Home Blog Page 756

Gujarat : मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की उपस्थिति में पारसी धर्मगुरुओं का सम्मान समारोह आयोजित हुआ

0

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की उपस्थिति में सोमवार को अहमदाबाद में पारसी धर्मगुरुओं का सम्मान समारोह आयोजित हुआ। इस अवसर पर मुख्यमंत्री के करकमलों से पारसी धर्मगुरुओं को सम्मानित किया गया।

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने सभी को गीता जयंती की शुभकामनाएँ देते हुए कहा कि भगवान श्री कृष्ण ने गीता में कहा है कि अपने धर्म में निष्ठापूर्वक जीना ही सबसे बड़ा कर्तव्य है। पारसी समाज के पूर्वजों ने भारत में आकर गीता के ‘स्वधर्म’ के संदेश को जिया और कभी अपने धर्म को नहीं छोड़ा है। पारसियों ने भगवद् गीता का स्वधर्म का संदेश आत्मसात किया है। अपने धर्म की रक्षा के लिए 1300 वर्ष पहले वे ईरान से स्थानांतरण कर गुजरात आए और दूध मे चीनी की तरह घुल गए। राष्ट्र निर्माण में पारसियों का महामूल्यवान योगदान रहा है।

श्री पटेल ने कहा कि जिस तरह भगवान श्री कृष्ण द्वारा दिए गए गीता के ज्ञान को सदियों से जतन करके रखा गया है, उसी तरह पवित्र आतश की रक्षा से धर्म का अस्तित्व बनाए रखने की गाथा का युगों तक जतन करने के लिए नवसारी में टाइम कैप्सूल रखकर इतिहास को अमर रखने का कार्य पारसी समुदाय द्वारा किया गया है। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के ‘विकास भी, विरासत भी’ के मंत्र को यह टाइम कैप्सूल चरितार्थ करेगा।

मुख्यमंत्री ने कहा कि प्रधानमंत्री ने ‘सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास’ की जो विभावना दी है, उसे पारसी समुदाय ने साकार किया है। साथ ही; उन्होंने पारसी समाज के विस्तार के लिए प्रधानमंत्री के मार्गदर्शन में शुरू की गई पीएम जियो पारसी योजना का भी उल्लेख किया।

पारसी समाज गुजरात के सामाजिक जीवन में समरसता से घुल गया होने का उल्लेख करते हुए मुख्यमंत्री ने कहा कि जहाँ-जहाँ यह समुदाय बसा, वहाँ दानवीरता-परोपकारिता का बीजारोपण हुआ है। उनके पूर्वजों ने हमेशा समाज को कुछ न कुछ दिया है। इसीलिए कहा जाता है कि दानवीरता-परोपकारिता का दूसरा नाम पारसी हैं। अरीज खंभाता बेनेवोलेंट ट्रस्ट (एकेबेटी) पारसी समाज की दानवीरता की उसी परंपरा को आगे बढ़ा रहा है। मुख्यमंत्री ने जोड़ा कि यह ट्रस्ट हेल्थकेयर, एजुकेशन तथा समाज कल्याण सहित विभिन्न क्षेत्रों में वंचित समुदाय के उत्थान के लिए समर्पित रहा है। एचआईवी पीड़ित लोगों के लिए भी यह ट्रस्ट कल्याण के अनेक कार्य करता है। ट्रस्ट के माध्यम से हर वर्ष हजारों लोगों के जीवन में परिवर्तन आ रहा है।

श्री भूपेंद्र पटेल ने इस अवसर पर कहा कि अल्पसंख्यक होने के बावजूद भी पारसी समुदाय ने अपने संस्कारों, मूल्यों तथा सूझ-बूझ को पीढ़ी-दर-पीढ़ी आगे बढ़ाया है। मुख्यमंत्री ने स्वतंत्रता संग्राम काल से लेकर आज तक देश के विभिन्न क्षेत्रों में अपना देने वाले मैडम भीकाजी कामा, होमी भाभा, टाटा, वाडिया, गोदरेज परिवारों, फील्ड मार्शल सैम माणेक शॉ, फरदुनजी मर्जबान, नानी पालखीवाला, सोली सोराबजी, फली नरीमान सहित पारसी अग्रणियों को इस अवसर पर याद किया।

पारसी समुदाय के प्रमुख धार्मिक अग्रणी दस्तूरजी श्री खुर्शीद दस्तूर ने अरीज खंभाता बेनेवोलेंट ट्रस्ट के कामकाज की प्रसंसा करते हुए शुभकामनाएँ दीं। उन्होंने पारसी सहित सभी समाजों को साथ लेकर सबके विकास के लिए निरंतर प्रयारसत रहने वाले प्रधानमंत्री श्री नरेन्द्र मोदी का आभार व्यक्त किया।

अरीज खंभाता बेनेवोलेंट ट्रस्ट के संस्थापक ट्रस्टी श्री पीरूज खंभाता ने सभी का स्वागत करते हुए कहा कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने ‘विकास विद विरासत’ का मंत्र दिया है। पारसी प्रिस्ट्स का सम्मान इस मंत्र को साकार करता है। विकास में अग्रसर रहने वाला गुजरात मुख्यमत्री श्री भूपेंद्र पटेल के नेतृत्व में स्वास्थ्य, शिक्षा, जीवनशैली सहित हर मामले में निरंतर प्रगति कर रहा है। उन्होंने जोड़ा कि विकसित भारत के निर्माण में पारसी समाज अपना सक्रिय योगदान देने को तत्पर है।

उन्होंने इस अवसर पर ट्रस्ट के कामकाज की जानकारी देकर आगामी समय में पारसी समाज में धार्मिक शिक्षा में आगे बढ़ रहे युवाओं के लिए शुरू की जाने वाली छात्रवृत्ति की घोषणा की।

यहाँ उल्लेखनीय है कि दो दिवसीय कार्यक्रम अंतर्गत पारसी समाज की नई पीढ़ी को उनकी परंपरा तथा संस्कृति के प्रति जागृत करने वाले विभिन्न कार्यक्रमों तथा नाटक, म्यूजिक एवं कॉमेजी जैसे कार्यक्रमों का भी आयोजन किया गया है। कार्यक्रम में देशभर से पारसी समाज के लोग उपस्थित रहने वाले हैं।

इस अवसर पर प्रमुख दस्तूरजी श्री टेमटन मिर्जा, प्रमुख दस्तूरजी श्री साइरस दस्तूरजी, एकेबेटी की ट्रस्टी श्रीमती परसीस अरीज खंभाता, श्रीमती बिनाइसा पीरूज खंभाता, पारसी समाज के अग्रणी, सामाजिक संस्थाओं के अग्रणी और बड़ी संख्या में लोग उपस्थित रहे।

Vadodara : રતનમહાલનું જંગલ મૂળે રીંછોનું રહેઠાણ, ૬૬ જેટલા રીંછોનો વસવાટ

0

વડોદરાઃ મધ્ય ગુજરાતના રતનમહાલના જંગલોમાં વાઘે છેલ્લા કેટલાક મહિનાઓથી ધામા નાખ્યા હોવાના કારણે આ વિસ્તાર રાતોરાત ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે રતનમહાલના જંગલો મૂળ તો રીંછોનુ નિવાસ સ્થાન છે અને  તેના કારણે આ વિસ્તારને અભ્યારણ્યનો દરજ્જો  મળ્યો છે.ગત વર્ષે વડોદરા સર્કલના વન વિભાગ દ્વારા કરાયેલી આંતરિક વસ્તી ગણતરી પ્રમાણે રતનમહાલ  અભ્યારણ્યમાં ૬૬ રીંંછો વસવાટ કરી રહ્યા છે.૨૦૨૪-૨૫ના  વર્ષમાં ૧૩૦૦૦ કરતા વધારે લોકોએ રતનમહાલ અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.

ગુજરાત આમ તો ગીરના સિંહોના કારણે વધારે જાણીતું છે પણ રાજ્યમાં રીંછોની પણ નોંધપાત્ર વસ્તી છે.૨૦૨૨માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં રીંછોની વસ્તી ૩૫૮ હોવાનો અંદાજ  છે.રતન મહાલ અભ્યારણ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રીંંછોની વસ્તીમાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.વન વિભાગના સૂત્રોનું એવું પણ કહેવું છે કે, દરેક રીંછને તેના દેખાવના આધારે અલગ તારવી શકાય તેમ નથી હોતું.એટલે તેની વસ્તીની સંખ્યામાં થતા પરિવર્તનને નોંધવા અશક્ય છે એટલે વસ્તી ગણતરીના આંકડા ઓછા વિશ્વાસપાત્ર હોય છે.

રીંછને મહત્તમ ૧૮ કિમીનો વિસ્તાર પરિભ્રમણ માટે જોઈએ 

ચોમાસા સિવાયની સુકી ઋતુમાં નર રીંછને ઓછામાં ઓછા ૧.૧૪ કિમી અને વધારેમાં વધારે ૧૩.૫ કિમી વિસ્તારની પરિભ્રમણ માટે જરુર પડે છે.ચોમાસાની ઋતુમાં તે ઓછામાં ઓછા ૧.૦૫ કિમી અને વધારેમાં વધારે ૨૧.૮ કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

તેની સામે માદા રીંછ સુકી ઋતુમાં ૧.૩૧ કિમીથી માંડી ૧૩.૬ કિમી અને ચોમાસામાં ૦.૮૭ કિમીથી માંડીને ૧૮  કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

જંગલના ઠંડા અને છાંયડાવાળા વિસ્તારો પસંદ

રીંછ સામાન્ય રીતે ભેજયુક્ત અને સુકા ઉષ્ણકટિબંધિય પાનખર જંગલોમાં ૫૦૦ થી ૨૦૦૦ મીટર સુધીના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે.એ રીતે જોવામાં આવે તો તેને રતન મહાલના જંગલો વધારે અનુકુળ આવે છે.તેને ઠંડા અને છાંયડાવાળા વિસ્તાર પસંદ હોય છે.તેથી તેની ગુફા પથ્થરોની નીચે ઝાડી ઝાંખરામાં કે બખોલમાં બનાવે છે.રીંછ મોટાભાગે ઠંડા સમયે વધારે સક્રિય હોય છે.મોટાભાગે તે નિશાચર હોય છે.રતનમહાલના જંગલોના રીંછની ખાસિયતો 

–ભારતમાં ૧૯ રાજ્યોમાં રીંછની આઠ પ્રજાતિઓ પૈકી સ્લોથ બેર તરીકે ઓળખાતા રીંછ જોવા મળે છે.રતન મહાલના જંગલોમાં પણ આ જ પ્રકારના રીંછો છે.

–તેની છાતી પર યુ અથવા વાય આકારનું નિશાન હોય છે.જે તેની આગવી ઓળખ છે.

–રતન મહાલમાં જોવા મળતા સ્લોથ બેર બેજોડ છે.કારણકે જ્યારે તે પુખ્ત બને છે ત્યારે તેના મોઢામાં ૪૦ દાંત હોય છે.દુધ પીતા બચ્ચાને ૪૨ દાંત હોય છે.આગળના પંજાના નહોર ૬ થી ૮ સેમી લાંબા અને થોડા વળેલા હોય છે.જે તેને જમીન ખોદવા કે ઢોળાવ ચઢવામાં મદદ કરે છે.

–નરનું કદ માદા કરતા વધારે હોય છે.નરનું વજન ૮૦ થી ૧૪૦ કિલો અને માદાનું વજન ૫૫ થી ૯૫ કિલો હોય છે.

–રીંછ મોટાભાગે એકાકી હોય છે.માદા રીંછ બચ્ચા હોય તો સાથે જોવા મળે છે.નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સામાન્ય રીતે બે થી ત્રણ બચ્ચાને ગફામાં જનમ આપે છે અને તેમની સાથે બે થી ત્રણ મહિને ગુફામાં જ રહે છે. બચ્ચા બે વર્ષના થાય ત્યાં સુધી માદા તેમને સાથે રાખે છે.

–આ રીંછોને ફળ, જીવડા અને ખાસ કરીને કીડી તેમજ ઉધઈ ખાવાની પસંદ છે.તે આગળના પંજાથી ઉધઈનો રાફડો તોડે છે.પગના નખના કારણે તે ઝાડ પર ચઢીને ફળ કે મધપૂડો શોધી શકે છે.મહુડાના ફુલો, કેરી, મકાઈ, શેરડી અને જેક ફ્રુટ રીછને પસંદ છે.મધ માટે તે મધમાખીઓના ડંખ પણ સહન કરી લે છે.

માણસો અને રીંછોનો ટકરાવ વધવા પાછળના કારણો 

રતન મહાલના જંગલોમાં રહેતા રીંંછો અને માણસો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે.તેના એકથી વધારે કારણો છે તેવું જાણકારોનું કહેવું છે.

–રીંછો માટે પ્રાકૃતિક આવાસના સ્ત્રોત ઘટી રહ્યા છે અને તેના કારણે રીંછ માનવ વસાહતમાં ખોરાક અને પાણી માટે જવું પડી રહ્યું છે.આર્થિક રીતે ફાયદો કરાવે તેવા ફળો પણ ગામડાઓની નજીક ઉગાડાતા હોવાથી રીંછ ગામડા તરફ જાય છે.

–મહુડાની સીઝનમાં મહુડાના ફૂલ , ઈંધણ માટે લાકડા  માટે સ્થાનિક લોકો જંગલમાં જતા હોય છે અને રીંછ સાથે તેમનો આમનો સામનો થઈ  જાય છે.

–ડુંગર નવડાવવાની પ્રથાના કારણે આગ લાગવાથી અને જંગલોમાં ઉનાળામાં લાકતી આગને બૂઝાવવાની કામગીરી દરમિયાન વન વિભાગના સ્ટાફ કે ગ્રામજનો સાથે રીંછના  સંઘર્ષની ઘટનાઓ બને છે.

Gujarat : મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું રાઠડા બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નાવડીમાં બેસીનેમુલાકાતે પહોંચ્યા

0

કડાણા ડેમના બેક વોટરમાં આવેલા રાઠડા બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર નાવડીમાં બેસી ખાસ મુલાકાતે પહોંચ્યા.


758 મતદારો ધરાવતા ગામમાં SIR કામગીરી સાથે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
રાઠડા બેટ ગામમાં 758 જેટલા મતદારો રહે છે. ગામમાં SIR કામગીરીને આગળ ધપાવવા સાથે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. હતા
SIR કામગીરી અંગે માર્ગદર્શન આપી BLO ની કામગીરી ઝડપી થાય તે માટે પ્રોત્સાહન આપ્યું
કાર્યક્રમ દરમિયાન કુબેરભાઈ ડિંડોરે ગ્રામજનો ને SIR ની કામગીરીનું મહત્વ સમજાવ્યું
કાર્યક્રમમાં મોટી જાહેરાત કરતા કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાઠડા બેટ ગામ માટે 25 કરોડના ખર્ચે ડેમના બેક વોટર વિસ્તાર ઉપર પુલનું નિર્માણ થશે.
આ જાહેરાત સાંભળતા ગામજનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો.હતો
પુલ નિર્માણ થી ગ્રામજનો ને અવરજવર માં રાહત મળસે તેમજ ગામ માં વિકાસ ના કર્યો સક્ય બનશે.

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

Rashi : 02 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજે નવા અવસરો મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામ પૂરા થશે. ક્યાંકથી શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ

પરિવારમાં સુમેળ રહેશે. ધનલાભના યોગ છે. કોઈ નવા કાર્યની શરૂઆત માટે સમય ઉત્તમ છે.

મિથુન

તમારો સંવાદ કૌશલ્ય સહાયરૂપ બનશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે. મિત્રો તરફથી સહકાર મળશે.

કર્ક

ઘર-પરિવારમાં શાંતિ રહેશે. ભાવુક નિર્ણય લેવાનું ટાળો. આરોગ્યનું ધ્યાન રાખો.

સિંહ

આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. નોકરી તથા વ્યવસાયમાં પ્રગતિના સંકેત છે. કોઈ જૂના કામથી લાભ મળી શકે છે.

કન્યા

કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો. અનાવશ્યક ખર્ચથી બચો. કોઈ સલાહકારની મદદથી લાભ થશે.

તુલા

માન-સન્માન વધશે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક

આજે ગુપ્ત કામોમાં સાવધાની રાખો. કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત ટાળો. પરિવાર તરફથી સહકાર મળશે.

ધનુ

મુસાફરીના યોગ છે. પ્રગતિના નવા અવસર મળી શકે છે. વિવાદોથી દૂર રહો.

*મકર

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મહેનતનું ફળ મળશે. પરિવાર સાથે સારું સમય પસાર થશે.

કુંભ

આજે તમારો મન સર્જનાત્મક કાર્યોમાં લાગશે. અચાનક ધનલાભ શક્ય છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

મીન

આજે ચિંતા ઓછી થશે. કામકાજમાં ઝડપ આવશે. પ્રેમ અને પરિવારિક જીવન સુખદ રહેશે

Gandhinagar : मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की अध्यक्षता में मंगलवार को गांधीनगर में राज्य स्तरीय बैंकर्स समिति की 187वीं बैठक आयोजित होगी

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की अध्यक्षता में राज्य स्तरीय बैंकर्स समिति (एसएलबीसी) की 187वीं बैठक 2 दिसंबर मंगलवार को सुबह 10.15 बजे गांधीनगर में स्वर्णिम संकुल-1 स्थित नर्मदा हॉल में आयोजित होगी।

केन्द्र तथा राज्य सरकार की विभिन्न कल्याणकारी योजनाओं के लाभार्थियों को बैंकों द्वारा दी जाने वाली ऋण सहायता तथा फ्लैगशिप कार्यक्रमों में बैंकों के परफॉर्मेंस की समीक्षा एवं सुझावों के लिए समय-समय पर यह बैठक आयोजित की जाती है।

मंगलवार को आयोजित होने वाली एसएलबीसी की इस बैठक में उप मुख्यमंत्री श्री हर्ष संघवी, मुख्य सचिव श्री मनोज कुमार दास, भारतीय रिजर्व बैंक (आरबीआई) की कार्यपालक निदेशक श्रीमती सोनाली सेनगुप्ता तथा विभिन्न राष्ट्रीयकृत बैंकों के वरिष्ठ प्रबंधक एवं अधिकारी सहभागी होंगे।

बैठक में वित्तीय वर्ष 2025-26 की द्वितीय तिमाही में श्रेष्ठतम प्रदर्शन करने वाले 3 अग्रणी जिला प्रबंधकों का मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के करकमलों से ट्रॉफी तथा प्रमाणपत्र से सम्मान किया जाएगा।

इसके अतिरिक्त; एसएलबीसी द्वारा जुलाई-सितंबर-2025 तिमाही में विभिन्न योजनागत क्षेत्रों में बैंकों में हुए कामकाज की ऑडियो-विजुअल प्रस्तुति तथा सर्वग्राही समीक्षा भी की जाएगी।

Gujarat : ગુજરાતની ‘જન આક્રોશ યાત્રા’માંથી શ્રી પવન ખેડાનો સીધો સંદેશ — જાલિમ સત્તાને હટાવવાનો સમય આવી ગયો છે

0

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન, શ્રી પવન ખેડાજીએ આજે ગુજરાતના સિદ્ધપુરમાં આયોજિત ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન એક તીવ્ર અને પ્રેરણાદાયક નિવેદન આપ્યું. તેમણે દૃઢતાપૂર્વક કહ્યું કે કોંગ્રેસ પક્ષ રસ્તાઓ પર સંઘર્ષ કરી રહ્યો છે અને તે અફવાને નકારી કાઢી કે તે ક્યાંય દેખાતો નથી; ઊલટું, કોંગ્રેસ અહીં રોજગાર, મોંઘવારી, ખેડૂતોના દેવા અને નાના વેપારીઓના હિતો માટે સતત લડી રહી છે, સાથે જ નશાખોરીની સમસ્યા સામે પણ અવાજ ઉઠાવી રહી છે. ખેડાજીએ દાવો કર્યો કે આ ‘જન આક્રોશ યાત્રા’ની અસર એટલી ઊંડી છે કે દિલ્હીમાં બેઠેલી સત્તાના “હાથ-પગ ધ્રૂજવા લાગ્યા છે,” જે ગુજરાતની જનતાની એકતા અને શક્તિનો પુરાવો છે.


શ્રી ખેડાએ વર્તમાન સરકાર પર હુમલો કરતાં કહ્યું કે દેશ એક મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, જે કોઈ ચોક્કસ ધર્મ કે જાતિ પૂરતો મર્યાદિત નથી. તેમણે આરોપ લગાવ્યો કે મોંઘવારી અને બેરોજગારી બંને હિન્દુ અને મુસલમાન, દરેકના ઘરોને સમાન રીતે અસર કરી રહી છે, અને ખેડૂત વર્ગ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના પરેશાન છે. તેમણે સત્તા પક્ષ પર એક મોટી ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો, જે હેઠળ યુવાનોની આખી પેઢીને ડ્રગ્સ અને નશામાં ધકેલવામાં આવી રહી છે, જેથી તેઓ બેરોજગારી અને મોંઘવારી જેવા તેમના ભવિષ્ય સાથે જોડાયેલા મૂળભૂત પ્રશ્નો પર અવાજ ન ઉઠાવી શકે. આ જ ષડયંત્ર હેઠળ, વડીલોને હિન્દુ-મુસલમાનના ઝઘડાઓમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે સૂકો પ્રદેશ હોવા છતાં ગુજરાતમાં જેટલો દારૂ વહે છે, તેટલો તો ચેરાપુંજીમાં વરસાદ પણ નથી થતો. આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી “જાલિમ” સત્તામાં બની રહે અને જનતાને તેમના મુદ્દાઓથી ભટકાવી શકાય.
ખેડાજીએ સ્પષ્ટ કર્યું કે આ જાલિમ સત્તાને દૂર કરવી અનિવાર્ય છે, કારણ કે તો જ યુવાનોને નોકરી મળશે, ખેડૂતોના દેવા માફ થશે અને નાના વેપારીઓ શાંતિનો શ્વાસ લઈ શકશે. તેમણે સિદ્ધપુરની જનતાને વિશ્વાસ અપાવ્યો કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ—શ્રી રાહુલ ગાંધી અને શ્રી મલ્લિકાર્જુન ખડગે—દિલ્હીમાં તેમના રોજિંદા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, અને ગુજરાતમાં અમિતભાઈ ચાવડાની સાથે મળીને આખી કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવે છે. કોંગ્રેસ તેમના માટે લડતી રહેશે. તેમણે કાર્યકર્તાઓ અને જનતાને વચન આપ્યું કે તેઓ પીછેહઠ નહીં કરે, ભલે તેમને જેલ, લાઠી અથવા ગોળીનો સામનો કરવો પડે, કારણ કે તેમની સાથે સિદ્ધપુર, કાકોસી, પાટણ અને સમગ્ર ગુજરાતની તાકાત છે. શ્રી ખેડાએ અંતમાં ઘોષણા કરી કે છેલ્લા 30 વર્ષનો કષ્ટદાયક દોર હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર આવવાની છે.

હેમાંગ મહિપતરામ રાવલ
પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Ahmedabad : ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું

0

અમદાવાદમાં ઘર કંકાસના કારણે એક શખસે વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે, સેટેલાઇટમાં રહેતા અને ઓટોમોબાઇલ શોપ ચલાવતા રાહુલ સોનીએ ગુસ્સામાં આવીને તેમના સસરા મનહર સોનીના ઘર બહાર હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ફાયરિંગ કરનારા શખસની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કર્યાં 

આ ઘટના અંગે પોલીસે વિગતવાર જણાવ્યું કે, આરોપી રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતા હતા. આ મામલે સસરા મનહરભાઈએ સમજાવટ માટે ફોન કરતાં રાહુલ વધુ ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં રાહુલ સોની લાયસન્સવાળા હથિયારો સાથે સુભાષ સોસાયટીમાં સસરાના ઘરે પહોંચ્યો હતો. તેણે પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ મળીને કુલ છ રાઉન્ડ હવામાં ફાયર કર્યાં હતા.આ પછી સસરા મનહરભાઈએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી રાહુલને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી એક 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર સહિત બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રિવોલ્વરમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. 

અગાઉ પણ શખસ પર આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે

પોલીસ તપાસમાં રાહુલ સોનીના બેકગ્રાઉન્ડને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે વર્ષ 2018માં આનંદનગર, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આનંદનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના પર ‘આર્મસ એક્ટ’ હેઠળ બે ગુના દાખલ થયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Bollywood : રજનીકાન્તને IFFI 2025માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

0

 ગોવામાં આયોજિત ૫૬મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહમાં રજનીકાન્તને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. અભિનેતા સાથે પત્ની અને બે પુત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા પણ સામેલ હતા.

ગોવાના મુખ્યમંત્રીએ રજનીકાન્તને શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સમ્માનિત કર્યા હતા.  રજનીકાન્તે આ પુરસ્કાર અને સમ્માનને સિનેમા ઉદ્યોગ અને તમિલ લોકોને સમર્પિત કર્યો હતો.

૭૪ વર્ષીય અભિનેતાએ તેની કારકિર્દીમાં તમિલ, હિંદી, તેલુગુ કન્નડ, મલયાલમ અને બંગાળી સિનેમામાં કામ કર્યું છે, અભિનેતાએ કહ્યું હતું કે, મારી કારકિર્દીને ૫૦ વરસ થયા છે. પરંતુ ભૂતકાળમાં ડોકિયું કરતાં મને લાગે છે કે, હજી ૧૦-૧૫ વરસથી જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયો છું. મને ફરી જન્મ લેવાની તક મળશે તો ફરી એક્ટરર તરીકે જ જન્મ લેવાનું મને ગમશે.

હાલ રજનીકાન્ત જેલર ટુ ના શૂટિંગમાં વ્યસ્ત છે. 

અભિનેતા સાથે વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યો છે.

Gujarat : ગરવી ગુજરાત થીમ હેઠળ પોરબંદર તાલુકા કક્ષાનો ભવ્ય કલા ઉત્સવ યોજાયો

0

ગાંધીનગર તથા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી. ભવન પોરબંદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત આશ્રય હેઠળ “ગરવી ગુજરાત” થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ–૨૦૨૫ ડિવાઇન પબ્લિક સ્કૂલ, બોખીરા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો.

પોરબંદર તાલુકાના કુલ ૭૬ બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન જેવી ચાર મુખ્ય સ્પર્ધાઓમાં ઉત્સાહભરી ભાગીદારી નોંધાવી હતી. તમામ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાને આવેલા વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમની સફળતા માટે યોગદાન આપનાર તમામ નિર્ણાયકો અને બ્લોક પોરબંદર ટીમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બાળ કલાકારોને આપવામાં આવેલી શિલ્ડ પોરબંદર તાલુકા શિક્ષક સહકારી મંડળી દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. અશોકભાઈ બથવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આર.જે. મિલનભાઈએ વિદ્યાર્થીઓને મનોરંજન સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ માટે ડિવાઇન પબ્લિક સ્કૂલ ફાળવવા બદલ સી.આર.સી. હરેશભાઈ અને આચાર્ય દિપેનભાઈ ઓડેદરાનો આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા લાયઝન ડો. રામચંદ્ર મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પરેશકુમાર ડી. પુરુષવાણી, સી.આર.સી. અને બ્લોક ટીમ પોરબંદર દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમાર, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણિયા, કેળવણી નિરીક્ષકો વત્સલભાઈ, મુળુભાઈ, ચમ મેમોરિયલ સ્કૂલના ડિરેક્ટર કમલભાઈ પાઉં, હિરેનભાઈ પાઉં, તેમજ સુનયનાબેન ડોગરા, હિનાબેન મેઘનાથી, હેતલબેન લાખાણી, મહિલા કાઉન્સિલર હેતલબેન પંડ્યા, 181 મહિલા ટીમ કાઉન્સિલર નિરુપાબેન બાબરીયા, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા સહિતના માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનો દ્વારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી તેમના સર્જનાત્મક પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.

રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

Gujarat : કેશોદમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

0

કેશોદના વેરાવળ રોડ નજીક સ્વામીનારાયણ નગરમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં માળા પહેરામણી મનોરથ યજ્ઞોપવીત સંસ્કાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે 33માં સમુહ લગ્ન સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સુત્રેજ મઢપતી ભુવા આતાશ્રી જયંતીભાઈ કાંટેલીયાએ નવ દંપતીઓને આશિર્વાદ પાઠવ્યા હતા ત્રિદિવસીય કાર્યક્રમોમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજના આ કાર્યને વધાવવા બહેનો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં દરેક ભોજનારથીઓને ભોજન પીરસતા સમયે જય માતાજી બોલી ભોજનને સાચા અર્થમાં માં અન્ન પુર્ણાની પ્રસાદીરૂપ બધાએ લાભ લીધો હતો અન્નનો બગાડ ન થાય તેવો સમિતી દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી દર વર્ષે વિવિધ કાર્યક્રમોના થતાં આયોજનમાં તન મન ધનથી સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતીજનોનો સમીતી દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે દાતાઓ તથા આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું