Home Blog Page 757

Bollywood : રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે

0

દીપિકા પદુકોણે થોડા દિવસો પહેલાં જ સંકેત આપ્યો હતો કે તે રણબીર કપૂૂર સાથે એક રોમકોમ ફિલ્મ કરવાની છે. હવે એવી વાત બહાર આવી છે કે આ એ જ ફિલ્મ હશે જેનાથી રણબીર કપૂર તેના દાદા રાજ કપૂરનું આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે. વધુમાં આ ફિલ્મ રાજ કપૂર અને  નરગિસની ક્લાસિક  ફિલ્મ ‘ચોરી ચોરી’ પર આધારિત હશે તેમ પણ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે મૂળ ‘ચોરી ચોરી ‘  ફિલ્મ  પણ વાસ્તવમાં હોલીવૂડની એક ફિલ્મ ‘ઈટ હેપન્ડ વન નાઈટ’નું ભારતીય રુપાંતર જ હતી. આ જ વાર્તા પરથી આમિર ખાન અને પૂજા ભટ્ટની ‘દિલ હૈ કિ માનતા નહિ’ પણ બની ચૂકી છે. 

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ

0

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.


જન્મજાત ખામીથી પીડાતા હિમાંક્ષને નવી જિંદગી

મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના 15 મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી. પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યાનુસાર, ઈસોફેજીયલ એટ્રીસીયા 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં આવ્યું, જેથી લાળ બહાર આવે અને હોજરીમાં ટ્યુબ મૂકવામાં આવી, જેના દ્વારા 15 મહિના સુધી હિમાંક્ષ ખોરાક લેતો હતો.

પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં પરિવાર ગદગદિત

સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહ્યો હતો, અને બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું. હિમાંક્ષને પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા-પિતા સહિતના પરિવારજનો હરખનાં આંસુઓ સાથે ગદગદિત થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો. બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક જણાતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Surendranagar : સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી

0

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે  લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.

સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા ત્રણ વર્ષની બાળકી આશા બેન કિશનભાઇ વાઘેલા (રહે. કેશવાળા, તા ગોંડલ) પરિવાર સાથે ઉભી હતી ત્યારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ  થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે એક આઈશરમાં પંકચર પડતાં ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન, પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઈશરને ટક્કર મારતા આઈશર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દીવાલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં આઈશરમાં સવાર ૨૫ વ્યક્તિઓ પૈકી ૦૫ વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આઇશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.

World : વર્ષોથી અમેરિકાએ ભારતીયોના ટેલેન્ટનો ખૂબ ફાયદો ઉઠાવ્યો : મસ્ક

0

વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા ઇલોન મસ્કે એચ-૧બી વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. મસ્કે કહ્યું છે કે અમેરિકાએ વર્ષો સુધી ભારતના ટેલેન્ટનો ઉપયોગ કર્યો છે અને તેનો ખુબ ફાયદો પણ ઉઠાવ્યો છે. અમેરિકાએ એચ-૧બી વિઝા બંધ ના કરવા જોઇએ.  

નિખિલ કામથ સાથે પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ઇલોન મસ્કે કહ્યું હતું કે ભારતથી જે ટેલેન્ટ આવી રહ્યું છે તેનો અમેરિકાને ઘણો ફાયદો થયો છે. અમેરિકાના જમણેરી જુથોને લાગી રહ્યું છે કે અમેરિકામાં કુશળ વ્યક્તિઓએ નોકરી પર કબજો કરી લીધો છે. પરંતુ મારું વ્યક્તિગત અવલોકન કહે છે કે ટેલેન્ટેડ વ્યક્તિની હંમેશા અછત રહેશે. જો તમારે તમારો ટાસ્ક પુરો કરાવવો હોય તો તેમાં કુશળ હોય તેવી વ્યક્તિની તમને જરૂર પડશે. જેટલા ટેલેન્ટેડ લોકો હશે એટલો ફાયદો થશે. મારી કંપનીઓ પણ વિશ્વના સૌથી કુશળ વ્યક્તિઓની જ ખોજ કરતી હોય છે.  

National : बजरंग दल ने गौमाता के साथ दुष्कर्म और अनाचार करने अपराधियों के खिलाफ पृथक से कड़े कानुन बनाने की माँग

0

राजनांदगांव – प्रदेश में गौमाता के साथ दुष्कर्म और अनाचार का मामला बढ रहा है,आए दिन ऐसे मामले हो रहे है,जो पूरे छत्तीसगढ़ को झकझोर देने वाले है।


इस पर छतीसगढ़ सरकार से अपनी मांगे रखते हुए बजरंग दल के संभाग सहसंयोजक सुनील सेन ने बताया के छत्तीसगढ़ में गौ माताओ के साथ क्रूरताए और जगन्य अपराध बढ़ते जा रहे है,कुछ दिनों पूर्व राजनांदगांव मे भी एक शख्स असलम खान उम्र 56वर्ष व्दारा गौमाताओ से दुष्कर्म किया गया,जो शहर के सीसीटीवी कैमरे में भी क़ैद हुआ,इस कृत्य का एफ़.आई.आर कोतवाली थाना राजनांदगांव मे की गयी,
ऎसा ही दुष्कृत्य रायपुर मे भी आलम नामक व्यक्ति व्दारा किया गया था,वही घुमका गोपालपुर के एक शख्स नदीम खान उर्फ अब्दुल नाहिद और साहिल खान के द्वारा भी गौवंशों के साथ अनरगल कृत्य करते वीडियो वायरल हुवा था उन सभी पर मामला पंजीबद्ध कराया गया है.
किन्तु आई.पी.सी,बी.एन.एस. हो या छत्तीसगढ़ पशु संरक्षण अधिनियम किसी मे भी इस अपराध के लिए कोई पृथक से धारा या कानुन नही है इसलिए विश्व हिन्दू परिषद् बजरंग दल राजनांदगांव व्दारा जिला दंडाधिकारी के हाथों मुख्यमंत्री विष्णुदेव जी के नाम ज्ञापन सोप गौ माता के साथ दुष्कर्म करने वाले अपराधों पर नयी धारा जोडी जाए,जिसमे सजा कम से कम 10 वर्ष का कठोर कारावास और 5 लाख तक के अर्थदंड से दण्डित किया जाए माँग की गई है साथ ही गौ-माता के साथ अनाचार या क्रूरता करने वालों पर फास्ट-ट्रैक न्यायालय में तत्काल कार्रवाई सुनिश्चित की जाए,संबंधित अपराधों को गैर-ज़मानती (Non-Bailable) श्रेणी में शामिल करने पर विचार किया जाए।
गांवों, नगरों और गौशालाओं में निगरानी, CCTV व्यवस्था एवं त्वरित शिकायत प्रणाली उपलब्ध कराई जाए।पशु सुरक्षा से जुड़े अधिकारियों को ऐसे मामलों में तत्काल FIR एवं गिरफ्तारी के निर्देश जारी किए जाएं।
अधिकांस मामलों में देखा गया है कि एक धर्म विशेष के व्यक्तियो द्वारा ही यह कृत्य किया जाता है,इससे उनकी मानसिकता स्पष्ट दिखती है के गौमाता के साथ ऐसा अनाचार हिन्दू समाज को अपमानित करने का बार बार प्रयास हो रहा है
वर्तमान समय में गौ-माता के साथ अनाचार, क्रूरता, दुर्व्यवहार तथा अनैतिक कार्यों की घटनाएँ समय-समय पर सामने आती रहती हैं। यह न केवल हमारी संस्कृति, धर्म और सामाजिक मूल्यों के विरुद्ध है, बल्कि पशु क्रूरता निवारण अधिनियम तथा संबंधित दंडात्मक प्रावधानों का गंभीर उल्लंघन भी है।
अतः वर्तमान सरकार से विनम्र अनुरोध है कि ऐसे जघन्य कृत्यों पर कठोरतम दंड का स्पष्ट कानूनी प्रावधान किया जाए।

हेमंत वर्मा संवाददाता राजनांदगांव

Gujarat : વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

0

સાયલાના વખતપરની હોટલમાંથી ચોરી-કપટથી સંગ્રહ કરેલો ડીઝલનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે હોટલના શૌચાલયમાંથી રૂ,૨૩,૪૦૦ની કિંમતનું ૨૬૦ લિટર ડીઝલ કબજે કરી હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


સાયલા તાલુકાના વખતપર ગામના બોર્ડ પાસે આવેલી રવિરાજ હોટલનો સંચાલક અમિત બિરેન્દ્ર મંડલ (રહે. સાયલા) અન્ય વાહનોમાંથી ચોરી કે અન્ય કોઇ રીતે ડીઝલ કાઢી ગેરકાયદે રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમીના આધારે સાયલા પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન, હોટલના ગ્રાઉન્ડમાં આવેલા શૌચાલયમાંથી પોલીસે સંગ્રહ કરેલો ૨૬૦ લિટર ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો, જેની કિંમત રૂ. ૨૩,૪૦૦ થાય છે. આ ઉપરાંત, પોલીસે બે કેન, એક માપિયું અને બે નળીઓ સહિત કુલ રૂ.૨૩,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. પોલીસે હોટલ સંચાલક અમિત મંડલને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ હાઇવે પરની હોટલમાંથી અગાઉ અનેકવાર વાહનો અને ડીઝલ-પેટ્રોલના ટેન્કર (ટાંકા)માંથી આયોજનપૂર્વક ડીઝલ ચોરી કરી નીચા ભાવે અન્ય વાહનોને વેચવાનું રેકેટ ઝડપાઇ ચુક્યું છે.

Bollywood : ફરહાન અખ્તરે ‘ડોન 3’નું શૂટિંગ 2026માં શરૂ થવાની પુષ્ટિ આપી

0

ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેની ‘ડોન ૩’ના શૂટિંગંનું અપડેટ આપ્યું છે. નિર્માતા-દિગ્દર્શકે જણાવ્યું હતું કે, શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામા આવશે. આ રીતે તેણે ડ મહિનાઓથી થતી અટકળો પર વિરામ મુક્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જણાવ્યું હતું કે, અમે ડોન ૩નું શૂટિંગ આવતા વરસથી શરૂ કરશું. આ ફિલ્મ માટે હાલ હું આટલું જ અપડેટ આપી શકુ એમ છું.

ફરહાને ૨૧ નવેમ્બરના રોજ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ના પ્રમોશન દરમિયાન ‘ડોન ૩’ નો ઉલ્લેખ કર્યો હતો.

ડોન ૩ની ૨૦૨૩માં ઘોષણા કરવામાં આવી હતી, એ પછી તેને અપડેટને લઇને કોઇ સમાચાર કે માહિતી આવતી નહોતી. તેથી ડોન ફિલ્મના પ્રશંસકો ફિલ્મ બંધ કરી દીધી હોવાની અટકળ કરી રહ્યા હતા. હવે ફરહાને આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં કરવામા ંઆવશે તેવી ઘોષણા કરી છે.

National : ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો

0

ભારતે વર્ષ ૨૦૨૫માં ૩૫.૭ કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરીને ઈતિહાસ રચ્યો છે. દેશની કૃષિ વૃદ્ધિ માટે આ સિમાચિહ્ન અભૂતપૂર્વ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. પીએમ મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ઈસરોની અનોખી ડ્રોન સ્પર્ધા અને જેન-ઝીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક કાર્યક્રમ મન કી બાતના ૧૨૮મા એપીસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે ખાદ્યાન્નનું ઉત્પાદન ૧૦ કરોડ ટન વધાર્યું છે, જે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં ભારતનું મજબૂત પગલું દર્શાવે છે. તેમણે નેચરલ ફાર્મિંગ પર વિશેષ ભાર મૂકતા કહ્યું કે, તમિલનાડુના કોઈમ્બતુરમાં યોજાયેલા નેચરલ ફાર્મિંગ પ્રદર્શનના પ્રયાસો પ્રશંસનીય છે.પીએમ મોદીએ ઈસરોની ડ્રોન સ્પર્ધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતની અવકાશ સંસ્થા ઈસરોએ થોડા દિવસ પહેલાં અનોખી ડ્રોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આપણા દેશના યુવાનો અને વિશેષરૂપે જેન-ઝીએ મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંગળ પર જીપીએસ ઉપલબ્ધ નહીં હોવાના કારણે ડ્રોને સંપૂર્ણપણે પોતાના કેમેરા અને ઈનબિલ્ટ સોફ્ટવેરની મદદથી જ દિશા, ઊંચાઈ અને અવરોધોનો અંદાજ લગાવવાનો હોય છે.

આ સ્પર્ધાએ બતાવ્યું કે, ભારતના યુવાનો મંગળ ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, નવેમ્બર મહિનો સ્પોર્ટ્સમાં ભારતીય મહિલાઓ માટે વિશેષ રહ્યો. મહિનાની શરૂઆતમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય મહિલાઓએ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. વર્લ્ડ બોક્સિંગમાં પણ ભારતે ૨૦ મેડલ જીત્યા.

Rajkot : ‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી…’

0

ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે કે ગરીબ કે મધ્યમવર્ગના વાલીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે. સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં બહાર આવેલો કિસ્સો ચોંકાવનારો છે.

મજૂરી કરતાં પિતાએ ધો. ૧૧માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીના ભણતરનો ખર્ચો નહીં ઉપાડી શકાતો હોવાથી તેને અભ્યાસ છોડવાનું કહી દીધું હતું. પરંતુ દીકરીને કોઇપણ ભોગે આગળ અભ્યાસ કરવો હોવાથી તેણે અભયમની મદદ માંગી હતી. જેને કારણે અભયમના કાઉન્સિલેર શીતલબેન સરવૈયા દીકરીને મળ્યા હતાં. જેણે રડતા-રડતા કહ્યું કે તેના પિતા આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હવે આગળ અભ્યાસ કરાવવાની ના પાડે છે. જ્યારે વાસ્તવમાં તેને તો ભણી-ગણીને પોતાના સપના પૂરા કરવા છે. ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે કે ગરીબ કે મધ્યમવર્ગના વાલીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે. સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં બહાર આવેલો કિસ્સો ચોંકાવનારો છે.

મજૂરી કરતાં પિતાએ ધો. ૧૧માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીના ભણતરનો ખર્ચો નહીં ઉપાડી શકાતો હોવાથી તેને અભ્યાસ છોડવાનું કહી દીધું હતું. પરંતુ દીકરીને કોઇપણ ભોગે આગળ અભ્યાસ કરવો હોવાથી તેણે અભયમની મદદ માંગી હતી. જેને કારણે અભયમના કાઉન્સિલેર શીતલબેન સરવૈયા દીકરીને મળ્યા હતાં. જેણે રડતા-રડતા કહ્યું કે તેના પિતા આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હવે આગળ અભ્યાસ કરાવવાની ના પાડે છે. જ્યારે વાસ્તવમાં તેને તો ભણી-ગણીને પોતાના સપના પૂરા કરવા છે.

Gandhinagar : ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા

0

રવિ મોસમનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જ ખેતરોમાં બોરકુવાના કેબલ કાપીને ચોરી કરવાના બનાવો બનવા લાગે છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોર ત્રિપુટીને ઝડપી લેતાં ચાર ચોરીના ભેદ ઉકેલાવા સાથે મુદ્દામાલ કબ્જે કરાયો છે. દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરીઓ કરીને તરખાટ મચાવનારા આરોપીઓ તલોદ તાલુકાના રહેવાસી હોવાનું ખુલ્યું છે.

બોરકુવા પરથી કેબલ કાપીને ચોરી કરી જવા ઝડપી પાડવામાં આવેલા તસ્કરો સંબંધે એલસીબીના ઇન્સપેક્ટરના જણાવ્યા પ્રમાણે તેમની ટીમ દ્વારા તલોદ તાલુકાના કાબોદરા ગામે રહેતા જીગર કિરણસિંહ ચૌહાણ, રાહુલ કુંવરજી મકવાણા અને અજયભાઈ ઉર્ફે બાબુ પરમાર નામના ૨૧થી ૩૦ વર્ષની વયના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૃપિયા ૧૨ હજારની કિંમતનો કેબલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ ચોરાઉ કેબલ વેચવા ચિલોડાથી અમદાવાદ તરફ પાલજ ગામ નજીક ભંગારવાડામાં આવવાના હોવાની બાતમી મળવાના પગલે નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.દરમિયાન ત્રણે આરોપી આવતાં તેમની શંકાસ્પદ હિલચાલના પગલે અટકમાં લેવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં કેબલ ચોરીની કબુલાત કરી હતી. વધુમાં જણાવ્યું, કે આરોપીઓએ માણસા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ત્રણ કેબલ ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના નાદરી ગામે પણ ચોરી કરી હતી. કેબલમાં ત્રાબાના તાર આવતા હોવાથી ચોરી બાદ વેચીને કમાણી કરતાં આરોપી આખરે ઝડપાઇ ગયા હતાં.