Home Blog Page 391

Entertainment : ‘હું છેલ્લા બે વર્ષથી પ્રેગ્નન્ટ છું’, પ્રેગ્નન્સીની ચર્ચાઓ પર સરગૂન મહેતાનો ખુલાસો!

0

લોકપ્રિય ટીવી કપલ રવિ દુબે અને સરગુન મહેતા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચાર બજારમાં એવી ચર્ચા છે કે આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે, સરગુન મહેતાએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.આ અફવાઓએ જોર પકડતાં જ, સરગુન મહેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના વિશે એક પોસ્ટ શેર કરી. પોસ્ટ શેર કરતાં સરગુને લખ્યું કે તે છેલ્લા બે વર્ષથી આ સમાચાર સાંભળી રહી છે. છેલ્લા બે વર્ષથી અમારી પ્રેગ્નન્સી વિશે સમાચાર કેવી રીતે ખબર પડે છે?

સરગુને આગળ લખ્યું, હું છેલ્લા બે વર્ષથી પ્રેગ્નન્ટ છું, પ્રેગ્નન્સી ખૂબ લાંબી ચાલી રહી છે. પોસ્ટ શેર કરતાં સરગુને કેપ્શનમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. તેણે લખ્યું, તમને એવી પ્રેગ્નન્સી વિશે કેવી રીતે ખબર પડી જેના વિશે મને અને રવિને પણ ખબર નથી? કૃપા કરીને રોકો.

સરગુને એમ પણ કહ્યું કે કોઈપણ સમાચાર પ્રકાશિત કરતા પહેલા કોઈપણ વ્યક્તિએ તેની અથવા તેની ટીમની સલાહ લેવી જોઈએ. કોઈ પણ આધાર વિના આવા સમાચાર ફેલાવવા એ અન્યાય છે. આ કપલે 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યા હતા. રવિએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર રિયાલિટી શો નચ બલિયે 5ના સ્ટેજ પર સરગુનને પ્રપોઝ કર્યું હતું.

રવિનો અંદાજ હજુ પણ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અને તેઓ તેમની જોડીનો ખૂબ આનંદ માણે છે. રવિ અને સરગુનની પ્રેમ કહાની ટીવી શો 12/24 કરોલ બાગના સેટ પર શરૂ થઈ હતી. તેઓ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ સાથે દેખાયા છે. રવિ ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં જોવા મળશે.

Gujarat : કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત

0


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી એક પરણીતી એ પોતાના પતિ સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવવાથી એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી સાધનાબેન ગુલાબભાઈ બગડા નામની ૩૬ વર્ષની પરણીતાએ ગત 18મી તારીખે પોતાના બાથરૂમમાં પડેલું એસીડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ ગુલાબભાઈ હીરાભાઈ બગડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ.આર.બી. ઠાકોર હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહના કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવતિને જૂની આંચકીની બીમારી હતી, અને તેની દવા ચાલતી હતી. જે દવા લેવા બાબતે, તેમજ જમવા વખતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી, તેમાં તેણીને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

Gujarat : મૃગી કુંડમાં ડૂબકીનો વિવાદ: કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં તેની સામે નોંધાયા છે 3 ગુના

0

જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી ગુજરાતની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયેલા છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીના અનેક કિસ્સા ચર્ચામાં છે. હજુ તો ગઈ કાલે જ જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ કીર્તિ પટેલના ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો.

આ કારણસર કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું. આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.

National : મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા

0

85 વર્ષીય શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી અને ગળામાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા. શનિવારે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા, પરંતુ રવિવારે સવારે તેમને ભારે અશક્તિ અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ જણાતા ડૉક્ટરોની સલાહ મુજબ ફરીથી દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. સુપ્રિયા સુલેએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ફોલો-અપ ટેસ્ટ અને હાઈડ્રેશન માટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

શરદ પવારને ગયા અઠવાડિયે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. પાંચ દિવસના એન્ટિબાયોટિક કોર્સ બાદ તેમને રજા અપાઈ હતી અને 3-4 દિવસ સંપૂર્ણ આરામની સૂચના અપાઈ હતી. જોકે, તેમની તબિયત સુધરવાને બદલે વધુ અશક્તિ આવતા ફરી સારવાર શરૂ કરવી પડી છે. ડૉક્ટરોના મતે, તેમની વધતી ઉંમર અને ઈન્ફેક્શનને કારણે આ સમસ્યા થઈ રહી છે.

નોંધનીય છે કે, પવાર પરિવાર પર તાજેતરમાં આવેલા દુઃખની પણ વરિષ્ઠ નેતાના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. જાન્યુઆરીના અંતમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને તેમના ભત્રીજા અજિત પવારના અકાળે અવસાન બાદ શરદ પવાર બારામતીમાં પરિવારને સંભાળવામાં વ્યસ્ત હતા. આ દુઃખદ ઘટના અને સતત દોડધામ તેમજ માનસિક તણાવને કારણે તેમની તબિયત બગડી હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ ડૉક્ટરો તેમને વિશેષ દેખરેખ હેઠળ રાખી રહ્યા છે.

Business : ઓલ-ટાઇમ હાઈથી ચાંદી ₹1.67 લાખ સસ્તી, શું સોનાના ભાવમાં પણ આવશે મોટો ઘટાડો?

0

ગયા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો છે, અને સોના અને ચાંદી બંનેમાં તીવ્ર વધારો થયો છે. આમ છતાં, બંને કિંમતી ધાતુઓ તેમના ઉચ્ચતમ સ્તર કરતાં સસ્તી રહે છે. ચાંદી હજુ પણ તેના ઉચ્ચતમ સ્તર કરતાં ₹1.67 લાખ પ્રતિ કિલોગ્રામ કરતાં વધુ સસ્તી છે, જ્યારે 24-કેરેટ સોનાનો 10 ગ્રામ ₹36,000 થી વધુ સસ્તો છે.

છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹8,584 વધ્યા છે. 13 ફેબ્રુઆરીના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૫ માર્ચની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ 10 ગ્રામ દીઠ ₹2,44,360 પર બંધ થયો હતો, અને એક અઠવાડિયા પછી, તે ગયા શુક્રવારે ₹2,52,944 પર પહોંચી ગયો હતો.

જોકે ગયા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, આ કિંમતી ધાતુ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર કરતાં ઘણી સસ્તી ઉપલબ્ધ છે. 29 જાન્યુઆરીના રોજ, ચાંદીનો ભાવ ઝડપથી વધ્યો, ઇતિહાસમાં પહેલીવાર ₹4 લાખ પ્રતિ કિલોના આંકને વટાવીને ₹4,20,048 પર પહોંચ્યો. જોકે, આ સ્તરે પહોંચ્યા પછી, તે ઝડપથી તૂટી પડ્યો (સિલ્વર પ્રાઇસ ક્રેશ). ઉછાળા છતાં, ચાંદીના વાયદાના ભાવ (MCX સિલ્વર રેટ) હજુ પણ તેના ઉચ્ચતમ સ્તર કરતાં ₹1,67,104 પ્રતિ કિલો નીચે છે.

ગયા અઠવાડિયે ચાંદીના ભાવમાં વધારો થયો જ નહીં, પરંતુ સોનાના ભાવમાં પણ વધારો થયો. 13 ફેબ્રુઆરીના રોજ, 2 એપ્રિલની સમાપ્તિ તારીખ ધરાવતા 10 ગ્રામ સોનાનો ભાવ MCX પર ₹1,55,895 પર બંધ થયો હતો અને અઠવાડિયાના પાંચ ટ્રેડિંગ દિવસોમાં, તે ₹1,56,876 પર પહોંચી ગયો હતો. પરિણામે, ગયા અઠવાડિયે સોનાનો ભાવ ₹981 વધ્યો હતો.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,59,330 1,46,050
રાજકોટ 1,59,330 1,46,050
વડોદરા 1,59,330 1,46,050
સુરત 1,59,330 1,46,050
મુંબઈ 1,59,280 1,46,000
દિલ્હી 1,59,430
1,46,150

સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ શું છે?
MCX ઉપરાંત, જો આપણે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સાપ્તાહિક વધઘટ પર નજર કરીએ, તો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ, IBJA.com અનુસાર, બંને કિંમતી ધાતુઓમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,765 થી વધીને ₹1,55,066 થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,51,340 પ્રતિ 10 ગ્રામ થયો છે. 20 કેરેટ સોનાનો ભાવ ₹10 ગ્રામ વધીને ₹1,38,010 થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,25,600 પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન ભાવ ₹2,42,433 પ્રતિ કિલોગ્રામથી વધીને ₹2,50,314 પ્રતિ કિલોગ્રામ થયો છે.

Dwarka : ભારતીય કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, કરોડોના માલસામાન સાથે બોટ ઝડપાઈ

0

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી 115 માઈલ દૂર અરબી સમુદ્રમાં ઈરાની ક્રૂ સાથેની વિદેશી બોટ ઝડપાઈ છે. 2 થી 5 કરોડનો સામાન અને પ્રતિબંધિત ફોન જપ્ત કરવામાં આવ્યા છે.ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ઉત્તર અરબી સમુદ્રમાં દેશની દરિયાઈ સીમાની સુરક્ષા કાજે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરી રહેલી એક વિદેશી બોટને કોસ્ટ ગાર્ડના જહાજે ઝડપી લીધી છે. આ બોટમાંથી અંદાજે રૂપિયા 2.5 થી 5 કરોડની કિંમતનો ગેરકાયદેસર માલસામાન મળી આવ્યો છે.

21 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટ ગાર્ડને એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતા જ બોટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજાગ જવાનોએ તેને આંતરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બોટનું નામ ‘અલ મુખ્તાર’ છે, જે શ્રીલંકાના કોલંબોમાં રજિસ્ટર થયેલી છે, પરંતુ તેના પર સવાર 4 ક્રૂ મેમ્બર ઈરાની નાગરિકો છે.

બોટની સઘન તપાસ કરતા તેમાંથી છુપાવેલા 200 કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે 1 લાખ સિગારેટના પેકેટ હતા. આ સિવાય ભારતમાં પ્રતિબંધિત એવો થુરાયા સેટેલાઈટ ફોન અને 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા ક્રૂ મેમ્બર્સ પાસે ભારતીય જળસીમામાં હોવા અંગેના કોઈ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, ગત 16 ફેબ્રુઆરીએ પણ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન કરી 203 કિલો નશીલા પદાર્થો સાથે બે ઈરાની નાગરિકોને ઝડપ્યા હતા. હાલમાં આ બોટને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવી રહી છે, જ્યાં વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Jamnagar : જામનગર-ખંભાળિયા હાઇવે પર ઠંડા પીણાની બોટલો ભરેલો ટેમ્પો પલટ્યો, રસ્તા પર કાચના ટુકડા વેરવિખેર

0

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે (22મી ફેબ્રુઆરી) એક માલવાહક ટેમ્પો પલટી મારી જતાં મોટાપાયે નુકસાની અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઠંડા પીણાની કાચની બોટલો ભરેલો ટેમ્પો માર્ગ પર આડો પડી જતાં હજારો બોટલોનો ચૂરેચૂરા બોલી ગયા હતો અને હાઇવે પર કાચના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલા ગોરધનપર ગામના પાટીયા નજીક ઠંડા પીણાની બોટલો ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં રહેલા કાચની બોટલોના કેરેટ સીધા રોડ પર પટકાયા હતા, જેના કારણે રસ્તા પર કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.

કાચના ટુકડા એટલી મોટી માત્રામાં રસ્તા પર ફેલાઈ ગયા હતા કે સામાન્ય રીતે તેને હટાવવા અશક્ય હતા. આથી માર્ગ પરથી કાચના મોટા જથ્થાને દૂર કરવા માટે તાત્કાલિક જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું. સફાઈ કામદારોએ સાવરણા અને પાવડાની મદદથી ઝીણા કાચના ટુકડા ભેગા કરી રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતને પગલે હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અને સફાઈ તંત્રની એકાદ કલાકની ભારે જહેમત બાદ કાચના ટુકડા હટાવી રસ્તો સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માલસામાનને મોટું નુકસાન પહોંચ્યું છે.

UP : યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ

0

કાસગંજના અમાનપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય સત્યવીર છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં રહીને વેલ્ડિંગની દુકાન ચલાવતા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની દુકાન બંધ હતી અને શટર પણ ખુલ્યું નહોતું. શનિવારે સાંજે જ્યારે કેટલાક ગ્રાહકો દુકાને આવ્યા અને અંદર ડોકિયું કર્યું, ત્યારે સત્યવીરનો મૃતદેહ ફાંસીએ લટકતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા અંદરથી સત્યવીરની પત્ની રામશ્રી(50), પુત્રી પ્રાચી(12), અમરવતી(10) અને પુત્ર ગિરીશ(10)ના મૃતદેહ એક જ પલંગ પર પડેલા મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સત્યવીરનો પુત્ર ગિરીશ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતો હતો. તેના ઈલાજ માટે સત્યવીરને મોટી રકમની જરૂર હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. સત્યવીરના પત્નીની બહેને જણાવ્યું કે, તે મદદ માટે ગામમાં પણ ગયા હતા, પરંતુ ક્યાંયથી આર્થિક સહાય મળી શકી નહોતી. બીમાર પુત્રની ચિંતા અને ગરીબીના કારણે સત્યવીર ભારે તણાવમાં હતા, જે આ પગલાં પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

અલીગઢ રેન્જના ડીઆઈજી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, રૂમ અંદરથી બંધ હતો અને કોઈના બળજબરીથી પ્રવેશવાના પુરાવા મળ્યા નથી. સત્યવીરનો મૃતદેહ લટકતી હાલતમાં હતો, જ્યારે તેની પત્નીના ગળા પર ઈજાના નિશાન હતા. ત્રણેય બાળકોના શરીર પર ઈજાના કોઈ ચિહ્નો નથી. પોલીસ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે સત્યવીરે પહેલા બાળકોને ઝેર આપ્યું હશે, ત્યારબાદ પત્નીની હત્યા કરી હશે અને અંતે પોતે ફાંસી લગાવી લીધી હશે. હાલ પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Entertainment : રણબીર કપૂરે આર કે સ્ટુડિયોઝ માટે અંધેરીમાં 20 વરસ માટે લીઝ પર જગ્યા લીધી

0

રણબીર કપૂર અને પરિવારે આર કે સ્ટુડિયોને ફરી ધમધમતો કરવાની યોજના બનાવી લીધી છે. આ માટે તેમણે અંધેરીના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં પાંચ માળ ૨૦ વરસની લીઝ પર લીધા છે. હાલ ત્યાં નવીનીકરણ ચાલી રહ્યું છે અને વિવિધ ટેકનિકોવાળો આ સ્ટુડિયોને જુન મહિનાથી ધમધમતો કરવામાં આવશે.

મળેલી માહિતી અનુસાર, આ સ્ટુડિયોને અત્યાધુનિક કન્ટેટનું પાવરહાઉસ બનાવવાની તૈયારી થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર, પહેલો માળ ૧૫,૦૦૦ સ્કે.ફૂટનો હશે. જેમાં મુખ્ય એલઇડી સાઉડસ્ટેજ ઉપરાંત અન્ય સુવિધાઓ હશે. બીજા માળ પર વીએફએક્સ યૂનિટસ અને પરિવારની ઓફિસો માટે રાખવામાં આવશે. ત્રીજા માળેે સંગીત અને પોસ્ટ-પ્રોડકશનનું કામ કરવામાં આવશે. જેમાં ૧૨ રેકોર્ડિંગ સ્ટુડિયો અને ૨૫ એડિટિંગ ,આઠ ડબિગં સૂટ અને વચમાં એક નાનકડું મંદિર કરવામા આંવશે.જે કપૂર પરિવારની પરપરાને જાળવી રાખશે. ચોથા માળ બે અંગત સ્ક્રીનિંગ થિયેટર હશે જેમાં ૨૦૦ સીટ અને ૩૦ વિતરણ રૂમો હશે.પાચમાં માળ પર ૪૦ આલિશાન ગ્રીન રુમ, ૪૦૦ સીટ વાળી કાફેટેરિયા અને આરકેની યાદગાર વસ્તુઓ રાખવામાં આવશે.

Amreli : સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત

0

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર રવિવારે (22મી ફેબ્રુઆરી) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે થયેલી સામસામે ધડાકાભેર ટક્કરમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 9 મુસાફરો લોહીલુહાણ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.

એક કાર ભાવનગરથી સપ્તાહમાં જઈ રહી હતી, જ્યારે બીજી કાર આદસંગ ગામથી લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર આ બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં 28 વર્ષીય કુલદીપ ખુમાણ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 મુસાફરોની હાલત અત્યંત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સાવરકુંડલા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. લગ્નપ્રસંગ અને ધાર્મિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારો પર અચાનક આવી પડેલી આ આફતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.