Home Blog Page 752

Surendranagar : 2024ની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ

0

 સુરેન્દ્રનગર જિલ્લાના ૭૦ હજારથી વધુ ખેડૂતોને ૨૦૨૪ની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ની પાક નિષ્ફળ સહાયથી ૭૦,૦૦૦ જેટલા ખેડૂતો વંચિત રહેતા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રેલી યોજવા છતાં સહાય ન મળતા, દસાડા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાયમાં અન્યાય થયો હોવાનો અને માત્ર લાગતા-વળગતા તથા અમુક ગામોના ખેડૂતોને જ સહાય મળી હોવાના આક્ષેપો કર્યા હતા.રજૂઆત માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા ત્યારે ટીડીઓ કચેરીમાં હાજર ન હોવાથી ખેડૂતોએ કચેરીમાં જ બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી ૧૦ દિવસમાં આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો, તેઓ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરીને ગાંધી ચિંધ્યા મટીડીઓે આંદોલન કરશે. આ ઉપરાંત, ન્યાય માટે હાઇકોર્ટ સુધી લડત આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫માં પણ ખેડૂતો વંચિત ન રહે તે માટે ખેડૂતો અત્યારથી જ સક્રિય થયા છે.

Ahmedabad : વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો

0

પૂર્વ વિસ્તારમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા છે. લાંભામાં રહેતા યુવકને રિક્ષામાં બેસાડીને કલરકામ કરાવવાનું કહીને વટવા જશોદાનગર પાસે હોટલના રૃમમાં લઇ જઇ ગયો હતો. ત્યાં જઇ પેટ ઉપર છરી મૂકીને ડરાવીને મોબાઇલ પડાવીને ઓન લાઇન તથા રોકડ સહિત કુલ રૃા. ૯,૧૦૦ લૂંટી લીધા હતા. પોલીસ તપાસમાં યુવક મણિનગર ક્રોસિંગ પાસે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેસીને આવ્યો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.લાંભામાં મંદિર પાછળ રહેતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા સાંજના સમયે મણિનગર ક્રોસિંગ પાસેથી સીટીએમ જવા માટે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા.

 રિક્ષા ચાલકે  તમે શુ કામ કરો છો પૂછતા કલરકામનું કહેતા એક હોટલમાં કલરનું કામ કરવાનું  કહીને વટવા જશોદાનગર પાસે આવેલ ન્યૂ રાજ હોટલના  રૃમમાં લઇ ગયો અને પેટ ઉપર છરી મૂકીને તારી પાસે જે હોય તે આપી દે નહી તો છરી મારી દઇશ કહેતા ગભરાઇને યુવકે રોકડા રૃા. ૭૪૦૦ આપી દીધા બાદ મોબાઇલમાંથી રૃા. ૧૭૦૦ ટ્રાન્સફર કરાવી ધમકી આપીને રૃા. ૯,૧૦૦ની લૂંટ કરીને રિક્ષા ચાલક ભાગી ગયો હતો.

Gandhinagar : રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા

0

ગાંધીનગર જિલ્લામાં બિનકાયદેસર ખનિજ ખનન અને વાહનવ્યવહાર પર અંકુશ લગાવવા ભુસ્તર તંત્ર દ્વારા નદીના પટમાં દરોડા પાડવાની ઉપરાંત હાઇવે માર્ગ ઉપર રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડેડ ખનીજની ગેરયાદે હેરાફેરી કરતા તત્વો સામે પણ લાલ આંખ કરી છે. જે અંતર્ગત રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડ ખનિજ લઈ જતાં ત્રણ ડમ્પરો પકડી પાડવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧.૦૫ કરોડ રૃપિયા છે.

ગાંધીનગરમાં રેતી સહિત ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વો સામે કડક પલગા ભરવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ દ્વાસ્ક્ષેત્રિય ટીમોને કામે લગાડી છે. જેમાં દહેગામ, લીંબડીયા અને છત્રાલ વિસ્તારમાં ચાલુ ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે બે ડમ્પર રોયલ્ટી પાસ વગર અને એક ડમ્પર મંજૂર કરતાં વધુ ઓવરલોડ સાદી રેતી લઈ જતાં પકડી પાડયા. આ ત્રણેય વાહનોનો સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

Vadodara : રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા

0

રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં પરોવી લૂંટી લેતી એક મહિલા અને પુરૃષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેમણે ૧૫ દિવસમાં ચાર પેસેન્જરોના દાગીના લૂંટયા હોવાની વિગતો બહાર આવી છે.

ખોડિયાર નગર ખાતે રહેતા વેપારી તેમના પત્ની અને સાળી સાથે માંડવીના જ્વેલર્સને ત્યાં દાગીના ખરીદી રિમોટ લેવા માટે રિક્ષામાં રાવપુરા ગયા તે દરમિયાન રિક્ષામાં પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધીને  બેઠેલી મહિલાએ પર્સમાંથી રૃ.૩.૫૦ લાખના દાગીના ચોરી લીધા હતા.

ઉપરોક્ત બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરી ખાસવાડી સ્મશાન પાસેથી રિક્ષામાં જતા મો.યુનુસ ગુલામ હુસેન કાગદી(મોટી વોરવાડ,વાડી) અને કાલી જસપાસ લોન્ધે (વાઘોડિયા ચોકડી પાસે,મૂળ કાના પીપરી, નાગપુર,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડતાં તેમની પાસેથી દાગીના મળી આવ્યા હતા.પોલીસની તપાસમાં આ દાગીના પેસેન્જરોના સામાનમાંથી લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી.જેથી તેમની પાસે રિક્ષા,બે મોબાઇલ અને દાગીના મળી કુલ રૃ.૪.૫૨ લાખની મતા કબજે લેવામાં આવી હતી.

પોલીસે વધુ પૂછપરછ કરતાં ઠગોએ પંદર દિવસમાં માંડવી જ્વેલર્સને ત્યાંથી સોનું ખરીદી નીકળેલા દંપતી ઉપરાંત રેલ્વે સ્ટેશન પાસેથી રિક્ષામાં  બેઠેલી મહિલાના દાગીના, સોમા તળાવ પાસે અને ગોત્રીમાં રિક્ષામાં બેઠેલી મહિલાઓના દાગીના કાઢી લીધા હોવાની કબૂલાત કરી હતી.

Gujarat : વાલીઓને મોટી રાહત: ભરૂચ શિક્ષણ વિભાગનો આદેશ, બાળકો હવે મનપસંદ સ્વેટર પહેરીને શાળાએ જઈ શકશે

0

​ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. હવેથી જિલ્લાની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અથવા શાળા દ્વારા નક્કી કરેલ બ્રાન્ડના જ સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સત્તાવાર પત્ર જારી કર્યો છે.


​જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમુક શાળાઓ દ્વારા વાલીઓ પર નિશ્ચિત દુકાનમાંથી જ ગરમ કપડાં ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે વાલીઓ પર અનાવશ્યક આર્થિક ભારણ વધતું હતું. આ પરિસ્થિતિને અંત આપવા માટે શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ શિયાળામાં પોતાના ઘરેથી લાવેલ મનપસંદ સ્વેટર અથવા અન્ય ગરમ કપડાં શાળામાં પહેરી શકે છે.
​શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીને ચોક્કસ પ્રકાર, બ્રાન્ડ કે રંગના સ્વેટર પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. વાલીઓ પર દબાણ ન થાય અને બાળકોના આરોગ્યને પ્રાધાન્ય મળે તે માટે આ સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવું અનિવાર્ય છે.
ઉલ્લંઘન કરનાર શાળા વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat : છોટાઉદેપુર 1000 જેટલા ખેડૂતોને સડેલું બિયારણ આપ્યાનો ગંભીર આક્ષેપ.

0

છોટાઉદેપુર ખાતે આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર (GSFC) દ્વારા આજે ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ આપ્યાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. મળતી માહિતી મુજબ સુમારે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનું વિતરણ થયું હોવાનું જાણવા મળે છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે રોષ ફેલાયો છે.


પાઘરવાટ સહિત આસપાસના ગામોના BPL ખેડૂતો આજે મફત મળતી બિયારણ કીટ લેવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે
14 નવેમ્બરે આપવામાં આવેલી મકાઈની કીટમાંથી ઘણા ખેડૂતો ઓરણી કરી ચૂક્યા છે,
પરંતુ તેમાં 100 માંથી માત્ર 30% જેટલી જ મકાઈ ઉગી છે,
બાકીની ઉગી ન આવતા ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે નવી મળેલી કીટનું પેકેટ ખોલતા પણ તેમાં સડેલું અને ખરાબ બિયારણ જોવા મળ્યું હતું. આ બાબતે જ્યારે ખેડૂતો સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરવા ગયા ત્યારે તેમને જોઈને ઓરણી કરવી જોઈએ એવું કહી પલટવાર કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા ઓરેલી મકાઈ બદલી આપવા પણ માંગ કરવામાં આવી હતી.

ખેડૂતો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે
સડેલું બિયારણ આપી અમોને થયેલું નુકસાન ભરપાઈ કરવામાં આવશે કે નહીં?

કમોસમી માવઠાને કારણે પહેલેથી નુકસાન ભોગવતા ખેડૂતોને ફરી એકવાર સડેલા બિયારણથી આઘાત લાગ્યો છે. વિશ્વાસપાત્ર કીટ મળે તેવી આશા રાખીને આવેલા ખેડૂતો બિયારણ સડેલું નીકળતાં ઉગ્ર રોષે ભરાયા હતા અને મીડિયાની સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Gujarat : SIR ૨૦૨૫ કાર્યક્રમમાં મતદારોની પડતી મુશ્કેલીઓ દુર કરવા ભાજપ અગ્રણીઓ દ્વારા અધિક જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી.

0

ભારતના ચુંટણીપંચ દ્રારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત મતદારોઓની કેટલીક તકલીફ પડી રહી છે. જેને દુર કરવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ની અધ્યક્ષતામાં અધિક જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી

જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જીલ્લામાંથી ઘણા લોકો રોજગાર,ખેતી-મંજુરી અર્થે બહાર ગામ રહે છે.આવા લોકોના નામ મતદાર યાદી માંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવે સાથે જીલ્લામાં મોટા ભાગે અનુસુચિત જન જાતી સમાજની વસ્તી હોય પુરાવા તરીકે હાલની બેંક પાસબુક,આધાર કાર્ડ,તલાટીનો દાખલો,રેશન કાર્ડ કે શાળાનું એલ.સી.ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે. અને
નવા યુવા મતદાર નોંધવાના ફોર્મ ઉપલબ્ધ કરાવવા તેમજ પરપ્રાંત માંથી પરણીને આવેલ મહિલાઓના માતા-પિતાના પિયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે.જેનું સમાધાન થાય તેમ કરવુ જરૂરી છે. તેમ જણાવ્યું હતું

અને દરેક ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા તથા ૨૦૦૨ ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બી.એલ.ઓ.ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં તકલીફ પડી રહી છે. તો નેટવર્કની વ્યવસ્થા થાય અને એપ સરળતાથી ચાલે તો આ પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ જિલ્લા સેવા સદન ખાતે જઈ આ મામલે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

રીપોર્ટર :અંજુમ ખત્રી છોટાઉદેપુર

 Rashi : 03 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

0

મેષ: મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે બિઝનેસ સંબંધિત કોઈપણ નિર્ણય લેશો તો ફાયદો થશે. પાર્ટનરશીપ સંબંધિત કામમાં તમને ફાયદો થશે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. આજે તમને તમારી મહેનત પ્રમાણે ફળ મળશે. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.

મિથુન: આજનો દિવસ મિશ્રિત રહેશે. તમારી મહેનતનું પરિણામ તમને મૌડું મળશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકશે.

કર્ક: આજના દિવસે બહુજ ઉથલ-પુથલ રહેશે. પરંતુ મેડિટેશન કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તમારા કામ પર ફોકસ કરી શકશો.

સિંહ: આજનો દિવસ ખુશીથઈ ભરેલો રહેશે. તમે વ્યવસાયમાં ફાયદો મેળવી શકે તેવી તકો પણ પ્રાપ્ત થશે. સિંહ રાશિના લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ મળશે.

કન્યા: આજનો દિવસ ખુશી લાવશે. અધ્યયન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે.

તુલા: આજના દિવસે ખુશહાલી રહેશે.આજના દિવસે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે અને તમે તમારા પૈસા પણ બચાવી શકો છો.

વૃશ્ચિક : આજના દિવસે કાર્યસ્થળમાં પરેશાની રહેશે. સહકર્મીયોં સાથે વિવાદ થઈ શકે છે. પરંતુ આજના દિવસ બિઝનેસ માટે સારું રહેવાનું છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે પરેશાની રહેશે. વિદેશ યાત્રા જવાનું પણ શક્ય છે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે વધુ મહેનત કરશો.

મકર: આજનો દિવસ તમારા માટે સારું રહેશે .જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો અને આજે તમારું જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ પણ પ્રકારની યાત્રા કે પ્રવાસ પર જઈ શકો છો અથવા તો કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ કરી શકો છો.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખુશી અને આનંદ લઈને આવશે. જૂના મિત્ર અથવા નજીકના સંબંધી સાથે મુલાકાત થશે

Gujarat : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠામાં અંદાજે રૂ.૨૭.૫૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

0

આગામી ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ.૨૭.૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે.

વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકારશ્રી દ્વારા વડગામ ખાતે ૬૯૮.૦૫ ચો.મી.જમીન પર અંદાજે રૂ.૪ કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે.આ લાઇબ્રેરી ખાતે કુલ ૧૬૯ વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+૧ ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા ૨૦ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે. રૂ. ૯.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે ૨૦૦ મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.

નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, ૨૦૦ મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે.

પ્રતિનિધિ : દિપક પુરબીયા

Gujarat : ઈડર મુકામે નવી મામલતદાર કચેરીનું નિર્માણ ઝડપભેર પૂર્ણતા તરફ

0

ઈડર મુકામે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલુ છે.

મળતી માહિતી મુજબ આર.સી.સી.નું કામ પૂર્ણ થઈ ગયું છે, તેમજ ચણતર, પ્લાસ્ટર,
ફ્લોરિંગ, કેમ્પાઉન્ડ વોલ વગેરેના કામ હાલ અમલીકરણ હેઠળ છે વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ સુવિધાયુક્ત નવી ઈમારત તૈયાર થઈ જશે. આ સમગ્ર નિર્માણ માટે સરકારે રૂ. ૬૪૬.૨૪ લાખ જેટલા ખર્ચની મંજૂરી આપી છે. હાલમાં ઈડર મામલતદાર કચેરી બજારમાં રોડને અડીને
સ્થિત હોવાથી રોજિંદા આવન જાવન કરતા નાગરિકોને પાર્કિંગની અછત, ભીડ અને ટ્રાફિક જામ જેવી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારી કચેરીમાં કામકાજે આવનાર લોકો ખાસ કરીને પાર્કિંગ માટે ભારે સંકટ અનુભવે છે. નવ નિર્માણ પામતી મામલતદાર કચેરીમાં વિશાળ પાર્કિંગ સ્થળ સાથે
સુવ્યવસ્થિત રોડ અને રાહદારીઓ માટે સુવિધાજનક પ્રવેશદ્વાર, તેમજ ઓફિસ કાર્ય માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. નવી કચેરી શરૂ થતા લોકોની હાલની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને નાગરિકોને સુચારુ સેવાઓ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર