Home Blog Page 372

Entertainment : The Kerala Story 2 પર પ્રતિબંધ, હાઈકોર્ટે રિલીઝ અટકાવી, મેકર્સને લાગ્યો જોરદાર ઝટકો!

0

ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ તારીખ પર સ્ટે લગાવી દીધો છે. દર્શકોએ હવે 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ જોવા માટે થોડી રાહ જોવી પડશે. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ તારીખ આગામી સુનાવણી સુધી મુલતવી રાખી છે. કોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે, ત્યારબાદ કોર્ટે આખરે તેમની નોંધ લીધી અને ફિલ્મની રિલીઝ પર સ્ટે લગાવી દીધો. આગામી કોર્ટ સુનાવણી બે અઠવાડિયામાં થશે, જેમાં ફિલ્મ ક્યારે રિલીઝ થવી જોઈએ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

અરજદારોએ દાવો કર્યો હતો કે ફિલ્મમાં કેરળ રાજ્યને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે. જો તે રિલીઝ થાય છે, તો તે સાંપ્રદાયિક વાતાવરણને ભડકાવી શકે છે. અરજીઓની સુનાવણી કરતા કોર્ટે હવે નિર્ણય લીધો છે કે CBFC એ બે અઠવાડિયામાં અરજીઓ પર વિચાર કરવો જ જોઇએ. જ્યાં સુધી CBFC નવો આદેશ જાહેર ન કરે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી રહી છે.

Gujarat : સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

0

ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે.

આ પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD) જેવા સ્ટોરેજ ઉપકરણો તેમજ DRAM અને NAND પ્રકારના મેમરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000 થશે. નોંધનીય છે કે, આ ટીમમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે રોજગારી આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્લાન્ટમાં થતી કામગીરી ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે, જેને ઓગાળીને સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે અને ત્યારબાદ તેના બારીક ટુકડા કરીને ‘વેફર્સ’ તૈયાર કરવામાં આવે છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન અને ટ્રાન્ઝિસ્ટર્સ કંડારીને મેમરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સ સાણંદના ATMP પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને મેમરીનું સચોટ ટેસ્ટિંગ, માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે.

માઇક્રોનના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ડેટા પ્રોસેસિંગ માટે અદ્યતન મેમરી અને સ્ટોરેજ અનિવાર્ય છે. સાણંદમાં બનતી આ ચીપ્સ વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજીની માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.

Junagadh : સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર

0

જૂનાગઢમાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળા દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરવાનો મામલો ગરમાયો છે.

જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળા દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરવાનો મામલો ગરમાયો છે. આ ઘટનામાં આરોપી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલ આજે પોતાના વકીલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની ફરજમાં રુકાવટ અને ગેરવર્તન કરવા બદલ તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને ત્યાં ફરજ પર તૈનાત મહિલા પી.આઈ. વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે કીર્તિ પટેલે પોલીસ અધિકારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને તેમની સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજે કીર્તિ પટેલ કાયદાકીય સલાહકાર સાથે પોલીસ મથકે પહોંચતા જ જૂનાગઢ તાલુકા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા તેનું સત્તાવાર નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થઈ શકે છે.

Gujarat : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો

0

ગુજરાત ATSએ પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના હૃદય સમાન ગીચ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને વિસ્ફોટકોના નેટવર્ક સાથે જોડાયેલો આ આરોપી, પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો. સુરક્ષા એજન્સીઓના આ સફળ ઓપરેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી એવા તત્વો ગમે તેટલા વેશ પલટો કરે, પણ કાયદાના હાથથી બચી શકતા નથી.

ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના હેરોઇન અને ગ્રેનેટ પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે. જેના આધારે તપાસ કરીને ATSએ રખિયાલ ખાતેથી રહેમત અલી શેખની એમ્બ્રોડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રહેમત અલી મોટા નારકોટિક્સ અને ગ્રેનેડ પિસ્તોલ નેટવર્કનો એક ભાગ છે. આરોપીએ જાન્યુઆરીમાં હેરોઇન તેમજ હેન્ડ ગ્રેનેટેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ પાકિસ્તાનની પંજાબ બોર્ડરથી લઈને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. જે અંગે અમૃતસર જિલ્લાના રાજા સાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ મળી આવ્યા હતા.

બે આરોપી પકડાતા રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો. આરોપી પંજાબથી ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં આવ્યો હતો. આરોપી છેલ્લા કેટલાક સમયથી રખિયાલ વિસ્તારમાં રોકાયો હતો. રખિયાલના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હોવાથી આરોપી રખિયાલના કારખાનામાં જ રોકાયો હતો. ATS દ્વારા આરોપીની કોણે મદદ કરી છે તે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટેની પણ તજવીજ હાથ ધરી છે.

Gujarat : રાજ્યની શાળાઓને સ્વચ્છતા માટે કેટલી ગ્રાન્ટ મળે છે, આંકડો જાણીને ચોંકી જશો

0

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ક્લીન ઈન્ડિયા અભિયાન હેઠળ સરકાર દ્વારા દેશને સ્વચ્છ રાખવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. આ માટે શહેરોને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે.સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ક્લીન ઈન્ડિયા અભિયાન હેઠળ સરકાર દ્વારા દેશને સ્વચ્છ રાખવા માટે અનેક પહેલ કરવામાં આવી છે.આ માટે શહેરોને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ સ્વચ્છતા અંગે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા હોવાના દાવા કરવામાં આવે છે. રાજ્યમાં સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે શાળાઓમાં ફાળવતી સ્વચ્છતાની ગ્રાન્ટ અંગે કંઈક જુદી હકીકત સામે આવી છે.

ગુજરાતની સ્કૂલોમાં ફાળવવામાં આવતી સ્વચ્છતાની ગ્રાન્ટ અંગે વિધાનસભામાં સરકારે ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. ગુજરાતની શાળામાં સ્વચ્છતા માટે ગ્રાન્ટની રકમ સાવ સામાન્ય હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં 100 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા માટે માત્ર એક હજાર, 300 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા માટે 1800, 500 વિદ્યાર્થી ધરાવતી શાળા માટે 4 હજાર, 501થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળામાં 5 હજારની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે. શિક્ષણ વિભાગ શાળા દીઠ પ્રતિ માસ ગ્રાન્ટ ફાળવે છે.

Entertainment : વિજય-રશ્મિકાની હલ્દી સેરેમનીમાં રમાઈ હોળી? સામે આવી સુંદર તસવીરો

0

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ 26 ફેબ્રુઆરીની સવારે લગ્ન કર્યા હતા. જ્યારે આ કપલે તેમના લગ્નના ફોટા શેર કર્યા નથી, પરંતુ તેમના હલ્દી સમારંભના ફોટા સામે આવ્યા છે.

સાઉથ ભારતીય સિનેમાના બે પ્રખ્યાત સ્ટાર્સ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ આખરે લગ્ન કરી લીધા છે. તેઓ રાજસ્થાનના ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. આ કપલે 26 ફેબ્રુઆરીની સવારે તેલુગુ પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા. સાંજે, તેઓ કન્નડ પરંપરાઓ અનુસાર લગ્ન કરશે. વિજય અને રશ્મિકાએ હજુ સુધી તેમના લગ્નના ફોટા શેર કર્યા નથી, પરંતુ તેમના હલ્દી સમારંભના ફોટા સામે આવ્યા છે.

અભિનેત્રી આશિકા રંગનાથ પણ તેમના જીવનની આ ખાસ ક્ષણની સાક્ષી બની હતી. તેણે લગ્નમાં હાજરી આપી હતી અને કપલના હલ્દી સમારંભમાં પણ જોવા મળી હતી. તેણે હવે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિજય અને રશ્મિકાના હલ્દી સમારંભના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં વિજય કે રશ્મિકા બંને દેખાતા નથી, પરંતુ આશિકા સંપૂર્ણપણે હળદર અને રંગોથી લપેટાયેલી જોવા મળે છે.

વિજય અને રશ્મિકા મંદાનાની હલ્દી સમારોહ 25 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી . ફોટાઓ પરથી ખબર પડે છે કે આ સમારોહ ખૂબ જ ભવ્ય હતો. આશિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના કેટલાક ફોટા શેર કર્યા. એક ફોટા સાથે, તેણે લખ્યું, હોળીની અસરો વહેલી શરૂ થઈ રહી છે? આગળ, અભિનેત્રીએ લખ્યું, બધા રંગો સાથે પ્રેમની ઉજવણી. ફોટાઓમાં, તમે હલ્દી સમારોહમાં ઉપયોગમાં લેવાતા રંગો જોઈ શકો છો.

Vadodara : પત્નીએ રૂપિયા ન આપતા પતિએ કેનાલમાં ઝંપલાવ્યું

0

વડોદરાના સેગવામાં 41 વર્ષીય આધેડે પત્ની સાથેના ઝઘડા બાદ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ક્ષણિક આવેશમાં આવીને 41 વર્ષીય આધેડે કેનાલમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, સેગવા ગામના રહેવાસી 41 વર્ષીય દિનેશભાઈ પરમારે પોતાની પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ દિનેશભાઈ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા હતા અને સેગવા-સીમળી પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પર પહોંચ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આધેડ કેનાલની પાળી પર પોતાનું પેન્ટ કાઢીને સીધા પાણીમાં કૂદી પડ્યા હતા. ત્યાં હાજર બે વ્યક્તિઓએ તેમને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પાણીનો વેણ એટલો પ્રચંડ હતો કે દિનેશભાઈ તેમાં તણાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના પાણીમાં બોટ ઉતારીને આધેડના મૃતદેહને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Banaskantha : દિયોદરમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ગરબે ઘૂમી સરકાર સામે નોંધાવ્યો વિરોધ

0

દિયોદરમાં આંગણવાડી કાર્યકરોનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 4 દિવસથી ચાલતા આંદોલન દરમિયાન તાલુકા પંચાયત કચેરીમાં ગરબા રમી સરકાર પાસે માંગણીઓ કરી છે.પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શનનું અનોખું સ્વરૂપ અપનાવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં આજે બહેનોએ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ગરબા રમીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠી થયેલી આંગણવાડી કાર્યકર મહિલાઓએ આજે ચોથા દિવસે પણ પોતાની લડત ચાલુ રાખી હતી. સૂત્રોચ્ચાર અને ધરણાંની સાથે સાથે આજે બહેનોએ કચેરીના પ્રાંગણમાં જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યકરોનું કહેવું છે કે, સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા અને ઊંઘતી સરકારને જગાડવા માટે તેમણે આ અનોખો માર્ગ અપનાવ્યો છે.

Business : India-Israel વચ્ચે મોટા સંરક્ષણ કરાર, ભારતીય ડિફેન્સ કંપનીના શેરમાં આવ્યો મોટો ઉછાળો

0

આ તેજી દરમિયાન ઘણી મોટી સંરક્ષણ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ડેટા પેટર્ન્સના શેરમાં 5 ટકાનો વધારો થયો છે, જ્યારે એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સ લગભગ 4 ટકા વધ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત દરમિયાન ભારતીય શેરબજારમાં સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે નિફ્ટી ડિફેન્સ ઈન્ડિયા ઈન્ડેક્સ 1 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. ભારત અને ઈઝરાયલ વચ્ચે સંભવિત મોટા સંરક્ષણ કરારના સમાચારને કારણે રોકાણકારોમાં મજબૂત રસ જોવા મળ્યો છે.

આ તેજી દરમિયાન ઘણી મોટી સંરક્ષણ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ડેટા પેટર્ન્સના શેરમાં 5 ટકાનો વધારો થયો છે, જ્યારે એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સ લગભગ 4 ટકા વધ્યા છે. તેવી જ રીતે, યુનિમેક એરોસ્પેસ અને સોલર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ લગભગ 3 ટકાનો મજબૂત વધારો થયો છે. નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ 1.48% વધ્યો છે. જાહેર ક્ષેત્રની મુખ્ય સંરક્ષણ કંપનીઓએ પણ રોકાણકારોને નિરાશ કર્યા ન હતા. ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર લગભગ દોઢ ટકા વધ્યા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીના શેર પણ વધારા સાથે બંધ થયા.

National : અચૂક નિશાન, જોરદાર હુમલો, S-400ની જોવા મળી એક્શન

0

ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિ બતાવતાં S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો ‘લશ્કરી ઇતિહાસમાં સૌથી લાંબા હવાઈ હુમલા’ની યાદ અપાવે છે.

ભારતીય વાયુસેનાએ ગુરુવારે રશિયન મૂળની S-400 મિસાઇલ સિસ્ટમનું ફાયરિંગ દર્શાવતા વીડિયો જાહેર કર્યો. વિડિયોમાં સ્પષ્ટ રીતે મિસાઇલને હવાઈ ટાર્ગેટ તરફ જતા અને સચોટ હિત હાંસલ કરતી દેખાય છે. IAFએ આને “લશ્કરી ઇતિહાસમાં સૌથી લાંબો હવાઈ હુમલો” જાહેર કર્યો છે. S-400 સિસ્ટમ ઓપરેશન સિંદૂર દરમિયાન ખાસ ભુમિકા ભજવી હતી, જે ગયા વર્ષે મેમાં પાકિસ્તાન સામે કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેના લગભગ 300 કિ.મી. દૂર પાકિસ્તાની વિમાનોને નિશાન બનાવવામાં સફળ રહી.

IAFના વિડીયોમાં રડાર પર નજીક આવતી દુશ્મન જેટ્સને શોધતા અને પછી મિસાઇલને લૉન્ચ કરતા દૃશ્યો છે. સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો: “દુશ્મન તમારી પહોંચની બહાર હોઈ શકે છે, પરંતુ ક્યારેય દૃષ્ટિની બહાર નહીં.” આ મેસેજ ભારતની વાયુસેનાની શક્તિ અને તૈયારી દર્શાવે છે.

જો કે, ખાસ નોંધવાની વાત એ છે કે આ ફાયરિંગનો વિડિયો ઓપરેશન સિંદૂરનું વાસ્તવિક ફૂટેજ નથી. આ એક પ્રમોશનલ વિડિયો છે, જે 27 ફેબ્રુઆરીના રાજસ્થાન વાયુ શક્તિ કવાયત માટે બનાવવામાં આવ્યો છે. છતાં, વિડીયોમાં ઓપરેશન સિંદૂરની સફળતાનું સ્પષ્ટ સંકેત છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં, એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરની વિગતો જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ ઓછામાં ઓછા એક ડઝન પાકિસ્તાની વિમાનોને નષ્ટ અથવા નુકસાન પહોંચાડ્યું.

વિશેષ ધ્યાન S-400ની લાંબી અંતરની ક્ષમતા પર છે. એર ચીફે જણાવ્યું કે લગભગ 300 કિ.મી. દૂર પાકિસ્તાની SIGINT પ્લેન, જેમાં F-16 અને J-17 જેહાદી લડવૈયા હતા, તેમને સિસ્ટમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું. આ બધું S-400ની લાંબી અંતરની સપાટીથી હવામાં હુમલાની ક્ષમતા કારણે શક્ય થયું.