Home Blog Page 359

Mehsana : પીરોજપુરમાં ફૂલ જેવા ભૂલકાઓ ૩ વર્ષથી પતરાના શેડ નીચે ભણવા મજબૂર!

0

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પીરોજપુર ગામમાં વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. અહીં આંગણવાડીના નાનકડા ભૂલકાઓ છેલ્લા ત્રણ વર્ષથી પતરાના શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે. ગરમીમાં તાપ, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં ટપકતા પતરાં  અને આ બધાની વચ્ચે દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો. વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.  પ્રશ્ન એ છે કે શું આવી પરિસ્થિતિમાં ‘વિકાસ’ માત્ર કાગળ પર જ સીમિત છે? 

કડી તાલુકાના પીરોજપુર ગામમાં ત્રણ વર્ષ પહેલા આંગણવાડીની ઇમારત જર્જરીત જાહેર થતાં તેને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ નવી ઇમારત બનાવવાની જગ્યાએ નાનકડા ભૂલકાઓને પતરાના શેડ નીચે બેસાડવાની વ્યવસ્થા કરી દેવાઈ. ત્યાંથી આજ સુધી  ત્રણ લાંબા વર્ષોથી આંગણવાડી ખુલ્લા અને અસુરક્ષિત માહોલમાં ચાલી રહી છે. ઉનાળામાં તડકો ધગધગે છે, શિયાળામાં કડકડતી ઠંડી ચીરી નાખે છે અને ચોમાસામાં પતરાં ટપકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ શેડમાં ગાયો અને કૂતરાઓ પણ ઘૂસી આવે છે. એક બાજુ ગંદકી, બીજી બાજુ કુદરતી આફતો  અને વચ્ચે નાનકડા બાળકો શિક્ષણ લેતા નજરે પડે છે. 

ગામજનોએ અનેકવાર અધિકારીઓને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હકીકતમાં કોઈ જ કામગીરી હાથ ધરાઈ નથી. શું તંત્રને બાળકોના આરોગ્ય અને સુરક્ષાની ચિંતા નથી? દેશના વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પીરોજપુર ગામની આ તસ્વીર એ દાવાઓને પ્રશ્નાર્થમાં મૂકે છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ જ અસુરક્ષિત બને, ત્યારે દેશનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને આ નાનકડા ભૂલકાઓને સુરક્ષિત છત આપે છે.

“અહીં બાળકોને મોકલતા ડર લાગે છે. ગાયો અને કૂતરાઓ પણ આવી જાય છે. પણ બાળકોના ભવિષ્ય માટે મોકલવા પડે છે. સરકાર ઝડપથી યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ છે.”

Business : Vivo और iQOO के फोन होंगे महंगे? कई मॉडल्स की कीमत में होगी बढ़ोतरी, जानिए क्या है सच्चाई

भारतीय बाजार में Vivo और iQOO के कुछ लोकप्रिय स्मार्टफोन की कीमतें आज से बढ़ सकती हैं. हालिया रिपोर्ट्स के मुताबिक, इन कंपनियों की चुनिंदा सीरीज पर 1,500 से 2,500 रुपये तक की बढ़ोतरी देखने को मिल सकती है. हालांकि अभी तक दोनों ब्रांड्स की ओर से आधिकारिक पुष्टि नहीं की गई है. माना जा रहा है कि मेमोरी कंपोनेंट की बढ़ती लागत के कारण यह संशोधन किया जा सकता है.

Vivo T4 सीरीज पर संभावित असर

Vivo T4 को भारत में 8GB + 128GB वेरिएंट के लिए 22,999 रुपये, 8GB + 256GB के लिए 24,999 रुपये और 12GB + 256GB मॉडल के लिए 26,999 रुपये में लॉन्च किया गया था. लीक के अनुसार, तीनों वेरिएंट की कीमत में लगभग 2,000 रुपये की बढ़ोतरी हो सकती है. अगर ऐसा होता है तो नई कीमतें क्रमशः 24,999 रुपये, 26,999 रुपये और 28,999 रुपये तक पहुंच सकती हैं.इसी तरह Vivo T4R के मौजूदा वेरिएंट्स 8GB + 128GB (20,999 रुपये), 8GB + 256GB (22,999 रुपये) और 12GB + 256GB (24,999 रुपये)—में भी करीब 2,000 रुपये की बढ़ोतरी की संभावना जताई जा रही है.

वहीं Vivo T4x में अलग-अलग वेरिएंट पर अलग असर दिख सकता है. 6GB + 128GB मॉडल की कीमत करीब 1,500 रुपये बढ़ सकती है जबकि 8GB वाले वेरिएंट्स में लगभग 2,500 रुपये तक की छलांग लगने की चर्चा है.

iQOO Z10 लाइनअप भी आ सकता है दायरे में

iQOO Z10 के सभी वेरिएंट्स में लगभग 2,000 रुपये की सीधी बढ़ोतरी की संभावना जताई गई है. इससे 8GB + 128GB मॉडल की कीमत 24,999 रुपये तक जा सकती है जबकि 12GB + 256GB वेरिएंट करीब 28,999 रुपये तक पहुंच सकता है.

iQOO Z10R के स्टोरेज विकल्पों में भी समान वृद्धि की उम्मीद है.

वहीं iQOO Z10x में Vivo T4x जैसी संरचना देखने को मिल सकती है जहां बेस वेरिएंट में 1,500 रुपये और 8GB वेरिएंट्स में लगभग 2,500 रुपये की बढ़ोतरी हो सकती है.

Gujarat : પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ

0

પંચમહાલ જિલ્લાના શહેરા-મોરવા (રેણાં) રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કવાલી ગામેથી એક પરિવાર છકડામાં સવાર થઈને કલારિયા ગામે બેસણાના પ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન અણીયાદ ગામના ભરવાડ ફળીયા નજીકથી પસાર થતી વખતે અચાનક છકડો ચાલકે કાબૂ ગુમાવતા છકડો પલટી ખાઈ ગયો હતો. 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર એક મહિલા સહિત બે વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક શહેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

જે પરિવાર બેસણાના પ્રસંગે સાંત્વના આપવા જઈ રહ્યો હતો, તે જ પરિવારના બે સભ્યોના મોતના સમાચાર મળતા કવાલી ગામ સહિત મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર મામલે શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Business : યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા

0

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ વિશ્વભરના આર્થિક બજારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન અને એનર્જી સેક્ટર માટે મોટું સંકટ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે સોમવારે (બીજી માર્ચ) જ્યારે બજાર ખુલશે ત્યારે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારોમાં મોટો કડાકો જોવા મળી શકે છે.

ક્રૂડ ઓઈલ ભાવ વધી શકે છે

ઈરાન પ્રતિબંધો છતાં દૈનિક 3.3 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જેનો 80 ટકા હિસ્સો ચીન જાય છે. સૌથી ચિંતાજનક બાબત હોર્મુઝ સ્ટ્રેટ છે. વિશ્વનું 20 ટકા તેલ આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય, તો ક્રૂડ ઓઈલના ભાવમાં 5થી 10 ટકાનો ઉછાળો આવી શકે છે. હાલના 72 ડોલર પ્રતિ બેરલના ભાવ વધીને 80 ડોલરથી વધુ થઈ શકે છે.

સોનું અને ચાંદીના ભાવ વધશે!

જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકે છે. ભારતમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.85 લાખ રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે. જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.20 લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે 100 ડલરને પાર કરી શકે છે.

શેરબજાર અને ક્રિપ્ટોમાં કડાકો

યુદ્ધના સમાચાર આવતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. ભારતીય બજારમાં સોમવારે (બીજી માર્ચ)  સેન્સેક્સમાં 1થી 2 ટકાનો ઘટાડો થઈ શકે છે અને તે 80,000 પોઈન્ટની નીચે જવાની શક્યતા છે. અમેરિકી બજારમાં પહેલાથી જ ઘટાડો શરૂ થઈ ગયો છે. જ્યારે શનિવારથી જ ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

National : 2 मार्च को होलिका दहन आपके शहर में कब होगा ? देखें मुहूर्त

होलिका दहन धर्म की विजय और अधर्म के नाश का प्रतीक है इसलिए इसे शास्त्रसम्मत शुभ समय में करना आवश्यक माना गया है, ताकि धार्मिक ऊर्जा और सकारात्मक फल प्राप्त हों. यही वजह है कि होलिका दहन में भद्रा काल मुहूर्त जरुर देखा जाता है.

पुराणों में भद्रा में होलिका दहन करना अर्थात बुरे परिणाम को न्योता देने के समान है. होलिका दहन का मुहूर्त शहर अनुसार अलग-अलग होता है. जानें आपके शहर में होलिका दहन किस मुहूर्त में किया जाएगा.

क्यों 2 मार्च को होलिका दहन करना शुभ

होलिका दहन फाल्गुन पूर्णिमा पर प्रदोष काल में करने का महत्व है. इस साल फाल्गुन पूर्णिमा 2 मार्च को शाम 5.55 पर शुरू होगी और अगले दिन 3 मार्च को 5.07 पर समाप्त होगी.

अब चूंकि 3 मार्च को चंद्र ग्रहण शाम 6.20 तक रहेगा. इस दिन पूर्णिमा तिथि 5.07 पर ही समाप्त हो जाएगी. ऐसे में होलिका दहन के लिए 2 मार्च सबसे श्रेष्ठ दिन माना जा रहा है.

आपके शहर में होलिका दहन 2026 मुहूर्त

  • दिल्ली – शाम 6.20 – रात 8.50
  • भोपाल – शाम 6.24 – रात 8.51
  • लखनऊ – शाम 06.08 – रात 8.36
  • पटना – शाम 5.52 – रात 8.20
  • मुंबई – शाम 6.44 – रात 9.11
  • चंडीगढ़ – शाम 6.23 – रात 8.51
  • शिमला – शाम 6.21 – रात 8.50
  • जयपुर – शाम 6.29 – रात 8.57
  • वाराणसी – शाम 06.01 – रात 8.28
  • रायपुर – शाम 06.08 – रात 8.35
  • बेंगलुरू – शाम 6.29 – रात 8.54
  • चेन्नई – शाम 6.18 – रात 8.43
  • हैदराबाद – शाम 6.23 – रात 8.49
  • ईटानगर – शाम 5.17 – रात 7.45
  • कोलकाता – शाम 5.41 – रात 8.08
  • भुवनेश्वर – शाम 5.52 – रात 8.19
  • नागपुर – शाम 6.19 – रात 8.45
  • अहमदाबाद – शाम 6.43 – रात 9.11
  • रांची – शाम 5.53 – रात 8.20

भद्रा में होलिका दहन करने से क्या होता है

भद्रायां दहनं कार्यं न कदाचन बुद्धिमान्।

भद्राकाले कृतं कर्म विपरीतफलं लभेत्॥

भावार्थ- भद्रा काल में किया गया दहन शुभ फल नहीं देता, बल्कि विपरीत परिणाम दे सकता है. इसी कारण होलिका दहन सदैव भद्रा समाप्त होने के बाद ही किया जाता है.

Ahmedabad : સરદાર નગરમાં પોલીસના રહેણાક મકાનમાં દરોડા, વિદેશી બિયરનો જથ્થા સાથે એકની ધરપકડ

અમદાવાદના સરદાર નગરમાં પોલીસ દ્વારા દારૂના વેપલા પર કાર્યવાહી કરવામાં આવી છે. સરદાર નગર પોલીસે એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં બિયરના મોટા જથ્થા સાથે પોલીસે એક શખસની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, સરદાર નગરના રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં આવેલા એક ઘરમાં બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે 74,700 રૂપિયાની કિંમતના બિયરના કુલ 333 ટીન અને મોબાઈલ ફોન મળી કુલ 79,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ સ્થળ પરથી 22 વર્ષીય આરોપી પવન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ જથ્થો સપ્લાય કરનાર થાણેના રોહિત ગોરાવા અને છારાનગરના મુકેશ છારા નામના શખસો ફરાર છે. 

World : અમેરિકાની તાકાતનો પરચો જોવા તૈયાર રહેજો’, ઈરાનની સૌથી મોટા હુમલાની ધમકી મુદ્દે ટ્રમ્પની પ્રતિક્રિયા

0

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને ઈરાન દ્વારા અપાયેલી “ઈતિહાસના સૌથી વિનાશક હુમલા”ની ધમકી બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ હુમલો કરશે, તો અમેરિકા એવી તાકાતથી જવાબ આપશે જે વિશ્વએ પહેલા ક્યારેય જોઈ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની વરણી અને ઈરાની સેના દ્વારા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલાની ધમકી બાદ પ્રમુખ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, “ઈરાને કહ્યું છે કે તેઓ આજે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. પણ તેઓ આવું ન કરે તે જ તેમના માટે સારું છે, કારણ કે જો તેઓ હુમલો કરશે, તો અમે તેમના પર અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી પ્રચંડ તાકાતથી વળતો પ્રહાર કરીશું”.

મોજતબા ખામેનેઈ બન્યા છે નવા સુપ્રીમ લીડર 

આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. સત્તા સંભાળતાની સાથે જ તેમણે ઈઝરાયલ અને અમેરિકા સામે ‘ઈતિહાસના સૌથી વિનાશક ઓપરેશન’ની જાહેરાત કરી હતી, જેના જવાબમાં હવે ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે.

Rajkot : સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર

0

રાજકોટ સહિત રાજ્યમાં હાલ ધો. 10-12ની મહત્વપૂર્ણ પરીક્ષા ચાલી રહી છે, જે માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, પણ વાલીઓની ધીરજ અને માનસિક સ્થિતિની પણ કસોટી કરી રહી છે. આવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનનાં વિદ્યાર્થીઓએ કરેલા એક ચોંકાવનારા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, સંતાનોના રિઝલ્ટને લઈને વાલીઓ ભારે માનસિક દબાણ અને ‘સોશિયલ ઈમેજ’ની ચિંતામાં જીવી રહ્યા છે. 1233  વાલીઓ પર કરાયેલા આ મનોવૈજ્ઞાાનિક સર્વેના પરિણામો લાલબત્તી સમાન છે.

ખાસ સર્વે મુજબ, 63% વાલીઓ પરીક્ષા દરમિયાન માથાનો દુખાવો, એસિડિટી અને બ્લડ પ્રેશર જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મનોવિજ્ઞાાનની ભાષામાં તેને ‘સાયકોસોમેટિક’ લક્ષણો કહેવામાં આવે છે, જેમાં મનનો અતિશય તણાવ શરીર પર બીમારી બનીને દેખાય છે. આ ઉપરાંત, 54% વાલીઓએ સ્વીકાર્યું છે કે પરીક્ષા નજીક આવતા તેમના સ્વભાવમાં ચીડિયાપણું અને અકળામણ વધી જાય છે.સૌથી ચિંતાજનક પાસું સામાજિક દબાણનું છે. 66% વાલીઓને એવો ડર લાગે છે કે જો સંતાનને ઓછા ટકા આવશે તો સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરડાશે. જ્યારે પડોશીઓ કે સંબંધીઓ બાળકની તૈયારી વિશે પૂછે છે, ત્યારે ૪૦% વાલીઓ સંકોચ કે ક્ષોભ અનુભવે છે. આ આંકડા દર્શાવે છે કે વાલીઓ બાળકના ભવિષ્ય કરતા ‘લોકો શું કહેશે’ તે બાબત પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પર અદ્રશ્ય દબાણ ઊભું કરે છે. જે બાબતમાં નિષ્ણાતોનો મત છે કે, તણાવગ્રસ્ત વાલીઓ તણાવગ્રસ્ત સંતાનોનું નિર્માણ કરે છે

ખાસ સર્વેના વિશ્લેષણ મુજબ, વાલીઓ પોતે પણ પોતાનો તણાવ ઘટાડવા યોગ, સંગીત કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ કરતા નથી (63% ના કહી). જો વાલી પોતે શાંત અને સકારાત્મક રહેશે, તો જ વિદ્યાર્થી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકશે. વાલીઓએ સમજવાની જરૂર છે કે પરીક્ષાનું પરિણામ એ જિંદગીનું અંતિમ પરિણામ નથી. 

Surendranagar : ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ

0

સુરેન્દ્રનગરથી વિરમગામ હાઈવે પર છેલ્લા બે દિવસમાં અલગ અલગ ત્રણ અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. કાર ચાલકને બમ્પ નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લખતરથી સુરેન્દ્રનગર તરફ ખાનગી કંપનીની કાર જઈ રહી હતી. દરમિયાન કાર ચાલકને બમ્પ નહી દેખાતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝમર ગામના સાઈન બોર્ડ અને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સાઈન બોર્ડ અને વૃક્ષ બંને નીચે પડી ગયા હતા. જ્યારે કારને નુકસાન પહોંચ્યું હતુ. આ અકસ્માતને પગલે ઝમર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ૦૫ વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢયા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તેમજ કારમાં સવાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

World : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાને દુનિયા પર ફોડ્યો ‘ઓઈલ બોમ્બ’, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના વિરોધમાં એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લેતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) આ દરિયાઈ માર્ગ પર પોતાની મિસાઈલો અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. જેના કારણે અખાતી દેશોમાંથી થતી તેલ અને ગેસની નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘેરાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને $150 પ્રતિ બેરલને પાર કરી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે કોઈ ‘ઓઈલ બોમ્બ’થી ઓછું નહીં હોય.

દુનિયાની ઓઈલ સપ્લાયની કરોડરજ્જુ ઠપ

ઈરાનનું આ પગલું સીધી રીતે અમેરિકા અને તેના સાથી દેશો માટે એક મોટો આર્થિક પડકાર છે, જેના કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલી સાંકડી છે કે, તેના સૌથી ઓછા પહોળાઈ ધરાવતા ભાગમાં જહાજોને પસાર થવા માટે માત્ર 3 કિલોમીટરનો રસ્તો મળે છે. ઈરાને આ જ ‘નબળાઈ’ને પોતાનું હથિયાર બનાવ્યું છે. અખાતના આ સાંકડા રસ્તા પરથી વિશ્વનો અંદાજે 25 ટકા તેલ અને ગેસનો જથ્થો પસાર થાય છે, જે અટકી જવાનો સીધો અર્થ છે વૈશ્વિક સ્તરે ઊર્જાનું મહાસંકટ છે.

હોર્મુઝ બંધ થવાથી શું થશે?

તેલની ભારે અછત સર્જાશે. ભારત, ચીન અને જાપાન જેવા એશિયાઈ દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આ જ રસ્તા પર નિર્ભર છે. સપ્લાય અટકવાથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે.

વૈશ્વિક મોંઘવારીનો વિસ્ફોટ શક્ય. જ્યારે તેલ મોંઘું થશે, ત્યારે માલસામાનના પરિવહનથી લઈને વીજળી સુધી બધું જ મોંઘું થઈ જશે, જેનાથી વિશ્વભરમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જશે.

લશ્કરી અથડામણનો પણ ખતરો છે. અમેરિકાએ હંમેશા કહ્યું છે કે તે હોર્મુઝને ખુલ્લું રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં અમેરિકન નૌકાદળ અને ઈરાન વચ્ચે સમુદ્રમાં સીધી અથડામણ હવે નક્કી માનવામાં આવી રહી છે.