Home Blog Page 371

Gujarat : साणंद में माइक्रोन का मेगा सेमीकंडक्टर प्लांट एआई टेक्नोलॉजी के भविष्य को सशक्त बनाएगा

0

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के भगीरथ प्रयासों से भारत अब नेशनल सेमीकंडक्टर मिशन अंतर्गत सेमीकंडक्टर चिप उत्पादन क्षेत्र में भी डंका बजाने को तैयार है। आगामी 28 फरवरी, 2026 को गुजरात के साणंद में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी माइक्रोन टेक्नोलॉजी के अत्याधुनिक एटीएमपी (असेम्बली, टेस्टिंग, मार्किंग एवं पैकेजिंग) प्लांट का उद्घाटन करेंगे। साणंद में माइक्रोन सेमीकंडक्टर टेक्नोलॉजी इंडिया प्रा. लि. द्वारा 22,516 करोड़ रुपए का निवेश किया गया है और गुजरात में माइक्रोन की एटीएमपी सुविधा के शुरू होने से भारत में सेमीकंडक्टर क्षेत्र में नई क्रांति का शुभारंभ होगा।

माइक्रोन के साणंद प्लांट में 2000 लोगों की टीम कार्यरत, दिव्यांग नागरिकों के लिए भी अवसर

सेमीकंडक्टर क्षेत्र में गुजरात समग्र देश में नेतृत्व की भूमिका में है और मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के सघन प्रयासों से साणंद में माइक्रोन का प्लांट निर्धारित समयसीमा में कार्यरत होने जा रहा है। यह प्लांट एक एटीएमपी सुविधा है; जिसमें एसएसडी (सॉलिड स्टेट ड्राइव-हार्ड डिस्क प्रकार के स्टोरेज के लिए आधुनिक उपकरण) तथा रैम प्रकार के डीआरएएम एवं एनएएनडी उत्पाद तैयार किए जाएंगे। साणंद प्लांट में हाल में 2000 लोगों की टीम कार्यरत है, जिसमें आगामी समय में 5 हजार लोगों को सीधे रोजगार के अवसर उपलब्ध होंगे। माइक्रोन टीम के कथनानुसार यहाँ दिव्यांग नागरिक भी ऑपरेटर तथा टेक्निशियन के रूप में कार्य करते हैं और कौशल से सज्ज सभी तरह के नागरिकों के लिए नौकरी के अवसर उपलब्ध हैं।

साणंद प्लांट में तैयार होने वाले उत्पाद एआई टेक्नोलॉजी के लिए जरूरी

माइक्रोन टेक्नोलॉजी के अध्यक्ष तथा सीईओ श्री संजय मेहरोत्रा ने कहा कि वर्तमान टेक्नोलॉजी में; विशेषकर आर्टिफिशियल इंटेलिजेंस (एआई) में मेमोरी एवं स्टोरेज बहुत ही महत्वपूर्ण भूमिका निभाते हैं। उन्होंने कहा कि मजबूत मेमोरी तथा स्टोरेज सपोर्ट के बिना एआई प्रणालियाँ उचित ढंग से कार्य नहीं कर पाती हैं। जैसे-जैसे एआई अधिक तेज एवं रियल-टाइम रिस्पॉन्स देना शुरू करता है, वैसे-वैसे उसे अधिक तथा और अत्याधुनिक मेमोरी की जरूरत पड़ती है।

एटीएमपी प्लांट में किस प्रकार कार्य होता है ?

एटीएमपी प्लांट का कार्य वेफर चिप्स से शुरू होता है। सबसे पहले हम ये समझें कि एटीएमपी सविधा तक पहुँचने से पहले ये चिप्स किस तरह बनती हैं। सेमीकंडक्टर चिप बनाने की प्रक्रिया रेत (सैंड) से शुरू होती है। सबसे पहले रेत से प्योर सिलिकॉन को अलग किया जाता है। इस सिलिकॉन को पिघलाकर उसका सिलेंडर बनाया जाता है, जिसे इनगोट कहा जाता है। इस सिलेंडर को काटकर उसमें से सूक्ष्म प्लेट्स बनाई जाती हैं, जिसे वेफर्स कहा जाता है। इसके बाद फैब्रिकेशन प्लांट में इन वेफर्स पर इलेक्ट्रिक पैटर्न प्रिंट किया जाता है और कई आवरण (लेयर्स) उस पर चढ़ाए जाते हैं। इन आवरणों को फोटोलिथोग्राफी द्वारा उचित ढंग से नियोजित करने से वेफर्स पर ट्रांजिस्टर्स बनते हैं। इसके द्वारा वेफर्स पर मेमोरी बनती है और इन वेफर्स में मेमोरी चिप लगाई जाती है। इसके बाद वेफर्स के छोटे चौकोर टुकड़े किए जाते हैं, जिसे चिप कहा जाता है।

यह चिप इसके बाद एटीएमपी प्लांट में पहुँचती है। यहाँ पहले उसे असेम्बल किया जाता है। इसके बाद टेस्टिंग के चरण में उसकी स्पीड, मेमोरी तथा कार्य की संपूर्ण टेस्टिंग की जाती है। इसके बाद उसकी विवरणबद्ध मार्किंग कर अंत में उसकी पैकेजिंग की जाती है, जिससे वह मार्केट में पहुँच सके। साणंद प्लांट में विश्वभर के मार्केट के अनुरूप इंटीग्रेटेड सर्किट पैकेज, मॉड्यूल तथा सॉलिड स्टेट ड्राइव्स का निर्माण किया जाएगा। इसके लिए माइक्रोन की वैश्विक फैक्ट्रियों में निर्मित अत्याधुनिक डीआरएएम तथा एनएनडी वेफर्स मिलाकर उन्हें फाइनल मेमोरी उत्पादों में परिवर्तित किया जाएगा। ये उत्पाद एआई क्षेत्र में मेमोरी तथा स्टोरेज की बढ़ रही मांग को पूर्ण करने में सहायक होंगे।

X-X-X

National : बास्केटबॉल की नर्सरी राजनांदगांव की एक और उपलब्धि ।

0

तत्कालीन राजनांदगांव जिले एवं वर्तमान में मानपुर मोहला एवं अंबागढ चौकी जिले के आदिवासी अंचल ब्रह्मण लंजिया की रॉ टेलेंट के रूप में टेलेंट सर्च अभियान से चयनित सुनयना निषाद का चयन सशस्त्र सीमा बल में ।

बास्केटबॉल की नर्सरी राजनांदगांव की एक और रॉ टेलेंटेड प्लेयर के रुप में चयनित वनांचल की बालिका बास्केटबॉल खिलाडी का चयन सशस्त्र सीमा बल में हो गया है।
अंतर्राष्ट्रीय बास्केटबॉल प्रशिक्षक कालवा राजेश्वर राव एवं कालवा राधा राव के द्वारा प्रशिक्षित राजनांदगांव का यह सेंटर वनांचल एवं नक्सल प्रभावित क्षेत्र के के आदिवासी ,पिछड़ा वर्ग एवं गरीब तबकों के खिलाड़ियों को तैयार करने एवं उन्हें राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर पहुंचाने के लिए देश में जाना जाता है ।कालवा राजेश्वर राव छत्तीसगढ़ के विभिन्न क्षेत्रों में जाकर रॉ टेलेंटेड बालिकाओं को चयनित कर उचित प्रशिक्षण प्रदान करते है।इसी कडी 2012-13 में अंतर्राष्ट्रीय बास्केटबॉल प्रशिक्षक कालवा राजेश्वर राव ने तात्कालीन राजनांदगांव जिले मानपुर में वनांचल और नक्सल प्रभावित क्षेत्र की प्रतिभाशाली खिलाडिय़ों को खोजने के लिए टेलेंटे सर्च का आयोजन किया था। इस चयन ट्रायल में शासकीय पूर्व माध्यमिक विद्यालय ब्राम्हण लंजिया के शिक्षक पवन साहू अपने साथ अपने विद्यालय की कई बालिकाओं को चयन ट्रायल्स के लिए लेकर आयें थे। इन्हीं बालिकाओं में से एक बालिका सुनयना निषाद को उसकी उंचाई और स्पीड को देख कर चयनित किया था। तत्पश्चात उस बालिका को लेकर उनके शिक्षक पवन साहू उसे लेकर राजनांदगांव आये थे। उस बालिका को अंतर्राष्ट्रीय बास्केटबॉल प्रशिक्षक कालवा राजेश्वर राव एवं उनकी पत्नी कालवा राधा ने स्वयं के खर्च पर उन्हें राजनांदगांव में रखकर उन्हें ट्रेनिंग देना प्रारंभ किया और सुनयना निषाद का निःशुल्क एडमिशन युगांतर पब्लिक स्कूल राजनांदगांव में कराया। वनांचल की सुनयना ने बहुत जल्द अपनी प्रतिभा का लोहा मनवाया ।और जल्दी ही राज्य स्तरीय प्रतियोगिता में स्वर्ण ,सीबीएसई क्लस्टर बास्केटबाॅल प्रतियोगिता में स्वर्ण एवं सीबीएसई नेशनल बास्केटबॉल प्रतियोगिता में स्वर्ण पदक जीता । इसके पश्चात अंतर्राष्ट्रीय बास्केटबॉल प्रशिक्षक कालवा राजेश्वर राव एवं कालवा राधा राव ने सुनयना निषाद को भारतीय खेल प्राधिकरण प्रशिक्षण केंद्र राजनांदगांव की चयन ट्रायल्स दिलवायी उनकी प्रतिभा को देखते हुए उनका चयन भारतीय खेल प्राधिकरण प्रशिक्षण केंद्र राजनांदगांव की आवासीय योजना में हो गया । इसके पश्चात राजेश्वर राव एवं कालवा राधा राव ने उन्हें साइंटिफिक रुप से ट्रेनिंग देना प्रारंभ किया । सिस्टेमेटिक ट्रेनिंग एवं प्रापर डाइट के कारण सुनयना ने अपना सर्वश्रेष्ठ प्रदर्शन देना शुरू किया ।


उन्होंने विभिन्न सब जुनियर ,जुनियर एवं सिनियर राज्य स्तरीय शालेय बास्केटबॉल प्रतियोगिता में स्वर्ण पदक जीता ।उन्होंने सब जुनियर जुनियर एवं सिनियर नेशनल शालेय बास्केटबॉल प्रतियोगिता में स्वर्ण,रजत एवं कांस्य पदक पदक जीते इसके अतिरिक्त विभिन्न सीबीएसई क्लस्टर एवं नेशनल बास्केटबॉल प्रतियोगिता में स्वर्ण पदक जीता ।उन्होंने नासिक में आयोजित सब जुनियर नेशनल बास्केटबॉल चेम्पियनशीप में रजत पदक जीता । स्कूली शिक्षा समाप्त होने और भारतीय खेल प्राधिकरण प्रशिक्षण केंद्र राजनांदगांव से निकलने के पश्चात सुनयना निषाद को राव दंपत्ति ने अपने घर पर रखकर उनकी ट्रेनिंग प्रारंभ रखी एवं उन्होंने सुनयना कख एडमिशन निःशुल्क आई टी एम यूनिवर्सिटी ग्वालियर में करवाया । सुनयना ने लुधियाना में आयोजित सिनियर नेशनल बास्केटबॉल प्रतियोगिता में कांस्य पदक जीता । इसके अतिरिक्त सुनयना ने सर्बिया में आयोजित 3×3 विश्व स्कूल बास्केटबाॅल प्रतियोगिता और क्रोएशिया में आयोजित विश्व स्कूल बास्केटबाॅल प्रतियोगिता में भाग लिया । साथ ही साथ उन्होंने लुधियाना ,भावनगर उदयपुर ,चैन्नई में बास्केटबाॅल फेडरेशन ऑफ इंडिया द्वारा आयोजित विभिन्न सिनियर नेशनल बास्केटबॉल प्रतियोगिता में भाग लिया । उन्होंने भावनगर में आयोजित नेशनल गेम्स में भी भाग लिया ।


उन्होंने आई टी एम यूनिवर्सिटी ग्वालियर का प्रतिनिधित्व करते हुये विभिन्न पश्चिम क्षेत्र अंतर विश्वविद्यालयीन बास्केटबॉल प्रतियोगिता में दो बार स्वर्ण पदक और दो बार रजत पदक जीता। उन्होंने खेलों इंडिया युथ गेम्स और खेलों इंडिया यूनिवर्सिटी गेम्स में भाग लिया । उनकी प्रतिभा को देखते हुए सशस्त्र सीमा बल (SSB), ने उन्हें खेल कोटे के लिए दिल्ली ट्रायल्स के लिए बुलाया और उनके उत्कृष्ट प्रदर्शन को देखते हुए उन्हें खेल कोटे से चयनित किया है। वे उक्त नौकरी को ज्वाइन करने के लिए लखनऊ जा रही है ।इस उपलब्धि पर सुनयना निषाद उनके परिजनों और उनके प्रशिक्षक द्वय कालवा राजेश्वर राव एवं कालवा राधा राव को विभिन्न खेल संघो के पदाधिकारियों एवं खिलाडिय़ों ने बधाईयाँ दी है।

Gujarat : ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા ચંદ્રસિંહ રાઠવા ( શેખર )ની રજુઆત

0

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકામાં આવેલ ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ ની નિમણુંક માટે લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે સ્થાનિક યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફ શેખરભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ થી લગભગ માર્ચ ૨૦૨૪ થી કાયમી ડોક્ટરની જગ્યા ખાલી છે અને હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં બોન્ડ વાળા તાલીમી ડોકટર સેવા આપી રહ્યા છે જેના કારણે અમારા વિસ્તાર ના લોકોને મુશ્કેલી પડે છે અને ઘણી વખત પી એચ સી માં ડોકટર સાહેબ હાજર ના હોવાના કારણે દર્દીઓ ને ખાનગી હોસ્પિટલો નો સહારો લેવો પડે છે .

જેના કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા ના ખિસ્સા ઉપર માર પડે છે અને તેમાં પણ છેક પાવીજેતપુર અને બોડેલી સુધી લાંબા થવું પડે છે જે મોંઘું તો પડે જ છે સાથે સાથે ઘણી વખત સમયસર સારવાર ન મળતાં દર્દી ના જીવનું જોખમ વધી જાય છે અને બીજું કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ બીજા ૦૯ જેટલા સબ-સેન્ટરો જેવા કે ઘુટણવડ, ખાંડિયા-અમાદર, ઉમરવા, લીંબાણી, ઝાબ, મોટી બેજ, રાયપુર, અને કોલીયારીસંકળાયેલા છે અને કુલ ટોટલ ૨૪ ગામડાઓને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લાભ મળે છે. તો સરકાર શ્રી દ્વારા વહેલા માં વહેલી તકે કાયમી તબીબ ની નિમણૂક કરવામાં આવે તે ખુબજ જરૂરી છે જેના કારણે હોસ્પીટલ ની અન્ય સેવાઓ તથા કર્મચારીઓ ની સેવાઓ પણ વધુ સુસંગત થશે કારણકે આ પ્રાથમિક માં હાલ ૬૨ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. તો આ પંથકની જનતાના હિત માટે ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લા ના આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ખાસ રસ લઈ અને યોગ્ય નિર્ણય કરે તેવુ આ વિસ્તારની જાહેર જનતા પણ ઇચ્છી રહી છે.ત્યારે સૌ જનતા વતી યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફ શેખર ભાઈ રાઠવા એ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરેલ છે.. રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

Vadodara : બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં

0

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ડેરીની કુલ 13 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે.

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીની પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે: 28 ફેબ્રુઆરીના રોજ ભરાયેલા તમામ ફોર્મની કાયદેસરની તપાસ કરવામાં આવશે. 7 માર્ચ સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. આ તારીખ બાદ જ ખબર પડશે કે કેટલી બેઠકો પર સીધો જંગ જામશે. આ ચૂંટણીમાં સૌથી મહત્વના સમાચાર ઝોન-11 માંથી આવી રહ્યા છે. આ બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું છે. બરોડા ડેરીના વર્તમાન વાઈસ ચેરમેન જી. બી. સોલંકીએ આ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી છે.

National : NCERT પાઠ્યપુસ્તક વિવાદ, 38 નકલો કેમ બની સરકાર માટે ચિંતા?

0

ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાંથી ન્યાયતંત્ર સંબંધિત વિવાદાસ્પદ પ્રકરણ હટાવવામાં આવ્યું છે. છતાં માત્ર 38 વેચાયેલી નકલો હવે શિક્ષણ મંત્રાલય અને NCERT માટે મોટી મુશ્કેલી બની ગઈ છે.

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે NCERT દ્વારા ધોરણ 8 માટે તૈયાર કરાયેલા નવા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને લઈને તાજેતરમાં મોટો વિવાદ સામે આવ્યો છે. “Exploring Society: India and Beyond – Part II” નામનું આ પુસ્તક 24 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયું હતું અને તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 તથા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF) હેઠળ તૈયાર કરાયું હતું.

આ પુસ્તકના પ્રકરણ 4, “આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા” માં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના પેન્ડલોગ (લાંબા સમયથી લટકતા કેસો) વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાઓને લઈને વિવાદ ઊભો થયો. ખાસ કરીને, ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ અંગે કરાયેલા કેટલાક નિવેદનો પર Supreme Court of India એ કડક વાંધો વ્યક્ત કર્યો.

Business : ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોનને ઝટકો, પ્રીમિયમ બ્રાન્ડ્સ આગળ

0

ભારતીય સ્માર્ટફોન બજાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી બદલાઈ રહ્યું છે. એક સમયે બજાર પર રાજ કરનારા ચાઇનીઝ મોબાઇલ બ્રાન્ડ્સને હવે પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન પ્રથમવાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત મુખ્ય ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ એન્ટ્રી-લેવલ અને બજેટ સ્માર્ટફોનની માંગમાં આવેલા ઘટાડાને માનવામાં આવે છે.

₹20,000થી ઓછી કિંમતના સ્માર્ટફોન એક સમય સુધી ભારતીય બજારનો સૌથી મોટો હિસ્સો ધરાવતા હતા. પરંતુ હવે ગ્રાહકો વધુ સારી ગુણવત્તા, લાંબા ગાળાની કિંમત અને પ્રીમિયમ અનુભવ તરફ વળી રહ્યા છે. માર્કેટ રિસર્ચ સંસ્થા Counterpoint Research અનુસાર, આ સેગમેન્ટનો મૂલ્ય હિસ્સો 2023માં 38% હતો, જે 2025માં ઘટીને 29% થવાની સંભાવના છે. આ બદલાવથી સૌથી વધુ અસર ચાઇનીઝ બ્રાન્ડ્સ પર પડી છે, કારણ કે તેમનો મોટો ફોકસ આ જ કિંમતી શ્રેણી પર હતો.

નાણાકીય વર્ષ 2025માં Xiaomi, Oppo, OnePlus અને Realme જેવી ટોચની ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો. નિયમનકારી ફાઇલિંગ મુજબ, ભારતમાં કાર્યરત નવ મોટી ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓની સંયુક્ત આવકમાં 4.5% ઘટાડો થયો, જ્યારે ગયા વર્ષે આ જ કંપનીઓએ 42%નો નોંધપાત્ર વધારો નોંધાવ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે ચાઇનીઝ કંપનીઓને ભારતમાં આવકમાં ઘટાડો અનુભવાયો છે.

જ્યારે બજેટ સેગમેન્ટ ધીમું પડ્યું છે, ત્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં તેજી જોવા મળી છે. Apple અને Samsung જેવી બ્રાન્ડ્સે આ તકનો પુરેપુરો લાભ લીધો છે. નાણાકીય વર્ષ 2025માં એપલના ભારતમાં વેચાણમાં 18%નો વધારો થઈ ₹79,378 કરોડ સુધી પહોંચ્યું, જ્યારે સેમસંગનું વેચાણ 12% વધીને ₹1.11 લાખ કરોડ થયું. ગ્રાહકો હવે વધુ કિંમત ચૂકવીને પણ વિશ્વસનીય અને પ્રીમિયમ અનુભવ પસંદ કરી રહ્યા છે.

ચાઇનીઝ બ્રાન્ડ્સમાં Vivo એકમાત્ર એવી કંપની રહી છે, જેણે આ બદલાતા બજારમાં પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે. Vivoની આવકમાં 11%નો વધારો થયો છે, કારણ કે તેના પોર્ટફોલિયોમાં ઉચ્ચ-સ્તરીય સ્માર્ટફોનનો સમાવેશ છે અને તેનું ઑફલાઇન રિટેલ નેટવર્ક મજબૂત છે. સ્માર્ટફોન સિવાયના મોટા ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં પણ વૃદ્ધિ જોવા મળી છે, જ્યાં હાયર, લેનોવો અને મિડિયા જેવી કંપનીઓએ ઘરેલું ઉપકરણોની વધતી માંગનો લાભ લીધો છે.

નિષ્ણાતના જણાવ્યા મુજબ, ભારતીય બજાર હવે હાઈ-એન્ડ ઉત્પાદનો અને મજબૂત ઑફલાઇન રિટેલ તરફ આગળ વધી રહ્યું છે. મેમરી ચિપ્સની વધતી કિંમતોને કારણે સ્માર્ટફોનના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેનાથી મધ્યમ અને સામાન્ય શ્રેણીના ફોનની માંગ થોડા સમય માટે ધીમી રહી શકે છે.

Amreli : સાવરકુંડલા નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, 4 મુસાફરો ઈજાગ્રસ્ત

0

સાવરકુંડલાના ઓળીયા-ચરખડિયા વચ્ચે મહુવા-જામનગર એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઓવરટેક કરવા જતાં 4 પેસેન્જરો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઓળીયા અને ચરખડિયા ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહુવા થી જામનગર જતી એસટી બસ અને એક ઓટો રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની મળતી મહિતી અનુસાર, મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓટો રીક્ષાએ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચારેય પેસેન્જરોને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

World : Japan મા સાધ્વી દ્વારા CM યોગીને અપાઇ વિશેષ પ્રતિમા, જાણો કેમ ખાસ છે પ્રતિમાનું મહત્વ?

0

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમનું સ્વાગત માત્ર એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક સંત તરીકે પણ કરવામાં આવી રહ્યું છે. ટોક્યોમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતની સમૃદ્ધ પરંપરાના દર્શન થયા હતા. અહીં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સાધ્વી તુલસીએ સીએમ યોગી સાથે મુલાકાત કરી તેમને જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા ભેટમાં આપી હતી.

સાધ્વી તુલસી, જેઓ જાપાનમાં જૈન ધર્મના ઉપદેશોનો પ્રસાર કરી રહ્યા છે, તેમણે સીએમ યોગીની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. સાધ્વીએ જણાવ્યું કે તેઓ અગાઉ ભારતની મુલાકાત લેવા ઈચ્છતા હતા, પરંતુ તે સમયે ઉત્તર પ્રદેશ સુરક્ષિત નહોતું. જોકે, યોગી આદિત્યનાથના શાસનમાં યુપી ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે ખૂબ જ સુરક્ષિત બન્યું હોવાથી હવે તેમની ભારત આવવાની ઈચ્છા પ્રબળ બની છે.

આ પ્રસંગે એક નાનકડા બાળક ‘નેમિષ’ દ્વારા સંસ્કૃત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું, જેને જોઈને મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા. આ દ્રશ્ય દર્શાવે છે કે વિદેશમાં વસતા ભારતીયો આજે પણ પોતાની સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાયેલા છે.ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા ભેટમાં મળવી એ શાંતિ અને અહિંસાના સંદેશનું પ્રતીક છે. મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય અને અપરિગ્રહના જે સિદ્ધાંતો આપ્યા છે, તે આજે પણ વિશ્વને સહઅસ્તિત્વનો માર્ગ બતાવે છે. સીએમ યોગી, જેઓ પોતે સનાતન ધર્મના રક્ષક માનવામાં આવે છે, તેમણે આ પ્રતિમાને અત્યંત આદરપૂર્વક સ્વીકારી હતી.

જાપાની લોકોમાં સીએમ યોગી પ્રત્યે ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. એક એવો નેતા જે ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને છતાં એક વિશાળ રાજ્યમાં વિકાસ અને શાસન વચ્ચે સંતુલન જાળવે છે, તે બાબત જાપાનના આધ્યાત્મિક અને વ્યાપારિક જગત માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મુલાકાત સાબિત કરે છે કે ભારતની ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક વારસો આજે વિશ્વના ખૂણેખૂણે ગૌરવ વધારી રહ્યો છે.

Entertainment : The Kerala Story 2 પર પ્રતિબંધ, હાઈકોર્ટે રિલીઝ અટકાવી, મેકર્સને લાગ્યો જોરદાર ઝટકો!

0

ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ તારીખ પર સ્ટે લગાવી દીધો છે. દર્શકોએ હવે 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ જોવા માટે થોડી રાહ જોવી પડશે. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ તારીખ આગામી સુનાવણી સુધી મુલતવી રાખી છે. કોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે, ત્યારબાદ કોર્ટે આખરે તેમની નોંધ લીધી અને ફિલ્મની રિલીઝ પર સ્ટે લગાવી દીધો. આગામી કોર્ટ સુનાવણી બે અઠવાડિયામાં થશે, જેમાં ફિલ્મ ક્યારે રિલીઝ થવી જોઈએ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

અરજદારોએ દાવો કર્યો હતો કે ફિલ્મમાં કેરળ રાજ્યને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે. જો તે રિલીઝ થાય છે, તો તે સાંપ્રદાયિક વાતાવરણને ભડકાવી શકે છે. અરજીઓની સુનાવણી કરતા કોર્ટે હવે નિર્ણય લીધો છે કે CBFC એ બે અઠવાડિયામાં અરજીઓ પર વિચાર કરવો જ જોઇએ. જ્યાં સુધી CBFC નવો આદેશ જાહેર ન કરે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી રહી છે.

Gujarat : સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

0

ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે.

આ પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD) જેવા સ્ટોરેજ ઉપકરણો તેમજ DRAM અને NAND પ્રકારના મેમરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000 થશે. નોંધનીય છે કે, આ ટીમમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે રોજગારી આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્લાન્ટમાં થતી કામગીરી ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે, જેને ઓગાળીને સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે અને ત્યારબાદ તેના બારીક ટુકડા કરીને ‘વેફર્સ’ તૈયાર કરવામાં આવે છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન અને ટ્રાન્ઝિસ્ટર્સ કંડારીને મેમરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સ સાણંદના ATMP પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને મેમરીનું સચોટ ટેસ્ટિંગ, માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે.

માઇક્રોનના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ડેટા પ્રોસેસિંગ માટે અદ્યતન મેમરી અને સ્ટોરેજ અનિવાર્ય છે. સાણંદમાં બનતી આ ચીપ્સ વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજીની માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.