Home Blog Page 358

Sports : વિન્ડીઝને હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઈનલમાં, સંજૂ છવાયો, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

0

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

હવે ભારતની ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ મેચ

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.પોવેલ અને હોલ્ડર વચ્ચે 35 બોલમાં 76 રનની ભાગીદારી

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી સૌથી વધુ રન બોલર અર્શદીપે આપ્યા

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

સંજુ સેમસને મેચ જીતાડી, તિલકની પણ વિસ્ફોટ બેટિંગ

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

હોલ્ડર, જોસેફની 2-2 વિકેટ

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

Bollywood : સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ગજરાજ રાવ દાલમિયાના રોલમાં

0

 સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્રિકેટ જગતના તે સમયના બીસીસીઆઈ પ્રમુખ જગમોહન દાલમિયાની ભૂમિકા માટે ગજરાજ રાવની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળે છે. 

ફિલ્મમાં સૌરવના પિતાની ભૂમિકા માટે બોમન ઈરાની તથા માતાની ભૂમિકા માટે અપરાજિતા આધ્યાને સિલેક્ટ કરાયા હોવાનું કહેવાય છે. 

રાજકુમાર રાવ આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે પોતાને આ પાત્રમાં ઢાળવા માટે મહેનત શરુ કરી દીધી છે. વિક્રમાદિત્ય મોટવાનેના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું શૂટિંગ આગામી તા. ૧૬મી માર્ચથી શરુ થવાનું હોવાની ચર્ચા છે.  ફિલ્મનું શૂટિંગ કોલકત્તાના વિખ્યાત ઈડન ગાર્ડન  સ્ટેડિયમ ઉપરાંત લંડનનાં ઐતિહાસિક લોર્ડસ સ્ટેડિયમ ખાતે પણ થશે. રાજ કુમાર રાવ સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ કેટલોક સમય ગાળવાનો છે.

Himatnagar : આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, 6 કિલો ગાંજાના જથ્થો એકની ધરપકડ

0

હિંમતનગર શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે.

દરોડામાં ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આવાસ યોજનાના એક મકાનમાં માદક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યા હતા. ઘરની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં સંતાડીને રાખેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 3,20,650 રૂપિયા જેટલી થાય છે.

એકની ધરપકડ, બે આરોપીઓ ફરાર

પોલીસે આ મામલે મકાનમાં હાજર શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં અન્ય સવાભાઈ અને ભરત નામના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS Act (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પોશીનાથી કોણે મોકલ્યો હતો અને હિંમતનગરમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Gujarat : હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ

0

હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ  રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે હજાર પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના ૮૦૦ જવાનો તૈનાત રહેશે.

તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને  તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં ૭ ડી.સી.પી.,૧૧ એ.સી.પી.,૫૦ પી.આઇ., ૧૨૦પી.એસ.આઇ., બે હજાર પોલીસ જવાનો, એસ.આર.પી.ની ૪ કંપની, એસ.ડી.આર.ની ૧ પ્લાટૂન અને હોમગાર્ડના ૮૦૦ જવાનો સામેલ છે.

તદુપરાંત નદી, કૃત્રિમ તળાવ, નહેર, જળાશયોમાં નાહવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ જાહેર જગ્યાએ આવતા જતા લોકો પર, મકાન, મિલકત પર કાદવ, રંગ, કેમિકલ,રંગ મિશ્રિત  પાણી, તૈલી વસ્તુઓ નાખવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ હોળી ધૂળેટીના પૈસા ( ગોઠ) ઉઘરાવવા પર પણ  પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા તથા સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવશે.

Ahmedabad : સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે સરખેજ, રામોલ અને અમરાઇવાડી સહિતના વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો વિરૂદ્ધ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના રામોલ, અમરાઇવાડી અને સરખેજ વિસ્તારમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બીંગ નાઇટમાં મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ 2 - imageજેમાં પોલીસે ૧૦૦ જેટલી કાર અને ટુ વ્હીલરમાં ચેકિંગ કરીને  એમવી એક્ટ હેઠળ ૫૮ કેસ નોંધાયા હતા. જ્યારે દારૂ પીધેલી હાલતમાં ૧૦ શખ્સો અને  દારૂના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની હેરફેરમાં અગાઉ સંકળાયેલા પેડલરના ઘરે તપાસ કરવાની સાથે ૪૨થી વધુ માથાભારે ગુનાહિત વ્યક્તિઓની ચકાણસણી કરવામાં આવી હતી. પોલીસે કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આગામી સમયમાં અલગ અલગ  વિસ્તારોમાં પણ સરપ્રાઇઝ કોમ્બીંગ કરવામાં આવશે.

Gujarat : આમોદમાં લોહીતરસ્યા શ્વાનોનો કહેર, બાળકની ચીસથી ગુંજી ઉઠ્યું પ્રશાસનનું પાપ, તંત્રની નિંભરતા વચ્ચે માસૂમોના જીવ જોખમમાં

0

​આમોદ શહેર જાણે હડકાયા શ્વાનોના હવાલે હોય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. તંત્રના પોલા દાવાઓ અને કાગળ પરની કામગીરીની પોલ ખોલતા કિસ્સામાં વાંટા વિસ્તારમાં ૧૨ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો થતા સમગ્ર પંથકમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. મદ્રેસાથી ઘરે પરત ફરી રહેલા નિર્દોષ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કરનાર આ શ્વાનો હવે આમોદના રસ્તાઓ પર યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ ભરબજારમાં અને મસ્જિદ પાછળના વિસ્તારોમાં બાળકોની આંખો ફોડી નાખવા સુધીના હુમલાઓ થયા હોવા છતાં પ્રશાસન હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.​પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલી દેખાડાની કામગીરી માત્ર ધૂળ નાખવા બરાબર સાબિત થઈ છે, કારણ કે શ્વાનોનો આતંક ઓછો થવાને બદલે વધુ લોહિયાળ બન્યો છે. વારંવારની રજૂઆતો અને હોબાળા છતાં તંત્રની આ ગુનાહિત બેદરકારીએ સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડ્યા છે.

જો સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ શ્વાન-રાજનો કાયમી ઉકેલ નહીં લાવે, તો રોષે ભરાયેલી જનતા રસ્તા પર ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમોદની જનતા હવે ઠાલા આશ્વાસનો નહીં, પણ રસ્તા પર સુરક્ષિત ચાલવાની ખાતરી અને આ લોહીતરસ્યા શ્વાનોથી કાયમી મુક્તિ ઝંખે છે. આમોદની જનતાના લોહીથી ખરડાયેલા રસ્તાઓ પાલિકાના સત્તાધીશોની નિંભરતાની ચાડી ખાઈ રહ્યા છે. પાલિકા તંત્ર માત્ર કાગળ પર ઘોડા દોડાવવા અને આંકડાબાજીમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવમાં શહેરના રસ્તાઓ પર હિંસક શ્વાનો રૂપી યમદૂતો ખુલ્લેઆમ તાંડવ કરી રહ્યા છે. જનતાનો રોષ હવે સીમા વટાવી ચૂક્યો છે. લોકોનો સવાલ છે કે શું પાલિકાના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે? અત્યાર સુધીની ઠાલી અને દેખાડા પૂરતી કામગીરીએ પાલિકાની પોલ ખોલી નાખી છે. શહેરના કરદાતા નાગરિકો હવે કોઈ પણ બહાનાબાજી સાંભળવા તૈયાર નથી. જો આ રક્તપાત સમાન સમસ્યાનો ૨૪ કલાકમાં કાયમી અને ધારદાર ઉકેલ નહીં આવે, તો ઉગ્ર આંદોલનના ભડકા પાલિકાના સત્તાધીશોની ખુરશીઓ હચમચાવી દેશે તે નક્કી છે. આમોદની જનતા હવે આશ્વાસનો નહીં, પણ પરિણામ ઝંખે છે.

Article : શિકારી અને શિકાર: પ્રેમ નહીં, આ એક રમત છે

0

જ્યારે વફાદારીની કિંમત પસ્તાવાથી ચૂકવવી પડે છે
માનવ સંબંધોનો પાયો ‘વિશ્વાસ’ પર ટકેલો હોય છે. પરંતુ આજકાલના સમયમાં કેટલાક લોકો માટે સંબંધ એ લાગણી નહીં, પણ એક ‘રમત’ બની ગયો છે. કોઈનું દિલ તોડવું, વારંવાર દગો દેવો અને સામેવાળી વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ અમુક લોકોની આદત બની જતી હોય છે. પરંતુ યાદ રાખજો, કુદરતના ચોપડે દરેક હિંસા અને દરેક આંસુનો હિસાબ થાય છે.
૧. દિલ તોડવું એ ‘દેવું’ કરવા જેવું છે
કહેવાય છે કે કોઈની સંપત્તિ લૂંટી લેવી એના કરતા કોઈનો વિશ્વાસ લૂંટવો એ મોટું પાપ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને દગો આપો છો, ત્યારે તમે તમારા જીવનમાં એક ‘ભાવનાત્મક દેવું’ ઊભું કરો છો. ભલે અત્યારે તમને સજા ન મળે, પણ સમય જતાં આ દેવું વ્યાજ સાથે ચૂકવવું જ પડે છે.
૨. વારંવારની માફી અને સુધારાનો અભાવ
ઘણીવાર દગો આપનાર વ્યક્તિ પકડાઈ ગયા પછી માફી માંગે છે, પણ થોડા સમય પછી ફરી એ જ ભૂલ કરે છે. જ્યારે ભૂલ વારંવાર દોહરાવવામાં આવે, ત્યારે તે ‘ભૂલ’ નથી રહેતી પણ એ વ્યક્તિની ‘પસંદગી’ બની જાય છે. જે વ્યક્તિ તમારી માફીને તમારી કમજોરી સમજી લે છે, તેને તમારી લાગણીની કદર ક્યારેય હોતી નથી. સુધારા વગરની માફી એ માત્ર એક છેતરપિંડી છે, જેનો હેતુ માત્ર તમને રોકી રાખવાનો હોય છે જેથી તે ફરીથી તમારો ઉપયોગ કરી શકે.
૩. કમજોરી પર વાર અને બેશરમીની પરાકાષ્ઠા
સૌથી વધુ પીડાદાયક બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી નબળાઈઓ જાણતી હોય અને તેનો જ ઉપયોગ તમને દુઃખ આપવા માટે કરે. જે તમારી લાચારી જોઈને ખુશ થાય છે, તે ક્યારેય તમારો ‘પોતાનો’ હોઈ શકે નહીં.
શિકારી માનસિકતા: કેટલાક લોકો ‘સીરીયલ ચીટર’ હોય છે. તેઓ એક વ્યક્તિનો ઉપયોગ કરી, તેની લાગણીઓ સાથે રમીને બીજા ‘શિકાર’ તરફ આગળ વધી જાય છે. આવી વ્યક્તિઓ બેશર્મ બનીને ગમે તેટલા પાત્રો બદલે, પણ અંતે તેઓ અંદરથી એકલા જ રહી જાય છે.
૪. અહેસાસ ક્યારે થાય છે?
દગો દેનારને તરત જ સજા નથી મળતી. સજા ત્યારે મળે છે જ્યારે સમયનું પૈડું ફરે છે. જ્યારે એ જ વ્યક્તિ કોઈ બીજા પર અતૂટ વિશ્વાસ કરે અને તેને બદલામાં ‘ધોકો’ મળે, ત્યારે તેને સમજાય છે કે લોયલ્ટી (વફાદારી) શું હોય છે. બીજાની આંખના આંસુની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે પોતાની આંખમાંથી આંસુ વહે છે. કુદરતનો ન્યાય મોડો હોઈ શકે, પણ તે હંમેશા સચોટ હોય છે.
૫. તમારું આત્મસન્માન તમારી જવાબદારી
જો કોઈ વ્યક્તિ તમારી ભલાઈનો ‘પગલૂછણિયું’ (Doormat) તરીકે ઉપયોગ કરે છે, તો એ સંબંધમાંથી બહાર નીકળી જવું એ જ બુદ્ધિમાની છે.
નો કોન્ટેક્ટ રૂલ: જે વ્યક્તિ દરેક ડાળીએ બેસવાના શોખીન હોય, તેમને ક્યારેય કોઈ એક બગીચાની કદર હોતી નથી. મૌન અને દૂરી એ જ આવા લોકો માટે શ્રેષ્ઠ સજા છે.
જીવનમાં વફાદાર રહેવું એ સંસ્કાર છે, અને દગો દેવો એ ચરિત્રની નબળાઈ. જે તમારી નબળાઈ પર હસે છે તે ક્યારેય તમારો નથી હોતો. જે વારંવાર દગો આપીને ફરી માફી માંગે છે, તેને તમારા પ્રેમની નહીં પણ તમારી ઉદારતાની આદત પડી ગઈ છે.
યાદ રાખો, તમે કોઈના માટે ગમે તેટલા સારા બનો, પણ જો સામેવાળી વ્યક્તિના લોહીમાં જ બેવફાઈ હશે, તો તે મોકો મળતા જ ડંખ મારશે. એટલે જ, એવા દેવાદારોને કુદરતના ભરોસે છોડી દો, કારણ કે કુદરત જ્યારે વસૂલાત કરવા બેસે છે ત્યારે કોઈની ભલામણ ચાલતી નથી.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

Rashi : 02 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ:
આજનો દિવસ થોડો ઉતાર-ચઢાવ ભરેલો રહી શકે છે. ધૈર્ય રાખો અને વિચારીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં સાવધાની જરૂરી છે।

વૃષભ:
ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે।

મિથુન:
નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. મિત્રોનો સહયોગ મળશે. મુસાફરીના યોગ છે।

કર્ક:
ભાવનાઓ પર નિયંત્રણ રાખો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આરોગ્યનું ધ્યાન રાખો।

સિંહ:
માન-સન્માનમાં વધારો થશે. નેતૃત્વ ક્ષમતા નીખરશે. અધિકારીઓનો સહયોગ મળશે।

કન્યા:
કાર્યમાં વ્યસ્તતા રહેશે. મહેનતનું ફળ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખો।

તુલા:
જીવનસાથીનો સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં ભાગીદારી વધશે. મન પ્રસન્ન રહેશે।

વૃશ્ચિક:
ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. નિર્ણયો વિચારીને લો. ધૈર્યથી કામ લો।

ધનુ:
ભાગ્યનો સાથ મળશે. શિક્ષણ અને કારકિર્દી સંબંધિત બાબતોમાં સફળતા મળશે. શુભ સમાચાર મળી શકે છે।

મકર:
કામકાજમાં જવાબદારીઓ વધી શકે છે. પરિશ્રમથી સફળતા મળશે. આરોગ્યનું ધ્યાન રાખો।

કુંભ:
નવા અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મિત્રો તરફથી લાભ મળશે।

મીન:
મન આધ્યાત્મિકતા તરફ વળશે. માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે મધુર સંબંધો રહેશે।

Ahmedabad : નવરંગપુરાના ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય વન્યજીવ રેકેટનો પર્દાફાશ,લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.

લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન(Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, 7 પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં, 14 નાના-મોટા હૅમ્સ્ટર (Hamsters), 18 મીની લોપ (Mini Lop) સસલા અને 9 લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) જેવા પ્રાણીઓ ઝપડ્યા છે. 

આ સાથે પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા 6 આફ્રિકન ગ્રે પેરોટ (African Grey Parrot), 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ (Blue and Gold Macaw), 3 એક્લેક્ટસ પેરોટ (Eclectus Parrot), 4 સન કોનીપોર (Sun Conure), 2 ગાલા કોકાટુ (Galah Cockatoo), 1 સલ્ફર કોકાટુ (Sulphur-crested Cockatoo), તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે.

આરોપીએ રજૂ કરેલા પરિવેશ પોર્ટલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા હવે AMC, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનમાં વ્યવસાયિક સંવર્ધન કરવાથી સ્થાનિકોમાં ઝૂનોટિક રોગો ફેલાવવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.

Bollywood : The Kerala Story 2 : પહેલા દિવસે માત્ર 75 લાખ, બીજા દિવસે કમાણીમાં અધધધ ઉછાળો!

0

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2’ આખરે ઘણા વિવાદો પછી રિલીઝ થઈ. ટીઝર રિલીઝ થયા પછી જ ફિલ્મની ટીકા શરૂ થઈ ગઈ. આ મામલો કેરળ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. શરૂઆતમાં સિંગલ બેન્ચે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો હતો, જોકે, શુક્રવારે બાદમાં, કેસની સુનાવણી કરતી વખતે, ડબલ બેન્ચે સિંગલ બેન્ચના નિર્ણય પર સ્ટે મૂક્યો અને ફિલ્મને રિલીઝ માટે લીલી ઝંડી મળી ગઈ. જોકે કોર્ટમાંથી રિલીઝની મંજૂરી મળ્યા પછી પણ, ફિલ્મને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તેની કમાણીમાં સારો ઉછાળો જોવા મળ્યો.

ફિલ્મ વિવાદમાં કેમ છે?

ધ કેરલા સ્ટોરી 2એ 2023 માં સેટ થયેલ ધ કેરલા સ્ટોરીની સિક્વલ છે. જોકે, આ ફિલ્મની વાર્તા અલગ છે. પહેલી ફિલ્મમાં ત્રણ યુવતીઓની સ્ટોરી કહેવામાં આવી હતી જેમને કથિત રીતે ધાર્મિક પરિવર્તન માટે લલચાવીને આતંકવાદી સંગઠન ISIS માં જોડાવા માટે દબાણ કરવામાં આવે છે. જોકે, આ વખતે સ્ટોરી ષડયંત્રના ભાગ રૂપે ધાર્મિક પરિવર્તન પર આધારિત છે. જોકે, ઘણા લોકો ફિલ્મમાં નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓને નકારી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ફિલ્મની ટીકા કરી હતી અને તેને પ્રચાર ગણાવ્યો હતો.

‘ધ કેરલા સ્ટોરી 2’ માં કોણ કોણ છે?

સુદીપ્તો સેને પહેલો ભાગ દિગ્દર્શિત કર્યા પછી ધ કેરલા સ્ટોરી 2નું દિગ્દર્શન કામાખ્યા નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા ઓઝા, ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા, પૂર્વા પરાગ, સુમિત ગેહલાવત, અર્જન સિંહ, યુક્તમ અને અલકા અમીન છે. વિપુલ અમૃતલાલ શાહે અમરનાથ ઝા સાથે સ્ટોરી લખી છે, જેમણે ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું.