Home Blog Page 403

Health : લસણના પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવો નહીં થાય કેન્સર! જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત

0

કેન્સર ક્યારે થશે તે કહી શકાતું નથી. તેથી, હવે મોટાભાગના લોકો તેમના આહાર પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે અને આયુર્વેદિક ઉપાયો પર પણ આધાર રાખી રહ્યા છે. આજકાલ, બદલાતી જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે, રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને આપણે સરળતાથી ગંભીર રોગોનો ભોગ બનીએ છીએ

.લસણનું પાણી

લોકોએ તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે અને કેન્સર જેવા રોગોથી પણ બચી શકે છે. તમે તમારા આહારમાં આયુર્વેદિક હેલ્થ એક્સપર્ટ દ્વારા સૂચવેલા પીણાનો સમાવેશ કરી શકો છો. આમાં, લસણનો ઉપયોગ કર્યો છે અને સ્વસ્થ પીણું બનાવવાની પદ્ધતિ જણાવી છે.

શું લસણનું પાણી કેન્સરથી બચાવે છે?

હેલ્થ એક્સપર્ટ કહે છે કે લસણનું પાણી કેન્સરની રોકથામ કે સારવારની ગેરંટી આપતું નથી, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને તેના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. લસણનું પાણી પીવાથી શરીર મજબૂત બને છે અને રોગ અટકાવે છે. લસણ તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તેથી, આયુર્વેદ અને કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોએ લસણના પાણી અથવા લસણ ખાવાને ફાયદાકારક ગણાવ્યું છે, પરંતુ તે કેન્સરને રોકવા અથવા સારવાર માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી.

લસણના પાણીમાં શું ઉમેરવું?

લસણના પાણીમાં હળદર અને આદુ ઉમેરવાથી તેના ફાયદા બમણા થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન અને લસણના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે.

હેલ્ધી ડ્રિંક કેવી રીતે બનાવવું?

  1. એક ગ્લાસ પાણી લો અને તેમાં લસણની 4 કળીઓનો ભૂકો ઉમેરો.
  2. હવે તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા મૂકો અને પાણી હુંફાળું કરો.
  3. આ પછી તેમાં 2 ચપટી હળદર અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરો.
  4. પાણીને સારી રીતે ઉકાળો અને તેને ગ્લાસમાં રેડો.
  5. તમારે આ પીણું ખાલી પેટે પીવું જોઈએ, નહીં તો તમે તેને નાસ્તામાં પણ પી શકો છો.
લસણનું પાણી પીવાના ફાયદા
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી
  • ચેપ સામે લડવામાં મદદ કરે છે
  • પાચનતંત્રને મજબૂત બનાવવું
  • શરીરને ડિટોક્સિફાય કરવું
  • ગંભીર બીમારીથી બચવું

આને કોઈ બીમારીનો ઈલાજ ન માનો તેના બદલે, સ્વસ્થ રહેવા માટે આ પીણું પીઓ. જો કે, જો તમને કોઈ ગંભીર તબીબી સ્થિતિ હોય, તો તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Sports : સુપર-8 પહેલા જ આ 5 કારણોના લીધે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!

0

ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં સતત ચાર જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. +2.500 ના સર્વોચ્ચ નેટ રન રેટ સાથે ભારત સુપર-8માં પહોંચ્યું છે, પરંતુ આ જીતના આંકડાઓની પાછળ કેટલીક એવી ખામીઓ છુપાયેલી છે જે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમો સામે ભારે પડી શકે છે.

  1. અભિષેક શર્માનું કથળતું ફોર્મ

ટૂર્નામેન્ટ પહેલા જેમને ‘એક્સ-ફેક્ટર’ માનવામાં આવતો હતો, તે અભિષેક શર્મા અત્યાર સુધીનો સૌથી ફ્લોપ ખેલાડી રહ્યો છે. પાવરપ્લેમાં આક્રમક બેટિંગ માટે જાણીતો અભિષેક અમેરિકા સામે શૂન્ય પર આઉટ થયો અને ગત સાત ઇનિંગ્સમાં પાંચ વખત તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, પહેલા જ બોલે બાઉન્ડ્રી મારવાની લાલચ તેને નડી રહી છે.

2 તિલક વર્માનો સંઘર્ષ

નંબર 3 પર ભારતનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ગણાતો તિલક વર્મા અત્યારે રન બનાવવા માટે ઝઝૂમી રહ્યો છે. નેધરલેન્ડ સામે 27 બોલમાં 31 અને પાકિસ્તાન સામે 24 બોલમાં 25 રન જેવી ધીમી ઇનિંગ્સને કારણે અન્ય બેટ્સમેનો પર દબાણ વધી રહ્યું છે. ઈજા બાદ પરત ફરેલા તિલકની આ ધીમી ગતિ સુપર-8માં ભારતને પાવરપ્લેનો ફાયદો લેતા રોકી શકે છે.

  1. સ્પિન સામે બેટ્સમેનો લાચાર

આશ્ચર્યજનક રીતે, ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે સંઘર્ષ કરતા દેખાયા છે. અમેરિકાના મોહમ્મદ મોહસીનથી લઈને નામીબિયાના ગેરહાર્ડ ઇરાસ્મસ (4 વિકેટ) સુધીના સ્પિનરોએ ભારતીય સ્ટાર્સને મુશ્કેલીમાં મૂક્યા છે. નેધરલેન્ડના આર્યન દત્તે પણ પોતાની સ્પિનથી ભારતની આ નબળાઈને ખુલ્લી પાડી દીધી છે.

4. ડેથ ઓવર્સમાં નબળી બોલિંગ

નેધરલેન્ડ જેવી ટીમે છેલ્લી 4 ઓવરમાં 51 રન ફટકારી દીધા, જે ભારતની ડેથ ઓવર બોલિંગ પર સવાલ ઉઠાવે છે. પૂર્વ બોલર મોહિત શર્માના મતે, મજબૂત ટીમો સામે છેલ્લા ઓવરોમાં રન રોકવા ભારત માટે મોટો પડકાર બની રહેશે.

5. ફિલ્ડિંગમાં બેદરકારી

પાકિસ્તાન સામે ભારતે 4 કેચ છોડ્યા હતા અને આ સિલસિલો નેધરલેન્ડ સામે પણ ચાલુ રહ્યો હતો. સુપર-8 જેવા મોટા સ્ટેજ પર એક કેચ છોડવો આખી મેચ ગુમાવવા સમાન સાબિત થઈ શકે છે.

સુપર-8 શિડ્યુલ:

ભારત હવે 21 ફેબ્રુઆરીથી શરૂ થતા સુપર-8માં ગ્રુપ-1 માં છે, જ્યાં તેની ટક્કર દક્ષિણ આફ્રિકા (22 ફેબ્રુઆરી), વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે થશે. જો ટાઈટલ ડિફેન્ડ કરવું હોય, તો સૂર્યકુમાર યાદવે આ નબળાઈઓ વહેલી તકે દૂર કરવી પડશે.

National : અમેરિકા ભલે ગમે તે કહે… પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઇલને લઈને આપ્યું મોટું નિવેદન

0

ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને તોડવા માટે અમેરિકા ભલે પ્રયાસો કરી રહ્યું હોય, પરંતુ રશિયાને હજુ પણ તેના જૂના મિત્ર ભારત પર અતૂટ વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વિદેશ મંત્રાલય સતત એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, પરંતુ રશિયાએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના વલણમાં ફેરફાર કરે તેવા કોઈ સંકેતો રશિયાને મળ્યા નથી. તેમણે આ વેપારને બંને દેશો માટે ફાયદાકારક અને વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવનારો ગણાવ્યો છે.

રશિયાએ શું કહ્યું?

રશિયાએ ભારત દ્વારા તેલની ખરીદી ઘટાડવાના અમેરિકી દાવાઓને ફગાવી દેતાં કહ્યું છે કે, ‘નવી દિલ્હીના વલણમાં કોઈ ફેરફારના સંકેત નથી. રશિયા આ વેપારને વૈશ્વિક બજારની સ્થિરતા માટે જરૂરી અને પરસ્પર ફાયદાકારક માને છે.’ બીજી તરફ, ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી ખરીદી ચાલુ રાખશે.રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે, ‘અમારી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે ભારતે રશિયન હાઇડ્રોકાર્બન ખરીદવા પર પોતાનું વલણ બદલ્યું છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદીથી બંને દેશોને ફાયદો થાય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં સ્થિરતા જળવાય છે. ટ્રમ્પ અને માર્કો રુબિયોના દાવાઓમાં કંઈ નવું નથી.’

શું છે આખો વિવાદ?

રશિયાની આ પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આવી છે. આ વાતચીત પછી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની છે. અમેરિકાએ ભારતીય સામાન પરના ટૅરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે અને રશિયન તેલ ખરીદવાને કારણે લાદવામાં આવેલ 25 ટકા એડિશનલ ટૅરિફ પણ હટાવી દીધો છે. આના આધારે ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે

ઊર્જા ખરીદીના નિર્ણયમાં ભારત માટે દેશનું હિત જ સર્વોપરી

ભારતે સત્તાવાર રીતે વોશિંગ્ટનના આ દાવાને ન તો સમર્થન આપ્યું છે, ન તો તેને નકાર્યો છે. દિલ્હીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું છે કે ઊર્જા ખરીદવાના નિર્ણયોમાં માત્ર ‘રાષ્ટ્રીય હિત’ જ સર્વોપરી રહેશે. એટલે કે, ભારત પોતાના ફાયદા અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ તેલ ખરીદવાનો સ્વતંત્ર નિર્ણય લેશે. રશિયાએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટન ટૅરિફ અને પ્રતિબંધો જેવા દબાણના રસ્તાઓ અપનાવીને ભારત જેવા દેશોને રશિયાથી દૂર રાખવા માંગે છે.

Sports : पाकिस्तान का 2026 टी20 वर्ल्ड कप जीतना कंफर्म? इस संयोजन से आप भी यकीन करने पर हो जाएंगे मजबूर

0

टी20 वर्ल्ड कप 2026 (T20 World Cup 2026) में सुपर-8 की टीमें तय हो चुकी हैं. हालांकि अभी टूर्नामेंट के अगले चरण के मुकाबलों की शुरुआत नहीं हुई है. लेकिन उससे पहले पाकिस्तान का वर्ल्ड कप जीतने का तगड़ा संयोजन सामने आया है, जिसे जानकर आपको भी यकीन करने पर मजबूर होना पड़ेगा.

दरअसल ऑस्ट्रेलिया का ग्रुप स्टेज से बाहर होना पाकिस्तान के लिए बड़ी खुशखबरी है. इससे पहले एक या दो बार नहीं, बल्कि तीन बार ऐसा संयोजन बन चुका है कि जब ऑस्ट्रेलिया की टीम आईसीसी टूर्नामेंट के ग्रुप स्टेज से बाहर हुई और पाकिस्तान ने खिताब जीता. एक दफा टी20 वर्ल्ड कप में भी ऐसा हो चुका है. अब यह दूसरा मौका है कि जब ऑस्ट्रेलिया टी20 वर्ल्ड कप के ग्रुप स्टेज से बाहर हुआ है.

तीन बार ऑस्ट्रेलिया ग्रुप स्टेज से हुआ बाहर, पाकिस्तान ने जीता खिताब
1992 वर्ल्ड कप: पाकिस्तान ने वर्ल्ड कप का पहला खिताब 1992 में इमरान खान की कप्तानी में जीता था. इस टूर्नामेंट में भी ऑस्ट्रेलिया की टीम ग्रुप स्टेज से बाहर हुई थी.

2009 टी20 वर्ल्ड कप: पाकिस्तान ने टी20 वर्ल्ड कप का पहला खिताब 2009 में यूनुस खान की कप्तानी में अपने नाम किया था. यह भी एक ऐसा आईसीसी टूर्नामेंट था कि जब ऑस्ट्रेलिया ग्रुप स्टेज से बाहर हुआ था.

2017 चैंपियंस ट्रॉफी: ऑस्ट्रेलिया की टीम 2017 की चैंपियंस ट्रॉफी में भी ग्रुप स्टेज से ही बाहर हो गई थी. इस टूर्नामेंट में भी पाकिस्तान ने खिताब अपने नाम किया था.

2026 टी20 वर्ल्ड कप में भी ऑस्ट्रेलिया बाहर
अब 2026 के टी20 वर्ल्ड कप में भी ऑस्ट्रेलिया की टीम ग्रुप स्टेज से बाहर हो चुकी है. दूसरी तरफ पाकिस्तान ने सुपर-8 के लिए भी क्वालीफाई कर लिया है. अब देखना दिलचस्प होगा कि इस टूर्नामेंट में पाकिस्तान टीम कहां तक पहुंच पाती है.

सुपर-8 में पाकिस्तान का शेड्यूल
गौरतलब है कि सुपर-8 में पाकिस्तान पहला मुकाबला 21 फरवरी को न्यूजीलैंड के खिलाफ, दूसरा 24 फरवरी को इंग्लैंड के खिलाफ और तीसरा 28 फरवरी को श्रीलंका के खिलाफ खेलेगा.

Bollywood : રણવીરને ધમકી બાદ પહેલીવાર દીપિકા બાંદરાનાં નવાં ઘરે પહોંચી

0

રણવીર સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળ્યા બાદ પહેલીવાર દીપિકા જાહેરમાં નીકળી હતી અને તે તેમનાં મુંબઈનાં બાંદરા ખાતેનાં નવાં ઘરે ગઈ હતી. 

રણવીર અને દીપિકા સાઉથ મુંબઈના પ્રભાદેવીમાં રહે છે. જોકે, તેમણે બાંદરામાં શાહરુખના બંગલાની પાસે જ એક ટાવરમાં ચાર માળ ખરીદ્યા છે. જેની કિંમત ૧૦૦ કરોડથી પણ વધુ હોવાનું અંદાજવામાં આવે છે. 

દીપિકા તાજેતરમાં તેની દીકરી દુવા સાથે આ નવાં ઘરની મુલાકાતે પહોંચી હતી. જોકે, સલામતીનાં કારણોસર તેણે પાપારાઝી સમક્ષ પોઝ આપવાનું ટાળ્યું હતું. 

રણવીરને ધમકી મળ્યા બાદ તેઓ પ્રભાદેવીમાં જ્યાં રહે છે એ સોસાયટીમાં વધારાના પ્રાઈવેટ ગાર્ડસ ગોઠવાયા છે. જોકે, સોસાયટીના જીમ સહિતનાં કોમન એરિયાઝમાં આ ગાર્ડસની હાજરી સામે સોસાયટી મેનેજમેન્ટ દ્વારા વિરોધ નોંધાવાયો છે. 

Surat : રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ

0

સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા ખાતરી આપ્યા બાદ પણ અમલ ન થતાં સોસાયટીના લોકોએ ફરીથી આંદોલનની શરૂઆત કરી દીધી છે. અસરગ્રસ્ત સોસાયટીની બેઠક મળી હતી જેમાં આગામી દિવસમાં રિઝર્વેશન હટાવવાની માંગણી માટે પાંચ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમ સાથે ચુંટણી માટે પણ ગંભીર વિચારણા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાયા હતા. ત્યારબાદ રિઝર્વેશન હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ મંત્રી મંડળમાં બદલાવ બાદ ફરીથી આ રહેણાંક મિલકત પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝર્વેશન લોકોની રહેણાંક સોસાયટી, સોસાયટી ની વાડી અથવા ખુલ્લા કોમન પ્લોટ પર મૂકી દેવામા આવ્યા હતા.આ રિઝર્વેશન હટાવવા કોર્પોરેટર થી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી માત્ર આશ્વાસન મળ્યું છે ત્યાર બાદ સામુહિક આવેદનપત્ર માટે રેલી કાઢવામાં આવી હતી અને સુરતના મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મત્રીને મળીને રજુઆત કરી હતી અને તેઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. 

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ 2 - image

જોકે, ત્યાર બાદ પણ આ રિઝર્વેશન  અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને આગામી ગણતરીના દિવસોમાં ચુંટણીની પણ જાહેરાત થઈ જશે જેના કારણે અસરગ્રસ્તો હવે અધીરા બન્યા છે અને રિઝર્વેશન હટાવવા માટે પહેલા પાંચ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 

અસરગ્રસ્તોના અગ્રણી ઉમેશ ઝડફીયા કહે છે,  અન્યાયી રિઝર્વેશન અંગે જન આંદોલન ચાલી રહ્યું છે જેમાં  કતારગામની વૃંદાવન સોસાયટી ની વાડીમાં પીડિત પરિવાર સમિતિની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી દિવસોમાં પાંચ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં સોસાયટીના ગેટ પર રિઝર્વેશન અંગેના બેનરો લગાવવામાં આવશે. આગામી 28 ફેબ્રુઆરીએ ટીપી સ્કીમમાં અસરગ્રસ્ત રિઝર્વેશન સોસાયટીમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન  કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 અને 2 માર્ચના રોજ બે દિવસના સામૂહિક ઉપવાસ પણ કરવામાં આવશે. 3 માર્ચના રોજ અધિકારીઓ- નેતાના અહંકારની હોળી પ્રગટાવવાશે. ત્યારબાદ 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કતારગામની એક લાખ જનતાની સહી કરી પોસ્ટ કાર્ડ પણ લખવામાં આવશે. ત્યાર બાદ પણ જો રિઝર્વેશન હટાવવા માટે કોઈ જાહેરાત ન થાય તો આગામી દિવસોમાં ચૂંટણી માટે પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે.

World : ઇરાન પર હુમલાની તૈયારી ટ્રમ્પે 150 કાર્ગો વિમાનોમાં વિનાશક બોમ્બ મોકલ્યા

0

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સામે બીજું  પ્રચંડ વિમાન વાહક જહાજ અને તેના સાથી જહાજો ઈરાન સામે મોકલવાનો નિર્ણય લેતાં ખામેઇની ધૂંધવાઈ ગયા છે, અમેરિકાએ છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ આધુનિક યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધાં છે. જેમાં એફ-૨૨, એફ-૩૫, અને એફ-૧૬ જેવા ઘાતક વિમાનો સામેલ છે. સાથે આકાશમાં જ ઈંધણ ભરી શકે તેવાં કેટલાએ ટેન્કરો પણ મોકલ્યાં છે જે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધની પૂર્વ તૈયારી દર્શાવે છે. એટલુ જ નહીં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો સાથે ૧૫૦ કાર્ગો વિમાન પણ રવાના કર્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેઓ કેટલાંએ આધુનિક યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં મોકલી રહ્યાં છે. આશ્ચર્ય તો તે વાતનું છે કે એક તરફ મંત્રણાની વાતચીત ચાલે છે, બીજી તરફ યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલે છે. ઈરાને પણ હોર્મુઝ-સ્ટ્રેઈટમાં તેનું શક્તિ પ્રદર્શન કર્યું છે. ઈરાનના સર્વેસર્વા ખામેનેઈએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પનાં દાવાનો જવાબ આપતા લખ્યું હતું કે ‘અમેરિકાના પ્રમુખ વારંવાર કહે છે કે તેમણે ઈરાન તરફ યુદ્ધ જહાજો મોકલ્યાં છે. યુદ્ધ જહાજો ખતરનાક શસ્ત્રો છે. પરંતુ તે યુદ્ધ જહાજોથી પણ ઘણાં પ્રબળ શસ્ત્રો છે જે તેને સમુદ્રનાં તળીયે પહોંચાડી શકે તેમ છે.’

આ સાથે તે પોસ્ટ ઉપર એક ‘નાટકીય’ રચના કરી, ખામેનેઈએ અમેરિકાનાં પ્રચંડ વિમાન વાહક જહાજ ‘ગોરાલ્ડ આર. ફાર્ડે’ને ડૂબતું દર્શાવ્યું હતું. ટૂંકમાં આવી કાર્યવાહીઓ ઈરાનની મજબૂત સંરક્ષણ ક્ષમતા અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ રેખાંકિત કરે છે. એક તરફ ઓમાનની મધ્યસ્થતાને લીધે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે જીનીવામાં રાજદ્વારી માર્ગ શોધવા મંત્રણા ચાલી રહી છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ કહે છે કે મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, ત્યાં બીજી તરફ ઈરાન કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા તૈયારીઓ કરી રહ્યું છે. ટૂંકમાં મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. અમેરિકાએ યુદ્ધ વિમાન વાહક જંગી જહાજને રવાના કર્યું છે જે હાલ ઓમાન નજીક પહોંચ્યું હોવાની સેટેલાઇટ તસવીરો સામે આવી હતી.

National : वैष्णो देवी से ज्यादा राजस्थान के इन मंदिरों में चढ़ रहा चढ़ावा, टूट रहे रिकॉर्ड, देखें लिस्ट

0

भारत एक आस्था का देश है. यहां लोगों का धार्मिक स्थलों से जुड़ाव काफी मायने रखता है. भारत में कई ऐसे मंदिर हैं जहां लाखों श्रद्धालु हर साल दर्शन करने जाते हैं. श्रद्धालुओं की संख्या को लेकर जो आंकड़े सामने आए हैं वे चौंकाने वाले हैं. श्रद्धालुओं की आस्था में सीकर जिला स्थित खाटू श्याम जी अब वैष्णो देवी और शिरडी के सांई बाबा से आगे निकल गए हैं

बता दें कि राजस्थान में श्रद्धालुओं की संख्या के मामले में सीकर जिले का खाटू श्याम जी मंदिर 2025 में 2.54 करोड़ से अधिक भक्तों के साथ पहले स्थान पर रहा. वहीं डीग जिले का पूंछरी का लौठा मंदिर 54 फीसदी बढ़ोतरी के साथ दूसरे स्थान पर पहुंचा. ये बदलाव भजनलाल शर्मा के सीएम बनने के बाद हुआ है. पर्यटन विभाग के अनुसार 2025 में प्रदेश के 10 प्रमुख मंदिरों में करीब 11 करोड़ श्रद्धालु पहुंचे.

टॉप मंदिरों की रैंकिंग और आंकड़े

राजस्थान पर्यटन विभाग के 2025 के आंकड़ों के अनुसार प्रमुख मंदिरों में श्रद्धालुओं की संख्या इस प्रकार रही. खाटू श्याम जी, सीकर 258 लाख. पूंछरी का लौठा, डीग 147.12 लाख. अजमेर पुष्कर 132 लाख. सांवलियाजी सेठ 119.40 लाख. दरगाह शरीफ, अजमेर 84.61 लाख. जैसलमेर का रामदेवरा 72.33 लाख. खाटू श्याम जी लगातार शीर्ष पर बना हुआ है.

बढ़ोतरी और गिरावट का रुझान

पूंछरी का लौठा मंदिर ने 2024 के मुकाबले 54 फीसदी वृद्धि दर्ज कर पुष्कर को पीछे छोड़ दिया. हालांकि बुनियादी सुविधाओं की कमी के कारण सवाई माधोपुर जिले का शिवाड़ शिव मंदिर 9वें से 10वें स्थान पर खिसक गया. श्रद्धालुओं में कमी के बावजूद हनुमानगढ़ का गोगामेड़ी मंदिर 10वें से 9वें स्थान पर पहुंच गया. सालासर हनुमान, अजमेर दरगाह शरीफ, रामदेवरा और केला देवी मंदिर अपने स्थान पर कायम रहे, जबकि सांवलियाजी सेठ तीसरे से चौथे स्थान पर आ गया.

धार्मिक पर्यटन और विकास योजनाएं

फोर्टी अध्यक्ष सुरेश अग्रवाल के अनुसार धार्मिक पर्यटन से परिवहन, हस्तशिल्प और होटल उद्योग को बड़ा लाभ मिल रहा है. दैनिक भास्कर के अनुसार, उन्होंने ऑनलाइन दर्शन बुकिंग और धार्मिक सर्किट मजबूत करने की मांग की. वित्त मंत्री दिया कुमारी ने डीग के पूंछरी का लौठा क्षेत्र में 100 करोड़ रुपए से ब्रज कन्वेंशन सेंटर बनाने की घोषणा की है, जिसमें ठहरने की सुविधा, प्रदर्शनी क्षेत्र और पार्किंग विकसित होगी. 

राजस्थान में करीब 39,392 मंदिर और देश में लगभग 7.5 लाख हिंदू मंदिर होने का अनुमान है. प्रति एक लाख आबादी पर प्रदेश में 47 मंदिर हैं, जबकि देश में मंदिरों की संख्या में तमिलनाडु पहले और राजस्थान छठे स्थान पर है. पिछले वर्ष उत्तर प्रदेश के काशी विश्वनाथ में सबसे ज्यादा 7 करोड़ श्रद्धालु पहुंचे थे.

Sports : સૂર્યકુમારે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયાનો સૌથી સફળ T20I કેપ્ટન

0

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં જીતનો ચોગ્ગો (સતત ચોથી જીત) ફટકારીને સુપર-8માં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીતની સાથે જ સૂર્યકુમાર યાદવના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. સૂર્યા હવે T20I ક્રિકેટના ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિનિંગ પર્સન્ટેજ (જીતની ટકાવારી) ધરાવતો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.

મેચનો સારાંશ

ભારતનો સ્કોર: પ્રથમ બેટિંગ કરતા 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

નેધરલેન્ડ્સનો સ્કોર: ટાર્ગેટનો પીછો કરતા ટીમ 176 રન જ બનાવી શકી.

મેચના હીરો: શિવમ દુબે, જેમણે તોફાની અડધી સદી ફટકારવાની સાથે 2 વિકેટ પણ ઝડપી હતી.

કેપ્ટન તરીકે સૂર્યાનો દબદબો (જીતની ટકાવારી)

નેધરલેન્ડ્સ સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવની જીતની ટકાવારી 80.85% થઈ ગઈ છે, જે રોહિત શર્માના 80.65% કરતા થોડી વધુ છે.

સૂર્યકુમાર યાદવ 80.85%

રોહિત શર્મા 80.65 %

અસગર અફઘાન 80.39 %

ટીમ ઇન્ડિયાનો અજેય રથ

ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતનું અભિયાન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. સતત ચાર મેચ જીતીને ભારત સુપર-8માં પહોંચી ગયું છે અને હવે ટીમની નજર સેમીફાઈનલ પર છે.

વર્લ્ડ રેકોર્ડ: નેધરલેન્ડ્સ સામેની જીત સાથે ભારતે ટી20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત છેલ્લે 2022ના ટી20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી. ચાહકોને આશા છે કે, ટીમ ઇન્ડિયા આ વખતે પણ અજેય રહીને પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહેશે.

National : लो अब बढ़ने वाले हैं सिगरेट के दाम, Gold Flake से लेकर Classic तक की 19-41 परसेंट तक बढ़ सकती कीमत

0

सिगरेट पीना वैसे तो सेहत के लिए बेहद हानिकारक है, लेकिन बावजूद इसके कश लगाने वालों की कोई कमी नहीं है. सिगरेट के इन्हीं शौकीनों को जल्द ही बड़ा झटका लगने वाला है क्योंकि 1 फरवरी, 2026 से  सिगरेट, बीड़ी, पान मसाला जैसे तम्बाकम उत्पादों पर अतिरिक्त एक्साइज ड्यूटी लगाए जाने के सरकार के फैसले के बाद कई बड़े ब्रांड्स के सिगरेट अब महंगे होने वाले हैं. इनमें Gold Flake, Classic और  Classic Connect शामिल हैं.

आने वाले समय में इनकी कीमतों में 19-41 परसेंट तक की छलांग आ सकती है. नए शिपमेंट के बाद रिटेल मार्केट में सिगरेट की कीमतों में बढ़ोतरी होने की संभावना है. रिपोर्ट्स से यह भी पता चला है कि कुछ दुकानदारों ने अभी से ही मौजूदा स्टॉक को ज्यादा रेट पर बेचना शुरू कर दिया है. 

कितनी ज्यादा चुकानी पड़ रही कीमत?

जानकारों के हवाले से मिली NDTV Profit की रिपोर्ट के मुताबिक, प्रीमियम सेगमेंट में सिगरेट की कीमतों में काफी उछाल देखा जा रहा है: 10-पैक वाले गोल्ड फ्लेक सिगरेट की कीमत अब 240 रुपये है, जबकि पहले इसकी कीमत 170 रुपये थी. इसी तरह से 20 पीस वाले क्लासिक के पैक की कीमत अब पहले के 340 रुपये के मुकाबले 480 रुपये की होगी. गोल्ड फ्लेक सुपरस्टार वैल्यू पैक, जो पहले 59 रुपये में बेचा जाता था, उसे अब 70 रुपये में बेचा जाएगा.

क्यों देश भर में बढ़ीं सिगरेट की कीमतें

देश की सबसे पहले सिगरेट की कीमतें तब बढ़ी, जब जीएसटी में किए गए सुधारों के बाद सिन गुड्स पर GST को पहले के 28 परसेंट से बढ़ाकर 40 परसेंट कर दिया गया. इसके बाद एक्साइज ड्यूटी में भारी बढ़ोतरी हुई, जिससे हर सिगरेट पर लगभग 2 से 11 रुपये का इजाफा हुआ. इससे कुल पैक की कीमतें 15-40 परसेंट तक बढ़ गईं. गॉडफ्रे फिलिप्स इंडिया (Godfrey Phillips India) समेत दूसरी तंबाकू कंपनियों ने भी अपने-अपने प्रोडक्ट्स के दाम बढ़ा दिए.

सिगरेट की कीमतों में बढ़ोतरी की इस नई खबर के सामने आने के बाद शेयर बाजार में तंबाकू स्टॉक्स में गजब का उछाल आया. 18 फरवरी को ITC के शेयर की कीमत लगभग 2 परसेंट बढ़ी. गॉडफ्रे फिलिप्स इंडिया लिमिटेड के शेयरों ने भी कारोबार के दौरान 10 परसेंट से ज्यादा की बढ़त हासिल की.