Home Blog Page 357

Entertainment : LIVE પરફોર્મન્સમાં છેડતી અંગે સપના ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો

0

હરિયાણવી ક્વીન સપના ચૌધરી હાલમાં ‘ધ 50’ શો માં નજર આવી રહી છે. સપનાનો દબંગ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. બવે આ શો માં સપનાએ એક ડાન્સર તરીકે પોતાની જર્ની પર વાત કરી છે. સપનાએ જણાવ્યું કે, ‘મેં મારા કરિયરમાં ખૂબ જ ખરાબ સમય જોયો છે. એક સમયે મારા જીવને પણ જોખમ હતું.’

સપનાએ જણાવ્યું કે, ‘મારી સામે લગભગ 35 કેસ નોંધાયેલા છે. ઘણી જગ્યાએ મારા પરફોર્મ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’ પોતાના કરિયરના ડાર્ક ફેઝ અંગે વાત કરતા સપના ચૌધરીએ કહ્યું કે, ‘2018માં બિગ બોસ કર્યા બાદ મેં વધુને વધુ સારા શો કરવાનું શરૂ કરી દીધું હતું. તે પહેલાં ઈવેન્ટ્સમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્યાં ક્યારેક નાસભાગ મચી જતી હતી તો ક્યારેક ખુરશીઓ ફેંકાતી, તો ક્યારેક ઝઘડા થતા. મારી સામે 35 કેસ છે કારણ કે મેં એક શો કર્યો અને ત્યાં નાસભાગ મચી ગઈ હતી. મારા પર બડૌદ, મેરઠ વગેરે વિસ્તારોમાં પ્રતિબંધ છે. મારા નામથી શો માટે પરવાનગી નથી મળતી.’

આ દરમિયાન સપનાએ પોતાના શોનો એક ભયાનક કિસ્સો પણ યાદ કર્યો. સપનાએ કહ્યું કે, ‘એકવાર અમારા ઘરમાં પૈસા નહોતા. હું અને મારી માતા સાથે બેઠા હતા. અમે માત્ર એ જ આશા કરી રહ્યા હતા કે કોઈ શો મળી જાય. પછી અચાનક મોડી રાત્રે મારો ફોન વાગ્યો. મને એક શો માટે ઓફર મળી જે આગલી રાત્રે થવાનો. તેઓએ મને પૂછ્યું કે શું તમે તે શો કરશો? મેં તરત જ હા પાડી દીધી. હું શો કરવા માટે એટલી એક્સાઈટેડ હતી કે મેં કોઈ વિગતો નહીં પૂછી. મેં એ પણ ન પૂછ્યું કે તે કેવા પ્રકારનો શો છે, તે ક્યાં થઈ રહ્યો છે, અથવા મારે શું કરવું પડશે?’

સપનાએ આગળ જણાવ્યું કે, ‘સાંજે અમે લોકોશન પર પહોંચ્યા. તે એક ફાર્મહાઉસ હતું. અમે જેવા અંદર ગયા તો મેં જોયું કે લગભગ 25-26 ટેબલ ગોઠવવામાં આવી છે અને પાછળની સાઈડ માત્ર બે ખુરશીઓ હતી. દરેક ટેબલ પર ખુલ્લેઆમ હથિયાર રાખવામાં આવ્યા હતા. ત્યાં હાજર તમામ લોકો ગેંગસ્ટર લાગી રહ્યા હતા. એવું લાગતું હતું કે કોઈ જેલમાંથી મુક્ત થયું હોય અને તેઓ તેને જશ્ન મનાવી રહ્યા હતા.’

સપનાએ જણાવ્યું કે, ‘પહેલા મેં એકલા ગીત ગાયું અને પછી કોઈની સાથે પરફોર્મ કર્યું. પણ જ્યારે હું એકલી પરફોર્મ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ સતત મારી પાસે આવી રહ્યો હતો અને મારા કાનમાં કંઈક કહી રહ્યો હતો. મારી માતાએ પૂછ્યું કે, તે શું કહી રહ્યો છે? મેં જવાબ આપ્યો કે અવાજને કારણે મને સ્પષ્ટ સંભળાયું નહીં. ત્યાં લગભગ 50-55 માણસો હતા. ત્યારબાદ મારી માતાએ તેમને વિનંતી કરી કે, પ્લીઝ અમને હવે જવા દો. પરંતુ તેમાંથી એકે કહ્યું કે, તમે કેવી રીતે જઈ શકો છો? ડાન્સ હજુ બાકી છે. પહેલા ડાન્સ કરો અને પછી જાઓ. શું અમે તમને પૈસા નથી આપ્યા?’ તે સમયે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને લાગ્યું કે તેઓ મને ગોળી પણ મારી શકે છે. હું સ્ટેજ પર ગઈ અને ડાન્સ કરવા લાગી. અચાનક તે જ વ્યક્તિ પાછળથી મારી પાસે આવ્યો અને મારા ગાલ પર કિસ કરી લીધી.

સપનાએ જણાવ્યું કે, ‘હું તરત જ સ્ટેજ પરથી ઉતરી ગઈ અને સ્ટેજ પાછળ જઈને બેસી ગઈ. મેં કહ્યું હતું કે, હું હવે આ નહીં કરી શકું. મને ફરક નથી પડતો કે આગળ શું થશે. મારી માતાએ મારો હાથ પકડ્યો અને એ લોકો સાથે વાત કરી. મારી માતાએ તેમને કહ્યું કે, તમે લોકો કોઈની દીકરી-બહેનને ઈનવાઈટ કરો છો અને પછી આવું વર્તન કરો છો.આ યોગ્ય નથી. પછી મારી માતા મને લઈને ત્યાંથી જવા લાગી. અમે બહાર જવા માટે જેમ-જેમ દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા, હું મારી માતાને બોલી રહી હતી કે, આ લોકો ગોળી મારી શકે છે. મને લાગી રહ્યું હતું કે, બુલેટ ગમે ત્યારે આવી શકે છે. કોઈક રીતે અમે ત્યાંથી બહાર નીકળી ગયા અને કારમાં બેઠા. કારમાં બેસીને મેં રાહતનો શ્વાસ લીધો. તે ખૂબ જ ખતરનાર મોમેન્ટ હતો.’

National : ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન

0

શ્રીનગર: ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લિમોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં કાશ્મીરથી કર્ણાટક સુધી શિયા મુસ્લિમો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા. કાશ્મીરમાં ૧૫ લાખથી વધુ શિયા મુસ્લિમો છે જેને પગલે અહીંના લાલ ચોક, સૈદા કાદલ, બડગામ, બંદીપોરા, અનંતનાગ, પુલવામા વિસ્તારમાં મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો એકઠા થયા હતા. છાતી કૂટતા અને અમેરિકા વિરોધી સુત્રોચ્ચાર કરતા અનેક લોકો જોવા મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહએ પણ ખામેનેઇના મોત પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશના અન્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંગઠનોએ ખામેનેઇને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા હતા.

ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાકૂબ અબ્બાસે કહ્યું હતું કે સોમવારે વિરોધ પ્રદર્શન કરીશું અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પુતળાનું દહન કરીશું. સમગ્ર દેશના શિયા મુસ્લિો ત્રણ દિવસ સોક પાળશે. પંજાબના લુધિયાણામાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા અને પુતળા દહન કરાયું હતું. કર્ણાટકના ચિક્કાબાલ્લાપુરમાં મૌન પાળવામાં આવ્યું હતું, સામે ચાલીને લોકોએ દુકાનો, શોપિંગ સેન્ટર વગેરે બંધ રાખ્યા હતા. આ એ જ જિલ્લો છે કે જ્યાં એક સમયે ખામેનેઇએ મુલાકાત લીધી હતી અને શિયાઓ માટેની કેટલીક ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૮૬માં અહીંના અલીપુરામાં ખામેનેઇએ મુલાકાત લીધી હતી.

Vadodara : દાંડિયાબજારમાં ‘રફતારનો કહેર’, બેફામ બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક વ્યવસ્થા જાણે કથળી હોય તેમ એક પછી એક ગંભીર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. આજે શહેરના મધ્યમાં આવેલા દાંડિયાબજાર વિસ્તારમાં વધુ એક હચમચાવી દેતો અકસ્માત સામે આવ્યો છે, જેમાં બે યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.મળતી વિગતો અનુસાર, દાંડિયાબજાર વિસ્તારમાં લકડી પુલ પાસે એક પુરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ બંને યુવતીઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી.

અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને યુવતીઓને 108 મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં બંનેની હાલત નાજુક હોવાનું અને તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક ચાલક અત્યંત ભયજનક ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઈક ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરાના માર્ગો પર વધી રહેલી વાહનોની ગતિ અને નિયમોનું ઉલ્લંઘન નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના ભરચક વિસ્તારોમાં પણ જો આવી રીતે કેટલાક લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા હોય તો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થાય છે.

National : ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર

0

મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ ભાગોમાં પડી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ગુપ્તચર એજન્સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ સુરક્ષા તૈનાત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ કે અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ અપાયા છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય.

ખામેનેઈના મોત બાદ ભારતના અનેક હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો ખામેનેઈના સમર્થનમાં એકજૂથ થઈને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

NATIONAL : श्री पंचदशनाम जूना अखाड़ा के नव नियुक्त जगतगुरु पूज्य स्वामी चक्रपाणि नन्द गिरि जी महाराज का दुग्धेश्वर मठ, गाजियाबाद आगमन


श्री पंचदशनाम जूना अखाड़ा के नव नियुक्त जगतगुरु पूज्य स्वामी चक्रपाणि नन्द गिरि जी महाराज का जूना अखाड़ा के अंतरराष्ट्रीय प्रवक्ता पूज्य महंत नारायण गिरि जी महाराज के स्नेहिल निमंत्रण पर दूधेश्वरनाथ मंदिर (दूधेश्वर मठ, गाजियाबाद) पधारना हुआ।इस पावन अवसर पर जगतगुरु बनने के उपरांत पूज्य स्वामी चक्रपाणि नन्द गिरि जी महाराज ने भगवान दूधेश्वर महादेव के श्रीचरणों में विधिवत पूजा-अर्चना कर आशीर्वाद प्राप्त किया। तत्पश्चात उन्होंने परम पूज्य नरेन्द्रानन्द सरस्वती जी महाराज का सादर अभिनंदन किया।


कार्यक्रम के दौरान नरेन्द्रानन्द सरस्वती (काशी पीठ के शंकराचार्य) ने स्वामी चक्रपाणि नन्द गिरि जी महाराज को पुष्पमाला पहनाकर जगतगुरु पद पर आसीन होने हेतु हार्दिक बधाई एवं मंगलकामनाएँ प्रदान कीं। यह क्षण सनातन परंपरा के लिए अत्यंत गौरवपूर्ण एवं ऐतिहासिक रहा।इस अवसर पर जूना अखाड़ा के अंतरराष्ट्रीय प्रवक्ता पूज्य महंत नारायण गिरि जी महाराज ने संकल्प व्यक्त किया कि सनातन धर्म की पताका को समस्त राष्ट्र एवं विश्व में और अधिक ऊँचाइयों तक पहुँचाया जाएगा। शीघ्र ही एक व्यापक कार्ययोजना बनाकर देश-विदेश में धर्म प्रचार, धर्म रक्षा, राष्ट्र रक्षा एवं गौ रक्षा के लिए विशेष अभियान चलाए जाएंगे।

सभा में यह भी निर्णय लिया गया कि समाज एवं राष्ट्र को नशे तथा पाश्चात्य अपसंस्कृति के दुष्प्रभाव से बचाने हेतु व्यापक जनजागरण अभियान प्रारंभ किया जाएगा। वि-धर्मियों द्वारा सनातन मूल्यों पर हो रहे आघातों का लोकतांत्रिक एवं संवैधानिक तरीके से सशक्त प्रतिकार किया जाएगा।कार्यक्रम में उपस्थित संत-महात्माओं एवं श्रद्धालुओं ने एक स्वर में सनातन धर्म के उत्थान एवं विश्व कल्याण हेतु अपने संकल्प को दोहराया।

जय सनातन धर्म।
हर हर महादेव।

BHAKTI : होली के दिन करें ये 5 आसान उपाय, पैसों की कमी को हमेशा के लिए दूर कर सकते हैं ये वास्तु टिप्स

होली के दिन किए गए छोटे-छोटे वास्तु उपाय आपके जीवन में बड़ा बदलाव ला सकते हैं. इस आर्टिकल में हम आपको होलिका दहन से लेकर मां लक्ष्मी पूजा और तिजोरी से जुड़े कुछ आसान उपायों के बारे में बताने जा रहे हैं, जिन्हें अपनाकर आप पैसों से जुड़ी परेशानियों को दूर कर सकते हैं और घर में सुख-समृद्धि और पॉजिटिव एनर्जी बनाए रख सकते हैं.

फाल्गुन मास की पूर्णिमा के साथ ही हवाओं में गुलाल की खुशबू और होली का उल्लास घुलने लगा है. लेकिन क्या आप जानते हैं कि यह रंगों का उत्सव केवल हुड़दंग और पकवानों तक सीमित नहीं है? ज्योतिष और शास्त्रों में होली के दिन को एक ‘सिद्ध काल’ माना गया है, यानी एक ऐसा महामुहूर्त, जब किए गए छोटे-छोटे बदलाव आपकी सोई हुई किस्मत को जगा सकते हैं और जीवन से नकारात्मकता का ‘दहन’ कर सकते हैं. इस बार होली 4 मार्च को हेगी.,अगर आप चाहते हैं कि इस बार की होली आपके घर में खुशियों की बौछार लाए, तो रंगों की मस्ती में डूबने से पहले ये पारंपरिक उपाय करना न भूलें.

  1. मुख्य द्वार का उपाय

घर की दहलीज ही वह स्थान है जहां से लक्ष्मी और सौभाग्य का प्रवेश होता है. होली की सुबह स्नान के बाद सबसे पहले मुख्य द्वार पर ताजे पानी में हल्दी और गंगाजल मिलाकर छिड़काव करें. द्वार के दोनों ओर सिंदू पितृ और कुलदेवता का वंदनर से ‘ॐ’ या ‘श्री’ लिखें. यह न केवल वास्तु दोष दूर करता है, बल्कि घर में किसी भी बुरी शक्ति के प्रवेश को रोकता है.

  1. पितृ और कुलदेवता का वंदन

किसी भी उत्सव की शुरुआत अपने मूल (Ancestors) को याद किए बिना अधूरी है. रंग खेलने निकलने से पहले अपने कुलदेवता और पितरों के नाम का एक दीपक जलाएं.

उपाय: एक थाली में गुलाल रखें. सबसे पहले उसे अपने आराध्य देव के चरणों में अर्पित करें. इससे आपके काम में आ रही बाधाएं दूर होती हैं, ईश्वर की कृपा बनी रहती है.

  1. भस्म का सुरक्षा चक्र
    होलिका दहन की राख (भस्म) को शास्त्रों में अत्यंत प्रभावशाली माना गया है.

उपाय : होली खेलने से पहले होलिका की थोड़ी सी राख लेकर अपने और परिवार के सदस्यों के माथे पर तिलक लगाएं. मान्यता है कि यह ‘कवच’ की तरह काम करता है, जो पूरे वर्ष आपको मानसिक तनाव और नजर दोष से बचाए रखता है.

4- काले तिल और नमक का टोटका
यदि आपको लगता है कि घर में अक्सर कलह रहती है या स्वास्थ्य संबंधी समस्याएं बनी रहती हैं, तो यह उपाय रामबाण है.

उपाय: होली की सुबह एक मुट्ठी काले तिल और थोड़ा सा सेंधा नमक लेकर पूरे घर में घूमाएं, फिर उसे घर से बाहर किसी सुनसान जगह पर फेंक दें या होलिका की आग में (यदि सुलग रही हो) डाल दें. यह घर की ‘नकारात्मक ऊर्जा’ को सोख लेने का सबसे सरल तरीका है.

5- दान
होली पर दान का विशेष महत्व है. अपनी क्षमता अनुसार किसी जरूरतमंद को सफेद खाद्य पदार्थ (जैसे चावल, चीनी या दूध) का दान करें.

लाभ: यह उपाय आपके शुक्र और चंद्रमा को मजबूत करता है, जिससे जीवन में सुख-सुविधाएं और शांति बढ़ती है.

Rajkot : બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી

0

રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવાનો છેલ્લા ઘણા સમયથી સીલસીલો શરૂ થયો છે. જો કે આ કૃત્યો કોણ કરી રહ્યું છે તે વિશે રાજ્યની પોલીસ અને એજન્સીઓ કોઇ માહિતી હજુ સુધી મળી નથી. આ સમયે રાજકોટ આવેલા રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે આ રીતે ધમકી આપનાર ‘સોર્સ’ વિશે માહિતી મળ્યાનું જણાવી ટૂંક સમયમાં આ બાબતે ખુલાસો થાય તેવા નિર્દેશો આપ્યા હતાં. 

ડો. રાવે આ બાબતને સંવેદનશીલ ગણાવી કહ્યું કે વિદેશ સ્થિત વીપીએનનો ઉપયોગ કરી મેઇલ અને ફેક કોલથી આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેના સોર્સ સુધી પહોંચી શકાયું છે. અમુક વખત સોર્સ દેશની બહારના પણ હોય છે તેમ કહી તેમણે આ પ્રકારની ધમકીઓ વિદેશથી મળતી હોવા તરફ અંગૂલીનિર્દેશ કરી કહ્યું કે આ માટે સેન્ટર ફોર એક્સલેન્સ અને હાઇએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાંચની ટીમો કાર્યરત છે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રવિવારે સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ડો. રાવે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ૨૦૨૪થી લઇ ૨૦૨૬ સુધીની ગુનાખોરી અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ અને પ્રાણઘાતક અકસ્માતો અંગે વિશેષ ધ્યાન રાખવા કહેવાયું છે.

રાજ્યમાં પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ માટે ગત સપ્ટેમ્બર માસથી એક જ એટલે કે ૧૧૨ નંબરની સેવા શરૂ કરવામાં આવી હતી. જે અંગે તેમણે જણાવ્યું કે આ સેવાનું મૂલ્યાંકન કરવામાં આવતા રાજકોટ શહેરમાં અગાઉ પોલીસનો રિસ્પોન્સ ટાઇમ જે ૧૨ થી ૧૪ મિનિટનો હતો તે હવે ઘટીને ૭ મિનિટનો થઇ ગયો છે. બીજી રેન્જમાં પણ આ સમયમાં ૫૦ ટકા જેવો ઘટાડો થયો છે. 

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને નાર્કોટિક્સ બાબતે વિશેષ  ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સિરિયસ ક્રાઇમના એક-બે બનાવને બાદ કરતાં મોટાભાગના ગુના ડીટેક્ટ થઇ ગયા છે. વધતા જતાં સાયબર ક્રાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે સાયબર ફ્રોડમાં ગોલ્ડન અવર હોય છે. એટલે કે ભોગ બનનાર જેટલી ઝડપથી ૧૯૩૦ ઉપર ફરિયાદ કરે એટલી ઝડપથી જ ટ્રાન્જેકશનના નાણાં રોકી શકાય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને ૫૦ કરોડ જેવી રકમ પરત કરાઇ છે. જો કે તેમણે કેટલી રકમ ગુમાવી તે અંગે કોઇ આંકડા જણાવ્યા ન હતાં. 

એકંદરે તેમણે સાયબર ફ્રોડના બનાવોમાં લોકો જાગૃત રહે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો.  રાજકોટના ઇતિહાસનુ સૌથી મોટુ જંગલેશ્વરનું ડિમોલીશન શાંતિપૂર્ણ રીતે પાર પડતાં આ માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતાં.

Gujarat : ભાદ્રોડ નજીક દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ

0

 સ્ટેટ મોનિટરિંગ સેલે મહુવાના ભાદ્રોડ નજીક દુધના ટેન્કરમાં છૂપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂના મસમોટા જથ્થાને ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પંજાબના પટિયાલાથી ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂ-બિયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સહિત કુલ રૂ.૧ કરોડથી વધારેના મુદ્દામાલ સાથે ડ્રાઈવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના પટિયાલાથી દુધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવીને મહુવા તરફ આવતો હોવાની ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંસ સેલની ટીમે મહુવા નજીકના ભાદ્રોડ ગામ પાસે હાઈ-વે પર આવેલા બુટિયાના નાળા પાસે વૉચ ગોઠવી હતી અને બુટીયાના નાળા પાસે જીજે-૦૨-ઝેડ-૮૨૩૨ નંબરનું દુધનું ટેન્કર આવતા તેને અટકાવી તલાશી લેતા દુધના ટેન્કરમાં છૂપાવેલી ૪૬૬ પેટીઓમાંથી રૂ.૭૮,૨૦,૧૮૪ની કિંમતની વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સાથે ટેન્કરના ડ્રાઈવર હનુમાનરાવ માંગીલાલ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૦૩ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં દારૂનો આ જથ્થો તે પંજાબના પટિયાલાથી ભરીને લાવ્યો હતો અને ભરત દેવાસી (રહે. રાજસ્થાન)એ મોકલાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોને મોકલવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ કરી આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Gujarat : લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ

0

લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે તાલુકામાં ૧૦૫૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

લખતર એપીએમસી ખાતે સરકાર દ્વારા નિર્ધારિત ગુજએગ્રો ફ્રેશ કોન્સોટીયમ પ્રોડયુસર કંપની લી. એજન્સી દ્વવારા રૂ.૧૬૦૦ પ્રતિ મણ ટેકાના ભાવથી લખતર એપીએમસીમાં વિધિવત રીતે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  ટેકાના ભાવે તુવેર વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં લખતર તાલુકાના કુલ ૧,૦૫૮ જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોને તુવેરના સારા અને પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી જોવા મળી હતી. 

લખતર એપીએમસી ખાતે તુવેર ખરીદીના પ્રસંગે લખતર એપીએમસીના હોદેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kheda : લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા

0

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. અશાંતધારાની બે અરજી માટે પીએસઆઈએ અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈને દબોચી લેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખંભાત લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પરસોત્તમભાઈ પટેલ સામે લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિગત મુજબ, એક અરજદાર પાસેથી અશાંતધારા હેઠળની બે અલગ-અલગ અરજી માટે પીએસઆઈ પંકજ પટેલે બે અરજીના રૂપિયા ૨૦-૨૦ હજારની લાંચ માંગી હતી.અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન પીએસઆઈ અને અરજદાર વચ્ચે થયેલી રકઝકના અંતે રૂપિયા ૩૦,૦૦૦માં સોદો નક્કી થયો હતો. એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન, જ્યારે પીએસઆઈ પંકજ પટેલ રૂ. ૩૦,૦૦૦ની લાંચ લેતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડયા હતા.