Home Blog Page 753

Gujarat : ઈડર શહેરમાં ગેરકાયદેસર માંસ-મટનની લારીઓ સામે નાગરિકોની પ્રાંત અધિકારીને લેખિત ફરીયાદ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

0

શહેરમાં ઈડર ગેરકાયદેસર માંસ-મટન તથા ઇંડાની લારીઓને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. નાગરિકોએ ઈડર પ્રાંત અધિકારી તેમજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને જાહેર હિતમાં વ્યાપક લેખિત ફરીયાદ રજૂ કરી છે.

શહેરના અતિવ્યસ્ત વિસ્તારો -ત્રિરંગા સર્કલ, ઈડર ટાવર, રામધુન ચોક, યુ.જી.વી.સી.એલ. કચેરી સામેનો વિસ્તાર, સાબરકાંઠા બેંકની સામે, આત્મવલ્લભ હોસ્પિટલ આગળ, તેમજ રેલવે ફાટક વિસ્તાર — ખાતે ફૂટપાથ અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે ઉભી લારીઓ નાગરિકો માટે માથાનો દુઃખાવો બની છે.ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, કેટલાક લુખ્ખા તત્વો દ્વારા જાહેર માર્ગો પર લારીઓ ઉભી રાખીને માંસ-મટન તથા ઇંડા ની વેચાણ વ્યવસ્થા ચલાવવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ, રાહદારીઓની
અવરજવરમાં ખલેલ, જાહેર આરોગ્યને જોખમ, તેમજ સનાતની હિંદુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. વોકિંગ કરતા નાગરિકોને અવારનવાર હેરાનગતિ થાય છે અને અનેક વખત બોલાચાલી તથા ઝઘડા જેવા બનાવો પણ નોંધાયા છે.
નાગરિકોએ રજૂઆતમાં જણાવ્યું કે નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલા નથી લેવામાં, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. નાગરિકોએ માંગ કરી છે કે
ધાર્મિક સ્થળોની આસપાસ અને મુખ્ય માર્ગો પર ચાલતા આવા બિન પરવાનગીના ધંધાઓને તાત્કાલિક બંધ કરવામાં આવે અને નિયમ મુજબ કડક પગલા લેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો તેઓ ઉપરની કચેરીઓ, રાજ્યના ગૃહવિભાગ, પોલીસ વડા, અને જરૂરી હોય તો ન્યાયાલય સુધી દાવપેચ કરવા મજબૂર બનશે. સાથે જ, નાગરિકોએ કહ્યું કે જરૂરી બનશે તો તેઓ ગાંધીવાદી આંદોલનનો માર્ગ પણ અપનાવશે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

Gujarat : ઇડર કોલેજમાં એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0

ઇડર આંજણા પાટીદાર એચ.કે.એમ. આટર્સ અને પી.એન.પટેલ કૉમર્સ કૉલેજ ઈડરમાં NSS(રાષ્ટ્રીય સેવા યોજના) દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૫ને સોમવારે “વિશ્વ એઇડ્સ દિન” નિમિત્તે એઈડ્સ અંગેની જાગૃતતા માટે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી, પુરસ્કૃત અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, ઇડર અમદાવાદ તથા SDH ઈડર(ઈડર સિવિલ)ના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો. જેમાં કોલેજના આચાર્ય ડૉ.બી.કે. રોહિત સાહેબે બહારથી પધારેલ મહેમાનઓને આવકાર્યા તથા


વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. સંસ્થા દ્વારા HIV એઇડ્સ, જાતીય રોગો, TB હિપેટાઈટીસ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને ૧૦૯૭ હેલ્પલાઇન તથા દ્રછર્ઝ એપ વિષે વિશેષ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા મંત્રી જીતુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.આર.એસ.ચારણ તથા ડૉ.પ્રિયંકાબેન જી. સોલંકી દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

World : પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

0

કહેવાય છે કે, ‘દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે’. આ કહેવત આજે શ્રીલંકાની સરકાર અને ત્યાંના પૂર પીડિતો પાકિસ્તાન માટે ચોક્કસપણે બોલી રહ્યા હશે. ‘દિતવાહ’ વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને પાકિસ્તાને મદદના નામે જે રાહત સામગ્રી મોકલી છે, તે એક્સપાયર થયેલી નીકળતા પાકિસ્તાનની આખી દુનિયામાં ફજેતી થઈ રહી છે.સોશિયલ મીડિયા પર આબરુના ધજાગરા

શ્રીલંકામાં ભારતના રાહત અને બચાવ કાર્યની વાહવાહી થતી જોઈને, પાકિસ્તાન પણ ‘બડાઈ’ મારવા માટે મેદાનમાં કૂદી પડ્યું. શહબાઝ શરીફ સરકારે તાત્કાલિક ધોરણે શ્રીલંકા માટે ફૂડ આઈટમ્સ રવાના કરી. આ ‘મહાન’ કાર્યના ફોટા શ્રીલંકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસે ગર્વભેર ‘X’ (ટ્વિટર) પર શેર પણ કર્યા. પરંતુ, તેમની આ હોશિયારી થોડા કલાકો પણ ન ટકી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ ફૂડ પેકેટના ફોટાને ઝૂમ કરીને જોયું, તો તેના પર એક્સપાયરી ડેટ 2024ની લખેલી હતી! મતલબ કે, મદદના નામે પાકિસ્તાને પહેલાથી જ પરેશાન શ્રીલંકાના લોકોને દાઝ્યા પર ડામ આપ્યો હતો. આ મામલો સામે આવતા જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા.

જ્યારે તુર્કિયેનો જ માલ તૂર્કિયેને પધરાવી દીધો!

આવી શરમજનક હરકત પાકિસ્તાને પહેલીવાર નથી કરી. તમને યાદ હશે કે 2023માં તૂર્કિયેમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ મોટા પાયે મદદ મોકલી હતી. ભારતની વાહવાહી થતી જોઈને પાકિસ્તાન પણ પાછળ રહેવા માંગતું ન હતું. ખુદ વડાપ્રધાન શહબાઝ શરીફ રાહત સામગ્રી લઈને પહોંચી ગયા. પણ પછી ખબર પડી કે આ એ જ રાહત સામગ્રી હતી જે તૂર્કિયેએ થોડા સમય પહેલાં પાકિસ્તાનમાં આવેલા પૂર વખતે પાકિસ્તાનને મોકલી હતી. મતલબ કે, પાકિસ્તાને તૂર્કિયેનો જ માલ, તૂર્કિયેને જ શરમ વગર પકડાવી દીધો હતો. આ ઘટનાઓ પરથી એવું લાગે છે કે, ભારતની બરાબરી કરવાની ઉતાવળમાં પાકિસ્તાન વારંવાર એવી ભૂલો કરી બેસે છે, જેનાથી મદદ ઓછી અને મજાક વધુ થાય છે. 

Ahmedabad : નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ!

0

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી નજીક આવેલા પાન પાર્લર પર ગ્રાહકો વચ્ચે ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઝઘડામાં આરોપીઓએ સોડાની ખાલી બોટલો ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે વાડજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડમાં સૌથી મહત્ત્વનું એ છે કે, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! 2 - image

જાણો શું છે મામલો

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લરના માલિક શ્રી રમેશચંદ્ર શર્માની દુકાન પર સાંજના સમયે મારામારીની ઘટના બની હતી. દુકાન પર સામાન લેવા આવેલા એક ગ્રાહક અને પાછળથી આવેલા કેટલાક આરોપીઓ વચ્ચે સામાન લેવા જવામાં ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી થોડી જ ક્ષણોમાં ઉગ્ર બની ગઈ હતી અને અંતે તેણે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.આ બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પાન પાર્લર પરની સોડાની ખાલી બોટલો ભોગ બનનાર વ્યક્તિ ઉપર છૂટી ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, સાથે જ પાન પાર્લરના ફ્રીજ અને અન્ય સામાનને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તેના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી.

વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. આર. ડાંગરના જણાવ્યાનુસાર, પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે, પોલીસ તપાસમાં મુખ્ય આરોપીનો સનસનીખેજ ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. ચાર આરોપીઓ પૈકી, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. આ પૈકી એક હત્યાનો ગુનો સાબરમતી પોલીસ સ્ટેશનમાં અને બીજો ગુનો પાટણ જિલ્લાના સમી તાલુકામાં નોંધાયેલો છે. પોલીસના મતે, વિજય તાજેતરમાં જ અમદાવાદ આવ્યો હતો અને તેના જૂના મિત્રો સાથે હતો, ત્યારે આ મારામારીની ઘટના બની હતી. હાલમાં પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat : ખેડા જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા 2,930.85 લિટર દૂધનું દાન

0

ખેડા જિલ્લાના કુપોષિત બાળકોના સર્વાંગી વિકાસ અને સુપોષિત બનાવવાના હેતુથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા ‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાન હેઠળ જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન મળ્યું છે અને દરરોજ ૩ હજારથી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાનનો પ્રારંભ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગ દર્શન હેઠળ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ માતર અને પરીએજ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, નડિયાદ, વસો અને મહેમદાવાદ સહિતના અન્ય તાલુકાઓમાં પણ દૂધ મંડળીના સંચાલકોને આ પહેલ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ નવતર અભિગમ હેઠળ, ગામના દૂધ ઉત્પાદકો જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે છે, ત્યારે તેઓ સ્વેચ્છાએ આંગણવાડીના કુપોષિત બાળકો માટે ખાસ રાખવામાં આવેલા ‘આશીર્વાદ પાત્ર’ માં દરરોજ પોતાની ઈચ્છા મુજબ દૂધનું દાન કરે છે. આ એકત્રિત દૂધ નિયમિતપણે સ્થાનિક આંગણવાડીઓને પહોંચાડવામાં આવે છે. જેથી કુપોષિત બાળકોને નિરંતર પોષણ મળી રહે અને કુપોષણમુક્ત બની શકે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૦૫ જેટલી દૂધ મંડળીઓને આહવાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે, અત્યાર સુધીમાં ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે અને દરરોજ ૩૦૦૦થી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

Surendranagar : વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી

0

સુરેન્દ્રનગર  લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખાની ડી-ટુ કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે. અનેક વખત રજૂઆતો બાદ પણ નર્મદા વિભાગ દ્વારા કાર્યવાહી નહીં કરતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

  લખતર તાલુકામાંથી નર્મદાની વિવિધ કેનાલો પસાર થાય છે.જેની સમયસર સાફ સફાઇ નહીં કરવાના કારણે કેનાલ ઓવરફ્લો થવાના અનેકવાર બનાવો બની ચુક્યા છે. તેમજ કેનાલનું ઓવરફ્લો પાણી ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક પણ પર ફરી વળે છે અને ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. લખતરના ઢાંકીથી વલ્લભીપુર તરફ જતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વિવિધ માયનોર કેનાલો નીકળે છે.જેમાં લખતરના કડુ ગામની સીમમાંથી ઓળકની સીમ તરફ જતી ડી-ટુ કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા હોવાથી કેનાલ ઓવરફ્લો થવાનો ભય ખેડૂતોને સતત સતાવી રહ્યો છે સાથે કેનાલનું યોગ્ય રિપેરિંગ નહીં કરવાના કારણે અનેક જગ્યાએ કેનાલમાં ગાબડાં પણ પડી ગયા છે. આ કેનાલની યોગ્ય સાફ સફાઇ કરી રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.

Vadodara : ડભોઇ તાલુકામાં MGVCL ની લાઈનો પર જંગલી વેલો’નું સામ્રાજ્ય: પાંચ ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં

0

બેદરકારીને કારણે વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર પર જંગલી વેલો અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આને કારણે આ વિસ્તારના પાંચ જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ખોરવાતો વીજ પુરવઠો:આ લાઇન થરવાસા, મોટા હબીપુરા, પારીખા, મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાંથી પસાર થાય છે. જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે.


​ગ્રામજનોની ફરિયાદ: ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. વેલોના કારણે જ્યારે બે વીજ વાયરો એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે.ખેડૂતોની વેદના: ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલોના કારણે વારંવાર કપાય છે. સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.ચોમાસું ગયા પછી પણ સફાઈ કેમ નહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ MGVCL ના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પર દ્વારા આ વીજ લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જેથી શિયાળા અને ઉનાળામાં વીજ વિક્ષેપ ન થાય.જોકે, આ વર્ષે આ લાઈન પર કોઈ પણ પ્રકારની સફાઈ કે માવજત કરવામાં આવી નથી. MGVCL ના કર્મચારીઓની આ બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાત્કાલિક કાર્યવાહીની માંગ ગ્રામજનો અને ખેડૂતોની એકસૂરે માંગ છે કે MGVCL ના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગૃત થાય.વહેલી તકે આ તમામ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મર પરથી જંગલી વેલો અને વનસ્પતિઓને દૂર કરીને લાઇનનું સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને ગામલોકોને વારંવાર ખોરવાતા વીજ પુરવઠામુશ્કેલીમાંથી રાહત મળે.
​

ડભો તાલુકાની થરવાસા થી સુલતાનપુરા સુધી પાંચ ગામોમાંથી પસાર થતી વીજ થાંભલા અને ટ્રાન્સફર ઝાડીઓ બહુ ઊંઘી ગઈ છે એમજીવીસીએલ ના અધિકારીઓને જાણ કરવામાં આવી છે હજુ સુધી ને સાફ-સફાઈ થઈ નથી જેના કારણે ખેતરમાં પાણી લેવું હોય છે તો તકલીફો પડે છે અને એના કારણે વારંવાર વીજ પુરવઠો પણ ખોવાય છે તો વહેલી તકે સાફ-સફાઈ કરે એવી અમારી માંગ છે,ઉમેશભાઈ પટેલ ખેડૂત

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

Vadodara : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યુનિટી માર્ચ કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

0

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યુનિટી માર્ચ કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યુંઅખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે યોગ શિબિર દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરાઇ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના હેતુ થી યુનિટી માર્ચ 2025 કાર્યક્રમ અંતર્ગત


વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના લિંગસ્થળી મુકામે પ્રી કલ્ચર એક્ટિવિટી ના ભાગરૂપે યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું,જેમાં 250 થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગામના સરપંચ શ્રી ચેતનભાઇ એચ ઠાકોર,પિયુષભાઈ પટેલ, મુકેશભાઈ,નગીનભાઈ એ ઠાકોર દૂધસહકારી મંડરીના મંત્રીશ્રી, સનાભાઇ ડી . ઠાકોર,જિલ્લા કોર્ડીનેટર શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત ડભોઇના યોગકોચ અર્ચનાબેન અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી યોગ શિબિરના માધ્યમથી યુનીટી માર્ચની જાગૃતિ આવે અને સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને પોતાના જીવનમાં અનુસરે તે હેતુથી સંપૂર્ણ શિબિરને સફળતાપૂર્વક સુચારુરૂપે આયોજત કરવામાં આવ્યું

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

Article : શતાયુ આયુષ્ય: કેવી રીતે વધારી શકાય?

0

મનુષ્યની આવરદા ૭૫ વર્ષની થઈ છે પરંતુ રશિયન વૈજ્ઞાનિકોનું,
કહેવું છે કે માનવી આથી પણ લાંબુ જીવી શકે. ઇલ્યા મેકનિકૉફ અને
એલેકઝાન્ડર બોગોમોલેટસનું કહેવું છે કે માનવી ૧૨૫થી ૧૫૦ વર્ષ સુધી
જીવી શકે તેમ છે. પરંતુ આજના રશિયન વિજ્ઞાની પ્યોત્ર લાઝારેક તો એમર્યાદા આગળ વધારીને કહે છે કે માનવી તેનું જીવન ૧૮૦ વર્ષ સુધીલંબાવી શકે તેમ છે. ઈ. સ. ૨૦૩૦ સુધીમાં માનવીનું સરેરાશ આયુષ્ય૧૩૦ વર્ષ ઉપર પહોંચી જાય તો નવાઈ પામવા જેવું પણ નથી.

સદીઓથી મનુષ્યને મૃત્યુનો ડર હંમેશાં સતાવતો આવ્યો છે તેથીમાનવ સદા અજરાઅમર અને યુવાન બનવાનાં સ્વપ્નો પહેલેથી જ સેવતો આવ્યો છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત પીવાથી દેવો અમર થઈ ગયા એવી પુરાણોમાં ઉલ્લેખ છે. દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી જેના બળે તેઓ દેવ-દાનવો વચ્ચેના યુદ્ધમાં મરતા દાનવોને ફરીથી સજીવન કરી શકતા. આમ અમરત્વ પામવાની અને દીર્ધાયુ રહેવાની લાલસા
આદિકાળથી ચાલતી આવી છે.

સતયુગની વાત કરીએ તો સતયુગમાં નક્કી થયેલું આયુષ્ય વર્ષનું હતું. પણ પછી દરેક પાછલા યુગમાં અધર્મનું આચરણ જેમ જેમ
વધતું ગયું તેમ તેમ મનુષ્યનું આયુષ્ય ઘટતું ગયું. એ રીતે સતયુગમાં ૪00વર્ષ, ત્રેતાયુગમાં ૩૦૦, દ્વાપર યુગમાં ૨૨૫ વર્ષ, અને કળિયુગમાં લગભગ 169 વર્ષ બતાવાયું છે. વેદોમાં અને આયુર્વેદમાં કળિયુગનું
આયુષ્ય ૧૦૦ વર્ષનું દર્શાવવામાં આવ્યું છે.૧૦૦ વર્ષથી વધુ લાંબું જીવનારાઓના કિસ્સાઓ હવે વધતા જાય છે. આઝરબૈજનના શિરાલી મુસ્લિમો ૧૬૮ વર્ષ જીવ્યો હતો. શિરાલીકરતાંય વધુ જીવનારા આ દુનિયામાં ઘણા છે. આવા દીર્ઘજીવીઓના વિક્રમરૂપ ઉદાહરણ ચીનના લી ચુનગુનનું ગણાય જે ૨૫૨ વર્ષ જીવ્યો હતો. ઇંગ્લેન્ડનો એક ખેડૂત ટોમસ કોર્ટે પોતાના ૨૦૭ વર્ષના જીવનકાળમાં ઇંગ્લેન્ડના ૧૨ શાસકોનું શાસન જોયેલું. જ્યારે સ્કોટલેન્ડનો સંત મંગો
૧૮૫ વર્ષ જીવ્યો હતો. તો પાકિસ્તાનનો એક કબાઈલી વડો અફઝલમહમ્મદ ૧૮૦ વર્ષ જીવેલો. જ્યારે રોમન અભિનેત્રી લુસિયા તેની જિંદગીનાં૧૧૨ વર્ષ સુધી મંચ પર અભિનય આપતી રહી.

આયુષ્ય વધારવા અંગે વિજ્ઞાનીઓના વિભિન્ન મતો :-

મનુષ્ય આટલું લાંબું આયુષ્ય ભોગવી શક્યો છે એ નક્કર હકીકતછે. અને માનવી ધારે તો પોતાનું આયુષ્ય વધારી શકે એ પણ હકીકત છે.આપણું આયુષ્ય કેવી રીતે વધી શકે ? વધુમાં વધુ માનવી કેટલું લાંબુ જીવીશકે ? માનવીને ઘડપણ કેમ વહેલું આવે છે? વૃદ્ધત્વને ઉંમર સાથે શુંસગપણ છે? મનુષ્યના આયુષ્ય સામે “કયાં અવરોધક પરિબળો આવે છે ?’
તેને નિવારવા વિજ્ઞાનીઓ કયા પ્રયત્નો કરી રહ્યા છે એ બધા પ્રશ્નોનો જવાબમેળવવા આ લેખ વાંચવો જ વધુ રસપ્રદ રહેશે.
સામાન્ય રીતે આપણે માંદગીને ઘડપણ સાથે સાંકળીએ છીએ. પરંતુઘડપણ એ કંઈ માંદગી નથી. રશિયન વિજ્ઞાનીઓ વયની વૃદ્ધિ સાથે શરીરમાંઆ તત્ત્વોના પ્રભાવે દેખા દેતા ફેરફારને રોકી માનવીનું આયુષ્ય વધારવામાટે ભિન્ન ભિન્ન વિટામિનોથી માંડીને એમીનો એસિડના પ્રયોગો કરીરહ્યા છે..

આયુર્વેદ કહે છે કે દવાથી આયુષ્ય વધતું નથી. આહારથી આયુષ્ય વધે છે. છેલ્લાં ૫૦ વર્ષોથી માનવીની ઉંમર વધારવાના પ્રયોગો વિજ્ઞાનીઓ રાતદિવસ કરી રહ્યા છે. દ. કેલિફોર્નિયાના ન્યુરોબાયોલોજીસ્ટ કેલેબ ફિન્ચમોનાના વૈશ્વિક પ્રયોગો
તો એટલે સુધી કહે છે કે માનવી પોતાને માટે કેટલીક સાવધાની, રાખીને જીવન જીવે કરે તો તેનો ઉ૫૨ 400 વર્ષ સુધી ટકી શકેછે.
શરીરવિજ્ઞાન સાથે સંબધીત વિજ્ઞાનીઓ નું માનવું છે કે કોઇ કારણ સર દરેક પ્રાણીના શરીરની કોશિકાઓ એક નિશ્ચિત સમય સુધી કામ કરે છે,જેમ જેમ કોશિકામો દુર્બળ બનતી જાય છે તેમ તેમ પ્રાણી ઘરડું બનતું જાય છે. છેવટે મૃત્યુ પામે છે. ૧૯૫૦માં માનવશરીરની કોશિકાઓ પર
રિસર્ચ કરનારા ફિલાડેલ્ફિયાના જીવશાળી લિયોનાર્ડ હલિક માનવી,શરીર ઉપર કેટલાક પ્રયોગો કર્યા. જેમાં તેઓ એ જાણવા. ઇચ્છતા હતા કે આ કોશિકાઓની ઉંમર કેટલી છે ? તેનામાં વધારો થાય છે કે નહિ?

નવી કોશિકાઓનો જન્મ થાય છે અથવા તે એક સીમા પર આવીને અટકી.જાય છે ? પરંતુ આ જીવશાસ્ત્રીને – જ્યારે એક સીમા પર આ કોશિકાઓનો વિકાસ અટકી ગયો ત્યારે આશ્ચર્ય થયું.
જીવશાસ્ત્ર ઘડીને ન માનનારા વૈજ્ઞાનિકો ઘડપણને બીમારી કહે છે.
તેમનું કહેવું છે કે બીમારી દુર્ઘટના તથા અન્ય પ્રાકૃતિક મુસીબતોને કારણે માનવીની શરીરની કોશિકાઓ કમજોર થતી જાય છે પરિણામે માનવી ઘરડો બને છે.
કેર દાવા સાથે કહે છે કે માનવીની ઉંમરની કોઈ નિશ્ચિત સીમા નથી.છે. કહે છે કે પ્રયોગો દ્વારા આ બાબત અમે પૂરી રીતે સિદ્ધ નથી કરી
છે.પરંતુ એ માટેનો પડકાર અમે ઝીલી લીધો છે. જોકે એ માટે માનવીયબીમારીઓ ઉપર પણ કાબૂ લાવવો પડશે. હાલમાં આ વિજ્ઞાનીઓ કોશીકાઓને ઘરડી અને મૃતપ્રાય બનાવનાર જિન્સને શોધવાના પ્રયત્નો કરીરહ્યા
છે, છે, ૧૯૯૦માં અમેરિકાની ઈન્સ્ટિટયૂટ ઑફ હેલ્થના જીવ શાસ્ત્રીએમાનવ કોશિકાઓ પર સંશોધન કરીને શોધ્યું છે કે કોમોસોમફોરની હાજરીમાં કોશિકાઓ નષ્ટ નથી થતી. સંશોધનમાં જણાવ્યું છે કે કોમોસોમફોરની હાજરીમાં માનવીની કોશિકાઓ ની ઉંમર વધી ગયા છે.એનો અર્થ એ થયો કે માનવીની ઉપર વધારનારા તત્વો પણઆ કોશિકાઓ માં મોજૂદ છે. જેને ઓળખવામાં તથા તેનો વધારો કરવામાં વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે. જો માનવ કોશિકાઓને રાબળ બનાવવામાં સબળ નીવડે તો
માનવીની ઉંમર 100-200 અથવા 400 વર્ષ સુધી લઈ જઈ શકાશે.
ટેક્સાસના ધનાઢ્ય ૮૧ વર્ષના મિલર ક્વોરલ્સ તો વૃદ્ધાવસ્થાનીબીમારીની સારવાર શોધી આપનારને એક લાખ ડોલરનું ઇનામ આપવાની
જાહેરાત કરી છે.

માનવકોષોની વધતી જતી ઉંમર અને આ તકલીફ નિવારવા ઉપચારોના મુદ્દે અનેક મતભેદો પ્રવર્તે છે. કેટલાક જીવવિજ્ઞાનીઓ માને છેકે ડી.એન.એ. પ્રોટીન તથા કોષોને વધતી વયે થતું નુકસાન વધતી વયનું પરિણામ છે. માનવશરીરની વિભિન્ન પેશીઓ નવા કોષો જન્માવવા અસમર્થ
બનવા ઉપરાંત ઘણા બધા જૂના કોષો ભેગા થાય છે. વૃદ્ધાવસ્થાને પાછીપાડવાનો જવાબ જનીન સૂત્રોના ડી.એન.એ.ના બિન સાંકેતિક ટુકડાઓનેનિવારવામાં રહેલો છે.

એક પ્રાથમિક માન્યતા એવી છે કે માનવ કોષોની વયવૃદ્ધિ શર્કરાના અણુઓ પ્રોટીન અને અન્ય અણુઓ સાથે ચોંટી જવાનું પરિણામ છે. આ સંજોગોમાં કેલેરીમાં ઘટાડો આ પ્રક્રિયા ધીમી પાડે છે. પરંતુ કોષોને ઊર્જાથીવંચિત રાખવામાં આવે તો ખોરાકના દહનથી પ્રક્રિયા ધીમી પડે. જેનાથીચોક્કસ જનીનો અને એન્ઝાઈમોની પ્રકૃતિ વેગવંતી બને. અણુ-પરમાણ સંબંધિત આવા ફેરફારોને પ્રબળ બનાવી શકે તેવી દવા બનાવવાbજીવવિજ્ઞાનીઓને હજુ વર્ષો લાગે તેમ છે.

શરીરવિજ્ઞાનના અભ્યાસુઓ કહે છે કે – મનુષ્યના મૃત્યુનું કારણ તેની ઉંમર નહીં પણ શારીરિક અવયવોને થતી ક્ષતિ છે. જો આ અવયવોની
યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો મનુષ્ય પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી શકે. ડો. સી. વાડ કૌમ્પટનના મતાનુસાર – આજનો માણસ મરતો નથી, પરંતુ ધીરે ધીરે પોતાની આત્મહત્યા કરે છે.
દીર્ઘાયુનું રહસ્ય શોધવા અંગે પ્રયત્નશીલ વૈજ્ઞાનિકોનો મત છે.કે માનવજીવનમાં આયુષ્યનું ખાસ મહત્ત્વ નથી. જુદાં જુદાં શારીરિક અંગોને જ વિશેષ મહત્ત્વ આપવું જોઈએ. શારીરિક અંગોને જ જર્જરિત થતાં બચાવવાં જોઈએ.

અંગો જર્જરિત કેમ થાય છે ?:-

એના જવાબમાં કહેવાયું
છે કે અંગોનું જર્જરિતપણું આપણા ખોરાકમાં જુદાં જુદાં તત્ત્વોનો અભાવકે વધુ પડતો ઉપયોગ જ છે.દીર્ઘાયુનું રહસ્ય સમતુલિત આહાર છે. ભોજનમાં લેવાતાં તત્ત્વો અને એની શરીર પર થતી અસરના સંબંધમાં તપાસ કરતાં એવું જણાયું કે વિટામિન, ખનિજ તત્વ અને કેલરીયુક્ત સંતુલિત ખોરાક આયુષ્યને લગભગ 10 ગણું વધારે છે. યોગ્ય માત્રાથી વધુ ખોરાક લેવાથી આયુષ્ય ઓછું થાય છે, જ્યારે વિટામિન અને ન્યુકિલય આમ્લીય ખોરાક નવજીવન બક્ષે છે. ચરબીનો ઉપયોગ દીર્ઘાયુ માટે પ્રતિકૂળ છે. તેમાં રહેલ કોલેસ્ટોરલ’ નામનું દ્રવ્ય ધમનીમાં
રુધિરાભિસરણને અવરોધરૂપ છે. વૈજ્ઞાનિકો દઢતાથી કહે છે કે ખોરાકમાં ચરબી સંતુલિત માત્રામાં લેવાથી કોઈ પણ માણસ ૯૦વર્ષ સુધી આરામથી જીવી શકે છે.
અધિક આયુ સુધી જીવવાનો એક ઉપાય ઓછું ખાવું અને વિટામિનતથા ખનિજોથી સભર ખાદ્ય પદાર્થોનું વધુ માત્રામાં સેવન કરવું તે છે.

દિલ્હીમાંતાજેતરમાં સંપન્ન થયેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધિવેશનમાં વિજ્ઞાન અને સમાજ પર આયોજિત વાર્તાલાપમાં આ વિષય ઉપર ચર્ચા વિમર્શ થયાં હતાં. વાર્તાલાપના સંયોજક પ્રો. અમિષકુમાર બેનર્જીએ કહ્યું કે અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો મનુષ્ય બીમારીથી બચતો રહે, તો તે ૧૨૫વર્ષ સુધી સામાન્ય જીવનના આનંદનો ઉપભોગ કરી શકે છે. પ્રો. બેનર્જીએ કહ્યું કે ઑક્સિજન સર્વ જીવોના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. પરંતુ એ રોગીઅને ઘડપણ માટે મુખ્ય કારણરૂપ છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આહારમાં વિટામિન-ઈ નો ઉપયોગ વધારવાથી ઘડપણની પ્રક્રિયાને ધીમીકરી શકાય છે. રોજિંદા આહારમાં વિટામિન-ઈ નો વપરાશ વધારવાથીઘડપણ માટે કારણભૂત મસ્તિષ્ક તથા સફેદ રક્તકણ કોશિકાઓમાં થતાં પરિવર્તનો અને રોગો ઉપર અંકુશ રાખી શકાય છે. હવે તો સાબિત થઈચૂકયું છે કે ઓછો આહાર લેવાથી દીર્ધાયુ બની શકાય છે ત્યારે ભવિષ્યમાં વપરાશમાં આવનાર આહાર ઉપર વધુ વિચારવિમર્શ થશે. તે ભવિષ્યમાં જે આહાર હશે તેમાં ઓછું પ્રોટીન, ખાંડ, તથા સ્ટાર્ચ તેમજ વધુ પ્રમાણમાં વિટામિન અને ખનિજ તત્વો હશે.

પ્રો. બેનર્જી લોકોને પોતાના આહારમાં વધુ માત્રામાં લીલું શાક, દ્રાક્ષ જેવાં ફળ, તથા થોડા પ્રમાણમાં લાલ દારૂ લેવાની સલાહ આપે છે. એ ઉપરાંત મીઠાઈઓ અને આલ્કોહોલયુક્ત પીણાંથી દૂર રહેવાની સલાહઆપી છે. રોજ એક-બે ગ્લાસ દૂધ પીવાની સલાહ આપી છે. વળી, એમનીસલાહ એવી પણ છે કે રોજ સવારે નાસ્તા પહેલાં 100 ગ્રામ અંકુરિતઘઉં લેવા જોઈએ તેમ જ સલાડનું નિયમિત સેવન કરવું જોઈએ.

આપણે ત્યાં ખોરાક ઋતુ પ્રમાણે લેવાતો નથી. હંમેશાં દાળ, ભાત,રોટલી, રોટલા જ ખાધા કરે છે. શાક અને અથાણાં ખૂબ પકવીને અનેમીઠું મસાલા મેળવીને ખાય છે. અને તે પણ તેમાંથી શરીરને ઉપયોગીતત્ત્વો આપણને બીજા ખોરાકમાંથી મળી શકતાં નથી એ વાતથી લોકો હજીયેઅજાણ્યાં છે. ઋતુઓ બદલાય તેની સાથે વિવિધ ફળો અને મૂળ શા ક પણપરિવર્તન પામતાં રહે છે તેથી બારે માસ સૂકા અન્નમાંથી બનાવેલોઆહાર – દાળ, ભાત, રોટલી-રોટલા વડે જ મનુષ્ય ઉદર પોષણ ન કરવુંજોઈએ, પણ જેમ બને તેમ તાજાં ફળ ફૂલ અને કાચાં ખાઈ શકાય તેવાંશાક અને ઉકાળ્યા વગરનું દૂધ ખાવાની ટેવ પાડવી જોઈએ.

એ જ પ્રમાણે અવિધિપૂર્વક બગાડીને અને કટાણે બીજા ખોરાકો સાથેભેળવીને તથા કૃત્રિમ સ્વાદને લીધે જરૂર કરતાં વધારે ખાઈને શરીર રોગને આમંત્રણ આપે છે.
આરોગ્ય માટે વધતી જતી જાગૃતિખોરાક ઉપરાંત મનુષ્યને આયુષ્ય વધારવા પ્રદૂષણથી દૂર રહેવાની જરૂર છે. શુદ્ધ હવા મળે તે માટે ઊંડા શ્વાસ, પ્રાણાયામ, યોગાસન, જોગિંગ, મોર્નિંગ વૉક જેવી કસરતો કરવાની પણ જરૂર છે. અમેરિકામાં હવે ઠેરઠેર
હેલ્થ સેન્ટરો ખૂલ્યાં છે. રોજ વધુ ને વધુ અમેરિકનો શરીર પ્રત્યે વધુ નેવધુ સભાન બનતા જાય છે. ઠેરઠેર ડાયેટ ક્લિનિક અને હેલ્થ રેસ્ટોરાં છે

જેમાં વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે માફકસર કેલરીવાળો ખોરાક અપાયછે. બાફેલાં શાકભાજી અને ફળોનો નારનો અપાય છે.અમેરિકામાં રસ્તા પર જાહેર સ્થળોએ પાટિયાં મારેલાં હોય છે. જેના પર લખ્યું હોય છે : ‘તમારે વૃદ્ધાવસ્થાથી ગભરાવું જોઈએ. વૃદ્ધ થશો તો સેકસ જીવન નહિ માણી શકો, તમે કામ નહિ કરી શકો, તેમને માન નહીંમળે. તમને બહેરાશ આવશે, તમારા દાંત પડી જશે અને તમને બધા જ
હડધૂત કરશે.’ આવી જાહેરાતો વાંચીને વધુ ને વધુ લોકો હેલ્થ ક્લબો તરફઆકર્ષાય છે. ફિલ્મ અભિનેત્રી બોડરક પણ વેઇટલિફટીંગ કરે છે અને
તેનો પતિ પણ હેલ્થ ક્લબ ચલાવે છે.

આજે દવાઓનો ઉપયોગ દિનપ્રતિદિન આડેધડ વધતો જઈ રહ્યો છે.સસ્તી અને સુલભ બનેલી બજારૂ દવાઓનો પ્રચાર આજે એટલો બધો વધી,ગયો છે કે લોકો એમ જ માનતા થઈ ગયા છે. પ્રત્યેક બીમારીનો ઈલાજ દવાઓ જ છે. હકીકતમાં તો આડેધડ દવાઓનો ઉપયોગ શરીરમાં આંતરિક
પ્રદૂષણ ફેલાવીને અનેક રોગો ફેલાવે છે. જૂની પદ્ધતિ શરીરની અંદર બધુંઠાલવવામાં માનતી, આધુનિક પદ્ધતિ શરીરની અંદરનું બધું બહાર કાઢીનેતેને પ્રદૂષણયુક્ત બનાવવામાં માને છે. શરીરનાં નબળાં પડેલાં કિડની અને લિવરના સ્થાને કૃત્રિમ કિડની અને લિવર બેસાડીને શરીરયંત્રને પૂર્વવત્ ચાલુ
રાખી શકાય છે.

વિજ્ઞાને આજે એટલી સિદ્ધિ મેળવી છે કે શરીરના બગાડેલા લોહીને બહાર કાઢીને તેને શુદ્ધ કરીને ફરી તેને શરીરમાં ફરતું બનાવી શકાય છે.
હવે તો આએલડીએલનું લોહીમાંથી શોષણ કરીને સંકોચાયેલી નસોને પહોળી કરીને હૃદય અને મગજને પૂરું લોહી પહોંચાડી વીસમી સદીના આઘાતક રોગને કાબૂમાં લેવાના પ્રયોગો પણ સફળતાની લગભગ નજીક પહોંચી ચૂક્યા છે. આ બધા પ્રયોગો માનવીના જીવનનાં સક્રિય વર્ષોવધારવાની દિશામાં છે.

એ ઉપરાંત જો મનુષ્ય નિયમબદ્ધ સાર્થક જીવનશૈલી અપનાવે, એટલેકે ખાન-પાનની મર્યાદાઓનું પાલન કરે, આચાર-વ્યવહારના નિયમો પાળવામાં આવે તો મનુષ્ય લાબું અને સારું આયુષ્ય ભોગવી શકે છે . આયુષ્ય વધારવાની દોરી પણ આપણા જ હાથ માં છે. તો પછી રાહ શેની જુવો છો ?આજથી જ આપણા શરીર ની કાળજી લેવાનું શરુ કરી દઈએ.

Gujarat : રાજપીપલા ખાતે નર્મદાના ૪૦થી વધુ મીડિયાકર્મીઓની મફત તબીબી તપાસ કરાઈ

0

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે, નાંદોદના ધારાસભ્ય તથા રેડ ક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન ડો. દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં, ‘ફીટ ઇન્ડિયા, ફીટ મીડિયા’ થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો માટે તા.૨ ડિસેમ્બર ના રોજ રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, જુની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી ઝુંબેશો અને લોકકલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવામાં અસમર્થ રહે છે, ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ અને માહિતી કચેરીએ આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકશાહીના ચોથા અને મજબૂત સ્તંભ તરીકે જે સમાચાર આપે છે, તેમની સારસંભાળ પણ જરૂરી છે, એવા શુભ આશય સાથે સરકાર પણ સમયાંતરે આવા આરોગ્યલક્ષી ઝુંબેશો-અભિયાનો ચલાવીને મીડિયાકર્મીઓની દરકાર રાખે છે.

આ તકે, જિલ્લાના મીડિયાકર્મીઓ દ્વારા પણ સરકારની પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પની સરાહના કરી હતી.

આ કેમ્પમાં ૪૦ થી વધુ પત્રકાર મિત્રો અને માહિતીના કર્મીઓનું બ્લડ પ્રેશર, શુગર, હિમોગ્લોબિન, BMI તથા ડોક્ટર્સ દ્વારા સામાન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ૩૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતા પત્રકારો તથા માહિતીના કર્મીઓની ઇસીજી તથા એક્સ રે પણ કરાવી હતી.

આવી જનહિતની પ્રવૃત્તિઓથી સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો રેડ ક્રોસનો સતત પ્રયાસ રહ્યો છે, અને આ વખતે પત્રકાર સમુદાયને આવરી લેવાનો આ પ્રયાસ નિશ્ચિત જ પ્રશંસનીય છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા