HomeBollywoodBollywwod : ભારતીય સિનેમા માટે ગૌરવની ક્ષણ! ‘રામાયણ’ ઓસ્કારની રેસમાં સામેલ!

Bollywwod : ભારતીય સિનેમા માટે ગૌરવની ક્ષણ! ‘રામાયણ’ ઓસ્કારની રેસમાં સામેલ!

ભારતીય સિનેમા માટે 99મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર ભવ્ય ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ના નિર્માતાઓએ આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ્સની રેસમાં સામેલ કરવા માટે સત્તાવાર રીતે આવેદન કર્યું છે. નોંધનીય છે કે, મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ઓસ્કરની ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરી માટે ભારતની અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, તેમ છતાં ‘રામાયણ’ના મેકર્સે તેને જનરલ કેટેગરીમાં મોકલવાનો સ્વતંત્ર નિર્ણય લીધો છે.

ગ્લોબલ મંચ પર ભારતીય સંસ્કૃતિનો ડંકો

‘રામાયણ’ માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ઓળખનું પ્રતીક છે. જેમ હોલીવુડે ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની કાલ્પનિક કથાઓને વૈશ્વિક સ્તરે પહોંચાડી, તેમ આ ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઓની ભવ્યતાનો જવાબ માનવામાં આવે છે.

આ ફિલ્મ સાથે જોડાયેલી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) કંપની હોલીવુડની મોટી ફિલ્મો માટે કામ કરી ચૂકી છે અને તેણે 8 ઓસ્કાર એવોર્ડ્સ પણ જીત્યા છે. આ આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે જ નિર્માતાઓએ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ અપાવવા માટે આ સાહસિક પગલું ભર્યું છે.

ઓસ્કરના નિયમો અને લાયકાત

ઓસ્કાર એવોર્ડ્સના નિયમો અનુસાર, કોઈપણ દેશની સત્તાવાર એન્ટ્રી સિવાય પણ અન્ય ફિલ્મો જો નક્કી કરેલી શરતો પૂરી કરતી હોય તો ઓસ્કારમાં પ્રવેશ મેળવી શકે છે. આ માટે ફિલ્મે અમેરિકાના કેટલાક નક્કી કરેલા સિટી (જેમ કે લોસ એન્જિલસ, ન્યૂયોર્ક, શિકાગો વગેરે)માં સતત સાત દિવસ સુધી થિયેટરોમાં દર્શાવવામાં આવેલી હોવી જરૂરી છે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં પણ આ વર્ષે નવા નિયમોથી ભારતીય સિનેમાને લાભ થયો છે. નાગા ભાષાની ફિલ્મ ‘અંગ’ને ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં એવોર્ડ મળવાને કારણે સીધી પાત્રતા મળી છે. આમ, ‘ગોંધલ’ ભારતની ઓફિશિયલ એન્ટ્રી છે, જ્યારે ‘અંગ’ અને ‘રામાયણ’ પણ ઓસ્કારની રેસમાં સામેલ થઈ છે.

બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના પ્રથમ 6 દિવસમાં જ ભારતમાં રૂ. 403.95 કરોડ અને વિશ્વભરમાં રૂ. 673.90 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. બોક્સ ઓફિસ પર મેળવેલી આ ઐતિહાસિક સફળતા બાદ હવે ‘રામાયણ’ ઓસ્કરના મંચ પર ભારતનું નામ રોશન કરવા માટે તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments