ છે કે કોઈ ઊંડી વ્યૂહનીતિ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

National : મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના : ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો.10ના ઘણાં વિદ્યાર્થીઓ પકડાયા

0

મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી હોસ્ટેલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ પર તેમનાથી નાની ઉંમરના બાળકો સાથે રેગિંગના નામે ‘અપ્રાકૃતિક સેક્સ’ (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે સગીર આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની મુખ્ય વિગતો

નાશિક જિલ્લાની એક સરકારી હોસ્ટેલમાં, જ્યાં 60 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને હાલ 48 વિદ્યાર્થીઓ રહી રહ્યા છે. ધોરણ 10માં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ, ધોરણ 5 અને 6માં ભણતા માસૂમ બાળકો પર રેગિંગના બહાને છેલ્લા 6-7 મહિનાથી અત્યાચાર ગુજારતો હતો. ભોગ બનનાર બાળકોએ હિંમત એકઠી કરી 22 ફેબ્રુઆરીએ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટને આ અંગે જાણ કરી હતી.

તંત્ર અને હોસ્ટેલની બેદરકારી

રિપોર્ટ અનુસાર, જ્યારે આ ઘટના હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટના ધ્યાન પર આવી, ત્યારે તેમણે પોલીસને જાણ કરવાને બદલે આરોપી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેમને ઘરે લઈ જવા કહ્યું હતું. આ મામલે જ્યારે એક પીડિત બાળકના વાલીએ હિંમત દાખવી મંગળવારે પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસની કડક કાર્યવાહી

એસપી બાલાસાહેબ પાટીલે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત સ્ટાફ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિત ત્રણ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે, ઘટનાની જાણ હોવા છતાં તેમણે પોલીસને સમયસર જાણ કરી નહોતી.

સેફ સિટી અને સુરક્ષા પર સવાલ

આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓ અને સરકારી હોસ્ટેલોમાં બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રેગિંગ જેવી બદીના નામે બાળકોનું જે રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું, તેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે.

World : ઈરાનની મુશ્કેલી વધી… ઈઝરાયલ-અમેરિકાની સાથે મોટા દેશે મિડલ ઈસ્ટમાં પરમાણુ યુદ્ધ જહાજ ઉતાર્યું

0

મધ્ય પૂર્વમાં વકરી રહેલા ભયાનક સંઘર્ષ વચ્ચે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા એક મોટો સૈન્ય નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ફ્રાંસના ગૌરવ સમાન પરમાણુ સંચાલિત વિશાળ સૈન્ય જહાજ ‘ચાર્લ્સ ડી ગૉલ’ને બાલ્ટિક સાગરથી હટાવીને તાત્કાલિક મેડિટેરેનિયન(ભૂમધ્ય સાગર) તરફ રવાના થવાનો આદેશ આપ્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેનો જંગ વધુ વ્યાપક બની રહી છે અને સહયોગી દેશોના હિતો પર જોખમ વધી રહ્યું છે.

અબુ ધાબીમાં રાફેલ જેટ્સ તૈનાત અને હાઈ એલર્ટ

ફ્રાંસના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, અબુ ધાબી પાસે આવેલા અલ-ધફરા એર બેઝ પર તૈનાત રાફેલ ફાઈટર જેટ્સને હવે સક્રિય કરી દેવામાં આવ્યા છે. આ જેટ્સ ફ્રાંસના સૈન્ય મથકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે, ખાસ કરીને ઈરાની ડ્રોન્સ અને મિસાઈલ હુમલાઓ સામે વળતો જવાબ આપવા માટે તેઓ ચોવીસ કલાક તૈયાર છે. રવિવારે યુએઈમાં ફ્રાંસના એક બેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ આ સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરવામાં આવી છે.

વ્યૂહનીતિ: સાયપ્રસ અને દરિયાઈ માર્ગોની સુરક્ષા

સાયપ્રસ પર થયેલા હુમલા બાદ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ વધારાના એર-ડિફેન્સ એસેટ્સ અને ફ્રિગેટ ‘લેન્ગ્વેડોક’ સાયપ્રસના તટ પર મોકલવાનો નિર્ણય લીધો છે. ફ્રાંસની આ સૈન્ય વ્યૂહનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ફેલાયેલા પોતાના હિતોની રક્ષા કરવાનો છે. મેક્રોને ચિંતા વ્યક્ત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સીના માર્ગો બંધ થવાથી તેલ-ગેસની કિંમતો વધી રહી છે અને વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે.

આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સ્થિતિ ગંભીર

શનિવારે અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાની સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના સમાચાર બાદ ઈરાને વળતા પ્રહાર તેજ કર્યા છે. ઈરાન હવે ગલ્ફ દેશોમાં આવેલા પશ્ચિમી મથકોને નિશાન બનાવી રહ્યું છે. આ સંજોગોમાં ફ્રાંસની પરમાણુ શક્તિ ધરાવતા યુદ્ધજહાજની તૈનાતી સૂચવે છે કે યુરોપીય દેશો હવે આ જંગમાં સીધા સામેલ થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં મહાવિનાશની આશંકાઓને વધુ પ્રબળ બનાવે છે.

Sports : T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કારમા પરાજય બાદ દ.આફ્રિકાના કેપ્ટનનું દર્દ છલકાયું

0

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ ભાવુક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, “આ એક મોટો ફટકો છે. ભલે ચહેરા પર થપ્પડ નથી, પણ તેવું જ અનુભવાય છે. અમારે વધુ મજબૂત બનીને આગળ વધવું પડશે અને એક ટીમ તરીકે શ્રેષ્ઠ બનવું પડશે.”

ફિન એલનનું તોફાન અને આફ્રિકાનું સપનું રોળાયું

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને 8 માર્ચે અમદાવાદમાં યોજાનારા ફાઈનલનું સપનું તોડી નાખ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં 173/1 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કિવી ટીમની જીતનો અસલી હીરો ફિન એલન રહ્યો. જેણે માત્ર 33 બોલમાં અણનમ 100 રન ફટકારી ટી20 વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી નોંધાવી હતી.

ક્યાં ભૂલ કરી આફ્રિકાએ? માર્કરમનો ખુલાસો

માર્કરમે હારના કારણોનું વિશ્લેષણ કરતા જણાવ્યું કે, શરૂઆતમાં બોલ બેટ પર બરાબર આવતો નહોતો. પિચ થોડી ધીમી હતી અને ન્યૂઝીલેન્ડના બોલરોએ નવી ગેંગથી શાનદાર દબાણ બનાવ્યું હતું. માર્કરામે સ્વીકાર્યું કે, પિચને પકડવામાં અમારી ભુલ થઇ હતી. ટીમને લાગ્યું હતું કે પિચ સારી રમશે, પરંતુ વાસ્તવમાં તે અટકીને આવતી હતી. 170 રનનો સ્કોર લડાયક હતો, પરંતુ પાવરપ્લેમાં ફિન એલનની તોફાની બેટિંગે મેચ એકતરફી બનાવી દીધી હતી. ટીમ કદાચ 190 રન સુધી પહોંચી શકી હોત જો તેમણે વહેલા એડજસ્ટમેન્ટ કર્યું હોત.

ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક વિજય

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડે પહેલીવાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. આ અગાઉનો રેકોર્ડ 0-5 નો આફ્રિકાની તરફેણમાં હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલે આ જીતને ‘પરફેક્ટ પ્રદર્શન’ ગણાવ્યું છે. ટિમ સિફર્ટના 58 રને પણ જીતનો પાયો મજબૂત કર્યો હતો. હવે ન્યૂઝીલેન્ડ પાસે અમદાવાદમાં પોતાનું પ્રથમ ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. જ્યારે અત્યાર સુધી અજેય રહેલી આફ્રિકન ટીમ માટે આ હાર પચાવવી મુશ્કેલ બની રહી છે.

Business : ईरान पर अमेरिका के अटैक के बीच सोना धड़ाम, चांदी में भी सुस्ती; जानें क्या है आज का ताजा भाव?

मिडिल ईस्ट में बढ़ते संघर्ष के बीच गुरुवार को लगातार चौथे सेशन में सोने की कीमतों में गिरावट देखी गई. इस दौरान बेंगलुरु, मुंबई, दिल्ली, चेन्नई जैसे कई बड़े शहरों में 24 कैरेट, 22 कैरेट और 18 कैरेट सोने के भाव में कमी आई. इसके विपरीत, चांदी की कीमतें लगभग स्थिर रहीं.

दिलचस्प बात यह है कि घरेलू बाजारों में सोने की कीमतों में तब गिरावट आई है, जब इंटरनेशनल लेवल पर सोने की कीमतें मजबूत बनी हुई हैं, जिसे मिडिल ईस्ट में अमेरिका, इजरायल, ईरान के बीच बढ़ते तनाव से बल मिल रहा है.

24 कैरेट सोने के रेट में भारी कमी (24 Carat Gold Price)
भारत में 24 कैरेट सोने की कीमत में इस हफ्ते भारी गिरावट देखी गई. गुरुवार, 5 फरवरी को भारत में 24 कैरेट सोने का प्रति ग्राम रेट 98 रुपये प्रति ग्राम घटकर 16353 रुपये प्रति ग्राम हो गया. वहीं, 24 कैरेट सोने का प्रति 10 ग्राम रेट 980 रुपये घटकर 163530 रुपये और प्रति 100 ग्राम रेट 9800 रुपये घटकर 1635300 रुपये हो गया है.

22 और 18 कैरेट सोने की कितनी कम हुई कीमत?
गुरुवार को 22 कैरेट सोने की कीमतों में भी कमी आई. प्रति ग्राम इसमें 90 रुपये, प्रति 10 ग्राम 900 रुपये और प्रति 100 ग्राम 9000 रुपये की कमी आई है. इसी तरह से आज 18 कैरेट सोने का प्रति ग्राम रेट 73 रुपये प्रति ग्राम घटकर 12,263 रुपये प्रति ग्राम हो गया है. इसमें प्रति 10 ग्राम 730 रुपये और प्रति 100 ग्राम 7300 रुपये की गिरावट आई है.

कुछ बड़े शहरों में सोने का ताजा भाव
दिल्ली में आज 24 कैरेट सोने की कीमत प्रति ग्राम 16368 रुपये, 22 कैरेट सोने की कीमत प्रति ग्राम 15005 रुपये और 18 कैरेट सोने की कीमत प्रति ग्राम 12280 रुपये है.
मुंबई, कोलकाता, हैदराबाद, केरल, पुणे, बेंगलुरु में आज 24 कैरेट, 22 कैरेट और 18 कैरेट सोने की कीमत प्रति ग्राम क्रमश: 16353 रुपये, 14990 रुपये और 12265 रुपये है.
चेन्नई में आज 24 कैरेट सोना की कीमत 16495 रुपये प्रति ग्राम है. इसी तरह से 22 और 18 कैरेट सोने की कीमत प्रति ग्राम क्रमश: 15120 रुपये और 13039 रुपये है.
चांदी की कीमत (Silver Prices)
आज भारत में चांदी की कीमत 285 रुपये प्रति ग्राम और 2,85,000 रुपये प्रति किलोग्राम है. इसमें कल के मुकाबले कुछ बदलाव नहीं आया है. मुंबई, दिल्ली, कोलकाता, बेंगलुरु, वडोदरा और अहमदाबाद में आज 10 ग्राम की कीमत 2850, 100 ग्राम की कीमत 28500 रुपये और 1 किलो की कीमत 2,85,000 रुपये है. चेन्नई में आज चांदी की कीमत इन शहरों के मुकाबले प्रति 10 ग्राम 1000 रुपये ज्यादा यानी कि 2950 रुपये है.