Home Blog Page 346

World : ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પે ખુદને 10માંથી 15 રેટિંગ આપ્યું, કહ્યું – અમેરિકા મજબૂત સ્થિતિમાં…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન સેનાના પ્રદર્શનની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો છે કે યુદ્ધના છઠ્ઠા દિવસે અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને ઈરાની નેતૃત્વ તેમજ તેમની મિસાઈલ ક્ષમતા ઝડપથી નબળી પડી રહી છે.

ટ્રમ્પનું રેટિંગ અને સેનાની પ્રશંસા

વ્હાઈટ હાઉસમાં ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે યુદ્ધના મોરચે ખૂબ જ સારું કરી રહ્યા છીએ. જ્યારે મને કોઈએ પૂછ્યું કે તમે 10 માંથી આ સ્થિતિને કેટલું રેટિંગ આપશો, તો મેં કહ્યું – 15”. ટ્રમ્પના મતે, યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં અમેરિકાએ આશા કરતા વધુ પ્રગતિ હાંસલ કરી છે.

સમુદ્રી મોરચે મોટી સફળતા

યુદ્ધના છઠ્ઠા દિવસે સમુદ્રી મોરચે પણ એક મોટી ઘટના બની છે. અહેવાલો મુજબ, અમેરિકન સબમરીને શ્રીલંકાના દરિયાકાંઠા પાસે ઈરાનના એક મોટા યુદ્ધજહાજને ડૂબાડી દીધું છે. પેન્ટાગોને સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની મિસાઈલ ક્ષમતાઓને તોડી પાડવાનો અને તેમના સૈન્ય માળખાને નુકસાન પહોંચાડવાનો છે.

ઈરાની નેતૃત્વ પર દબાણ

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની નેતૃત્વના અનેક મહત્વના ચહેરાઓ અત્યારે અમેરિકાના નિશાના પર છે અને તેમના પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે સમન્વય સાથે આક્રમક સૈન્ય અભિયાન ચલાવી રહ્યા છે, જેના કારણે ઈરાનનો ડ્રોન અને મિસાઈલ સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

વધતો જતો પ્રાદેશિક તણાવ

મધ્ય પૂર્વમાં આ સંઘર્ષ હવે પ્રાદેશિક સ્થિરતા માટે મોટો પડકાર બની ગયો છે. ઈઝરાયેલે છેલ્લા 5 દિવસમાં ઈરાન પર 5000 થી વધુ બોમ્બ ઝીંક્યા છે, જેના કારણે તેહરાન સહિત આખા દેશમાં તબાહીના દ્રશ્યો છે. બીજી તરફ, નાટો (NATO) પણ આ જંગમાં કૂદવાની તૈયારીમાં હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

Sports : सेमीफाइनल मैच से पहले टीम इंडिया की बढ़ी टेंशन, संजू सैमसन बैन क्यों सोशल मीडिया पर कर रहा ट्रेंड, खेल पाएंगे आज

आईसीसी टी20 वर्ल्ड कप 2026 के दूसरे सेमीफाइनल से पहले सोशल मीडिया पर ‘संजू सैमसन बैन’ जमकर ट्रेंड कर रहा है. इस नॉकआउट मुकाबले में भारत और इंग्लैंड की टीमें एक-दूसरे से भिड़ेंगी. सोशल मीडिया पर ऐसी अटकलें लगाई जा रही हैं कि वेस्टइंडीज के खिलाफ सुपर-8 राउंड में मैच जिताऊ पारी खेलने के बाद संजू सैमसन ने आक्रामक अंदाज में जश्न मनाया था. इस जश्न मनाने के तरीके के कारण इंटरनेशनल क्रिकेट काउंसिल (आईसीसी) उनपर बैन लगा सकती है, जिससे फैंस काफी परेशान हैं.

संजू सैमसन हो सकते हैं बैन?
कोलकाता के ईडन गार्डन्स में रविवार यानी 1 मार्च को वेस्टइंडीज के खिलाफ विजयी चौका लगाने के बाद संजू सैमसन ने हेलमेट जमीन पर फेंककर घुटनों के बल बैठकर भगवान का धन्यवाद किया था. इसपर कुछ लोगों का मानना है कि हेलमेट ‘फेंकने’ का ये एक्शन आईसीसी के ‘क्रिकेट उपकरण के दुरुपयोग’ वाले नियम के तहत आ सकता है. फिलहाल, इस बात की कोई आधिकारिक पुष्टि नहीं हुई है कि आईसीसी संजू सैमसन के खिलाफ कोई कार्रवाई करने जा रही है. हालांकि, सोशल मीडिया पर चर्चा है कि अगर सैमसन दोषी पाए गए तो उन्हें एक मैच के लिए बैन किया जा सकता है.

क्या कहता है आईसीसी का नियम?
आईसीसी के आचार संहिता के अनुच्छेद 2.2 के तहत, खिलाड़ियों को क्रिकेट उपकरण का दुरुपयोग नहीं करना चाहिए. इसमें हेलमेट, बैट, स्टंप या किसी भी अन्य उपकरण को फेंकना शामिल है. अगर ये काम गुस्से में नहीं, बल्कि भावनाओं में किया गया हो, तब भी इसकी समीक्षा की जा सकती है और कार्रवाई हो सकती है.

इस नियम में ये भी आता है कि अगर किसी भी एक्शन से उपकरण या स्टेडियम की संपत्ति को नुकसान पहुंचता है, तो उसे नियम का उल्लंघन माना जाएगा. हाल ही में, स्कॉटलैंड के सलामी बल्लेबाज जॉर्ज मंसी को टी20 वर्ल्ड कप 2026 के एक मैच में आउट होने के बाद हेलमेट फेंकने पर एक डिमेरिट प्वाइंट दिया गया था. यानी ऐसे मामलों में कार्रवाई संभव है.

Surat : ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો આક્ષેપ

સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત 11 માર્ચને રાત્રે પુરી થાય છે. આ ટર્મ પુરી થાય તે પહેલાં શાસકો અને વિપક્ષ અચાનક વધુ પડતા એક્ટિવ થઈ ગયાં છે. ટર્મ પુરી થાય તે પહેલાં શાસકોની વિકાસનો વણઝાર કરવાની કવાયત થઈ રહી છે તો બીજી તરફ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વધુ વિરોધ કરનાર વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ અને શાસકો ની નબળી કામગીરીના મુદ્દા સાથે આક્રમક બની રહ્યો છે.

સુરત પાલિકાની વર્ષ 2021 ની ચૂંટણી પરિણામ બાદ ચુંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ હવે 11 માર્ચની મધ્યરાત્રીથી પુરી થવા જઈ રહી છે. અત્યાર સુધી શાસકોના વિકાસ નો ગ્રાફ થોડો ધીમો હતો. પરંતુ હવે શાસકો 11 માર્ચ પહેલાં ઢગલેબંધ કામો મંજુર કરવા તથા વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે મરણીયા બન્યા છે. સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં છેલ્લા એક મહિનામાં 228 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે હજી બે સ્થાયી સમિતિની બેઠક, વિવિધ સમિતિની બેઠક અને સામાન્ય સભાનું આયોજન થઈ રહ્યું છે તેમાં પણ ઢગલેબંધ કામો રજૂ કરવા તથા મંજુર કરવાની કવાયત થઈ રહી છે.

સુરતીઓ માટે મહત્વનો કહેવાતો એવો ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ પણ શાસકો ટર્મ પુરી થાય તે પહેલાં લોકાર્પણ કરી તેવું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ના ખાત મુર્હુત માટે પણ તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

તો બીજી તરફ પાલિકાની સામાન્ય સભામાં બજેટનો વિરોધ ન કરી સર્વાનુમતે બજેટ મંજુર થવા દીધું હતું. હવે આ વિપક્ષ પણ છેલ્લા દિવસોમાં આક્રમક બની રહ્યું છે. વિપક્ષના કોર્પોરેટરો એક પછી એક કૌભાંડ હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી રહ્યાં છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતા હોય તો પછી હાલ અચાનક કેમ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે તેની પણ ચર્ચા થઈ રહી છે.

હાલ વિપક્ષના કોર્પોરેટરો નવા નવા મુદ્દા અચાનક ઉઠાવતા થઈ ગયાં છે એક દિવસ પહેલાં વિપક્ષના એક કોર્પોરેટરે સબવાહીની પૂરતી ન હોવાની ફરિયાદ કરી હતી. તો આજે વધુ એક વિપક્ષી કોર્પોરેટરે : વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદારને અધિકારીઓની છત્રછાયા છે અને 4 મહિનાથી ઈજારદારે એક રૂપિયો પણ જમા નથી કર્યો છતાં તંત્ર પગલાં ભરતું નથી છતાં તંત્રએ પગલાં ભર્યા નથી. મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ માં અધિકારીઓ અને ઇજારદાર ની મિલીભગતનો આક્ષેપ કરવા સાથે તપાસ કરવા માટે માંગણી કરી છે. આમ ટર્મ પુરી થાય તે પહેલાં વિપક્ષ અનેક પ્રશ્નો ઉઠાવી કૌભાંડ થયાનો આક્ષેપ કરે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

World : હોર્મુઝમાં માત્ર ચીનના જહાજોને એન્ટ્રી, અન્ય દેશ પર પ્રતિબંધ, ડ્રેગનના નિર્ણય બાદ ઈરાનની ભેટ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પૈકીના એક એવા હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર ઈરાને આ માર્ગ પરથી માત્ર ચીની જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ચીને અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની ટીકા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાને સાર્વભૌમ નેતાની ખુલ્લી હત્યા ગણાવીને રશિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

હોર્મુઝમાં પ્રતિબંધ બાદ વૈશ્વિક સપ્લાય ખોરવાયો

હોર્મુઝની સામુદ્રધુની એ ફારસની ખાડીને ખુલ્લા સમુદ્ર સાથે જોડે છે અને તે સંયુક્ત આરબ અમીરાત તથા કતાર જેવા દેશો માટે તેલ-ગેસ નિકાસની જીવનરેખા સમાન છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે જે એશિયાઈ બજારો ખાસ કરીને ભારત અને ચીન માટે અત્યંત મહત્વનો છે. ઈરાન દ્વારા આ માર્ગ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટો અવરોધ ઊભો થવાની અને ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા આવવાની ભીતિ છે.

ઈરાની લશ્કરનું જહાજોને કડક ચેતવણી

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે અને મંજૂરી વગર પસાર થનારા કોઈપણ જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલો કરવાનું જોખમ રહેશે. નિષ્ણાતોના મતે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે અને એશિયા સહિત યુરોપની ઉર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ ખર્ચ અને દરિયાઈ વીમાના દરોમાં પણ ધરખમ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

Ahmedabad : ધૂળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન્સની રમઝટ

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ક્લબ, પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં લોકોએ ડીજેના તાલે ઝૂમીને એકબીજાને ગુલાલથી રંગ્યા હતા. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ઉત્સાહ અને ઉમંગના આ પર્વમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ખુશીઓ વહેંચતા સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.

ક્લબ્સમાં મડ હોળી અને રેઈન ડાન્સની મજા

બીજી તરફ, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી વિવિધ ક્લબમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં લોકોએ હવામાં અબીલ-ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો હતો. અનેક સ્થળોએ યુવાનો ‘મડ હોળી'(કાદવની હોળી) અને વોટર બલૂન્સથી રમતા જોવા મળ્યા હતા, તો ક્યાંક ડીજેના તાલે રેઈન ડાન્સની જમાવટ જોવા મળી હતી.

સેલ્ફી અને સંગીત: યાદગાર બની ધુળેટી

અમદાવાદની જાણીતી ક્લબમાં આ વર્ષે ધુળેટીનો નજારો કંઈક અલગ જ હતો. અહીં ભારતીય યુવક-યુવતીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ રંગોત્સવમાં જોડાયા હતા. યુવાનોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને લોકોએ વિદેશી મહેમાનો સાથે સેલ્ફી પડાવી આ ક્ષણને યાદગાર બનાવી હતી. ડીજેના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. ખાસ કરીને પ્રાઈવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ડ્રમ્સ અને કલર શોર્ટ્સ જેવી સુવિધાઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

રેઈન ડાન્સ અને ડીજેના તાલે ઝૂમ્યું અમદાવાદ

અમદાવાદના લોકપ્રિય પ્રવાસન સ્થળ કાંકરિયા ખાતે આવેલા વોટર પાર્કમાં પણ ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને બાળકો વોટર ટેન્કર અને રેઈન ડાન્સની મજા માણતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે ‘ખાઈ કે પાન બનારસ વાલા’, ‘માય નેમ ઈઝ લખન’ અને ‘નાચ મેરી જાન’ જેવા સુપરહિટ ગીતોના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા.

Business : રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે

0

મ્યુચ્યુઅલ ફંડ હાઉસોને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના નવા નિયમોનું પાલન કરવા માટે લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે, જેનો હેતું સ્કિમો વચ્ચે મોટાપાયે ઓવરલેપને રોકવાનો છે.

ઈલારા સિક્યુરિટીઝના એનાલિસીસ મુજબ, હાલમાં ૫૧ જેટલી સેક્ટરલ અને થીમેટિક સ્કિમો એક જ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં અન્ય ઈક્વિટી સ્કિમ સાથે ૫૦ ટકાથી વધુ પોર્ટફોલિયો ઓવરલેર ધરાવે છે. આ સરખામણીમાં લાર્જ-કેપ ફંડ્સને બાદ કરતાં અન્ય થીમેટિક ફંડ્સ અને ડાઈવર્સિફાઈડ ઈક્વિટી સ્કિમો બન્ને સાથે ઓવરલેપનો સમાવેશ થાય છે. જો કે, એવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે, જેમાં અર્થપૂર્ણ પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. રૂ.૧૦૦૦ કરોડથી ઓછી સંપત્તિ ધરાવતા ફંડોને બાદ કરતાં, ફક્ત ૧૩ સ્કિમો ૫૨ ટકાથી વધુ ઓવરલેપ દર્શાવે છે. એમ રિપોર્ટમાં જણાવાયું છે. બ્રોકરેજનો અંદાજ છે કે, લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડની એસેટ્સ માટે પોર્ટફોલિયો પુન:સ્થાપનની જરૂર પડી શકે છે.નિયમાક તંત્રએ નિયમનું પાલન કરવા માટે ફંડ હાઉસો માટે એક તબક્કાવાર અમલીકરણ સમયરેખા જારી કરી છે. ઓવરલેપિંગ એક્સપોઝરના લગભગ ૩૫ ટકાને પ્રથમ વર્ષમાં, બીજા ૩૫ ટકાને બીજા વર્ષમાં અને બાકીના ૩૦ ટકાને ત્રીજા વર્ષમાં સમાયોજિત-એડજસ્ટ કરવાની જરૂર પડશે. એકંદર બજાર પ્રવાહિતાના સંદર્ભમાં અને ગોઠવણ ત્રણ વર્ષ સુધી ફેલાયેલી છે, તે ધ્યાનમાં લેતા, એકંદર અસર ફિઝિકલી વિક્ષેપકારક લાગતી નથી, એવું બ્રોકિંગ રિપોર્ટનું કહેવું છે.

હકીકતમાં, બ્રોકરેજનો અંદાજ છે કે, વાસ્તવિક વેચાણની જરૂરિયાત ઘણી ઓછી હોઈ શકે છે. જો ફંડ હાઉસ દરેક ઓવરલેપિંગ જોડીની નાની સ્કિમમાં પ્રમાણસર રીતે પોઝિશન કાપે છે, તો સંચિત વેચાણ લગભગ રૂ.૬૧૩૫ કરોડ થઈ શકે છે. વધુ ઓપ્ટિમાઈઝ્ડ અભિગમ હેઠળ, જ્યાં સોદા ઘટાડવા માટે બધી સ્કિમોમાં ગોઠવણો કરવામાં આવે છે, વેચાણની જરૂરિયાત થોડી ઘટીને લગભગ રૂ.૫૮૯૦ કરોડ થઈ શકે છે. સૌથી વધુ ઓવરલેપિંગ એક્સપોઝર મોટાભાગે બેંકો, ટેલિકોમ અને ઈન્ડેક્સ હેવીવેઈટ જેવા અત્યંત પ્રવાહી લાર્જ-કેપ શેરોમાં કેન્દ્રિત છે, જે પ્રવાહને શોષવામાં સક્ષમ માનવામાં આવે છે.

Bollywood : પોલીસની વિનંતી બાદ રશ્મિકાએ રિસેપ્શનમાં ગેસ્ટની યાદી ટૂંકાવી

0

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું રિસેપ્શન ચોથી માર્ચે હૈદરાબાદમાં યોજાઇ રહ્યું છે. તેવામાં યુગલે પોતાના વેડિંગ રિસેપ્શન માટે એક પોસ્ટ શેર કરીને ફક્ત આમંત્રિતો જ આવે અને ચાહકો તેમજ અન્ય લોકો ઉમટી ન પડે તેવી અપીલ કરી છે.

રશ્મિકા અને વિજય પહેલાં તો તેલુહુ, હિંદી, તમિલ,મલયાલમ અને કન્નડ ફિલ્મ જગતની હસ્તીઓ, રાજકારણીઓ અને ઊચ્ચ ઓફિસરોને મોટાપાયે આમંત્રણ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ, ભીડ તથા ટ્રાફિક મેનેજમેન્ટની મુશ્કેલીઓ રજૂ કરી પોલીસે તેમને ગેસ્ટ લિસ્ટ ટૂંકાવવા જણાવ્યું હતું. તે પછી તેમણે નિમંત્રિતોની યાદી ટૂંકી કરી નાખી હતી. રિસેપ્શન સ્થળ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વીવીઆઈપી મુવમેન્ટ માટે વાહનોની અવરજવર પણ નિયંત્રિત કરાશે.

હૈદરાબાદમાં તાજેતરના સમયમાં સેલિબ્રિટીઝને નિહાળવા માટે ચાહકોની ભીડને લીધે ધક્કામુક્કીના અનેક બનાવ બન્યા હોવાથી પોલીસ કોઈ અનિચ્છનિય દુર્ઘટના ટાળવા માટે પૂરતાં પગલાં લઈ રહી છે.

National : नीतीश कुमार के राज्यसभा जाने पर किसने किया ये बड़ा दावा? ‘ये मानकर चलना चाहिए कि…’

नीतीश कुमार राज्यसभा जाएंगे या फिर बिहार के मुख्यमंत्री बने रहेंगे ये आज (गुरुवार) दोपहर बाद साफ हो जाएगा. इस बीच बयानबाजी तेज है. केंद्रीय मंत्री चिराग पासवान की पार्टी (एलजेपी रामविलास) की ओर से बड़ा दावा किया गया है. पार्टी के सांसद अरुण भारती ने साफ शब्दों में कहा है कि नीतीश कुमार ही मुख्यमंत्री रहेंगे.

अरुण भारती ने बिहार के मुख्यमंत्री नीतीश कुमार के राज्यसभा नामांकन भरने करने की संभावना पर कहा, “…नीतीश कुमार मुख्यमंत्री हैं और आगे भी वही मुख्यमंत्री रहेंगे. जब तक कोई आधिकारिक सूचना नहीं आ जाती तब तक हमें ये मानकर चलना चाहिए कि नीतीश कुमार मुख्यमंत्री हैं और वे बिहार के मुख्यमंत्री के रूप में बने रहेंगे…

“ललन सिंह बोले- ‘इसका फैसला नीतीश कुमार करेंगे’

दूसरी ओर केंद्रीय मंत्री राजीव रंजन उर्फ ललन सिंह ने बिहार के मुख्यमंत्री नीतीश कुमार के राज्यसभा नामांकन भरने करने की संभावना पर कहा, “इसका फैसला तो नीतीश कुमार करेंगे… मुख्यमंत्री को ही ये फैसला करना है. वो जहां भी जाना चाहेंगे जाएंगे. उनके द्वारा ही पार्टी बनाई गई है… नीतीश कुमार ने बिहार में जो करके दिखाया है उसकी कोई कल्पना भी नहीं कर सकता है. नीतीश कुमार ने बिहार को बनाया है. फिर भी ये फैसला नीतीश कुमार को करना है.”

Sports : ફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ફિન એલનની સદી

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં આજે(4 માર્ચ) ન્યૂઝીલેન્ડની જીત થઈ છે અને દક્ષિણ આફ્રિકા હાર્યું છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચની વિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

ન્યૂઝીલેન્ડની 9 વિકેટથી જીત, દક્ષિણ આફ્રિકા હાર્યું

T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે દક્ષિણ આફ્રિકાએ માત્ર 77 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્કો યાનસેને 30 બોલમાં અણનમ 55 રનોની ઈનિંગ રમીને ટીમની વાપસી કરાવી. ટ્રસ્ટન સ્ટબ્સે મહત્ત્વપૂર્ણ 29 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ ટીમ માટે મૈટ હેનરી, કોલ મૈક્કોન્ચી અને રચિન રવીન્દ્રએ 2-2 વિકેટ ઝડપી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ખતરનાક શરૂઆત કરી હતી. 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 173 રન બનાવીને 9 વિકેટથી જીત હાંસલ કરી લીધી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, દક્ષિણ આફ્રિકાની પહેલા બેટિંગ

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને દક્ષિણ આફ્રિકા પહેલા બેટિંગ આપી છે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન): ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, કોલ મેકકોન્ચી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન

દક્ષિણ આફ્રિકા (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કોર્બિન બોશ, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી.

National : તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો

0

 તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ડીએમકે(DMK) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી બેઠકોની ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. હોળીના પવિત્ર અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ગઠબંધન પર અંતિમ મહોર લગાવી દેવામાં આવી છે. લાંબા સમયની મથામણ અને અનેક રાઉન્ડની ચર્ચાઓ બાદ નક્કી થયું છે કે કોંગ્રેસ રાજ્યની 28 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ ડીએમકેએ કોંગ્રેસને એક રાજ્યસભા બેઠક આપવાનું પણ વચન આપ્યું છે.

કોંગ્રેસની 35 બેઠકોની માંગ સામે ડીએમકેની મક્કમતા

તમિલનાડુની કુલ 234 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ શરૂઆતમાં 35 બેઠકો અને 2 રાજ્યસભા બેઠકોની માંગ કરી રહી હતી, જ્યારે ડીએમકે 25થી વધુ બેઠકો આપવા તૈયાર નહોતું. આ મડાગાંઠ ઉકેલવા માટે કોંગ્રેસે વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી, પરંતુ સીધો રસ્તો નીકળી શક્યો નહોતો. અગાઉની ચૂંટણીમાં પણ ડીએમકેએ કોંગ્રેસને 25 બેઠકો આપી હતી, જેમાંથી કોંગ્રેસના 18 ધારાસભ્યો ચૂંટાયા હતા. આ વખતે કોંગ્રેસ વધુ મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરતી હતી, પરંતુ ડીએમકેએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ એક નિશ્ચિત મર્યાદાથી વધુ બેઠકો ફાળવી શકશે નહીં.

ખડગે અને સ્ટાલિન વચ્ચેની મંત્રણાથી આવ્યો ઉકેલ

જ્યારે વાતચીત અટકી પડી ત્યારે ખુદ મલ્લિકાર્જુન ખડગેએ મોરચો સંભાળ્યો અને એમ.કે. સ્ટાલિન સાથે વાત કરીને વચ્ચેનો રસ્તો કાઢ્યો. અંતે કોંગ્રેસ 28 બેઠકો પર સહમત થઈ છે, જે તેમની અગાઉની બેઠકો કરતાં 3 વધુ છે. આ એક મહત્ત્વની વ્યૂહનીતિ માનવામાં આવે છે કારણ કે ચૂંટણીના જંગમાં વિપક્ષી છાવણી સામે સત્તાધારી ગઠબંધને હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટૂંક સમયમાં જ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ બેઠક વહેંચણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.