Home Blog Page 409

National : भाजपा के कर्मठ कार्यकर्ता बारेलाल बिसेन का आकस्मिक निधन, क्षेत्र में शोक की लहर

0

भारतीय जनता पार्टी के कर्मठ एवं जुझारू कार्यकर्ता, पूर्व युवा मोर्चा अध्यक्ष तथा पूर्व सरपंच प्रतिनिधि बारेलाल बिसेन के आकस्मिक निधन से पूरे क्षेत्र में शोक की लहर दौड़ गई है। उनके निधन का समाचार मिलते ही पार्टी कार्यकर्ताओं, जनप्रतिनिधियों एवं ग्रामवासियों में गहरा दुःख व्याप्त हो गया।


स्वर्गीय श्री बिसेन ने बहुत कम उम्र में ही सामाजिक एवं राजनीतिक क्षेत्र में सक्रिय भूमिका निभाई थी। वे ग्राम पंचायत भाजीडोंगरी में 3 से 4 बार सरपंच प्रतिनिधि के रूप में दायित्व निभा चुके थे। अपने सरल, सहज और मिलनसार स्वभाव के कारण वे जन-जन में लोकप्रिय थे। ग्राम विकास और जनहित के कार्यों में उनकी विशेष रुचि रहती थी, जिसके कारण उन्होंने ग्रामीणों के बीच एक अलग पहचान बनाई।
पूर्व में प्राप्त जानकारी के अनुसार उन्हें पीलिया (हेपेटाइटिस बी) की बीमारी हुई थी, जिसका उपचार उन्होंने गोंदिया सहित अन्य स्थानों पर कराकर स्वास्थ्य लाभ भी प्राप्त किया था। किंतु उनके आकस्मिक निधन से सभी स्तब्ध हैं।लगभग 2 वर्ष पूर्व उनके पिता बंशीलाल भी दुनिया छोड़ चुके है वे भी लोगो मे काफी लोकप्रिय थे।
बारेलाल का अंतिम संस्कार गृह ग्राम पंचायत भाजीडोंगरी में बुधवार को किया जाएगा, जहां बड़ी संख्या में जनप्रतिनिधियों, पार्टी कार्यकर्ताओं एवं ग्रामीणों के उपस्थित रहने की संभावना है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें एवं शोक संतप्त परिवार को इस अपार दुःख को सहन करने की शक्ति दें।

Top News : ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) યુરોપીયન યુનિયન અને અમેરિકા સહિત અનેક દેશો સાથે ભારતે કરેલા વેપાર કરારોની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ મુંબઈમાં લોકભવન ખાતે બેઠક કરી હતી. દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે વિશ્વમાં સ્થિરતા લાવવાના હેતુથી બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સની વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે મુંબઈથી જ કર્ણાટકના વેમાગલમાં તૈયાર થયેલી એરબસ એચ-૧૨૫ હેલિકોપ્ટરની એસેમ્બ્લી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારત અને ફ્રાન્સે સંરક્ષણ, દુર્લભ ખનીજો, એઆઈ સહિત હાઈ ટેક્નોલોજી, વૈકલ્પિક ઊર્જા અને સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ ૨૧ કરારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કર્ણાટકના વેમાગલમાં એચ-૧૨૫ હેલિકોપ્ટરની એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન કર્યું હતું. આ એરલાઈન ટાટા એડવાન્સ સિસ્ટમ તથા ફ્રાન્સની એરબસ કંપનીની ભાગીદારીમાં સ્થાપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટને ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતીક સ્વરૂપ જણાવતાં કહ્યુું હતું કે ભારતમાં ફ્રાન્સના સહયોગથી બની રહેલાં આ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ ઊડી શકે તેવાં પહેલાં એરક્રાફ્ટ હશે અને તેની વિશ્વભરમાં નિકાસ કરાશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ બેવડા વેરાને નાબુદ કરશે. તેનાથી દ્વિપક્ષી વેપાર, રોકાણ, પરિવહનની બાબતોને પ્રોત્સાહન મળશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે યર ઓફ ઈનોવેશનની શરુઆત થઈ છે અને તેના દ્વારા આ વ્યૂહાત્મક ભાગીદારી જનભાગીદારીમાં રુપાંતરિત થશે. સંરક્ષણ, ક્લિન એનર્જી, સ્પેસ તથા નવી ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રી અને સંશોધકો વચ્ચે ભાગીદારીનાં દ્વાર તેના દ્વારા ઉઘડશે.

ફ્રાન્સના પ્રમુખ ઈમ્મેન્યુઅલ મેક્રોંએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સના સંબધો વિશ્વાસ,નિખાલસતા અને સહિયારી આકાંક્ષાઓ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ ભારતનો વિશ્વસનીય સાથી દેશ બની રહેવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો સ્પેસ, એરોનોટિક્સ, રેલવે, સોલાર એનર્જી અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સહિયારું વીઝન ધરાવે છે.

બાદમાં બંને નેતાઓએ ઈન્ડિયા ફ્રાન્સ ઈનોવેશન ફોરમનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ભારત- ફ્રાન્સ ઈનોવેશન યર એ કોઈ માત્ર ઉજવણી નહિ પરંતુ ઈનોવેશન અને નેતૃત્વ માટેની એક પ્રતિબદ્ધતા તરીકે જોવું જોઈએ. તેમણે કહ્યુું હતું કે ફ્રાન્સે ૨૦૩૦ સુધીમાં ૩૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાનું લક્ષ્ય રાખ્યું છે.

મેક્રોંએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ ફક્ત વસ્તુઓ જ નહિ પરંતુ વિચારોની પણ આપલે કરી રહ્યાં છે. તેમણે ભારતીય ટેક ટેલેન્ટ તથા સ્ટાર્ટ અપ્સ માટે ખાસ કરીને ગ્રીન ટેકનોલોજી તથા સ્પેસના ક્ષેત્રોમાં ફ્રાન્સના સહયોગીઓ સાથે જોડાણ માટે નવાં પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આ અગાઉ દિવસ દરમિયાન પીએમ મોદી તથા મેક્રોંએ લોકભવન ખાતે દ્વિપક્ષી મંત્રણાઓ યોજી હતી. તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, વેપાર તથા સાંસ્કૃતિ આદાન પ્રદાન બાબતે ચર્ચા કરી હતી.

મેક્રોંએ આજે દિવસ દરમિયાન મુંબઈના ૨૬-૧૧ના ત્રાસવાદી હુમલાના સ્મારક સ્થળે જઈ અંજલિ આપી હતી . સોશિયલ મીડિયા પર એક મેસેજમાં તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ ભારતની પડખે છે. આ ઉપરાંત મેક્રોં ભારતના બોલિવુડ તથા ઉદ્યોગ જગતની કેટલીક હસ્તીઓને મળ્યા હતા.

Vadodara : સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો

0

શહેરના સમતા વિસ્તારમાં બપોરે બેફામ કાર હંકારી ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સમતા વિસ્તારમાં રત્નમાલા કોમ્પ્લેક્સના સ્ટોર પાસે કેટલાક વાહનો પાર્ક કરાયા હતા.આ વખતે એક કાર પૂરઝડપે વાહનોમાં ઘૂસી ગઇ હતી.જેને કારણે પાંચ ટુવ્હીલરોને નુકસાન થયું હતું.

બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી નમન પ્રતીકભાઇ દારાદ(નોકરી-રહે. ધ રેસિડેન્સી, સેવાસી રોડ,રેડ પેટર્ન લોન્સસામે)ની ધરપકડ કરી હતી.

Rashi : 18 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજનો દિવસ તમારા માટે નવા અવસર લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક બનશે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને તમારી સલાહનો માન થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વધુ દોડધામ કરવાથી બચો.
વૃષભ
આજે તમે માનસિક રીતે સંતુલિત અને સકારાત્મક અનુભવશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકરી કે વ્યવસાયમાં સ્થિરતા રહેશે. આર્થિક લાભ મળી શકે છે. મિત્રો સાથે કંઈક ખાસ વિષય પર ચર્ચા થશે, જેના કારણે નવા વિચારો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખોરાકમાં બેફિકરી કરશો નહીં.

મિથુન
આજે તમારો સંવાદકૌશલ્ય તમારી સૌથી મોટી શક્તિ બનશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં મળેલી સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. નવા અવસરો માટે તૈયાર રહો. પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. આર્થિક લાભ શક્ય છે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. પરિવારનો સહકાર મળવાથી મન શાંત રહેશે. કારકિર્દીમાં નવી જવાબદારી મળી શકે છે જે આગળ જઇને લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ તણાવથી દૂર રહો.

સિંહ
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રશંસા કે પ્રમોશન મળી શકે છે. વેપારીઓ માટે દિવસ અનુકૂળ છે. કોઈ જૂની સમસ્યા આજે ઉકેલી શકાય છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, ફક્ત નિયમિત જીવનશૈલી જાળવો.
કન્યા
આજે તમારું ધ્યાન કામ પર વધારે રહેશે. અનુશાસન અને આયોજનથી કામ કરશો તો સફળતા નિશ્ચિત છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ સગા-સંબંધીઓ સાથે મુલાકાત આનંદ આપશે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે—હળવો વ્યાયામ કરો.
તુલા
આજે સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કોઈ નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે. મિત્રોથી સહકાર મળશે. આર્થિક મામલામાં સમજદારીથી નિર્ણય લો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—વિશ્વામ અવશ્ય કરો.
વૃશ્ચિક
આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં સાવધાની રાખો. આર્થિક લાભ મળી શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, તેથી ધીરજ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવથી દૂર રહો.
ધનુ
આજનો દિવસ નવા અવસર અને સકારાત્મક બદલાવોથી ભરેલો રહેશે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી બનશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થશે. પરિવારમાં પ્રેમ અને સહકાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં ઉત્સાહ વધશે.
મકર
આજે કામની વ્યસ્તતા વધુ રહેશે. જવાબદારીઓ પૂરી કરવામાં સમય જશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવશે. આર્થિક મામલામાં સાવધાની રાખો. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, શાંતિ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ થાક અનુભવાઈ શકે છે.
*કુંભ
આજે તમારા વિચારોની સ્પષ્ટતા તમને ખાસ બનાવશે. કામની જગ્યા પર નવી યોજના બનેલી જોવા મળશે, જેમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આર્થિક લાભ મળી શકે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે—પાણી વધુ પીવું.
*મીન*
આજનો દિવસ આધ્યાત્મિકતા અને આત્મચિંતનનો રહેશે. મન શાંત રહેશે અને કામમાં વધુ ધ્યાન આપી શકશો. આર્થિક મામલામાં સુધારો થશે. પરિવાર સાથે સમય સારો પસાર થશે. કામકાજમાં પ્રગતિ અને નવા અવસર મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—પૂર્ણ ઊંઘ લો

Gandhinagar : દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ, જાણો ઓવરટાઈમ કામના કેટલા કલાકો થયા?

0

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા,સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાક હતી,જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે.ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં વધારો થતાં,શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં વધારો થશે.

National : ભોપાલની રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી યોજિત —

0

” શોધ – શિખર ” નામની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગણપત યુનિવર્સિટીને પાંચ પ્રાઈઝની મૂલ્યવાન સિદ્ધિ !

800 રિસર્ચ-પેપર્સ અને 86 જેટલાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની રજૂઆતો વચ્ચે ગણપત યુનિવર્સિટીના અભ્યાસુ – સંશોધક વિદ્યાર્થીઓની ઝળહળતી ફતેહ !

પ્લેટિનમ અને સિલ્વર પ્રાઈઝ ઉપરાંત રોકડ ઇનામો પણ એનાયત થયાં !

ભોપાલની એક સુપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ” રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી ” દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલી –
પાંચમી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન —
” શોધ – શિખર : 2026 “માં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી અને અભ્યાસુ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી પુરસ્કારો જીતવાની મૂલ્યવાન સિદ્ધિ મેળવી છે !

આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશનમાં દુનિયાભરના અનેક દેશોના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓના 800થી વધારે રિસર્ચ – પેપર્સ તો 86 ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ રજુ થયા હતા, ઉપરાંત 49 જેટલાં ” આઈડિયાઝ “ની ઉત્પાદન ક્ષમતા, બજારની માંગ, માર્કેટિંગ અને સેલ્સ તેમજ તેની નફાકારકતાના સંદર્ભે રજૂઆતો થઇ હતી.

ગણપત યુનિવર્સિટીના કુલ 35 જેટલાં વિદ્યાર્થીઓએ આ વૈશ્વિક પરિષદ તેમજ સ્પર્ધામાં ભાગ લઇ પોતાની બુદ્ધિશક્તિ અને સર્જનાત્મક ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું જેનું યુનિવર્સિટીના ” સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ સ્ટડીઝ ” દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

આ ” શોધ – શિખર : 2026 ” પરિષદ અને સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 16 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 5 રિસર્ચ પેપર્સ રજુ કરવામાં આવ્યા હતા જેમાંથી ચાર પ્રોજેક્ટ્સને અને એક રિસર્ચ પેપરને — એમ કુલ પાંચ મોટા અને મહત્વના એવોર્ડ્સ જીતવામાં ગણપત યુનિવર્સિટીના અભ્યાસુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળી હતી.

આ સિદ્ધિની પ્રાપ્તિમાં ગણપત યુનિવર્સિટીના પ્રોજેક્ટ્સ અને રિસર્ચ-પેપરની ઊંચી કક્ષા, એમની મૌલિકતા, જમીની વાસ્તવો સાથેનું અનુસંધાન… જેવાં પરિબળો જ મુખ્ય આધાર બની રહ્યા હતા.

પ્રોજેક્ટ શ્રેણીમાં —
— ( 1 ) ” અલ્ટ્રાસોનિક ગ્લાસિસ ફોર બ્લાઇન્ડ ” – નામનો પ્રોજેક્ટ શ્રી હિમાંશુ માડમ તથા શ્રી પ્રશાંત સિંઘે રજુ કર્યો હતો જેનું માર્ગદર્શન પ્રો. નિધિ.એમ. જોશીએ કર્યું હતું.
આ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત
” પ્લેટિનમ ” પ્રાઈઝ અને રોકડા રૂપિયા 20,000/=નું ઇનામ પણ મળ્યું હતું.
— ( 2 ) ” સ્કાય ટ્રેક એઆઈ ” નામનો પ્રોજેક્ટ શ્રી વિવેક જયંતીભાઈ નાયી નામના વિદ્યાર્થીએ રજુ કર્યો જેને ડૉ. મેઘના પટેલ અને પ્રો. ધવલ રાવલે મેન્ટર કર્યો હતો. આ પ્રોજેક્ટને ” સિલ્વર પ્રાઈઝ ” અને રોકડા રૂપિયા 10,000/=નું
ઇનામ પણ મળ્યું હતું.
— ( 3 ) ” સ્માર્ટ ફાર્મિંગ એગ્રિકલ્ચર એપ્લિકેશન
રોબોટ ” નામના પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ શ્રી સારંગ કે. પટેલ, શ્રી વિક્રમસિંહ ઝાલા અને શ્રી સૌમ્ય જે. પટેલે રજુ કર્યો હતો જેનું માર્ગદર્શન પ્રો. દર્શન આર. પટેલે કર્યું હતું. આ પ્રોજેક્ટને કોન્સોલેશન પ્રાઈઝ તેમજ રોકડા રૂપિયા પાંચ હજારનું ઇનામ મળ્યું હતું.
— ( 4 ) ” ઓટોમેટેડ પાઇરેટ ડિટેકશન એન્ડ ડિફેન્સ સિસ્ટમ ફોર મરચન્ટ વેસલ ” નામનો પ્રોજેક્ટ શ્રી સંપ્રિત સહા અને શ્રી આયુષકુમાર સિંઘ નામના વિદ્યાર્થીઓએ રજુ કર્યો હતો, તો તેનું માર્ગદર્શન પ્રો. અરુણકુમાર રથીએ કર્યું હતું જેને પણ કોન્સોલેશન પ્રાઈઝ તેમજ રોકડા રૂપિયા પાંચ હજાર નું ઇનામ પણ એનાયત થયું હતું.

રિસર્ચ પેપરની કક્ષામાં —
” જીસીએન બેઝ ગ્રાફ ક્લાસિફિકેશન “
નામનું સંશોધન -પેપર શ્રી દેવર્ષી પટેલ અને ડૉ. મેઘના પટેલે રજુ કર્યું હતું જેને
” પ્લેટિનમ પ્રાઈઝ ” તેમજ રોકડા રૂપિયા 10,000/=નું ઇનામ પણ પ્રાપ્ત થયું હતું.

અભ્યાસુ સંશોધક વિદ્યાર્થીઓની આ મૂલ્યવાન સિદ્ધિને યુનિવર્સિટીના માનનીય જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, માનનીય ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. રાકેશ પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ તેમજ યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ ડાયરેક્ટર પ્રો. ડૉ. શ્રી અજયકુમાર ગુપ્તાએ હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા.
ભોપાલની ટાગોર યુનિવર્સિટીએ આ સિદ્ધિઓ માટે વિદ્યાર્થીઓની અને સમાજ માટે ઉપયોગી અને અર્થપૂર્ણ સંશોધનો માટેની ગણપત યુનિવર્સિટીની પ્રતિબધ્ધતા અર્થે ભારે સરાહના કરી હતી.

Gujarat : અંબાજી મંદિરમાં હોળી-ચંદ્રગ્રહણને કારણે દર્શન-આરતીના સમય બદલાયા: ટ્રસ્ટે ફાગણ સુદ પૂનમ માટે નવું સમયપત્રક જાહેર કર્યું

0

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના તહેવારો નિમિત્તે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રગ્રહણને કારણે પણ સમયપત્રકમાં વિશેષ બદલાવ કરાયો છે. આગામી તા. 02/03/2026, સોમવાર (ફાગણ સુદ ચૌદશ) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે. આ દિવસે સવારે 7:30 થી 8:00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8:00 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી 7:30 થી 8:00 કલાકે થશે અને રાત્રે 9:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.તારીખ 03/03/2026, મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. આ દિવસે સવારે વહેલા 6:00 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભમળશે. સવારે 7:30 થી 08:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સવારના 08:00 વાગ્યાથી રાત્રિના 09:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 09:45 થી બપોરે 02:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તા. 04/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરાઈ છે.

Reporter : લક્ષ્મણ ઠાકોર અંબાજી

Gujarat : દાંતા થી અંબાજી વચ્ચે આવેલી 4 પ્રાચીન વાવો ખંડેર હાલતમાં, તંત્ર દ્વારા ડેવલપ કરાય તેવી રાજવીની માંગ

0

દાંતા તાલુકામાં અલગ અલગ જગ્યાએ દાંતા સ્ટેટ વખતની બનાવેલી વર્ષો જૂની 4 પ્રાચીન વાવો લોકો માટે ખૂબ ઉપયોગી અને વિસામા સ્થાન હતું પણ હાલમાં આ વાવોની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ 4 વાવોને રીનોવેશન કરી અધતન બનાવવામાં આવે તેવી માંગ દાંતા રાજવી રિદ્ધિરાજસિંહે કરી છે. આઝાદી પહેલા અંબાજી મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા ચાલતો હતો, ત્યારે અંબાજી આવતા લોકો માટે દાંતા સ્ટેટ દ્વારા દર 4-5 કિલોમીટર પર આવી વાવો બનાવવામા આવી હતી. આ વાવો પાણી અને વિશ્રામ સ્થાન માટે ઉપયોગી હતી,પણ હાલમાં દાંતા થી અંબાજી વચ્ચે આવેલી પ્રાચીન વાવો ખંડેર બની ગઈ છે, જેને લઈને રાજવી તંત્રને રિનોવેટ કરવાની માંગ કરી છે.હાલમાં દાંતા થી અંબાજી વચ્ચે આવેલી આ 4 વાવોની હાલની સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે.

નકામા ઝાડ ઊગી ગયા છે અને વાવ ની દીવાલો નબળી થઈ ગઈ છે.છેલ્લા કેટલાક વર્ષોથી આ વાવોની ઘોર ઉપેક્ષા કરાતી હોય તેવું લાગી રહ્યું છે.આ ચાર વાવો અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી છે અને પૌરાણિક છે. આ બધી વાવો દાંતા સ્ટેટ ના સમયમાં નિર્માણ પામેલી છે.દાંતા સ્ટેટ બાદ ગુજરાત સરકારનો વહીવટ આવતા હાલમાં આ તમામ દાંતા થી અંબાજી વચ્ચેની વાવો ખૂબ જ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આ 4 વાવોના નામ પરથી ગામોના નામ પડેલા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. દાંતાથી અંબાજી વચ્ચે પ્રથમ આવતા હરીવાવ,પીપળાવાળી વાવ,દેવળિયાવાળી વાવ અને ધાબાવાળી વાવ મુખ્યત્વે છે.આ વાવોને તંત્ર દ્વારા જીવંત કરાય તો યાત્રિકો માટે સુંદર રસ્તામાં વિશ્રામ સ્થળ બની શકે તેમ છે.દાંતા સ્ટેટના રાજવી રિધ્ધિરાજસિંહ હાલમાં વાવ માટે તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે.

Reporter : લક્ષ્મણ ઠાકોર અંબાજી

Vadodara : ડભોઇ ગોજાલી વસાહતમાં શિક્ષણના નામે ‘તમાશો’ માત્ર 2 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકો અને 3 ઓરડા!

0


​ડભોઇ એક તરફ સરકાર વાંચે ગુજરાત અને ભણે ગુજરાત પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે ડભોઇ તાલુકાના ગોજાલી વસાહતમાંથી સરકારી તંત્રની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક એવી અનોખી પ્રાથમિક શાળા કાર્યરત છે જ્યાં વિદ્યાર્થીઓ કરતાં સુવિધાઓ અને સ્ટાફનો બગાડ વધુ જોવા મળી રહ્યો છે.ડભોઇના ગોજાલી વસાહત વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા અત્યારે ચર્ચાનો વિષય બની છે. આ શાળાની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો:વિદ્યાર્થીઓની સંખ્યા: માત્ર ૨ (બે)શિક્ષકોની સંખ્યા: ૨ (બે)શાળાના ઓરડા: ૩ (ત્રણ)ગામની સ્થિતિ: ૧૦ થી ૧૨ મકાનો અને અંદાજે ૧૧૦ લોકોની વસ્તી.


​સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ?
​સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી ઓછી વસ્તી અને માત્ર બે જ વિદ્યાર્થીઓ હોવા છતાં, બે શિક્ષકો અહીં શું કરી રહ્યા છે પગારનું ભારણ: બે શિક્ષકોનો માસિક લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવી રહી છે. શું આ પગાર ‘મફત’ જેવો નથી? કારણ કે બે બાળકોને ભણાવવા માટે આખા સ્ટાફની જરૂરિયાત તર્કહીન લાગે છે.માળખાગત સુવિધા: ત્રણ ઓરડા જેવી મોટી ઇમારત માત્ર બે બાળકો માટે ફાળવવી એ સંસાધનોનો વેડફાટ છે.


​વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ: નજીકમાં જ ‘ગોજાલી મુખ્ય શાળા’ આવેલી છે. જો આ બે વિદ્યાર્થીઓને ત્યાં મર્જ કરી દેવામાં આવે, તો સરકારના લાખો રૂપિયા બચી શકે તેમ છે અને શિક્ષકોનો ઉપયોગ અન્ય જગ્યાએ થઈ શકે.આદિવાસી વિસ્તારના નામે અન્યાયસરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે વિશેષ બજેટ ફાળવે છે. પરંતુ ગોજાલી વસાહત જેવો કિસ્સો એ સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર આયોજનનો ભારે અભાવ છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની અછત છે, જ્યારે અહીં બે બાળકો પર બે શિક્ષકોની ‘મહેરબાની’ છે સવાલ એ ઊભો થાય છે કે: શું શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ છે? કે પછી જાણી જોઈને સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવી રહ્યો છે

Reporter : ફકીરા ખત્રી

Rajpipla : ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં ત્રણ નવા પ્રોજેક્ટનું ઈ લોકાર્પણ

0

આજે ગાંધીનગર ખાતે યોજાયેલ મન્થન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત ભાઈ શાહ દ્વારા ગુજરાત ની વિવિધ સહકારી સંસ્થાઓના નવા  પ્લાન્ટનું ઈ- લોકાર્પણ  કરવામાં આવ્યું. જેમાં નર્મદા જિલ્લાની ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં ત્રણ નવા પ્રોજેક્ટ માં પહેલો 30 મેગાવોટનો વીજળીનો પ્રોજેક્ટ  બીજો 45 કિલો પ્રતિદિવસ ઇથેનોલ પ્રોજેક્ટ અને ત્રીજો 50 મેટ્રિક ટન  ઓર્ગેનિક પોટાશના ઉત્પાદન પ્લાન્ટનું એ લોકાર્પણ કરાવમાં આવ્યું ,આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ માં  ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી  ના કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી  ના કેમ્પસમાં મોટી સઁખ્યામા સભાસદો અને કમિટી સભ્યો ઉપસ્થિતત રહ્યા હતા.આ ત્રણ પ્રોજેક્ટ ના લોકાર્પણ થવાથી હવે ફેક્ટરી ની તમામ વીજળી આ પ્રોજેક્ટ થઈ વપરાશે ઉપરાંત વધારાની વીજળી ડીજીવીસીએલ ને આપવામાં આવશે જેની આવક સંસ્થા ને થશે,વળી ઇથેનોલ બળતણ ની કાચી પેદાશ માં વપરાવવા ઉપરાંત વેચાણ પણ થશે અને  હવે  ઓર્ગેનિક પોટાશ  પણ અહીજ બનવાથી સભાસદો અને ખેડૂતો કૃત્રિમ ખાતર થી છુટકારો મેળવશે અને આ તમામ પપ્રોડક્ટ ની આવક થતા સભાસદો ની આવક માં પણ વધારો થશે અને ખાંડ  ઉત્પાદન ખર્ચ માં ઘટાડો થતા ગ્રાહકોને પણ ફાયદો થશે.

Reporter :દીપક જગતાપ, રાજપીપલા