Home Blog Page 387

National : 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં ધરાશાયી, MPમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી

0

મધ્ય પ્રદેશમાં ભાજપના રાજમાં સરકારી ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. જબલપુરથી ભોપાલને જોડતા નેશનલ હાઈવે-45 પર માત્ર 4 વર્ષ પહેલાં બનેલો 400 કરોડનો બ્રિજ ધરાશાયી થતાં તંત્રની પોલ ખુલી ગઈ છે.

જબલપુર-ભોપાલ નેશનલ હાઈવે-45 પર સ્થિત ‘વના રેલવે ઓવરબ્રિજ’નો એક મોટો હિસ્સો તૂટી પડ્યો છે. આ બ્રિજનો એક ભાગ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો, જેના કારણે વાહનવ્યવહાર માત્ર એક તરફથી ચલાવવામાં આવતો હતો. પરંતુ હવે બીજો હિસ્સો પણ ધરાશાયી થતાં હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે અટકી ગયો છે. 4 વર્ષ પહેલાં ₹400 કરોડના ખર્ચે તૈયાર થયેલો 56 કિલોમીટર લાંબો માર્ગ અને આ બ્રિજ આટલી જલ્દી જવાબ આપી દેતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

આ ઓવરબ્રિજનું નિર્માણ ‘મેસર્સ બાગડ ઈન્ફ્રા’ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ કંપનીને નબળા કામ અને ગેરરીતિ બદલ પહેલાથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાંધકામ દરમિયાન ગેરકાયદેસર ખનન કરવા બદલ વહીવટીતંત્ર દ્વારા કંપની પર ₹82 કરોડનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં આ બ્રિજ ‘ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ’ (ગેરંટી પિરિયડ) હેઠળ હતો, જેથી તેની મરામતનો ખર્ચ કોન્ટ્રાક્ટરે જ ભોગવવો પડશે.

दुર્ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. ભારે વાહનોને બાયપાસ માર્ગે અને હળવા વાહનોને શહેપુરા શહેરની અંદરના રસ્તાઓ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. ભોપાલ જવા માંગતા મુસાફરોને ગોટેગાંવ અથવા પાટણ બાયપાસ થઈને જવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ, ટોલ ટેક્સની વસૂલાત ચાલુ હોવા છતાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara : વડોદરામાં સિનેમોલ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,ઓપી રોડ ના ABS ટાવરમાં આગ લાગતાં નાસભાગ

0

ગરમી શરૂ થતા હિટને કારણે આગના બનાવો બનવાના કિસ્સા બની રહ્યા છે. શહેરના ઓપી રોડ ઉપર એક કોમ્પ્લેક્સ માં આગનો બનાવ બનતા નાસ ભાગ મચી હતી.ઉતરાયણના બીજે દિવસે રેસકોર્સ નટુભાઈ સર્કલ પાસે સીને મોલમાં એસીના આઉટડોલ માં યુનિટમાં આગ લાગ્યા બાદ બિલ્ડીંગ નો એક ભાગમાં લપેટાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ કાર પણ ચપેટમાં આવી ગઈ હતી.

ઓપી રોડ ઉપર ગઈ બપોરે આવી જ રીતે એબીએસ ટાવર નામના બિલ્ડીંગ ના પાછળના ભાગે એસીના આઉટડોર યુનિટમાં આગ લાગતા આસપાસમાં પણ આગ પ્રસરી હતી. રવિવાર ને કારણે કેટલીક ઓફિસો બંધ હતી અને અવરજવર નહીવત હતી. આમ છતાં આગનું સ્વરૂપ જોતા હાજર લોકોમાં નાસભાગ થઈ હતી. વડીવાડી ફાયર બ્રિગેડ દ્વારા પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી.આગ કરતા તેના ધુમાડા વધુ થવાના ગભરાટ ફેલાયો હતો. વીજ કંપનીની ટીમ દ્વારા પણ વીજ કનેક્શન બંધ કરીને આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી.

National : રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના ‘મોહમ્મદ દીપક’ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ સાચી ભારતીયતા’

0

ઉત્તરાખંડના કોટદ્વારમાં હાલમાં જ ચર્ચામાં આવેલા જિમ સંચાલક દીપક કુમાર ઉર્ફે ‘મોહમ્મદ દીપક’ની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ વિવાદોમાં આવેલા દીપકને રાહુલ ગાંધીએ ગળે લગાવીને પ્રોત્સાહિત કર્યા હતા.

ગત 26 જાન્યુઆરીએ કોટદ્વારના બજાર વિસ્તારમાં એક મુસ્લિમ વડીલની દુકાનના નામમાંથી ‘બાબા’ શબ્દ હટાવવા મુદ્દે કેટલાક હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક જિમ સંચાલક દીપકે તે વડીલના સમર્થનમાં આવી વિરોધ નોંધાવ્યો હતો. આ ચર્ચ દરમિયાન જ્યારે તેને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગર્વથી કહ્યું હતું કે, ‘મારું નામ મોહમ્મદ દીપક છે.’ આ વીડિયો વાયરલ થતા જ દીપક રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ દીપક સાથેની મુલાકાતની તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ઉત્તરાખંડના ભાઈ ‘મોહમ્મદ દીપક’ સાથે મુલાકાત. એકતા અને સાહસની આવી જ જ્યોત દરેક ભારતીય યુવાનમાં સળગવી જોઈએ. દરેક માણસ સમાન છે. આ જ ભારતીયતા છે અને આ જ છે મોહબ્બતની દુકાન.”

દીપકના જણાવ્યા મુજબ, આ વિવાદ બાદ તેના વ્યવસાય પર માઠી અસર પડી છે. અગાઉ તેના જિમમાં 150 જેટલા સભ્યો આવતા હતા, જે હવે ઘટીને માત્ર 12 થી 15 રહી ગયા છે. જિમનું 40હજાર ભાડું અને ઘરની લોન ચૂકવવી તેના માટે મુશ્કેલ બની ગઈ છે. જોકે, આ મુશ્કેલ સમયમાં સુપ્રીમ કોર્ટના 12 વરિષ્ઠ વકીલોએ તેના જિમની એક વર્ષની મેમ્બરશિપ લઈને પ્રતીકાત્મક ટેકો જાહેર કર્યો છે. દીપક કહે છે કે તે કોઈ વિવાદમાં પડવા નથી માંગતો, તે માત્ર શાંતિથી પોતાનું જિમ ચલાવવા માંગે છે.

Entertainment: લિવર કેન્સર સામે જંગ જીત્યા બાદ ફેમસ અભિનેત્રી દીપિકા કક્કર ફરી કેમ હોસ્પિટલમાં દાખલ, ફેન્સની વધી ચિંતા

0

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન વધુ એક સેલેબ્રિટી હોસ્પિટલમાં દાખલ થયાના સામાચાર સામે આવતા ફેન્સની ચિંતા વધી. ફેમસ અભિનેત્રી દીપિકા ક્કકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે, દીપિકાને ગંભીર લીવર કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના બાદ સર્જરી કરી અને કેન્સરને પડકાર આપતા સ્વસ્થ સારવાર કરી. તાજેતરમાં દીપિકા કક્કરના સ્વાસ્થ્યમાં વધુ એક મુશ્કેલી આવતા અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

લિવર કેન્સર સામે જંગ જીત્યા બાદ દીપિકા કક્કર હાલમાં અસ્વસ્થ છે. તાજેતરમાં દીપિકાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં જવું પડ્યું. જયાં ડોક્ટરે તેના પેટમાં 13-મિલિમીટરની નાની ફોલ્લી (નાની ગાંઠ) હોવાનું નિદાન કર્યું. તેના પતિ, શોએબ ઇબ્રાહિમ, ડૉક્ટરની સલાહ બાદ સારવાર માટે દીપિકાને હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટરના જણાવ્યા મુજબ આ ફોલ્લીનું વહેલા નિદાન થવું સારી બાબત કહી શકાય. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તેની સારવારની જરૂર છે. આ ફોલ્લી દૂર કરવા દીપિકાએ એક નાની સર્જરી કરવી પડશે. આગામી મંગળવાર, 24 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રી નાની તબીબી પ્રક્રિયામાંથી પસાર થશે, જેમાં પેટની અંદરથી ફોલ્લો બાળીને તેને દૂર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટે તેણીને લગભગ 3-4 દિવસ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે.

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ લોકપ્રિય ટીવી કપલ તરીકે જાણીતા છે. પરંતુ આ વખતે બંને કોઈ નવા શો કે ફિલ્મ માટે નહીં ના તો તેમના બ્લોક પર કોઈ અભિપ્રાય આપ્યો છે. ફેમસ અભિનેત્રી દીપિકા તેના સ્વાસ્થ્યને લઈને ફરી અત્યારે સમાચારની હેડલાઈન બની છે. તેમના યુટ્યુબ વ્લોગ દરમિયાન, દીપિકા અને શોએબે ચાહકો સાથે શેર કર્યું કે તેમના પેટમાં દુખાવાની સાથે, તેમને ખભામાં હળવો દુખાવો પણ થયો હતો, જે શરૂઆતમાં તેમને પરેશાન કરતો હતો. જોકે, ડોકટરોની તપાસમાં પેટની સમસ્યા સિવાયના બધા રિપોર્ટ સામાન્ય હોવાનું બહાર આવ્યું. આ જોઈને, દીપિકા પોતે ભાવુક થઈ ગઈ અને કહ્યું, “આજે સવારે હું ખૂબ ડરી ગઈ હતી. પરંતુ હું આભારી છું કે અમને સમયસર ખબર પડી. તેથી જ નિયમિત ફોલો-અપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Rajkot : રાજકોટ મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો, દાયકાઓ જૂના ઘર છીનવાતા લોકો ચોધાર આંસુએ રડ્યા

0

રાજકોટ મહા નગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે. જોકે જંગલેશ્વરના વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરીનો માહોલ દેખાયો હતો. અનેક લોકો દાયકાઓ જૂના પોતાના આશ્રય સ્થાનો ગુમાવતા ચોધાર આંસુએ રડી રહ્યા હતા તો કેટલાક લોકોને એ ચિંતા હતી કે હવે તેઓ ક્યાં જશે? ક્યાં રહેશે?

ઉલ્લેખનીય છે કે 1498 જેટલા ગેરકાયદે મકાન-દુકાન અને અન્ય બાંધકામો તોડી પાડવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની હાજરીને પગલે વિસ્તારમાં ગમગીની અને આક્રોશનો માહોલ છે. અનેક પરિવારો આંસુઓ સાથે પોતાના ઘરનો સામાન ફેરવી રહ્યા છે, તો બીજી તરફ મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. સોમવારે સવારે 8 વાગ્યાથી બુલડોઝર ગર્જવાનું શરૂ થશે, જે અંદાજે ત્રણ દિવસ સુધી ચાલશે.DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, ‘જંગલેશ્વરમાં શાંતિ પૂર્ણ રીતે ડિમોલિશન કામગીરી ચાલુ છે. કોઈ જ ધટના બની નથી. લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી નાખ્યા છે. આજે JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીર ચાલુ છે.ખોટી અફવામાં આવું નહી શાંતિ પૂર્ણ રીતે કામગીરી ચાલુ છે.’

National : बजट में पीएफ का लाभ सुरक्षित भविष्य के लिए बेहद जरूरी

0

श्रम आयुक्त दर वन कर्मचारी संघ प्रमुख हारुन मानिकपुरी ने छत्तीसगढ़ सरकार के वित्त मंत्री श्री ओपी चौधरी से मांग करते हुए कहा है कि 23 फरवरी से शुरू हो रहे षष्ठम विधानसभा के आठवें बजट सत्र में संविदा कर्मचारी, अनियमित कर्मचारी, श्रम आयुक्त दर मासिक श्रमिकों के उत्थान के लिए बजट में पीएफ का लाभ सुरक्षित भविष्य के लिए बेहद जरूरी है। इसके तहत वेतन सीमा वर्तमान से बढ़ाकर 25,000 या इससे अधिक किया जाना अतिआवश्यक है। जिससे अधिक से अधिक संविदा कर्मचारी, अनियमित कर्मचारी, दैनिक वेतन भोगी कर्मचारी, श्रम आयुक्त दर मासिक श्रमिक अनिवार्य पीएफ और पेंशन के दायरे में आ सकें। साथ ही कर छूट की सीमा बढ़नी चाहिए और सरलीकृत प्रक्रिया होनी चाहिए। ईपीएफओ नियमों के तहत वर्तमान वैधानिक वेतन सीमा को बढ़ाकर 25,000 प्रति माह या इससे अधिक किया जाना चाहिए।

इससे उच्च वेतन वाले दैनिक श्रमिक भी भविष्य निधि के दायरे में आ सकेंगे। हारुन मानिकपुरी ने बताया कि सभी छोटे बड़े इकाइयों में काम करने वाले दैनिक वेतन भोगियों और श्रम आयुक्त दर श्रमिकों के लिए 12%कर्मचारी नियोक्ता अंशदान अनिवार्य हो जिससे 8.33% पैंशन (EPS -95) में जाए। पीएफ पर अंशदान पर कर छूट की सीमा बढ़ाई जानी चाहिए, ताकि बचत पर ब्याज कर योग्य न हो। आपातकालीन स्थिति या नौकरी छूटने पर पीएफ की अधिक निकासी के लिए प्रक्रिया को सरल और तेज बनाया जाना चाहिए। यह कर्मचारियों की रिटायरमेंट सेविंग को बढ़ाता है चिकित्सा व्यय या अन्य आपातकालीन जरुरतों के लिए सुरक्षित धन प्रदान करता हैं, और एक सैवानिवृत्ती के बाद वित्तीय स्थिरता देगा। साथ ही हारुन मानिकपुरी ने कहा है कि केन्द्र सरकार 4नए श्रम कानून अप्रैल 2026 से लागू होते ही यह 1948 का कानून समाप्त हो जाएगा। जिससे स्थाईकरण योजना अप्रैल 2026 के बाद लागू करने पर प्रतिकूल प्रभाव पड़ सकता है, और अनुबंध के कर्मचारी रह जाने का खतरा मंडराता नजर आ रहा है। मध्यप्रदेश में वर्ष 2016 और 2023 में औद्योगिक अधिनियम अंतर्गत 1948 की धारा 61व63 के माध्यम से स्थाईकरण योजना लागू की गई थी। इसी तरह छत्तीसगढ़ में भी एक वर्ष समय सीमा तय कर स्थाईकरण योजना लागू करने की मांग प्रदेश के यशस्वी मुख्यमंत्री श्री बिष्णुदेव साय, वित्त मंत्री श्री ओपी चौधरी से की.

हारुन मानिकपुरी रायपुर

Holi 2026 : ભારત સિવાય અન્ય કયા દેશોમાં જોવા મળે છે હોળી ની ધૂમ ? ચાલો જાણીએ……

0

ગણતરીના દિવસોમાં જ રંગોનો તહેવાર હોળી આવવાનો છે. હિન્દુ પરંપરામાં આ સૌથી વધુ ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક છે. તે ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોલિકા દહન સાથે શરૂ થાય છે અને ત્યારબાદ રંગ, સંગીત અને જશ્નનો દિવસ મનાવવામાં આવે છે. ચાલો જાણીએ કે ભારત સિવાય બીજા કયા દેશોમાં હોળી મનાવવામાં આવે છે.

નેપાળમાં હોળીને ફાગુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ભારત પછી આ દેશમાં હોળીને સૌથી મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. અહીં આ ઉત્સવ બે દિવસ સુધી ચાલે છે. પ્રથમ દિવસ પહાડી વિસ્તારોમાં અને બીજો દિવસ તરાઈના મેદાનોમાં ઉજવાય છે.

બાંગ્લાદેશમાં હોળીને ડોલ પૂર્ણિમા અથવા બસંત ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અહીં હિન્દુ સમુદાય આ તહેવાર ઉજવે છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ સિંધ પ્રાંતમાં હિન્દુ સમુદાય પરંપરાગત રીત-રિવાજો અને મંદિરના સમારોહ સાથે હોળી ઉજવે છે. અલ્પસંખ્યક સમુદાય હોવા છતાં અહીં તહેવારની ભાવના મજબૂત જોવા મળે છે.

મોરેશિયસમાં મોટાભાગની વસ્તી ભારતીય મૂળની છે. અહીં હોળીના દિવસે જાહેર રજા (પબ્લિક હોલિડે) હોય છે. અહીં હોલિકા પ્રગટાવવામાં આવે છે અને આખા ટાપુ પર પરંપરાગત ફાગ ગીતો ગાવામાં આવે છે. આ સાથે જ ફિજીમાં આ તહેવારને પગુઆ તરીકે ઓળખવામાં આવે છે.

ગુયાના, સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોમાં હોળી લોકપ્રિય રીતે ફગવા તરીકે ઓળખાય છે. આ ઉત્સવમાં પરંપરાગત ચૌતાલ ગીતો ગાવા અને હોલિકા દહનની વિધિઓ નિભાવવાનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સૌથી મોટા હોળી સમારોહમાંનો એક ઉટાહના સ્પેનિશ ફોર્ક સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં થાય છે. ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં પણ મોટા પાયે કલર રન અને પરેડ યોજાય છે. યુનાઇટેડ કિંગડમમાં લંડન, લિસેસ્ટર અને બર્મિંગહામ જેવા શહેરો ભારતીય સંગીત, ડાન્સ અને રંગો સાથે મોટા હોળી ઇવેન્ટ્સ આયોજિત કરે છે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ હોળીની મોટી ઉજવણી કરવામાં આવે છે, ખાસ કરીને સિડની, મેલબોર્ન, ડરબન અને જોહાનિસબર્ગ જેવા શહેરોમાં.

Bhakti : ચંદ્રગ્રહણના દિવસે જરુર કરો આ 5 વસ્તુઓનું દાન, ચંદ્ર દોષથી મળશે મુક્તિ……

0

2026 માં ચંદ્રગ્રહણ 4 માર્ચે થશે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે દાન કરવાથી તમને ચંદ્રદોષથી પણ મુક્તિ મળે છે. ચંદ્રને મન અને માતાનો કારક પણ માનવામાં આવે છે તેથી આ દિવસે દાન કરવાથી માનસિક શાંતિ અને માતા સાથેના તમારા સંબંધોમાં મધુરતા આવે છે. ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

1 . ચંદ્રનો પ્રિય રંગ સફેદ છે, તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે. તમે ચોખા, ખાંડ, દૂધ અને દૂધ આધારિત મીઠાઈઓનું દાન કરી શકો છો. સફેદ કપડાંનું દાન કરવાથી પણ શુભ પરિણામો મળે છે. આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ અને ચંદ્રના દુ:ખોથી રાહત મળે છે

2 . આ દિવસે મોતી અને ચાંદીનું દાન કરવાથી પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જેમની કુંડળીમાં રાહુ, કેતુ અથવા શનિ સાથે ચંદ્ર સ્થિત છે તેઓ આ વસ્તુઓનું દાન કરીને સકારાત્મક પરિવર્તન અનુભવી શકે છે. ચાંદી અને મોતીનું દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને માનસિક શાંતિ પણ મળી શકે છે.

3 . હિન્દુ ધર્મમાં, અન્નનું દાન કરવું એ એક મહાન દાન માનવામાં આવે છે તેથી તમે ચંદ્રગ્રહણના દિવસે અન્નનું દાન કરી શકો છો. જરૂરિયાતમંદોને રાંધેલું ભોજન ખવડાવવાથી ચંદ્રના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમે કાચા અનાજનું પણ દાન કરી શકો છો.

4 .ચંદ્રગ્રહણના દિવસે પૈસાનું દાન કરવાથી ફક્ત બીજાઓને જ મદદ મળતી નથી પણ દેવી-દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. પૈસાનું દાન કરવાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ સુધરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

5 . ચંદ્રગ્રહણના દિવસે દીવો પ્રગટાવીને પવિત્ર નદીઓમાં રાખવાથી ચંદ્રના દુ:ખ દૂર થાય છે. ખાતરી કરો કે દીવો માટીનો બનેલો હોય. દીવાઓનું દાન કરવાથી તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પણ ફેલાય છે. ચંદ્રગ્રહણની રાત્રે તમે ચંદ્રને યાદ કરીને દીવો પણ પ્રગટાવી શકો છો. આમ કરવાથી તમને ચંદ્રના શુભ પરિણામો પણ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પાક્કો ગુજરાત ન્યૂઝ કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Business : 25 फरवरी को लॉन्च हो रहा सैमसंग का सबसे पावरफुल फोन, ये होंगे फीचर्स …….

0

Samsung Galaxy S26 सीरीज आने वाले बुधवार को लॉन्च होंगी. इस सीरीज के तहत स्मार्टफोन को लॉन्च किया जाएगा, जिसमें Samsung Galaxy S26, Galaxy S26 Plus और Galaxy S26 Ultra के नाम शामिल हैं. फ्लैगशिप हैंडसेट में 200MP का कैमरा और पावरफुल चिपसेट का यूज किया गया है. आइये इसके बारे में डिटेल्स में जानते हैं.

पुराने ट्रेंड पर गौर करें तो कंपनी हर जनवरी में सैमसंग गैले्सी एस सीरीज को अनवील करती है. इस साल भी कंपनी फरवरी में Samsung Galaxy S26 सीरीज के तहत तीन हैंडसेट को अनवील करेगी. इसमें Samsung Galaxy S26, Samsung Galaxy S26 Plus और Samsung Galaxy S26 Ultra होगा.

Samsung आने वाली 25 को फरवरी अनपैक्ट इवेंट का आयोजन करना जा रहा है, जिसमें कंपनी अपनी फ्लैगशिप सीरीज को अनवील करेगी. इस सीरीज का नाम Samsung Galaxy S26 है, जिसमें Galaxy S26 Ultra भी लॉन्च होगा. Samsung Galaxy S26 Ultra कंपनी का सबसे पावरफुल स्मार्टफोन होगा, जिसमें 200MP का कैमर, पावरफुल प्रोसेसर और शानदार डिस्प्ले मिलेगा.

लेटेस्ट जानकारी से पता चला है कि इस बार Galaxy S26 Ultra में नए कलर देखने को मिलेंगे. जीएसएमअरेना की रिपोर्ट के मुताबिक, चार रंगों में से चुनने का ऑप्शन मिलेगा, जिसमें ब्लैक, कोबाल्ट वायलेट, स्काई ब्लू और व्हाइट कलर हैं. वहीं, कुछ रंग ऐसे भी होंगे जो सिर्फ सैमसंग के ऑनलाइन वेब स्टोर पर एक्सक्लूसिव होंगे. Samsung Galaxy Unpacked Event सैन फ्रांसिस्को में 25 फरवरी को होगा. भारतीय समयनुसार 25 फरवरी रात 11:30 बजे होगा.

Samsung Galaxy S26 में 6.3-inch Full-HD+Dynamic AMOLED 2X डिस्प्ले मिलेगा. इसमें 120Hz का रिफ्रेश रेट्स और स्क्रीन प्रोटेक्शन के लिए Corning Gorilla Armor 2 प्रोटेक्शन का यूज किया है.

Corning Gorilla Armor 2 Plus वेरिएंट में 6.7-inch QHD+ Dynamic AMOLED 2X डिस्प्ले मिलेगा. इसमें स्क्रीन प्रोटेक्शन के लिए Gorilla Armor 2 का फीचर दिया गया है. फ्लैगशिप हैंडसेट Samsung Galaxy S26 Ultra में 6.9-inch का Dynamic AMOLED 2X डिस्प्ले मिलेगा. इसमें Dynamic AMOLED 2X टच स्क्रीन मिलेगा. स्क्रीन प्रोटेक्शन के लिए Corning Gorilla Armor 2 का यूज किया गया है.

Health : ખાલી પેટે પીવા લાગો એલોવેરા જ્યુસ , પાચનતંત્ર પણ હંમેશા રહેશે સારું; ચહેરા પર આવશે ગજબની ચમક!

0

આયુર્વેદમાં ઘણી સામાન્ય વસ્તુઓનો ઉલ્લેખ છે, જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. આ વસ્તુઓ આપણાં આસપાસ સરળતાથી મળી જાય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એલોવેરાની. હા, આયુર્વેદમાં વર્ષોથી એલોવેરાનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવી રહ્યો છે. એલોવેરા ઔષધિય ગુણોથી ભરપૂર છે અને અનેક આરોગ્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે. એલોવેરા માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેના પલ્પથી બનેલો જ્યુસ પણ અદ્ભુત ફાયદા આપે છે. હવે પ્રશ્ન છે કે એલોવેરા જ્યુસ પીવાના ફાયદા શું છે? એલોવેરા જ્યુસમાં કયા પોષક તત્વો હોય છે? કઈ સમસ્યાઓમાં એલોવેરા ફાયદાકારક છે? ચાલો જાણીએ આ વિશે.

વર્ષ 2016માં ઇન્ટરનેશનલ પીઅર રિવ્યુ ઓપન એક્સેસ જર્નલ ‘બાયોસાયન્સ બાયોટેકનોલોજી રિસર્ચ કોમ્યુનિકેશન’માં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. તે મુજબ, એલોવેરામાં એન્ટિમાઇક્રોબિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અસરો પણ જોવા મળી છે. તેથી એલોવેરા ઘા રૂઝાવવા, સનબર્ન અને ત્વચાના નુકસાનને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં એલોવેરા જ્યુસ પીવાનું ચલણ ઝડપથી વધ્યું છે. લોકો તેને પાચન સુધારવા, શરીરને ડિટોક્સ કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવા માટે કુદરતી ટોનિક તરીકે અપનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે શું રોજ એલોવેરા જ્યુસ પીવું ખરેખર સુરક્ષિત છે. સાથે જ તેની શરીર પર શું અસર થાય છે?

તો ચાલો, આજે ‘કામના સમાચાર’ માં એલોવેરા જ્યુસ સંબંધિત આ તમામ પ્રશ્નોના જવાબો વિગતવાર સમજીએ. સાથે જ તેના ફાયદા, યોગ્ય માત્રા, સેવનની રીત અને જરૂરી સાવચેતીઓ પર પણ ચર્ચા કરીશું.

પ્રશ્ન- એલોવેરામાં કયા કયા પોષક તત્વો હોય છે?

જવાબ- યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર (USDA) અનુસાર, એલોવેરામાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. સાથે જ કેલ્શિયમ, સોડિયમ અને વિટામિન C જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે. એલોવેરા જ્યુસ સામાન્ય રીતે તેના પાંદડાની અંદર રહેલા જેલને સાફ કરીને તૈયાર કરવામાં આવે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી 100 ગ્રામ એલોવેરા જ્યુસની ન્યુટ્રિશનલ વેલ્યુ સમજો-

પ્રશ્ન- એલોવેરા જ્યુસ આપણા શરીરમાં શું કામ કરે છે?

જવાબ- એલોવેરા જ્યુસ મુખ્યત્વે આપણા શરીરમાં આ કામ કરે છે–

પાચનતંત્રને ટેકો આપે છે.
હાઇડ્રેશન વધારે છે.
સોજો ઘટાડે છે.
આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે.
તેમાં રહેલા કુદરતી ઉત્સેચકો પોષક તત્વોના શોષણને સુધારે છે.
પ્રશ્ન- રોજ એલોવેરા જ્યુસ પીવાના શું ફાયદા છે?

જવાબ- નીચે આપેલા મુદ્દાઓથી સમજો–

એલોવેરા જ્યુસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.
તેના એન્ઝાઇમ્સ અને બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ પાચન પ્રક્રિયાને સુધારે છે.
તે હળવી કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
ઓછી કેલરી હોવાને કારણે તેને પીવાથી કેલરી ઇન્ટેકનો પણ ડર રહેતો નથી.
એલોવેરા જ્યુસના અન્ય સ્વાસ્થ્ય લાભો નીચે આપેલા ગ્રાફિક્સમાંથી સમજો-

પ્રશ્ન- એલોવેરા જ્યુસ પીવાની સાચી રીત કઈ છે?

જવાબ- નીચે આપેલા મુદ્દાઓથી સમજો–

એલોવેરા જ્યુસ હંમેશા મર્યાદિત માત્રામાં પીવો.
તેને હંમેશા પાણીમાં ભેળવીને જ પીવો.
પાણી ભેળવવું જરૂરી છે કારણ કે તેમાં રહેલા લેટેક્સની વધુ માત્રા ઝાડા, પેટમાં ખેંચાણ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનું કારણ બની શકે છે.
સવારે ખાલી પેટે અથવા ભોજનના અડધા કલાક પહેલાં પીવું વધુ સારું છે.
જો પેટમાં દુખાવો, ઝાડા કે બળતરા થાય તો તરત જ બંધ કરી દો.
લાંબા સમય સુધી નિયમિત સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે.
પ્રશ્ન- શું ખાલી પેટે એલોવેરા જ્યુસ પીવો વધુ ફાયદાકારક છે?

જવાબ- હા, ખાલી પેટે લેવાથી તેનું શોષણ વધુ સારી રીતે થાય છે અને પાચનતંત્રને સક્રિય કરવામાં મદદ મળે છે. જોકે, તે બધા માટે સુરક્ષિત નથી. કેટલાક લોકોને તેનાથી પેટમાં દુખાવો, ઝાડા કે ખેંચાણ થઈ શકે છે. તેથી પહેલા ડોક્ટરની સલાહ લો.

પ્રશ્ન- એલોવેરા જ્યુસ ત્વચા અને વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે?

જવાબ- નીચે આપેલા મુદ્દાઓથી સમજો-

એલોવેરા જ્યુસમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન C અને E ત્વચાને ફ્રી-રેડિકલ ડેમેજથી બચાવવામાં મદદ કરી શકે છે.
તેનાથી ચહેરા પર ચમક આવે છે.
તેના હાઇડ્રેટિંગ ગુણ ત્વચાને અંદરથી સપોર્ટ કરે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
તેનાથી પિમ્પલ્સ અને હળવી ત્વચાની બળતરાની સમસ્યામાં રાહત મળી શકે છે.
વર્ષ 2018માં ‘જર્નલ ઓફ ડ્રગ ડિલિવરી એન્ડ થેરાપ્યુટિક્સ’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, એલોવેરામાં રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ ત્વચાને મુલાયમ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તેના હીલિંગ અને પોષક ગુણધર્મોને કારણે કોસ્મેટિક ઉદ્યોગમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે.
એલોવેરામાં જોવા મળતા પોષક તત્વો સ્કેલ્પ હેલ્થને સુધારવામાં, ડેન્ડ્રફ ઘટાડવામાં અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
જોકે, સારા પરિણામો માટે સંતુલિત આહાર અને યોગ્ય હેર કેર પણ જરૂરી છે.

પ્રશ્ન- એક દિવસમાં કેટલી માત્રામાં એલોવેરા જ્યુસ લેવું સુરક્ષિત છે?

જવાબ- સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે દિવસમાં 20–30 ml એલોવેરા જ્યુસ પૂરતું અને સુરક્ષિત માનવામાં આવે છે. તેને એક ગ્લાસ પાણીમાં ભેળવીને લેવું વધુ સારું રહે છે.

પ્રશ્ન- શું એલોવેરા જ્યુસ પીવાથી કોઈ આડઅસરો પણ થાય છે?

જવાબ- હા, વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી એલોવેરા જ્યુસ પીવાથી કેટલાક લોકોમાં ઝાડા, પેટમાં દુખાવો, ખેંચાણ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલન થઈ શકે છે. તેની અસર શરીરમાં પોટેશિયમની ઉણપનું કારણ બની શકે છે. કેટલાક લોકોમાં એલર્જી અથવા ત્વચા સંબંધિત પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે.

પ્રશ્ન- કયા લોકોએ એલોવેરા જ્યુસ ન પીવો જોઈએ?

જવાબ- કેટલાક લોકોએ એલોવેરા જ્યુસ ન પીવો જોઈએ. જેમ કે-

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ.
નાના બાળકો અને વૃદ્ધો.
જેને એલોવેરાથી એલર્જી છે.
જેને કિડની કે લિવરનો રોગ છે.
જેને આંતરડા સંબંધિત સમસ્યા છે.
જેને કોઈ ગંભીર બીમારી છે.
જેનું બ્લડ પ્રેશર ઓછું રહે છે.
જેનું બ્લડ સુગર ઓછું રહે છે.
પ્રશ્ન- બજારમાંથી એલોવેરા જ્યુસ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ- આ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જેમ કે-

FSSAI લાઇસન્સ નંબર અને કંપનીની સંપૂર્ણ માહિતી સ્પષ્ટપણે આપેલી હોવી જોઈએ.
ઘટકોની યાદી ધ્યાનથી વાંચો. તેમાં એડેડ સુગર, આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર ન હોવા જોઈએ.
મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસો.
બોટલની સીલ સુરક્ષિત અને પેકેજિંગ યોગ્ય હોવું જોઈએ.
ખૂબ સસ્તી કે અજાણી બ્રાન્ડ લેવાનું ટાળો.
ખોલ્યા પછી સ્ટોરેજ સંબંધિત સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.