Home Blog Page 408

Sports : IPLમાં મેચની ટિકિટો મોંઘી થશે, 40% GST લાગુ કરાયો

0

 આગામી 26મી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટૂર્નામેન્ટની ટિકિટો પર આ વર્ષથી 40 ટકા GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા 22 સપ્ટેમ્બર, 2025થી આઈપીએલ ટિકિટોની સાથે કસિનો, સટ્ટાબાજી, જુગાર, લોટરી અને ઓનલાઇન ગેમિંગ જેવી પ્રવૃત્તિઓ પર 40 ટકાનો નવો જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ સેવાઓને હવે એક અલગ ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવી છે, જેમાં આઈપીએલ મેચની ટિકિટોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ટિકિટો પર 28 ટકા જીએસટી લેવામાં આવતો હતો.

ટેક્સ સ્લેબમાં ફેરફારને કારણે સ્ટેડિયમમાં મેચ જોવી હવે મોંઘી બનશે

આઈપીએલની મેચની ટિકિટોને ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવતા હવે ચાહકોએ આર્થિક બોજ સહન કરવો પડશે; ઉદાહરણ તરીકે, રૂ. 3000ની મૂળ કિંમત ધરાવતી ટિકિટ માટે હવે રૂ. 4200 ચૂકવવા પડશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચો માટે લેવાતી એન્ટ્રી ફી અને ટિકિટ ચાર્જ જેવી તમામ બાબતો ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ હેઠળ ટેક્સેબલ સપ્લાય ગણાય છે. આઈપીએલને લક્ઝરી અને પ્રીમિયમ ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ માનવામાં આવતી હોવાથી, તેના પરનો જીએસટી દર 28 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે.લક્ઝરી કેટેગરીને કારણે ટિકિટના મૂળ ભાવ પર ટેક્સનું ભારણ વધ્યું

IPLની મેચોને હવે ખાસ ‘લક્ઝરી ટેક્સ સ્લેબ’ હેઠળ મૂકવામાં આવી છે, જેના કારણે આ ટિકિટો પર વધુ દરે જીએસટી વસૂલવામાં આવશે. જીએસટીના નિયમો અનુસાર, આઈપીએલની ક્રિકેટ મેચોને ‘સ્પોર્ટિંગ ઇવેન્ટમાં પ્રવેશ’ તરીકે એક ટેક્સેબલ સર્વિસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આઈપીએલની મેચ જોવા માટે ખરીદવામાં આવતી ટિકિટ પર ઊંચો જીએસટી લાગુ પડે છે. આ ટેક્સની રકમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અથવા ટિકિટિંગ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે અને ત્યારબાદ તેને સરકારમાં જમા કરાવવામાં આવે છે.

મનોરંજન અને રમતગમત સેવાઓ પર ટેક્સનું માળખું બદલાયું

આઈપીએલની ટિકિટનું વેચાણ SAC 9996 કેટેગરી હેઠળ આવે છે, જેમાં મનોરંજન(Recreational), સાંસ્કૃતિક(Cultural) અને રમતગમત(Sporting) સેવાઓનો સમાવેશ થાય છે. 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવેલા જીએસટીના નવા નિયમો અનુસાર, આઈપીએલની મેચ ટિકિટ પર હવે 40 ટકા જીએસટી લાગુ પડશે. આ ઊંચો દર ખાસ કરીને ‘લક્ઝરી’ અને ‘ડિમેરિટ'(Demerit) સેવાઓ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં કસિનો અને સટ્ટાબાજી જેવી હાઈ-ટેક્સ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. જીએસટી દરમાં થયેલા આ ધરખમ વધારાને કારણે આઈપીએલ ટિકિટની અંતિમ વેચાણ કિંમતમાં મોટો ઉછાળો આવશે.

World : અમેરિકામાં ગેરકાયદે રીતે ભારતીય નાગરિકની સગીરાનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ

0

વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લી તરીકે ઓળખાયેલા ભારતીય વ્યક્તિની અમેરિકામાં સગીરા પર બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન ઈમિગ્રશેન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના જણાવ્યા અનુસાર યશસ્વી બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ છે અને હાલ અમેરિકન ઈમિગ્રેશન કાયદા હેઠળ દેશનિકાલની પ્રક્રિયા બાકી હોવાને કારણે કસ્ટડીમાં છે. તેની સામે ન્યુ જર્સીમાં દુકાનોમાં ચોરી અને જાહેર અવ્યવસ્થા સર્જવાના આરોપ પણ છે. જો કે એજન્સીએ આરોપોની કોઈ વિગતો જાહેર નથી કરી.

આઈસીઈએ કોટ્ટાપલ્લીને અપરાધી ગેરકાયદે એલિયન તરીકે વર્ણવ્યો અને જણાવ્યું કે તેની સામે જાતીય હુમલા અને ચોરીના આરોપો પ્રલંબિત છે. એજન્સીએ આરોપ લગાવ્યો કે જાતીય હુમલામાં 13 વર્ષની છોકરી સામેલ હતી, જો કે તેમણે કથિત ઘટના વિશે ધરપકડની તારીખ અથવા વિશિષ્ટ જાણકારી સહિત વધુ વિગતો જાહેર નથી કરી. આઈસીએ પુષ્ટી કરી કે કાનૂની અને ઈમિગ્રેશન પ્રક્રિયા દરમ્યાન તે કસ્ટડીમાં જ રહેશે.

આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના બીજા કાર્યકાળ દરમ્યાન ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી તીવ્ર બની છે. આઈસીઈએ ફોજદારી અપરાધો ધરાવતા બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. ડિસેમ્બરમાં એજન્સીએ બે જણાનો ભોગ લેનાર ઓરેગોનમાં જીવલેણ મોટરવે અકસ્માત સાથે સંકળાયેલા ભારતીય ટ્રક ડ્રાઈવરની અટક કરી હતી. દેશનિકાલના કિસ્સામાં પણ વધારો થયો છે.

ભારત સરકારે જારી કરેલા ડાટા અનુસાર વ્યાપક ઈમિગ્રેશન વિરોધી અભિયાનના ભાગ તરીકે 2025માં અમેરિકામાંથી 3800થી વધુ ભારતીયોને દેશમાંથી કાઢવામાં આવ્યા હતા. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (ડીએચએસ)એ પણ ગંભીર ગુનાઓમાં આરોપી ઠરેલા લોકો સહિત આશરે ૨૫ હજાર અપરાધી ગેરકાયદે એલિયન્સનો ડાટા પ્રકાશિત કર્યો છે. આવા લોકોની યાદીમાં ભારતીય મૂળના 89 લોકો સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળનો આરંભ દક્ષિણ સરહદ ખાતે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને કર્યો હતો અને ગુનેગાર એલિયનોને દેશનિકાલ કરવાની ખાતરી આપી હતી.

National : એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી : વડાપ્રધાન મોદી

0

દુનિયા એઆઈના યુગમાં પ્રવેશી રહી છે ત્યારે ભારતમાં વિશ્વની સૌથી મોટી એઆઈ ઈમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  એઆઈના ઉપયોગ સામાન્ય જનતા અને બધા માટે કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ સમિટનું આયોજન કરાયું છે. બીજીબાજુ દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં અનેક પ્રકારની જાહેરાતો થઈ રહી છે. આવી જ એક જાહેરાતમાં ભારત૧.એઆઈએ કહ્યું છે કે તેઓ બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી-ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા જણાવ્યું કે, બુદ્ધિમતા, તર્કસંગતતા અને નિર્ણય લેવાની ક્ષમતા વિજ્ઞાાન ઓને ટેક્નોલોજીને જનતા માટે ઉપયોગ બનાવે છે. ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટનો આશય એ જાણવાનો છે કે એઆઈનો ઉપયોગ બધાના લાભ માટે કેવી રીતે કરી શકાય છે. એઆઈનો ઉપયોગ માણસોના ભલા માટે કરવો જોઈએ. માત્ર ટેક્નોલોજી નહીં બુદ્ધિમતા, સમજદારી અને સાચા નિર્ણયોથી જ એઆઈ જનતા માટે લાભદાયક બની શકે છે.

તેમણે ઉમેર્યું કે, આ સમિટ આઈડિયા, ઈનોવેશન અને ઈન્ટેન્ટનું મિલન સ્થળ છે. ભારતની ટેલેન્ટ દુનિયા અને માનવતાની ભલાઈના એઆઈ બનાવી રહ્યું છે. ભારત એઆઈના જવાબદારીપૂર્ણ અને સમાવેશક ઉપયોગ માટે કટિબદ્ધ છે.

આ સમિટમાં અનેક જાહેરાતો થઈ રહી છે ત્યારે ભારત૧.એઆઈના સીઈઓ ઉમાકાંત સોનીએ જાહેરાત કરી છે કે કંપની બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે. આ કંપની રોબોટ અને એઆઈ સાથે સંકળાયેલી સિસ્ટમ મોડેલનું નિર્માણ કરશે, જેની સાથે સંકલાયેલા અનેક ટેસ્ટ કરશે, જેથી મોટાપાયે તેનો ઉપયોગ કરતા પહેલા તપાસ થઈ શકે. એઆઈને વાસ્તવિક દુનિયામાં લાવતા પહેલા મોટા પાયે તેની તપાસ જરૂરી છે.

Vadodara : ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી

0

ગોત્રી વિસ્તારમાં એક થાર કારના ચાલકે નશામાં ચૂર અવસ્થામાં ડિવાઇડર પર કાર ચડાવી દીધી હોવાનો બનાવ બન્યો હતો.

શહેરમાં નશામાં ચૂર થઇ વાહનો હાંકવાને કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે એક પીધેલા કાર ચાલકે ગોત્રીના હરિનગર બ્રિજ ઉતરતી વખતે ડિવાઇડર પર કાર ચડાવી દીધી હતી.

બનાવની જાણ થતાં કેટલાક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.પોલીસ પણ આવી જતાં કારનો ચાલક નશામાં ધૂત જણાઇ આવ્યો હતો.તપાસ દરમિયાન તેનું નામ અભિરૃધ્ધ વિશ્વાસરાવ સાવંત(ખત્રી પોળ,જ્યુબિલી બાગ)હોવાનું ખુલ્યું હતું.જેથી અકોટા પોલીસે તેની ધરપકડ કરી કાર કબજે લીધી હતી.

Gandhinagar : જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું

0

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી જિલ્લા અદાલતને સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષાના કારણોસર તકેદારીના ભાગરૃપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયિક કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

એક બાજુ શાળાઓ અને સરકારી કચેરીઓમાં બોમ્બ મુક્યો હોવાના ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે અને પોલીસ દ્વારા તપાસ કરવા છતાં કંઈ ચીજ વસ્તુ મળી આવતી નથી ત્યારે મંગળવારની સવારે જ્યારે ગાંધીનગર કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૃ થઈ રહી હતી, ત્યારે અચાનક બોમ્બ હોવાની આશંકાનો ઈમેલ મળતા જ ન્યાયિક અધિકારીઓ અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે શાંતિપૂર્વક રીતે સંકુલ ખાલી કરાવીને તમામ પ્રવેશદ્વારો બંધ કરી કિલ્લેબંધી કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટના દરેક માળ, પાકગ એરિયા, વકીલોની ચેમ્બર્સ અને જજની ચેમ્બર્સનું અત્યંત ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.  નોંધનીય છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓને નિશાન બનાવી ધમકી આપવાનો આ પ્રથમ કિસ્સો નથી. થોડા સમય અગાઉ ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ હવે ઈમેલના ોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે. આજે આ બોમ્બના ઈમેલના કારણે દિવસભર ગાંધીનગર કોર્ટમાં કામગીરી થઈ શકી ન હતી વકીલો અસીલ બહાર જોવા મળ્યા હતા.

National : વકીલોના એઆઇથી તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાની વણજાર, સુપ્રીમ નારાજ

0

વકીલોને એઆઇની મદદથી કોર્ટના ડ્રાફ્ટ તૈયાર કરવા ભારે પડી શકે છે, કેમ કે એઆઇ ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યું હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જેને પગલે દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ ચિંતા વ્યક્ત કરી છે.

રુપ રેખા વર્મા નામની એક મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરાઇ હતી, જેમાં રાજનેતાઓના ભાષણો માટે ગાઇડલાઇન્સ જાહેર કરવાની માગ કરાઇ હતી. આ પીઆઇએલની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બી. વી. નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચી દ્વારા કરાઇ હતી.દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે તાજેતરમાં મર્સી-મેનકાઇન્ડ જેવા ચુકાદાનો ઉલ્લેખ મારી સામે આવ્યો હતો જેનું કોઇ અસ્તિત્વ જ નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મને પણ આવો અનુભવ થયો, જસ્ટિસ દિપાંકરની કોર્ટમાં એક નહીં પણ આવા અનેક ફેક ચુકાદાનો ઉલ્લેખ ડ્રાફ્ટ્સમાં સામે આવ્યો છે.

ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે ક્યારેક પુરો ચુકાદો નહીં પણ અંદરનો કેટલોક ઉલ્લેખ ફેક નીકળે છે જેનાથી જજ પરનો બોજ વધી જાય છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કેટલાક વકીલો અરજીઓ તૈયાર કરવામાં એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે, જે પુરી રીતે અયોગ્ય છે. તાજેતરમાં જ બોમ્બે હાઇકોર્ટે એઆઇ દ્વારા તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરાતા દંડ ફટકાર્યો હતો.

Business : NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો

વિદેશમાં રહેતા ભારતીયો (એનઆરઆઈ )તબીબી સારવાર અને આરોગ્ય વીમા માટે ભારત તરફ વધુને વધુ વળગી રહ્યા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. એનઆરઆઈ દ્વારા ખરીદાયેલી આરોગ્ય વીમા પોલિસીમાં વાર્ષિક ધોરણે ૧૨૬%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા પ્રીમિયમ, સરળ ડિજિટલ પ્રક્રિયાઓ અને એઆઈ -આધારિત ટેલિમેડિકલ પરીક્ષણ જેવી સુવિધાઓ આ વલણને આગળ ધપાવી રહી છે.

એઆઈ-આધારિત તબીબી નિદાન અને સંપૂર્ણપણે ડિજિટલ ઓનબોર્ડિંગે ભૌગોલિક સીમાઓને વર્ચ્યુઅલ રીતે દૂર કરી દીધી છે. ફેમિલી ફ્લોટર પોલિસી અને માતાપિતા માટે અલગ કવરેજની સંખ્યામાં અનુક્રમે ૭૦ ટકા અને ૬૦ ટકાનો વધારો થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એનઆરઆઈ હવે ભારતીય આરોગ્ય વીમાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોઈ રહ્યા છે.રિપોર્ટ મુજબ, એનઆરઆઈ  ગ્રાહકોમાં ગલ્ફ દેશો આશરે ૫૦ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કુવૈત માંગના મુખ્ય ોત છે. ભારતમાં ટૂંકા મુસાફરી સમય અને ઓછા તબીબી ખર્ચ આ માંગના મુખ્ય કારણો છે.

 જ્યારે ગલ્ફ દેશોમાં આરોગ્ય વીમા પ્રીમિયમ ૨,૦૦૦થી ૩,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે, ત્યારે ભારતમાં સમાન કવરેજ ૧૨૦થી ૩૦૦ ડોલરમાં ઉપલબ્ધ છે.

લગભગ ૨૫ ટકા માંગ યુરોપથી આવી રહી છે, જ્યાં બિન-ઇમરજન્સી સર્જરી માટે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર પડે છે. હિપ રિપ્લેસમેન્ટ અથવા મોતિયાની સર્જરી જેવી સર્જરી માટે મહિનાઓ રાહ જોવાને બદલે, તેઓ ભારતમાં તેમની પોલિસીનો ઉપયોગ કરે છે.

યુએસ અને કેનેડા મળીને ૧૭ ટકા ફાળો આપે છે. આ દેશોમાં સારવાર ખર્ચ ખૂબ વધારે છે. ઘણા કિસ્સાઓમાં, હવાઈ મુસાફરીના ખર્ચને ધ્યાનમાં લીધા પછી પણ, ભારતમાં સર્જરી સસ્તી પડે છે.

એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા માંગના ૮ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રદેશોમાં રહેતા ભારતીયો ઘૂંટણની ફેરબદલ અને હૃદય જેવી મોટી સર્જરી માટે ભારતીય વીમા યોજનાઓ પસંદ કરી રહ્યા છે. ભારતમાં આવી સારવાર ૭૦ થી ૮૦ ટકા સસ્તી છે.

ફેમિલી ફ્લોટર પોલિસીનો હિસ્સો ૨૦ ટકાથી વધીને ૭૦ ટકા થયો છે. સરેરાશ વીમા રકમ ૨૫ લાખથી વધુ છે. જીએસટી મુક્તિ સાથે, એનઆરઆઈ એક જ યોજના હેઠળ સમગ્ર પરિવાર માટે ઉચ્ચ કવરેજ પસંદ કરી રહ્યા છે. માતાપિતા માટે ખરીદેલી પોલિસીનો હિસ્સો પણ ૩૨ ટકાથી વધીને ૬૦ ટકા થયો છે. ઘણી યોજનાઓમાં કન્સીજ સેવાઓનો સમાવેશ થાય છે, જે વિદેશમાં પણ સારવાર પ્રક્રિયાનું સંચાલન કરવાનું સરળ બનાવે છે.

વીમા દાવાઓના ડેટા દર્શાવે છે કે એનઆરઆઈ શ્વસન રોગો, પ્રસૂતિ સેવાઓ, કેન્સરની સારવાર અને અન્ય ગંભીર બીમારીઓ માટે ભારતીય હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. વધતી ઉંમરને કારણે, મોતિયાની શસ્ત્રક્રિયાના દાવાઓમાં પણ વધારો થયો છે. દંત ચિકિત્સા પણ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવી છે, કારણ કે વિદેશમાં દંત ચિકિત્સાનો ખર્ચ ઘણો વધારે છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં વીમા પ્રિમીયમ યુએસ, કેનેડા, યુરોપ અને ગલ્ફ દેશો કરતાં ૪૦ ટકા સુધી ઓછો છે. સર્જરી, પરામર્શ અને દવાઓનો ખર્ચ ૭૦થી ૯૦ ટકા સસ્તો હોઈ શકે છે. ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાત ડોકટરોની ઝડપી પહોંચ પણ એનઆરઆઈ માટે એક મુખ્ય આકર્ષણ છે.

Bollywood : રાજેશ ખન્ના-ડિમ્પલની દોહિત્રી નાઓમિકાએ ફિલ્મ શૂટિંગ શરૂ કર્યું

0

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકાએ બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે.

‘સ્ત્રી’ સહિતની ફિલ્મોના નિર્માતા મેડોક ફિલ્મસ દ્વારા આ ફિલ્મ બનાવાઈ રહી છે. વેદાંગ રૈના તેનો હિરો હશે. ફિલ્મની વાર્તા કે ટાઈટલની વિગતો હજુ અપાઈ નથી પરંતુ, મોટાભાગે આ ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે તેમ મનાઈ રહ્યું છે. જગદીપ સિદ્ધુ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. નાઓમિકા ડિમ્પલની દીકરી રિંકી ખન્નાની પુત્રી છે.

રિંકીએ પણ બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે ખાસ સફળ થઈ ન હતી. નાઓમિકા સોશિયલ મીડિયા પર અત્યારથી જ પોપ્યુલર છે.

Sports : નેધરલેન્ડ સામેની મેચમાં બૂમરાહને અપાશે આરામ?, ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે કરી સ્પષ્ટ વાત

0

 ટી20 વર્લ્ડકપમાં આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો થશે. ત્યારે ભારતે સાફ કરી દીધું છે કે તે કોઈ પણ ઢીલાસ મૂકવાના મૂડમાં નથી. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે, ‘ઝડપી બોલરોમાં જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેના મુકાબલામાં કોઈ જ આરામ આપવાની સંભાવના દેખાઈ રહી નથી.’

છેલ્લો નિર્ણય આવતીકાલે લેવાશે

ટીમ ઈન્ડિયા પહેલાથી જ સુપર 8માં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી ચૂક્યું છે ત્યારે એવી ચર્ચાઓ હતી કે જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેની મેચમાં આરામ અપાઈ શકે છે પણ ટીમ મેનેજમેન્ટ ટુર્નામેન્ટમાં લય જાળવી રાખવા માંગે છે. કોટકે પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હાલ એવું નથી લાગતું કે બૂમરાહને આરામ કરશે. છેલ્લો નિર્ણય પછી લેવાશે.

બૂમરાહના વર્કલોડ પર નજર

ગત રવિવારે પાકિસ્તાન સામેના મુકાબલામાં બૂમરાહે સેમ અયુબ અને કેપ્ટન સલમાન અલીને સસ્તામાં પેવેલિયન ભેગા કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં જ સફળતાઓ અપાવી ટીમ ઈન્ડિયાની મેચ પર પકડ મજબૂત બનાવી દીધી હતી. જે બાદ ભારતનો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સ્પોર્ટ્સ સાઇન્સ ટીમ સતત બૂમરાહના વર્કલોડ પર નજર રાખે છે અને જરૂર જણાય ત્યારે જસપ્રીતને આરામ પણ આપે છે.

World : ટ્રમ્પના આદેશ પર મધદરિયે અમેરિકાનો મિસાઈલ હુમલો!

0

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જંગ છેડી દીધો છે. લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ નૌકાઓ પર અમેરિકી સૈન્યએ જોરદાર હુમલો કર્યો છે, જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે.

ત્રણ બોટને નિશાન બનાવી

અમેરિકાની સેનાએ લેટિન અમેરિકાના દરિયાઈ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ નૌકાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં કુલ 11 લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાએ ડ્રગ્સ તસ્કરોને ‘નાર્કો ટેરરિસ્ટ’ ગણાવી તેમની વિરુદ્ધ હવાઈ અને દરિયાઈ હુમલાઓ શરૂ કર્યા છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 145 લોકોના મોત થયા છે.

અત્યાર સુધી 42 હુમલા કર્યાનો દાવો

અમેરિકન સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં બે નૌકાઓ અને કેરેબિયન સમુદ્રમાં એક નૌકાને તોડી પાડવામાં આવી હતી. પ્રશાંત મહાસાગરમાં જે બે નૌકાઓ પર હુમલો થયો તેમાં 4-4 લોકો સવાર હતા, જ્યારે કેરેબિયન સમુદ્રમાં ત્રીજી નૌકા પર સવાર 3 લોકોના મોત થયા હતા. સેનાએ અત્યાર સુધીમાં ડ્રગ્સની તસ્કરીના માર્ગો પર અંદાજે 42 હુમલાઓ કર્યા હોવાનો દાવો કર્યો છે.

પુરાવા અંગે સવાલ

અમેરિકન સેનાએ નૌકાઓને નષ્ટ કરવાના વીડિયો તો જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી નૌકાઓમાં ડ્રગ્સનો મોટો જથ્થો હતો તે અંગેના નક્કર પુરાવાઓ સાર્વજનિક કર્યા નથી. આમ છતાં, સેના આને આતંકવાદ વિરોધી અભિયાન જેવું જ મહત્વ આપી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા હાલમાં લેટિન અમેરિકાના ડ્રગ કાર્ટેલ સાથે સીધા સશસ્ત્ર સંઘર્ષમાં છે. દેશમાં ડ્રગ્સના પ્રવેશને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાં લેવા અનિવાર્ય છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ડ્રગ્સની હેરાફેરી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.