Home Blog Page 376

Sports : બ્રિસ્બેન ટેસ્ટમાં સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મોટી ભૂલ હતી, સ્ટીવ બકનરે 22 વર્ષ પછી ભૂલ સ્વીકારી

0

ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમુક એવા નિર્ણયો હોય છે જે દાયકાઓ સુધી ભૂલાતા નથી. આવો જ એક વિવાદાસ્પદ કિસ્સો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2003-04ના ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટમાં બેટર સચિન તેંડુલકરને અપાયેલા ખોટા એલબીડબલ્યુ (LBW) આઉટના અંગે અમ્પાયર સ્ટીવ બકનરે 22 વર્ષે ભૂલ સ્વીકારી છે. બકનરે કબૂલ્યું છે કે, જીવનમાં ઘણી ભૂલો થઈ જતી હોય છે. એ દિવસે મારાથી સચિનને આઉટ આપવાનો નિર્ણય ખોટો હતો. 

બ્રિસ્બેન ટેસ્ટમાં સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મોટી ભૂલ હતી

બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીના એક બોલને સચિને રમવાને બદલે છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ તેના પેડ પર જઈને વાગ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જોરદાર અપીલ બાદ અમ્પાયર બકનરે સચિનને આઉટ જાહેર કર્યો હતો. ત્યારે તે માત્ર ત્રણ રન પર રમી રહ્યો હતો. જો કે, મેચ બાદ ટીવી રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે, બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો અને સચિન સ્પષ્ટપણે નોટ આઉટ હતો. એ ભૂલના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Gujarat : મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા

0

મહુવાના લાતી બજારમાં આવેલા રહેણાંકી મકાનમાં આજે ગેસ લીક થવાથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી બે કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી.

મહુવાના લાતીબજારમાં આવેલા ખોડિયાર મંદિર પાછળ આવેલા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળાના રહેણાંકી મકાનમાં આજે બપોરના ૧૨.૪૫ કલાકના અરસામાં ગેસ લીક થવાના કારણે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળા, વિજયભાઈ વલ્લભભાઈ વાળા તથા અન્ય બે લોકો મળી કુલ ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અફરાતરફથીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકાના ફાયર સ્ટાફનો મસમોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આશરે ૩૦થી ૪૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી બે કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં ઘરનો બધો માલસામાન બળીને ખાક્ થયો હતો. જ્યારે આજુબાજુના મકાનને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે સિલિન્ડર બ્લાસ્ટ થવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. આ દુર્ઘટનામાં ચાર લોકોને નાની મોટી ઈજા સિવાય કોઈ જાનહાનિ નહી થતાં મોટી દુર્ઘટના ટળી છે.

Banaskantha : ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક તરફ છેવાડાના ગામોમાં પાણીની પુકાર ઉઠી છે..

0

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જીવાદોરી ડેમ ની સિંચાઈ વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં 40 મીટરથી પણ મોટું ગાબડું પડતા હજારો હેક્ટર જમીનમાં પાણી પહોંચતું બંધ થઈ ગયું છે. ઉનાળાની સિઝનમાં વાવેતર શરૂ થવાના સમયેજ નહેર તૂટતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ડેમ વિસ્તારના આસપાસના ગામડાઓમાં પણ સ્થાનિકો ને ડર સતાવી રહ્યો છે એનું કારણ છે કે ડેમ છલોછલ ભરાયેલો છે મુખ્ય કેનાલ તૂટે ને ત્રણ દિવસ થયા છતાં પણ કેનાલનું પાણી રોકવા તંત્ર અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યું છે પરંતુ કેનાલમાં પાણીના આવરા ના લીધે તમામ નુસ્ખા ફેલ થઈ રહ્યા છે ખેડૂતો તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલની સફાઈ અને સમારકામ માત્ર કાગળ પર થાય છે.

આ છે દાંતીવાડા ડેમની મુખ્ય સિંચાઈ નહેર… જ્યાં શનિવારે ડેમના દરવાજા નજીક જ મસમોટું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા જ પાણી રોકવાના પ્રયાસો શરૂ કરાયા પરંતુ આજે ત્રીજા દિવસે પણ તંત્ર સંપૂર્ણપણે પાણી બંધ કરવામાં નિષ્ફળ રહ્યું છે માટી નાખીને અને તાત્કાલિક નુસ્ખા અજમાવી પાણી રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ કોઈ અસરકારક પરિણામ મળ્યું નથી. એક બાજુ ડેમ આજુબાજુ વિસ્તારના લોકોને ડર છે તો બીજી તરફ ઉનાળુ વાવેતર શરૂ થવાનું છે. પરંતુ નહેર આધારિત પિયત કરતી હજારો હેક્ટર જમીનમાં પાણી જતું બંધ થઈ ગયું છે. ખેડૂતો કહે છે કે વાવેતર પહેલાં જ પાણી બંધ થતાં હવે પાક વાવવો મુશ્કેલ બની ગયો છે. સમયસર પાણી નહીં મળે તો આખી સીઝન બગડવાની ભીતિ છે. ખેડૂતોના આક્ષેપ છે કે નહેરની ક્યારેય યોગ્ય સફાઈ થતી નથી. દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે પરંતુ કામ ક્યાં થાય છે તે દેખાતું નથી. નહેરની દેખરેખ માટે કાર્યપાલક ઈજનેર હરેશ ચૌધરી સહિત પાંચ નાયબ કાર્યપાલક ઈજનેર અને ખાનગી એજન્સીના માણસો મુકાયા છે. છતાં નહેર પર કોઈ અધિકારી દેખાતો નથી. સ્થાનિક ઓફિસો પર ઘણીવાર તાળા મારેલા જ જોવા મળે છે.

તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામના પ્રયાસો ચાલુ છે, પરંતુ 40 મીટરથી વધુના ગાબડાને માત્ર માટી નાખીને બંધ કરવાના પ્રયાસો કેટલા અસરકારક રહેશે તે પ્રશ્ન છે. ખેડૂતોનું કહેવું છે કે આ ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. સ્થાનિકો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કમિટી બેસાડી તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનો સવાલ છે કે ડેમ અને મુખ્ય કેનાલની સારસંભાળ માટે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે તે ગ્રાન્ટો ક્યાં વપરાય છે? ભુપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે ત્યારે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચારના ઉઠેલા આ પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

પ્રતિનિધિ :દિપક પુરબીયા

National : 2.86 करोड़ की सड़क निर्माण में खुली पोल: मिट्टी-गिट्टी से बन रही 4.4 किमी सड़क, समयसीमा बीतने के बाद भी अधूरा काम

0

जशपुर जिले के लोधेनापाठ से लंरगापाठ तक बनने वाली 4.4 किलोमीटर लंबी सड़क का निर्माण कार्य गंभीर सवालों के घेरे में है। इस सड़क की अनुमानित लागत 286.52 लाख रुपये (करीब 2.86 करोड़ रुपये) तय की गई है। यह मार्ग लगभग 192 जनजातीय ग्रामीणों के आवागमन का प्रमुख साधन है, लेकिन निर्माण की गुणवत्ता और देरी ने पूरे प्रोजेक्ट की साख पर प्रश्नचिह्न लगा दिया है।

प्राप्त जानकारी के अनुसार, सड़क निर्माण कार्य 12 मार्च 2024 से प्रारंभ हुआ था और इसे 26 मार्च 2025 तक पूर्ण किया जाना था। निर्धारित समयसीमा समाप्त हुए लगभग एक वर्ष बीतने को है, फिर भी निर्माण कार्य अधूरा पड़ा है।

23 फरवरी 2026 को स्थल निरीक्षण के दौरान जो स्थिति सामने आई, वह चौंकाने वाली थी। निर्माण स्थल पर गिट्टी के साथ सीधे मिट्टी मिलाकर सड़क पर बिछाई जा रही थी। उसके बाद गिट्टी की रोलिंग कर ऊपर से डस्ट का छिड़काव कर औपचारिकता निभाई जा रही थी। जबकि मानक निर्माण प्रक्रिया के अनुसार गिट्टी में पहले डस्ट का नियंत्रित मिश्रण किया जाता है, फिर पानी डालकर विधिवत रोलिंग की जाती है ताकि सड़क की सतह मजबूत और टिकाऊ बने। मौके पर न तो गुणवत्तापूर्ण निर्माण के संकेत मिले और न ही विभाग का कोई जिम्मेदार अधिकारी कार्य की निगरानी करता दिखाई दिया।

ऐसे में बड़ा सवाल यह उठता है कि जब निर्माण की बुनियाद ही कमजोर रखी जा रही है, तो यह सड़क कितने दिन टिकेगी? आशंका है कि पहली ही बारिश में सड़क उखड़ने और टूटने की स्थिति बन सकती है। बाद में कम बजट, बढ़ी लागत और तकनीकी बाधाओं जैसे तर्क सामने आ सकते हैं।

वहीं इस पूरे मामले में संतोष नाग, कार्यपालन अभियंता, प्रधानमंत्री ग्राम सड़क योजना (PMGSY) का अब तक कोई भी आधिकारिक बयान सामने नहीं आया है, जिससे विभागीय पारदर्शिता पर और भी सवाल खड़े हो रहे हैं।

जनजातीय बहुल क्षेत्र के लिए स्वीकृत इस महत्वपूर्ण परियोजना में यदि शुरुआत से ही मानकों की अनदेखी हो रही है, तो यह न केवल सरकारी धन की बर्बादी है बल्कि ग्रामीणों के साथ सीधा अन्याय भी है। अब आवश्यकता है कि संबंधित विभाग तत्काल तकनीकी जांच कराए, निर्माण गुणवत्ता की स्वतंत्र पड़ताल हो और दोषी पाए जाने पर ठेकेदार व जिम्मेदार अधिकारियों के खिलाफ सख्त कार्रवाई सुनिश्चित की जाए।

Rashi : 26 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.


વૃષભ

આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો.


મિથુન

આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.


કર્ક

આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.


સિંહ

આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.


કન્યા

આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.


તુલા

આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.


વૃશ્ચિક

આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.


ધનુ

આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.


મકર

આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.


કુંભ

આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.


મીન

આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.

Gujarat : છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન

0

હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કંવાટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે(25 ફેબ્રુઆરી, 2026) ‘ભંગુરિયા’ મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

‘ભંગુરિયા’ મેળામાં કંવાટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે. હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે.

રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરીયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.

National : माननीय सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश, माननीय न्यायमूर्ति श्री सूर्यकान्त एनएफएसयू के चतुर्थ दीक्षांत समारोह के “मुख्य अतिथि” होंगे

0

माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी एवं गुजरात उच्च न्यायायल के मुख्य न्यायाधीश माननीय न्यायमूर्ति श्रीमती सुनिता अग्रवाल “सम्माननीय अतिथि” के रूप में उपस्थित रहेंगे ‘पद्मश्री’ से सम्मानित डॉ. जे.एम. व्यास दीक्षांत समारोह में डिग्री प्रदान करेंगे

राष्ट्रीय न्यायालयिक विज्ञान विश्वविद्यालय (NFSU), गांधीनगर का चतुर्थ दीक्षांत समारोह दिनांक 27 फरवरी, 2026 को आयोजित किया जाएगा। दीक्षांत समारोह के “मुख्य अतिथि” के रूप में सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश, माननीय न्यायमूर्ति श्री सूर्यकान्त इस अवसर पर उपस्थित रहेंगे। इस प्रतिष्ठित शैक्षणिक अवसर पर श्री हर्ष संघवी, माननीय उप मुख्यमंत्री, गुजरात एवं माननीय न्यायमूर्ति श्रीमती सुनिता अग्रवाल, मुख्य न्यायाधीश, गुजरात उच्च न्यायायल “सम्माननीय अतिथि” के रूप में उपस्थित रहेंगे। एनएफएसयू के कुलपति और भारत के वरिष्ठ फोरेंसिक वैज्ञानिक ‘पद्मश्री’ से सम्मानित डॉ. जे.एम. व्यास दीक्षांत समारोह में डिग्री प्रदान करेंगे।

प्रो. (डॉ.) एस.ओ. जुनारे, परिसर निदेशक, राष्ट्रीय न्यायालयिक विज्ञान विश्वविद्यालय, गांधीनगर ने बताया कि चतुर्थ दीक्षांत समारोह के तहत विश्वविद्यालय के कुल 1799 विद्यार्थियों को उपाधियां प्रदान की जाएगी। जिसके अंतर्गत 17 विद्यार्थियों को पीएच.डी. की उपाधि प्रदान की जाएगी। एनएफएसयू के प्रतिभाशाली विद्यार्थियों को 52 स्वर्ण पदक भी प्रदान किए जाएंगे।

प्रो. (डॉ.) जुनारे ने आगे कहा कि इस दीक्षान्त समारोह के अवसर पर राष्ट्रीय न्यायालयिक विज्ञान विश्वविद्यालय (NFSU), गांधीनगर के परिसर में डिजिटल प्रणाली आधारित अंतरराष्ट्रीय विवाद समाधान केंद्र का उद्घाटन किया गया। यह केंद्र न्यायिक प्रक्रियाओं में तकनीकी नवाचार, पारदर्शिता और त्वरित समाधान की दिशा में एक ऐतिहासिक पहल है। यह केंद्र न केवल भारत बल्कि वैश्विक स्तर पर विवाद समाधान की प्रक्रिया को अधिक सुलभ और प्रभावी बनाएगा।

दीक्षांत समारोह में ज़िम्बाब्वे, साउदी अरेबिया सहित कई देशों के गणमान्य व्यक्ति भी उपस्थित रहेंगे। साथ ही भारत के विभिन्न क्षेत्रों के गणमान्य व्यक्ति, बोर्ड ऑफ गवर्नर्स एवं एकेडेमिक काउंसिल के सदस्य, विभिन्न कानून प्रवर्तन एजेंसियों के अधिकारी, न्यायिक अधिकारी, छात्र और अभिभावक भी दीक्षान्त समारोह में शामिल होंगे।

प्रो. (डॉ.) एस.ओ. जुनारे
(परिसर निदेशक)
राष्ट्रीय न्यायालयिक विज्ञान विश्वविद्यालय, गांधीनगर.

National : સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ હટાવાયું

0

શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ -8ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ'(પાર્ટ-2)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે દેશના ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ વિવાદની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભારતના ચીફ જસ્ટિસ(CJI) સૂર્યકાંતે આ બાબતે કડક વલણ અપનાવ્યું. બુધવારે કોર્ટમાં વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબલ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કપિલ સિબલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે એવું ભણાવવામાં આવે તે અત્યંત પરેશાન કરનારી બાબત છે.’ તેના જવાબમાં CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં. આ એક ગંભીર બાબત છે અને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે હું સારી રીતે જાણું છું.’

નવા પુસ્તકમાં સમાવિષ્ટ આ વિવાદાસ્પદ પ્રકરણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરો પર ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ અને વંચિત લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે. આ સાથે જ 2017થી 2021 દરમિયાન મળેલી અંદાજે 1,600 જેટલી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, જૂના પુસ્તકોમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને માળખા વિશે જ માહિતી હતી, તેમાં ભ્રષ્ટાચાર જેવો કોઈ ઉલ્લેખ નહોતો.

સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના નવા પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ અને પેન્ડિંગ કેસો અંગેના પ્રકરણ સામે સુઓ મોટો(Suo Motu) લઈને કડક નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને પણ આપશે નહીં અને આ પગલું તેમને ઈરાદાપૂર્વકનું લાગી રહ્યું છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટનું ધ્યાન દોર્યું કે નાના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ હોવાનું ભણાવવું એ ચિંતાનો વિષય છે, જ્યારે જસ્ટિસ બાગચીએ તેને બંધારણના મૂળભૂત માળખા(Basic Structure)
વિરુદ્ધ ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, NCERTના નવા સિલેબસમાં અદાલતોમાં અંદાજે 5 કરોડથી વધુ પેન્ડિંગ કેસો, ન્યાયાધીશોની અછત અને ભ્રષ્ટાચારને ન્યાયિક પ્રણાલીના પડકારો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, શિક્ષણ અને ન્યાયિક ગરિમા વચ્ચે સંતુલન જાળવવું અત્યંત મહત્ત્વનું હોવાથી, હાલમાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા જળવાય અને ન્યાયતંત્રનું મહત્ત્વ ઓછું ન થાય તે હેતુથી હાલ આ પુસ્તકને સુધારા માટે પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

National : विद्योत्तमा फाउंडेशन दिल्ली शाखा ने किया काव्य गोष्ठी का आयोजन।तीन काव्य कृतियों का लोकार्पण ।

0


द्वारका नई दिल्ली में विद्योत्तमा फाउंडेशन,नासिक के संस्थापक श्री सुबोध कुमार मिश्र के आगमन पर विद्योतमा फाउंडेशन दिल्ली शाखा ने एक काव्य गोष्ठी का आयोजन किया गया।इसी आयोजन में तीन कृतियों का लोकार्पण भी हुआ।सरोजिनी तन्हा की पुस्तक “कृष्णम् वंदे जगद्गुरुम्”, दीपमाला माहेश्वरी की कृति “सुनहरे पंख” तथा सत्यदेव तिवारी की पुस्तक “श्री राम नाम रामायण” का विधिवत विमोचन किया गया।कार्यक्रम का शुभारंभ सीमा मंजरी द्वारा प्रस्तुत सरस्वती वंदना से हुआ।इस सुन्दर काव्य गोष्ठी का प्रभावपूर्ण संचालन डॉ. वर्षा सिंह द्वारा किया गया।मीडिया प्रभारी प्रो. मनोज कुमार कैन की सक्रिय उपस्थिति ने आयोजन को विशेष गरिमा प्रदान की।काव्य गोष्ठी में कवियों ने विभिन्न विषयों—प्रभु-भक्ति, देशभक्ति,श्रृंगार,सामाजिक चेतना और मानवीय संवेदना से ओतप्रोत रचनाएँ प्रस्तुत कीं। सुबोध कुमार मिश्र ने “नई कोंपलें फूटेगी जब-जब, यह जीवन बसंती हो जाएगा.

सरोजिनी ‘तनहा’ने “नज़र आते हैं यूँ तो ज़िन्दगी के सारे रंग इसमें, मगर रंगे अदावत में इसे जोड़ा नहीं जाता”;पुष्पा सिंह ने “शहीदों की शहादत पे रखी जो हमने आज़ादी की नींव,उनके देखे सपनों का आज भारत कहाँ है”?;प्रदीप मिश्र “अजनबी” ने यदि मस्तिष्क सतर्क रहेगा, निश्चित घर ले जायेगा,
किन्तु यंत्र जो फीड हुआ हो, उतना भर ले जायेगा। वर्षा सिंह ने”रंग प्यार का गहरा,बीत गई होली,पर रंग नहीं उतरा”;सीमा मंजरी ने “पथ निहारत, डगर बुहारत बीती सुबह शाम,दर्शन दोगे कब तुम शबरी को राम”;किरण मिश्रा कौशिक ने”जाति क्यों नहीं जाती,काँप उठा है हृदय धरा का,सुनकर पीड़ बेचारों की,हाय यह कैसी दयनीय दशा है,घृणित प्रथा के मारों की;दीपमाला माहेश्वरी ने”तन से सुन्दर स्त्री आकर्षण का केन्द्र बन जाए,नैनों को लुभाए,सबका हृदय रिझाए;पर मन की सुन्दरता जाने कौन-सोचो, क्या है ज़रूरी उसके प्रति दृष्टि या दृष्टिकोण’?;मनोज कुमार कैन ने “आजकल मचान पर नहीं बैठते हंस, बैठते हैं कौवे,करते हैं बार-बार कांव-कांव आदि कविताओं का पाठ किया।यह आयोजन साहित्य, सम्मान और सौहार्द का सुंदर संगम सिद्ध हुआ।

Health : ડાયાબિટીસના દર્દીઓ માટે બટાકા ઝેર સમાન તો શું શક્કરિયા સલામત, જાણો હકીકત…..

0

ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું પડે છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને જમીનની અંદર ઉગતા કંદમૂળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, બટાકાને લઈને લોકોમાં હંમેશા ડર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, શક્કરિયા ડાયાબિટીસમાં બટાકા કરતા વધુ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે? નિષ્ણાતોના મતે, યોગ્ય રીતે તેનું સેવન કરવામાં આવે તો તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

ભારતમાં ડાયાબિટીસ બીમારીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. ટાઈપ-1 હોય કે ટાઈપ-2 બંને દર્દી માટે જોખમી છે. આ બીમારીમાં સંપૂર્ણપણે નિદાન થતું નથી પરંતુ પરેજી પાળી બ્લડ સુગર નિયંત્રણમાં રાખવામાં આવે છે. દેશમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અથવા તેમને બ્લડ સુગર અનિયંત્રિત છે. ડાયાબિટીસનું નિદાન થયા બાદ દર્દીને આહારમાં ધ્યાન તેમજ હળવી શારીરિક પ્રવૃતિ કરવાનું ડોક્ટર દ્વારા સૂચન કરાય છે. ડાયાબિટીસના દર્દીને સૌથી મૂંઝવતો પ્રશ્ન રહે છે ખોરાકમાં શું ખાવું. ખાસ કરીને જે લોકોને બટાકા અને શક્કરિયા વધુ પસંદ છે તેમના માટે આ બીમારી મોટો કોયડો બને છે.

ભારતમાં ડાયાબિટીસ બીમારીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. ટાઈપ-1 હોય કે ટાઈપ-2 બંને દર્દી માટે જોખમી છે. આ બીમારીમાં સંપૂર્ણપણે નિદાન થતું નથી પરંતુ પરેજી પાળી બ્લડ સુગર નિયંત્રણમાં રાખવામાં આવે છે. દેશમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અથવા તેમને બ્લડ સુગર અનિયંત્રિત છે. ડાયાબિટીસનું નિદાન થયા બાદ દર્દીને આહારમાં ધ્યાન તેમજ હળવી શારીરિક પ્રવૃતિ કરવાનું ડોક્ટર દ્વારા સૂચન કરાય છે. ડાયાબિટીસના દર્દીને સૌથી મૂંઝવતો પ્રશ્ન રહે છે ખોરાકમાં શું ખાવું. ખાસ કરીને જે લોકોને બટાકા અને શક્કરિયા વધુ પસંદ છે તેમના માટે આ બીમારી મોટો કોયડો બને છે.

બટાકાને અવારનવાર ડાયાબિટીસના દુશ્મન માની લેવામાં આવે છે, પરંતુ દરેક બટાકા એકસરખા હોતા નથી. ભારતમાં બટાકાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે અને દરેક જાતની શરીર પર અસર અલગ હોઈ શકે છે. કેટલીક જાતોમાં એવું સ્ટાર્ચ હોય છે જે ધીમે ધીમે તૂટે છે, જેનાથી સુગર ઝડપથી વધતી નથી.

સંશોધન દર્શાવે છે કે, યોગ્ય જાત અને યોગ્ય રીતે રાંધવામાં આવેલા બટાકા મર્યાદિત માત્રામાં નુકસાનકારક હોતા નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે બટાકાને તળીને અથવા વધુ મસાલા સાથે ખાવામાં આવે છે. બાફેલા બટાકા પણ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો સુગર વધારી શકે છે, કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. જોકે, બાફીને ઠંડા કરેલા બટાકા થોડા વધુ સારા માનવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા સ્ટાર્ચનું સ્તર બદલાઈ જાય છે.

હવે વાત કરીએ શક્કરિયાની, જેને લોકો અવારનવાર ડાયાબિટીસ માટે સુરક્ષિત માને છે. શક્કરિયા મીઠા જરૂર હોય છે, પરંતુ તેની મીઠાશની અસર શરીર પર અલગ રીતે પડે છે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે સુગરને ધીમે ધીમે લોહીમાં ભળવા દે છે. આ જ કારણ છે કે, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ બટાકાની સરખામણીમાં ઓછો રહે છે.

આ સિવાય શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને ઇન્સ્યુલિનની અસરને સુધારી શકે છે. આયુર્વેદમાં પણ શક્કરિયાને ઉર્જા આપનારા અને પાચન માટે પ્રમાણમાં સંતુલિત માનવામાં આવ્યા છે, જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો.

વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, જો કોઈ વ્યક્તિની પ્રાથમિકતા બ્લડ સુગરને નિયંત્રિત રાખવાની છે, તો શક્કરિયા થોડો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ વધુ માત્રામાં ખાવા પર આ કાર્બોહાઈડ્રેટ સુગર વધારી શકે છે. તો બીજી તરફ, બટાકાને સંપૂર્ણપણે છોડી દેવા પણ જરૂરી નથી. જો બટાકા બાફેલા હોય, તો તેને શાકભાજી અને દાળ સાથે સંતુલિત માત્રામાં ખાઈ શકાય છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )