Home Blog Page 389

Gujarat : વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે

0

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા તા. ૨૪થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે ૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬ – મેન્સનું આયોજન કરાયું છે.

આ ચેમ્પિયનશિપમાં રાજ્યો અને સંસ્થાની મળી કુલ ૩૨ ટીમોમાં સમગ્ર દેશમાંથી ૫૧૨ વર્લ્ડ – ક્લાસ એથ્લેટ્સ અને ૪૦ ઓફિસિયલ ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસીય આ સ્પર્ધાના મુકાબલા દરરોજ સાંજે ૪થી ૧૦ વાગ્યે યોજાશે. જેમાં પ્રો- કબડ્ડીના સ્ટાર ખેલાડીઓ પોતાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમવાર આ સ્પર્ધાનું ૩૦ દેશોમાં લાઈવ પ્રસારણ કરાશે.

સ્પર્ધા દરમિયાન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતની સંભવિત ટીમના ખેલાડીઓની પસંદગી થશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડી અને પદ્મશ્રી ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક રાજ્યના પ્રેસિડેન્ટ, સેક્રેટરી પણ હાજર રહેશે.ગુજરાતની ટીમમાં વડોદરાના બે ખેલાડી કિશન પંડ્યા અને જનક ગુરખાનો સમાવેશ થાય છે. એકલવ્ય એવોર્ડી તુષાર આરોઠેએ કહ્યું હતું કે, એશિયન ગેમ્સ માટે ભારત સામે ઈરાન, સા.કોરિયા અને ચાઈનાની ટીમો મુખ્યત્વે પડકાર રહેશે. રાજ્ય સ્તરના ખેલાડી અને પુર્વ સાંસદ અને રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, સરકારના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી વધુ એક માઈલસ્ટોન માટે તૈયાર છીએ. આ વડોદરા માટે ગર્વની ક્ષણ બની રહેશે.

 Ahmedabad : AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ

0

એક કહેવત તો તમે સાંભળી હશે કે ખાડો ખોદે તે પડે. આવું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થયું છે, AMC ડમ્પર જ મનપાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગયું છે. CTM ચાર રસ્તા પાસે AMCએ વિકાસને વેગ આપવા ખાડો કર્યો હતો, કામપૂર્ણ થતાં માટી નાખીને બુરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી.

માત્ર મોટી વાતો

​મળતી વિગત મુજબ, અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા માટે તંત્ર અત્યારથી તૈયારીઓનો ધમધમાટ કરી રહ્યું છે. જેમાં અત્યારે ઠેક ઠેકાણે ખોદકામ તેમજ જૂનું કામ સુધારવામાં આવી રહ્યું છે. ત્યારે CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું.આ કામ પૂરું થયા બાદ નિયમ મુજબ ત્યાં મજબૂત પુરાણ કરવાનું હોય છે, પણ મોટી મોટી વાતો કરનારું AMC દ્વારા અહીં તો માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. એ જ ખાડામાં AMCનું જ ભારેભરખમ ડમ્પર ફસાઈ જતા જોવા જેવી થઈ હતી. એટલું જ નહીં આ જોઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.આ ઘટના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, AMCના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગતથી માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયુ હશે. જો આ માટી નાખેલા ખાડામાં કોઈ કાર ફસાયા પછી ગમખ્વાર અકસ્માત થયો હોત તો જવાબદારી કોની એવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ તો આ ડમ્પરને બહાર કાઢવાની મથામણ ચાલી રહી છે, પણ સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? કે પછી ફરી એકવાર માટી નાખીને ભ્રષ્ટાચારને દાટી દેવામાં આવશે?

Gujarat : ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર

0

ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા વસંત ઋતુની શરૂઆત સાથે હવે ગરમી વધવા લાગી છે. આજે સેલ્સિયસનો પારો ઉંચકાયો હતો અને રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટ અને સુરતમાં 36.8 સે. નોંધાયું છે તથા અન્ય 9 સ્થળોએ 35 સે.થી વધુ તેમજ 6 સ્થળે 34 સે.ને પાર થતા લોકોને ઉનાળો શરૂ થઈ ગયાનો અહેસાસ થયો હતો.

સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સે.ને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં તાપમાન તીવ્ર ગતિએ ઉંચકાયું હતું જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રીત રહ્યું હતું જ્યાં અમદાવાદ, ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીકના દ્વારકામાં 34, ભાવનગર, વેરાવળ, દિવમાં 33 સે. સે મહત્તમ તાપમાન નોંધાયું છે.મોસમ વિભાગ અનુસાર આગામીસપ્તાહ સુધી બપોરનું આ તાપમાન આંશિક વધઘટ સાથે જારી રહેશે.સવારનું તાપમાન પણ ઉંચકાતા ઠંડી ગાયબ થઈ હતી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દમણ, કંડલા પોર્ટ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ સવારનું ન્યુનત્તમ તાપમાન પણ 20 કે તેથી વધુ રહ્યું હતું. જેના કારણે લોકોએ રાત્રિના પણ પંખા ચાલુ કરવા પડયા હતા. 

પખવાડિયા પછી ઉનાળાનો ધોમધખતો તાપ શરૂ થવાના અણસાર વચ્ચે દેશમાં અત્યારથી હવામાન સતત પલટાઈ રહ્યું છે, હિમાચલ ક્ષેત્ર, તમિલનાડુ, કેરલ, પુડુચેરી, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહૌલ જામ્યો છે , હજુ પણ આગાહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે.

Bollywood : વિજય-રશ્મિકાએ લગ્નની ચર્ચાઓ પર મારી મહોર, ચાહકોના ટેગને માન આપી રાખ્યું ખાસ નામ

0

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની તારીખને લઈને હજુ કોઈ સત્તાવાર કન્ફર્મેશન આવ્યું નથી. પરંતુ હવે કપલે લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યુ છે. જેમાં સ્ટાર કપલે પોતાના લગ્નને લઈને એક ખાસ નામ આપ્યું છે. ચાહકોના ટેગને માન આપી કપલે લગ્નનું ટાઈટલ ‘ધ વેડિંગ ઑફ VIROSH’ રાખ્યું છે.

વિજય-રશ્મિકાએ લગ્નની ચર્ચાઓ પર મારી મહોર

વિજય-રશ્મિકા લગ્નના લગ્નની ચર્ચા ઘણાં સમયથી થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, બંને આગામી 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવાના છે. લગ્નની ચર્ચા વચ્ચે કપલે તેમના ચાહકો માટે એક ખાસ નોટ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. જેમાં તેઓએ લગ્નના આપેલા ટાઈટલ પાછળની કહાણી જણાવી છે. તેમણે જણાવ્યું કે, ‘આ નામ કોઈ વેડિંગ પ્લાનર, ફેમિલી ટ્રેડિશન કે જ્યોતિષની સલાહથી મળ્યું નથી. પરંતુ ચાહકોના દીલથી અપાયેલું ટાઈટલ છે.’

ચાહકોના ટેગને માન આપી લગ્નનું ટાઈટલ રાખ્યું ‘ધ વેડિંગ ઑફ VIROSH’

કપલે પોસ્ટમાં લખ્યું કે, “અમે કોઈ પણ યોજના બનાવીએ કે પોતાના માટે કંઈપણ પસંદ કરતા પહેલા, તમે પહેલાથી જ અમારી સાથે હતા. તમે અમને અનહદ પ્રેમ આપ્યો, અને તે પ્રેમથી તમે અમને એક નામ આપ્યું. તમે અમને VIROSH કહ્યા. એટલાં માટે આજે દીલથી અમે તમારા માનમાં અમારા આ મિલનને એક નામ આપવા માંગીએ છીએ. અમે તેને ‘ધ વેડિંગ ઑફ VIROSH’ કહેવા માંગીએ છીએ. આટલા પ્રેમથી અમને એકસાથે રાખવા બદલ આભાર, તમે હંમેશા અમારા હૃદયનો ભાગ રહેશો.

“જ્યારે વિજય અને રશ્મિકાના ડેટિંગની અફવાઓ શરૂ થઈ, ત્યારે તેમના ચાહકોએ વિજય અને રશ્મિકાની જોડીને પ્રેમથી VIROSH નામ આપ્યું હતું. ધીમે ધીમે આ નામ ફક્ત ચાહકો દ્વારા આપેલું ટેગ નહીં પણ કપલના સંબંધની ઓળખ બની ગયું. હવે કપલે આ જ નામને તેમના લગ્નની ઓળખ બનાવી છે. જોકે, તેમણે તેમના લગ્નની જાહેરાતમાં તારીખનો ઉલ્લેખ કર્યો નથી.

Bollywood : મલાઈકાએ નવા બોયફ્રેન્ડ સાથે ઈટલીમાં વેલેન્ટાઈન વીક મનાવ્યું

0

મલાઈકા અરોરાએ વેલેન્ટાઈન વીક ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા સાથે ઈટલિમાં વિતાવ્યું હોવાનું તેની નવી તસવીરો  પરથી સ્પષ્ટ થયું છે. મલાઈકા અને હર્ષ રિલેશનશિપમાં હોવાની અટકળો ફરી શરુ થઈ છે. 

અગાઉ મલાઈકા અને હર્ષ મુંબઈમાં એક કોન્સર્ટમાં સાથે દેખાયાં તે પછી બંનેની રિલેશનશિપની અટકળો શરુ થઈ હતી. જોકે, તે પછી એક વાતચીતમમાં મલાઈકાએ  હર્ષ સાથે રિલેશનશિપનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું કોઈની પણ સાથે હરુ ફરું તે પરથી લોકો મારી સાથે તેનું નામ  જોડી દે છે પરંતુ દર વખતે કોઈ સાથે કોઈ પ્રસંગ માણવાનો મતલબ ગાઢ સંબંધ હોતો નથી. પરંતુ, હવે મલાઈકા અને હર્ષ રોમમાં  વેલેન્ટાઈન વીકમાં જ સાથે દેખાયાં છે અને બંનેની બેહદ રોમાન્ટિક પોઝ સાથેની તસવીરો  પણ વાયરલ થઈ ગઈ છે. હર્ષ મલાઈકા કરતાં ૧૯ વર્ષ નાનો હોવાનું કહેવાય છે.

અગાઉ પણ મલાઈકા તેના કરતાં વયમાં બહુ નાના અર્જુન કપૂર સાથે વર્ષો સુધી રિલેશનશિપમાં રહી હતી. જોકે, મેરેજ બાબતે કોઈ કમીટમેન્ટ ન થતાં છેવટે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

Sports : કેપ્ટન સૂર્યાએ અમદાવાદમાં દ.આફ્રિકા સામે હારનું ઠીકરું જુઓ કોના પર ફોડ્યું

0

અમદાવાદમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૭૬ રને પરાજય થયો છે. સતત 12 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે, જેના કારણે સેમીફાઈનલના સમીકરણો હવે રસપ્રદ બન્યા છે.

પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો

187 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે 180થી વધુ રનના ચેઝમાં મેચ પાવરપ્લેમાં જીતી શકાતી નથી, પરંતુ ત્યાં હારી જરૂર શકાય છે. ભારતે પાવરપ્લેમાં જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે રનચેઝ દબાણમાં આવી ગયુ હતું અને ટીમ નાની ભાગીદારીઓ પણ નોંધાવી શકી નહોતી.અભિષેક શર્માની નિષ્ફળતા અને મિલરનું તોફાન

વિશ્વના નંબર-1 ટી20 બેટ્સમેન અભિષેક શર્મા આ મેચમાં પણ માત્ર 14 રન બનાવી આઉટ થતા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે. બીજી તરફ, સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલર ‘પ્લેયર ઓફ ધ મેચ’ સાબિત થયો હતો. મિલરે માત્ર 35 બોલમાં 63 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. મિલરે જણાવ્યું કે આ જીત સાબિત કરે છે કે ભારતને હરાવી શકાય છે.

કેપ્ટન સૂર્યાનો આત્મવિશ્વાસ અને રણનીતિ

હાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે આ હાર એક પાઠ છે, આંચકો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ટીમ પોતાની આક્રમક ક્રિકેટની શૈલીમાં કોઈ ફેરફાર નહીં કરે અને ગભરાટમાં આવીને કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. સૂર્યાને પૂરો ભરોસો છે કે ટીમ ઈન્ડિયા જોરદાર વાપસી કરશે અને નૉકઆઉટમાં પોતાની જગ્યા નિશ્ચિત કરશે.

સેમીફાઈનલની રાહ અને આગામી પડકાર

સુપર-8માં સેમીફાઈનલની આશા જીવંત રાખવા માટે હવે ભારતને ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચો જીતવી અનિવાર્ય છે. ભારતનો હવે પછીનો મુકાબલો ચેન્નાઈમાં રમાશે, જે સેમીફાઈનલની રેસ માટે નિર્ણાયક સાબિત થશે. જો સાઉથ આફ્રિકા પોતાની જીતની લય જાળવી રાખે તો ભારત માટે એક જીત પણ રસ્તો ખોલી શકે છે.

Gujarat : હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા

0

ગુજરાતીમાં કહેવાય છે કે ‘ઝેરનું મારણ ઝેર જ હોય છે’, અને આ જ કહેવતને હવે ગુજરાત સરકાર હકીકતમાં બદલવા જઈ રહી છે. રાજ્યમાં સર્પદંશથી થતા મોત અટકાવવા માટે હવે બહારના રાજ્યોની નહીં, પણ ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે, ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. 

ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા 2 - image

રાજ્ય સરકાર હવે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી ‘એન્ટિ વેનમ’ (સર્પદંશ વિરોધી રસી) તૈયાર કરશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) આ દિશામાં સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહી છે, જેનાથી આગામી સમયમાં સર્પદંશથી થતા મૃત્યુના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે.

કેમ ગુજરાતના સાપનું ઝેર જ છે જરૂરી?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાતું હોય છે. અત્યાર સુધી અન્ય રાજ્યોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતમાં ઓછી અસરકારક સાબિત થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ધરમપુર ખાતે સંસ્થા સ્થાપવામાં આવી છે. અહીં ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર જેવી 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓ પર સંશોધન થાય છે. ગુજરાતના સાપોના ઝેરમાંથી બનેલી રસી સ્થાનિક દર્દીઓ પર ઝડપી અને સચોટ અસર કરશે.

ઝેરની ઈ-હરાજી: ધાર્યા કરતા વધુ ઉંચી કિંમત મળી-

તાજેતરમાં જ આ કેન્દ્ર દ્વારા ઝેરના પાવડરની ઈ-હરાજી કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ ધરાવતા ઉત્પાદકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

સાપની પ્રજાતિબેઝ પ્રાઈઝ (પ્રતિ ગ્રામ)હરાજીમાં મળેલી કિંમત
ઈન્ડિયન કોબ્રા₹ 40,000₹ 44,000
સૉ-સ્કેલ્ડ વાયપર₹ 50,000₹ 56,500

 ધરમપુર બનશે વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટર

ગુજરાત સરકાર આ સંસ્થાને વિશ્વ કક્ષાની બનાવવા માટે ₹11.68 કરોડનો ખર્ચ કરશે. વલસાડ કલેક્ટર દ્વારા આ માટે 2.25 હેક્ટર જમીન પણ ફાળવી દેવામાં આવી છે. તમિલનાડુ બાદ આ પ્રકારની કામગીરી કરતી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે.

WHOની ગાઈડલાઈન મુજબ કામગીરી

સંસ્થાના ઉપાધ્યક્ષ અને જાણીતા સર્જન ડૉ. ડી.સી. પટેલ જેમનો સર્પદંશ સારવારમાં 98% સક્સેસ રેશિયો છે તેમણે જણાવ્યું હતું કે, ”અહીં WHOની માર્ગદર્શિકા મુજબ અત્યંત સુરક્ષિત રીતે ઝેર કાઢવામાં આવે છે. હાલમાં અહીં 460 જેટલા ઝેરી સાપોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.”

મિશન 2030: મૃત્યુઆંક અડધો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્ર સરકારના ‘નેશનલ એક્શન પ્લાન’ હેઠળ વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય છે. આ દિશામાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 1,495 થી વધુ ડૉક્ટરોને ખાસ તાલીમ આપી છે. 300 થી વધુ સ્નેક રેસ્ક્યુઅર્સને સજ્જ કર્યા છે. આ સાથે અંધશ્રદ્ધા દૂર કરવા પંચાયત સ્તરે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.ગુજરાતમાં જ તૈયાર થનારું આ એન્ટિવેનમ માત્ર આરોગ્ય ક્ષેત્રે સ્વનિર્ભરતા જ નહીં, પરંતુ હજારો માનવ જિંદગીઓ બચાવવાનું માધ્યમ બનશે.

Rashi : 23 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજનો દિવસ તમારા માટે નવા અવસર લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક બનશે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને તમારી સલાહનો માન થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વધુ દોડધામ કરવાથી બચો.
વૃષભ
આજે તમે માનસિક રીતે સંતુલિત અને સકારાત્મક અનુભવશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકરી કે વ્યવસાયમાં સ્થિરતા રહેશે. આર્થિક લાભ મળી શકે છે. મિત્રો સાથે કંઈક ખાસ વિષય પર ચર્ચા થશે, જેના કારણે નવા વિચારો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખોરાકમાં બેફિકરી કરશો નહીં.

મિથુન
આજે તમારો સંવાદકૌશલ્ય તમારી સૌથી મોટી શક્તિ બનશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં મળેલી સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. નવા અવસરો માટે તૈયાર રહો. પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. આર્થિક લાભ શક્ય છે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. પરિવારનો સહકાર મળવાથી મન શાંત રહેશે. કારકિર્દીમાં નવી જવાબદારી મળી શકે છે જે આગળ જઇને લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ તણાવથી દૂર રહો.

સિંહ
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રશંસા કે પ્રમોશન મળી શકે છે. વેપારીઓ માટે દિવસ અનુકૂળ છે. કોઈ જૂની સમસ્યા આજે ઉકેલી શકાય છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, ફક્ત નિયમિત જીવનશૈલી જાળવો.
કન્યા
આજે તમારું ધ્યાન કામ પર વધારે રહેશે. અનુશાસન અને આયોજનથી કામ કરશો તો સફળતા નિશ્ચિત છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ સગા-સંબંધીઓ સાથે મુલાકાત આનંદ આપશે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે—હળવો વ્યાયામ કરો.
તુલા
આજે સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કોઈ નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે. મિત્રોથી સહકાર મળશે. આર્થિક મામલામાં સમજદારીથી નિર્ણય લો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—વિશ્વામ અવશ્ય કરો.
વૃશ્ચિક
આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં સાવધાની રાખો. આર્થિક લાભ મળી શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, તેથી ધીરજ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવથી દૂર રહો.
ધનુ
આજનો દિવસ નવા અવસર અને સકારાત્મક બદલાવોથી ભરેલો રહેશે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી બનશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થશે. પરિવારમાં પ્રેમ અને સહકાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં ઉત્સાહ વધશે.
મકર
આજે કામની વ્યસ્તતા વધુ રહેશે. જવાબદારીઓ પૂરી કરવામાં સમય જશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવશે. આર્થિક મામલામાં સાવધાની રાખો. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, શાંતિ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ થાક અનુભવાઈ શકે છે.
*કુંભ
આજે તમારા વિચારોની સ્પષ્ટતા તમને ખાસ બનાવશે. કામની જગ્યા પર નવી યોજના બનેલી જોવા મળશે, જેમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આર્થિક લાભ મળી શકે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે—પાણી વધુ પીવું.
*મીન*
આજનો દિવસ આધ્યાત્મિકતા અને આત્મચિંતનનો રહેશે. મન શાંત રહેશે અને કામમાં વધુ ધ્યાન આપી શકશો. આર્થિક મામલામાં સુધારો થશે. પરિવાર સાથે સમય સારો પસાર થશે. કામકાજમાં પ્રગતિ અને નવા અવસર મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—પૂર્ણ ઊંઘ લો.

Gujarat : Gujarat અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે નવા વ્યાપારી અધ્યાયનો પ્રારંભ: જોઈન્ટ વર્કિંગ ગ્રુપની થશે રચના

0

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારત-યુકે ટ્રેડ ડીલ બાદ આ ડેલિગેશન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને પ્રદેશો વચ્ચે વ્યાપારી અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં સહકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં યુકેની નિષ્ણાત ટુકડી મદદરૂપ થશે.


પરસ્પર વિકાસની સંભાવનાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડના અધિકારીઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનું સૂચન કર્યું હતું. આ માટે ‘ઇન્ડેક્સ-બી’ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આગામી 2027ની વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું.

આ હાઇ લેવલ ડેલિગેશનમાં વેસ્ટ મિડલેન્ડ ગ્રોથ કંપનીના CEO નેઇલ રામી, E.ON એનર્જીના વિજય ટાંક, બર્મીંગહાર્મ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડેવિડ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા. ગુજરાત તરફથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ ઉપસ્થિત રહ્યા હતા.

Ind vs Sa: ભારત-સાઉથ આફ્રિકાનો મુકાબલો નિહાળવા અમદાવાદ સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા….

0

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે(22 ફેબ્રુઆરી) રમાવા જઈ રહ્યો છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો 2024ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટ્યાં છે. આ રોમાંચક મુકાબલો નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતીય ટીમના ફેન્સ બ્લૂ જર્સી અને ભારતીય ઝંડા લહેરાવતા નજરે પડી રહ્યા છે.