Home Blog Page 353

Gujarat : ચંદ્રગ્રહણ ગુજરાતમાં સાંજે 6-36 એ અંશતઃ જ દેખાશે : 7-53એ ગ્રહણ પૂરૂં

0

ચંદ્રગ્રહણ દેશના સ્થાનિક સમય મૂજબ બપોરે 2 ક. 14 મિ. 25 સેકન્ડે શરૂ થશે પરંતુ, દરેક દેશના દરેક રાજ્યો-શહેરમાં તે અલગ અલગ સમયે અંશતઃ કે પૂર્ણ (ખગ્રાસ કે ખંડગ્રાસ) જોવા મળશે. ગુજરાતમાં તે સાંજે 6-36 વાગ્યે અંશતઃ જ દેખાશે. પરંતુ, દેશમાં તમામ સ્થળે ગ્રહણ પૂર્ણ થવાનો સમય સમાન સાંજે 7-53 વાગ્યાનો છે. 

સમગ્ર વિશ્વમાં 558 કરોડ એટલે કે 68.76 ટકા વસ્તી આ ગ્રહણ વધતા ઓછા અંશે જોઈ શકશે પરંતુ, તેમાં ગ્રહણનો સંપૂર્ણ તબક્કા તો માત્ર 250 કરોડ લોકો જ જોઈ શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 2.14 વાગ્યે પણ અંશતઃ ગ્રહણની શરૂઆત બપોરે 3.20 વાગ્યે થશે. સાંજે 4.34 એ પૂર્ણ ગ્રહણ શરૂ થશે અને સાંજે 5.30 વાગ્યે તે પૂર્ણ કક્ષાએ પહોંચશે.ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પૂર સહિત પૂર્વોતરના રાજ્યો તેમજ આંદામાન ટાપુમાં ગ્રહણ 100 ટકા દેખાશે ત્યારે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં તે અંશતઃ નજરે પડશે.

Gujarat : બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ

0

બાલાસિનોરથી વાયા સાવલી, વડોદરા થઇને ચાલતી આખા દિવસની એકમાત્ર એસટી બસ પણ લગભગ પાંચેક મહિનાથી મનઘડંત રીતે બંધ કરી દેવાતા વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો હેરાન થઇ ગયા છે. જેથી સત્વરે આ બસ ચાલું કરવાની માગણી ઉઠવા પામી છે.

તાલુકા મથક બાલાસિનોરનો ઘણો વેપાર-ધંધો વડોદરા સાથે જોડાયેલો છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગો માટે પણ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. તેવી સ્થિતિ વચ્ચે બાલાસિનોરથી બપોરે પોણા બાર વાગ્યે ઉપડતી એસટીની જંબુસરની બસ પાંચ મહિનાથી અધિકારીઓએ મનસ્વી રીતે બંધ કરી દીધી છે. આશ્ચર્યજનક રીતે આ બસમાં પૂરતો ટ્રાફિક મળતો હોવાછતાં અચાનક બસ બંધ કરી દેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર-કંડક્ટરની ઘટ અને અન્ય ભલામણવાળા રૂટ પર બસ ચલાવવા માટે આ રૂટ બંધ કરી દેવાયો છે. હવે કોઇને વડોદરા તરફ જવું હોય તો વાયા આણંદનો ધક્કો ખાવાની ફરજ પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ બાલાસિનોર એસટી ડેપોની આવી ઘણી બસો વારંવાર બંધ કરી દેવામાં આવે છે. જેને ફરી ચાલું કરાવવા માટે અગાઉ મોટા આંદોલન પણ થઇ ચૂક્યા છે. ત્યારે આ બસ મામલે પણ આવું કંઇ થાય તે ૫હેલાં સત્વરે બાલાસિનોરથી વાયા સાવલી થઇને જંબુસર જતી બસ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે.

Gujarat : દ્વારકામાં ફૂલડોલઃ ઠાકોરજી ચાંદીની પિચકારીમાં કેસુડા- કેસર જળથી રંગે રમશે

0

દ્વારકાના દ્વારકાધીશજી મંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂણમાના દિવસે હોવાથી તા.ત્રીજી માર્ચે જગતમંદિરમાં ધામક પરંપરા અનુસાર ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.  લાખો શ્રધ્ધાળુઓ, પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવવા દ્વારકા આવી ચુક્યા છે. આજે  ફાગણી પૂનમના દિવસે ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ હોઈ ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. રાત્રે ગોમતી ઘાટ  પર હોળી પ્રજ્જવલિત કરાઇ હતી.આજે  સવારે મંગળા આરતીથી રાત્રીના શયન આરતી સુધી શ્રીજીના દર્શન માટે જગત મંદિરે ભાવિકોનુ ઘોડાપૂર જોવા મળ્યું હતું. વારદાર પુજારી દ્વારા ઠાકોરજીને વિશેષ શણગાર કરાયા હતા. સાંજે દ્વારકામાં પરંપરાગત રીતે ગોમતી ઘાટ પાસે હોળી પાગટય બાદ તેમાંથી જયોત લઇ જઈ શહેરના અન્ય મુખ્ય ચોકમાં હોળી પ્રજવલિત કરાઇ હતી.

મંગળવારે જગત મંદિરે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. સવારથી જ જગતમંદિરે ભાવિકોનું ધોડાપૂર ઉમટી પડશે. મંગલા આરતી સવારે 5 વાગ્યે ઉજવાશે. અનોસર (મંદિર બંધ) બપોરે 1કલાકે થશે. ફુલડોલ ઉત્સવ આરતી બપોરે બે વાગ્યે થશે.

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. તેમા નિત્યક્રમના તમામ પ્રકારનાં વ્યંજનો સાથે વિશેષ ધાણી-દાળિયા, ખજુર, સૂકોમેવો, મગ,-ચોખા, તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે. ત્યારબાદ ફૂલડોલ ઉત્સવ આરતી કરાશે. ઉત્સવ આરતી દરમિયાન ફરીથી ઠાકોરજીને હસ્તમાં રંગોની પોટલી ધરાવાશે તેમજ ચાંદીની પિચકારીમાં કેસુડાનું, કેસરનું પાણી ભરી ઠાકોરજીને રંગે રમાડાશે તથા ઠાકોરજીને ધરાવેલ રંગોની પોટલીમાંથી અને પીચકારીથી ભાવિકોને રંગે રમાડાશે. દ્વારકાધીશજીના જય જયકાર વચ્ચે ભાવિકો અબિલ, ગુલાલથી રંગે રમશે. સમગ્ર મંદિર પરિસરમાં અબિલ-ગુલાલની છોળો ઉડશે અને ભાવિકો શ્રીજી સંગ ભાવભેર ફૂલડોલ ઉત્સવ ઉજવશે. 

Rajkot : શેરબજારમાં ઊંચા પ્રોફિટની લાલચે યુવકે રૂ. 87 લાખ ગુમાવ્યા

0

શેરબજારમાં ઉંચા પ્રોફીટની લાલચ આપી ડેનીશ નારણભાઇ ડોબરીયા (ઉ.વ. 30, રહે. પવિત્રમ વિંગ-એફ, મવડી) સાથે રૂ. 87.20 લાખની ઓનલાઇન ઠગાઇ થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ જ રીતે અગાઉ અનેક લોકો સાથે ઠગાઇ થઇ ચુકી છે. આમ છતાં વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે. 

ફરિયાદમાં ડેનીશે જણાવ્યું છે કે તેને રાધેક્રિષ્ના સ્ટીલ અને રૂષિકેશ સ્ટીલ નામની પેઢી છે. જ્યાં ફેબ્રીકેશનને લગતુ લોખંડ અને ગેલ્વેનાઇઝીંગ પાઇપનો ધંધો કરે છે. ગઇ તા.૫ના રોજ વ્હોટસેપમાં તેને એક શેરબજારનાં ગુ્રપમાં એડ કરવામાં આવ્યો હતો. જેનાં એડમીન તરીકે રાહુલ શર્મા નામ બતાવતું હતું. આ ગુ્રપમાં જુદા-જુદા સભ્યો ટ્રેડિંગ અને પ્રોફીટનાં ફોટા મુકતા હતા. એક દિવસ તેને રાહુલ શર્માએ કોલ કરી પોતે જાણીતી શેરબજારની કંપનીમાં પંદર વર્ષથી કામ કરતો હોવાનું કહ્યું હતું. સાથોસાથ કહ્યું કે તેનો ધ્યેય રોકાણકારોને સેવા આપી સ્ટોક બુક પ્રકાશીત કરવાનો છે. આ રીતે પોતાની લોકપ્રિયતા વધારવા માગે છે. આ જ કારણથી ગુ્રપ બનાવ્યું છે. અમેરિકામાં પણ એક ગુ્રપ ચલાવે છે. જેમાં પણ શેરની લે-વેચ કરે છે. વર્ષ દરમિયાન 500 ટકાનો પ્રોફીટ થાય છે. આ રીતે તેની વાતમાં આવી જતાં તેણે મોકલેલું ફોર્મ ભર્યું હતું.

એટલું જ નહીં તેના કહ્યા મુજબ એક એપ પણ ડાઉનલોડ કરી હતી. જેમાં પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું. રાહુલ શર્માએ તેને અલગ-અલગ બેંક ખાતાની માહિતી આપતા તેમાં રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર પછી તેને તે ગુ્રપમાંથી માહિતી લીક થાય છે તેમ કહીં બીજા ગુ્રપમાં સામેલ કર્યો હતો. જેમાં પણ તેણે પૈસા જમા કરાવ્યા હતા. એપમાં તેના વર્ચ્યુઅલ વોલેટમાં રૂ. 1.53 કરોડ જમા દેખાડતા હતા. જે રકમ ઉપાડવા માટે બીજી રકમ ભરવાનુ કહેવાયું હતું. જેથી તેણે તેમ પણ કર્યું હતું.આ રીતે કુલ રૂ. 87 લાખ જમા કરાવ્યા હતા. તેણે એલોટ થયેલા શેર વેંચી વિડ્રોલની રિક્વેસ્ટ નાખતા એપમાં રૂ. 89.94 લાખ ભરવાનું બતાવાતું હતું. જેથી શંકા જતા રકમ ભરી ન હતી. ઠગાઇ થયાનું સ્પષ્ટ થતા સાયબર ક્રાઇમનાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે જુદા-જુદા જે બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી તેના ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Ahmedabad : પુત્રી ઉપર કલર નાંખ્યો, ઠપકો આપતાં સગીરે ધક્કો મારતા પિતાનું મોત

ઓઢવમાં પુત્રી ઉપર સગીરે કલર નાંખ્યો હતો દાદીએ ના કહી છતાં માનતો ન હતો જેથી પિતાએ તેને ઠપકો આપીને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા અને માથામાં ઇંટ વાગતા બેભાન થઇ ગયા હતા. જેથી સારવાર દરમિયાન  મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતતમાં સારવાર દરમિયાન મોત ઃ ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

ઓઢવમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવ ખાતે રહેતા સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે વૃદ્ધા તેમની પૌત્રી સાથે ઓઢવ અર્બુદાનગર પાસે આવેલા મંદિરે હાજર હતા. તે સમયે ૧૭ વર્ષના સગીરે વૃદ્ધા અને તેમની પૌત્રીના માથા પર હોળીનો કલર નાખ્યો હતો. જેથી વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી હતી તેમ છતાં તે માનતો ન હતો. જેથી વૃદ્ધાએ ઘરે જઇને તેમના પુત્રને બોલાવ્યો હતો. યુવકે આવીને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇ ગયો હતો અને યુવકને ધક્કો મારતા નીચે પડી જતા માથાના ભાગે ઇંટ વાગી હતી જેથી બેભાન થઇ જતાં આસપાસના લોકોએ આવી ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Gandhinagar : રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડયું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરગાસણ ખાતે ટીપી-૨૯, એફ.પી. નંબર ૪૩૩ના પ્લોટમાં લાંબા સમયથી અવરોધરૃપ બનેલા ધામક દબાણને ગત મધ્યરાત્રિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે હવે ૬૫ લાખ લિટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું નિર્માણ કાર્ય શરૃ કરવામાં આવશે.

ગાંધીનગરમાં સરકારી જમીન ઉપર કરોડો રૃપિયાના દબાણો ઊભા થઈ ગયા છે ત્યારે આ સ્થિતિ નવા વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મહાનગરપાલિકાના ખુલ્લા રહેલા પ્લોટમાં કાચા પાકા દબાણોની સાથે ધામક દબાણ પણ ઊભા થઈ જતા હોય છે. કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ સરગાસણના ટીપી ૨૯માં રિઝર્વ રાખવામાં આવેલા ૧૯૫૦ ચોરસ મીટરના આ પ્લોટના ૨૫ ટકા વિસ્તારમાં ધામક દબાણ આવેલું હતું. આ પ્લોટ પર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ દબાણને કારણે કામગીરી અટકી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ અનેકવાર દબાણકર્તાઓને સમજાવવામાં આવ્યા હતા અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પરિણામ ન મળતા અંતે ગઈકાલે મધ્યરાત્રિએ પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સરગાસણ અને તેની આસપાસના વિસ્તારના અંદાજે ૮૦ હજારથી વધુ નાગરિકોને નર્મદાનું શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી મળી રહેશે. આ કામગીરી બાદ હવે આગામી દિવસોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના બાંધકામની પ્રક્રિયા ઝડપથી શરૃ કરવામાં આવશે. જેથી સ્થાનિક રહીશોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. તો કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં નવા અને જૂના વિસ્તારોમાં સરકારી જગ્યા ઉપર ઉભા થયેલા દબાણ હટાવવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે.

Panchmahal : ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’

0

ગુજરાત સહિત દેશભરમાં (2 માર્ચ, 2026)ના રોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. શુભ મુહૂર્ત પર હોલિકા દહન કરીને લોકોએ પોતાની અને પરિવારની સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થન કરી. રાજ્યમાં અનેક સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ એકતા હોળીનું ભારત દેશની આઝાદી પહેલાથી શહેરના સાથરીયા બજાર ખાતે આયોજન કરવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાનો પ્રતીક સમાન એકતા હોળીનું આયોજન કરવામાં આવી છે. ભારત દેશની આઝાદી પહેલાથી ગોધરાના સાથરીયા બજાર ખાતે આ રીતે દર વર્ષે હોળીમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈ-બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે શ્રધ્ધાપૂર્વક જોડાય છે. આમ, હિન્દુ-મુસ્લિમ એક થઈને તમામ ધાર્મિક વિધિ કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં હોલિકા દહનમાં હિન્દુ ભાઈ-બહેનો ઉપરાંત મુસ્લિમ, જૈન ધર્મના ભાઈ-બહેનો પોતાના નાના બાળકો તમામ એકસાથે હોલિકા માતાના ફેરા ફરે છે અને પ્રસાદી લઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ હોળીને એકતા હોળી નામ આપવામાં આવ્યું છે. ગોધરાની આ એકતા હોળી દેશના લોકોને એકતા અને ભાઈચારાથી રહીને ધર્મ અને નાત-જાતના ભેદભાવ ભુલવા સુંદરનો મેસેજ આપે છે. હિન્દુ-મુસ્લિમ એકતાનો આ ઉત્તમ ઉદાહરણ છે. 

Gujarat : મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો

0

 રિક્ષામાં બેઠેલા મુસાફરનો મોબાઇલ લૂંટી ફરાર થઇ ગયેલો આણંદનો રિક્ષાચાલક વડોદરા આવતાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૧૨મી એ એક સિનિયર સિટિઝન ગોત્રી વિસ્તારમાં રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે કોઇનો ફોન આવતાં વાત કરતા હતા.આ વખતે તેમને ઉતરવાનું સ્થળ આવી જતાં રિક્ષાવાળો ફોન લૂંટી ફરાર થઇ ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત રિક્ષા ચાલકની વિગતો મેળવી વાડી શાસ્ત્રી બાગ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.આણંદથી રિક્ષા લઇ આવતા અરબાઝખાન ઉર્ફે બક્કલ રસીદખાન પઠાણ(કંતાન નગર વસાહત, બોરસદ,મૂળ રહે.પેટલાદ)સામે ચોરી,લૂંટ, દારૃ જેવા એક ડઝન ગુના નોંધાયેલા છે.

Surendranagar : લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા

0

લખતર તાલુકાના કડુ ગામ પાસે રાત્રિના સમયે કળમ ગામના પુલ પાસે છેલ્લા ત્રણ દિવસમાં ફરી એકવાર એક સાથે બે વિશાળકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

લખતરના કળમ ગામના સ્થાનિક રહીશ રિવારની રાત્રીએ ડમ્પર લઈને કડુથી કળમ જઈ રહ્યા હતા. તે સમયે નર્મદા કેનાલના પુલ પર રાત્રિના સમયે એક સાથે બે અજગર જોવા મળતા  ચાલકે પોતાનું ડમ્પર ઉભુ રાખ્યું હતું. ડમ્પરનો અવાજ આવતા અજગર અંધારામાં પ્લાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ કડુ નજીક અજગર જોવા મળ્યો હતો. તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય નહેરના પ્રવાહમાં અજગર જેવા શરીરસૃપ જીવો તણાઈને આવતા હોય છે. જે પાણીમાંથી બહાર નીકળી સીમ વિસ્તારમાં આવી જાય છે ત્યારે અવાર નવાર કડુ ગામની આસપાસમાં જોવા મળતા અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ ઉઠવા પામી છે.

National : कल्कि धाम, संभल में दो जगतगुरुओं का ऐतिहासिक संगम

संभल (उत्तर प्रदेश) स्थित पावन कल्कि धाम में आयोजित दिव्य समारोह में जगतगुरु स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज एवं कल्कि धाम के पीठाधीश्वर जगतगुरु आचार्य प्रमोद कृष्णम का भव्य संत-सम्मिलन सम्पन्न हुआ।


इस पावन अवसर पर दोनों जगतगुरुओं ने एक-दूसरे को पुष्पमाला एवं भगवा शाल अर्पित कर हार्दिक बधाई दी। वैदिक मंत्रोच्चार और जयघोष के मध्य यह आध्यात्मिक संगम संत-समन्वय और सनातन एकता का प्रतीक बना।


दोनों जगतगुरुओं ने संयुक्त रूप से संकल्प लिया कि वे मिलकर सनातन धर्म की पताका को समस्त विश्व में लहराने हेतु सतत प्रयासरत रहेंगे तथा राष्ट्र, समाज और विश्व शांति के लिए कार्य करेंगे।
भक्तों को संबोधित करते हुए जगतगुरु स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज ने आशीर्वचन प्रदान करते हुए कहा कि सनातन धर्म मानवता का मार्गदर्शक है और हम सबका कर्तव्य है कि इसकी गरिमा और मर्यादा की रक्षा करें।
जगतगुरु आचार्य प्रमोद कृष्णम जी ने भी श्रद्धालुओं को आशीर्वाद देते हुए कहा कि कल्कि धाम आध्यात्मिक चेतना का महान केंद्र बनकर उभरेगा।
दोनों संतों ने विश्वास व्यक्त किया कि भगवान कल्कि का भव्य मंदिर शीघ्र ही पूर्ण रूप से निर्मित होकर राष्ट्र और विश्व के लिए आध्यात्मिक ऊर्जा का केंद्र बनेगा—यह हम सभी का सामूहिक संकल्प है।
कार्यक्रम का समापन शांति-पाठ, सामूहिक प्रार्थना एवं प्रसाद वितरण के साथ हुआ।