Home Blog Page 356

Surat : દહેજની ભૂખે લીધો પરિણીતાનો જીવ, પોલીસે દુષ્પ્રેરણાના ગુનામાં બેની ધરપકડ કરી

0

વરાછામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે. આ મામલે વરાછા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં દહેજ લોભી સાસરિયાઓના કારણે વધુ એક પરિણીતા બલી ચઢી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે વરાછા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

મૃતક રીતુબેનના લગ્ન લક્ષ્મીનારાયણ કુશવાહ સાથે થયા હતા. લગ્ન સમયે રીતુબેનના પરિવારે પોતાની શક્તિ મુજબ સોનું, રોકડ અને મોટરસાયકલ ભેટમાં આપ્યા હતા. તેમ છતાં, દહેજભૂખ્યા સાસરિયાઓ તૃપ્ત થયા નહોતા. રીતુબેનને તેમના પતિ લક્ષ્મીનારાયણ, સાસુ-સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણા-ટોણા મારીને પિયરમાંથી વધુ ₹2 લાખ લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

સાસરિયાઓના સતત ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને અંતે રીતુબેને અંતિમ ડગલું ભર્યું હતું. તેમણે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પરિવારે સાસરિયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.વરાછા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવાના (દુષ્પ્રેરણા) ગુનામાં પતિ સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Entertainment : એપ્રિલમાં શકીરા ભારતમાં મચાવશે ધૂમ, ટિકિટના ભાવ સાંભળીને ઉડી જશે હોશ!

0

પોપ સ્ટાર શકીરા લગભગ 19 વર્ષ પછી ભારત પરત ફરી રહી છે. શકીરાના ભારત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે ફક્ત બે શહેરોમાં જ પરફોર્મ કરશે. કોન્સર્ટ ટિકિટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

વાકા વાકા એહ એહ… આપણે બધાએ ચોક્કસ આ ગીત કોઈને કોઈ સમયે સાંભળ્યું અને ગાયું હશે. દક્ષિણ આફ્રિકામાં 2010 ના ફિફા વર્લ્ડ કપ માટે બનાવેલ, આ ગીતે બધાને નાચવા માટે મજબૂર કરી દીધા. આ ગીત કોલંબો સ્થિત ગાયિકા અને નૃત્યાંગના શકીરાએ ગાયું હતું, જેના કારણે તે વિશ્વના દરેક ખૂણામાં પ્રખ્યાત થઈ. શકીરાનો ભારતમાં પણ ભારે ક્રેઝ છે અને હવે ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે. લગભગ 19 વર્ષ પછી, શકીરા બધાને તેના સૂર પર નાચવા માટે ભારત આવી રહી છે. શકીરાનો કોન્સર્ટ ભારતમાં યોજાવાનો છે, જેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર શકીરાએ 2007માં મુંબઈમાં પોતાનો ઓરલ ફિક્સેશન ટૂર કર્યો હતો. હવે, તે ફરી એકવાર ભારત પરત ફરી રહી છે, જેનાથી તેના ફેન્સમાં ઉત્સાહ છે. શકીરા આખરે આ વર્ષે એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં પરફોર્મ કરવાની છે. શકીરાના કોન્સર્ટની આસપાસની ચર્ચા ટિકિટના ભાવ જેટલી જ ઊંચી છે. ભારે પ્રચાર પછી, શકીરાના કોન્સર્ટ ટિકિટની કિંમત 32,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

શકીરાના ઇન્ડિયા કોન્સર્ટે પહેલાથી જ ઘણી ચર્ચા જગાવી છે, અને શોની ટિકિટો હવે લાઇવ છે. લેટિના પોપ સેન્સેશન શકીરાના એપ્રિલ 2026 માં બે પર્ફોર્મન્સનું આયોજન છે. 2007 માં ઓરલ ફિક્સેશન ટૂર પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે. શકીરા 10 એપ્રિલે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે પર્ફોર્મ કરશે. ત્યારબાદ 15 એપ્રિલે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે તેમનો બીજો શો થશે.

મુંબઈ – 10 એપ્રિલ, મહાલક્ષ્મી રેસકોર્સ
દિલ્હી – 15 એપ્રિલ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ JLN
શકીરા કોન્સર્ટ ટિકિટ કિંમત
શકીરાના મુંબઈ કોન્સર્ટ માટે ટિકિટના ઘણા ઓપ્શન છે. સૌથી મોંઘી ટિકિટ, HSBC સ્ટારસ્ટ્રક લાઉન્જ પાસ, ₹32,000ની કિંમત છે. આમાં ₹28,500 ની મૂળ ટિકિટ કિંમત, ₹200 નો ડિલિવરી ચાર્જ અને ₹3,363 ની બુકિંગ ફી, GST સહિત શામેલ છે. અન્ય ઓપ્શનમાં પ્લેટિનમ લાઉન્જ માટે ₹24,500, VIP વિભાગ માટે ₹14,500 અને સામાન્ય પ્રવેશ માટે ₹6,000 નો સમાવેશ થાય છે. આ બધામાં વધારાની બુકિંગ અને ડિલિવરી ફી શામેલ નથી.

શકીરા મુંબઈ કોન્સર્ટ ટિકિટ કિંમત
HSBC સ્ટારસ્ટ્રક લાઉન્જ – 32,000 (સૌથી મોંઘી ટિકિટ)
પ્લેટિનમ લાઉન્જ ટિકિટ – 24,500
VIP વિભાગ માટે ટિકિટ – 14,500
જનરલ શો ટિકિટ – 6,000
આ પણ વાંચો- VIROSH : ‘તને મારી કદર જ નથી…!’, લગ્નના 3 દિવસ બાદ રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડાને કેમ આવું બોલી?

Gandhinagar : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

તેના માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.શહેરી વિકાસ માટે રાજ્ય સરકારના આયોજનની નોંધ લઇને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) દ્વારા ગુજરાતની 156 નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ કામગીરીના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર માટે ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના દિશાનિદર્શનમાં અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું નિર્માણ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે.

પાણીના પુન:ઉપયોગના લીધે લાખો લીટર પાણીને બચાવવામાં પણ સફળતા મળી છે. ટેક્નોલોજીના સમન્વયથી વધુ સારી રીતે કામગીરીનું નિરીક્ષણ શક્ય બન્યું છે અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસના વિઝનને સાર્થક બનાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની આ કામગીરીની નોંધ લઇને બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ માટેનો જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા 6 અને 7 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ દરમિયાન GUDMને ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવામાં આવશે.

National : ‘કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ…’, કેજરીવાલનો ખુલ્લો પડકાર

0

દિલ્હી કોર્ટ તરફથી કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત કર્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતરથી કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો છે. કેજરીવાલે પોતાને કટ્ટર ઈમાનદાર બતાવી ભાજપને ચેલેન્જ આપી છે કે, ‘જો કોઈ પુરવાર કરી દે કે તેમણે લાંચ લીધી છે તો તે રાજનીતિ છોડી દેશે. તેમણે દાવો કર્યો કે કેન્દ્રની સરકાર તેમનાથી નફરત કરે છે તે કારણે જ તેમના પર તપાસ બેસાડી દીધી.’

અરવિંદ કેજરીવાલે આજે રવિવારે જંતર મંતર પર આયોજિત રેલીમાં ભાજપની નીતિઓ પર આકરો હુમલો કરતાં કહ્યું હતું કે, ‘તેમણે IITમાં સૌથી સારા અંક મળ્યા હતા કારણ કે તે ભણતરમાં સારા હતા. હું અમેરિકા ભણવા જઈ શકતો હતો. મારા ઘણા મિત્રો અમેરિકા ગયા હતા. તે સમયે મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે આપણા દેશી હાલત ખૂબ જ ખરાબ છે. જો આપણે ભણેલા ગણેલા લોકો મોટી સંસ્થાઓમાં ડિગ્રી મેળવી અમેરિકા ચાલ્યા જઈએ તો આપણાં દેશની દેખભાળ કોણ કરશે. આપણાં દેશને કોણ સુધારશે. હું અમેરિકા ન ગયો, ભારતમાં જ રહ્યો, મને ખબર ન હતી કે કેન્દ્રની સરકાર મને આટલી નફરત કરે છે, તેમણે મારા વિરુદ્ધ ઘણી તપાસ કરાવી, દસ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ પૈસો ન મળ્યો, જો દિલ્હી સરકાર કોઈ ઠેકદાર, કોઈ વેન્ડર ઊભો થઈને એ કહે કે કેજરીવાલે મારા પાસે રૂપિયા માગ્યા હતા, તો હું રાજનીતિ છોડી દઇશ.’

અરવિંદ કેજરીવાલે એ પણ દાવો કર્યો કે, ‘ભાજપ સરકાર છેલ્લા 12 વર્ષથી દેશને બરબાદ કરી રહી છે. સમગ્ર દેશમાં પેપર લીક થઈ રહ્યા છે. અને વડા પ્રધાન પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. મોદીજી કહે છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે તો કોર્ટે કહી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. કેન્દ્ર સરકાર સોનમ વાંગચૂકથી ડરી રહી છે. સોનમ વાંગચૂકને જેલમાં ધકેલી દીધા, તેમણે તો પહ્મ ભૂષણ કે વિભૂષણ મળવું જોઈતું હતું.’

તેમણે દિલ્હી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના ઘણા વાયદા કરવામાં આવ્યા પણ એક પણ પૂરો કરવામાં આવ્યો નથી. ભાજપ સરકાર છેતરી રહી છે, આજે પણ લોકો કેજરીવાલની સરકારને યાદ કરીને કહે છે તે સરકાર સારી હતી.

Gujarat : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

0

આગામી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને દ્વારકાધીશજીના મંદિરમાં ઉજવવામાં આવનારા ફૂલડોલ મહોત્સવ 2026 અન્વયે જામનગરથી દ્વારકા જતા પદયાત્રીઓ તથા સેવા કેમ્પના સ્થળે ઉત્પન્ન થતા પ્લાસ્ટિક વેસ્ટના કલેક્શન અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ ઔધ્યોગિક એકમોના સહયોગથી પ્લાસ્ટિક વેસ્ટ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં જામનગર અને દ્વારકા સ્થિત ઉદ્યોગો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી., નયારા એનર્જી લી., ટાટા કેમિકલ્સ લી., એસ્સાર કંપની, આર.એસ.પી.એલ. લી., દિગ્વિજય સિમેન્ટ કંપની તથા અમદાવાદ સ્થિત નેપ્રા એન્વાયરમેન્ટલ સોલ્યુશન કંપની દ્વારા તેઓના સી.એસ.આર. તથા સી.ઈ.આર. અંતર્ગત જામનગરથી દ્વારકા હાઈવે ઉપર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરી તેનું વૈજ્ઞાનિક ઢબે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યું છે.

National : દુબઈમાં વિમાની સેવા બંધ હોવાથી અનેક ગુજરાતીઓ ફસાયા, પરત આવવા સરકારને કરી રજૂઆત

0

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. ત્યારે દુબઈમાં વારંવાર હુમલા થઈ રહ્યા હોવાથી ત્યાંની એર સ્પેસ બંધ કરવામાં આવી છે. જેથી અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ દુબઈમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 20 જેટલા પ્રવાસીઓ દુબઈની હોટેલમાં કેદ થવા મજબૂર બન્યાં છે. ગઈકાલે ફ્લાઈટની ટિકિટ હતી પરંતું વિમાન સેવા બંધ હોવાથી તેઓ દુબઈમાં ફસાઈ ગયા છે. લોકોએ સરકાર પાસે પરત આવવા માટે માગ કરી હતી.

મહેસાણા જિલ્લાના ત્રણ વેપારીઓ વ્યાપાર અર્થે દુબઈ ગયા હતાં. વિમાન સેવા બંધ થવાથી તેઓ દુબઈમાં જ અટવાઈ ગયા હતાં. 25 ફેબ્રુઆરીએ તેઓ દુબઈ ગયા હતાં. વતન વાપસી માટે સ્થાનિક સાંસદ સહિત સરકારને તેમણે રજૂઆત કરી હતી. આ ત્રણેય વેપારીઓએ વીડિયો બનાવીને સરકાર પાસે મદદ માગી હતી. બીજી તરફ પાલનપુરના 20 જેટલા યુવકો દુબઈમાં ફસાયા છે. તેઓ સુરક્ષિત હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ દર કલાકે વીડિયો કોલથી માહિતી લઈ રહ્યાં છે. આ યુવકોનું કહેવું છે કે, દુબઈમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હવાઈ હુમલાના કારણે તેમના પરિવારજનો ચિંતામાં છે.

National : ભારત હંમેશા શાંતિના પક્ષમાં, ઇરાન- ઇઝરાયલ યુદ્ધ વચ્ચે બોલ્યા પીએમ મોદી

0

કેનેડાના પીએમ ભારતના પ્રવાસે છે. ત્યારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મળેલી દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ હાલમાં ચાલી રહેલા યુદ્ધને લઇને મહત્વની વાત કરી.

કેનેડાના PM માર્ક કાર્ની ભારતની મુલાકાતે છે. સોમવારે દિલ્હીમાં તેઓ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા હતા. મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો, ત્યારબાદ દ્વિપક્ષીય મુલાકાત થઈ.વડા પ્રધાન મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ વેપાર, ઊર્જા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. બેઠક દરમિયાન, પીએમ મોદીએ કેનેડાને ભારતનો સારો મિત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સકારાત્મકતામાં સુધારો થયો છે, અને આનો શ્રેય પીએમ કાર્નીને જાય છે.

હાલમાં ચાલી રહેલા યુદ્ધને લઇને પીએમ મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચે થયા મહત્વના કરાર થયા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા શાંતિના ક્ષમાં છે. મિડલ ઇસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. વાતચીતથી સમાધાન કાઢો. ભારત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. માર્ક કાર્ને સાથે મુલાકાત બાદ, પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ પ્રતિક્રિયા આપી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અમે સંવાદ અને રાજદ્વારી વિશે વાત કરી રહ્યા છીએ. અમે આ દેશોમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ દેશો સાથે સંપર્કમાં રહીશું.

Gujarat : દ્વારકામાં જામ્યો હોળીની માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

0

દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. આજે ફૂલડોલ ઉત્સવ પહેલા અનેક વિદેશી પ્રવાસીઓ પણ ભગવાનના દર્શને પહોંચ્યા હતા. તેઓએ ભારતીય સંસ્કૃતિ અને હોળીના પર્વનો આનંદ માણી, શ્રદ્ધાળુઓ સાથે ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા હતા. દિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સુગમ દર્શન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, ફૂલડોલ ઉત્સવને લઈને ભાવિકો અને પદયાત્રિકો ઉમટી પડશે. ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો હાથી ગેટથી ગોમતી ઘાટના દર્શન કરીને છપ્પન સીડી મારફતે મંદિરમાં પ્રવેશ કરી શકશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે હાથી ગેટથી એક કિલોમીટર સુધીનું બેરિકેટિંગ કવચ ઊભું કરવામાં આવશે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી મંદિર પરિસરમાં પણ મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.

World : સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ‘અરામકો’ પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર

0

મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે દુનિયાભરના ઊર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાનના ડ્રોન હુમલાને કારણે સાઉદી અરેબિયાને તેની અત્યંત મહત્ત્વની અરામકો ઓઈલ રિફાઈનરી હાલ પૂરતી બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી આ વિસ્તારના એનર્જી સેક્ટર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન, વિશ્વના કુલ ઓઈલ સપ્લાયના 20% હિસ્સાનું વહન કરતી હોર્મુઝની સામુદ્રધુનીમાં(Strait of Hormuz) શિપિંગ અટકી પડતા ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડતોડ વધારો થયો છે. પરિણામે, વૈશ્વિક માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને બેરલ દીઠ 80 ડોલર સુધી પહોંચી ગઈ છે.

શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરૂદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી.

Ahmedabad : હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદ શહેરમાં આગામી હોળી-ધુળેટી અને રમઝાન માસના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝોન 5 અને ઝોન 6 વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં શાંતિ જળવાય તેમજ ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ઝોન-5 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા હિન્દુ-મુસ્લિમ વસ્તી ધરાવતા મિશ્ર વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ મેદાને ઉતર્યા હતા. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે. આ દરમિયાન રબારી કોલોની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયમ વિરુદ્ધ કારના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી હતી.

અમદાવાદ ઝોન 6 પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીની મુખ્ય વિશેષતા ટૅક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ છે, જેમાં ખાસ કરીને ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર નજર રાખવા માટે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રમઝાનની રાત્રે ધમધમતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 2 PI અને 5 PSI સહિતના વિશાળ પોલીસ કાફલાએ ફિલ્ડ પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. આધુનિક ડ્રોન ટૅક્નોલૉજીની મદદથી પોલીસ હવે માનવ આંખ પહોંચી ન શકે તેવા સંવેદનશીલ સ્થળોએ પણ બાજ નજર રાખી રહી છે, જેથી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે.